Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 367
________________ [ ૩૨૮ ] શ્રી કપૂરવિજયજી ૪. બીજાને આશરો મૂકી દે. એ મહાન પ્રભુનોજ આશ્રય લે. એ સમર્થ આત્મા પ્રાર્થિત થતાં તારાં સઘળાં દુઃખને હણું નાંખશે. ૫. પરમાત્માને વિસરી જઈ માણસના કિંકર થવું એમાં ચોખું તારું મતિદર્બલ્ય જાહેર થાય છે. [જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૩૭] પ્રાર્થના. ૧. હે દેવ! તું દારિદ્રને નિવારણ કરનાર નિધિ છે, રેગીઓનું અમૃત છે, અનાથને નાથે છે અને દુઃખિયાઓનું સુખ છે. ૨. હે ભગવન! તારા આલખન વગર પ્રાણું દુઃખમાંથી ઇટી શકતું નથી, માટે જગતના આધારભૂત હે પ્રભુ! હું તારું શરણ સ્વીકારું છું. ૩. હે પ્રભે ! તું જગતને નાથ છે અને દયાને સાગર છે, તને હાથ જોડી વિનંતિ કરું છું કે મારા સઘળા ઉદ્વેગેને કાપી નાંખ અને મારા ચિત્તને આનંદિત બનાવ. ૪. જીવનના અમૃતભૂત મહાન સુન્દર પવિત્ર માર્ગ પર હું હમેશાં સ્થિર રહું એ જ હે ઈશ! તારી આગળ મારી પ્રાર્થના છે. તે સફળ થાઓ ! અને સર્વ જીવો સર્વત્ર શાસનરસિક બને ! [ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૩૮ ]

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376