Page #1
--------------------------------------------------------------------------
________________
સગુણાનુરાગી શ્રી કર્ખરવિજયજી લખ સંગ્રહ
ભાગ ૨ જો
: પ્રકાશક :
શ્રી કપૂરવિજયજી મારક સમિતિ-મુંબઈ.
Page #2
--------------------------------------------------------------------------
________________
00000000000030 0000000000000
00000000000000000000000 000000000000
સન્મિત્ર સદ્ગુણાનુરાગી મુનિમહારાજ શ્રી કપૂરવિજયજી
લેખ સંગ્રહ
ભાગ ૨ જો
સૂક્તમુક્તાવળી અને ઉપદેશક વાયામૃત સંગ્રહ
પ્રકાશક,
શ્રી પૂ રવિજયજી સ્મારક સમિતિ
મુંબઈ
વીર સંવત ૨૪૬
::
વિક્રમ સં. ૧૯૯૬
કિંમત પાંચ આના કપડાના પુંઠાવાળીના છ આના
00000000000000000000000000000000SSAGE D........... 00000000 0000000D
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક:શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ { મંત્રી–નત્તમદાસ ભગવાનદાસ શાહ છે નેપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ ?
પ્રત ૧૦૦૦
મુદ્રકશાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વ-સન્મિત્ર શ્રી કર્ખરવિજયજી મહારાજ, જન્મ સં. ૧૯૨૫.
દીક્ષા સ. ૧૯૪૭ વૈશાક, શુદ ૬. સ્વર્ગગમન સ. ૧૯૯૩ ના આસે, વદ ૮.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી મહારાજનું સંક્ષિપ્ત
જીવનચરિત્ર.
मालिनीवृत्तम् मनसि वचसि काये, पुण्यपियूषपूर्णास्त्रिभुवनमुपगार-श्रेणिभिः प्रीणयंतः ॥ परगुणपरमाणून् , पर्वतीकृत्य नित्यम् ।
निजहृदि विकसन्तः, सन्ति संतः कियन्तः ॥१॥ ભૂમિકા–
સતોના જીવનચરિત્ર એ સામાન્ય જનસમૂહને અણમૂલા બોધપાઠની ગરજ સારે છે, એટલું જ નહિ પણ સાથે સાથે એવી પ્રબળ પ્રેરણા થાય છે કે સંતપણું એ કેઈના વંશને ઈજા નથી તેમ નથી કોઈ રાજા-મહારાજા કે અધિકારીના હાથની વસ્તુ! પ્રત્યેક વ્યક્તિ ધર્મ, જાતિ કે ગોત્રના ભેદ વિના આત્મશક્તિ ફેરવી, સ્વજીવન ઉન્નત બનાવવા કટિબદ્ધ થાય તો સાધુતા એની સામે દોડી આવે છે. અલબત્ત, એ સાધુતા કે સન્તપણું ટકાવવા સારુ અહર્નિશ એના હદયમાં Plain living and high thinking અર્થાત “સાદું જીવન અને ઉચ્ચ ચિંતન” રૂપ ઉદ્દગાર સતત પ્રજ્વલિત હોવો ઘટે. દુન્યવી કહેવત “નરમાંથી નારાયણ” થવાય છે એ અર્થ શુન્ય નથી જ. જેના દર્શન તે બાપકાર જાહેર કરે છે કે–આમા પુરુષાર્થ ફેરવે તે પરમાત્મા થઇ શકે છે. ત્યાં પછી
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૪ )
નાની મેાટી પઢવીના કે અન્ય કોઇ જાતની મર્યાદાના બંધન હાય જ શેના? પ્રાકૃત જનતાને ભૂતકાળના બનાવા કરતાં પેાતાના સમયના ઉદાહરણા વધુ ઉત્તેજના અર્પે છે એ હેતુ ધ્યાનમાં રાખી સદ્દગત મહાત્મા શાંતમૂર્તિ મુનિશ્રી કપૂરવિજયજીના જીવન પરત્વે જે કંઇ સામગ્રી જુદી જુદી વ્યક્તિએદ્વારા પ્રાપ્ત થઇ છે એ પરથી અ કાડા મેળવી અત્રે સ ંક્ષિપ્ત વૃતાન્તરૂપે આલેખવાના પ્રયાસ સેવ્યા છે. બાકી તા યાગીઓના જીવનની અન્ય બાબતા કરતાં તેમના આચરણમાં રહેલી નિલે` પતા રૂપ સારભ જ સચાટ ઉદાહરણરૂપ છે. એની તેજસ્વિતા એટલી જ્વલંત હાય છે કે અને નથી અગત્ય રહેતી ર'ગબેરંગી વાઘાની કે અલંકારિક એપની.
‘ વ ’ રૂપ ત્રિવેણી—
< વળા ’ જેવા નાનકડા ગામમાં શા. વાલજી નાગજીનુ ઘર ખાનદાન ગણાતું. વાલજી શાહને હીરૂમા નામની ઘરરખુ પત્ની હતા. વ્યાપારી જિંદગી છતાં વૈદકનું જ્ઞાન ને નાડી–પરીક્ષા વાલજીભાઇ ધરાવતા. એ કાળે આજના જેવા ધનલેાભ નહાતા તેમ ડોકટરા કે તેમના વિવિધ પ્રકારી એજારેા ગ્રામ્યજનતાથી ઘણા ઘણા દૂર હતાં. નાડીપરીક્ષા એ દર્દ પારખવાનું મુખ્ય સાધન મનાતું. વૈદકના ધંધા એટલે પરમા ષ્ટિભ[ વ્યવસાય-એ દ્વારા ધનકમાણી નામની જ ગણાય. આમ છતાં વૈદકીય ઉપચારમાં વાલજી શાહ એવા નિષ્ણાત કે એમની દવા આજારી લેવા માંડે કે રાગ પલાયન થઈ જાય. એથી તા વાલ શાહ વાલા વૈદ્ય ’ તરિકે સુવિખ્યાત થયા હતા. તેમને અમીચઢ તથા ઠાકરશી નામે એ પુત્ર થયા. ચરિત્રનાયક કુંવરજી (મુનિશ્રો કપૂરવિજયજીનું સંસારીપણાનું નામ) પિતા
Page #8
--------------------------------------------------------------------------
________________
અમીચંદ અને માતા લક્ષ્મીબાઈના બીજા સંતાન. પુત્રી પછી પુત્રને જન્મ એ નારીવૃંદમાં મેંઘેર મનાય છે. બાળક કુંવરજીનું ભાવી અને હસ્તની રેખાઓ જ એના ઉજજવળ ભાવિની સાક્ષી પૂરતાં હતાં. હીરૂમાં તથા વાલજી દાદાના લાડકોડમાં કુંવરજી છ વર્ષનો થયો. ત્રણ “વ” માંના બેની ઓથે તો કુંવરજીને જન્મતાં જ પ્રાપ્ત થઈ હતી. “વળા” ગામ પાછળ વલભીપુરનો જે ઈતિહાસ દટાયેલો પડ્યો છે એનાથી આજે પણ નાનકડું વળા” ઇતિહાસના પાને ચઢયું છે અને જીવંત બન્યું છે. વાલા” વૈદને હાથ અડક્યો કે દરદીને આરામ થયો એ સૌભાગ્ય જેવું તેવું ન ગણાય. ભાવિ કપૂરવિજયજીના જીવનમાં આમ જન્મભૂમિ ને જનકની યશરેખાઓના છુપા ચમકારા પથરાયા હતા. એમાં શાંતમૂર્તિ વૃદ્ધિચંદ્રજી મહારાજને સમાગમ થયે. દૂધમાં સાકર ભળ્યા જેવું થયું. એ ત્રીજા ‘વ’કારે કુંવરજીભાઈના જીવનમાં એ પલટે આર્યો કે જેથી સંસારી મટી એ સાધુ થયા. કપૂરવિજય નામ સારાયે ભારતવર્ષમાં ચારે ખૂણે કપૂર સમ સુવાસ ફેલાવી સાર્થક્ય કર્યું. એ કેમ બન્યું તે પ્રતિ નજર કરીએ. અભ્યાસ અને દીક્ષા–
સ્મરણશક્તિની સતેજતાથી એક પણ વર્ષ નકામું ગુમાવ્યા વિના કુંવરજીએ ગુજરાતી છ ધોરણ તેમજ અંગ્રેજી ચાર ધારણ
વળા માં પસાર કર્યા. આગળ ભણવાની જિજ્ઞાસા હોવાથી તેમ જ અભ્યાસનું ધોરણ ઉચ્ચ પ્રકારનું હોવાથી પિતાએ પણ ભાવનગરમાં એરડી રાખી, લક્ષ્મીબાઈની દેખરેખ હેઠળ શિક્ષણ ચાલુ રખાવ્યું. કુંવરજીએ ચાર વર્ષમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી.
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૬ )
દરમિયાન માતા લક્ષ્મીબાઇની પ્રેરણાથી પર્વ દિવસે મુનિ શ્રી વૃદ્ધિચંદ્રજીમહારાજના વ્યાખ્યાનમાં તે જવા લાગ્યા. ધીમેધીમે પરિચય વધ્યા ને કુવરજીભાઇને જૈન ધર્મના તત્ત્વની પિછાન કરવાના રંગ લાગ્યા. તિથિ આશ્રયી વ્રત-નિયમ કરવા માંડ્યા અને રાત્રિના, સમય મેળવી ગુરુચરણ સેવામાં ઉપસ્થિત થવાનુ શરૂ કર્યું. ગુરુદેવે સામાન્ય પરિચયથી જ આવા ઉત્તમ પાત્રની પરીક્ષા કરી લીધી; એટલે જિજ્ઞાસુ આત્માને સાષ થાય તેવી ઢબે કુંવરજી જોડે ધ ચર્ચા કરવા માંડી, એમાં અમરચંદ વારા તથા કુવરજીભાઇના સાથ મળ્યા. આ ગાછીનુ એક પરિણામ એ આવ્યું કે કુંવરજીનું હૃદય વધુ પ્રમાણમાં ત્યાગીજીવન પ્રતિ ઢળતું ગયું. ઇંગ્લીશ શિક્ષણની કાઇ પૂરી અસર ન થતાં જ્ઞાનપિપાસા બેહદ વધી ગઇ. એવામાં એક બનાવ એવા બન્યા કે જેનાથી કુંવરજીની સંસારવાસના નિર્મૂળ છેદાઈ ગઈ.
જનનીની જોડ સખી નવી જડે રે ’ એ સ્વર્ગસ્થ કવિશ્રી મેાટાદકરના કથનથી જેનુ અંતર વાસિત હતું એવા કુંવરજી મૂળથી માતૃભક્ત હતા. એમાં ભાવનગરના વસવાટે પ્રગાઢતા આણી. આવી પૂત્મ્ય માતાની પ્રસૂતિ સમયની તીવ્ર વેદના અને મૃત્યુ જોઇ સંસારી જિંદગી પર ત્રાસ ફૂટ્યો. ત્યારથી જ મનમાં ગાંઠ વાળી દીધેલી કે આ ઝેરી જીવન મને ન ખપે,
'
એક તરફ મેટ્રિકની પરીક્ષા પાસ કરવાની તૈયારી ચાલુ હતી. બીજી તરફ વિગયત્યાગ-ઉકાળેલુ પાણી પીવુ. સચિત્તત્યાગ સમી ધર્મક્રિયાએ પણ અમલમાં આવી રહી હતી. ઉપરના બનાવ પછી તા કુંવરજીએ ચાથા વ્રતના પણ પચ્ચ
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૭ ). ખાણ લઈ લીધા. ભાવનગરમાં ચાલી રહેલ આ પ્રવૃત્તિથી વળામાં વસનાર પિતા અમીચંદ તદ્દન અજાણ હતા; છતાં તેમના બંધુ ઠાકરશીભાઈને કાને ઉપરની વાત શ્રી કુંવરજીભાઈ દ્વારા પહોંચી ચૂકેલી. ઠાકરશીભાઈ પણ વૃદ્ધિચંદ્રજીમહારાજના ચુસ્ત ઉપાસકેમાંના એક હતા. ગુરુદેવ, જબરા હીરાપારખુ હતા એવી તેમને પાકી ખાતરી હોવાથી, તેઓશ્રીની કારવાઈમાં તે પૂર્ણ પણે સાથ આપતા. કુંવરજીએ મેટ્રિક પાસ કરી “વળા” માં પગ મૂક્યો ત્યારે વળા દરબારે તેમ જ દિવાનસાહેબે શરસ્તેદારની નોકરી આપવાનું કહ્યું, પણ જેના જીવનનું વહેણ જ્યાં જુદી દિશા પ્રતિ વહેતું હતું તે કેમ એને સ્વીકાર કરે ? જે કે આવી તક જતી કરવાથી પિતાજીને દુઃખ લાગેલું. એકાંતમાં એ સંબંધી વાતચિત ચાલતાં કુંવરજીનું વલણ દીક્ષા તરફ છે એમ જણાઈ આવ્યું. એ સંબંધી ખુલાસાવાર વાત દુકાને આવી કરવાની આજ્ઞા થઈ. કુંવરજીએ પણ બધી વાતને ઘટસ્ફોટ દુકાને જઈ કરી વાળવાનું નક્કી કર્યું.
ગ્રીષ્મઋતુને સમય, મધ્યાહ્ન કાળ, ધરતી ધોમ તાપે ધખી રહેલી–એ વેળા અન્ય કંઈ કાર્ય ન હોવાથી તકીએ અઢેલી આડા પડેલા અમીચંદશાહે વાત ઉખેળી. કુંવરજીએ પણ વિનીતપણે અથથી ઇતિ સુધી ખ્યાન કરી પોતાને ભાગવતી દીક્ષા લેવી જ છે એવો સ્પષ્ટ વિચાર રજૂ કર્યો.
ખેલ ખલાસ. પિતાજી ઉશ્કેરાઈ ગયા. લાંબા સમયની તેમની ધારણા છૂળ મળતી જાણું ગુસ્સામાં ત્રાડ પાડી બોલ્યા–“આટઆટલા કષ્ટો વેઠી, પૈસા ખરચી, મેં આ સારુ તને ભણાવ્યો? હવે રળી ખવરાવવાનો વખત આવે ત્યારે તું દીક્ષાની વાત
Page #11
--------------------------------------------------------------------------
________________
(૮) કરે છે? તારી માતુશ્રીના અવસાન પછી નાના ભાંડરડા ઉછેરવા–વેપાર કરે-ખર્ચો ચલાવવો–એમાં મારા લેહીનું કેવું પાણી થાય છે અને તે વિચાર કર. તરંગી વિચારો છોડી દે અને કંઈ કામે વળગ.”
કુંવરજીએ સામે ઉત્તર ન વા છતાં અંતરમાં જે લગની લાગી હતી એમાં ઊણપ ન આવવા દીધી. સંસાર પર જેને સાચે નિર્વેદ પ્રગટેલે તેને વ્યવસાયના કાર્યોમાં કયાંથી રસ પડે! એના કામમાં બરકત પણ ક્યાંથી આવે! પિતાજીને આ દશા જબરે પરિતાપ ઉપજાવતી. વાત ઠપકાના કડવા વેણથી વધીને લાકડી ઉછળવા સુધી પહોંચી. હીરૂમા કે જેના હાથમાં ઘરની વ્યવસ્થા હતી તેમને આ ન રુચ્યું. ઠાકરશીભાઈને પણ મોટાભાઈની પદ્ધતિ યંગ્ય ન જણાઈ. તે આવી કુંવરજીને પિતાના ઘેર તેડી ગયા. પરિતાપનું કારણ ટળવાથી ને જોઈતી અનુકૂળતા મળવાથી દીક્ષાના આ ઉમેદવાર પોતાના દયેય પ્રતિ વધુ આગળ વધ્યા. પરિગ્રહ નહિંવત્ કરી નાંખી વારંવાર એકાસણા કરવા લાગ્યા. લગભગ મહિના ઉપરાંતનો સમય આ રીતે વીત્યા. કાકાએ ભત્રીજાના હૃદયને માપી લીધું. મોટાભાઈના કાને સાચી પરિસ્થિતિ પહોંચાડી છતાં પિતાનું હૃદય ન પલટાયું. ભાવનગરમાં-સમવસરણની રચનાના ઉત્સવમાં કુટુંબના નાનામોટા સા જેવા ગયા છતાં ઈરાદાપૂર્વક કુંવરજીને ન લઈ ગયા. કાકીની દેખરેખમાં કુંવરજીને રાખી ગયા. આ તકનો લાભ લેવાની વૃત્તિ કુંવરજીને થઈ આવી. કાકીને આજીજી કરી રજા મેળવી, આવા પવિત્ર પ્રસંગના દર્શન સારુ માત્ર ઉકાળેલા પાણીના કળશીયા સાથે બપોરના ત્રણ વાગે વળાથી પગે ચાલતાં ઉપડયા. નવ ગાઉન પંથ કાપી રાત વરતેજ
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૯ ) રહ્યા. બીજા દિવસે ભાવનગર પહોંચ્યા. ગુરુજીને સર્વ વ્યતિકર જણાવ્યું. પ્રત્રજ્યા માટે તીવ્ર આકાંક્ષા જાહેર કરી. મહારાજશ્રીએ પિતાની આજ્ઞા પ્રાપ્ત થતાં સુધી થોભવા જણાવ્યું. ભાવનગરના કુંવરજીભાઈ તથા અમરચંદભાઈ આદિ ગૃહસ્થાને બોલાવી મહારાજશ્રીએ સમજુતીથી માર્ગ કાઢવા સૂચવ્યું. તેઓએ પણ ઠાકરશીભાઈ ઉપર રૂંવા ખડા કરે તેવો પત્ર લખ્યો અને અમીચંદભાઈને કોઈપણ રીતે સમજાવવા આગ્રહ કર્યો.
ઉત્સવમાંથી પાછા ફરી વળામાં આવતાં પિતાએ જાણ્યું કે પોતાની ધારણા ઘળ મળી છે અને પંખી પાંજરામાંથી ઊડી ગયું છે! સે એ વેળા આશ્ચર્ય પામ્યા. ખુદ અમીચંદભાઈને પણ લાગ્યું કે કુંવરજીને સંસારમાં પરાણે રાખવાનો પ્રયાસ નકામે છે. દરમિયાન ભાવનગરથી શેઠ કુંવરજીભાઈને પત્ર મળ્યો એ વાંચી ઠાકરશીભાઈ દેડતાં આવ્યા અને વડિલ ભ્રાતાને રાજીખુશીથી સ્વહસ્તે દીક્ષા આપવાને અણમૂલે કહા લેવા આગ્રહ કર્યો. તેમણે હા ભણી. મુહૂર્ત જોવરાવવામાં આવ્યું અને અમીચંદભાઈએ સહકુટુંબ ભાવનગર જઈ સ્વહસ્તે કુંવરજીને ભાગવતી દીક્ષા અપાવી. આમ ચિરકાળના મનોરથ ધારી કુંવરજી આખરે શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના આઠમા ચરણોપાસક કપૂરવિજયજી નામથી સ્થપાયા અને અષ્ટમીના ચંદ્ર સમ તપાગચ્છરૂપ ગગનમાં પિતાને અભ્યાસ, સત્વચારિત્ર અને અમાપ શાંતિથી શોભવા લાગ્યા. વિહારની સામાન્ય રૂપરેખા
મુનિ શ્રી કર્પરવિજ્યજીને પિતા અને ગુરુરૂપી શિરછત્ર દીક્ષા સમય પછી માત્ર બે વર્ષ જ રહ્યું અર્થાત્ ઉભય બે
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
વર્ષમાં કાળધર્મ પામ્યા. ગુરુજીના વિરહ પછી ડિલ ગુરુભાઇની પરવાનગીથી મુનિ શ્રી કપૂરવિજયજી વિહાર કરતાં ' વળાના પાદર પર થઈ મારામાર ‘ પચ્છેગામ ’ ગયા. નદી પર સવારમાં ન્હાવા આવેલા બ્રાહ્મણેાએ મુનિશ્રીને દીઠા અને એમાંના ઘણાખરા અમીચંદની દુકાને જતાં આવતાં હાવાથી તેમને એળખી કાઢ્યા. ગામમાં આ વાત તેમના દ્વારા કપિક સર્વત્ર ફેલાઇ ગઇ અને સંઘના મુખીએ ખેપીયેા પચ્છેગામ દોડાવ્યેા. વાત સાચી જણાતાં વળાના શ્રાવકા સારી સંખ્યામાં પચ્છેગામ પહોંચ્યા. વંદન કરી વળા પધારવા વિનંતિ કરી. મુનિશ્રી ‘ વળા ’ પધાર્યા ત્યારે ભક્તિપૂર્વક સામૈયુ કરી મહારાજશ્રીને ત્રણ દિવસ વળામાં
ક્યા. એ ત્રણે દિન આંગી, પૂજા, વ્યાખ્યાન અને નવકારશી આદિ ધર્મકરણીમાં પસાર થયા. વિદ્વાન્ મુનિરાજની ઉપદેશશૈલીથી આકર્ષાઇ વ્યાખ્યાનમાં જૈનેતા પણ આવતા. નામદાર ઠાકાર સાહેબ વખતસિંહજી તથા દિવાન સાહેબ લીલાધરભાઈ પણ પધારેલા અને તેમના સચાટ ઉપદેશથી છક થઇ ગયેલા. તે વખતે હ ભેર મેલેલા કે આવું રત્ન વળા ’માં પાક્યુ તેથી માત્ર તેમના માત-પિતા કે જૈન સંઘ નહિં પણ સારું · વળા ” ગામ ગૌરવવતુ બન્યુ છે.
'
જ
ઉપરાંત કચ્છ,
તેઓશ્રીના વિહાર કાઠિયાવાડ, ગુજરાત કાશી અને ઉત્તર હિંદમાં પણ થયા છે. તેમનામાં રહેલ ત્યાગવૃત્તિ, ચારિત્રપાલનમાં એકતારતા અને અમાપ શાંતવૃત્તિ એટલા પ્રબળ હતાં કે સૌ કોઇને તે પ્રિય થઇ પડતા. તેમના ચરણમાં સ્હેજે આગ તુકનુ મસ્તક નમતું. ખટપટનું નામ સરખું પણ જેમને અકારું લાગતુ, તેા પછી તેમના ચામાસામાં કોઇ સ્થળે સપની ચીનગારી ઊચાનું સંભળાય જ કયાંથી ? તેઓ જ્યાં
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) જ્યાં વિચર્યા છે ત્યાં ત્યાં ધર્મકરણી ને આત્મકલ્યાણ સિવાય ભાગ્યે જ બીજી વાત ઉદ્દભવી છે. પિતાનામાં રહેલ બાધ દેવાની વિધાનાત્મક પદ્ધતિવડે તેઓએ પ્રભુશ્રી મહાવીર દેવના ઉમદા ને ઉદાર તનું જનતાને પાન કરાવ્યું છે. તે સાથે હાનિકારક રૂઢિયોને તિલાંજલી આપવાનું અને જીવની જેનાથી જયણા પળાય તેમ જ જેના પાલણથી શરીરસ્વાથ્યની રક્ષા થાય એવા નિયમો આપવાનું કાર્ય પરમાર્થવૃત્તિએ બનાવ્યું છે. પરોપારા સત્તાં વિમૂતઃ એ વાક્ય જીવનમાં ઉતારી બતાવ્યું છે.
કાશી જેવા દૂરના સ્થળમાં સ્થાપવામાં આવેલી જેન પાઠશાળામાં તેમના સરખા ચારિત્રસંપન્ન મહાત્માની અગત્ય જણાતાં સંસ્થાના સ્થાપક ગુરુભાઈ શ્રી વિજયધર્મસૂરિજીના ઉપરાઉપરી પત્ર આવવાથી તેમજ પાઠશાળાના ટ્રસ્ટી શેઠ વીરચંદભાઈ દીપચંદ. સી. આઈ. ઈ.ના આગ્રહથી સ્ત્રી-પુરુષના નાનકડા સંઘ સાથે વિચરતા તેઓ કાશી પહોંચ્યા. બહુમાનપૂર્વક સામૈયું કરી પાઠશાળાના મકાનમાં પ્રવેશ કરાવવામાં આવ્યું. એ સ્થાનમાં કેટલાક સમય વીતાવ્યા બાદ સાધુને ધર્મ ઉપદેશ કરવાને છે પણ આદેશ કરવાનો નથી એ મંતવ્યના સંબંધમાં ગુરુભાઈ સાથે મતભેદ થતાં ત્યાંથી તેઓ શ્રી સમેતશિખરજી તરફ વિહાર કરી ગયા. દીક્ષા લીધા પછીની તેમની સંસાવિરક્તિ નિહાળી શ્રી કેવળવિજયજી દાદા તથા પં. ગંભીરવિજયજી તે તેમને “અદ્ભુત ગી” તરીકે બોલાવતા, પણ સમેતશિખરના પહાડમાં પિતાની જેવા જ વિરક્ત શિષ્યયુગલ સહ કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેલા ત્યારથી તેઓ “યેગી ” તરિકે વધારે પ્રસિદ્ધ થયા. પૂર્વે થઈ ગયેલા શ્રીમદ્ આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી મહારાજની તેઓશ્રીને જોતાં સ્મૃતિ તાજી થવા લાગી.
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
વિશ તીર્થકરોની નિર્વાણભૂમિ તરીકેનું અનુપમ માન જેને પ્રાપ્ત થયું છે એવા પવિત્ર તીર્થ શ્રી શિખરજીની યાત્રામાંથી પાછા ફરી વિહરતાં તેઓ મહેસાણા આવ્યા. શેઠ વેણચંદભાઈ સુરચંદ મુનિશ્રીના ચુસ્ત ભક્ત હતા. જેને શ્રેયસ્કર મંડળની સ્થાપના તેમજ તેના દ્વારા “ જેનહિતબોધ ” નામના પુસ્તકના ત્રણ ભાગ પ્રગટ કરવામાં મુનિશ્રીની પ્રેરણા જ કાર્ય કરી રહી હતી. વળી સાગરના પાટીયાવાળા સાથે શેઠ વેણચંદભાઈ આદિને વ્યાખ્યાનસ્થાન માટે મતભેદ થતાં કલેશ ઉદ્ય સ્વરૂપ લે તેવું લાગતાં જ મુનિશ્રીએ વિહાર કરી જવાની તૈયારી કરી અને સ્પષ્ટ સંભળાવી દીધું કે મારા નિમિત્તે તમે આવી રીતે ઝઘડે કરે એ હું પસંદ કરતો જ નથી. મુનિશ્રીના આ હૃદયસ્પર્શી ઉદગારો સાંભળતાં જ ઉભય પક્ષ નરમ પડ્યા અને એકમત ઘઈને નિયત (સાગરની પાટે ) સ્થળે જ વ્યાખ્યાન ગોઠવ્યું.
શ્રી શંખેશ્વરજી, શ્રી કેશરીયાજી, શ્રી તારંગાજી, શ્રી આબુજી અને દૂરના શ્રી ભદ્રેશ્વરતીર્થની મહારાજશ્રીએ યાત્રાઓ કરેલી. એ વેળા જેઓ સાથે હતા તેઓ જાણું શક્યા કે તીર્થયાત્રા કેવી રીતે કરવી, કેવા ભાવથી કરવી, અને એ દ્વારા આત્મજાગ્રતિ કેવા પ્રકારે સાધવી. એમાં શ્રી કપૂરવિજયજી મહારાજ કેટલી હદે આગળ વધ્યા હતા એ ભિન્ન ભિન્ન સમયે થયેલા જુદા જુદા અનુભવ અને કરેલી વિવિધ વિચારણાઓના દેહનરૂપે “ શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર” નામની તેમની લઘુ પુસ્તિકા વાંચવાથી માલૂમ પડી આવે છે. તેઓશ્રીના જીવનનો પાછલો સમય તીર્થાધિરાજ શ્રી શત્રુજયની શીતલ છાયામાં–શ્રી યુગાદિજિનેશની સાનિધ્યમાં–મેટા પ્રમાણમાં વ્યતીત થયેલ છે. જ્યારે સિદ્ધાચળજીની યાત્રા બે
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૩ ). વર્ષ બંધ રહી ત્યારે પણ મુનિશ્રીએ સિદ્ધક્ષેત્રની નિશ્રા ન છોડવા માટે એ મહાતીર્થના જ એક ફૂટરૂપ ગણાતા શ્રી તાલધવજગિરિનો આશ્રય સ્વીકાર્યો અને તળાજાની ધર્મશાળામાં વસવા છતાં અહર્નિશ ટેકરી પર જવાનું અને સિદ્ધાચળની દિશામાં એકતાન બની થાનારૂઢ થવાનું ચાલુ રાખ્યું. ચોમાસામાં તીર્થયાત્રા બંધ થતી ત્યારે કઈ વાર ભાવનગર તે કઈ વાર તળાજા આદિ સ્થળે ચોમાસુ કરવા જતા. તેઓશ્રીના દીક્ષા પર્યાય પ્રતિ મીંટ માંડતાં લગભગ ૪૭ ચોમાસાને આંક નીકળે છે એની ગણત્રી આ પ્રમાણે– ૧ ભાવનગર ૩ ૮ ગેધાવી ૧ ૧૫ નવસારી ૨ તાલધ્વજ ૧ ૯ સેમ ૨ ૧૬ કાશી ૩ વળા ૧ ૧૦ માણસા ૧ ૧૭ આગ્રા ૪ વઢવાણ કેમ્પ ૧ ૧૧ રાજપુર ૧ ૧૮ કચ્છ-વાગડ ૩ પ ધોરાજી ૧ ૧૨ મહેસાણા ૨ ૧૯ કચ્છ-માંડવી ૨ ૬ વીરમગામ ૧ ૧૩ પાટણ ૧ ૨૦ સાદડી ૧ ૭ સાણંદ ૨ ૧૪ ખંભાત ૧ ૨૧ પાલીતાણા લગભગ૧૭ શિષ્ય પરિવાર
જ્યારથી પિતાના વિષયમાં ગુરુદેવ શ્રી વૃદ્ધિચંદ્રજીમહારાજને પિતાની સંમતિ વિના દીક્ષા ન દેવાના નિરધારવાળા જોયેલા ત્યારથી જ પોતે પણ કોઈ શિષ્ય થવા આવે તેને માટે એ નિયમ સૂચવવાનું નકકી જ કરેલું. નસાડી-ભગાડીને કે ચેરી-છુપીથી દીક્ષા આપવી એ તેમને ગમતું જ નહીં. વળી જેને જીવનરાહ અધ્યાત્મમય ને નિ:સ્પૃહ દશાવાળ હોય તેમને શિષ્યની વાસના કેમ સંભવે? ખાસ જિજ્ઞાસુ આવે ને સાચી લાલસા દાખવે
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) તે જ તેને શિષ્ય તરિકે સ્વીકારે. એમાં પણ ચેલે એટલે પિતાની દરેક પ્રકારની ખીજમત કરનાર સેવક” એવું તે માનતા જ નહીં. ગુરુ તરીકે એના જીવનમાં પ્રકાશ ફેંકી, એનામાં પ્રભુ શ્રી મહાવીરદેવના માર્ગ પ્રતિ સાચી ભક્તિ પ્રગટાવી, પોતે બાજુ પર રહી એની પ્રગતિ નિરખતા. ન તે જાતે પરાશ્રયી બનતા કે શિષ્યને પરાવલંબી બનાવતા. તેઓના શિષ્ય પ્રશિષ્યમાં નીચેના નામ પ્રાપ્ત થાય છે. ૧ શ્રી પુન્યવિજયજી
૩ શ્રી યત્નવિજયજી ૨ શ્રી ધનવિજયજી
૪ શ્રી લલિતવિજયજી શ્રી પુન્યવિજયજી કાળધર્મ પામ્યા છે. તેમના બે શિખે છે જેમના નામ શ્રી મનેહરવિજય અને શ્રી પ્રધાન વિજય છે.
મુનિશ્રીના ભકતેમાં કેટલાક તો એવા વ્રતધારી હતા કે મહારાજ જે ચીજે વહોરે તેટલી જ પોતે વાપરતા. એ સંબંધમાં એક કચ્છી બાઈ જેને “ગોરમા' તરિકે મહારાજશ્રી સાધતા તે યાદ આવે છે. મહારાજશ્રીને વાંચવા આવનાર વ્યક્તિને તેમના (ગેરમાનાં) આતિથ્યમાં આવ્યા સિવાય ચાલતું જ નહીં. મુનિશ્રી પણ આચારાંગ સૂત્રમાં યતિ માટેના જે નિયમે દર્શાવ્યા છે તેને અનુરૂપ થવા ખાસ ઉદ્યમવંત રહેતા. ઘણું વખત બાર વાગ્યા પછી જ એકાદિ તરપણી લઈ ગોચરી અર્થે નીકળતા, નીચી દૃષ્ટિએ જયણાપૂર્વક બે ચાર ઘર ફરતા અને જે કંઈ ભિક્ષા પ્રાપ્ત થતી તે લાવી પાણી સાથે રોળી નાંખી વાપરતા. આ સંબંધે એકાદ વાર પ્રશ્ન કરતાં જવાબ મલ્યો હતો કે હોજરી માત્ર ભાડું માંગે છે, સ્વાદ માગતી નથી અને એ ભાડું પણ શરીરદ્વારા ધર્મકરણું થાય
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
એટલા ખાતર આપવું પડે છે ’-ઇંદ્રિયા પર કાબૂ અને નિઃસ્પૃહતા ઊડીને આંખે વળગે તેવા. મધ્યાન્હ ગેાચરી જઇ રહેલા એ વાંકા વળેલા દેહવાળા મુનિજીને જોતાં ‘ અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશજી ’ વાળી સઝાય સહેજ યાદ આવતી.
કેટલાક ચિરસ્મરણીય પ્રસંગો—
ખંભાતમાં પધારેલા ત્યારે જિનાલયે દશનાર્થે જતાં તેમના જોવામાં આવ્યું કે મરનાર વ્યક્તિ પાછળ શ્રાવિકાઓ હદ અહારની રડારેાળ કરે છે, છાતી–માથા ફૂટે છે, પછાડા ખાય છે, છેડા વાળી ચકલા સુધી જાય છે એટલુ જ નહિ પણ એ રાકકળમાં નથી જોવાતી મેાડી રાત કે વહેલી પ્રભાત, આત્માની અમરતામાં શ્રદ્ધા ધરાવનાર શ્રી વીરના ઉપાસકે! માટે આ વર્તાવ શેાભાભર્યાં નથી, એમ લાગતાં જ એ વાત ધ્યાનમાં રાખી તિથિના દિવસે જ્યારે ઉપાશ્રય ખીચાખીચ ભરાયેલેા ત્યારે એ બનાવના ઉલ્લેખ કરી, આત્માની અમરતા, દેહની નશ્વરતા સાદી ભાષામાં પણ અસરકારક શૈલીમાં સમજાવી અને એ માટે સગર ચઢીના અને સુલસાના પુત્રાને મૃત્યુ–પ્રસંગ ટાંકી બતાવી એવું વાતાવરણ જમાવ્યું કે સંખ્યાબંધ નારીએએ વ્યવહાર તરિકે મરણ પાછળ એક દિન કરતાં વધુ રોકકળ કરવી નહીં એવા પચ્ચખ્ખાણ લીધા. તે દિવસથી અગાઉ ચાલતી હતી એ પ્રથાએ જડમૂળથી ઉખડી ગઇ. બીજા એક પ્રસ ંગે એક જ પાણીના ઠામમાંથી માત્ર એકના એક પ્યાલાથી પાણી પીવાતુ જોઇ એ કેવું ખરાબ છે? એથી ધર્મ દૃષ્ટિએ કેવી હાનિ છે ? તે દર્શાવી પાણી પીવાના તેમ જ પાણી લેવાના જુદા પાત્ર રાખવાના નિયમ આપ્યા. આ તા સામાન્ય પ્રકારના સ્મૃતિમાં રમતા
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ). ઉલેખ છે. બાકી તેમના લખાણમાં જે વિવિધતા દષ્ટિગોચર થાય છે અને જે ભિન્ન ભિન્ન વિષયે પ્રતિ કલમ ચલાવેલી જેવામાં આવે છે તેના મૂળીયાં જુદા જુદા પ્રદેશમાંના વિહાર અને ત્યાં પ્રવતી રહેલી રસમેનું બારિકાઈથી કરેલ નિરીક્ષણ અને એ ઉપરથી તારવેલ રહસ્યમાંથી જડી આવે છે. - તેઓશ્રીની દષ્ટિમાં કેન્દ્રસ્થાને “ધર્મ” હેવા છતાં સામાજિક અને નૈતિક બાબતો કિંવા તંદુરસ્તી, સ્વચ્છતા કે સુઘડતાં અથવા તે સાદાઈ જેવા વિષયે તદ્દન દુર્લક્ષ્ય નહેતા પામ્યા. જૈન સમાજ કેમ ઉન્નત થાય? જેના સંતાનો કેમ જ્ઞાનસામગ્રીથી ભરપૂર બને? અને આત્મકલ્યાણના પંથે પળી માનવભવ પામ્યાનું સાર્થકય કેમ કરે ? એ તેમના અંતરમાં અપેનિશ રમતી ભાવનાએ હતી.
પાછલી જિંદગીનો મોટે ભાગે તેમણે શાશ્વત તીર્થની છાયામાં વ્યતીત કર્યો છે એટલે ત્યાંના જીવન પ્રતિ જરા આંખ ફેરવીએ.
ઘણી વખત તેઓ શત્રુંજય પહાડ પરથી ઉતરતાં સામા મળે. તાપ વધવા માંડ્યો હોય છતાં એઓ તો સમતાથી ઉપર ચડવા માટે ડગલાં ભરી રહ્યા હોય. દાદાના મંદિરમાં કે રાયણ પગલા હેઠળ ધ્યાનમાં લીન બન્યા હોય. મેડા ઉતરે ત્યારે તા. ઉપવાસ કરી લે. એમની એકાંતપ્રિયતા અને ધ્યાનમગ્નતાને એ પરથી ખ્યાલ આવે છે.
ચા નિરા સર્વભૂતાનાં, તસ્યાં વાર્ત સંચમી ! એ વાક્ય તેમના જીવનનો વિચાર કરતાં ડગલે પગલે યાદ આવે છે. દેવાલયમાં મૂર્તિ સામે એકતારતા સધાઈ હોય તે કલાકે વ્યતીત થઈ જાય. ઊંચી નજરે ભાગ્યે જ જોયું હશે અને
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ). પાટીયાનું એઠીંગણું જવલ્લે જ લીધું હશે શરીરયષ્ટિ વાંકી વળી ગઈ છતાં લખવા-વાંચવાની પ્રવૃત્તિ તો પૂર્વવતું ચાલુ રાખેલી હતી. પ્રમાદ તો શોધે ન જડે. જ્યારે નજર કરે ત્યારે કેવળ જોવાનું મળે પરમાર્થષ્ટિભર્યું પ્રવૃત્તિમય જીવન. બાઈબલની માફક સંખ્યાબંધ ભાષામાં પરમાત્મા શ્રી મહાવીરદેવને સંદેશ ઉતારી, પ્રત્યેક ઘરમાં અને ધરતીના ચારે ખૂણામાં વિનામૂલ્ય પહોંચતા કરવાની તમન્ના હોવાથી નાના ટ્રેક્ટરૂપે સંખ્યાબંધ મણકા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા તેમના ઉપદેશથી પ્રગટ થયેલા જોવાય છે. ધર્મની વાત સિવાય તેમની સમિપ અન્ય કોઈ વિષય ચાલતો હોય જ નહીં, કદાચ કોઈ કાઢવા જાય તે જાણે ઠપકારૂપે કહેતા હોય તેમ કહી દે કે–
ભલા માણસ! તું તારું સંભાળ ને, શા સારુ પિતાને સાબ લગાડી પારકાનો મેલ ધુએ છે?”કદાચ પિતાથી ભૂલ થઈ હોય તો ખમાવતાં રંચ માત્ર વિલંબ ન કરતા. એ પિતાને શિષ્ય છે અથવા તો સામાન્ય શ્રાવક છે એ જોવાપણું તેમને નહતું. તેમનું એક જ –“ખમીએ ને ખમાવીએ સા એહિ જ ધર્મને સાર તે;”
એકાદ પ્રસંગે વેગ વહન કરી પદવી ગ્રહણ કરવાની વાત નીકળતાં તેઓ બોલ્યા હતા કે–
ભલા માણસ ! મારામાં હજી સાધુપદના સતાવીશ ગુણની તે બરાબર જમાવટ થઈ નથી ત્યાં બીજી વાત કેવી? હું તે ગુણ પુરુષોને રાગી છું અને સર્વને મિત્ર છું. મુનિને વેશ છે, ક્રિયા છે, પણ બધા ગુણ તો નથી, જેનામાં હોય તેને ધન્ય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
મહાત્મા ગાંધીજી સાથે તેમના મેળાપ ધમ શાળામાં થયે હતા. જૈનધર્મની કેટલીક ચર્ચા પછી ગાંધીજીએ કહ્યું હતું કે ‘સાધુસાધ્વીએ અવકાશના સમયમાં રેંટીયા કાંતે તા એમાં શું ખાટુ છે ? શ્રાવકના રોટલા ખાઇને કેટલાકને મજા કે આનંદ કરતાં અથવા તે। કલાકેાના કલાકેા કામન! અભાવમાં નકામા ગપ્પામાં કે નિદ્રામાં વ્યતીત કરતા દેખું છું તેથી આ પ્રશ્ન મને ઉદ્ભવે છે.’
મુનિશ્રીએ શાંતિથી એ વેળા સાધુધર્મની વ્યાખ્યા ષટ્ પ્રકારના જીવાની રક્ષા અને મુનિઓને કરવાની કરણી એવી સુંદર રીતે સમજાવી કે જેથી ગાંધીજીને આનંદ થયા. એ વેળા તેમને લાગ્યું કે સાધુ સમુદાયમાં આવા રત્ના પણ પડ્યા છે. ચારિત્રસંપન્ન આવા શ્રમણા ત્યાગ-વૈરાગ્ય-અહિંસા અને સત્યના સ ંદેશ પ્રચારવાનું કાર્ય કરે એ જ ઉચિત છે. એ દિવસથી મુનિશ્રીના હૃદયમાં ખાદીની પવિત્રતાએ અચળ સ્થાન જમાવ્યું. જીવનના અંત સુધી એનુ પરિધાન મુનિશ્રીએ ચાલુ રાખ્યું.
ઉપસ’હાર
લેખસંગ્રહ ભાગ પહેલામાં મુનિશ્રીના ચેાગીજીવન સંબંધી ચથા ઉલ્લેખ કરાયા હૈાવાથી અત્રે વધુ વિસ્તારનુ કે પુન: એ વાત આલેખવાનું પ્રયાજન નથી. ટૂંકામાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે સતાના જીવન લખાણુથી ઉકેલવાના કે–લાંબે સૂરે ગાવાને બદલે એમના કાઇ કોઇ પ્રસંગેા જાતે આચરણમાં ઉતારવાની ખાસ આવશ્યકતા છે.
મુનિશ્રીના જીવન પરત્વે જે સામગ્રી ઉપલબ્ધ થઇ એ પરથી ભક્તિભાવે મેં તે માત્ર શબ્દરચનારૂપ ફૂલગુંથણી કરી છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૯ )
એમાં રહેલી ક્ષતિ માટે ક્ષમા ચાહી સમાપ્તિમાં એક આંગ્લ કવિનું નિમ્ન વચન આ આદર્શ મુનિશ્રીની સ્મૃતિમાં તાજી રાખવાનું કહી વિરમું છું. શાંતિ.
The heights by great-men were reached & kept, Were not attained by sudden flight; But they while their companions slept, Were toiling upward in the night.
૮ મેાટા મનુષ્યાએ જે મહત્તા પ્રાપ્ત કરી છે અને એને ટકાવી રાખી છે તે કાંઇ એકાએક કૂદકા મારીને પ્રાપ્ત નથી કરી હાતી; પણ જ્યારે તેમના સાથીએ ઊંઘતા હાય છે કિવા આળસમાં ઝેકા ખાતાં હાય છે ત્યારે તેઓએ એ સમયના સખત મહેનત કરવામાં ઉપયાગ કરી આગળ કૂચ ચાલુ રાખીને મેળવેલી હાય છે. ’
મેાહનલાલ દીપચંદ ચાકસી.
Page #23
--------------------------------------------------------------------------
________________
પEFLUR RET
UFFERSELF પ્રસ્તાવના
E L
URURURURURURU YL
મુંબઈમાં નીમાયેલી શ્રી કપૂરવિજયજી સ્મારક સિમિત તરફથી પ્રગટ થતા મુનિરાજશ્રી કપૂરવિજયજીએ શ્રી જૈન ધર્મ પ્રકાશ વિગેરેમાં લખેલા લેખાના સંગ્રહના આ બીજો ભાગ છે. આ ભાગના પ્રારંભના ૨૧૧ પૃષ્ટ તો શ્રી સુક્તમુક્તાવળીએ જ રોકયા છે. તેમાં ધમ, અથ, કામ તે મેક્ષ–એ ચાર પુરુષાર્થનું બહુ જ અસરકારક વન આવેલુ છે. મુક્તમુક્તાવળી પદ્યબંધ-બહાળે ભાગે માલિનીનૃત્તમાં, ગુજરાતી ભાષામાં સ. ૧૭૫૪ માં પિંડત શ્રી કેશરવિમળ એ બનાવેલ છે. તને અવિસ્તાર લેખકમહારાય સ્વ॰ સદ્દ શ્રી કપૂરવિજય એ સવિશેષપણે કર્યા છે. પ્રથમ ધર્મ વ માં દેવ, ગુરુ, ધ' વિગેરે ૩૬ અધિકારો છે. દરેક અધિકારામાં એ એ માલિનીવૃત્ત છે. તેના અવિસ્તારને લઈને એ વગે પૃષ્ઠ ૧૧૦ રાંકેલા છે. મા અર્થ વĆમાં સેાળ જુદા જુદા અધિકાર છે. સાત વ્યસન-ત્યાગના વિષય તેમાં સમાવેલા છે. એ વગે ૪૦ પૃષ્ઠ ( ૧૧૧ થી ૧૫૮ ) રોકવા છે. ત્રીજા કામ વર્ગમાં સાત અધિકાર છે. તેણે માત્ર ૧૮ પૃષ્ટ જ ( ૧૫૧ થી ૧૬૮ ) રાકવ્યા છે. ચોથા મેાક્ષ વર્ગમાં દ અધિકાર છે. પેટા વિભાગ ગણતાં વધારે અધિકાર છે. એ વગે કુલ ૯૩ પૃષ્ટ ( ૧૬૯ થી ૨૧૧ ) રાકવ્યા છે. આમાં ચેાથે વર્ગ તે પહેલા વ ખાસ વાંચવા ને સમજવા લાયક છે. એમાં કવિશ્રીએ કવિત્વશક્તિ તાવવા સાથે તે તે વિષયનું વિજ્ઞાન પરિટ કરી બતાવ્યું છે. વિવેચનકારે પણ મૂળકર્તાના કથનને સારી પુષ્ટિ આપી છે.
પૃo ૨૧૨ થી ૩૨૮ સુધીમાં ઉપદેશક વાચામૃત સંગ્રહના મથાળા નીચે જુદા જુદા (૬૦ ) લેખા આપેલા છે. આ લેખામાંના દરેક વાકયે। આત્માને અમૃત સમાન હિત કરે તેવા છે. તેને ખરા અનુભવ વાંચનારને જ થાય તેમ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) પ્રારંભમાં આપેલ સૂક્તમુતાવળી એક ગ્રંથ સમાન છે. તે વિષયમાં આવું વિસ્તૃત વિવેચન લેખકમહાશયે જ લખ્યું છે. વાંચવાથી આહલાદ થવા સાથે આત્માને અસર કરે તેવો ઉલ્લેખ છે. આ ગ્રંથ તેની અંતર્ગત દર્શાવાયેલી કથાઓ સાથે પણ છપાયેલું છે.
પ્રસ્તુત લેખસંગ્રહના લેખવિધાતા માટે જે લખવું ઘટે તે આ સાથે આપેલા ભાઈબી ચાકીએ લખેલા મહારાજશ્રીના ટૂંકા જીવનચરિત્રમાં લખ્યું છે, જેથી તેમને માટે વધારે લખવા જેવું રહ્યું નથી, છતાં એ મહાપુના સંસારીપણાથી હું સંબંધમાં આવેલ હોવાથી એમના સંબંધમાં મને કેટલેક અનુભવ થયેલા હોવાથી તેને અંગે કાંઈક લખ્યા વગર રહી શકું નહિ. સંસારીપણુમાં જ એમની ચારિત્ર ગ્રહણ કરવાની આકાંક્ષા એટલી બળવાન હતી કે તેના પ્રવાહને કોઈ રોકી શકે તેમ નહોતું. શાંતમૂત્તિ, વપરહિતપરાયણ, કાર્યદક્ષ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના અમે શ્રાવકપણમાં પણ યથાયોગ્ય ભક્તિ કરવાની જિજ્ઞાસાવા' હતા તેથી સુસ્થિત રાજાની સુદષ્ટિ થવાથી ધર્મબંધકર મંત્રીએ ભવ્ય પુને જેમ ત્રણ ઔષધે તેના રોગનિવારણ માટે આવ્યા તેમ ચારિત્રધર્મ રાજાના સેવક ગુરુમહારાજની તેમના પર સુદષ્ટિ થવાથી અમે એ સંસારી બંધુ કંવરજી નામધારકને ચારિત્ર સંપાદન કરવા માટે યથાશક્તિ સહાય કરી હતી અને તેમના પિતાશ્રી વિગેરે કુટુંબીએને અનુકૂળ કરવામાં બનતે પ્રયાસ કર્યો હતો.
ચારિત્ર ગ્રહણ કર્યા પછી તેઓ ગુરુમહારાજની યથાયોગ્ય સેવાભક્તિ કર્યા કરતા હતા. પછી જ્ઞાનાભ્યાસ કરીને જ્યારે તેમની વૃત્તિ પ્રાપ્ત થયેલા જ્ઞાનના નિઝરણારૂપે લેખ લખીને પરોપકાર કરવાની થઈ ત્યારે હું શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને એક કાર્યવાહક હોવાથી તે મહાત્માના લેખોને શ્રી જૈન ધર્મ પ્રકાશમાં દાખલ કરવાની શરૂઆત કરી દીધી. જે કે પ્રથમ શ્રી મેસાણામાં શ્રી જૈન શ્રેયસ્કર મંડળના કાર્યવાહક પરમ શ્રાવક વર્ણચંદભાઈએ તેમના લેખને જેન હિતબેધ
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) અને જેનહિતોપદેશ ભાગ ૧-૨ માં સ્થાન આપીને બુકરૂપે બહાર પાડવાનું કાર્ય કર્યું હતું.
લેખો લખતાં લખતાં તેમની ઈચ્છા નાના નાના ટ્રેકટ બહાર પાડવાની થતાં અમે તે વિચારને ઉત્તેજન આપ્યું એટલે તેને પરિણામે શ્રી બુદ્ધિવૃદ્ધિ-કપૂર ગ્રંથમાળાના મણકા બહાર પડવાની શરૂઆત શ્રી જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા જ કરવામાં આવી. એ માળાનાં કુલ ૩૪ મણકાઓ. બહાર પડ્યા છે. તેનું લિસ્ટ સુભાષિત રત્નખંડ નામના છેલા મણકામાં આપેલું છે. એ મણકાઓમાં કેટલાક મણકાઓ તે ખાસ એમના પિતાના સ્વતંત્ર લખેલા જ છે; કેટલાક ભાષાંતરરૂપે તેમને જ લખેલા છે અને કેટલાક તેમના જ કરેલા સંગ્રહરૂપે છે. બાકી કેટલાક મણકા અન્ય લેખકના છે. આ મણકાઓ વાંચતા એટલે આનંદ થાય તેમ છે કે તે અહીં શબ્દદ્વારા વર્ણવી શકાય તેમ નથી તેથી તે મેળવે, વાંચે ને વિચાર એટલી ભલામણ કરીને જ વિરમવું યોગ્ય લાગે છે. એમાંથી અત્યારે માત્ર ૧૧ મણકાઓ જ મળી શકે છે, તે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી માત્ર પોસ્ટેજના નવ આના મોકલવાથી ભેટ મળી શકે છે. થોડા વખત પછી તેટલા મણકા પણ મળવા સંભવ નથી.
આ મહાપુરુષનો અંગત પરિચય તેમણે ચારિત્ર ગ્રહણ કર્યા પછી જ્યારે જ્યારે ભાવનગર પધારતા ત્યારે ત્યારે થયો છે, તેમ જ શ્રી પાલીતાણાનાં છેવટના નિવાસ વખતે જ્યારે જ્યારે મારે યાત્રાનિમિત્તે ત્યાં જવું થતું ત્યારે ત્યારે થયેલ છે. તે વખતે અનેક પ્રકારની ધર્મચર્ચાઓ થતી, જેમાં મુખ્ય સાધ્યબિંદુ તે “આત્મા કેમ ઊંચે આવે ? તેની વિચારણાનું જ રહેતું. હું કલાક, બે કલાક કે ત્રણ ત્રણ કલાક પણ તેમની પાસે બેસી એમના પરિચયને લાભ લેતા.
આવા ત્યાગી, વૈરાગી, ચારિત્રના ખપી, આત્મનિંદા ને ગુણીની પ્રશંસા કરનારા, સદ્દગુણના પરમરાગી મુનિઓની સંખ્યા અત્યારે બહુ અપ જોવામાં આવે છે. એમનો કાળધર્મ થયો ત્યારે હું કમભાગ્યે તેમની સમીપે જદ
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૨૩ )
શકયા નહેાતા, પરંતુ તેમનેા કાળધમ થવાથી મને એક પરમપ્રિય પરમેપકારી ધ દાતાને અભાવ થતાં જેટલી દિલગીરી થવી જોઇએ તેટલી દિલગીરી થઇ હતી.
એમની વૃત્તિ સામાજિક સુધારા કરવાની પણ હતી, કારણ કે એએ માનતા હતા કે અજ્ઞાનજન્ય ફટીએ-મિથ્યાત્વી જતેાના પરિચયાદિકથી જૈનવર્ગીમાં એટલી બધી પેસી ગઇ છે કે બનતા પ્રયાસે જો તેનું નિવારણ કરવામાં આવશે તેા જ જૈનબંધુએ સમ્યક્ત્વવાસિત રહી શકશે, નહીં તે એÙવત્તે અંશે મિથ્યાત્વની વાસના વધતી જશે. આ સબંધમાં તેમણે કેટલાક લેખો પણ લખ્યા છે તે આ ભાગમાં પ્રસિદ્ધ થયેલા છે.
સગુણાનુરાગીની ગુરુભક્તિ પણ બહુ સુંદર હતી. તેમણે ગુરુમહારાજની અને પન્યાસજી ગંભીરવિજયજી મહારાજની એવી સારી ભક્તિ કરી છે કે તેમણે મેળવેલું જ્ઞાન જે સચ્ચારિત્રરૂપે પરિણામ પામ્યું છે તે ગુરુભક્તિને જ પ્રભાવ છે એમ હું માનુ છું. ગુરુભક્તિ એ અપૂર્વ રસાયણ છે.
ઉપદેશરોલી પણ એમની રાચક હતી. તે મિષ્ટ શબ્દોમાં એવી રીતે ઉપદેશ આપતા હતા કે વ્યક્તિપરત્વે જે પ્રકારના ત્યાગ કરાવવાની તેમને જરૂર લાગતી તે જરૂર કરાવી શકતા હતા. મારાથી થયેલ યત્કિંચિત્ પોગલિક વસ્તુને ત્યાગ પણ એમણે વચનદ્વારા અને મૂકપણે આપેલા ઉપદેશનું જ પરિણામ છે એમ હું માનુ છુ.
સદાચરણ એ એવી વસ્તુ છે કે તે ફોટોગ્રાફની જેમ તેની અન્ય ચેાગ્ય વ્યક્તિ પર આબાદ છાપ પાડે છે. અયેાગ્યને બાદ કરવાનું કારણ એ જ છે કે તેમને શબ્દદ્રારા આપેલા ઉપદેશ પણ સફળ થતા નથી.
જેમણે જે સ્વાદ લીધા હોય-“જેનુ ફળ મેળવ્યુ હાય તે તેના વારંવાર વખાણ કરે તેમ એ મહાત્મા બ્રહ્મચર્યંની વારંવાર પુષ્ટિ કરતા હતા અને સન્માર્ગીમાં આગળ વધવા ઇચ્છનારે જરૂર એ માર્ગને અનુસરવુ
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૨૪ ) એવી ખાસ ભલામણ કરતા હતા. બ્રહ્મચર્ય એ આત્માનો અપૂર્વ ગુણ છે. દરેક આગળ વધેલા આત્માઓએ એનું પાલન કરેલું હોય છે અને તેને પરિણામે તેઓ અતિ મહત્ત્વના કાર્યો કરી શક્યાં છે.
પહેલા ભાગમાં આવેલા ઉદ્દઘાતમાં ને આમુખમાં કેટલીક એમના લેઓ વિગેરેને અંગે ખાસ વિવેચના કરવામાં આવી છે તે વાંચવાની જ ભલામણ કરવી યોગ્ય લાગે છે. તેનું અહીં પુનરાવર્તન કરવામાં આવતું નથી.
આ વિભાગની ને પ્રથમ વિભાગની અનુક્રમણિકા વાંચવાથી તેમના મગજનું સમતોલપણું અને તેમાં વાસ કરી રહેલા આત્મબોધનું વિશા
પણું જણાઈ આવે તેમ છે. જુદા જુદા પ્રસંગે લખાયેલા છતાં બનતા સુધી તેમણે પોતાનાં લેખોમાં પુનતિ દોષ આવવા દીધા નથી.
હજુ તેમના લેખે એટલા બાકીમાં છે કે તેને માટે બીજી બે ભાગ તો જરૂર કરવા પડશે. પ્રશમરતિ પ્રકરણને અંગે તેમણે ઘણું લખ્યું છે. એ ગ્રંથ એમને બહુ જ પ્રિય હતા, કારણ કે તેમાં શાંતરસ ઠાંસી-ઠાંસીને ભર્યો છે. તેથી વારંવાર તેમાં આવેલ હકીકત બોધરૂપે કહેતા હતા.
આટલું જણાવી આ ટૂંકી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. એમના ગુણાનુવાદને અંગે જેટલું લખીએ તેટલું ઘેટું છે. અત્યતં વિસ્તરણું.
કાર્તિક કૃષ્ણ પંચમી છે.
સં. ૧૯૯૬ |
કુંવરજી આણંદજી
ભાવનગર
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી કપ્રવિજયજી સ્મારક સમિતિ
સ્
સન્મિત્ર, સગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેએ સ. ૧૯૯૩ ના આસા વિદ ૮ મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષ ની પુણ્યતિથિ ઉજવવાને મુંબઇમાં શ્રી જૈન બાળ મિત્રમ ડલ તથા ખંભાત વીશા પારવાડ જૈન યુવક મડળના આશ્રય નીચે ગોડીજીના ઉપાશ્રયમાં અનુયાગાચાર્ય પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સ. ૧૯૯૪ ના આસે વિઠે ૮ ના રાજ મળી હતી. તે વખતે શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરી તરી એમનુ નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયેા કે ‘ એ પુણ્યપુરુષનું નામ કાઇ સંગીન યેાજના કરીને ચિરસ્થાયી કરવું. ’ પછી શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરીએ એને માટે જો કુંડ થાય તા રૂા. ૧૦૧) ભરવા ઇચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજય કરવિજયજીના ગુણેાથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકે આપ્યા . અને પેાતાથી મની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચ દ ચેાકસી, રાજપાળ મગનલાલ વહેારા, નરાત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયેાચિત ભાષણા કર્યો; તેથી પન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પોતાથી બની શકે તે રીતે શ્રાવકા પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમે। ભરાઇ.
સમિતિનું કામ નાણા ભરનારા સભ્યાની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થા છે.
૧ મેાતીચંદ ગિરધરલાલ કાપડી. ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઇ રામચંદ મલબારી. ૩ મેાહનલાલદીપચંદ્ન ચાકસી. ૬ નરાત્તમદાસ ભગવાનદાસ શાહુ
૭ રાજપાળ મગનલાલ વહેારા
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૨૬ ) વ્યવસ્થાપક સમિતિએ નરોત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઓફ ઇંડિયામાં પૈસા રાખવાની બેઠવણ કરી છે. શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ, મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદ ચેકસી અને વાડીલાલ ચતુર્ભજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખોલ્યું છે.
શ્રી કરવિજયજી લેખસંગ્રહનું પ્રેસકેપી અને સંશોધનનું કામ માસ્તર લક્ષમીચંદ સુખલાલ શાહ વેતન સહિત કરે છે.
સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈનધર્મપ્રકાશમાં, “શ્રી આત્માનંદપ્રકાશમાં, જૈન પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા હોય તે સર્વને સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડવે. તે પ્રમાણે ભાદરવા શુદિ ૧૦ મે પહેલો ભાગ બહાર પડી ગયે છે. તે પછી બીજો બાગ આ બહાર પડે છે. અને સમિતિએ ત્રીજો ભાગ બહાર પાડવાનો પણ નિર્ણય કર્યો છે.
સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી. રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અધ કિમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય જૈન ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય, તેને અહીં કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શક્તી રીતે વધારે કરવાનો છે.
આ લેખસંગ્રહના ભાગો મેઘજી હીરજી બુકસેલર, પાયધુની, મુંબઈને ત્યાંથી તથા શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર અને શ્રી આત્માનંદ સભા, ભાવનગર પાસેથી મળી શકશે.
જે મુનિરાજે, સાધ્વીજીઓ તથા જૈન સંસ્થાઓને આ
Page #30
--------------------------------------------------------------------------
________________
(219)
પુસ્તક મેળવવા ઈચ્છા હોય તેમણે પેસ્ટેજના ચાર આના મેાકલવાથી વિના મૂલ્યે મળી શકશે.
પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજીના પ્રશંસકેા, ગુણાનુરાગીએ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઇ જાણવા ઇચ્છા હેાય તેમણે
શાહ નરાત્તમદાસ ભગવાનદાસ—ગેાપાલભવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ.
એ શિરનામે પત્ર લખવા, જેથી બધી માહિતી મળી શકશે.
મુનિ-કપૂરવિજય સ્તુતિ
( રાગ—જાએ જાએ અય મેરે સાધુ. )
રાખા હૈયે છબી નિળ જ્ઞાની કપૂર ગુરૂવરની-ટેક ગુરૂ દર્શન ને ગુરૂના ગીતા, સર્વે સુખના સાર; ગુરૂવાણીથી દુ:ખમય સઘળા, તરાય છે સંસાર. રાખા૦ ૧ ગુરૂ ખતાવે માર્ગ મેાક્ષના, શિખવે સાર અસાર; ભવથી તારે જે પ્રેમૈથી, તે ગુરુ મુજ આધાર. રાખા૦ ૨ શાંત વદન છે જેનુ રૂડું, સુખપર દિવ્ય પ્રતાપ; વિને તારે જાતે તરતા, ખેાધિ વીરના જાપ. રાખા॰ ૩ જિન પ્રભુ જે ભવ ઉદ્ધારક, ગુરૂ આપે તે રાહ; સાચામાક્ષ તણા ગુરૂ દાતા, ગુરૂ ટાળે ઉર દાહ. રાખા- ૪ ગુરૂ છે દર્શક અજિત પદના, ગુરૂ વિષ્ણુ જગ અંધાર; મુનિ હેમેન્દ્ર ધરી શુચિ બુદ્ધિ, નમતા વારંવાર. રાખે મુનિ, હેમેન્દ્રસાગરજી
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિના ફંડમાં નાણા
આપનારનાં મુબારક નામો.
વગ પહેલે–પેટન ૧ શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
રૂ. ૫૦૧) ૨ રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી.
૫૦૧) ૩ સંઘવી જીવરાજ કમળશીની વતી ભાઈ કસળચંદકમળશી પ૦૧) ૪ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી
૫૦૧) ૫ ,, મેહનલાલ વસનજી હ. હરકીશનદાસ ૫૦૧)
વર્ગ ત્રીજો ૧ શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી
૧૦૧) ૨ ,, મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ
૧૦૧) ૩ ,, શાંતિલાલ દયાળજી
૧૦૧) ૪ ,, માણેકચંદ જેચંદ જાપાન ૫ ,, સાકરચંદ મોતીલાલ મૂળજી ૬ , વાડીલાલ પુનમચંદ
૧૦૧) ૭ સેન્ડહસ્ટરેડના ઉપાશ્રય તરફથી હા. શેઠ મંગળદાસ ૧૦૧) ૮ શેઠ કરમચંદ ચુનીલાલ
૧૦૧) ૯ ,, ગિરધરલાલ ત્રિકમલાલા
૧૦૧) વર્ગ ચેાથો ૧ શેઠ નાનાલાલ હરિચંદ
વર્ગ પાંચમો ૧ શેઠ જીવરાજ ભીખાભાઈ ૨ ,, માણેકચંદ કુંવરજી કુંડલાવાળા
૧૦૧)
૫૧)
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૨૯ ) ૩ શેઠ ગોવિંદજી વિઠલદાસ વાળુકડવાળા ૪ ,, છોટાલાલ મગનલાલ–ભાવનગરવાળા પ શાહ નત્તમદાસ ભગવાનદાસ ૬ શેઠ અમરચંદ ઘેલાભાઈ ગાંધી
,, જાદવજી ઝવેરભાઈ ભાઈચંદ ૮ - મોહનલાલ મગનલાલ
, હરખચંદ કપુરચંદ ૧૦ , ફતેચંદ ઝવેરભાઈ ભાઈચંદ
વાડીલાલ સાંકળચંદ વેરા ૧૨ ,, હરખચંદ રતનચંદ-ચાંદવડ ૧૩ , ખૂમચંદ ગુલાબચંદ-શીશેદરા
,, દલીચંદ ગુમાનચંદ ૧૫ , ભોગીલાલ પુરૂષોત્તમદાસ–અમદાવાદ
,, હીરાભાઈ રામચંદ મલબારી છે, શાંતિલાલ ઓધવજી ,, દુર્લભજી મૂળચંદ-ભાવનગરવાળા ,, કાળીદાસ નેમચંદ-મેરવાડા ,, મોહનલાલ દીપચંદ ચેકસી
મણિલાલ કુંવરજી-રાધનપુર ૨૨ , ગુલાબચંદ ડાહ્યાભાઈ ૨૩ , નટવરલાલ હરકીશનદાસ
, છોટુભાઈ ભિખાભાઈ ૨૫ ,, રતિલાલ ફૂલચંદ
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહુ ભાગ ર જા ના વિષયાની
લેખાનુક્રમણિકા.
પ્રાથમિક ક્રમ
મુખપૃષ્ઠ.
સ્વ. શાંતમૂર્ત્તિ શ્રી કપૂરવિજયજી મહારાજનું જીવનચરિત્ર.
પ્રસ્તાવના. ( શેઠ કુંવરજી આણંદજી ) શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ
ના કૂંડમાં મુબારક નામે
શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૨ જાની લેખાનુક્રમણિકા
સુક્ત મુક્તાવલી
ક્રમાંક
""
૪ ગુરુતત્ત્વ. ૫ ધ તત્ત્વ.
હું સાધુ ધ.
૭ શ્રાવક ધર ૮ સમ્યગ્ જ્ઞાન.
૯ મનુષ્ય જન્મ,
""
૧ ધર્મ વર્ગ અધિકારે. ૨ ધ વ.
૩ દેવતત્ત્વ.
૧૦ સજ્જનતા.
૧૧ ગુણરાગી.
""
પૂર્ણાંક
( મોહનલાલ દીપચદ ચાકસી ) ૩
૨૦
૨૪
નાણા ભરનારના
૨૮
૩૦
પૃષાંક
૩
૩
૯
૧૬
****
Page #34
--------------------------------------------------------------------------
________________
છે
છે
જ
191
७४
ક્રમાંક ૧૨ ન્યાયસંપન્નવિભવ. ૧૩ પ્રતિજ્ઞાપાલન. ૧૪ ઉપશમ. ૧૫ ત્રિકરણ શુદ્ધિ. ૧૬ ઉત્તમ કુળ. ૧૭ વિનય. ૧૮ વિવેક. ૧૯ વિદ્યા. ૨૦ ઉપકાર. ૨૧ ઉદ્યમ. ૨૨ દાનધર્મ. ૨૩ શીલધર્મ. ૨૪ અઢાર હજાર શીલાંગ રથની સમજ. ૨પ તપ ધર્મ. ૨૬ ભાવ ધર્મ. ૨૭ કૈધ ત્યાગ. ૨૮ માન ત્યાગ. ૨૯ માયા-કપટ ત્યાગ. ૩૦ લેભ ત્યાગ. ૩૧ દયા-અહિંસા ધર્મ. ૩ર સત્ય વાણી. ૩૩ અસ્તેય. ૩૪ શીલ વ્રત. ૩૫ પરિગ્રહ-મમતા ત્યાગ. ૩૬ સતો. ૩૭ વિષયતૃષ્ણા.
૧૭૫
19૬
19૮
૮૨
-
૮૮
ટર
૯૮
૧૦૦
Page #35
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક
૩૮ ઇંદ્રિયપરાજય.
૩૯ પ્રમાદ.
૪૦ સાધુ ધર્મ.
૪૧ શ્રાવક ધર્મ.
૪૨ ધ વર્ગ સમાપ્ત. ૪૩ અર્થ વર્ગ અધિકા ૪૪ અર્થ-દ્રવ્ય વિષે.
૪૫ હિતચિંતન ( પરહિતચિતન )
૪૬ લક્ષ્મી વિષે.
૪૭ કૃપણતા ત્યાગ.
૪૮ પારકી આશા.
૪૯ સદુપાયથી દ્રવ્યપ્રાપ્તિ.
૫૦ રાજસેવા.
પ૧ દુર્જનતા.
પર અવિશ્વાસ.
૫૩ મિત્રતા.
૫૪ સપ્ત વ્યસન.
૫૫ સાત વ્યસન પર ઉદાહરણે. ૫૬ યશ-કીર્તિ.
૧૭ મુખ્ય પ્રધાન.
૧૮ કળા
૫૯ મૂર્ખતા
૬૦ લા.
૬૧ અર્થ વર્ગ સમાપ્ત. દુર કામવર્ગ અધિકારો.
૬ કામ વિષે.
૩૨
પૃષ્ટાંક
૧૦૨
૧૦૪
૧૦૬
૧૦૮
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૪
૧૧૫
૧૧૯
૧ર૧
૧૨૩
૧૨૫
૧૨૭
૧૩૦
૧૩૪
૧૩૭
૧૪૦
૧૪૨
૧૪૩
૧૪૫
૧૪
૧૪૮
૧૫૦
૧૫૧
૧૫૨
Page #36
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક
૬૪ પુરુષ–સ્રીના ગુણદોષ. ૬૫ પુરુષ ગુણુ વર્ણન.
૬૬ પુરુષ દોષ વર્ણન. ૬૭ સ્ત્રીગુણુ વર્ણન. ૬૮ સ્ત્રીદોષ વન
૬૯ સુલક્ષણી સ્ત્રી વર્ણીન,
૭૦ સયેાગ વિયેગ વિષે.
૭૧ માતા પ્રત્યે કન્ય. ૭ર પિતા-વાત્સલ્યતા.
૭૩ સુપુત્ર વર્ણન. ૭૪ કામ
સમાપ્ત
પ મેાક્ષવર્ગ અધિકાગ.
૭૬ મેાક્ષા વિષે. ૭૭ ક વિષે.
૭૮ ક્ષમા વિષે.
૭૯ સંયમ વિષે.
૮૦ દ્વાદશ—ભાવના વિષે.
૮૧ અનિત્ય ભાવના.
૮૨ અશરણ ભાવના
૮૩ સંસાર ભાવના.
૮૪ એકત્વ ભાવના.
૮૫ અન્યત્ર ભાવના.
૮૬ અશુચિ ભાવના.
૮૭ આશ્રવ ભાવના,
૮૮ સવર ભાવના. ૮૯ નિર્જરા ભાવના.
૩
૩૩
પૃષ્ટાંક
૧૫૫
૧૫૫
૧૫૬
૧૫૭
૧૫૮
૧૫૯
૧૬૧
૧૬૩
૧૬૫
૧૬૭
૧૬૮
૧૬૯
૧૭૧
૧૭૩
૧૭૪
૧૭૬
૧૭૮
૧૭૮
૧૭૯
૧૧
૧૮૨
૧૮૪
૧૮૬
૧૮૭
૧૮૯
૧૯૦
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૪
પૃષાંક ૧૯૨ ૧૯૩ ૧૯૪
૧૯૬ ૧૯૭
૧૯૯ ૨૦૧ ૨૦૩ ૨૦૪
૨૦૫
૨૦૫
૨૦૬
ક્રમાંક ૯૦ લોકસ્વરૂપ ભાવના. ૯૧ બધિદુર્લભ ભાવના. ૯૨ ધર્મ ભાવના. . ૯૩ રાગ-દ્વેષ વિષે. ૯૪ સંતવ વિષે. ૯૫ વિવેક વિષે. ૯૬ વૈરાગ્ય વિષે. ૯૭ આત્મબોધ વિષે. ૯૮ મેક્ષવર્ગ સમાપ્ત. ૯૯ ધર્માદિક ચાર પુસ્વાર્થનું સંક્ષિપ્ત સ્વરૂપ ૧૦૦ ધર્મ વર્ગ ૧૦૧ અર્થ વર્ગ. ૧૦૨ કામ વર્ગ. ૧૦૩ મોક્ષ વર્ગ. ૧૦૪ અંતિમ વચન. ૧૦૫ ગ્રંથકારની ગુરુપરંપરા પ્રશસ્તિ. ૧૦૬ સુક્તમુતાવળી ગ્રંથ સમાપ્ત. ૧૦૭ ઉપદેશક વાક્યામૃત સંગ્રહ ૧૦૮ જૈન યુવકેને ઉદ્દેશીને ઉપદેશ. ૧૦૯ ઉત્સાહી જૈન યુવકે પ્રત્યે પ્રેરક વચન. ૧૧૦ આપણી આધુનિક સ્થિતિ પરત્વે સજ્જનને બે બેલ ૧૧૧ જીવનને સરળ અને સફળ કરવા યોગ્ય દિશાસૂચન. ૧૧૨ અભણ બંધુઓ પ્રત્યે કર્તવ્ય ભાવના. ૧૧૩ ડાંએક વચનામૃતો. ૧૧૪ બોધવચન. ૧૧૫ સૂકતવચનો.
२०८
२०८
૨૦૯ ૨૧૦ ૨૧૧
૨૧૨
૨૧૩ ૨૧૬ ૨૧૮
૨૨૦
૨૨૪
૨૨૮ ૨૩૦
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૫
૨૩૩
२४४
૨૫૧
ક્રમાંક
પૃષ્ટાંક ૧૧૬ સુભાષિત વચનામૃતો. ૧૧૭ સુભાષિતો.
૨૩૬ ૧૧૮ હાલની આપણી સામાજિક સ્થિતિનું નિરાકરણ. ૨૩૮ ૧૧૯ ઉત્સાહી જૈન જનનું હિત કર્તવ્ય.
૨૩૯ ૧૨૦ હિત બોધવચનો.
૨૪૧ ૧૨૧ કલ્યાણાર્થીને ભવિષ્યના સ્થાયી મકાન માટે. ૧૨૨ આદર્શ જીવન.
૨૪૪ ૧૨૩ સુપુત્રીને કરિયાવરરૂપ દશ હિતશિક્ષા.
૨૪૫ ૧૨૪ પ્રશ્નોત્તરરૂપ સોધ.
૨૪૬ ૧૨૫ શાસ્ત્ર શબ્દનો અર્થ
૨૪૯ ૧૨૬ આરાધક ભાવની દશા. ૧૨૭ ખરું સુખ. ૧૨૮ ચાર પ્રકારના કર્મચંડાળ કેને કહે છે?
૨૫૨ ૧૨૯ સંત.
૨૫૩ ૧૩૦ પ્રકીર્ણ બોધ ૧૩૧ અમૂલ્ય બોધવચને.
૨૫૭ ૧૩૨ મંગુ સમર્પણ-ધર્મ અથવા શાંત આત્માપણ.
૨૫૮ ૧૩૭ સ્વાર્થ-અંધતા તજી, સ્વપરહિતકારી માર્ગજ આદરવો. ૨૫૮ ૧૩૪ બોધવચનો.
૨૫૯ ૧૩૫ વ્યવહારશુદ્ધિ સાચવવા સુત્ત જનોએ રાખવું જોઈતું લક્ષ્ય. ૨૬૦ ૧૩૬ ગુણગ્રાહી સજ્જન પ્રત્યે ડીએક સમયેચિત સૂચના. ૧૩૭ શ્રાવક યોગ્ય વ્યવહારુ શિક્ષા. ૧૩૮ આત્માથી સજ્જનોને હિતશિક્ષા.
૨૭૫ ૧૩૯ કલ્યાણથી જીવોને બોધવચને. ૧૪. જીભને તમે શું સમજે છે ?
૨૭૯ ૧૪૧ અંતરથી બોધ લેવા જેવું.
૨૫૪
૨૬૨
૨૭૧
૨૮૦
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૮૧
૨૮૪ ૨૮૫
ક્રમાંક
પૃષાંક ૧૪૨ શુદ્ધ બ્રહ્મચર્યના અદ્દભૂત લાભ. ૧૪૩ પ્રસ્તાવિક સબોધ.
૨૮૧ ૧૪૪ ડાં હિતવચનો.
૨૮૨ ૧૪૫ ડાં સૂક્તવચને.
૨૮૩ ૧૪૬ સદ્ધર્મ-સાધન માગમાં આદર કરે. ૧૪૭ ખરું તત્વ શેધી લેવાથી સાચું સુખ સાંપડશે. ૧૪૮ “હું” અને “મારું” અથવા “અહંતા અને મમતા આશ્રી વિવેક. ૨૮૮ ૧૪૯ વખતની કિમત.
૨૯૦ ૧૫૦ એક ભલા સમ્રાટે ફરમાવેલી આજ્ઞામાંથી લેવાને બોધ. ૨૯ર ૧૫ સારા બોધદાયક ગ્રંથોને પ્રભાવ.
૨૯૩ ૧૫ર પૈસા વિના પણ શ્રીમંત થઈ શકાય છે,
૨૯૪ ૧૫૩ ત્રેવડ ત્રીજો ભાઈ અથવા ખરી કરકસર.
૨૯૬ ૧૫૪ સંગ્રહિત હિતવચને.
૨૯૮ ૧૫૫ ગૃહસ્થ શ્રાવકને પાળવા યોગ્ય પવિત્ર નિયમોની યાદી. ૧૫૬ સદુપદેશક વાક્ય.
૩૦૧ ૧૫૭ બ્રહ્મચર્યો. ૧૫૮ આરોગ્ય વધારનાર પરિમિત ભોજન.
૩૦૫ ૧૫૯ મનન કરવા યોગ્ય નિસ્વાર્થ પ્રેમીના અંતર ઉદ્ગાર. ३०७ ૧૬ ૦ સબોધ મંત્રી. ૧૬૧ છૂટક મહાવાક્યસંગ્રહ. ૨૬૨ વીયૅકર્ષ.
૩૨૫ ૧૬ ૩ સર્વ ધર્મ સમભાવ.
૩૨૬ ૧૬૪ ઇશ્વરભક્તિ.
૩૨૭ ૧૬૫ પ્રાર્થના.
૩૨૮ ૧૬૬ અકારાદિ અનુક્રમણિકા.
૧ થી ૭ ૧૩૭ મુનિ શ્રી કરવિજયજી સ્તુતિ.
૨૯૯
દ ૦૩
૩૦૯ ૩૧૧
Page #40
--------------------------------------------------------------------------
________________
કી
00000
૭૦૦૦000
00000000000
શું
સદગુણનુરાગી સન્મિત્ર સુનિ મહારાજ
શ્રી કરવિજયજી
sweeeeeeeeeebooooooooooooooooo
લેખ સંગ્રહ
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦0૭૦eos
ભાગ ૨ જે
૦૦૦
ooo
અOO૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦આor
GS
Page #41
--------------------------------------------------------------------------
________________
સૂક્ત મુક્તાવલી
ધર્મવર્ગ (અધિકાર)
(શાર્દૂલવિક્રીડિત) तत्त्वज्ञानमनुष्यसजनगुणा न्यायप्रतिज्ञाक्षमा, चित्ताद्यं च कुलं विवेकविनयौ विद्योपकारोद्यमाः । दानक्रोधदयादितोषविषयास्त्याज्यप्रमादस्तथा, साधुश्रावकधर्मवर्गविषये ज्ञेयाः प्रसंगा ह्यमी ॥ १ ॥ “દેવ, ગુરુ, ધમ–એ ત્રણ તત્વ, જ્ઞાન, મનુષ્યજન્મ, સજજન, ગુણ, ન્યાય, પ્રતિજ્ઞા, ક્ષમા(ઉપશમ), ત્રિકરણ શુદ્ધિ, કુળ, વિવેક, વિનય, વિદ્યા, ઉપકાર, ઉદ્યમ, દાન, શિયળ, તપ, ભાવ, કોધ, માન, માયા, લોભ, દયા, સત્ય, ચેરી, કુશીલ, પરિગ્રહ, સંતોષ, ઇંદ્રિયના વિષય, તેની ત્યાજ્યતા, પ્રમાદ, સાધુધર્મને શ્રાવક ધર્મ-એમ કુલ ૩૬ અધિકારો છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
સૂત
મુક્તાવલી
પહેલા પુરુષા –ધમ વર્ગ
૧ દેવતત્ત્વ
દેવાધિદેવ અરિહંત ભગવાન કેવા હોય તે બતાવે છે. ( માલિની વૃત્ત )
સકળ કરમવારી, મેાક્ષ-માર્ગાધિકારી, ત્રિભુવન પગારી, કેવળજ્ઞાનધારી; ભવિજન નિત સેવા, દેવ એ ભક્તિભાવે, ઇહુ જ જિન ભજ`તા, સર્વ સંપત્તિ આવે. ૧ જિનવર્ પદ સેવા, સર્વ સંપત્તિદાઈ, નિશિદિન સુખદાઇ, કલ્પવલ્લી સહાઈ; નામ વિનમિ લહીજે, સર્વ વિદ્યા વડાઇ, ઋષભ જિનહ સેવા, સાધતાં તેહ પાઈ, ૨
""
સ્વ. સદ્ગુણાનુરાગી પૂજ્ય મુનિમહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજના સ્મરણાર્થે સ્થપાયેલી “ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ '’ની યેાજના અનુસારે શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ ભાગ પહેલે’' બહાર પાડ્યો છે. તેમાં “શ્રી જૈનધર્મી પ્રકાશ’’ના જુદા જુદા વર્ષના પુસ્તકમાંથી જુદા જુદા વિષયેા પરત્વે લખેલા લેખા દાખલ કર્યાં છે. આ ખીજા ભાગના પ્રારંભમાં “ શ્રી જૈનધર્મ પ્રકાશ ”ના જુદા જુદા અકામાં આવેલા
*
'
‘ સૂક્ત મુક્તાવળી ’” નામના ધણા જ એધદાયક ગ્રંથનું તથા શાન્તરસોત્પાદક પ્રશમતિ પ્રકરણનું વિવેચન દાખલ કરવામાં આવશે.
Page #43
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
શ્રી કપૂરવિજયજી
જે સઘળાં કર્મ નિવારીને તીર્થંકર પદવી પમાય છે તે આવી રીતે—
૧
જ્ઞાનાવરણીય ક્ષય કરી, દનાવરણી ક, વેદની કર્માં દૂરે કરી, ટાળ્યુ મેાહની૪ ક; નામકર્મ પઅને આચુકમ,ગાત્ર અને અ`તરાય, અષ્ટ કર્યું તે એણીપરે, દૂર કર્યા. મહારાય. શ્રી તીર્થં કર પરમાત્માના લક્ષણ તથા તેમના ગુણ વિગેરે દૃષ્ટાન્તથી સમજાવે છે.
રાગ-દ્વેષાદિક સઘળા દાષા સર્વથા દૂર કરી નાંખવાથી જેમને અનંતા ગુણા પ્રગટ થયા છે અને ત્રિભુવન એટલે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળવાસી પ્રાણીઓ ઉપર જે સદા ય ઉપકાર કરી રહ્યા છે, વળી જગમાત્રની સર્વ વાત સંપૂર્ણ રીતે જાણી શકાય એવુ નિર્મળ કેવળજ્ઞાન જેમને પ્રાપ્ત થયેલું છે એવા દેવાધિદેવ શ્રી અરિહંત ભગવાનની હું વિજ્રના ! તમે પૂર્ણ પ્રેમથી નિરંતર સેવા-ભક્તિ કરી. પૂર્ણ પ્રેમથી પ્રભુની સેવા-ભક્તિ કરવાથી તમે સઘળી સુખ-સંપદા સહેજે પામી શકશેા.
સકળ દોષ રહિત શ્રી જિનેશ્વર ભગવાનની સેવા-ભક્તિ સ` સંપત્તિને આપવાવાળી છે અને સદા ય સુખ-સમાધિને કરનારી છે, તેથી તે (પ્રભુની ભક્તિ) કલ્પવેલી જેવી વિજીવાને વાંછિત ફળ આપનારી કહી છે. જુએ શ્રી ઋષભદેવ ભગવાનની ખરા ભાવથી સેવા-ભક્તિ કરવાથી નમિ અને વિનમિ સર્વ વિદ્યા સહિત વિદ્યાધરની ઋદ્ધિ પામ્યા છે. તેનું દષ્ટાંત નીચે પ્રમાણે—
પ્રથમ ભગવાને ગૃહસ્થાવસ્થામાં કચ્છમહાકચ્છના પુત્ર નિમ અને વિનમિને પુત્ર તરીકે પાળ્યા હતા. જ્યારે ભગવાને દીક્ષા
Page #44
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ પ ]
લીધી ત્યારે તે બન્ને પરદેશ ગયેલા હતા. પરદેશથી જ્યારે પાછા આવ્યા ત્યારે તેમને લાયક રાજ્યભાગ ભરતચક્રીએ આપવા માંડ્યો, પરંતુ તેમણે આપવા માંડેલા રાજ્યભાગ તેમણે લીધેા નહિ અને તેઓ બન્ને ઋષભદેવ ભગવાન પાસેથી જ તે ભાગ લેવાના નિશ્ચય કરીને, પ્રભુ પાસે આવી ઉચિત સેવા-ભક્તિ કરી રાજ્યભાગ માગવા લાગ્યા. પ્રભુ તે કાઉસગ્ગ ( કાર્યાત્સ ) ધ્યાને માનપણે જ રહેતા હતા, તે પણ અન્ને ભાઈઓના પ્રભુ પ્રત્યે ગાઢ ભક્તિભાવ જોઈને પ્રસન્ન થએલા પ્રભુને વંદન કરવા આવેલા ધરણેન્દ્રે તેમને ૪૮૦૦૦ પાઇસિદ્ધ વિદ્યાએ આપી અને વૈતાઢ્ય પર્વત ઉપર જઇ વિદ્યાધરયેાગ્ય નગરા વસાવીને રહેવાને કહ્યું. આવી રીતે જિનેશ્વર ભગવાનની સાચા ભાવથી ભક્તિ કરવાવડે અનેક જીવા સુખી થયા છે એમ સમજી આપણે પણ પ્રભુસેવાના રિસક થવું અને આપણાં કુટુંબસબંધીઓને પણ પ્રભુભક્તિના રસિક કરવા.
સારાં ધેાયેલાં વસ્ત્ર (સ્વચ્છ કપડાં) પહેરીને પ્રભુના દર્શન કરવા માટે પ્રભાતે, મારે અને સાંજે એમ ત્રણ વખત નિયમસર જવું. નિસીહિ કહી દેરાસરના દ્વારમાં પ્રવેશીને ઘર સંબંધી વાતચીત કરવી નહીં કે કેાઈ જાતના કલેશ-કંકાસ કાઇ સાથે કરવા નહિ. પ્રભુ સન્મુખ સારા અખંડ ચેાખાવડે સ્વસ્તિક કરીને તેની ઉપર બદામ, સેાપારી, શ્રીફળ વિગેરે સરસ ફળ અને શુદ્ધ સ્વદેશી સાકર પ્રમુખથી બનાવેલા પકવાન્નરૂપ નૈવેધ ધરવું. પછી પ્રાર્થના કરવી કે:—
“ હે દેવાધિદેવ પ્રભુ ! આપ મારા જન્મ, જરા અને મરણનાં દુ:ખ નિવારા. મને નિર્મળ જ્ઞાન, નિર્મળ શ્રદ્ધા અને
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિજયજી સદ્દવર્તન મને પ્રાપ્ત થાય એવી સુબુદ્ધિ આપે. મારાથી કંઈ પણ લોકવિરુદ્ધ કાર્ય ન થાય, હું સદા ય ન્યાયમાર્ગે જ ચાલતે રહું, મારા વડીલોની સદા ય પ્રેમથી સેવાભક્તિ કરું, પરેપકારનાં કામ કરું અને સદગુરુને જેગ પામી જીવતાં સુધી તેમની આજ્ઞાનું અખંડ પાલન કરું. મને આપની કૃપાથી આ પ્રમાણેના ઈષ્ટફળની પ્રાપ્તિ થાય એમ હું ઈચ્છું છું. વળી હે પ્રભુ! ભવોભવ મુજને આપના ચરણકમળની સેવની પ્રાપ્ત થાઓ, તેમજ સમાધિયુક્ત મારું આયુષ્ય પ્રસાર થાઓ, ભવાંતર(બીજા ભવ)માં પણ મને આપના પવિત્ર ધર્મનું જ શરણ હો! પરમ પવિત્ર દેવ, ગુરુ અને ધર્મમાં જ મારી બુદ્ધિ સદા ય સ્થપાયેલી બની રહો !”
૨ ગુરુતત્ત્વ સ્વ૫ર સમય જાણે, ધર્મ વાણું વખાણે, પરમ ગુસે કહ્યથી, તત્વ નિઃશંક માણે; ભવિક કજ વિકાસે, ભાનુપું તેજ ભાસે, ઇહ જ ગુરુ ભજે છે, શુદ્ધ માગ પ્રકાસે. ૩ સુગુરુ વચનસંગે, નિસ્તરે છવ રંગે, નિરમળ નર થાયે, જેમ ગંગા પ્રસંગે; સુણીય સુગુર કેસી, વાણુ રાય પ્રદેસી, લહી સુરભવ વાસી, જે થશે મોક્ષવાસી. ૪
જે સ્વસંપ્રદાયના શાસ્ત્ર-સિદ્ધાન્તમાં તેમજ પરસંપ્રદાયમાં નિપુણ હોય, તેમાં રહેલું રહસ્ય સારી રીતે જાણતા હોય અને નિષ્પક્ષપાતપણે (મધ્યસ્થપણે) ભવિજનને ધર્મમાર્ગમાં જોડવા
Page #46
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ 9 ] માટે શાસ્ત્રવાણી સંભળાવતા હોય, જેમને રાજા અને રંક ઉપર સમાન ભાવ હોય એટલે સહુની યેગ્યતા પ્રમાણે જે નિ:સ્પૃહપણે (પોપકાર બુદ્ધિથી) ધર્મમાર્ગ બતાવતા હોય, પરમ ગુરુ-વિતરાગ પરમાત્માના પવિત્ર વચનાનુસારે વસ્તુ તત્વને નિર્ણય કરીને જે પ્રવર્તતા હય, જેમણે પર ઉપાધિને વિવેકથી ત્યાગ કરી સકળ ઉપાધિ રહિત મોક્ષમાર્ગ જ આદર્યો હાય, એટલે જે આત્મ-સાધન કરી લેવામાં સદા ય ઉજમાળ રહેતા હોય અને જેમ સૂર્ય પિતાના કિરણ વડે કમળને વિકસ્વર કરે છે તેમ જે શાસ્ત્રવાણીના પ્રકાશવડે ભવિજનેને પ્રતિબદ્ધતા હોય, એવી રીતે જે શુદ્ધ-નિર્દોષ-મેક્ષમાર્ગનું જ પોતે અવલંબન લેવા ઉપદેશ કરતા હોય એવા ત્યાગી વૈરાગી મહાત્માઓને હે ભવ્ય ને ! તમે સુગુરુ તરીકે આદર.
જેમ ગંગા નદીના સમાગમથી ગમે તેવું અને ગમે ત્યાંથી આવી મળેલું જળ નિર્મળ અને મહિમાવાળું બને છે; પારસમણિના સંગથી જેમ લોઢું હોય તે સુવર્ણરૂપ બની જાય છે, અને મલયાચળના પવનને સ્પર્શ થવાથી અન્ય વૃક્ષો પણ ચંદનરૂપ થઈ જાય છે તેમ સુગુરુનાં અમૃતવચનની ઊંડી અસરથી જીવની પણ દશા સુધરી જાય છે. જીવન અનાદિ દેશે, જેવા કે–મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ પ્રમુખ સુગુરુના ઉપદેશવડે ઓળખીને દૂર કરી શકાય છે અને આપણા આત્મામાં જ ગુપ્તપણે ઢંકાઈ રહેલા રનના નિધાન જેવા નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ ઉત્તમ ગુણે સમજીને આદરી શકાય છે, એ બધો પ્રભાવ સુગુરુને જ સમજો.
જુઓ ! પ્રથમ અત્યંત નાસ્તિક મતિવાળે એવો પ્રદેશી.
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
શ્રી કરવિજયજી રાજા પણ કેશી ગણધર મહારાજની અમૃત સમાન અત્યંત હિતકારી વાણું સાંભળીને, હલાહલ વિષ સમાન મિથ્યાત્વને ત્યાગ કરી શુદ્ધ તવશ્રદ્ધારૂપ સમકિત સહિત ગૃહસ્થ યોગ્ય શ્રાવકનાં બાર વ્રત પામ્યા અને તેને અત્યંત આદર સહિત આરાધીને પોતે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ સમકિતની ઉત્તમ કરશું કરીને હવે પછી ઉત્તમ માનવદેહ પામી એક્ષપદ પામશે. તેની વિસ્તારથી હકીકત “શ્રી રાયપણી ત્ર” પ્રમુખમાં જણાવેલી છે. ઘણું કરીને જીવ સુગુરુની ઉત્તમ સહાય વડે જ નિસ્તાર પામે છે, માટે સુગુરુનું આલંબન (આશ્રય) લેવાની પ્રથમ જરૂર છે.
વિનયગુણ એ એક અજબ વશીકરણ મંત્રરૂપ છે, તેથી બીજા તે શું? પણ પરમત્યાગી-નિસ્પૃહી મહાત્મા પુરુષો પણ વશ થઈ જાય છે, પરંતુ તે સુગુરુ પ્રત્યે આચરવાને વિનય સાચા દિલન-નિષ્કપટ ભાવનો જ હોવો જોઈએ. સુવિનીત શિષ્યએ સુગુરુને સર્વજ્ઞ ભગવાન સમાન જ લેખી તેમનો સર્વ પ્રકારે વિનય સાચવો. ખરેખરા વિનયને આત્મા સકળ કર્મ. મળથી મુક્ત થઈ શકે છે. ઉત્તમ પ્રકારે ગુરુ-વિનય સાચવવા ઉપર ઉપદેશમાળા પ્રમુખમાં શ્રી ગૌતમ ગણધર, મૃગાવતી, સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિ તેમજ પાંથક પ્રમુખ ઉત્તમ મનુષ્યનાં દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. સુવિનીત થવા માટે હરેક આત્માથી જને ઉક્ત દષ્ટાન્ત આદર્શરૂપ કરી રાખવાં.
| વિનયના પાંચ પ્રકાર પણ ખાસ લક્ષમાં રાખવા લાયક છે. ૧ બાહ્ય સેવા-ભક્તિ, ૨ હૃદયપ્રેમ–બહુમાન, ૩ ગુણસ્તુતિ, ૪ અવગુણ–આચ્છાદન, અને ૫ આશાતનાત્યાગ. વળી વિનય ગુણથી
Page #48
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૯ ] સવિદ્યા પ્રાપ્ત થતાં અનુક્રમે સમકિત (નિર્મળ શ્રદ્ધા) અને ચારિત્ર(નિર્દોષ વર્તન)વડે અવિચળ મેક્ષ પદવીની પ્રાપ્તિ થઈ શકે છે.
૩ ધર્મતત્ત્વ. જળનિધિ જળવળ, ચન્દ્રથી જેમ વધે, સકળ વિભવ લીલા, ધર્મથી તેમ સાધે; મનુજ જનમકેરે, સાર તે ધર્મ જાણી, ભજ ભજ ભવિ ! ભાવે, ધર્મ તે સૈખ્યખાણું. ૫ અહ ધરમ પસાથે, વિક્રમે સત્ય સાથે, ઈહ ધરમ પસાથે, શાલિને શક વા ; જસ નર ગજ વાજી, મૃત્તિકાનાં જિ કેઈ,
રણસમય થયા તે, જીવ સાચા તિ કેઈ. ૬ દુર્ગતિથી પડતા પ્રાણીને બચાવી જે સદગતિ પમાડે તે ધર્મ કહેવાય છે. તે ધર્મ—દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારને તેમજ ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મરૂપ વ્યવહારથી બે પ્રકારને પણ કહ્યો છે. સાધુધર્મ સર્વથા અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતારૂપ–પાંચ મહાવ્રતરૂપ ( રાત્રિભેજનના સર્વથા ત્યાગ સહિત ) કહે છે, અને ગૃહસ્થધર્મ (શ્રાવક ધર્મ) સ્થલ અહિંસાદિક પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત રૂપ બાર પ્રકારને કહ્યો છે.
અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, કીર્તિદાન અને ઉચિતદાન–એવી રીતે દાન પાંચ પ્રકારનું છે. તેમાં અભયદાન અને સુપાત્રદાન શ્રેષ્ઠ ફળદાયી છે. દીન–અનાથને દુઃખી દેખી તેનું દુઃખ ઓછું કરવા જે કંઈ આપવું તે અનુકંપાદાન કહેવાય છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી કરવિજયજી ભાટ-ચારણાદિકને દેવું તે કીર્તિદાન અને સ્વજન કુટુંબી પ્રમુખને અવસરે આપવું તે ઉચિતદાન કહેવાય છે.
શીલ નામ સદાચારનું છે. સદાચારને સારી રીતે સદા સેવનાર સુશીલ કહેવાય છે. પિતાની જ સ્ત્રીમાં સંતોષ રાખી, પરાઈ સ્ત્રી વેશ્યા પ્રમુખ સાથે ખોટો વ્યવહાર ન જોડવો તે પણ શીલ જ કહેવાય છે. સમાજ પામીને અધિક સંતોષવડે પિતાની કે પરાઈ કોઈ પણ સ્ત્રી સાથે વિષયક્રીડા ન જ કરવી તે શીલ અતિ ઉત્તમ છે. શીલવ્રતને શુદ્ધ મન, વચન અને કાયાથી પાળનાર ઘણું રીતે સુખી થાય છે. શીલવત સારી રીતે પાળનારની કાયા પવિત્ર અને નિરોગી રહે છે. પવિત્ર શીલવંત સ્ત્રીપુરુષને કવચિત કષ્ટ વખતે દેવ પણ સહાયભૂત થાય છે. ઉત્તમ પ્રકારનું શીલ પાળવું એ સ્ત્રીપુરુષોને શ્રેષ્ઠ શણગાર (ભારૂપ) છે. સુશીલ સ્ત્રીપુરુષે જ્યાં ત્યાં યશકીર્તિ પામે છે. શીલ વગરના સ્ત્રીપુરુષ આવળના ફૂલ જેવાં ફુટડાં હોય તો પણ તે જ્યાં ત્યાં તિરસ્કાર પામે છે, એમ સમજી સહુ કેઈએ શીલરૂપ શણગાર સજવાની ભારે જરૂર છે.
જેમ અગ્નિવડે સુવર્ણ શુદ્ધ થઈ શકે છે–તેને લાગેલ બધે મેલ બળી જાય છે તેમ તપવડે આત્મા સાથે અનાદિ કાળથી લાગી રહેલા કર્મ—મળ બળી જવાથી આત્મા શુદ્ધ-નિર્મળ થઈ શકે છે. તે તપ બે પ્રકારને કહે છેઃ બાહ્ય તપ અને અત્યંતર તપ, તેમાં બાહ્ય તપ છ પ્રકારને કહ્યો છે.–
૧ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, પ્રમુખ કરવા, ૨ જરૂર કરતાં ઓછું-અપ ભેજન કરવું, ૩ જે તે ચીજે મરજી મુજબ નહિ ખાતાં ડી–જરૂર જેટલી ચીજથી જ ચલાવી લેવું, ૪ રસલે
Page #50
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૧ ] લુપી થઈ ગમે તે રસસવાળી વસ્તુ ગમે તેટલી નહિં ખાતાં પ્રમાણમાં જ તેનું સેવન કરવું, ૫ શરીરને સારી રીતે કરતા રહેવું, વિનાકારણ તેનું હદ બહાર લાલનપાલન ન કરવું, અને ૬ નકામી દોડધામ તજી સ્થિર આસન સેવવું—એવી રીતે બાહ્ય તપ છ પ્રકારને કહ્યો છે.
બીજે અત્યંતર તપ પણ છ પ્રકાર છે.–૧ જાણતાં કે અજાણતાં કરેલી ભૂલ ગુરુમહારાજ પાસે કપટ રહિત જાહેર કરી તે બદલ ગુરુએ આપેલી વ્યાજબી શિક્ષા માન્ય રાખીને પિતાની ભૂલ સુધારી લેવી, તેમજ તેવી ભૂલ વારંવાર નહિ કરવા પૂરતું લક્ષ રાખતાં રહેવું, ૨ આપણાં વડીલ-માતા, પિતા, વિદ્યાગુરુ તેમજ ધર્મગુરુ સાથે અતિ નમ્રતાથી આદર--મર્યાદા રાખી વર્તવું. ૩ બાળ, ગ્લાન (રોગી), વૃદ્ધ અને તપસ્વી સાધુ, આચાર્ય, ઉપાધ્યાય તથા સંઘ-સાધમી ભાઈબહેનની યથાચિત સેવા-ભક્તિ બજાવવી. ૪ આત્મકલ્યાણાર્થે ધર્મ–શાસ્ત્રનું પઠન પાઠન કરવું, પ સ્થિર ચિત્તથી અરિહંતાદિક નવપદના ઉત્તમ ગુણો વિચારવા અને તેવા શ્રેષ્ઠ ગુણો આપણામાં કેમ આવે ? એવી ધારણા–ભાવના કરવી અને ૬ આપણું દેહ ઉપરની મમતા તજીને પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન થવું. આવી રીતે વર્ણવેલા અત્યંતર તપને પુષ્ટિ મળે તેવી રીતે જ પ્રથમ વર્ણવેલ બાહ્ય તપ ભાઈબહેનેએ અતિ આદર સહિત સેવ હિતકારી છે
બાહ્ય તપથી અનેક ફાયદા થાય છે. પ્રથમ તે શરીરશુદ્ધિ થાય છે, અજીર્ણાદિક દેષ દૂર થઈ જાય છે, એટલે શરીર સમધાત બન્યું રહે છે–નિરોગી રહે છે, તેથી મન
Page #51
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી કપૂરવિજયજી
ઉપર બહુ સારી અસર થાય છે, મનમાં ખાટા વિચાર-કુવિકલ્પે। પેસતા નથી અને સારા વિચાર। સહેજે આવે છે. આમ થવાથી અભ્યતર તપને પણ સારી પુષ્ટિ મળી શકે છે, તેમજ તેથી શુભ ભાવના પણ સહેજે પ્રગટ થાય છે.
શાસ્ત્રમાં ચાર પ્રકારની ભાવના કહેલી છે. ૧ મૈત્રી ભાવના, ૨ મુદિતા ( પ્રમાદ ) ભાવના, ૩ કારુણ્ય ( કરુણા )ભાવના, અને ૪ માધ્યસ્થ ભાવનારૂપ ચાર ભાવનાએ બતાવેલી છે.
૧ સહુ કાઇ જીવ સદા ય સુખી થાઓ ! કાઇ કદાપિ દુ:ખી ન થાઓ ! સહુ કાઇ સન્માર્ગે ( સુખદાયી–સાચા માર્ગે ) ચાલે ! કાઇ કુમાર્ગે ન ચાલે ! એવા પ્રકારની અંત:કરણની ભાવનાને મૈત્રી ભાવના કહે છે.
૨ કાઇપણ સદ્ગુણી જનને દેખીને કે તેના ઉત્તમ ગુણા જાણીને દિલમાં રાજી થવું. જેમ મેઘને! ગરવ સાંભળીને મયૂર ખુશી થઇ કેકારવ કરે છે તેમ ગુણીજનાનું ગુણગાન સાંભળી મનમાં આનંદ ઉભરાઇ જાય અને આપણને પણ તેવા ગુણ પામવા પ્રેમ વછૂટે--ત:કરણમાં ઊંડી લાગણી પેદા થાય તે પ્રમાદ ભાવના છે.
૩ દીન-અનાથને દુ:ખી દેખી તેનું દુ:ખ એછુ કરવા જે લાગણી પેદા થાય તે તેમજ આપણાથી આછા ગુણવાળા જીવ આપણી ખરાખર થાય તેા સારું એમ વિચારી તેમના તરફ તિરસ્કાર બુદ્ધિ નહિ લાવતાં અનુકંપા યા દયાભરેલી લાગણી પ્રગટે તેને જ્ઞાની પુરુષા કરુણા ભાવના કહે છે.
૪ ગમે તેવા પાપી, નિર્દય અને નિંદક નાદાન જીવ ઉપર
Page #52
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૩ ]
પણ દ્વેષભાવ નહિ રાખતાં તેનાથી અલગ રહેવુ, તેની સાથે સ્નેહ પણ કરવા નહિ, તેને જ્ઞાની પુરુષો માધ્યસ્થ ભાવના કહે છે. દ્વેષ કરવાથી તેવા અઘાર કર્મ કરનારા સુધરતા નથી, એટલુ જ નહિં પણ કલેશ કરવાથી આપણુ તા અવશ્ય ખગડે છે અને તેની સાથે સ્નેહ-સંબધ કરવાથી તેમના કુકર્મને પુષ્ટિ મળે છે. વળી તેના પાપકર્મને અનુમેાદન આપવા(મળવા)થી આપણે પણ પાપના ભાગી થઇએ છીએ, માટે તેમનાથી અલગ રહેવામાં જ એકાન્ત હિત છે.
ઉપર વણુ વેલા દાન, શીલ, તપ અને ભાવનારૂપ ચાર પ્રકારના ધર્મમાં ભાવધર્મ મુખ્ય છે. ભાવવડે જ દીધેલુ દાન, પાળેલુ શીલ અને કરેલા તપ લેખે થાય છે. ભાવ વગરનાં દાન, શીલ અને તપ લેખે થતા નથી. અલૂણાં ધાન્ય ( ભેાજન )ની જેમ ભાવ વગરની કરણી પીકી લાગે છે અને ભાવ સહિત કરવામાં આવતી સઘળી શુભ કરણી બહુ લહેજત આપે છે. તે માટે શાસ્ત્રમાં ભાવધર્મને સહુ કરતાં વધારે વખાણ્યા છે. તેથી આપણે પણ ભાવ સહિત જ શુભ કરણી કરવી. દાનથી દારિદ્ર દૂર થાય છે, શીલથી સાભાગ્ય વધે છે, તપથી કને ક્ષય થાય છે અને ભાવથી ભવનેા અંત થઇ જાય છે.
ભાવ સહિત–ઉલ્લાસથી સુપાત્ર-સાધુને દોષ રહિત અન્નાક્રિકનું દાન દેવાવડે શાલિભદ્રની પેઠે અન્ય ભવમાં અનલ ઋદ્ધિ મળે છે અને અનુક્રમે મેક્ષપદની પ્રાપ્તિ થઇ શકે છે; કેમકે તેવા સુપાત્ર દાનથી સાધુના જ્ઞાન, દર્શન અને ચારિત્રને પુષ્ટિ મળે છે અને તેનું અનુમાદન કરવાથી આપણામાં પણુ તેવા ઉત્તમ ગુણેાની ચેાગ્યતા આવે છે. વિવેકથી દાન દેવું,
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૧૪]
શ્રી કરવિજયજી દાન દેતા અચકાવું નહિ તેમજ ઉદારતાથી દાન દીધા બાદ મનમાં લગારે પશ્ચાત્તાપ કરવો નહિ, પરંતુ એમ વિચારવું કે મને આવું સુપાત્ર મળ્યું તેથી મારું અહેભાગ્ય માનું છું. ફરી એ સુપાત્રને વેગ ક્યારે મળશે?
શુદ્ધ-નિર્મળ શીલ પાળવું એ જ ખરું ભૂષણ છે અને શીલ વગરનું જીવિત પશુની જેવું નકામું છે. શુદ્ધ શીલવડે પિતાના શુભ આચારવિચાર દીપે છે. શુદ્ધ શીલને પ્રભાવ અચિન્ય ચિંતામણિ રત્ન સમાન છે, એમ સમજી ઉત્તમ સ્ત્રીપુરુષે શીલ-રત્નને પોતાના પ્રાણથી અધિક સાચવે છે, ગફલતથી શીલ રત્નને ગુમાવી દેતા નથી. કોઈ પણ લુચચાલફંગા(હલકટ કામ કરનારા)ની સંગતથી દૂર જ રહે છે. કષ્ટ વખતે પોતાના શીલરત્નનું રક્ષણ કરવા વધારે કાળજી રાખે છે. ખરી કસોટી તેમની ત્યાં જ થાય છે. ભરફેસરની સઝાયમાં વર્ણવેલા અનેક સતા અને સતીએ પિતાના શીલરત્નથી પિતાનાં નામ અમર કરી ગયા છે. તેમને ઉત્તમ યશ અદ્યાપિ પર્યન્ત ગવાય છે. આપણે પણ પવિત્ર શીલનો અદ્ભુત પ્રભાવ સમજીને નિર્મળ શીલ પાળવા સદા ય સાવધાન રહેવું જોઈએ.
જે તે ઠેકાણે ભટકતા મનને સમજાવી કબજે રાખવાથી અને દેહનું દમન કરવાથી તપને લાભ મળી શકે છે. જે ભવિજને પિતાની છતી શક્તિને પવ્યા વગર તેને સારો ઉપગ કરી લે છે, તેમને પરભવમાં પરાધીનપણાના દુ:ખ ભેગવવાં પડતાં નથી, પરંતુ જે પિતાની છતી શક્તિનો સદુપગ કરતા નથી, કેવળ પ્રમાદમાં જ પોતાને અમૂલ્ય વખત વિતાવે છે તે બાપડાને પરભવમાં પરાધીનપણે બહુ બહુ
Page #54
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૫ ] દુઃખ સહેવાં પડે છે. નિર્મળ જ્ઞાન અને વૈરાગ્યવડે જેમને દેહ ઉપરની મમતા ઊઠી ગઈ છે તે આદીશ્વર ભગવાન કે વીર પરમાત્માની પેઠે દુષ્કર તપ કરી શકે છે. ક્ષમા-સમતા સહિત કરવામાં આવતા તપ કઠણ કર્મનો પણ ક્ષણવારમાં ક્ષય કરી નાખે છે અને ક્રોધથી કરેલે ગમે તેટલે દુષ્કર તપ પણ લેખે થઈ શકતો નથી-નિષ્ફળ જાય છે, માટે ક્ષમા રાખવા અને ક્રોધ તજવા તપસ્વી જનોએ ખાસ કાળજી રાખવાની છે. દ્રઢપ્રહારી જેવા અઘોર પાપી પ્રાણીઓ પણ દુષ્કર તપના પ્રભાવથી સકળ કર્મનો ક્ષય કરીને મોક્ષપદ પામી ગયા છે, એમ સમજી આપણે પણ યથાશક્તિ પૂવે વર્ણવેલા બન્ને પ્રકારના તપમાં સમતા સહિત સદા ય ઉદ્યમ કરવો ઉચિત છે.
ઉપર જણાવેલી મૈત્રી, મુદિતા, કરુણું અને માધ્યસ્થા ભાવના ભવિજનેએ સ્વપર ઉપગારી જાણ સદા ય સેવવી ઉચિત છે. તે ઉપરાંત શાતસુધારસ પ્રમુખ ગ્રન્થમાં વર્ણન વેલી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ અને અન્યત્વ પ્રમુખ દ્વાદશબાર ભાવનાઓ પણ આત્માને અત્યંત ઉપકારી–વૈરાગ્ય રંગને વધારનારી સમજીને સદા ય આદરવા ગ્ય છે. તેનું વિશેષ વર્ણન પ્રશમરતિ, શાન્ત સુધારસ અને અધ્યાત્મકપમ પ્રમુખ ગ્રંથમાંથી તેમજ તેની સઝામાંથી ગ્રહણ કરી લેવું. “જેવી ભાવના તેવી સિદ્ધિ” એ ન્યાયે અંત:કરણ શુભ ભાવનામય કરી દેવું ઉચિત છે. જડ વસ્તુ પણ શુભ ભાવનાથી સુધરે છે, તો ચૈતન્ય યુક્ત આત્માનું તે કહેવું જ શુ? સુગંધી ફૂલની ભાવના દેવાથી તેલ સુવાસિત થઈ કુલેલ કહેવાય છે, તેવી જ રીતે અન્ય પદાર્થ આશ્રી સમજવું. વિષયરસની
Page #55
--------------------------------------------------------------------------
________________
[૧૬]
શ્રી કર્ખરવિજયજી ભાવનાથી જીવ વિષયી બની જાય છે અને શાંતરસ(વૈરાગ્ય)ની ભાવનાથી શાન્ત–વૈરાગ્યમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે
નારીચિત્ર દેખતાં વિકાર વેદના, જિનંદ ચંદ દેખતાં શાંતિ પાવના.” એ વાક્ય બહુ મનન કરવા ગ્ય છે અને તેનું મનન કરીને વિષયવાસના તજી વૈરાગ્યવાસના આદરવા ચોગ્ય છે. ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદની સમજ સાથે વારંવાર ભાવના કરવાથી શિલાતિપુત્ર જેવો નિર્દય જીવ પણ સદ્ગતિ પામેલે છે, એમ વિચારી આપણે સહુએ શુભ ભાવના સેવવી જ ઉચિત છે.
- સાધુ ધર્મ સાધુ ધર્મ તે રાત્રિભેજનના સર્વથા ત્યાગ સહિત સંપૂર્ણ અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અકિં. ચનતા વેગે પાંચ મહાવતે રૂપ બતાવ્યું છે. કોઈ પણ ત્રસ કે સ્થાવર ( હાલતા-ચાલતા કે સ્થિર રહેનારા ) જીવને મનથી, વચનથી કે કાયાથી હણ નહિં, હવે નહિં, તેમજ હણનારને સારે જાણ નહિં પણ સહુ જીવને આત્મસમાન જાણ તેની સદા રક્ષા કરવી એ અહિંસા મહાવ્રત કહેવાય છે. ક્રોધ, માન, માયા, લોભ, ભય કે હાસ્યથી ઉપર મુજબ લગારે અસત્ય ન બોલવું, પણ શાસ્ત્ર અનુસારે રાગદ્વેષ રહિત જરૂરપૂરતું પ્રિય અને હિત વચન જ વરવું તેને શાસ્ત્રકાર બીજું સત્ય નામનું મહાવ્રત કહે છે. દેવ, ગુરુ કે શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ વસ્તુ તેના સ્વામીની રજા સિવાય રાગ-દ્વેષથી સર્વથા ન જ લેવી તે ત્રીજું અચૈર્ય
Page #56
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭ ] નામનું મહાવત કહેવાય છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી વિષયભેગને રાગથી કે દ્વેષથી સર્વથા ત્યાગ કરે, દુધર મન અને ઇદ્રિને વશ નહિં થઈ જતાં તેમને પોતાને કબજે રાખવા તેને શાસ્ત્રકાર ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત કહે છે. ધન, ધાન્ય પ્રમુખ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહને અને મિથ્યાત્વ, કષાય અને હાસ્ય પ્રમુખ ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને રાગ-દ્વેષ રહિતપણે સર્વથા ત્યાગ કરે તે પાંચમું અકિચનતા મહાવ્રત કહેવાય છે.
એવી રીતે વર્ણવેલા પાંચ મહાવ્રતરૂપ સાધુ-ધર્મનું યથાર્થ આરાધના કરવાથી આત્મા જલદી એક્ષપદને અધિકારી થઈ શકે છે, તેથી આપણે પણ સારા ભાગ્યે સાધુ-ધર્મને લાયક થઈએ એમ સદા ય ઈચ્છવું અને તેટલા માટે પ્રથમ યથાશક્તિ ગૃહસ્થ ધર્મનું સેવન કરવું. ઉપર જણાવેલાં પાંચ મહાવ્રતો સંપૂર્ણ રીતે પાળવા અસમર્થ હોય તેને માટે શાસ્ત્રમાં તે અહિંસાદિક વ્રતને યથાશક્તિ થોડા પ્રમાણમાં પણ પાળવા કહેલું છે.
શ્રાવક ધર્મ એવી રીતે ઉપરના પાંચ મહાવ્રતો અ૫ પ્રમાણમાં જ પાળવામાં આવતાં તે અહિંસાદિક પાંચ અણુવ્રત કહેવાય છે. તે પાંચ અણુવ્રત ઉપરાંત અહિંસાદિક વ્રતની રક્ષા અને પુષ્ટિ નિમિત્તે બીજા ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત પણ કહેલાં છે. એમ સર્વે મળીને શ્રાવકના બાર વ્રત કહેવાય છે. જે ગૃહસ્થગ્ય તે વ્રત અંગીકાર કરવાની ઈચ્છા હોય
Page #57
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી
થાય તેા જરૂર તેનું સ્વરૂપ સદ્ગુરુ સમીપે જઇ વિનય સહિત જાણી લેવું જોઇએ.
66
,,
“
,,
પરમાર્થ સમજીને આત્માના કલ્યાણ માટે જો ધર્મકરણી કરીએ તે તેથી સરલતા સાથે અધિક હિત થઇ શકે છે. ઉપર જણાવેલાં દ્વાદશ વ્રતનું વિસ્તારથી વર્ણન શ્રાવકે ૫ત અથવા વ્રત ગાઇડ નામના પુસ્તકમાં અલાયદું આપવામાં આવ્યું છે. તેનુ લક્ષપૂર્વક અવલેાકન કરી, તેમાં રહી જતી શંકાનું સમાધાન ગુરુગમથી મેળવીને પ્રેમપૂર્વક અને પ્રમાદ રહિત યથાશક્તિ તે તે વ્રત સદ્ગુરુ પાસે અંગીકાર કરી પૂરતી કાળજીથી તેનુ પાલન કરવું ઉચિત છે. એમ કરવાથી અનુક્રમે સાધુ-ધર્મની પણ પ્રાપ્તિ થઇ શકે છે.
જૈન શાસ્ત્રોમાં સઘળા ત્રાનુ મૂળ શુદ્ધ શ્રદ્ધા અથવા સમકિત કહેલું છે. જેમ એકડા વગરનાં મિડા મિથ્યા છે અને એકડા સહિત કરેલાં સઘળાં મિડા સાર્થક થાય છે, તેમ સમિત વગરની કરણી મિથ્યા છે અને સમકિત સહિત કરેલી સઘળી કરણી સાર્થક થાય છે. સમકિતરુચિવત જીવા આવી રીતે પ્રતિજ્ઞા અંગીકાર કરીને તેને પ્રેમપૂર્વક પાળે છે. તે પ્રતિજ્ઞા નીચે પ્રમાણે છે.
“ રાગ-દ્વેષાદિક દેષ માત્રથી સર્વથા મુક્ત થયેલા અને અનંત જ્ઞાનાદિક ગુણૈાથી અલંકૃત થયેલા અરિહતભગવાન મારા દેવ છે. ઉપર વર્ણવેલાં પાંચ મહાવ્રતાને સદ્ગુરુ સમીપે અંગીકાર કરી, ક્ષમાદિક દશ પ્રકારની ઉત્તમ શિક્ષાને સદા ય સેવનારા, ભવ્ય જનાને તેમની ચેગ્યતા અનુસારે અમૃત ઉપદેશ આપનારા સુસાધુ મારા ગુરુ છે અને
Page #58
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૯ ] જિનેશ્વર ભગવાને ભાખેલાં જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવ તત્વ મારે પ્રમાણ છે. આવી રીતે શાસ્ત્રોક્ત સમકિત જીવતાં સુધી પાળવા હું બંધાઉં છું.” સમકિતવડે ચેડા વખતમાં ભવભ્રમણ મટી જાય છે, તેથી તેને પ્રભાવ અચિંત્ય છે. સમકિતવંતનું મૂળ લક્ષ આત્મકલ્યાણ સાધવામાં હોય છે, પરંતુ તેને કુટુંબપ્રતિપાલન કરવા માટે વ્યવહારિક કામ કરવા પડે છે તે જેમ બને તેમ અંતરથી ન્યારો રહીને જ કરે છે. એ પ્રભાવ સમકિતરત્નને જ સમજ.
સમકિત સંબંધી સડસઠ બાલનું સવિસ્તર વર્ણન “શ્રદ્ધાશુદ્ધિ ઉપાય” ગ્રંથમાં અલાયદું આપેલું છે. સમકિત (તશ્રદ્ધા), શ્રાવકના વ્રત કે સાધુના મહાવ્રત ચેગ્યતા વગર પ્રાપ્ત થઈ શકતા નથી. જેમને સમકિત પ્રમુખ પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા હોય તેમને તેવી યેગ્યતા મેળવવાની પૂરી જરૂર છે. સામાન્ય રીતે ધર્મરત્નની યોગ્યતા મેળવવા ઈચ્છતા ભાઈ-બહેનોએ નીચે જણાવેલા એકવીશ ગુણોને અભ્યાસ કરવાની બહુ જ જરૂર છે. તેની યાદી આ પ્રમાણે છે – ૧ ગંભીરતા અથવા ઉદારદિલ. ૨ સુંદર નરેગી શરીર. ૩ શાન્ત પ્રકૃતિ-સ્વભાવ. કલેકપ્રિયતા (થાય તેવું વર્તન). ૫ હૃદયની કમળતા-આદ્રતા. ૬ પાપને, પરભવને તથા વડીલને ડર. ૭ નિષ્કપટપણે સરલ વર્તન.
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
શ્રી કપૂરવિજયજી ૮ વ્યાજબી દાક્ષિણ્યતા રાખવી (કેઈએ કહેલાં ઉચિત
વચનનો આદર.) ૯ લજજા–મર્યાદા–અદબ રાખવી. ૧૦ દયા-સહુને આત્મ સમાન લેખવા. ૧૧ રાગદ્વેષ રહિત નિષ્પક્ષપાતી વર્તન. ૧૨ સગુણ-ગુણું પ્રત્યે પવિત્ર પ્રેમ-રાગ. ૧૩ હિત-પ્રિય-સત્ય વચન કથન (વિકથાવજન અને શાસ્ત્ર
વચનસેવન). ૧૪ સ્વજન-મિત્ર કુટુંબને ધર્મરસિક કરવા પ્રયત્ન. ૧૫ શુભાશુભ પરિણામ આશ્રી લાંબો વિચાર કર્યા બાદ કઈ
પણ કાર્યને આરંભ કરવાની ટેવ. ૧૬ કોઈ પણ વસ્તુના ગુણદોષ સારી રીતે જાણવાની પદ્ધતિ. ૧૭ આચારવિચારમાં કુશળ-શિષ્ટ પુરુષને અનુસરી ચાલવું.
ઉત્તમ પુરુષો પાસે તાલીમ લેવી. ૧૮ વડીલોને તથા ગુણ જનને ઉચિત આદર કરે. ૧૯ ઉપગારી લોકો માતા-પિતા-સ્વામી વિગેરે તથા હિતોપદેશ
દેવાવાળા ગુરુમહારાજને ઉપગાર સદા ય સ્મરણમાં રાખવે. ૨૦ ત્રિભુવન હિતકારી તીર્થકર મહારાજ જેવા મહાપુરુષોના
પવિત્ર દાન્ત દિલમાં ધારી આપણે પણ આપણું કર્તવ્ય
સમજીને પરોપકારરસિક થવું. ૨૧ કઈ પણ કાર્યમાં કુશળ, અલ્પ પ્રયાસે કાર્ય સાધી
લેવાની ચંચળતા.
Page #60
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૧ ] સંક્ષેપ માત્રથી ઉપર જણાવેલા ૨૧ ગુણે જ્યાં સુધી આપણામાં પૂર્ણ રીતે ખીલી નીકળે ત્યાં સુધી વારંવાર કાળજીથી તે ગુણોનું સેવન કર્યા કરવું જોઈએ. જેમ દુનિયામાં જીવે માની લીધેલી અનેક હાલી વસ્તુઓ માટે અહોનિશ-રાત્રિદિવસ ઉદ્યમ કરવામાં આવે છે તેથી તે વસ્તુ વહેલી યા મેડી પણ મળે છે તેવી રીતે કમર કસીને જે ઉપર જણાવેલા ધર્મ માટે ખાસ જરૂરના ગુણ મેળવવા પ્રયાસ કરવામાં આવે તો તે ઉપગી ગુણોની પ્રાપ્તિ થતાં આત્મા જલદી ધર્મ રતનને યોગ્ય થાય છે અને કરેલે પ્રયાસ નકામે જતો જ નથી.
જેમ જેમ પ્રેમ સહિત જણાવેલા ગુણે ખાતર અધિક પ્રયત્ન કરવામાં આવે છે તેમ તેમ આપણે તે ગુણેનો લાભ વધારે જલદી મેળવી શકીએ છીએ. જે વસ્ત્રને ધેઈ સારી રીતે સાફ કરેલું હોય તો જ તેને રંગ યથાર્થ–સારી રીતે ચઢી શકે છે અને ભીંત વગેરેને પણ ઘઠારી–મઠારીને સારી રીતે આરીસા જેવી સાફ કરી હોય તો જ તેની ઉપર સારું ચિત્રામણ થઈ શકે છે, તેવી જ રીતે ઉપર જણાવેલા ઉત્તમ એકવીશ ગુણવડે ચિત્તરૂપી વસ્ત્રને પ્રથમ સાફ-નિર્મળ કરવું જોઈએ, અથવા હૃદય-ભૂમિને યથાર્થ શુદ્ધ કરી લેવી જોઈએ, તે જ તેમાં ધમ રંગ-રાગ સારે જામે છે, અથવા ઉત્તમ વ્રતરૂપી ચિત્રામણું તેમાં સારી રીતે ખીલી નીકળે છે અને લાંબા વખત સુધી ટકી પણ શકે છે, એમ સમજી આપણે સહુએ આ અતિ અગત્યની વાત ઉપર પૂરતું લક્ષ રાખી જેમ તે એકવીશ ગુણેની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ બને તેમ અધિકાધિક પ્રયત્ન પ્રેમ સહિત કરે ઉચિત છે. તેની પ્રાપ્તિથી જ આપણે
Page #61
--------------------------------------------------------------------------
________________
[ રર ]
શ્રી કરવિજયજી સમકિત પ્રમુખ ઉત્તમ ધર્મને લાયક બની, ગુરુની કૃપાથી આત્માને અત્યંત ઉપગારી ધર્મ અલ્પ પ્રયાસે પામી શકીશું.
જે ભાઈ–બહેને માર્ગાનુસારીપણાના ગુણેનું સારી રીતે પાલન કરે છે તે જલ્દી પવિત્ર ધર્મને પાળી શકે છે. તે ગુણામાં પ્રથમ ન્યાયનીતિથી પ્રમાણિકપણે વતીને દ્રવ્ય ઉપાર્જન કરવાનું કહેલું છે, તે સિવાય વિશેષે કરીને સુઘડતા રાખવી, સત્સંગ કરે, પરનિંદાથી નિવર્તવું, સારા ધર્મિષ્ટ પાડોશમાં રહેવું, નિર્ભય સ્થાનમાં વાસ કરો, માતાપિતાદિક વડીલ જનની આજ્ઞામાં રહેવું, આવકના પ્રમાણમાં જ ખર્ચ કરે, બુદ્ધિના આઠ ગુણ ધારવા (શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા, શાસ્ત્ર સાંભળવું, તેનો અર્થ સમજવો, સમજે અર્થ યાદ રાખ, તર્ક-વિતર્ક વડે ગુરુ પાસે શંકાનું સમાધાન કરી લેવું, એમ કરીને તત્ત્વજ્ઞાન એટલે સત્ય વાસ્તવિક પરમાર્થ યુક્ત જ્ઞાન મેળવવું,) અજીર્ણ એટલે પ્રથમ ખાધેલું પચ્યું ન હોય ત્યાં સુધી ભેજન નહિ કરવું, અકાળે ખાવુંપીવું નહિં, ધર્મ, અર્થ અને કામને પૂર્વાપર બાધા રહિતપણે-વિરોધ રહિત સેવવા, ગૃહસ્થ ગ્ય આગતા-સ્વાગતા સાચવવી, હઠ કદાગ્રહ રહિત વર્તવું, લેકવિરુદ્ધ તથા રાજ્યવિરુદ્ધ કર્તવ્ય તજવું, ગ્રહણ કરેલાં વ્રત-નિયમ દ્રઢ ટેકથી પાળવા, કામ-ક્રોધ-લોભ-મદ-માન અને હર્ષરૂપ અંતરંગ છે વેરીને જીતવા, તેમજ ઈદ્રિયોના વિષયસુખમાં નહિ મુંઝાતાં ઈન્દ્રિયને વશ કરવી–તેની શાસ્ત્રકારે ખાસ ભલામણ કરેલી છે.
અહીં જણાવેલા ઘણા ગુણોને મોટે ભાગે પ્રથમ જણાવેલા એકવીશ ગુણમાં સમાવેશ થઈ જાય છે. અહીં ટૂંકામાં
Page #62
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૩ ] બતાવેલાં માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણનું કંઈક વિસ્તારથી વર્ણન હિતેપદેશ પ્રથમ ભાગમાં અને એક ગુણનું વર્ણન હિતેપદેશ બીજા ભાગમાં આપેલું છે ત્યાંથી તે કાળજી રાખી જોઈ લેવું અને તેને પરમાર્થ સમજી બનતાં સુધી પોતાનું વર્તન સુધારી લેવા સુજ્ઞ ભાઈ–બહેનેએ પ્રયત્ન કરે. આપણા પોતાના હિત માટે જ્ઞાની પુરુષોએ આપેલી અમૂલ્ય શિખામણનો આપણાથી બની શકે ત્યાં સુધી આદર કરવાથી જ આપણું શ્રેય સારી રીતે સધાય છે એ કદાપિ પણ ભૂલી જવું નહિં.
ઉપર જણાવેલા માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણે અથવા ધર્મરત્નની યેગ્યતા માટે કહેલા એકવીશ ગુણને સારી રીતે અભ્યાસ–મહાવરો રાખવાથી અનુક્રમે સમકિત પ્રમુખ ધર્મરત્નની પ્રાપ્તિ થઈ શકે છે. તેનો પ્રભાવ અતિ અદ્દભુત છે.
જેમ ચન્દ્રમાની વધતી કળાના ગે સમુદ્રની વેળા (ભરતી) વૃદ્ધિ પામે છે તેમ અધિક ધર્મ આચરણના ગે સર્વ સુખસંપદા સહેજે સંપજે છે. પવિત્ર ધર્મ આચરણ પ્રમાદ રહિત કરી લેવું એ જ આ મનુષ્ય જન્મ પામ્યાનું મુખ્ય કર્તવ્ય સમજીને હે ભવિજને ! સકળ સુખના ભંડાર સમાન સર્વજ્ઞભાષિત ધર્મનું તમે અતિ આદરથી સેવન કરે !
જ્યાંસુધી જરા-વૃદ્ધાવસ્થા આવી પહોંચી નથી, વિવિધ વ્યાધિઓ પ્રગટ થઈ નથી અને ઇન્દ્રિયબળ ઘટતું નથી, ત્યાં સુધી ધર્મસાધન જલદી કરી ! નહિ તો પછી પસ્તાશે અને કરી શકશે નહિ. આ શરીરને કાંઈ ભરોસે નથી. જોતજોતામાં પાણીના પરપોટાની જેમ તે હતું ન હતું થઈ જશે, માટે ચેતવું હોય તો જલદી ચેતી ત્ય, તત્તાતત્ત્વ, હિતાહિત કૃત્યાકૃત્ય
Page #63
--------------------------------------------------------------------------
________________
[૨૪]
શ્રી કપૂરવિજયજી અને લાભાલાભને વિવેકથી વિચાર કરી લે એ જ બુદ્ધિ પામ્યાનું ફળ છે. યથાશક્તિ શુભ વ્રત-નિયમ અંગીકાર કરી ટેકથી પાળવાં એ જ દેહ પામ્યાનું ફળ છે; વિવેકથી પાત્રસુપાત્રનું પિષણ કરવું એ જ લક્ષ્મી પામ્યાનું ફળ છે, એમ દિલમાં ખૂબ સમજી, સમય ઓળખી, સ્વકાર્ય સુધારી લે અને બની શકે તો બીજાને પણ ઉચિત સહાય આપતા રહો.
એ પવિત્ર ધર્મની સહાયથી જ વિક્રમાદિત્ય અને શાલિવાહન સુપ્રસિદ્ધ થયા. શાલિવાહનને ધર્મની કૃપાથી જ માટીના બનાવેલ મનુષ્ય, હાથી અને ઘેડાં સંગ્રામસમયે સાચા–સચેતન થઈ કામ લાગ્યા, જેથી પિતાની આણદાણ સર્વત્ર પ્રસરાવી. એ પૂર્વે કરેલાં ધર્મ-પુન્યને જ પ્રભાવ સમજો.
૪ સભ્યમ્ જ્ઞાન (અભ્યાસથી જ સાચી સમજ આવે છે. ) તન મન ઠકુરાઈ, સર્વ એ જીવને છે, પણ ઇકજ દુહિલું જ્ઞાન સંસારમાં છે; ભવજળનિધિ તારે, સર્વ જે દુ:ખ વારે, નિજ પરહિત હેતે, જ્ઞાન તે કાં ન ધારે ? જવ ઋવિ ઇક ગાથા, બોધથી ભય નિવાર્યો, ઇક પદથી ચિલાતિ-પુત્ર સંસાર વાર્યો; શ્રત ભણત સુજ્ઞાની, માસતુસાદિ થાવે, શ્રુતથી અભય હાથે, રોહિણી ચેર નાવે.
જ્ઞાન એ અપૂર્વ રસાયણ, અમૃત અને ઐશ્વર્ય છે, એમ સમર્થ શાસ્ત્રકારે કહે છે.”
Page #64
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૫ ] જીવને પૂર્વ પુન્યજોગે સુંદર–મને હર–મજબૂત–નિરોગી દેહ મળી શકે છે, જેને દેખી અન્ય જને ચકિત થઈ જાય છે, તેમજ તેમાં મહિત બની જાય છે; વળી પુજગે વિશાળ લક્ષ્મીને સંજોગ થઈ શકે છે, જેને દેખી લોકો તેને કુબેર ભંડારી પ્રમુખનાં ઉપનામ આપે છે તેમજ પુજેણે જીવને મનમાનતી હોટી ઠકુરાઈ, મહેટા માનવંતા હાદા, ખિતાબ વિગેરે એનાયત થાય છે, જે દેખી કે તેની મુક્તક ઠે પ્રશંસા કરે છે. આ બધું પૂર્વપુજગે જીવને પ્રાપ્ત થવું સુલભ છે. દુર્લભ કેવળ જીવને સાચું-સમ્યગજ્ઞાન જ છે. વિનયબહુમાન સહિત સલ્લુની સેવાભકિત કરતાં ભવ્ય જીવને સાચું તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તેનાં ફળ અલૌકિક કહ્યાં છે અને તેથી જ એવા અમૂલ્ય જ્ઞાન માટે યત્ન કરવો જરૂરી છે.
સદ્ગુરુની સાચા દિલથી વિનય–બહુમાન સહિત સેવા-ભક્તિ કરતાં તેમની કૃપાથી સહેજે સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે જીવન ઉપર આવી રહેલાં કર્મનાં આવરણ ઓછાં થતાં જાય છે અને એથી અંતરમાં જ્ઞાન ઉજાશ–પ્રકાશ થતો જાય છે, જેથી જીવને સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, લાભાલાભ, ભક્ષ્યાભઢ્ય, પિયારેય અને ગુણદોષનું ખરું ભાન થઈ શકે છે. આનું છેવટ પરિણામ એ આવે છે કે જીવને સત્ય-હિત માર્ગ તરફ રુચિ-પ્રીતિ વધતી જાય છે અને અસત્ય-અહિત માર્ગ તરફની રુચિ ઘટતી જાય છે. આ રીતે અનુક્રમે વધતા જતા વિવેક–અભ્યાસવડે જીવને ચિંતામણિ રત્ન સરખા અમૂલ્ય સમકિત રત્નની પ્રાપ્તિ થઈ શકે છે.
જેમ એકડા ઉપર કરેલાં સઘળા મીંડાં સાર્થક થાય છે
Page #65
--------------------------------------------------------------------------
________________
[૨૬]
શ્રી કરવિજયજી તેમ સમકિત સહિત કરવામાં આવતી સઘળી કરણી લેખે થાય છે, પ્રમાદ દેષ ઓછો થતો જાય છે અને ક્ષમા, મૃદુતા (નમ્રતા), સરલતા અને સંતોષાદિક સદગુણો પ્રગટ–પેદા કરવા આત્મા જાગ્રત થતો જાય છે, એટલે વિલાસ વધતો જાય છે અને શુદ્ધ આચાર-વિચારને અભ્યાસ કરવા આત્મા સમર્થ થઈ શકે છે. એ રીતે વિનયપૂર્વક કરેલ સમ્યગજ્ઞાનનું આવું રૂડું પરિણામ આવે છે.
સમ્યજ્ઞાન કહે કે આત્મજ્ઞાન કહો તે આત્માનું ખરું હિતકલ્યાણ સાધી શકે એવી સાચી કરણી આત્મા સાથે એક રસ થાય છે, ત્યારે તે જલદી જીવને જન્મમરણના દુઃખમાંથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળી રહે છે તેમ સમ્યગજ્ઞાનમાં સાચી કરણું પણ સાથે જ મળી રહે છે–તે એક બીજાથી વિખૂટાં રહેતાં જ નથી. પછી તે કરણું બાહ્ય રૂપે હોય કે અત્યંતર રૂપે. શુદ્ધ ઉપગ સહિત કરાતી કરણી–સાચી કરણી સઘળાં દુઃખને અંત કરે છે અને વિશેષમાં તેથી અન્ય અનેક ભવ્ય જીવેનું પણ હિત સધાય છે. મતલબ કે આવા સરસ્વભાવી જીવનું પિતાનું કલ્યાણ તે નિ:સંશય થાય છે પણ તેનું અનુમોદન કરનારનું તેમજ યથાશક્તિ તવત્ વર્તન કરનારનું પણ સહેજે શ્રેય થઈ શકે છે. આ પ્રમાણે અનેક રીતે સ્વપરને ઉપકાર કરનારું સમ્યજ્ઞાન છે એમ જે સમજવામાં આવે તો પછી એવું અખૂટ જ્ઞાનધન પેદા કરવા હે સુખના અથી ભાઈબહેન ! તમે કેમ ઉદ્યમ કરતાં નથી !
પૂર્વે જવ નામના ઋષિ-મુનિએ એક ગાથાના બોધ
Page #66
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૭ ]
માત્રથી મરણના ભય નિવાર્યાં, એ વાત શાસ્ત્રપ્રસિદ્ધ છે. અને ચિલાતિપુત્રે ઉપશમ, વિવેક અને સવરરૂપ પદના પરિચય માત્રથી ભવભ્રમણ નિવાર્યુ. જ્યારે તેણે મહાત્મામુનિ પાસેથી એ પદનું શ્રવણ કર્યું. ત્યારે તે પદના રહસ્યાર્થ જાણવાની ઇચ્છા થઇ. તત્સંબ ંધી મનમાં ઊંડા આલેાચ (વિચાર) કરતાં તેને તેના યથાર્થ ભાવ સૂઝ્યો; એટલે તેણે ક્રોધાદિક કષાયને સમાવી દીધા અને હિતાહિત, કૃત્યાકૃત્ય, યાવત્ ત્યાજ્યાત્યાયના નિર્ણય કરી પેાતાના એક હાથમાં રાખેલુ ખડ્ગ અને બીજા હાથમાં રહેલું સુસીમા કન્યાનું મસ્તક તજી દીધું. પછી પાતે એક મહાત્મા મુનિની પેઠે કાયાત્સર્ગ ધ્યાનમાં નિશ્ચળપણે ઊભા રહ્યા. ત્યાં વજ્ર જેવા તીક્ષ્ણ મુખથી ડંખ મારતી અનેક કીડીએ તેને વળગી, જેથી તેની કાયા ચાલણી જેવી થઇ ગઇ તા પણ પાતે નિશ્ચળ ધ્યાનથી ડગ્યા નહિ અને અઢી દિવસમાં આ ક્ષણભંગુર દેહને ત્યાગ કરી પોતે સદ્ગતિના ભાગી થયા, એ સમ્યજ્ઞાનના પ્રભાવ સમજવે.
સમ્યગજ્ઞાનના પ્રભાવથી જીવતું કેટલું બધું શ્રેય થાય છે ? તે શ્રુતજ્ઞાનના ‘મા રૂષ મા તુષ” એવા એકાદ અવિકારી પદના પ્રભાવથી માષતુષાદિક કઇક જીવા સુજ્ઞાની થઇ પરમ કલ્યાણ સાધી શકયા છે, તેવી જ રીતે શ્રુતજ્ઞાનના જે થાડાક એલ રાહિણીયા ચેારના કાનમાં પડી ગયા હતા તેના પ્રભાવથી તે અભયકુમાર જેવા બુદ્ધિવંતના હાથમાં આવી શકયા ન હતા, અર્થાત્ પ્રભુ શ્રીવીરના મુખથી નીકળેલાં ઘેાડાંક વચન તેના કાનમાં વગર ઇચ્છાએ પડ્યાં હતાં, તેા પણ તેથી તે મચી જવા પામ્યા હતા. તેા પછી જે ભવ્યાત્માએ ભાવ
Page #67
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
શ્રી કપૂરવિજયજી
સહિત સજ્ઞભાષિત વચનાને આદર કરે તેમનું તે કહેવું જ શુ ? તેઓ તે અવશ્ય સ્વશ્રેય સાધી શકે જ, એમ સમજી સત્ય જ્ઞાનાભ્યાસ કરવા સહુ કાઇએ ચીવટ રાખવી યુક્ત છે. એ જ્ઞાન-ગુણવડે જ અનુક્રમે આત્મા અક્ષય સુખ પામી શકે છે.
૫ મનુષ્ય જન્મ
મનુષ્ય જન્મની દુર્લભતા અને તેની અસાધારણ ઉપયોગિતા. ભવજળધિ ભમતા, કાઇ વેળા વિશેષે,
મનુષ જનમ લાધે, સફળ કર સુધી, પરભવ સુખ જેથી,
દુલ્લહા રન લેખે; જન્મ તે ધમ યાગે, માક્ષલક્ષ્મી પ્રભેાગે. ૯ આળસે જે ગમે છે, શાચનાથી ભમે છે; માનુષા જન્મ એ છે, જોડતાં સાથ તે છે. ૧૦
મનુષ જનમ પામી, શશિ નૃપતિ પરે તે, દુલહુ દશ કથા જ્યું', જિન ધર્મ વિષે,
આ ચાર ગતિરૂપ સંસારસાગરમાં કવશે અરહાપરડા અથડાતાં—પછડાતાં તથાપ્રકારની અકામનિરાદિકના યેાગે અનુકૂળ સમયને પામી જીવ ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય માનવ ભવ મેળવી શકે છે. એવેા અમૂલ્ય-દુ ભ માનવ ભવ પામીને સર્વજ્ઞ ભગવાને બતાવેલા દાન, શીલ, તપ અને ભાવરૂપ ધનુ સેવન કરી તેને લેખે કરી લેવા યુક્ત છે.
અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મ મહામ ગલકારી કહ્યો છે. એ ધર્મમાં જેનું મન સદા ય ો કરે છે તેને મહાન દેવદાનવા પણુ નમસ્કાર કરે છે. એ ધનુ યથાવિધ
Page #68
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૯ ] અખંડ આરાધન કરનાર મુનીશ્વરે મેક્ષનાં અક્ષય સુખ મેળવી શકે છે અને મુનિયેગ્ય મહાવ્રતને પાળવાને અશક્ત એવા જે ભવ્ય છે તેનું દેશથી (અંશથી પણ) આરાધન કરે છે તે પણ સ્વર્ગાદિક સદગતિનાં ચઢીયાતાં સુખ સંપાદન કરી અંતે અક્ષય સુખ મેળવી શકે છે, એમ સમજી સાચા સુખના અથી ભાઈબહેને એ પ્રમાદાચરણથી આ અમૂલ્ય માનવભવ વૃથા જવા દેવો નહિ. સ્વસ્વ સ્થિતિ–સંગાદિક અનુસારે સહ કેઈએ યથાશક્તિ વ્રત-નિયમનું પાલન કરી આ નરભવને સાર્થક કરવો જોઈએ.
બુદ્ધિબળને પામી આપણે આપણું હિતાહિત સમજી હિતમાર્ગ જ આદરવા ઉજમાળ થવું જોઈએ. પુન્યને લક્ષ્મી પામીને વિવેકસર તેનો જરૂર જેવા સ્થળમાં સદુપયેાગ કરી લેવો જોઈએ અને વાક્પટુતા ( વચન વદવામાં કુશળતા) પામીને પ્રાણુઓને પ્રીતિ ઉપજે એવાં નરમાશભરેલાં મીઠાશવાળાં અને હિતરૂપ થાય એવાં જ વચન વદવા (બોલવાં) જોઈએ. આ વગેરે દુર્લભ સામગ્રી પૂર્વ પુન્યને પામી જે ભવ્યાત્માઓ સ્વહિત કરી લેવા સાવધાન થાય છે તે પુન્યાત્માઓ અનુકૂળ પ્રસંગને પામી પરજીનું પણ હિત હૈડે ધરી કરી શકે છે અને એ રીતે સ્વમાનવભવને સફળ કરે છે.
આ માનવ ભવને ચિંતામણિ રત્ન સમાન એટલા માટે કહેલ છે કે એના વગર કઈ જીવ કદાપિ પણ અક્ષય અનંત મોક્ષસુખ મેળવી શકતા નથી. આવા ઉદાર આશયથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ માનવભવ દશ દષ્ટાન્ત દુર્લભ વખાણે છે. તે સાથે આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, ઇંદ્રિયપટુતા, શરીરે સુખ,
Page #69
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
શ્રી કપૂરવિજયજી
ધર્મ શ્રદ્ધા-રુચિ, સદ્ગુરુયોગ અને વ્રત-નિયમરૂપ વિરતિના પરિણામ એ સર્વ ઉત્તરાત્તર પુન્યવડે જ પ્રાપ્ત થઇ શકે છે. તેવી દુર્લભ જીભ સામગ્રી મહાપુન્યોગે પામ્યા પછી સુન્ન જનાએ સ્વપર હિત સાધી લેવા જરા પણ આળસ કરવું ન જોઇએ. એમ છતાં આળસ-પ્રમાદથી જે જના આ શુભ સામગ્રીને જોઈતા લાભ લેતા નથી, વાયદામાં ને વાયદામાં જ પેાતાના અધા વખત વીતાવી દે છે તે બાપડાને પાછળથી શશિરાજાની પેઠે બહુ જ શાચવું-પસ્તાવુ પડે છે.
પૂર્વે થઈ ગયેલા શશિરાજાને તેમના વડીલ બ એ અહુ સમજાવ્યા છતાં તેણે વિષયતૃષ્ણાદિકના પરવશપણાથી તેનુ કહેવુ માન્યું નહીં જેથી માઠા પરિણામે મરીને તે નરકમાં ગયા. ત્યાં ( નરકમાં) મહાકદના સહન કરવી પડી, તેથી તેને પેાતાના સ્વચ્છંદ આચરણુ માટે મહુ જ ખેદ ઉપજવા લાગ્યા, પણ પછી વળે શુ? તે ઝુરી જીરીને પણ નરકની શિક્ષા-વેદના ભાગવવી તે પડી જ. એમાં કશુ ચાલ્યું નહિ, આ વાત સહુ કોઈને એક સરખી રીતે લાગુ પડે એવી છે, તેથી પાણી પહેલાં જ પાળ માંધવા જેવી અગમચેતી વાપરી સ્વપરહિતસાધનવડે શાસ્ત્રોકત દશ દષ્ટાંતે દુÖભ માનવ ભવ સફળ કરી લેવા ચૂકવું નિહ, જેથી પાછળથી પસ્તાવા કરવા પડે નહિ
રાગ-દ્વેષ અને મેાહાદિક સર્વ વિકારાથી સર્વથા રહિત વીતરાગ પરમાત્મા છે. તેમનાં પરમ હિતકર વચન એ જ આગમવચન છે. એ આગમવચન આપણને સત્ય માર્ગ બતાવે છે. એ મુજબ ચાલવાથી આપણા માનવ ભવ સફળ થાય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૧ ]
૬ સજ્જનતા
સજ્જનાની બલિહારી
( સજ્જનેનાં લક્ષણ અને તેથી સધાતા સ્વપર ઉપકાર ) સય મન સદાઇ, દુ:ખિયાં જે સહાઇ, પરહિત મતિ દાઇ, જાસ વાણી મિઠાઇ, ગુણ કરી ગહરાઈ, મેરુ જય ધીરતાઈ, સુજન જન સદાઇ, તેહ આનદદાઈ. જઈ દુરજન લેાકે, દુહવ્યા ઢાષ દેઈ, મન મલિન ન થાયે, સજ્જના તેહ તે; દ્રુપદ જનક પુત્રી, અંજના કયાગે, કનક જિમ કસોટી, તે તિસી શીલ અગે
૧૧
૧૨
“ જેઓ સદા મન, વચન અને કાયામાં પુણ્ય અમૃતથી ભરેલા હાય છે, ઉપકારની અનેક કેટિયાવડે જેઓ ત્રિભુવનને સદા સંતાષ ઉપજાવે છે અને પરના પરમાણુ જેટલા ( અલ્પ ) ગુણને પણ પર્વત જેવા મહાન લેખી પેાતાના મનમાં પ્રમેાદ ધારે છે, તેવા વિરલ સજ્જના જગતને પાવન કરી રહ્યાં છે. ’
(6
જેમનુ સન જગતને હિતરૂપ હાવાથી અનુકરણ કરવા ચેાગ્ય હાય છે, જે સદા ય ગુણગ્રાહી હેાય છે, પરના ગુણ માત્રને ગ્રહણ કરનારા હૈાય છે, વળી જે પરના દોષ તરફ ઢષ્ટિ દેતા નથી, પેાતાનામાં ગમે તેવા સદ્ગુણા હાય છતાં તેના લગારે ગર્વ કરતા નથી; પણુ સદા ય લઘુતા ધારણ કરતા રહે છે, તેવા સજ્જના ખરેખર જગત માત્રને આશીર્વાદરૂપ જ ગણાય છે, ”
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
શ્રી કપૂરવિજયજી સજ્જનોનું દિલ સદા ય દયાદ્ર–પારકાં દુઃખ દેખી પીગળી જાય એવું હોય છે. દુ:ખી જનનાં દુઃખ નિવારવા સજજને સદા ય બનતી સહાય આપવા તૈયાર રહે છે. જેમાં તેમના દુઃખને અંત આવે તેમ જેવા અને તે માટે બનતું કરવા તેઓ ઉત્કંઠિત હોય છે. તેમની વાણુંમાં એવી તે મીઠાશ અને હિતબુદ્ધિ હોય છે કે એથી અન્ય જીવેનું અચૂક હિત થાય છે, તેમ જ તેઓ રાજી રાજી થઈ જાય છે. તેઓ સમુદ્રની જેવા ગંભીર આશયવાળા હોય છે, જેથી તેઓ અનેક ગુણરત્નને અંતરમાં ધારણ કરતાં છતાં છલકાઈ જતા નથી. તેઓ એવી ઉત્તમ મર્યાદા જાળવે છે કે જેથી બીજા ચકિત થઈ જાય છે અને તેમના જેવી ઉત્તમ મર્યાદા–આચારવિચાર પાળવા સહેજે લલચાય છે. વળી સજજન પુરુષો સદા ય મેરુપર્વત જેવું નિશ્ચળ હૈયે ધારણ કરી રહે છે, એટલે તેઓ ગમે તેવા અનુકૂળ-પ્રતિકૂળ સંગોમાં સમભાવ ધારી શકે છે. (સમવિષમ સમયે હર્ષ–ખેદ નહિં કરતાં તેમાં સમચિત્ત રહે છે). વિપત્તિ સમયે તેઓ દીનતા દાખવતા નથી. સજજન પુરુષની વૃત્તિ સદા ય સિંહની જેવી પરાક્રમવાળી હોય છે. તેઓ દરેક પ્રસંગે ડહાપણથી કામ લે છે. સજજનતાની વાતો ઘણું કરે છે, તેમાં કેટલાકને પ્રીતિ પણ હોય છે, પરંતુ સજજન પુરુ
ના પવિત્ર માર્ગે ચાલવાનું બહુ જ થોડાનાં ભાગ્યમાં હોય છે. સજજનતાથી વિરુદ્ધ વર્તન તે જ દુર્જનતા છે. તેવી દુર્જ. નતા દાખવનાર દુર્જને તેમના જાતિસ્વભાવને લઈ સજજન પુરુષને સંતાપે પણ છે, સજજન પુરુષમાં જે ઉત્તમ અનુકરણીય ગુણ હોય છે તે તેમને રુચતા નથી, તેથી કઈક જાતના દોષ દઈ દુર્જને સજનેને વારંવાર દુહવ્યા કરે છે પણ
Page #72
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૩ ]
એથી સજ્જને તેમના ઉપર રાષ ધારતા નથી. સજ્જના તા સ્વભાવે પેાતાના વિહિત માર્ગે જ ચાલ્યા કરે છે.
घृष्टं घृष्टं पुनरपि पुनः चंदनं चारुगंधं । छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेभ्रुकांडं ॥ दग्धं दग्धं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण । न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते चोत्तमानाम् ॥
“ ચંદનને જેમ જેમ ઘસવામાં ( ઘસારા દેવામાં કે છેદવામાં ) આવે છે તેમ તેમ તે સુગ ંધ જ આપે છે. શેલડીને જેમ જેમ છેદવામાં કાપવામાં આવે તેમ તેમ તે સરસ-મીઠા રસ સમર્પે છે. જેમ જેમ કાંચન( સેાના )ને અગ્નિવડે તપાવવામાં આવે છે તેમ તેમ તેનેા વાન ( વધુ ) શાલતા થાય છે, એ રીતે ઉત્તમ સજ્જનને પ્રાણાન્ત કષ્ટ આવી પડે તેા પણ તેઓ પેાતાની રૂડી પ્રકૃતિને બગડવા દેતા નથી. ’’
તેઓ આપત્તિ સમયે ઘણી જ ધીરજ અને અભ્યુદય વખતે ઘણી જ ક્ષમા રાખે છે. તેએ પાતાનાં કાર્ય બહુ જ પ્રમાણિકપણે કરે છે, છતાં સ્વાત્કર્ષ એટલે આપખડાઇયા આત્મશ્લાઘા કરતા નથી. તેએ પારકા છતાં કે અછતાં દૂષણ (અપવાદ) ખેાલતા જ નથી, પણ પેાતાનાથી બની શકે તેટલે પરોપકાર કંઇ પણ પૃહા રાખ્યા વગર સદા ય કરતા રહે છે. તેઓ પેાતાના મનને નિર્વિકારી રાખે છે. જુઓ ! દ્રુપદ રાજાની પુત્રી દ્રપદી સતી, જનક રાજાની પુત્રી સીતા સતી અને અજના સતી ! એએએ આપત્તિ ધીરજ રાખી પેાતાનું પવિત્ર શીલ સાચવ્યું છે.
સમયે કેવી ઉત્તમ સજ્જનાની ખરી
Page #73
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ]
શ્રી કપૂરવજયજી કસોટી–પરીક્ષા કટોકટીના વખતે જ થાય છે. ગમે તેટલું કષ્ટ આવી પડે તો પણ તેવા સજજને પોતાનો સન્માર્ગ લાપતા નથી. વળી કહ્યું છે કે
સજજનોને કોધ-કષાય હાય નહિ, કદાચ બીજાના ભલા માટે તેવો દેખાવ કરે પડે તો તે લાંબો વખત રહે નહિ અને કદી લાંબે વખત રાખવાની જરૂર જ પડે તો તેનું માઠું ફળ થવા પામે નહિ.”
આ વાત બહુ અજબ અને વખાણવા લાયક જ છે. સજજનનાં વચન અમૃત જેવાં મીઠાં અને હિતકારી હોય છે, તેથી તે સહુને પ્રિય–આદેય થઈ પડે છે. આપણે પણ આપણા પિતાના, આપણા બાળબચચાનાં, કુટુંબના, જ્ઞાતિના, દેશના તેમજ સમાજના ભલાને માટે અનિષ્ટ-દુર્જનતા દૂર કરી, શ્રેષ્ઠ સજનતા આદરવા સદા ય ઉદ્યમી થવું જોઈએ.
૭ ગુણરાગી ગુરાગી અને ગુણગ્રાહી થવાની જરૂર અને એથી ઉપજતા
અનિવાર્ય ફાયદા ગુણ ગ્રહી ગુણ જેમાં, તે બહુમાન પાવે, નર સુરભિ ગુણે ક્યું, ફૂલ શિશે ચઢાવે; ગુણ કરી બહુમાને, લોક ક્કે ચંદ્રમાને, અતિ કૃશ જિમ માને, પૂર્ણને હું ન માને, ૧૩ મલયગિરિ કરે છે, જબુ લિંબાદિ સેહે, મલય જ તરુ સંગે, ચંદના તઈ હેહે;
Page #74
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
ઇમ લયિ વડાળ્યુ, કીજિયે સગ રગે, ગજ શિર ચડી બેઠી, જ્યે અજા સિહુ સંગે.
[ ૩૫ ]
૧૪
“ આપ ગુણી ને વળી ગુણરાગી, જગમાં તેહની કીતિ
ગાજી; લાલન કી. ’ ( શ્રી યશોવિજયજી ) જેએનામાં ગુણુરાગીપણાના અને ગુણુગ્રાહીપણાનેા મહાન્ સદ્ગુણ વત છે, તેની યશ-કીર્ત્તિ-પ્રતિષ્ઠામાં ઘણા વધારા થાય છે. એ મહાન્ સદ્ગુણૢ તેમનામાં જ આવી શકે છે કે જેએ મદ-મત્સર-દ્વેષ-ઇર્ષ્યા-અદેખાઇ નામના મહાવિકારથી વેગળા હેાય છે. જેમનું અંતર દ્વેષરૂપ અગ્નિથી સદા ય પ્રજ્વલિત રહે છે, તેમનામાં ઉપરના સદ્ગુણુની ચેાગ્યતા જ હાતી નથી, ક્રોધ અને અભિમાન એ દ્વેષના જ અંગભૂત પરિણામ છે. તે જ્યાં સુધી ચેતનજીમાં વાસ કરે છે ત્યાં સુધી ચેતનજીથી સામામાં ગમે એવા ઉત્તમ સદ્ગુણા હાય તે પણ તે ગ્રહણ કરીને આદરી શકાતા નથી; એટલું જ નહિ, પણ ત્યાં સુધી ચેતનજીને એ સદ્ગુણ સંબંધી વાત પણ રુચતી નથી. એ તા જ્યારે ક્ષમા-સમતાદિક પ્રધાન સત્સગયેાગે દ્વેષાગ્નિ અથવા એના અંગભૂત ક્રોધાદિક પરિણામ શમી જાય છે અને ચેતનજીમાં શાન્તિનુ સામ્રાજ્ય સ્થપાતું જાય છે ત્યારે અને ત્યારે જ સદ્ગુણેાની વાત રુચે છે.
સદ્ગુણ પ્રત્યે રાખુદ્ધિ પ્રગટે છે અને સદ્ગુણેાને ગ્રહણ કરી ચેતનજી પોતે પણ સદ્ગુણી અને છે. હુવે જ્યારે ચેતનજી પાતે સદ્ગુણી, સદ્ગુણરાગી અને સદ્ગુણગ્રાહી અને છે ત્યારે તા તે દેવની પેઠે પૂજાય છે, મનાય છે અને તેનાં વચન પણુ બહુમાન્ય થવા લાગે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
શ્રી કપૂરવિજયજી
જુઓ ! સુગધીપણાના ગુણને લીધે મ્હાટા ભૂપત્તિ પણ પુષ્પાને પેાતાના મસ્તક ઉપર ચઢાવે છે, જયાં તે તાજ( મુગટ )ની પેઠે બહુમાન પામે છે. કહ્યું છે કે:-~~
66
,,
गुणाः पूजास्थानं, गुणिषु न च लिंगं न च वयः ।
એટલે ગુણા જ-સદ્ગુણૢા જ પૂજાયાગ્ય છે. ગુણીજના જે પૂજાય–મનાય છે તે તેમના સદ્ગુણેાને લઈને જ. સદ્ગુણ્ણા વગરનું કેવળ લિંગ-વેશ કંઇ કામના નથી. સદ્ગુણે! હાય તે જ તે બધાં લિંગ અને વય પ્રમુખ લેખે થાય છે. જ્યાં ત્યાં સદ્ગુણ્ણાની જ બલિહારી છે.
લઘુતાધારી-ઊગતા બીજના ચન્દ્રમાને લેાકેા જેમ બહુમાને છે–જુએ છે, તેમ પૂર્ણ ગારવતા-ગોરવ પામેલા પૂર્ણિમાના ચન્દ્રમાને લેાકેા બહુ માનતા નથી. શ્રીમાન્ ચિદાનંદજી મહારાજે એક લલિત પદમાં લઘુતા-નમ્રતાના ભારે વખાણ કર્યા છે અને આઠ પ્રકારના મદની ભારે નિભ્રંછના પણ કરી છે, તે વાત યથાર્થ જ છે. ( “ લઘુતા મેરે મન માની ” ઇત્યાદિ પદમાં ) જે ફાઇ ભવ્યાત્મા ગુણીજનાનું ઝુમાન-વિનય-સત્કારસન્માન કરે છે તેથી સદ્ગુણાનું જ મહુમાન કર્યુ લેખાય છે અને એવા સદ્ગુણૢાને લક્ષીને જ જ્યાં જ્યાં ઉચિત પ્રવૃતિ કરવામાં આવે છે ત્યાં ત્યાં તેવા સદ્ગુણૢાની પ્રાપ્તિ અથવા ચેાગ્યતા સહેજ થાય છે.
""
ચેતનજી-ભવ્યાત્મા એ ભાવુક દ્રવ્ય હાવાથી ઉત્તમ સગયેાગે તેનામાં ઉત્તમતા સહેજે આવે છે. જે દુર્ભાગ્ય કે અભવ્ય હાય છે તેને જ તેવા ઉત્તમ સ્રંગ ઉપકારક થઈ
Page #76
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૭ ] શકતા નથી. વિષહર-ઝેરને ટાળનાર મણિ વિષધરના મસ્તક ઉપર જ છતાં સને તેની કશી શુભ અસર થતી નથી, ત્યારે તે જ મણિથી બીજા કઈક મનુષ્યાદિકને ઉપગાર થઈ શકે છે, એ સહજ સમજાય તેવું છે. સહૃદય મનુષ્યોનું તે કહેવું જ શું? પણ જડરૂપ દેખાતાં જબુ, લિંબાદિક વૃક્ષે જે મલયગિરિની સાનિધ્યમાં આવી રહ્યાં છે તે પણ શુદ્ધ ચંદનવૃક્ષના સંગથી ચંદનરૂપ થઈ જાય છે, એમ સમજી સુજ્ઞ ભાઈબહેનોએ હર્ષ સહિત સદ્ગુણ એવા વડીલેનો સદા ય સમાગમ સેવ જોઈએ.
નીતિશાસ્ત્રકાર કહે છે કે –“વારા હિતં રહ્યું” એટલે લઘુવયવાળા બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરી લેવું જોઈએ. વયથી બાળક છતાં જે બુદ્ધિ વિશાળ હોય તે તેનું સમાચિત વચન વયેવૃદ્ધને પણ ઉપયોગી થાય; છતાં જે તેને બાળરૂપ સમજી તેના વચનની અવગણના કરવામાં આવે છે તો તે પ્રાસંગિક લાભથી વંચિત ન રહેવાય છે. જે સાયરની જેવા ગંભીર હદયવાળા હોય છે તેઓ પોતે અનેક ગુણરત્નોના નિધાન હોવા છતાં ગુણાનુરાગીપણાથી અન્ય અનેક પદાર્થોમાંથી ગુણ ગ્રહણ કરી શકે છે, એમ છતાં તેઓ પિતાની ચોગ્યતાને કે પ્રાપ્તિને બિલકુલ ગર્વ કરતા નથી.
એ બધો પ્રભાવ સસંગથી પ્રગટતા ગુણાનુરાગને અને ગુણ ગ્રહણ કરવાની કળાનો સમજો
વળી જુઓ ! ડાભના અગ્રે રહેલું જળબિંદુ જે મોતીની આભા(પ્રભા)ને ધારણ કરે છે અને મેરુપર્વત ઉપર રહેલું તૃણ પણ સુવર્ણની શોભાને ધારણ કરે છે, એ આદિ કુદરતી બનાવો આપણને શુભ આશયથી– ખા દિલથી સત્સંગ કરવા પ્રેરે
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
શ્રી કપૂરવિજયજી છે અને સગુણના રાગી થવા તેમજ સગુણ ગ્રહણ કરવા શિખવે છે. એક બકરી જેવું ગરીબ જાનવર સિંહના સંગે હાથી જેવા માતબર પ્રાણીના માથે ચઢી બેસે છે, તેમાં શું આશ્ચર્ય ?
૮ ન્યાયસંપન્ન વિભવઃ માર્ગનુસારીના પાંત્રીશ ગુણે પૈકી પ્રથમ ગુણ | ( ન્યાયાચરણ આદરવાની આવશ્યકતા. ) જગ સુજસ સુવાસે, ન્યાય લચ્છી ઉપાસે, વ્યસન દુરિત નાસે, ન્યાયથી લોક વાસે; ઈમ હદય વિમાસી, ન્યાય અંગીકરીએ, અનય પરિહરીજે, વિશ્વને વશ્ય કીજે. ૧૫ પશુ પણ તસ સેવે, ન્યાયથી જે ન ચૂકે, અનય પથ ચલે જે, ભાઈ તે તાસ મૂકે; કપિ કુળ મિળિ સેવ્યા. રામને શિશ નામી, અનય કરી તો ક્યું, ભાઈએ લકસ્વામી. ૧૬
ધ્ય ગય ન સહાઈ, યુદ્ધ કીર્તિ સદાઈ રિપુવિજ્ય વિધાઈ, ન્યાય તે ધર્મદાઈ ધરમ નયધરા જે, તે સુખે વૈરી છે, ધરમ ન વિહુણ, તેહને વૈરી છીએ. ૧૭ ધરમ નય પસાથે, પાડવા પંચ તેઈ, કરી યુદ્ધ જ્ય પામ્યા, રાજ્યલીલા લહે; ધરમ ન વિહુણા, કૌવા ગર્વ માતા, રણસમય વિગ્નતા, પાંડવા તેહ છતા. ૧૮
Page #78
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૨ :
[ ૩૯ ]
ન્યાય—નીતિ–પ્રમાણિકતા એ સર્વે એકા વાચક પર્યાય વચના ગણાય છે, અને ન્યાય—નીતિનું અવલંબન કરીને જે વ્યવસાય કરવા તે ન્યાયાચરણ કહેવાય છે. દયાળુ દિલવાળા બુદ્ધિશાળી હાય તે ન્યાયાચરણ કરી શકે છે. કઠાર દિલવાળાથી બીજાને યથાર્થ ઇન્સાફ આપી શકાતા નથી, તેથી ઠીક જ કહ્યું છે કે ન્યાય સાથે દયાનું મિશ્રણ થવું જ જોઇએ. સમર્થ શાસ્ત્રકારો પણ કહે છે કે—“ સામન: પ્રતિજાનિ જેવાં ન સમાચરેત્ । '' અર્થાત્ જે કઈ આચરણુ આપણને પેાતાને પણ વિવેક–બુદ્ધિથી વિચારતાં પ્રતિકૂલ-વિરુદ્ધ જણાતુ– સમજાતું હાય તેવું આચરણ-વર્તન આપણે બીજા પ્રત્યે અજમાવવુ નહિ; કેમકે સુખ-દુઃખની, માન-અપમાનની, યાવત જીવિત-મરણની લાગણી સહુને સમાન હોય છે. જ્યારે આમ છે ત્યારે જે આપણને પેાતાને જ ન ગમે-પ્રતિકૂળ લાગે તે બીજાને પણ કેમ જ ગમે કે અનુકૂળ પડે? તેના વિચાર પ્રથમ કરવા જોઇએ. એથી જ બીજા પણ દયાળુ લેકે આ વાતનું સમર્થન કરતાં કહે છે કે—‹ Do unto others as you would be done by. એની મતલબ એવી છે કે ખીજા પાસેથી જેવા અદ્લ ન્યાયની તમે ઇચ્છા રાખતા હૈા તેવા જ અદ્લ ન્યાય તમે અન્યને આપે-આપતા રહે!. તમને કાઇ અધિકારી અન્યાય આપે તે તમને રુચે ખરા ? નહિ જ રુચે. તા પછી તમે અન્યને ગેરઇન્સાફ આપે તે તેને પણ કેમ જ રુચે ? ન જ રુચે. બીજાના અન્યાય આચરણથી જેમ તમારી લાગણી દુભાય તેમ તમારાં અન્યાયાચરણથી સામાની લાગણી પણ દુભાયા વગર કેમ જ રહે ? આ વાતનેા ખ્યાલ દયાળુ જના દિલમાં લાવી પરને પ્રતિકૂળ થઇ પડે એવા અન્યાયાચ
,,
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શ્રી કપૂરવિજયજી રણ કરતાં સહેજે અટકે છે, અને સહુને આત્મ સમાન લેખી તેમના પ્રત્યે બહુ જ ભલમનસાઈ રાખી પ્રમાણિકપણે-ન્યાયાચરણથી જ વર્તે છે. એવા જ ઉદાર આશયથી શાસ્ત્રકારે કહ્યું છે કે – मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्ठवत् ।
आत्मवत् सर्वभूतेषु, यः पश्यति स पण्डितः॥१॥ “જે પરસ્ત્રીને માતા તુલ્ય લેખે છે, પરદ્રવ્યને પત્થર તુલ્ય લેખે છે, અને સર્વ પ્રાણીવર્ગને આત્મ તુલ્ય લેખે છે, એ જ ખરા જ્ઞાની–પંડિત છે.” આ રીતે ન્યાય-નીતિ–પ્રમાણિકતાના માર્ગે ચાલનાર ભવ્ય જેને જ માર્ગાનુસારી ગણાય છે.
ગમે તેવાના સંબંધમાં કશા સંકેચ વગર નિર્ભયપણે ન્યાય-નીતિના વિહિત માર્ગે ચાલવું એ માર્ગાનુસારીપણાનું પ્રથમ અંગ છે. ન્યાયાચરણથી જગતમાં આપણે સુજસ વિસ્તરે છે, લફમીલીલા વધે છે અને સ્થિર થઈ રહે છે, પાપ-તાપ અને આપદા દૂર ટળે છે, તેમ જ વળી સહેજે લેકે વશવતી થાય છે, એમ સમજી હૃદયમાં વિમાસણ કરીને, ન્યાયનીતિને માર્ગ મક્કમપણે આદરી અનીતિને માર્ગ સર્વથા તજ ઘટે છે. જગતને વશ કરવાનો–આપણું તરફ આકર્ષવાને એ અદ્ભુત ઉપાય છે. ગમે તેવા સંગમાં પણ જે
ન્યાયાચરણ તજતો નથી અર્થાત્ અનીતિના માર્ગને તિલાંજલિ દઈ દઢપણે ન્યાયને જ માર્ગ આદરે છે તેને સત્ય ન્યાયના પ્રભાવથી હિંસક પશુઓ ( નિર્દય જાનવરે ) પણ આવીને પગમાં પડે છે અને જે જાણી જોઈને અનીતિને માર્ગ આદરે છે તેને તેને સગો ભાઈ પણ સહાય કરતો નથી.
Page #80
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ 1 ] ન્યાયતંતમાં રામચન્દ્ર અને યુધિષ્ઠિરાદિક મહાપુરુષોના તેમજ સીતા તથા સુભદ્રાદિક મહાસતીઓનાં ચરિત્રે સુપ્રસિદ્ધ છે. જુઓ ! ન્યાયમૂર્તિ એવા રામચન્દ્રજીની સેવામાં કપિકુળગણ અતિ નમ્રતા સહિત હાજર થઈ રહ્યા અને અન્યાયકારી રાવણને તેને સગે સહાદર-બંધુ વિભીષણ પણ તજીને ચાલ્યા ગયે અને ન્યાયવંત રામચંદ્રજીને જ આશ્રય લીધે. આથી સ્પષ્ટ થાય છે કે સત્ય-ન્યાય માર્ગને મક્કમપણે સેવનારને શત્રુ પણ મિત્ર થઈ જાય છે, ત્યારે જાણું જોઈને અન્યાય આચરનારને તેના બંધુ-મિત્ર પણ છોડીને ચાલ્યા જાય છે. આ તે પ્રગટ ન્યાય-અન્યાયનું ઐહિકઆ લેક સંબંધી કિંચિત્ માત્ર ફળ કહ્યું. પરલોકમાં તો એથી અત્યંતગણું ફળ સ્વર્ગ-નરકાદિકમાં ભેગવવું પડે છે. આટલા પ્રેરક શબ્દ પણ અન્યાયાચરણ તજીને ન્યાયાચરણ આદરવા સુજ્ઞ જેને માટે તે બસ કહેવાય.
ન્યાયવંતની જગમાં જશ-કીર્તિ વધે છે અને જયકમળા તેને વરે છે ત્યારે તેથી વિરુદ્ધ વર્તન સેવનાર સર્વ પ્રકારે હાનિ પામે છે, પરાભવ પામે છે અને અત્યંત દુઃખી થઈ જાય છે.
વળી જુઓ ! ન્યાય–નીતિ અને સત્યધર્મના પસાયે પાંચે પાંડવે યુદ્ધમાં જય પામ્યા, રાજ્યલીલા પામ્યા અને છેવટે સકળ કર્મનો અંત કરી તેઓ અક્ષય-અવ્યાબાધ એવું મોક્ષસુખ પામ્યા, ત્યારે અન્યાય-અનીતિ અને અધર્મના માગે જ ચાલનાર દુર્યોધન પ્રમુખ કાર રણસંગ્રામમાં પરાભવ પામીને ભૂંડા હાલે મૃત્યુ પામ્યા અને મરીને મહાદુઃખદાયી ગતિ પામ્યા, એમ સમજી સહુ સુજ્ઞ ભાઈબહેને એ
Page #81
--------------------------------------------------------------------------
________________
[ કર ]
શ્રી કપૂ રવિજયજી આ જ ક્ષણથી અન્યાયાચરણ તજી દઈને શિષ્ટ પુરુષોએ સેવિત ન્યાયાચરણનું જ દઢ આલંબન લેવા પ્રતિજ્ઞા કરવી ઉચિત છે. સ્વકર્તવ્યકર્મને પ્રમાદ રહિત નિષ્કામપણે કરનાર ન્યાયીની પંક્તિમાં આવે છે.
૯ પ્રતિજ્ઞાપાલન કુશળ પ્રતિજ્ઞા કરીને કુશળતાથી પાળવા હિતવચન શુભ અશુભ જિ કાંઈ, આદર્યું તે નિવાહ, રવિ પણ તસ જેવા, વ્યોમ જાણે વગાહે; કર-ગહિત નિવાહ, તાસને સત્ત આપે. મલિન તનુ પખાલે, સિંધુમાં સુર આપે. ૧૯ પુરુષ રચણ મોટા, તે ગણી જે ધરાએ, જિણ જિમ પડિવળ્યું, તે ન છે ? પરાયે; ગિરીશ વિષ ધર્યો છે, તે ન અદ્યાપિ નાખ્યો,
દુરગતિ નર લેઈ વિક્રમાદિત્ય રાખે. ૨૦ શુભ કે અશુભ જે કાંઈ આદર્યું–કબૂલ કર્યું તેને જે નિર્વહે છે તેને જોવા માટે જ જાણે સૂર્ય આકાશમાં અવગાહન કરે છે–ફરે છે. વળી તે જ સૂર્ય ગૃહિત-ગ્રહણ કરીને જે નિર્વહે છે તેને સરવ–બળ આપે છે, અને તેની મલિનતાને ગ્રહણ કરેલી પિતે જ સમુદ્રમાં ડૂબીને પખાળે છે-સ્વચ્છ કરે છે. આ ધરા જે પૃથ્વી તેમાં મોટા પુરુષરત્ન તો તેને જ ગણવા કે જે જેવી રીતે અંગીકાર કર્યું હોય તેને ત્યજે નહિ પણ નિર્વહ છે. જુઓ ! ગિરીશ જે શિવ તેણે વિષને અંગીકાર
Page #82
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૪૩ ] ર્યું તો તે હજુ સુધી નાંખી દીધું નથી–તજી દીધું નથી. અને દુર્ગત કેતાં દુર્ભાગી નર જે પુરુષ તેને લઈને વિક્રમાદિત્યે પણ રાખે છે-તજી દીધું નથી. આ બન્ને દષ્ટાતો લકિકના છે.
સુબુદ્ધિવંતનું એ કર્તવ્ય છે કે પ્રથમ તો જે કંઈ પ્રતિજ્ઞા કરવી તે દક્ષતાથી–ડહાપણથી-દુરંદેશી રાખીને, તેનું પરિણામ અને પિતાનું સામર્થ્ય–શક્તિ વિચારીને જ કરવી. જે કરવાને પોતે શક્તિમાન હોય, જે કરવું હિતરૂપ હોય અને જેનું પરિણામ સુંદર આવવા સંભવ હોય–આવું જ કાર્ય કરવા ડહાપણથી નિશ્ચય કરે અને પછીથી તેવા કરેલા નિશ્ચયથી ગમે તેવા ભેગે પણ ડગવું નહિ.
દુનિયામાં ત્રણ પ્રકારના પ્રાણીઓ-જી મળી આવે છે. અધમ, મધ્યમ અને ઉત્તમ. તેમાં જે અધમ કેટિના જીવે છે તેઓ તો અજ્ઞાન અને મેહની પ્રબળતાથી કેવળ કાયરતા ધારીને ગમે તેવાં શક્ય કાર્ય–અનુષ્ઠાનને પણ આદરતા જ નથી. બીજ જે મધ્યમ કોટિના જ હોય છે તે છે કે કોઈ જ્ઞાની પુરુષોનાં મુખથી કોઈ કાર્ય–અનુષ્ઠાનને પ્રભાવ–મહિમા સાંભળીને તેને આદર કરે છે ખરા, પણ તે પ્રમાણે કરતાં કંઈ વિધ્ર આવી પડતાં આદરેલાં કાર્યને તજી દે છે. અને જે ઉત્તમ કોટિના હોય છે તેઓ તો પૂર્વ મહાપુરુષોની પેઠે દીર્ધદષ્ટિથી હિતકારી કાર્યને જ નિજ શક્તિ-સામનો પૂરતો ખ્યાલ રાખીને આદરે છે અને આદરેલાં કાર્યનો પ્રાણાંત કષ્ટ આવ્યું તે પણ પૂર્વોત્સાહથી નિર્વાહ કરે છે. તેઓ આદરેલાં કાર્યને ગમે તેવા પ્રતિકૂળ સંગમાં અધવચ લટકતું મૂકતા નથી. આવા ઉત્તમ પુરુષોની દઢ ટેક નિરખવાને માટે જ હોય તેમ સૂર્ય અને ચંદ્રાદિક આકાશમાં ફરતા રહે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
[ ૪૪ ]
શ્રી કપૂરવિજયજી
શાસ્ત્રકાર કહે છે કે સાત્ત્વિક પ્રકૃતિના જીવા જેના સ્વીકાર કરે છે, જે કાર્ય કરવાના નિશ્ચય કરે છે તે કાર્યને પૂર્ણ કરતા સુધી તેને નિવડે છે. તેમનું સંકલ્પમળ જ એવું સુદૃઢ હાય છે કે ગમે તેવાં વિદ્મ-અંતરાય માર્ગમાં આવ્યા છતાં લગારે ડગ્યા વગર તેએ પેાતે આદરેલું કાર્ય પૂરું કરી શકે છે. તેમની આવી દૃઢ ધારણા અથવા ટેકથી તેમનું સત્ત્વ વધારે ને વધારે પ્રમાણમાં ખીલતું જાય છે. તેથી તેઓ ગમે તેવા દુષ્કર-કઠણુ કામ કરવા હામ ભીડી શકે છે, અને તે પાર પણ પાડે છે. સાહસિકપણાથી તેએ ઘણાં અગત્યનાં કામ આદરીને પાર ઉતારી શકે છે અને બીજા અનેક જીવાને તેમના જીવતા દાખલાથી મેધ આપતા રહે છે. જે જીવા પેાતાની છતી શક્તિ છુપાવીને કાયરપણું ધારી બેસી રહે છે તે કશું સ્વપર હિતરૂપ કાર્ય કરી શકતા નથી; પણ જેએ નિજ શકિતને ફેારવી તેના જેમ જેમ સદુપયેાગ કરતા રહે છે તેમ તેમ તેમને કાર્યની સફળતાની પ્રતીતિ આવતી જાય છે કે પેાતે પેાતાના વીર્ય –પુરુષાર્થ વડે જે કંઇ કાર્ય કરવા ઈચ્છશે તે કા સુખેથી કરી શકશે.
શાસ્ત્રકાર આગળ વધીને કહે છે કે તે દુનિઆમાં મ્હોટા પુરુષરત્ના ગણાય છે કે જેઓ પાતે સમજપૂર્વક આદરેલુંઅંગીકાર કરેલું ગમે તે કાં તજી દેતા નથી પણ તેને પાર પહેાંચાડવા સંપૂર્ણ શ્રમ ઉઠાવે છે. ફક્ત જયારે લાભને બદલે ગેરલાભ અથવા હિતને બદલે અહિત થતું જણાય ત્યારે જ પેાતાના કાર્યના આગ્રહ શિથિલ કરી નાંખે છે. તે વગર તેઓ મક્કમપણે સ્વકર્તવ્ય કને મજાવ્યા જ કરે છે, તે ઉપર શાસ્ત્રકારે અનેક દૃષ્ટાંત બતાવી આપી આપણને શકયારભમાં
Page #84
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૪૫ ] ઉત્સાહિત થવા, હિતરૂપ કાર્ય આદરવાં અને તે કરતાં નડતાં વિન્નોથી ડર્યા વગર ઈચ્છિત કાર્યને પાર પાડવા ઉત્તમ પ્રકારનો બધ આપે છે.
દેવગુરુની સાક્ષીએ વ્રત-નિયમાદિક સમજપૂર્વક આદરી લેવા માટેનો શાસ્ત્ર ઉપદેશ હિતબુદ્ધિથી જ જાયેલો છે. કેવળ આપણું મેળે આદરેલાં વ્રત-નિયમ પાળવામાં શિથિલતા થવા પામે અને તેને તજી દેવામાં આવે ત્યારે તે પ્રમાદ દૂર કરવાનું કહેનાર ભાગ્યે જ કઈ મળે છે, પણ પંચ સાક્ષીએ આદરેલાં વ્રતનિયમ પાળવામાં જ્યારે શિથિલ પરિણામ થયેલા જોવામાં આવે ત્યારે તેમાં થતી શિથિલતા દૂર કરવા પ્રેરણા કરનારા ગુરુ પ્રમુખ અનેક મળી આવે છે અને ફરી સાવધાન થઈ આદરેલાં વ્રત-નિયમ પ્રમાદ રહિત પાળવા શકિતમાન થવાય છે. આ લાભ પંચ સાક્ષીએ વ્રત–નિયમ આદરવામાં રહેલો છે. જ્યારે તીર્થકર દેવ જેવા સમર્થ પુરુષો સિદ્ધ ભગવાનની સાક્ષીએ મહાવ્રત ઉચ્ચરે છે ત્યારે શું આપણું એ કર્તવ્ય નથી કે શુદ્ધ દેવગુરુની સાક્ષીએ આપણે પણ આદરવા યોગ્ય વ્રત-નિયમ આદરીને તે બધાં પ્રમાદ રહિત થઈ પાળવાં ?
કેટલાએક સતપુરુષે સિંહની પેઠે શૂરવીરપણે વ્રતનિયમ અંગીકાર કરીને સિંહની પેઠે જ શૂરવીરપણે તે બધા ય વ્રત–નિયમે નિર્દોષ રીતે પાળે છે. કેટલાએક શીયાળની પેરે શિથિલ પરિણામથી વ્રત-નિયમને આદર્યા છતાં પાછળથી સદ્દગુરુના અનુગ્રહથી નિર્મળ જ્ઞાન અને શ્રદ્ધાનું બળ મેળવી આદરેલાં વ્રત-નિયમોને સિંહની પેઠે શૂરવીરપણે પાળે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
શ્રી કપૂરવિજયજી કેટલાએક શરૂઆતમાં શુભ વૈરાગ્યાદિકના બળથી સિંહની પેઠે વ્રત-નિયમ આદરે છે પણ પાછળથી વિષયસુખની લાલચમાં લપેટાઈને અથવા કેધાદિક કષાયને વશ થઈને આદરેલાં વ્રતનિયમ પાળવામાં શિયાળની પેઠે કેવળ શિથિલ પરિણામી બની જાય છે. ત્યારે કેટલાએક મંદ પરિણામી જો પ્રથમથી જ શિયાળની પેરે વ્રત-નિયમ આદરીને છેવટ સુધી તેવી જ મંદતા અથવા શિથિલતા ધારે છે. છેલ્લે પ્રકાર બીલકુલ આદરવા ગ્ય નથી. પહેલે અને બીજો પ્રકાર આદરવા લાયક છે, અને ત્રીજો પ્રકાર પણ જેઓ મંદ પરિણામથી વ્રત આદરતા જ નથી તે કરતાં ઘણું જ ચઢીઆતો છે, કેમકે શરૂઆતમાં શુભ વૈરાગ્ય યોગે વ્રત-નિયમ શૂરવીરપણે આદરતાં તે ઘણા એક કર્મનો ક્ષય કરી શકે છે. આ બધી વાત લક્ષમાં લઈ સર્વ સાધુ તેમ જ શ્રાવક જનોએ નિજ નિજ અધિકાર ઉચિત વ્રત–નિયમ સિંહની પેઠે આદરી તેનો સિંહની પેઠે શૂરવીરપણે નિર્વાહ કરવા લક્ષ રાખવું.
પ્રતિજ્ઞા ઘણા પ્રકારની હોય છે, તેમ ઘણી રીતે તે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. કેઈ પણ કાર્ય મનથી, વચનથી કે કાયાથી કરવાની કબુલાત આપવી, સંકલ્પ કરવો, નિશ્ચય બાંધવે, એ તે કાર્ય સંબંધી પ્રતિજ્ઞા કરી કહેવાય છે. પ્રતિજ્ઞા કરી એટલે તે કાર્ય કરવું જ. પછી તે શરતથી જેટલા સમયે (કાળમર્યાદાથી) જેવી રીતે કરવું કબુલ્યું હોય તેમ તે કાર્ય કરવું જ જોઈએ અને એથી જ કોઈ પણ કાર્ય કરવાની કબૂલાત આપ્યા પહેલાં આ કાર્ય કેવું છે ? કરવું શકય છે કે અશકય છે ? વળી આસપાસના સ્થિતિ અંગે કેવા છે? અનુકૂળ કે પ્રતિકૂળ ? એ બધી વાત લક્ષમાં રાખવી જોઈએ. દીર્ઘદશી
Page #86
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૪૭ ]
વિચારશીલ અને શકય આરંભને કરનાર પાતાની આદરેલી પ્રતિજ્ઞા પૂરી કરી શકે છે અને એથી પણ આગળ વધી શકે છે. તીર્થંકર જેવા સમર્થ જ્ઞાની પુરુષાના ચરિત્રામાં પ્રસ્તાવે કહેવામાં આવ્યુ છે કે તેઓ “ ને ઘવશે : એટલે ડાહ્યા અને ડહાપણભરેલી પ્રતિજ્ઞાને કરનારા હતા. તેએ જેમ તેમ જેવી તેવી ( પાછળથી પેાતાને ઘણી કરેાડી સ્થિતિમાં લાવી મૂકે એવી ગાંડી ) પ્રતિજ્ઞા કરતા નહિ અને ગ્રહણ કરેલી ( નિપુણતાથી દીર્ઘ દીપણે શકય જાણીને આદરેલી ) પ્રતિજ્ઞાને ગમે તેટલા આત્મભેગ આપીને પણ પૂર્ણ કરતા. ઉત્તમ પ્રતિજ્ઞા એવી હેાવી જોઇએ. રાય તા મહા ભગીરથ પ્રાતજ્ઞા હાય કે અલ્પ પ્રતિજ્ઞા હાય. ગમે તેવી શુભ પ્રતિજ્ઞાથી લગારે ડગ્યા વગર આદરેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા પૂરતા પ્રયત્ન પ્રાણાંત સુધી કર્યા કરવે! એ ઉત્તમ કાટિવાળાનુ લક્ષણ છે. મધ્યમ કેાટિવાળા કઇ પણ કાર્ય વિશેષ લાભવાળુ જાણી કરવા પ્રતિજ્ઞા લે છે, પણ ઉક્ત કાર્ય કરતાં આવી પડેલાં વિધ્નાથી ડરી જઈ તે કાર્ય પડતું મૂકી દે છે. ત્યારે નિકૃષ્ટનિ ળ કેાટિના કાયરજના હાય છે તે તા ગમે તેવા લાભકારક કાર્ય સબંધી પ્રતિજ્ઞા કરતાં પહેલાં જ કપી ઊઠે છે. આવા કાયર–નિર્બળ મનનાં માણસા કંઈ મહત્ત્વની પ્રતિજ્ઞા કરવાને લાયક જ નથી. અન્યના આગ્રહુથી કે દાક્ષિણ્યતાદિકથી કદાચ તે કઇ શુભ કાર્ય કરવા પ્રતિજ્ઞા કરે છે તેા તે બહુધા પૂરી કરી શકતા જ નથી. જો કે ગમે તે શુભ કા પ્રતિજ્ઞા કરીને તે પેાતાને જ પાળવાની છે, પરંતુ ગ્રહણ કરાચેલી પ્રતિજ્ઞાનું વિસ્મરણ ન થાય, કદાચ દૈવયેાગે . વિસ્મરણ થયું તે તેનું સંસ્મરણ કરાવી શકાય એ આદિ અનેક શુભ
કરવા
Page #87
--------------------------------------------------------------------------
________________
[૪૮]
શ્રી કપૂરવિજયજી હેતુથી પંચસાક્ષિક પ્રતિજ્ઞા કરવા-કરાવવાને વ્યવહાર પ્રચલિત છે. લોકિકમાં પણ મહત્ત્વના કામ પંચસાક્ષિક કરવાં પડે છે, તે લેકોત્તર શુભ કાર્યનું કહેવું જ શું? તેમાં તો “૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ સાધુ, ૪ શાસનદેવતા અને ૫ પ્રતિજ્ઞા કરાવનાર આત્મા ” એ પંચસાક્ષિક પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અને પ્રતિજ્ઞા કરનારને સાથે ગણતા ષ (છ) સાક્ષિક પ્રતિજ્ઞા થાય છે. શાસ્ત્રવચનને માન આપી ઉક્ત સાક્ષીપૂર્વક જે શુભ પ્રતિજ્ઞા કરવામાં આવે છે તે પાળવામાં ઘણી સરળતા થઈ જાય છે અને જે કોઈ આપઈચ્છાથી કેવળ આત્મસાક્ષિક જ પ્રતિજ્ઞા કરે છે તેને જ્યારે કયેગે પ્રતિજ્ઞાથી ચૂકી જવાનું આવે છે ત્યારે તેને ઉદ્ધરનાર એટલે એગ્ય ટેકો આપી પાછો પ્રતિજ્ઞામાં જોડનાર કે સ્થિર કરનાર ભાગ્યે જ મળે છે. તેથી કઈક જીવ ગબડી પડે છે, એ દોષ વ્યવહાર માર્ગનો અનાદર–ઉપેક્ષા કરવાથી પ્રાપ્ત થાય છે, તેથી સુજ્ઞજનો વ્યવહાર માર્ગને અનાદર કરતા-કરાવતા કે અનુમોદતા નથી; કેમકે એમ કરતાં તે વ્યવહારને લેપ થઈ જાય છે અને એથી સર્વજ્ઞ–આજ્ઞાની પણ વિરાધના કરી કહેવાય છે. એમ હોવાથી જ જે કે સહુ આત્માઓ સત્તાએ સમાન છે તે પણ ગુરુશિષ્યાદિકને તેમ જ વ્રત પચ્ચખાણાદિક લેવાદેવાને પણ વ્યવહાર પ્રવર્તે છે અને એ રીતે વ્યવહારધર્મનું સરલપણે સેવન કરતાં જ આત્મા અનુક્રમે અનાદિ વિષયવાસનાને તેમ જ મિથ્યાત્વ કષાયાદિક દેષજાળને છેદી શુદ્ધ સ્ફટિક સમાન નિજ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી શકે છે. માટે જ કહ્યું છે કે
મારગ અનુસારી ક્રિયા, છેદે સે મતિહીન, કપટ ક્રિયા બળ જગ ઠગે, સે ભી ભવજલ મીન.”
સમાધિસંગે.
Page #88
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
તેમજ——
“નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પામે જે વ્યવહાર; પુન્યવ ́ત તે પામશે”, ભવસમુદ્રના પાર. છ
મનમાન જિનજી !
[ ૪૯ ]
એ આદિક પ્રમાણેા નિર્દે ભપણે શાસ્રવચનાનુસારે શુદ્ધ લક્ષપૂર્વક શિષ્ટજનાએ, કહા કે શ્રી તીથ કર ગણધર પ્રમુખે આચરેલા અને પ્રરૂપેલા વ્યવહાર મા સ્વહિતરૂપ સમજી નિષ્કામ બુદ્ધિથી સેવવા ચેાગ્ય છે, એમ પૂરવાર કરે છે. આટલું પ્રસંગોપાત ઉપચેાગી જાણીને વિશેષ વિવેચન કર્યું. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ.
પ્રતિજ્ઞા ગ્રહણ કરવાના સંબંધમાં નીતિશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે—“ જે કાર્ય કરવું શકય ન હેાય અથવા તેા તે કરવા પૂરતું આપણું વીર્ય ઉત્થાન, કહેા કે સામર્થ્ય પણ ન હાય, તેા તેના આરંભ જ ન કરવા, એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે. અને આર ંભેલા કાર્ય ના યથાર્થ નિર્વાહ કરવા એ બુદ્ધિનુ બીજું લક્ષણ છે. ” મતલબ કે સહુએ યથાશક્તિ-સ્વશક્તિ ગાપવ્યા વગર સ્વ-સ્વાચિત કાર્ય કરવાં જ જોઇએ. કોઇ પણ કાર્ય ગજા ઉપરાંત કરવાથી મૂળત: તિ ન આવે એટલા માટે ઉપકારી એવા જ્ઞાની પુરુષો આપણને સાવચેતપણે હિતકા કરવા શિખામણ આપે છે કે-જે કાર્ય પરમાર્થ સમજીને ચેાગ્ય વિધિથી કરવામાં આવે છે તે આપણને પરિણામે રસદાયી અને લાભદાયી નીવડે છે. જે સજ્જના સ્વપ્રતિજ્ઞામાં સુદૃઢ રહે છે તેઓ મહાપુરુષની પક્તિમાં લેખાય છે. તેમની પ્રસંગે કસોટી પણ થાય છે. તેવે પ્રસ ંગે જ પાતાની અટલ ટેકની
૪
Page #89
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
શ્રી કપૂરવિજયજી
ખાત્રી થઇ શકે છે. ઉત્તમ કેાટિનાજના તેા પેાતાની પ્રતિજ્ઞામાં બહુ જ અડગ રહે છે. ખરેખર એએ પ્રશંસાપાત્ર જ છે.
આ પ્રસંગે કહેવું ઉચિત છે કે જે નીતિશાસ્ત્રમાં તેમ જ ધર્મ શાસ્ત્રમાં કુશળ હાય છે તે સ્વાચિત પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં તથા તેનું કાળજીથી પાલન કરવામાં કુશળતા દાખવી શકે છે, અન્યથા ગ્રહણ કરેલી પ્રતિજ્ઞામાં સ્ખલના થઇ જવાના ભય કાયમ રહે છે. પ્રતિજ્ઞા કરવામાં જેટલા પુરુષાર્થ ની જરૂર છે તેથી અધિક પુરુષાર્થ ની જરૂર પ્રતિજ્ઞાને કુશળતાથી પાળવામાં રહે છે, તેથી જે ભવ્યાત્માએ પાતાના પુરુષાર્થના ઉપયોગ ઉપકારી-જ્ઞાની ગુર્વાદિકની હતશિક્ષા અનુસારે કરવા તત્પર રહે છે તે સ્વાચિત પ્રતિજ્ઞાને આદરી સુખે પાળી શકે છે. અને એમ કરીને અન્ય અનેક આત્માથી સજ્જનને ઉત્તમ દૃષ્ટાન્તરૂપ પણ થઇ શકે છે. આપણુ સહુ કોઇને એવી સમ્રુદ્ધિ અને એવું આત્મમળ પ્રાપ્ત થાઓ ! છેવટે સત્ય-કુશળ પ્રતિજ્ઞા લઇને તેને કુશળતાથી પાળનારા પુરુષાથી સજ્જનાને આપણા પુનઃ પુનઃ નમસ્કાર ! ! !
૧૦. ઉપામ
ઉપશમ ગુણ આદરવા આશ્રી ઉપદેશ ઉપશમ હિતકારી, સદા લાકમાંહી, ઉપશમ ધર પ્રાણી, એ સમેા સાખ્ય તાંહી; તપ જય સુરસેવા, સર્વ જે આદરે છે, ઉપશમ વિષ્ણુ તે તેા, વારિ મથા કરે છે. ર૧
૧ સયમધુરાને ધરનાર અને નિર્દેહનાર મહાસત્ત્વશાળી સાધુ આદિ.
Page #90
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૫૧ ]
ઉપશમ રસ લીલા, જાસ ચિત્તે વિરાજી, કિમ નરભવકેરી, ઋદ્ધિમાં તેહ રાજી! ગજ મુનિવર જેહા, ધન્ય તે જ્ઞાન ગેહા, તપ કરી કુશ દેહા, શાન્તિ પિયૂષ મેહા. ૨૨ 66 उपसम सार खु सामन्नं "
ઉપશમપ્રધાન જ ચારિત્ર વખાણ્યું છે અથવા “ઉપશમ સાર છે પ્રવચને. ’” જૈન શાસનમાં ઉપશમ-નિષ્કષાયતાને જ પ્રધાન ગુણ તરીકે વખાણેલ છે, તેથી એ ઉત્તમ ગુણુની પ્રાપ્તિ કરવી, તેનું યત્નથી રક્ષણ કરવુ, તેમ જ તેની પુષ્ટિ કરવી અગત્યની છે.
ઉપશમ આ લેકમાં સર્વદા હિતકારી છે તેથી હું પ્રાણી ! તુ ઉપશમને ધારણ કર. એ સમાન ખીજું કાઇ સુખ નથી. ઉપશમ વિના તપ, જપ, સુરસેવા એટલે દેવભક્તિ એ સર્વ જે આદરે તે ફેગટ પાણી લાવે છે. ઉપશમ રસની લહેજત જેના ચિત્તમાં વિરાજમાન થઇ હોય છે તે પ્રાણી નરભવની ઋદ્ધિમાં કેમ રાજી થાય ? જીએ, ગજસુકુમાલ મુનિ. ધન્ય છે જ્ઞાનના ઘર એવા તે મુનિને કે જેમણે તપે કરીને દેહને કુશ-દુળ કરી નાખ્યા અને શાન્તિરૂપ પિયૂષ જે અમૃત તેના મેઘ-વરસાદ પોતાના આત્મામાં વરસાવ્યે.
ક્રોધાદિક કષાયના કટુક વિપાક વિચારીને ક્રોધ, માન, માયા અને લેાભ થવા પામે તેવાં નબળાં કારણેાથી સમજીને દૂર રહેવુ, તેવાં ખાટા કારણે! જ ન સેવવાં અને તેમ છતાં કંઇ નિમિત્ત પામીને તે ક્રોધાદિ કષાય ઉદયમાં આવે તે
૧ ગજસુકુમાળપોતાના મસ્તક પર અગ્નિની સગડી મૂકનાર પર કૃપાભાવવાળા.
Page #91
--------------------------------------------------------------------------
________________
[ પર ]
શ્રી કપૂરવિજયજી
તેમને તરત દબાવી દેવા જેથી તેનાં માઠાં ફળ બેસવા પામે નહિ. શ્રીમાન યજ્ઞેશવિજયજી ઉપાધ્યાય ક્રોધ સંબંધી પાપસ્થાનકની સજ્ઝાયમાં કહે છે કે :—
ન હાય, હાય તા ચિર:નહિ, ચિર રહે તેા ફળ છેહા રે; સજ્જન ક્રોધ તે એહવા, જેવા દુર્જન નેહા રે. ”
ઇત્યાદિ સૂકત વચનેામાં બહુ ઉત્તમ રહસ્ય રહેલુ છે. તેઓશ્રી સ્પષ્ટ જણાવે છે કે સજ્જન પુરુષાને ક્રોધ ( ઉપલક્ષણથી માન, માયા અને લેાભ ) હાય નહિં. કદાચ કાંઇ પ્રશસ્ત કારણસર તેવા ક્રોધાદિકને દેખાવ થવા પામે તા પણ તે વધારે વખત ટકે નહિ, તેમ છતાં તેવા જ કારણુ વિશેષથી કંઇ વધારે વખત સુધી ટકવા પામે તે! તેનાથી કશું માઢુ ફળ તેા બેસવા ન જ પામે, કેમ કે તે કાઇ પ્રશસ્ત કારણસર બહારના દેખાવરૂપે જ-અંતરમાં સાવધાનપણું સાચવીને સેવેલે હાવાથી તેનુ અનિષ્ટ પિરણામ આવવા પામે નહિં. ફળ—પરિણામ આશ્રી દુનના સ્નેહની તેને ઉપમા આપવામાં આવી છે તે ખરેખરી વાસ્તવિક છે, કેમકે દુનને ખરા સ્નેહ-રાગ–પ્રેમ પ્રગટે જ નહિ તેના સ્નેહ સ્વાપૂરતા જ હાય; કદી તેને સ્નેહ થાય તે તે અલ્પ કાળ જ ટકે, તેમ છતાં ખાસ તથા પ્રકારના સ્વાર્થ ને લઇને લાંબે વખત દેખાવરૂપે તેના સ્નેહ જણાય તેા પણ તેનું ફળ કઇ શુભ પરિણામરૂપે થવા પામે જ નહિ. તેવી જ રીતે સજ્જનાને ફૂડા ક્રોધાદિ કષાય થાય જ નહિ અને કદાચ કઇ પ્રશસ્ત કારણસર થવા પામે તે તે જરૂર પૂરતા વખત રહી કઇ પણ અનિષ્ટ ફળપરિણામ ઉપજાવ્યા વગર જેમના તેમ પાછા શમાઇ જાય.
Page #92
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ પ૩ ]. કષાય વગરની શાન્તવૃત્તિ સદા-સર્વદા હિતકારી જ છે, એવી શાન્ત વૃત્તિનું સેવન કરવા સમાન બીજું સુખ નથી, એમ સમજી હે સુજ્ઞ જન ! તમે જરૂર શાન્તવૃત્તિ સે. એવી શાન્ત–ઉપશાન્ત–પ્રશાન્ત વૃત્તિ વગર જે કંઈ તપ, જપ, પ્રભુપૂજાદિક કરણું કરવામાં આવે છે તે બરાબર લેખે થતી નથી, પરંતુ જે તે સઘળી કરણી સમતા રાખીને સ્થિર ચિત્તથી કરવામાં આવે છે તે સફળ થઈ શકે છે. સ્થિર-શાન્ત ચિત્તથી કરવામાં આવતી કરણીમાં કેઈ અપૂર્વ રસ, લહેજત યા મીઠાશ હોય છે. સમતારસમાં લીન ચિત્તવાળાને કશું દુઃખ સ્પશી શકતું નથી. સમતા રસમાં નિમગ્ન ચિત્તવંતને સર્વત્ર ગામ અને અરણ્ય તેમ જ દિવસ અને રાત સમાન લાગે છે.
જ્યારે નાના પ્રકારના રાગ, દ્વેષ અને મહવશ ઉપજતા વિકલ્પ શમી જાય છે અને સઘળે વિભાવ યા પરભાવ તજીને સહજ સ્વરૂપને અવલંબી રહેવાય છે એવું પરિપકવ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે જ ચેતન ખરો શમવંત યા સમતાવંત થયેલ લેખાય છે. કર્મની વિચિત્રતાથી થતી અવસ્થાની વિચિત્રતા તરફ દુર્લક્ષ કરી શુદ્ધ સ્વરૂપના લક્ષથી સહ પ્રાણુંવર્ગને સમાન લેખનાર સમતાવંતનું જ ખરેખર શ્રેય થાય છે. ' ઉપશમ જનિત આવી આત્મલીલા યા સહજ સુખસમૃદ્ધિ જે મહાનુભાવ મુનિજનોને પ્રાપ્ત થઈ છે તેમની પાસે સુરપતિ, અસુરપતિ કે નરપતિનું પિગલિક સુખ શા હિસાબમાં છે ? તે સઘળાં સુખ કરતાં નિરાગી અને નિ:સ્પૃહી એવા શમસામ્રાજ્યવંત મહામુનિઓનું સુખ ખરેખર અલોકિક જ છે; કેમકે એ બધાં ઉપર જણાવેલાં ઈન્દ્રાદિકનાં સુખ સંગિક હોવાથી અવશ્ય
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૫૪]
શ્રી કપૂરવિજયજી વિયેગશીલ હોય છે; જ્યારે મુનિજનેને પ્રાપ્ત થયેલ શમ-ઉપશમ–પ્રશમનિત સહજ સ્વાભાવિક સુખશાન્તિ અલૌકિક અને ચિરસ્થાયી હોય છે. તેથી જ શ્રીમાન ઉપાધ્યાયજીએ સમતાશતકમાં ઠીક જ કહ્યું છે કે –
ક્ષમા સાર ચંદન સે, સિંચે ચિત્ત પવિત્ત; દયા વેલ મંડપ તલે, હે લહે સુખ મિત્ત ) “ દેત ખેદ વજિત ક્ષમા, ખેદ રહિત સુખ રાજ;
તામું નહિ અચરિજ કછુ, કારણ સરિખે કાજ.”
હે ભવ્ય જ ! ક્ષમારૂપ શ્રેષ્ઠ ચંદન રસવડે તમારા પવિત્ર ચિત્તને સિંચે, તેમ જ દયારૂપ મનહરલતામંડપ તળે જ રહે અને તે મિત્રો ! સ્વાભાવિક શાતિને અનુભવે. જે ભવ્યાત્મ કંઈ પણ કચવાટ વિના સ્વકર્તવ્ય સમજી સહનશીલતા રાખે છે તે અખંડ સુખશાંતિનો અદ્ભુત લાભ મેળવી શકે છે, તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
સુજ્ઞ જજોએ જે કારણેથી ક્રોધાદિ કષાયને ઉદય થાય તે તે કારણથી અલગ રહેવું અને જે જે કારણોથી ક્રોધાદિ કષાય ઉપશાન્ત થાય તેવાં કારણેનું સેવન કરવું જરૂર રનું છે. તેને માટે ગજસુકુમાળાદિક મહામુનિઓના દષ્ટાન્ત ગ્ય જ છે.
જ્યાં કોધ પ્રગટે છે ત્યાં તેનો સહચારી માને પણ પ્રગટે છે અને જ્યાં એ ક્રોધ-માનરૂપ કંઠ પ્રગટ થાય છે ત્યાં માયા અને લાભ એ દ્રઢ પણ સાથે જ પ્રગટે છે. ઉક્ત ચારે કષાયના તાપથી પરિત જીવને કયાં ય લગારે સુખ–શાન્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી, એટલું જ નહિ પણ અનેક પ્રકારના
Page #94
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ પ પ ] કુવિકથી તેને ભારે અશાન્તિ રહ્યા કરે છે અને તેને વશ થઈને તે એવાં પાપકર્મ આચરે છે કે જેથી જીવને વારંવાર જન્મ-મરણના દુ:ખ સહેવા પડે છે. આવાં અનંત અસહ્ય દુઃખ ઉક્ત કષાયને શાન્ત-ઉપશાન્ત-પ્રશાન્ત કરવાથી શમી જાય છે, તેથી દુઃખમાત્રને અંત કરવા અને સુખમાત્રને સ્વાધીન કરવા ઈચ્છનારે અવશ્ય ઉકત કષાય ચતુષ્ટયને ઉપશમાવી દેવા જોઈએ. કષાય માત્ર શાન્ત થઈ જવાથી વિકલ્પ માત્રને અંત આવશે અને સહજ નિર્વિકલ્પ સમાધિને પામી પરમ સમતારસમાં નિમગ્ન થઈ શકાશે, એવો મહાપુરુષોને અનુભવ છે. તેવા સત્ય સ્વાભાવિક સુખના અથી જનોએ પૂર્વ મહાપુરુષોના વિહિત માગે અવશ્ય પ્રયાણ કરવું જોઈએ કે જેથી નિર્વિકલ્પ સમાધિજનિત પરમ સમતારસની પ્રાપ્તિ થાય.
કદાચ કોઈ અજ્ઞાની પ્રાણ આપણને ગાળો આપે કે આપણા પ્રત્યે એવી જ બીજી ઉન્મત્ત પ્રાય ચેષ્ટા કરે તે તેથી લગારે ચિત્તને ખિન્ન થવા દેવું જોઈએ નહિ. એમ કરવાથી પેલે અજ્ઞાની પ્રાણુ છેવટે થાકીને અટકી જશે. જે એવા પ્રસંગે ક્ષમા–શાન્તિ રાખવાને બદલે આકળાશ-અધીરજ-વ્યાકુળતા કે ક્રોધાદિક કષાયરૂપ અશાન્તિ આદરવામાં આવે તો એથી પ્રથમ આપણું જ બગડશે અને સામાને પણ કશે ફાયદો થવા પામશે નહિ. જ્ઞાની પુરુષે તો ત્યાં સુધી કહે છે કે –“ગાળ દે તેને આશિષ દઈએ” એક અગ્નિરૂપ થાય ત્યારે બીજાએ જળરૂપ થવું જોઈએ. સમતારૂપ જળના પ્રવાહથી ક્રોધાગ્નિ તરત શાન્ત થઈ જશે, પણ જે પ્રજવલિત થયેલા ક્રોધાગ્નિમાં અધિક ઇંધન હોમવામાં આવશે તો તેથી જોતજોતામાં મોટે ભડકો
Page #95
--------------------------------------------------------------------------
________________
[ ૫૬ ]
શ્રી કર્પરવિજયજી થશે અને તે કઈ રીતે શાન્ત થવાને બદલે અનેક જીવોને અપાર હાનિ કરે એવું મોટું રૂપ પકડશે. તેથી જ શાસ્ત્રકાર એ ક્રોધાગ્નિને ઉપશમાવી દેવાને ઉપાય બતાવે કે – “ક્ષમાણા ર , દુર્જન: વિં સ્થિતિ?
अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥" ક્ષમારૂપ સાચું અને બળવાન સાધન આત્મરક્ષાર્થે જેની પાસે છે તેને કોધી દુર્જન શું કરી શકે ? કશું કરી શકે નહિ. તૃણાદિક રહિત ખાલી ભૂમિ ઉપર પડેલે અગ્નિ આપોઆપ જ બઝાઈ જાય છે, તેને બૂઝવવા માટે બીજી કશી જ મહેનત કરવી પડતી નથી. તેને કશી પુષ્ટિ નહિ મળવાથી તે સહેજે જ શાન્ત થઈ જાય છે. એવી જ રીતે કોધાદિ પ્રસંગે અભુત શાન્તિ–સમતા રાખવાથી સામા ક્રોધી પ્રાણીને પણ કવચિત્ ભારે પશ્ચાત્તાપ પ્રગટે છે અને પોતે કરેલી મોટી ભૂલનો ખ્યાલ કરી વખતે શુભ માગે ચઢી પણ જાય છે. આ રીતે સામા ક્રોધી જીવને પણ જે કવચિત્ લાભ થઈ શકે છે તે તે પ્રસંગે ધીરજ-શાન્તિ-સહનશીલતા રાખવામાં આવે છે તેનું રુડું પરિણામ જાણવું.
આપણું એકાન્ત હિતને માટે જ્ઞાની પુરુષ પિકારી પિકારીને કહે છે કે –“ ખમીએ ને ખમાવીએ, સાહેલડી રે ! એ જિનશાસન રીત તો.' એની મતલબ એવી છે કે આપણ છદ્મસ્થ જીવોથી કંઈ ને કંઈ કસૂર થઈ જાય, તેથી સામા જીવોની ગમે તે કારણે લાગણી દુઃખાય તે આપણુ ફરજ છે કે તે વાતને ખ્યાલ કરી પોતાની થયેલી કસૂર કબૂલ કરી લઈ નમ્રતા દાખવી, મીઠા વચનથી પોતે
Page #96
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૫૭ ]
કરેલી ભૂલ માટે માી માગી લેવી અને ફરી ‘એવી ભૂલ જાણી જોઈને નહિ કરું' એમ કહી સામાનુ મન શાન્ત કરવું, એ આપણે સામાને ખામણાં કર્યા કહેવાય. તેવી જ રીતે સામા કેઇએ એવી જ કોઇ કસૂર કરી આપણી લાગણી દુભાવી હાય, પછી તેને કરેલી કસૂરના ખ્યાલ આવવાથી તે આપણી પાસે ઉપર જણાવ્યા મુજબ માફ઼ી માગે ત્યારે બદલામાં આપણે પણ તેને માફ઼ી આપવી એ આપણી ક્રુજ છે. એમ કરવાથી આપણે પણ ખમ્યા કહેવાઇએ. એ રીતે કવચિત, કમ યાગે થયેલી કસૂર માટે અરસપરસ ખામણાં કરવાં એ જગજયવતા જિનશાસનની ખાસ રીત-મર્યાદા જ છે.
એ ઉત્તમ ખામણાં સફળ ત્યારે જ લેખાય છે કે જ્યારે નિખાલસ દિલથી નમ્રપણે પાતે કરેલી કસૂરને પશ્ચાત્તાપપૂર્વક મારી માગી લઇ, ફરી તેવી કસૂર નહિ કરવાં પૂરતુ લક્ષ રાખવામાં આવે છે. એમ કરવાથી સ્વપર ઉભયને લાભ થાય છે. અરસપરસ ખામણાં કરતાં શાસ્ત્રમર્યાદા લક્ષમાં રાખી લઘુવયવાળાએ મેાટી વયવાળા–વડીલને પ્રથમ ખમાવવું જોઇએ. લઘુવયવાળાનુ મન એમ કરવા સંકેચાતુ હાય તા વડીલે લઘુવયવાળાને પ્રથમ ખમાવવા લક્ષ રાખવું. એથી લઘુવયવાળા શરમાઇને જલદી ખમાવશે. જે સરલપણે ખમે છે અને ખમાવે છે તે ઉભય ( ખમનાર અને ખમાવનાર ) આરાધક કહ્યા છે. જે જાણી જોઈને ખમતા કે ખમાવતા નથી તેને આરાધક કહ્યા નથી. સામે માણસ ક્ષમા કરે કે ન કરે પણ આરાધક થવા ઇચ્છનારે પાતે તેા જરૂર માન મૂકીને
૧ મેાક્ષમાના આરાધનના દશ પ્રકારે પૈકી એ ત્રીજો પ્રકાર છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
[ ૫૮ ]
શ્રી કપૂરવિજયજી
નિખાલસપણે સામા જીવને ખમાવવું જ જોઇએ. જે આ રીતે ખમાવતાં ખમે છે ( માડ઼ી આપે છે-પેાતાનેા રાષ તજી દે છે ) તે આરાધક થઈ શકે છે, અને જે ખમતા નથી-રાષ રાખી રહે છે તે આરાધક થતા નથી. એથી જ સૂક્તિકારે કહ્યું છે કે “ ઉપશમ ગુણ સેવનારનુ સર્વત્ર હિત જ થાય છે. એ સમું બીજી શ્રેષ્ઠ સુખ નથી. એ ઉપશમ ગુણ વગર જે કઇ તપ, જપ પ્રમુખ કઠિન કરણી કરવામાં આવે છે તે સર્વ નિષ્ફળપ્રાય થાય છે અને ઉપશમ ભાવપૂર્વક જે કઇ ધર્મકરણી કરવામાં આવે છે તે સઘળી પરમ હિતકારી થાય છે. ’' જેણે ઉપશમ રસ ચાખ્યા છે તેને ખીજા રાજઋદ્ધિ પ્રમુખનાં સુખ નિરસ લાગે છે અને તેથી જ મેાટા ચક્રવત્તી પ્રમુખ વિશાળ ઋદ્ધિવાળા પણુ પેાતાને પ્રાપ્ત થયેલાં રાજ્યાદિક સુખને તૃણવત્ તજી દઇ શમ-સમતા સામ્રાજ્યને આપનારું ચારિત્ર અંગીકાર કરી તેને સેવે છે.
જેમને પરમ ઉપશમભાવ પ્રગટ્યો છે તેવા ગજસુકુમાળે, ચેતા મુનિ અને બધકમુનિની પેઠે પ્રાણાન્ત કષ્ટ આવે છતે પણ પરમ શાન્તિ સાચવી રહ્યા છે, તેઓ દેહની કશી દરકાર નહિ કરતાં એક ઉત્કૃષ્ટ સમતાને જ સાર લેખી રહ્યા છે તે મુનિઓને ધન્ય છે!
પરમ ક્ષમાવત શ્રી અરિહંતાદિકના પવિત્ર ચરિત્રને અનુસરી ઉત્તમ જનાએ નિર્મળ જ્ઞાનદષ્ટિથી ક્રોધાદિક ઢાષાને દૂર કરી, ઉપશમ પ્રમુખ ઉત્તમ ગુણને આદર કરવા સદા ય ઉજમાળ રહેવું ઉચિત છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૫૯ ] ૧૧. ત્રિકરણ શુદ્ધિ ગિકરણ શુદ્ધિ સાચવવા હિતોપદેશ જગ જન સુખદાઇ, ચિત્ત એવું સદાઈ, મુખ અતિ મધુરાઈ, સાચ વાચા સુહાઈ; વપુ પરહિત હેતે, ત્રણય એ શુદ્ધ જેને, તપ જપ વ્રત સેવા, તીર્થ તે સર્વે તેને. મન વચ તનુ ત્રણે, ગંગ ક્યું શુદ્ધ જેને, નિજ ઘર નિવસંતાં, નિજ ધમ તેને; જિમ ત્રિકરણ શુદ્ધ, દ્રૌપદી અંબ વાળ્યો,
ઘર સફળ ફળ તો, શીલ ધર્મ સુહા. ૨૪ આખી આલમને સુખરૂપ થાય તેવું ઉત્તમ ભાવનામય જેનું ચિત્ત સદા ય વતે છે, સહુને હિતરૂપ થાય એવી મિષ્ટમધુરી વાણી જેના મુખમાંથી નીકળે છે અને પરહિતકારી કાર્યોમાં જેની કાયા સદા ય પ્રવર્તે છે, એ રીતે જેનાં મન, વચન અને કાયા એ ત્રણે વાનાં શુદ્ધ–પવિત્રપણે પ્રવર્તે છે તેનાં સઘળાં તપ, જપ, વ્રત, પૂજા અને તીર્થ સેવા સહેજે ફળે છે, અર્થાત્ એ બધા ય સુકૃતનો લાભ તેને સહેજે-અનાયાસે મળી શકે છે. જેનાં ત્રિકરણ શુદ્ધ વર્તે છે તેને વગરક છે પુન્યના પોટલાં બંધાય છે અને તે ત્રણે વાનાં જેનાં મેલાં છે તેને ઉક્ત સઘળી ધર્મકરણ માત્ર કાયકષ્ટરૂપ થાય છે સફળ થઈ શકતી નથી. જેનાં મન, વચન અને કાયા ત્રણે ગંગાના નીર જેવાં શુદ્ધ-નિર્મળ છે તેને પોતાના ઘરે બેઠા છતાં પણ કર્મક્ષય થવા પામે છે, કેમકે તે જે કર્તવ્ય કર્મ કરે છે તે નિષ્કામપણે નિઃસ્વાર્થ પણે નિર્લેપ વૃત્તિથી કરે છે, તેથી તેને કર્મથી
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ ]
શ્રી કપૂરવિજયજી બંધાવાનું રહેતું નથી, પરંતુ ઉદય અનુસારે જે કંઈ કરવાનું પ્રાપ્ત થાય છે તે કેવળ સાક્ષીભાવે કરાતી હોવાથી ઉદિત કર્મનો અનાયાસે ક્ષય થવા પામે છે અને નવીન કર્મબંધ થવા પામતે નથી.
વળી ત્રિકરણશુદ્ધિથી-શુદ્ધ સંકલ્પબળથી બહુ ભારે મહત્વનાં કામ અ૯પ પ્રયાસે થઈ શકે છે. તે ઉપર સીતા, દ્રોપદી અને સુભદ્રાદિક અનેક ઉત્તમ સતીઓનાં તેમજ ભરતેશ્વર, બાહુબલી, જબૂસ્વામી, સ્થૂલભદ્રજી, વજસ્વામી પ્રમુખ અનેક સત્વવંત મહાત્માઓના અને પરમ ક્ષમાવંત શ્રી અરિહંત દેના, ગણધર મહારાજાએના તેમ જ ગજસુકમાળાદિક પૂર્વ મહામુનિઓના
જ્વલંત દષ્ટાન્તો સુપ્રસિદ્ધ છે. વળી વર્તમાન કાળે પણ પવિત્ર પણે મન, વચન અને કાયાની શુદ્ધિને પાળનારા કઈક સજજને પણ જગતમાં જયવંતા વતે છે. કહ્યું છે કે – " मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः । त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजगुणविकसंतः संति संतः कियन्तः॥" વિચારોમાં, વાણીમાં અને ક્રિયામાં પુન્યરૂપી અમૃતથી ભરેલા, ત્રણ ભુવનના પ્રાણીઓને કરડેગમે ઉપકારોથી પ્રસન્ન કરતા અને સૂક્ષ્મદર્શક કાચ સમાન પિતાની સૂફમદષ્ટિવડે પરના અલ્પમાત્ર ગુણને વિશાળરૂપે જોઈને પોતાના હદયમાં અતિ આનંદ પામતા એવા કેટલાએક સજજને જગતિતળ ઉપર જયવંતા વર્તે છે.
ત્રિકરણ શુદ્ધિથી પવિત્ર ધર્મકરણું કરતાં અમૃત જેવી
Page #100
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૬૧ ] મીઠાશ ઉપજે છે, રોમાંચ ખડા થાય છે, જેથી અનહદ આનંદ પ્રાપ્ત થાય છે અને અભિષ્ટ લાભ તત્કાળ મળે છે. ઉક્ત અમૃત કિયાને ખરો લાભ આસ (સર્વજ્ઞ–વીતરાગ)પુરુષોનાં પવિત્ર વચનાનુસારે સમાજ સાથે શાસ્ત્રોક્ત કિયા કરવાના સતત અભ્યાસવડે મળી શકે છે. જેવી રીતે મયણસુંદરીને સતત નવપદજીની સેવા-ભકિત સાથે ધ્યાનના અભ્યાસવડે અમૃતકિયાને લાભ પ્રાપ્ત થયો હતો અને તેના પ્રભાવથી તત્કાળ પોતાના પ્રાણપ્રિય પતિને મેળાપ થયે હતો. એવા અનેક દષ્ટાન્તથી સુજ્ઞ જનાએ પવિત્ર ધર્મકરણ સમજપૂર્વક કરવાના નિત્ય અભ્યાસ વડે જેમ બને તેમ શીધ્ર મન, વચન, કાયાની શુદ્ધ એકાગ્રતા સાધી લેવી ઉચિત છે.
૧૨. ઉત્તમ કુળ
ઉત્તમ કુળને મહિમા-પ્રભાવ સહજ ગુણ વસે યું, શખમાં વેતતાઈ, અમૃત મધુરતાઈ ચંદ્રમાં શીતતાઈ; કુવલય સુરભાઈ, ઈક્ષમાં જયું મીઠાઈ, કુલજ મનુષ્યકેરી, સુભાવે ભલાઇ. જિણ ઘર વર વિદ્યા, જે હવે તે ન ઋદ્ધિ, જિણ ઘરે દુય લાભે, તે ન સૈન્ય વૃદ્ધિ; સુકુળ જનમયોગે, તે ત્રણે જે લહીજે,
અભયકુમાર જયું તો, જન્મસાફલ્ય કીજે. ૧ કમળમાં સુગંધી. ૨ શેરડીમાં મીઠાશ. ૩ કુળમાં ઉત્પન્ન થયેલ. ૪ બન્ને વાના ( વિદ્યા અને લક્ષ્મી ).
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી કરવિજ્યજી - જેમ સ્વાભાવિક રીતે શંખમાં વેતતા–ઉજવળતા હોય છે, અમૃતમાં મિષ્ટતા-મધુરતા હોય છે, ચંદ્રમાં શીતળતા હોય છે, કમળમાં ખુશબે–સુગંધ હોય છે અને શેલડીમાં મીઠાશ હોય છે, તેમ સુકુળમાં ઉત્પન્ન થયેલા કુલીન મનુષ્યોમાં સહજ સ્વભાવે જ ભલાઈ-હિતસ્વિતા યા ચિત્તની ઉદારતા હોય છે. કદાચ કેઈને શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત થઈ હોય છે તે તેને દ્રવ્યસંપત્તિ ( લક્ષ્મી) હોતી નથી, અને કદાચ દેવગે તે બન્ને મળ્યા હોય છે તો સજજનતાની ખામી હોય છે એટલે વિનયવિવેકાદિક ગુણ હોતા નથી, પરંતુ ઉત્તમ કુળગે જે એ ત્રણે વાનાં પ્રાપ્ત થઈ શકે તે અભય કુમારની પેઠે માનવ ભવની સાફલ્યતા થઈ શકે છે. મતલબ કે સવિદ્યા, સંપત્તિ અને સજજનતા એ સહુ સારાં વાનાં ઉત્તમ કુળગે પ્રાયઃ સહેજે લાભી શકે છે. તેમાં પણ સજજનતા–ભલાઈ વગરની વિદ્યા અને લક્ષમી લગભગ નકામી છે, સ્વપરહિતરૂપ થતી નથી, પણ ઊલટી અનર્થકારી નીવડે છે. તે ભલાઈ યા સજજનતા મુખ્ય પણે ઉત્તમ કુળમાં જ લાભે છે, કેમકે ઉત્તમ કુળનું એ ખાસ લક્ષણ લેખાય છે. સજજનતા એ જ ખરેખર સુકુળનું ભૂષણ ગણાય છે. અને સજજનતા યેગે જ ખરી કુલીનતા લેખી શકાય છે. સજનતા મેગે જ વિનય-વિવેકાદિક ગુણે આવે છે અને તેના વડે જ પ્રાપ્ત થયેલી વિદ્યા અને લક્ષ્મીની સાર્થકતા થઈ શકે છે, માટે જ સજજનતાવાળું સુકુળ વધારે પ્રશંસનીય છે અને એના પ્રભાવથી અનેક પ્રકારનાં સ્વપરહિતનાં કાર્યો કરી શકાય છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
૧૩. વિનય
વિનય ગુણનું સેવન કરવા વિષે હિતાપદેશ નિશિ વિષ્ણુ શશિ સાહે, જ્યુ ન સાળે કળાઇ, વિનય વિષ્ણુ ન સાહે, ત્યું ના વિદ્યા વડાઈ; વિનય વહી સન્નાઈ, જેહ વિદ્યા સહાઈ, વિનય વિણ ન કાંઈ, લેાકમાં ઉચ્ચતાઇ. ૨૭ વિનય ગુણ વહીજે, જેથી શ્રી વરીજે, સુર નતિ લીલા, જેહ વ્હેલા લહીજે; ૪પરતય શરીરે, પેસવા જે સુવિદ્યા, વિનય ગુણથી લાધી, વિક્રમે તેહ વિદ્યા. ૨૮
જેમ ચન્દ્ર સોળે કળાએ સંપૂર્ણ હાય તેમ છતાં પણ તે રાત્રિ વગર શૈાભે નહિ–શેાભા પામે નહિ, તેમ ગમે તેવી અને ગમે તેટલી વિદ્યા આવડતી હાય પણ નમ્રતા ગુણુ વગર તે શેાભે નહિ. વિનય ગુણવડે મેળવેલી વિદ્યા સફળ અને સહાયરૂપ થાય છે અને વિનય વગર લેાકમાં લાજ-પ્રતિષ્ઠા કે આબરૂ વધતી નથી. વિનય ગુણવડે આ લેાક સંબંધી અને પરલેાક સંબંધી લક્ષ્મી-લીલા પ્રાપ્ત થઇ શકે છે. વિનય ગુણથી નિ:સ્પૃહી મહાત્મા પુરુષા પણ પ્રસન્ન થઇ વિનીત–શિષ્ય ઉપર તુષ્ટમાન થાય છે. વિક્રમાદિત્યે જે પરકાયપ્રવેશિનીપરશરીરપ્રવેશ વિદ્યા પ્રાપ્ત કરી અને નાગાર્જુને જે આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી તે વિનય ગુણુનેા જ પ્રભાવ જાણવા. વિનયગુણવડે ગમે તેવા કટ્ટો શત્રુ પણ વશ
૧ લક્ષ્મી. ૨ સંપત્તિ. ૩ ઉતાવળા. ૪ પરકાયપ્રવેશ વિદ્યા.
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી કપૂરવિજયજી થઈ જાય છે. વિનય એ એક અપૂર્વ વશીકરણ લેખાય છે. તે માટે એગ્ય જ કહ્યું છે કે –
મૃદતા કમળ કમલસેં, વજસાર અહંકાર;
છેદત હૈ એક પલકમેં, અચરિજ એહ અપાર. મૃદુતા-નમ્રતા-લઘુતા–વિનયગુણ કમળ જેવો કમળ છે, અને અહંકાર–અભિમાન વજીવત્ કઠણ છે. તેમ છતાં એવા કઠણ અહંકારને પણ એક પલકમાં વિનયગુણ ગાળી નાંખે છે, એ અપાર આશ્ચર્યની વાત છે.
સઘળા ગુણાનું મૂળ વિનય છે, તેથી ધર્મ પણ વિનયમૂળ કહ્યો છે. વિનયયેગે જ વિદ્યા, વિવેક અને સમકિતરત્નની પ્રાપ્તિ થાય છે અને તેના પ્રભાવે જ ચારિત્રની અને છેવટ મેક્ષની પણ પ્રાપ્તિ થાય છે. માતાપિતાદિક વડિલવર્ગને, વિદ્યાગુરુને, શુદ્ધ દેવગુરુને અને શ્રી સંઘ-સ્વમીંબંધુ પ્રમુખને યથાયોગ્ય વિનય-ભકિત બહુમાનાદિકવડે અવશ્ય સાચવવું જોઈએ.
૧૪. વિવેક સર્વિક પ્રાપ્ત કરવા હિતોપદેશ હૃદયધર વિવેકે, પ્રાણી જે દીપ પાસે સકળ ભવતણે તો, મેહ અધાર નાસે, પરમ ધરમ વસ્તુ, તવ પ્રત્યક્ષ ભાસે; કરમ ભર પતંગ, સ્વાંગ તેને વિધાસે ૨૯ વિકળ નર કહીએ, જે વિવેકે વિહીના
સકળ ગુણ ભર્યા છે, તે વિવેકે વિલીના; ૧ કર્મરૂપ પતંગીયા ત્યાં પોતાના શરીરને વિધ્વંસ-નાશ કરે.
Page #104
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ પ ] જિન સુમતિ પુરેધા, ભૂમિગેહે વસંતે,
યુગતિ જુગતિ કીધી, તે વિવેકે ઊગત. ૩૦ જે હૃદયરૂપી ઘરમાં વિવેકરૂપી રત્નદીપક જગાવવામાં આવે તો ભવભ્રમણ કરાવનાર–સંસારઅટવીમાં આમતેમ ભટકાવનાર મોહ અંધકાર ટકી શકે નહિ અને જે કંઈ અલખ તથા અગોચર તત્ત્વ-વસ્તુ નરી આંખે જોઈ શકાતી નથી તે પરમતત્વ પ્રત્યક્ષ જોઈ શકાય, તેમ જ સમસ્ત કર્મ સમૂહ સમૂળગો નષ્ટ થઈ જવા પામે. સવિવેકકળા વગર ગમે તેવા અને ગમે તેટલા ગુણવાળો જીવ વિકળ કહેવાય છે, અને જેનામાં સવિવેકકળા ખીલી રહી છે તે સંપૂર્ણ ગુણવાનું લેખાય છે. શાસ્ત્રકાર કહે છે કે –
“રવિ દૂજે ત્રીજે નયન, અંતર ભાવી પ્રકાશ કરે ધધ સબ પરિહરી, એક વિવેક અભ્યાસ.”
આ પદ્યનો એવો ભાવાર્થ છે કે સવિવેક એ એક બીજે અપૂર્વ સૂર્ય અને ત્રીજું લોચન છે, કેમ કે એથી શુદ્ધ પ્રકાશ મેળવી તે વડે અંતર–ઘટમાં જે જે દિવ્ય વસ્તુઓ-સગુણ રત્નો વિદ્યમાન છે તેનું યથાર્ય ભાન થાય છે તેમજ તેની દઢ પ્રતીતિ આવે છે. પછી અજ્ઞાન ને મિથ્યાત્વરૂપ અંધકારજનિત બ્રાન્તિ ટળી જાય છે અને નિર્મળ જ્ઞાન અને શ્રદ્ધારૂપ દિવ્ય નયનયુગલ પ્રગટ થાય છે. એ અપૂર્વ લાભ સદ્વિવેક જાગવાથી મળે છે, માટે શાસ્ત્રકાર કહે છે કે-હે ભવ્ય જને ! તમે અન્ય દિશામાં તમારા પુરુષાર્થને જે ગેરઉપયોગ
૧ પુરોહિત. ૨ ભોંયરામાં.
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૬૬ ]
શ્રી કપૂરવિજયજી કરી હેરાન થાઓ છે ત્યાંથી નિવૃત્તીને–પાછા ફરીને સવિવેક જાગે એવા વિહિત માગે પુરુષાર્થ કરો, પરમતત્વ પામેલા શુદ્ધ દેવગુરુનું શરણ ગ્રહો અને તેમાં એકનિષ્ઠ રહે, તેમની જ આજ્ઞા અંગીકાર કરો.
૧૫. વિદ્યા વિદ્યા સંપાદન કરવા વિષે હિતોપદેશ. અગમ મતિ પ્રયું જે, વિદ્યયે કો ન ગંજે? રિપુ દળ બળ ભજે, વિદ્યયે વિશ્વ રંજે; ધનથી અખય વિદ્યા, શીખ એણે તમાસે; ગુરુમુખ ભણી વિદ્યા, દીપિકા જેમ ભાસે. ૩૧ સુરનર સુપ્રશંસે, વિદ્યયે વૈરી નાસે, જગ સુજસ સુવાસે, જે વિદ્યા ઉપાસે, જિણ કરી નૃપ ૨, ભેજ બાણે મયૂરે, જિણ કરી કુમરિંદ, રીઝ હેમરે. ૩ર
જે વિનય ગુણવડે ગુરુનું દિલ પ્રસન્ન કરીને વિદ્યા મેળવી હોય છે તે તે મેળવેલી વિદ્યા સફળ થાય છે, તે વડે મતિ નિર્મળ થાય છે અને તેથી અગમ વાત પણ સુખપૂર્વક સમજી શકાય એવી સુગમ થઈ પડે છે. સૂક્ષ્મ બુદ્ધિના પ્રભાવથી કઈ પરાભવ કરી શકતું નથી. શત્રુની સેનાનું બળ તેના ઉપર ચાલતું નથી પણ તે ઊલટું નિર્બળ-નકામું થઈ જાય છે. વિદ્યાના બળથી સહુ કઈ રંજિત થઈ પ્રસન્ન થાય છે. પૈસાનું બળ વિદ્યાબળ પાસે કંઈ બિસાતમાં નથી. વિદ્યાનું બળ અખૂટ છે, તેથી પૈસાનો લાભ તજી, મિથ્યા માયા-મમતા
Page #106
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૬૭ ] તજીને અક્ષય વિદ્યા મેળવવા ઉદ્યમ કરો. જે વિદ્વાન ગુરુની પાસેથી વિનય સહિત અખૂટ વિદ્યા મેળવશે તો તે તમને ખરેખર માર્ગદર્શન કરાવશે અને અન્ય અનેક જીવોને પણ આલંબનરૂપ થઈ શકશે. વિદ્યાના બળથી દેવતાઓ તથા મનુષ્ય ખૂબ પ્રશંસા કરે છે. તેનાથી વૈરી લેકે દૂર ભાગે છે અને આખી આલમમાં તેને યશ–ડક વાગે છે, એવો અતુલ પ્રભાવ વિદ્યાપ્રાપ્તિનો છે.
જુઓ ! એ વિદ્યાના પ્રભાવથી જ બાણ અને મયૂર કવિએ ભેજરાજાને રંજિત કર્યો હતો અને શ્રી હેમચંદ્રસૂરીશ્વરે કુમારપાળ ભૂપાળને રીઝવ્યે હતો અને અનેક પરોપકારનાં કામ કર્યા-કરાવ્યા હતાં. તેથી જ શાસ્ત્રકારે વિદ્યાબળને ઘણું જ વખાણ્યું છે. સર્વ વિદ્યામાં આત્મવિદ્યાઅધ્યાત્મવિદ્યા શિરોમણિભૂત છે. એ વિદ્યાની ઉપાસનાથી અંતે દુઃખમાત્રનો અંત કરી, અક્ષય અવ્યાબાધ એવું મેક્ષસુખ મેળવી શકાય છે.
૧૬. ઉપકાર
પરોપકાર કરવા હિતોપદેશ તન ધન તરણાઈ, આય એ ચંચળ છે, પરહિત કરી લેજે, તાહો એ સગે છે; જબ મરણ જરા જ્યાં, લાગશે કંઠ સાહી, કહેને તિણ મે તો, કેણ થાશે સાહાઈ? ૩૩ નહિ તર ફળ ખાવે, ના નદી નીર પીવે, જસ ધન પરમાથે, સે ભલે જીવ છે,
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ૬૮ ]
શ્રી Íરવિજયજી નળ કરણ નીરંદા, વિક્રમ રામ જેવા, પરહિત કરવા જે, ઉદ્યમી દક્ષ તેવા. ૩૪ હે ભવ્યાત્મા ! આ શરીર, લક્ષ્મી, વન અને આયુષ્ય સઘળાં ક્ષણવિનાશી છે, જોતજોતામાં નાશ પામી જાય તેવાં છે, તેથી તેની ઉપર મેહ-મમતા કરી વિશ્વાસ રાખી બેસી રહેવાનું નથી. આ સમયે સઘળી અનુકૂળ સામગ્રી પામ્યો છું તેને સફળ કરી લેવાની છે, તેને એળે ગુમાવી દેવી જોઈતી નથી. તારાથી બની શકે તેટલું પરહિત-પરોપકાર કરી લેવા વિલંબ કરીશ નહિ. જ્યારે જરા-વૃદ્ધાવસ્થા આવી પહોંચશે અને જાલીમ જમનું તેડું આવશે તે વખતે હે ભેળા ! તારી સહાયે કેણ આવશે? વળી તે વખતે તું શું કરી શકીશ? અથવા આગ લાગે ત્યારે કૂવો ખોદવો શા કામનો ? તે માટે શાસ્ત્રકારે ઠીક જ કહ્યું છે કે-“જ્યાં સુધીમાં જરા આવીને પીડે નહિ, વિવિધ વ્યાધિઓ વધીને ઘેરી લે નહિ, અને ઈદ્રિ ક્ષીણશક્તિવાળી થઈ જાય નહિ ત્યાંસુધીમાં ઓ ભદ્રક! તારું હિત–શ્રેય-કલ્યાણ થાય તેવું–તેટલું કરી લે-ભૂલીશ નહિ.”
જે ! આમ્રાદિ વૃક્ષે પોતાની શીતળ છાયા અને અમૃત જેવાં મીઠાં ફળ બીજાને આપી કે-કેટલે લોકોપકાર કરે છે? પિતાના ફળ પિોતે ખાતા નથી. તેમ જ ગંગા જેવી નદીઓ પોતાનાં નિર્મળ નીર અઢળક રીતે બીજાને આપી કેટલી પરણાગત કરે છે ? પિતાના પાણી પોતે પતી નથી. જેઓ આ માનવદેહાદિક રુડી સામગ્રી પામીને તન, મન અને ધનથી પરમાર્થ સાધે છે-નિઃસ્વાર્થ પણે પરહિત કરે છે, તેઓ જ સ્વજીવન સાર્થક કરે છે.
પૂર્વકાળમાં જે નળ, કર્ણ, વિક્રમ, રામ અને યુધિ
Page #108
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨:
[ ૬૯ ] ઝિર જેવા સાત્વિક પુરુષ થઈ ગયા છે અને વર્તમાનકાળમાં પણ જે જે પુરુષ સાત્વિકપણે પ્રાપ્તસામગ્રીને સદુપયેાગ કરે છે, તેમનાં પવિત્ર ચરિત્રને લક્ષમાં રાખીને, જે તુચ્છ સ્વાર્થવૃત્તિને તજી નિ:સ્વાર્થ પણે તન, મન અને ધનથી પરોપકાર કરવામાં આવે છે તો તેથી સ્વ માનવજીવન સાર્થક કરીને અલોકિક સુખ-સમૃદ્ધિને સ્વાધીન કરી અંતે અક્ષય અનંત મેક્ષપદ પમાય છે.
૧૭. ઉદ્યમ સઉદ્યમ-પુરુષાર્થ સેવવા માટે હિતોપદેશ રયણનિહિ તરીને, ઉદ્યમે લચ્છી આણે, ગુર ભગતે ભણીને, ઉદ્યમે શાસ્ત્ર જાણે, દખસમય સહાઈ ઉદ્યમે છે ભલાઈ અતિ આળસ તજીને, ઉદ્યમે લાગ ભાઈ! ૩૫ પશિર નિયતંતી, વીજ ઝાત્કારકારી, ઉદ્યમ કરી સુબુદ્ધિ, મંત્રીએ તે નિવારી; તિમ નિજસુતકેરી, આવતી દુર્દશાને,
ઉદ્યમ કરી નિવારી, જ્ઞાનગભ પ્રધાને, ૩૬ ઉદ્યમવંત લાકે હિંમત ધરી, યોગ્ય સાધન મેળવી દરીઓ ખેડીને પુષ્કળ લક્ષમી કમાઈ લાવે છે. તેમ જ ઉદ્યમવંત શિષ્યો વિનય ગુણવડે ગુરુને ભક્તિ વડે પ્રસન્ન કરીને અખૂટ શાસ્ત્ર (જ્ઞાન)ધન પ્રાપ્ત કરી શકે છે. આપત્તિ સમયે ઉદ્યમ એ એક સારો સહાયકારી મિત્ર થાય છે અને ઉદ્યમવડે આવી પડેલી આપત્તિને ઉલ્લંઘી બીજાનું પણ ભલું કરી શકાય છે, એમ સમજી આપદા આપનારું આળસ દૂર કરી નાંખીને એક સુખદાયક
Page #109
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ ]
શ્રી કપૂરવિજયજી એવા ઉદ્યમના જ આશ્રય લેવા જોઇએ. એ ઉદ્યમવડે જ આપણે ઉદય પામી શકશું. જેમ સુબુદ્ધિ મત્રીએ બુદ્ધિબળથી વિચારપૂર્વક ઉદ્યમ કરીને પેાતાના સ્વામી-રાજા ઉપર આવતી વીજળીની આપદા દૂર કરી હતી અને જ્ઞાનગ પ્રધાને પેાતાના પુત્રની ઉપર આવતી દુર્દશાને યેાગ્ય ઉદ્યમવડે નિવારી હતી. એથી સદ્ઉદ્યમની પ્રધાનતા સિદ્ધ થાય છે. વળી કહ્યું છે કે “થમેન દિ सिध्यन्ति, कार्याणि न मनोरथैः " ઉદ્યમ કરવાવડે જ ખરેખર કાર્ય સિદ્ધ થાય છે, કેવળ મનારથ કરવા માત્રથી તે સિદ્ધ થતા નથી. કેટલાક આળસુ લેાકેા ખેલે છે કે “ભાઇ ! નસીબમાં હશે તે જ અથવા ભાવીભાવ ( ભવિતવ્યતા બળવાન્ ) હશે તેા જ કાર્ય મનશે.” તેનું સમાધાન એ છે કે ઉદ્યમ કર્યા છતાં ધારેલુ ઇષ્ટ કાર્ય થઇ ન શકે તેા પછી જ ભવિતવ્યતાને કે નસીબને દોષ દેવા ચેાગ્ય છે.
શાસ્ત્રકાર કહે છે કે- ચેાગ્ય-પરિપકવ કાળ, સ્વભાવ, નિયતિ, ભવિતવ્યતા, પૂર્વકૃત કર્યાં અને ઉદ્યમ એ સઘળાં કારણેા મળતાં કાર્યની સિદ્ધિ થાય છે. ” તે પણ તેમાં ઉદ્યમ કરવા આપણે આધીન છે અને બીજા કારણેા જ્ઞાનીગમ્ય છે. ઉદ્યમ કરવાથી ખીજાં બધા ય કારણેા મળ્યાં છે કે કેમ તેની ખાત્રી થઇ શકે છે, તેથી જ આપણુ છદ્મસ્થને વિશેષે ઉદ્યમ આદરવા ચેાગ્ય છે. વળી કહ્યુ` છે કે “ Try, try and try' એટલે ઉદ્યમ કરી, ઉદ્યમ કરે, ઉદ્યમ કરે. અને “As you will sow so you will reap એટલે તમે જેવું વાવશે એવુ ં જ
""
""
લણશે.
卐
Page #110
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૭૧ ] ૧૮ દાન ધર્મ
દાન ધર્મને પ્રભાવ થિર નહીં ધન રાખે, તેમ નાંખ્યો ન જાએ, ઈણિ પરે ધન જતાં, એક ગયા જણાએ; ઈહ સુગુણ સુપાત્રે, જેહ દે ભક્તિભાવે, નિધિ જિમ ધન આગે, સાથ તેહી જ આવે. ૩૭ નળ બળિ હરિચંદા, ભેજ જે જે ગવાયે, પ્રહસમય સદા તે, દાનકેરે પસાયે; ઈમ હૃદય વિમાસી, સર્વથા દાન દીજે, ઘન સફળ કરી જે, જન્મનો લાહ લીજે. ૩૮
લક્ષ્મીનો એ ચપળ સ્વભાવ છે કે તે એક જ સ્થળે લાંબે વખત ટકી રહે નહિ, તેમ છતાં લક્ષમી ઉપરને મેહ પણ એટલે બધે ભારે જીવને લાગેલું હોય છે કે તેને હાથે કરી છોડાય પણ નહિ, એટલે કે જ્યાં સુધી લક્ષ્મી દેવી સુપ્રસન્ન હોય ત્યાંસુધી સમજીને તેનો મોહ તજી તેને સત્પાત્રે ખચી પણ શકે નહિ. એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. જો કે કૃપણુતા દોષથી લક્ષ્મીને સદુપયોગ કરી શકાતે નથી પણ તેને સંબંધ તો સરજાયે હોય એટલે જ વખત રહે છે, પછી તે તેને વિગ થાય જ છે. હાય તો કૃપણુદાસ પરલોક સિધાવે ત્યારે કે તેના પુન્યનો ક્ષય થાય ત્યારે લક્ષમીન સંબંધ તૂટે છે જ, આમ સમજીને જે સુજ્ઞ જને ઉદાર દિલથી મળેલી લક્ષમીને સુપાત્રે આપી તેને હલાવે લે
૧ લાહ-લાભ.
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
શ્રી કરવિજયજી છે તેમને તેથી અનેકગુણ લક્ષ્મી અન્ય ભવમાં સહેજે આવી મળે છે. તેમને કશી વાતનો તોટે રહેતે નથી જ.
નળરાજા, બલિરાજા હરિશ્ચન્દ્ર અને ભેજરાજા પ્રમુખ જે જે પુચક–પ્રશંસનીય પુરુષોનું પ્રભાતમાં નામ લેવામાં આવે છે તે દાન ધર્મના જ પ્રભાવે, એમ સમજી, વિવેક આણી, ઉદાર દિલથી અનેક પ્રકારે દાન દઈ, નિજ દ્રવ્યસંપત્તિને સાર્થક કરી આ દુર્લભ માનવભવને લાહો લેવું જોઈએ. જે તેમ કરવામાં પ્રમાદ કરે છે તેમને પાછળથી પસ્તાવું પડે છે.
જ્ઞાની પુરુષોએ અનેક પ્રકારનાં દાનમાં અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન ઉચિતદાન અને કીર્તિદાન એ પાંચ મુખ્ય દાન કહ્યા છે. જેમાંના પ્રથમના બે મેક્ષદાયક છે અને પાછળના ત્રણ દાન, ભેગ-ફળને આપે છે. નિ:સ્વાર્થપણે યેગ્ય પાત્રને યથાવસરે દાન દેવાથી અમિત–અપાર લાભ મળે છે. દાન દેતાં સંકેચ, અનાદર, અનુત્સાહ, ખેદ, અવિશ્વાસ પ્રમુખ દોષ અવશ્ય વજવા યોગ્ય છે અને ઉદારતા, આદર, ઉત્સાહ, અનુમોદન, પ્રમેહ, હર્ષ અને ફળશ્રદ્ધા પ્રમુખ ભૂષણે સેવવા યંગ્ય છે.
કુપાત્રને પોષવાથી લાભને બદલે હાનિ થાય છે અને સુપાત્રને પોષવાથી ભારે લાભ મળે છે. તે ગાય અને સર્પના દષ્ટાને સમજી શકાય એમ છે. ગાયને કેવળ ઘાસચારો નીરવામાં આવે છે તે પણ તેના બદલામાં તે અમૃત જેવું ફૂલ આપે છે અને સર્પને દૂધ પાવામાં આવે છે છતાં તે દૂધ પાનારના પણ જીવિતને અંત કરનાર વિષ પેદા કરે છે. કાચી માટીના પાત્ર જેવા નજીવા-હલકા પાત્રમાં દાન દેવાથી દીધેલી વસ્તુ અને પાત્ર બંને વિણસે છે, તથા દાતાને પાછળથી
Page #112
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૭૩ ] પશ્ચાત્તાપ જ કરવાનો વખત આવે છે, એમ સમજી દાતાએ પાત્રાપાત્રને વિવેક કરો છે. જ્ઞાનદાન, સમ્યક્ત્વદાન અને ચારિત્રદાન સર્વોત્તમ દાન છે; પરંતુ જે તે પરીક્ષાપૂર્વક
પાત્રને જ દેવામાં આવે છે તો અનંત લાભરૂપ ફળને આપે છે, અન્યથા તે તે અસ્થાને અપાયાથી શસ્ત્રરૂપ થવા પામે છે. જેથી જીવને વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થાય, તેની દઢ પ્રતીતિ થાય અને પરિણામે આચારવિચારની શુદ્ધિ થવાથી ચારિત્ર નિર્મળ થાય, જેથી જીવ સકળ કર્મબંધનથી, જન્મ, જરા ને મરણના ફેરામાંથી મુક્ત થઈ શાશ્વત સુખનો ભાગી થઈ શકે તે જ જ્ઞાનદાન, શ્રદ્ધાદાન અને ચારિત્રદાનથી શ્રેષ્ઠ દાન બીજું કયું હોઈ શકે ? એવા ઉત્તમ દાનના દાતા શ્રી તીર્થકરે, ગણધરે, આચાર્ય, ઉપાધ્યાયે અને સંત સુસાધુજનો ખરેખર ધન્ય-કૃતપુન્ય છે ! એવા ઉત્તમ પાત્રને નિર્દોષ અન્નપાનાદિકવડે પોષનાર સુશ્રાવક જનને પણ ધન્યવાદ ઘટે છે. કેવળ મેક્ષને માટે જ દાન દેનાર અને મોક્ષને માટે જ લેનાર એ બન્નેની સગતિ જ થાય છે. એ ઉપરાન્ત દીન, દુઃખી, અનાથ જનોને યેગ્ય આશ્રય આપનાર ગૃહસ્થજને પણ ભવાન્તરમાં સુખી થાય છે. અરે ! સીદાતા સ્વજનેને યેગ્ય સહાય આપીને ઉદ્ધારનાર અને ઈષ્ટ દેવ ગુરુ પ્રમુખ પૂજ્ય જનની સ્તુતિ ને ભક્તિ કરનારાને સંતોષનાર પણ સુખી થાય છે અને યશ પામે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી
૧૯, શીલ ધ શીલ ધને પ્રભાવ
સ્વપર
અશુભ કરમ ગાળે, શીલાભા દીખાળે, ગુણગણ અનુવાળે, આપદા સવ ટાળે; તસ નર્ બહુ જીવી, રૂપ લાવણ્ય દે, પરભવ શિવ હાઈ, શીલ પાળે જિ કાઇ. ૩૯ ઋણ જગ જિનદાસ-શ્રેષ્ઠી શીળે સુહાયા, તિમ નિરમળ શીલે, શીલ ગંગેવ ગામે કળિકરણ નારદા, એ સમા છે જિ કેઈ, પરભવ શિવ પામે, શીલ પાળે તિ કેઈ. ૪૦ જે સુજ્ઞજના શુદ્ધ આચારવિચારનું સેવન કરી હિત સાધે છે, સ્વસ્રીમાં સતાષવૃત્તિ ધારી પરસ્ત્રીને માતા તુલ્ય અને સ્વપતિમાં સંતોષ ધારી પરપુરુષને પિતા તુલ્ય લેખે છે, તેમ જ પરદ્રવ્યને પથ્થર તુલ્ય અને સર્વ કાઇ પ્રાણીને સ્વાત્મતુલ્ય લેખે છે તે ઉત્તમ ભાઇબહેનેા નિર્મળ શીલ શાભાને ધારે છે, સંતાષવૃત્તિવડે દુષ્ટ વિષયવાસનાને મારી આત્માના સ્વાભાવિક ગુણુાને પ્રગટાવે છે અને પ્રારબ્ધયેાગે આવી પડેલી સકળ આપદાને નિવારી શકે છે. વળી તેઓ નિજ વીસ'રક્ષણુવડે દીર્ઘાયુષી અને છે, રૂપ લાવણ્યાદિક શુભ શારીરિક સ ંપત્તિને પામે છે અને અંતે સકળ ક ઉપાધિને ટાળી અજરામર પદવીને પણ પામે છે.
આ જગતમાં નિર્મળ શીલધર્મના પ્રભાવે જિનદાસ શ્રેણી, સુદર્શન શ્રેણી અને ગાંગેય (ભીષ્મપિતામહ) પ્રમુખ નિર્માળ યશેાવાદને પામ્યા છે; તેમજ વિજય શેઠ અને વિજયા શેઠાણી, જ બૂકુમાર, સ્થૂલભદ્રજી, વજીસ્વામીજી,
૧ ગાંગેય–ભીષ્મપિતામહ.
Page #114
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૭૫ ]
અને બ્રાહ્મી, સુંદરી પ્રમુખ કઇક સતાએ ( સત્પુરુષા ) અને સતીએ ( સતી સ્ત્રીએ ) શીલની ખરી થયેલ છે. તેમની પેઠે જે નિર્મળ શીલ આપદાને વમી અંતે અક્ષયસુખ પામે છે.
કસેાટીમાંથી પસાર પાળે છે તે સકળ
સ.પૂર્ણ શીલાંગ રથના ધારી તેા પંચ મહાવ્રતધારી સંત-સુસાધુજના ગણાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાને જીતી લઇ, રસના-જીભ આફ્રિક પાંચ ઇન્દ્રિયાને બરાબર નિયમમાં રાખી, ક્ષમા, મૃદુતા ( નમ્રતા ), ઋજુતા ( સરલતા ), સ ંતાષવૃત્તિ, ઈચ્છાનિાધ (તપ ), સંયમ, સત્ય, શાચ ( મનઃશુદ્ધિ), નિ:સગતા ( નિ:સ્પૃહતા ) અને બ્રહ્મચર્યરૂપ દવિધ યતિધર્મની શિક્ષાને યથાર્થ ધારણ કરી જે મહાયેા ત્રસ સ્થાવરાદિ દશ જીવભેદો પૈકી કેાઇ પણ પ્રકારનાં જીવાની હિંસા મન, વચન, કાયાવડે કરતા, કરાવતા કે અનુમેાદતા નથી, તેઓ જ ખરેખર સંપૂર્ણ પણે અઢાર હજાર શીલાંગ રથના ધારી લેખાવા યાગ્ય છે.
૧૮૦૦૦ અઢાર હજાર શીલાંગ રથની સમજ.
પ
*
૨૦
×૧૦
૨૦૦
૪૧૦
૨૦૦૦
×3
६०००
×૩
૧૮૦૦૦
પાંચ મહાવ્રતને.
ચાર સંજ્ઞા તજવાવડે.
દવિધ યતિધર્મ .
ત્રસ સ્થાવરાદિ દશકની દયા.
મન વચન કાયા ત્રિકરણે.
કરવું, કરાવવું અનુમાદન નહિ કરવા વડે. શીલાંગરથના ધારીની સંખ્યા.
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૭૬ ]
શ્રી કરવિજયજી - તેમ બની ન શકે તે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે શુભાશ સ્વપતિ-પત્નીમાં સતિષ રાખી, પૂર્વોક્ત આચારને યથાશક્તિ આદરે છે અને શીલધર્મને પોતાના પ્રાણ કરતાં પ્રિય લેખી ગમે તેવા વિકટ સંગે વચ્ચે પણ પાળે છે તે ભવ્યાત્માઓ અનુક્રમે આત્મન્નિતિ સાધી જન્મમરણનાં દુઃખથી મુક્ત થઈ શકે છે.
૨૦. તપ ધર્મ
તપશ્ચર્યાને પ્રભાવ. તરણી કિરણથી ક્યું, સર્વ અંધાર જાએ, તપ કરી તપથી હું, દુખ તે દૂર થાયે, વળી મલિન થયું જે, કર્મ ચંડાળ તીરે, કિમ તનુ ન પખાળે, તે તપ સ્વર્ણ નીરે. ૧ તપ વિણ નહિ થાયે, નાશ દુકકે, તપ વિણ ન ટળે જે, જન્મ સંસાર ફેરો તપબળે લહી લબ્ધિ, દૈતમે નંદિષેણે, તપબળે વપુ કીધું, વિષ્ણુ વૈક્રિય જેણે. ૪૨ જેમ સૂર્યનાં કિરણ પ્રકાશમાં સર્વ અંધકાર દૂર થાય છે તેમ તપના પ્રભાવવડે સર્વ દુઃખ દૂર થાય છે. વળી કર્મરૂપી ચંડાળના યોગે જે સંયમ શરીર મલિન (દોષિત) થયું હોય તેને તારૂપી શુદ્ધ ગંગાજળથી શા માટે ન પખાળવું ? તપરૂપી નિર્મળ નીરવડે સંયમ–શરીર શુદ્ધ-નિર્મળ થઈ શકે છે.
૧ સૂર્ય. ૨ વિષ્ણુકુમાર મુનિ.
Page #116
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૭૭ ] સમતા સહિત તપ કર્યા વગર પૂર્વે કરેલાં દુષ્ટ કર્મોને નાશ થતો નથી, અને દુષ્કર તપ તપ્યા વગર વારંવાર જન્મમરણ કરવારૂપ ભવનો ફેરો ટળતો નથી. જિનેશ્વર દેવોએ આચરેલા અને ઉપદેશેલા તપના પ્રભાવવડે જ શ્રી ગૌતમસ્વામી અક્ષયમહાનસી પ્રમુખ અનેક ઉત્તમ લબ્ધિઓ પામ્યા હતા. નંદિષેણ મુનિજી એ જ તપના પ્રભાવવડે એવી લબ્ધિ પામ્યા હતા કે જેના વડે પોતે અનેક જીને પ્રતિબોધી સન્માર્ગગામી કરી શક્યા હતા. તેમ વિષ્ણુકુમાર મુનિ પણ એ જ તપના પ્રભાવવડે વૈકિય લબ્ધિ પામી, એક લક્ષ એજન પ્રમાણ શરીર વિક્વ, દુષ્ટ નમુચિ પ્રધાનને દાબી દેવા શક્તિમાન થયા હતા.
તેથી શાસ્ત્રકાર એગ્ય જ કહે છે કે–તપના પ્રભાવવડે સર્વ કંઈ કામના સુખે સિદ્ધ થાય છે. જે કંઈ દૂર, દુરારાધ્ય અને દેવતાને પણ દુર્લભ હોય છે તે સઘળું તપના પ્રભાવે સમીપગત, સુસાધ્ય અને પામવું સુલભ થાય છે. દુષ્કર તપનું તેજ કોઈનાથી સહી શકાતું નથી; છતી કે પરાભવી શકાતું નથી.
જે તપ નિરાશસભા–નિષ્કામવૃત્તિથી–નિ:સ્પૃહતાથી શાસ્ત્રદષ્ટિપૂર્વક કરવામાં આવે છે તે તપ સકળ કમળને બાળી નાંખી આત્મ–સુવર્ણને શુદ્ધ નિર્મળ કરી શકે છે. સમતા સહિત કરેલે તપ નિકાચિત કર્મને પણ બાળી નાંખે છે.
ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ આદિ બાહ્ય તપ કરવાને હેતુ, નિજ દોષનું શોધન કરી વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને મમતા ત્યાગ કરવારૂપ અત્યંતર તપને લાભ મેળવવાનું છે. કારણવડે જ કાર્ય નીપજે છે. ઈન્દ્રિયાદિકનું
Page #117
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી દમન કરવાવડે જ બાહ્ય તપને અને બાહ્ય તપવડે જ અત્યંતર તપનો લાભ મળી શકે છે. તે વડે જ કર્મની નિરા-કર્મક્ષય થાય છે અને તે વડે જ જન્મમરણ રહિત મોક્ષપદ પ્રાપ્ત થાય છે, એમ સમજી સુજ્ઞ ભાઈબહેનોએ ઉક્ત પ્રભાવશાળી તપ સેવવા અધિક આદર કરવો ઉચિત-યુક્ત છે.
૨૧. ભાવ ધર્મ
ભાવ ધર્મને પ્રભાવ. મન વિણ મળવો જ્ય, ચાહે દંતહીણે, ગુરુ વિણ ભણવે જ્ય, જીમ ર્યું અલૂણે; જસ વિણ બહુ જીવી, જીવ તે ક્યું ન સહે, તિમ ધરમ ન સેહે, ભાવના જે ન હેહે. ૪૩ ભરત નૃપ ઈલાચી, જીરણ શ્રેષ્ઠી ભાવે, વળી વલકલચીરી, કેવળજ્ઞાન પાવે, હળધર હરિણે જે, પાંચમે સ્વર્ગ જાયે,
ઇહ જ ગુણ પસાયે, તાસ વિસ્તાર થાય. ૪૪ જેમ મન વગરનું મળવું, દાંત વગરનું ચાવવું, ગુરુગમ વગરનું ભણવું, અલૂણું ધાન જમવું અને જશ વગર ઘણું જીવવું એ શોભતું નથી તેમ હૃદયના ભાવ વગર ધર્મ પણ શેભતો નથી. હૃદયની સાચી ભાવનાથી જ ભરત મહારાજા આરીસાભુવનમાં નિજ સ્વરૂપ અવલોકન કરતાં કરતાં નિર્મળ કેવળજ્ઞાન પામ્યા હતા.
૧ લૂણ વિનાનું. ૨ બળભદ્ર-બળદેવ.
Page #118
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ s ]
ઈલાચીકુમાર વંશાત્રે ચઢી રાજાને રીઝવવા નાટક કરતાં કરતાં સમીપસ્થ ઘરમાં ગાચરી વહારવા પધારેલા અપૂર્વ શીલવાન મુનિના અપૂર્વ દનડે જ સ્વદોષ દેખી–સમજી અપૂર્વ વીર્યાહ્વાસથી ત્યાં જ રહ્યા સતા કેવળજ્ઞાન પામ્યા.
જીરણશેઠ મહાવીર પ્રભુને ચાર માસ પર્યંત પ્રાસુક આહારપાણીના લાભ દેવા માટે પ્રતિદિન વિન ંતિ કરતા અને પારણાને દિવસે શ્રી વીરપ્રભુ જરૂર લાભ આપશે એમ સમજી પ્રભુની રાહ જોતા હતા. તેવામાં પ્રભુએ અન્યત્ર પારણું કર્યું, અને જીરણુ શેઠ ભાવનાઢ થઇ મારમા દેવલેાકના અધિકારી થયા. જો કે પતિતપાવન એવા પ્રભુએ તે પૂરણ શેઠના ઘરે પારણું કીધું પણ જીરણશેઠને જ ભાવનાવડે ખરા લાભ થયે.
વલ્કલચીરી નામના ખાળતપસ્વી જેનું ચિરત્ર કંઇક વિસ્તારથી પરિશિષ્ટ પમાં કહેલુ છે તે ઘણે કાળે વિરહી તપસ્વી પિતા પાસે જ્યારે આવ્યા ત્યારે સ્વપાત્રાદિકને અવલેાકતાં વિશુદ્ધ ભાવનાયેાગે કેવળજ્ઞાન પામ્યા હતા.
તેમ જ વળી ગિરિનિવાસી શ્રી અલભદ્ર મુનિવરની પાસે સેવકરૂપ બનેલે મૃગલેા તે તપસ્વી મુનિની પરિચર્યા કરતા હતા. એક વખતે પારણાના દિવસે ગુરુમહારાજ માટે નિર્દોષ આહારપાણીની ચિંતા કરતા કરતા કરતા હતા. તેવામાં એક રથકાર જંગલમાં લાકડાં લેવા આવેલ તે એક વૃક્ષની શાખા અધી કાપી લેાજનવેળા થઈ જવાથી ભાજન નિમિત્તે નીચે ઉતર્યા, તૈયાર થયેલ રસેાઇ જમવા માટે બેસતાં પહેલાં કેાઇ અતિથિની રાહ જોતા હતા. તેને જોઇ ગુરુમહારાજ પાસે આવી મૃગ ઇસારા કરવા લાગ્યા. એટલે મૃગલાએ બતાવેલા માર્ગે ગુરુ
Page #119
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી કર્ખરવિજયજી મહારાજ જ્યાં રથકાર રાહ જોઈ રહ્યો હતો ત્યાં પધાર્યા. ગુરુ તપસ્વીને જોઈ રથકાર બહુ રાજી થશે અને તે આહાર વહરાવવા જાય છે અને હરણીયે તેનું અનુમોદન કરે છે એવામાં એકાએક અધીર કાપેલી ડાળ તૂટી પડતાં શુદ્ધ ભાવનાથી ત્રણે જણા કાળ કરીને પાંચમા દેવલેકે દેવ થયા. ત્યાંથી
વી મહાવિદેહમાં મનુષ્ય થઈ મોક્ષે જશે.
૨૨. ક્રોધ ત્યાગ ક્રોધ કષાયને ત્યાગ કરવા હિતોપદેશ. વણ દહન દાંતો, વસ્તુ ક્યું સર્વ બાળે, ગુણરયણ ભરી ત્યું, કોધ કાયા પ્રજાળે; પ્રશમ જળદર ધારા, વહ્નિ તે કોઈ વારે, તપ જપ વ્રત સેવા, પ્રીતિવલી વધારે. ૪૫ ધરણિ ફરસુરામે, કોથે નિક્ષત્રી કીધી, ધરણિ સુભૂમરાયે, કોંધે નિ:બ્રહ્મી કીધી; નરક ગતિ સહાઈ, કોધ એ દુઃખદાઈ
વરજવરજ ભાઇ ! પ્રીતિ દેજે વહાઈ, ૪૬ જેમ તૃણગ્નિ ઊઠ્યો તો સર્વ વસ્તુને બાળી નાંખે છે, તેમ ક્રોધાગ્નિ પ્રગટ્યો તો અનેક ગુણરત્નથી ભરેલી કાયાને બાળી ખાખ કરી નાંખે છે. જે તેને શાન્ત કરવા ચાહતા જ હે તે તેના ઉપર સમતારસની ધારા ધોધબંધ વરસાવે, જેથી કષાયરૂપી અગ્નિ ઠરી જશે અને તપ-જપ-વ્રત આદરવાવડે પ્રીતિરૂપી વેલ વિસ્તરશે.
૧ અગ્નિ. ૨ વરસાદ. ૩ પૃથ્વી.
Page #120
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૧ ] ક્રોધ-કષાયનું પરિણામ જોશે તો તે બહુ જ ખરાબ છે. પરશુરામે ક્રોધવડે પૃથ્વીને નક્ષત્રી કરી અને સુભૂમ ચક્રવતીએ પૃથ્વીને નબ્રાહ્મણે કરી. આવાં અતિ અનર્થકારી કાર્ય કરવાથી જીવની નરક ગતિ થાય છે. ક્રોધને એ દુઃખદાયી જાણું હે ભાઈ ! તું તેનો ત્યાગ કર અને સહુને સ્વાત્મ સમાન ગણું, મૈત્રીભાવ ધારી તેમના પ્રત્યે પ્રીતિ રાખ.
કોધરૂપ વિષવૃક્ષનાં ફૂલ, ફળ અને છાંયા વિગેરે બધાં વિષમય જ છે. કેઈનું ભૂંડું–અનિષ્ટ ચિન્તવવું એ ક્રોધ-કષાયનાં પુષ્પ સમજવા અને તક સાધી તેમનું અનિષ્ટ કરવું એ તેનાં કડવાં ફળ સમજવાં. નરકના મહાદુઃખદાયી દુઃખ વેઠવાં એ તેને રસ સમજો. ક્રોધ યુક્ત વાતાવરણમાં આવવાથી આવનારને કોધનું વિષ વ્યાપી જાય છે માટે જેમ બને તેમ કાધના પ્રત્યેક પ્રસંગથી ન્યારા જ રહેવા પ્રયત્ન કરે યુક્ત છે.
ક્ષમા-સમતા-સહનશીલતા ગુણવડે તે વિષનું નિવારણ થઈ શકે છે. ઉપશમ જળની ધારાવડે એ કોધ-અગ્નિ સહેજે ઓલવી શકાય છે. કોધી માણસને બેધ લાગતો નથી, અને તે અંધ બની, અકાર્યો આચરી નીચી ગતિમાં જાય છે. ગમે તેટલો તપ, જપ, સંજમ સેવનાર પણ ક્રોધવશ બની તેનું ફળ ક્ષણવારમાં હારી જાય છે. ઉત્તમ પુરુષને-સજજનને કોધ થતો નથી અને કોઈ તેવાં જ નિમિત્ત થાય છે તે લાંબા વખત ટકતો નથી, અર્થાત્ સાવધાનપણું રાખવાથી કેઇનું અનિષ્ટ થતું અટકે છે, તેવા સજજને સાવચેતપણું સાચવે છે જબાકી દુર્જન તો કોધવશ બની, ગમે તેવાં કટુક
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
શ્રી કપૂરવિજયજી
વચન દી સજ્જનેાને પણ સંતાપે છે. તેમનાથી તેા સદંતર દૂર રહેવું દુરસ્ત છે. ફ઼રગડુ મુનિની પેઠે ગમે તેવા પ્રસંગે જે સમતા રસમાં જ ઝીલે છે તેને જ મેાક્ષ થાય છે.
૨૩. માનત્યાગ
માન કષાયના ત્યાગ કરવા હિતાપદેશ. વિનય વનતણી જે, મૂળ શાખા વિમેાડે, સુગુણ કનકકેરી, શૃંખલા ધ ડે; ઉનમદ કરી ઢાડે, માન તે મત્ત હાથી, નિજ વશ કરી લેજે, અન્યથા દૂર એથી. ૪૭ વિષદ વિષ સમેાએ, માન તે સર્પ જાણા, મનુષ્ય વિકળ હવે, એવુ કે જડાણા; ઈદુ ન પરિહર્યા જો, માન દુર્ગાને તૈા, નિજ કુળ વિણસાડ્યો, માનને જે વહ તા. ૪૮
વિનયરૂપી વડવૃક્ષની મૂળ સુધી નમેલી નમ્રતારૂપી શાખાને માન મરડી નાંખે છે અને સદ્ગુણરૂપી સાનાની સાંકળના અધ પણ તેાડી નાંખે છે. તેવા ઉન્માદથી દોડતા માનરૂપી મદ્રેન્મત્ત હાથીને અંકુશવર્ડ ઇમીને વશ કરી લેવા જોઇએ. સર્વથા વશ ન કરી શકાય તેા તેનાથી દૂર તેા રહેવું જ, પણુ તેને વશ તેા ન જ થઇ જવું. માનને વશ થનારના ભૂંડા હાલ થાય છે, લેાકમાં અપવાદ થાય છે અને ગતિ પણ માઠી થાય છે.
માનને એક મહાન ઝેરી સર્પ-ઉગ્ર વિષધર-અજગર સમજો, જેના એક ડંખ માત્રથી મનુષ્ય સૂચ્છિત થઇ જાય છે. એ દુષ્ટ માનના ત્યાગ દુર્યોધને કર્યા નહિ અને પેાતાના પૂજય
Page #122
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૩ ] જનોનાં હિતવચનો અનાદર કરી, પાંડવોને યેગ્ય સત્કાર કરવાને બદલે તેમને વિનાશ કરવા યુદ્ધ મચાવ્યું છે તેથી પોતાના જ કુળને ક્ષય કર્યો.
જ્ઞાની પુરુષો માનને ઊંચા પર્વતની ઉપમા આપે છે. તેને આઠ પ્રકારના મદરૂપી ઊંચા ઊંચા આઠ શિખરે આવી રહેલાં છે, જેથી જીવને સુખકારી પ્રકાશ મળી શકતો નથી. માનરૂપી વિષમ ગિરિરાજને ઉલ્લંઘ બહુ કઠણ છે, પણ શાસ્ત્રકાર તેનો ઉપાય બતાવે છે.
મૃદતા કમલ કમળસેં વજસાર અહંકાર; છેદત હે એક પલકમેં, અચરિજ એહ અપાર
સમતા શતક નમ્રતા-નરમાશ કમળ કરતાં પણ કમળ છે અને અહંકાર વજી કરતાં પણ કઠણ છે, તેમ છતાં નમ્રતા અહંકારને એક પલકમાં ગાળી નાંખે છે એ ભારે આશ્ચર્યકારી છે. તેથી જ કહ્યું છે કે-“નમે તે પ્રભુને ગમે.” સગુણું સજજનો તે સફળ આંબાની જેમ નમી પડે છે, ફક્ત સૂકા સાગ જેવા અભિમાની લેકે જ નમતા નથી–અકકડબાજ રહે છે. માનવશ થયેલા રાવણ જેવા રાજવીના પણ માઠા હાલ થયા તે પછી બીજા અપ સત્ત્વવંતનું તો કહેવું જ શું ? બિભીષણે જે અભિમાની રાવણને ત્યાગ કરી ન્યાયમૂત્તિ શ્રી રામચંદ્રને આશ્રય લીધે તો સઘળી વાતે સુખી થયે, તેવી રીતે દુષ્ટ સંગ તજી જે સત્સંગ કરશે તે ઉભય લોકમાં સુખ સમૃદ્ધિ પામશે.
Page #123
--------------------------------------------------------------------------
________________
[ ૮૪]
શ્રી કપૂરવિજયજી ૨૪. માયા-કપટત્યાગ માયા-કપટને ત્યાગ કરવા હિતોપદેશ. નિપુરપણું નિવારી, હિય હેજ ધારી, પરિહર છળ-માયા, જે અસંતોષકારી; મધુર મયુર બેલે, તેથી વિશ્વાસ નાણે, અહિ ગલણ પ્રમાણે, માચીને લોક જાણે. ૪૯ મ કર મ કર માયા, દંભ દોષ છાયા, નરય તિરિયકેરા, જન્મ જે દેહ માયા; બળિ નૃપ છળવાને, વિષ્ણુ માયા વહેતા, લયતણું બધું જે, વામના રૂપ લેતા. પ૦ હે ભાઈ ! નિર્દયપણું તજી, નિજ હદયમાં સહુ પ્રત્યે હેત ધારી, અન્યને અસંતોષ ઉપજાવે એવી માયા-કપટ કરવાની ટેવ તું મૂકી દે. મીઠાબોલા માયાવી માણસોને વિશ્વાસ કઈ કરતું નથી. જેમ મીઠા બોલા મોરને વિશ્વાસ સર્ષ કરતા નથી, કેમકે તે સર્ષને જીવતા ને જીવતા જ ગળી જાય છે, એવી નિર્દયતા મેરમાં રહેલી છે, તેમ માયાવી માણસ ગમે તેવું મીઠું મીઠું બેલે પણ લોકોને તેને વિશ્વાસ આવતો નથી, કેમકે માયાવી માણસનું હૃદય ઘણું કઠેર હોય છે.
દંભ-મિથ્યા આડંબરરૂપી દોષ વૃક્ષની છાયા જેવી માયાને હે ભવ્યાત્મન્ ! તું મ કર, મ કર. જે કોઈ દેહધારી માયા-કપટ કરે છે તે નરક કે તિર્યંચના ભવમાં જઈ અવતરે છે અને પછી પરાધીનપણે ભારે કષ્ટ સહે છે, તે કરતાં પ્રથમથી જ
૧ હૃદયમાં. ૨ હેત. ૩ ભરૂપ વૃક્ષની છાયા જેવી.
માં સહુ
ઉપજાવે
થી . સી
' કરતું ન
Page #124
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૫ ] સમજીને સરલતા આદરવી યુક્ત છે. બળીરાજાને છળવાને માટે માયા કરી વામનનું રૂપ ધારણ કરતાં વિષ્ણુ પણ લઘુપણું પામ્યા. સરલપણામાં જે સુખ સમાયું છે તેની ગંધ પણ માયામાં સંભવતી નથી.
જેવું વિચારમાં તેવું જ વાણીમાં અને વાણુમાં તેવું જ આચારમાં આવે છે તે સરલતા લેખાય છે, પરંતુ વિચારમાં જુદું, વાણમાં જુદું અને ક્રિયામાં જુદું જ વર્તન હોય તે તે કુલટા નારીની જેવી કુટીલતા યા માયા જ કહેવાય, વણ-તંત્રીના ત્રણ તાર એક સરખા ઓર્ડરમાં હોય છે તો તે મજાને સ્વર કાઢી સાંભળનારને આનંદ ઉપજાવે છે, પણ જે તેમાંથી એક પણ તાર તૂટેલે કે અવ્યવસ્થિત થયેલ હોય તો તે તંત્રી નકામી થઈ જાય છે, તેમ મન, વચન અને કાયા અથવા વિચાર, વાણી અને વર્તન-આચાર જે એકતારએકતાવાળા-પૂર્વાપર વિરોધ વગરના હોય છે, તે આત્મસાધનમાં સરલતા યોગે અપૂર્વ આનંદ ઉપજે છે, એ અતિ અગત્યની વાત નિજ લક્ષમાં રાખી સહુ સુખાથી જનેએ પૂર્વાપર વિરોધી વિચાર, વાણી અને વર્તન-ક્રિયારૂપ કુટીલતાને ત્યાગ કરી અવિરુદ્ધ વિચાર, વાણી અને આચારને સેવવારૂપ સરલતાનો આદર કરવા ઉજમાળ થવું ઉચિત છે. આખી આલમને ખાનારી માયાને નિવારવાને ખરે ઉપાય સરલતા જ છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
શ્રી કપૂરવિજયજી
૨૫. લાભત્યાગ
લાભ કષાયના ત્યાગ કરવા હિતાપદેશ. સુણ વયણ સયાણું, ચિત્તમાં લાભ નાણે, સકળ વ્યસનકેરા, માર્ગ એ લાભ જાણે; ઈક ખિણુ પણ એને, સગ ૨ગે મ લાગે, ભવ ભવ દુઃખ` કે એ, લાભને દૂર ત્યાગે. ૫૧
૩
કનક ગિરિ કરાયા, લેાભથી નદ રાધે, નિજ અર્થ ન આયા, તે હર્યા દેવતાએ. સબળ નિધિ લહીજે, સ્વાયત્ત વિશ્વ કીજે, મન તનહ વરીજે, લેાભ તૃષ્ણા ન કીજે. પર
64
હું શાણા ! તને હિતવચન કહુ છું તે સાંભળ. સુન્ન સજ્જન હૈાય તે લેાભને સકળ આપદાને ધારી માર્ગ જાણી તેને મનમાં પેસવા દેતા નથી. એક ક્ષણ માત્ર એના સગ કરવાથી જીવને ભવાભવ દુ:ખ સહેવાં પડે છે એમ સમજી તું પણ એને સંગ ન કર. એના સંગથી કાણુ સુખી થયું છે ? જો ! નદરાજાએ લાભવશ સેાનાના ડુંગર કરાવ્યા પણ તે તેના કંઇ ઉપયેાગમાં ન આવ્યા અને દેવતાએ એ સઘળા હરી લીધા. જ્યાંસુધી તનમનથી લેાભ-તૃષ્ણા તૂટે-છૂટે નહિ ત્યાંસુધી રાય તેા સકળ નિધાન હસ્તગત થાય અથવા આખુ જગત સ્વવશ થાય તેા પણ લગાર માત્ર સાચું સુખ મળતું નથી. શાસ્ત્રકારે ચેાગ્ય જ કહ્યું છે लोभमूलानि दुःखानि બધા ય દુ:ખનું મૂળ લેાભ જ છે. લેાભવશ પડેલા પ્રાણીએ સુખ પામી શકતા નથી.
કે
૧ સજ્જન. ૨ ક. ૩ સેાનાની ડુગરીએ. ૪ પેાતાને કબજે.
""
Page #126
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૭ ]
આકર સમ હી દોષ કા, ગુણધન કે ખડ ચાર; વ્યસન વેલીકા કંદ હૈ, લાભ પાસ ચિહું ઓર. ”
66
લેાભ સર્વ દોષની ખાણ છે, શુધન હરી લેનાર ભારે ચાર છે, દુ:ખવેલીનું મૂળ છે અને પ્રાણીઓને ફસાવવા ચારે બાજુ રચેલા પાસ (જાળ) છે. જેમ જેમ ઇચ્છિત લાભ મળે છે તેમ તેમ લેાભ વધતા જાય છે. પ્રાણીએની ઇચ્છા આકાશના જેવી અનતી–અંત વગરની છે. મનેારથ ભટની ખાડ પૂરવા જતાં તે ઊંડી જતી જાય છે, તે કઇ રીતે પૂરી શકાતી નથી-અધૂરી તે અધૂરી જ રહે છે. વળી શાસ્ત્રકારે લાભને સર્વભક્ષી દાવાગ્નિની ઉપમા આપી છે. સતાષવૃત્તિથી જ તે શાન્ત થઇ શકે છે.
વળી તેને અગાધ સમુદ્રની ઉપમા આપેલી છે. સતાષરૂપ અગસ્તિ જ તેને અંજલીરૂપ કરી શકે છે. લેાલ મહાભયંકર ઉપાધિરૂપ છે.
લાભરૂપ વાદળાં વધે છે ત્યારે પ્રચૂર પાપરૂપ કાદવ થાય છે, જેથી ત્યાં ધર્મ હંસને રહેવું ગમતું નથી અને અજ્ઞાન અંધકાર છવાઇ જવાથી જ્ઞાન-પ્રકાશ પણ રહેતેા નથી. લેાભતૃષ્ણાને શાન્ત કરવા સતાષ-અમૃત સેવવાની બહુ જરૂર છે. જેમ સારા મજબૂત કાંટાવડે નમળેા કાંટા કાઢી શકાય છે, તેમ પ્રશસ્ત ધર્મ લાભવડે અપ્રશસ્ત ખાટા લેાભ દૂર કરી શકાય છે. એ વાત સર્વત્ર લાગુ પડે છે.
૧ અગસ્ત્ય નામના ઋષિ થઈ ગયા છે જેણે સમરત સમુદ્રનું પાન કર્યું હતું, એમ લૈાકિક શાસ્ત્ર કહે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી કરવિજ્યજી ર૬, દયા-અહિંસા ધર્મ
દયા ધર્મનું સેવન કરવા સદુપદેશ. સુકૃત ક૫વેલી, લચ્છી વિદ્યા સહેલી, વિરતિ રમણી કેલી, શાન્તિ રાજા મહેલી, સકળ ગુણ ભરેલી, જે દયા જીવકેરી, નિજ હદય ધરી તે, સધિયે મુકિત શેરી. પ૩ નિજ શરણ પારે, નથી જેણ રાખે, પર્દશમ જિને તે, એ દયાધમ દાખ્યો; તિરું હૃદય ધરીને, જે દયાધમ કીજે,
ભવજળધિ તરીજે, દુઃખ દૂર કરી જે. ૫૪ પુન્ય ફળને પેદા કરવા ક૯૫વેલી તુલ્ય, લક્ષ્મી અને વિદ્યાની સાહેલી ( બહેનપણું ), ચારિત્રમાં રમણ કરવાના સાધનરૂપ અને શાન્ત રસરાજને રહેવા ઉત્તમ સાધનરૂપ સકળ ગુણભરી જીવદયા જે નિજ દિલમાં ધારીએ તે તેથી આગળ જતાં મોક્ષપદને પામી શકીએ.
જેવી રીતે સેળમાં જિનેશ્વર શ્રી શાંતિનાથજીએ સીંચાણથી પરાભવ પામતા પારેવાને નિજ શરણે રાખી દયાધર્મને દાખવ્યું, તેમ સ્વ હદયમાં કરુણાભાવ રાખીને જે દયાધર્મનું સેવન કરવામાં આવે તે ભવસમુદ્રને તરી નિશે સર્વ દુઃખને દૂર કરી શકાય.
જે વિષયકષાયાદિ પ્રમાદવશ થઈ સ્વપરપ્રાણની હાનિ રૂપ હિંસા કરે છે તેને અંત વગરના–અનંત જન્મમરણના
૧ સોળમા પ્રભુ શ્રી શાંતિનાથ.
Page #128
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૯ ] અસહ્ય દુઃખ સહેવાં પડે છે. સ્વાર્થવશ જે પરને પરિતાપ ઉપજાવવામાં આવે છે તેથી અનંતગુણે પરિતાપ પામવાને પ્રસંગ પિતાને જ આવી પડે છે. આ લોકમાં જ એથી વધ, બંધન, છેદન, ભેદન પ્રમુખ અને પરભવમાં નરકાદિનાં દુઃખ સહેવાં પડે છે, પરંતુ જે કઈ જ્ઞાની ગુરુની કૃપાથી વિવેક દષ્ટિ ખુલે અને ક્ષમાગુણ પ્રગટે તે દુષ્ટ હિસાદોષથી બચી અમૃત જેવી અહિંસા યા દયાને લાભ મેળવી શકાય.
સર્વ પ્રાણીવર્ગને સ્વાત્મતુલ્ય લેખી સુખશાતા ઉપજાવ. વામાં આવે છે તે પરિણામની વિશુદ્ધિથી પિતાને જ આ લેકમાં તેમ જ પાકમાં અનેકગણ સુખશાતા ઉપજે છે. જેવાં બીજ વાવે તેવાં જ ફળ મળે છે, એમ સમજી સુજ્ઞ જનોએ હિંસારૂપ વિષબીજ નહિ વાવતાં અહિંસારૂપ અમૃત બીજ જ વાવવાં જોઈએ. સંક્ષેપમાં “gurt: પુળ્યાવે, Tigય ઉજવી નમ ” પરોપકાર પુન્ય ફળને માટે અને પરપીડન પાપ ફળને માટે થાય છે. સત્ય, પ્રમાણિકતા, શીલ અને સંતોષાદિ વ્રત નિયમે આદરી પાળવાન અંતરંગ હેતુ દયાધર્મની રક્ષા અને પુષ્ટિ અર્થે જ છે, એ મુદ્દાની વાત નિજ લક્ષમાં રાખી શાસ્ત્રવચનને અનુસરવા પ્રમાદ રહિત પ્રયત્ન કરે ઉચિત છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
શ્રી કપૂરવિજયજી ૨૭. સત્ય વાણી સત્ય વાણી વદવાને પ્રભાવ સમજી પ્રિય અને
હિતવચન જ ઉચારવા હિતોપદેશ, ગરલ અમૃત વાણું, સાચથી અગ્નિ પાણી, સૃજ સમજ અહિ રાણી, સાચ વિશ્વાસ ખાણું; સુપ્રસન્ન સુર કીજે, સાચથી તે તરીને, તિણ અલિક તજીજે, સાચ વાણું વદીજે. પપ જગ અપજસ વાધે, કૂડ વાણું વદંતા, વસુ પતિ મુગત્યે, સાખ કૂડી ભરંતા; અસત વચન વારી, સાચને ચિત્ત ધારી,
વદ વચન વિચારી, જે સદા સખ્યકારી. ૧૬ પ્રિય, પથ્ય અને તથ્ય ( મિષ્ટ-મધુર લાગે અને હિતરૂપ થાય એવું ) યથાર્થ વચન વદવા સદા સર્વદા નિજ લક્ષ રાખનાર આ લેકમાં અને પરલોકમાં બહુ સુખી થાય છે, આ ભવમાં વિશ્વાસપાત્ર બની ભારે પ્રતિષ્ઠા પામે છે અને પરભવમાં સ્વર્ગાદિના સુખ પામે છે. તેથી સત્ય વચન જ વદવા દઢ પ્રતિજ્ઞા કરવી ઘટે છે. સત્ય બતના દઢ અભ્યાસથી વચનસિદ્ધિ થવા પામે છે. તેના પ્રભાવથી ઝેર અમૃતરૂપે પરિણામ પામે છે, અગ્નિ જળરૂપ થઈ જાય છે, કાળી નાગણ પુષ્પની માળારૂપ થાય છે, લેકમાં ભારે વિશ્વાસ બેસે છે, દેવતાઓ બહ પ્રસન્ન થાય છે અને અંતે ભવસમુદ્રને પાર પમાય છે. એમ સમજી અસત્ય વાણુને ત્યાગ કરી અન્ય જનોને પ્રિય અને હિતરૂપ થાય એવી સત્ય વાણી જ વદવી ઘટે છે.
૧ ઝેર અમૃત થાય. ૨ નાગણ પુષ્પમાળા થાય. ૩ અસત્ય-ખોટું.
Page #130
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૯૧ ] અસત્ય વાણું વદતાં દુનિયામાં અપજશ વધે છે. કૂડીખાટી સાક્ષી ભરતા વસુરાજાની પેઠે લોકમાં ભારે અપવાદ અને દુર્ગતિ થાય છે. આ અતિ અગત્યની વાત નિજ લક્ષમાં સદા ય ધારી રાખી કૂડા બાલ, કૂડી સાક્ષી, કૂડાં આળ અને પરતાંત–પરનિંદા કરવાની કૂડી ટેવ સદંતર દૂર કરી, સત્ય પ્રતિજ્ઞા દઢપણે ધારી તેનો એવી રીતે નિર્વાહ કરો કે જેથી આ લેકમાં તેમ જ પરલોકમાં સદા ય આત્માની ઉન્નતિ થવા પામે. સત્ય વ્રતધારી જનેએ શાસ્ત્રને અનુકૂળ બલવા સદા ય લક્ષ રાખવું જોઈએ. ઉસૂત્રભાષણ સમાન કોઈ ભારે પાપ નથી, અને શાસ્ત્રાનુસાર ભાષણ સિવાય કોઈ ભારે પુન્ય યા ધર્મ નથી. એ અપેક્ષાએ સત્ય વ્રત પાળવામાં ઘણું સાવચેતી રાખવાની જરૂર છે. - શ્રી કાલિકાચાર્ય મહારાજે પ્રાણાન્ત કચ્છ વખતે પણ શાસ્ત્રવિરુદ્ધ વચન કહ્યું નહિ તેથી તેમનો સર્વત્ર થશેવાદ થયે અને તેઓ સદ્ગતિ પામ્યા, તેમ ગમે તેવા વિષમ સંજોગો વચ્ચે પણ જે મક્કમપણે સત્ય વ્રતનું સેવનઆરાધન કરે છે તે ઉભય લેકમાં સુખસંપદા પામે છે અને અન્ય અનેક ભવ્ય જનોને પણ માર્ગદર્શક બને છે. સત્યના પ્રભાવ ઉપર અજવાળું પાડે એવા અનેક ઉત્તમ દષ્ટાન્ત મળી આવે છે, તે નિજ લક્ષમાં રાખી આત્મઉન્નતિ અર્થે સુજ્ઞ જનોએ સત્ય વ્રતનું પાલન કરવું.
Page #131
--------------------------------------------------------------------------
________________
[ 2 ]
શ્રી કરવિજયજી
૨૮. અસ્તેય ચેરી કરવાની ટેવથી થતી ખુવારી સમજી નીતિ
આદરવા હિતોપદેશ. પરધન અપહારે, સ્વાર્થને ચોર હારે, કુળ અજસ વધારે, બંધ ઘાતાદિ ધારે, પરધન તિણું હેતે, સર્પ ન્યૂ દૂર વારી, જગજન હિતકારી, હોય સંતોષ ધારી. પ૭ નિશિદિન નર પામે, જેહથી દુઃખ કેટી, તજ તજ ધન ચેરી, કષ્ટની જેહરી '; પરવિભવ હરે, રહિણી ચોર રંગે,
ઇહ અભયકુમારે, તે ગ્રહ્યા બુદ્ધિસંગે. ૫૮ દ્રવ્યના લોભથી કુછંદવશ કુબુદ્ધિ ધરીને ચેર લેકે પારકા ધનને ગમે તે પ્રકારના છળ-કપટ કરીને અપહરી લે છે, તેથી તેમનો સ્વાર્થ ઊલટો બગડે છે. તેઓ પિતાને વખત ભયાકુળ સ્થિતિમાં જ પસાર કરે છે. ક્યાંય જંપીને બેસી કે શયન કરી શકતા નથી, સુખે ખાઈ-પી શકતા નથી, પણ રાતદિન પકડાવા કે દંડાવાના જ ભયમાં રઝળતાં ફરે છે. તેમના મનને કયાંય ચેન પડતું નથી. તેની સાથે તેમના કુટુંબકબીલાના પણ ભેગ મળે છે. કુળની કીર્તિને પણ લોપ થઈ જાય છે અને વધ બંધનાદિક કષ્ટ સહવા પડે છે. ચોરીના અપલક્ષણથી સર્ષની જેમ કોઈ તેમનો વિશ્વાસ કરતું નથી. આ ભારે દોષ નિવારવાને ખરે ઉપાય સંતોષ જ છે.
જેથી જીવને રાતદિવસ અનેક દુખનો કડે અનુભવ કરવો પડે છે, તે કષ્ટની ખાણ જેવો ચોરી કરવાને દોષ
૧. ઓરડી ?
Page #132
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૭ ] જરૂર તજવા જે જ છે. રેહિણી ચેર પારકા દ્રવ્યને ખૂબ અપહરી લેતો હતો, પણ શ્રી વીરપ્રભુનાં વચનથી જ બચવા પામ્ય, અભયકુમારથી પણ ન પકડાણે અને પછી તેણે વીરપ્રભુનું જ શરણ સ્વીકાર્યું.
પરાઈ નજીવી વસ્તુ ઉચકવાની કે છીનવી લેવાની ટેવ આગળ ઉપર ભારે ભયંકર રૂપ ધારી બેસે છે અને તે આગળ જતા જીવલેણ વ્યાધિની પેઠે તેના પ્રાણ પણ હરી લે છે. જે શરૂઆતથી જ બાળકે ઉપર નીતિના અને ધર્મના શુભ સંસ્કારો પાડવામાં આવ્યા હોય તે પ્રાય: આવી ભયંકર ભૂલ પાછળની વયમાં ભાગ્યે જ થવા પામે છે. સંતતિનું ભલું ઈચ્છનાર માબાપાએ તેવી દરકાર રાખવી જોઈએ અને પિતાના બાળકોને સારા જાતિવંત અને ધર્મશીલ શિક્ષક પાસે કેળવવાં જોઈએ. બાળકો જેવું દેખે તેવું સહેજે શીખે છે તેથી તેમની સમીપે, દષ્ટિ સામે કોઈ પણ અનીતિભર્યું આચરણ ન કરવું એવી સંભાળ રાખવી જોઈએ. કવચિત્ દેવગે બાળક એવી કંઈ ભૂલ કરે તે તે માબાપોએ કે તેના શિક્ષકે તેને સમજાવી સુધરાવી લેવી જોઈએ. કેટલાક સુધરેલા દેશમાં કેદીચરને પણ સદુપદેશવડે સુધારી શકાય છે તો પછી બીજા એનું તે કહેવું જ શું ? ઉદ્યમ અને ખંતથી ગમે તેવાં કઠણ કામ પણ થઈ શકે છે, ગમે તેવાં વ્યસન દૂર કરી શકાય છે અને સ્વપર હિત સાધી શકાય છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
[ ૯૪ ]
શ્રી કર્ખરવિજયજી
૨૯. શીલવ્રત કુશીલ તજવા હિતિપદેશ-પરસ્ત્રીગમનથી થતા ગેરફાયદા.
અપયશ પડતું વાગે, લેકમાં લીહ ભાગે, દુરજન બહુ જાગે, ને કુળે લાજ લાગે; સજન પણ વિરાગે, મે રમે એણુ રાગે, પરતિય રસ રાગે, દેશની કેડી જાગે. ૫૦ પરતિય રસરાગે, નાશ લંકેશ૩ પાયો, પરતિય રસત્યાગે, શીલ ગંગેય ગાય; કુપદ જનક પુત્રી, વિશ્વ વિધેપ વિદીતી,
સુરનર મિલી સેવી, શીળને જે ધરતી. ૬૦ કામાન્ય બની પરસ્ત્રીગમન કે વેશ્યાગમન કરવાથી અપયશ વધે છે, કુળ કલંકિત થાય છે, લેકમર્યાદાનો લેપ થાય છે, દુર્જનતા વધતી જાય છે, સજજનનું મને તેનાથી વિરક્ત બની જાય છે, તેવા પરસ્ત્રી સંબંધી વિષયરસમાં હે મુગ્ધ ! તું રાચીશ નહિ. સ્વસ્ત્રીમાં જ સંતોષ ધરનાર સુખી થાય છે અને તે એકપત્નીવ્રતવાળે લેખાય છે.
સ્ત્રીને અનાદર કરી પરસ્ત્રીમાં લુબ્ધ બનનારને મહાહાનિ થવા પામે છે. - પરસ્ત્રીના વિષયરાગમાં પડવાથી રાવણ જેવો રાજવી વિનાશ પામે અને ઉક્ત વિષયરસથી વિરક્ત થયેલે ગાંગેય સર્વત્ર યશવાદ પામ્ય, બાળવયથી જીવિત પર્યત જેણે અખંડ શીલનું પાલન કર્યું એવા તે અંતે સદ્દગતિને પામ્યા.
૧ આબરૂ જાય. ૨ પત્રિયા-પરસ્ત્રી. ૩ રાવણ, ૪ દ્રૌપદી અને તા. ૫ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ
Page #134
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ ૨ ઃ
[ ૯૫
વળી આખી દુનિયામાં વિખ્યાત થયેલી ટ્રપદી તથા સીતા નામની સતીને તેની સુશીલતા( સ્વપતિસંતાષ )ને લીધે અનેક દેવતાએ અને મનુષ્યાએ પણ પૂજી.
જે શુભાશયવત સ્ત્રી પુરુષા પેાતાના મનને અને ઇન્દ્રિયાને કાબૂમાં રાખીને તેમને ઉન્માર્ગે જવા દેતા નથી તેઓ ગમે તેવી તેની કસોટી વખતે પ્રાણપ્રિય શીલવ્રતનું સંરક્ષણ કરી ઉત્તમ સતાસતીએની પંક્તિમાં લેખાવા ચેાગ્ય મને છે. આ સતીસતાનાં એવાં અનેક ઉદાર હૃષ્ટાંતા સુપ્રસિદ્ધ છે. આવાં સુશીલ સ્ત્રીપુરુષરત્નાને કષ્ટ વખતે દેવતાઓ પણ સહાય કરે છે. તેમના નિમ ળ યશ જગતમાં સર્વત્ર પ્રસરી રહે છે અને ગમે તેવુ દુષ્કર કાર્ય તેઓ સુખે સાધી શકે છે,
નિર્મળ શીલના પ્રભાવે જ સુદર્શન શેઠની શૂળી ભાંગીને સિહાસન થઈ ગયું હતું. શીલના જ પ્રભાવે સતી સુભદ્રાએ કૂવામાંથી કાચે તાંતણે બાંધેલી ચાલણીવડે જળ કાઢીને ચંપાનગરીના દ્વાર ઉઘાડ્યાં હતાં અને શીલના જ પ્રભાવે સતી સીતાજીને અગ્નિ શીતળ થઇ ગયા હતા. સંક્ષેપમાં શિયળના પ્રભાવે વાઘ બકરી જેવા, સર્પ ફૂલની માળા જેવેશ, અગ્નિ પાણી જેવા અને સમુદ્ર સ્થળ જેવા થઇ જાય છે, એમ સમજી સુના જનાએ નિજ મન અને ઇન્દ્રિયાને મર્યાદામાં રાખો સદા ય સુશીલતા જ સેવવી જોઇએ કુશીલતાથી રાવણુ પ્રમુખના થયેલા ભૂંડા હાલ જાણી કદાપિ તેના સંગ કરવા નહિ. કુશીલતાથી જગતમાં અનેક માઠાં ઉપનામેા મળે છે, અને સુશીલતાથી સર્વત્ર યશવાદ ઉપરાંત સદ્ગતિ થાય છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
[ ૯૯ ]
શ્રી કરવિજયજી ૩૦. પરિગ્રહ-મમતા ત્યાગ પરિગ્રહ અથવા દ્રવ્ય મમતા તજવા હિતોપદેશ. શશિ ઉદય વધે છ્યું, સિધુ વેળા ભલેરી, ધન કરી મનસા એ, તેમ વાધે ઘણેરી; દૂરિત નરક સેરી, તું કરે તે પરેરી, મ મ કર અધિકેરી, પ્રીતિ એ અર્થકેરી. ૬૧ મનુષ્ય જનમ હારે, દુ:ખની કેડી ધારે, પરિગ્રહ મમતાએ, સ્વર્ગના સખ્ય વારે અધિક ધરણી લેવા, ધાતકી ખંડકેરી. સુભૂમ કુગતિ પામી, ચીરાયે ઘણેરી, દુર જેમ ચંદ્રમાના ઉદય સાથે સમુદ્રની વેલ વધતી જાય છે તેમ દ્રવ્યની વૃદ્ધિ થવાની સાથે મમતાની પણ વૃદ્ધિ થતી જાય છે, એમ સમજી પાપને પેદા કરનારી અને વૃદ્ધિ કરનારી નરકની શેરી સમાન મમતાને તું દૂર કર. અનિત્ય અને અસાર દ્રવ્યની અધિક પ્રીતિ ન કર ન કર.
દ્રવ્યની મમતાવડે દુર્લભ માનવભવ એળે હારી જવાય છે, કોડે ગમે દુઃખ આવી પડે છે, અને સ્વર્ગના સુખથી બેનસીબ જ રહેવાય છે. પ્રાપ્ત છ ખંડ રાજ્યથી અસંતુષ્ટ રહેલા સુભમ ચક્રવર્તીએ, ધાતકી ખંડની પૃથ્વી સ્વવશ કરવા જતાં, પાપી મમતા ભેગે, તેના સેવક યક્ષેએ એકી સાથે ઉપેક્ષા કરવાથી, છતી ત્રાદ્ધિ હારી, સર્વ સાથે સમુદ્ર તળે જઈ, નીચ નરક ગતિ જ સાધી–પ્રાપ્ત કરી.
૧ સમુદ્રની ભરતી. ૨ દૂર કર. ૩ પૃથ્વી.
Page #136
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૯૭ ] જેમ અત્યંત ભારથી ભરેલું નાવ ડૂબી દરિયા તળે જાય છે તેમ અતિ લોભવશ પરિગ્રહ-મમતાથી જીવ ભવસમુદ્રમાં ડૂબી જાય છે.
આ દુર્લભ મનુષ્યભવાદિ શુભ સામગ્રી ગુમાવી દેનાર ફરી તે સામગ્રી પામી શકતા નથી. ફરી ફરી એવી સામગ્રી પામવી અતિ દુર્લભ છે, એમ સમજી સુજ્ઞજનેએ પરિણામે દુઃખદાયી દ્રવ્યની મમતાનો ત્યાગ કરી-દ્રવ્યલોભ તજી, સુખકારી ધર્મને જ લોભ કર યુક્ત છે.
અનેક પ્રકારની દ્રવ્ય-સંપત્તિ લેવિશ એકઠી કરવા છતાં છેવટે તે છેહ દઈ જતી રહે છે, અથવા તેને તજી પિતાને જતું રહેવું પડે છે-જમશરણ થવું પડે છે એમ વિચારી જે ધર્મ સંપત્તિ (ગુણસંપદા) સદા ય સાથે રહે છે તેને સંચય કરવા શા માટે પ્રયત્ન ન કરો ? મમણ શેઠની પેઠે અનર્ગળ લક્ષમી એકઠી કર્યા છતાં કૃપણુતાના દેષથી તે લક્ષ્મી સુખને માટે નહિ પણ મિથ્યા મમતાવડે દુઃખને માટે જ થઈ છે. જેમ જેમ લક્ષમીનો લાભ થતો જાય છે તેમ તેમ લેભ પણ વધતો જાય છે. લેવિશ જીવ અધિક લક્ષમી મેળવવા જીવનમાં જોખમ ખેડે છે, મહાઆરંભ સમારંભવાળાં પાપવ્યાપાર કરે છે અને હાયય કરતાં મરીને છેવટે નરકાદિ દુર્ગતિને પામે છે. લેભાંધ જીવ નીતિ-ધર્મને અનાદર કરી અનીતિ-અધર્મને માગે ચાલે છે અને અનેક અધમ કાર્ય કરી આ લેકમાં અપવાદ અને પરલોકમાં પરમાધામીના માર ખાય છે, એમ સમજી સુજ્ઞ જનોએ એવી અધમ લેભવૃત્તિ તજી, સંતોષવૃત્તિ ધારી, બને ભવ સુધારી લેવા ગ્ય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
[ ૯૮ ]
શ્રી કપૂરવિજયજી
૩૧. સાષ
સતેષ ગુણ ધારવા-આદરવા હિતાપદેશ.
સફળ ગુણ ભરાયે, વિદ્યુતા વશ્ય થાયે, ભવજળધિ તરાયે, દુઃખ દૂરે પળાયે; નિજ જનમ સુધારે, આપદા દૂર વારે, નિત ધરમ વધારે, જેહ સતાષ ધારે. ૬૩
૬૪
સકળ સુખતણા તે, સાર સાષ જાણે, નક રમણીકેરી, જે ઇચ્છા ન આણે; રજની કપિલ આંધ્યા, સ્વની લેાલતાએ, ભ્રમર કમળ માંધ્યા, તે અસતાષતાએ જે સુજ્ઞજના સંતેાષ ગુણને ધારે છે તે સકળ ગુણગૌરવને પામે છે, સકળ વિશ્વવતી જનાને વશ કરે છે, ભવસમુદ્રને તરી શકે છે, દુ:ખ માત્રને દૂર કરી શકે છે, નિજ જન્મને સુધારી શકે છે, આપદામાત્રને નિવારી શકે છે અને નિત્ય નિત્ય ધર્મની વૃદ્ધિ કરી શકે છે. સંતેષગુણના આ મહાપ્રભાવ છે.
કનક અને કામિનીના સંગની ઈચ્છા જે કરતા નથી તે જ ખરેખર સંતાષને સકળ સુખનું ધામ સમજે છે. સ ંતાષ ગુણુ વગર કનક કે કામિનીની ઇચ્છા તજાતી નથી. સુવર્ણ ની લેાલુપતાએ કપિલ બ્રાહ્મણ રાજાની પાસે મધ્યરાત્રિએ જતાં માર્ગોમાં કાટવાળના હાથમાં પકડાઈ ગયા, પછી પ્રભાતે તેને રાજા પાસે આણ્યા, તેણે સત્ય હકીકત કહેવાથી રાજાએ તેને છેાડી દીધા અને જોઇએ તેટલુ સુવણૅ માગી લેવા જણાવ્યું. તે વિચાર ૧. આખું વિશ્વ.
Page #138
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૯ ] કરીને માગવા ઉપર રાખી, જ્યારે પોતે વિચાર કરવા બેઠો ત્યારે તેની ઈચ્છા આકાશ જેવી અનંતી થઈ ગઈ–ઈરછાને અંત જ ન આવ્યું. છેવટે તે પ્રતિબંધ પાપે, એમ સમજીને કે આખરે સંતોષમાં જ સુખ છે. વળી ભમરા જે ફૂલમાં બંધાઈ રહે છે તે પણ અસંતોષવડે જ, એમ સમજી સુજ્ઞજનએ પરપ્રૂડા–વિષયતૃષ્ણા તજી સંતેષ ગુણ સેવવા આદર કર યુક્ત છે.
શાસ્ત્રકારે ચોગ્ય જ કહ્યું છે કે “ પરપૃહા મહાદુઃખરૂપ છે અને નિ:સ્પૃહતા મહાસુખરૂપ છે.” એ વચનનું ઊંડું રહસ્ય વિચારી નિઃસ્પૃહતા આદરવી યુક્ત છે. લોભવશ નંદરાજાએ સોનાની ડુંગરીએ કરાવી પણ તે તેના કશા કામમાં ન આવી. દેવતાએ તે અપહરી લીધી અને પોતે ફોગટ મમતા બાંધીને દુઃખી થયો. લોભ સર્વ ભક્ષક અગ્નિ સમાન છે, તે સર્વ સુખનો નાશ કરી પ્રાણીને દુઃખ માત્ર આપે છે. જેમ ઇંધનથી આગ તૃપ્ત થતી નથી તેમ જીવને ગમે તેટલી દ્રવ્યસંપત્તિથી સંતોષ વળતું નથી. અસંતોષી જીવ ઉન્મત્તની પેઠે ગમે તેમ બોલતા ફરે છે અને ગમે તેવી પાપચેષ્ટા કરે છે. આવા જીવની અંતે બૂરી ગતિ થવા પામે છે. જેમ જળવડે અગ્નિ શાંત થાય છે તેમ જ્ઞાન–વૈરાગ્યવડે તૃષ્ણાદાહ ઉપશમે છે અને શાંતિ-સંતોષ પ્રગટે છે. ભૂમિ ઉપર શય્યા, ભિક્ષાવૃત્તિથી આહાર, જીર્ણપ્રાય વસ્ત્ર અને એકાંત વનવાસ છતાં નિ:સ્પૃહી સાધુ–મહાત્માને ચક્રવત્તી કરતાં પણ સંતોષગુણવડે અધિક સુખ હોય છે. તેઓ શમ અને સંતોષ સામ્રાજ્યવડે જ ખરેખર સુખી છે, જ્યારે પરિગ્રહ-મમતાથી ભરેલા ઈન કે નરેન્દ્ર પણ અસંતુષ્ટપણાવડે ઊલટા દીન-દુઃખી જ દેખાય છે. ધન, ધાન્ય, પુત્ર,
Page #139
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
શ્રી કરવિજયજી પરિવાર ઉપર કે શરીરાદિક સંગિક વસ્તુઓ ઉપર મિથ્યા મમતા રાખી જીવ દુઃખી જ થાય છે, એમ સમજી શાણું જનોએ સંતોષવૃત્તિ જ સેવવી યુક્ત છે.
૩ર. વિષયતૃષ્ણ વિષય તૃષ્ણા તજવા હિતોપદેશ. શિવપદ યદિ વછે, જેહ આનંદદાઈ, વિષ સમ વિષયા તો, છાંડી દે દુઃખદાઈ મધુર અમૃત ધાર, દૂધની જે લહીજે,
અતિ વિરસ સદા તે, કાંજિકા શું ગ્રહીએ? ૬પ વિષય વિકળ તાણી, કીચકે ભીમભાર્યા,
દશમુખ અપહારી, ૩જાનકી રામભાર્યા પતિ ધરી રહનેમિ, ફીડવા નેમિનાર્યા.
જિણ વિષય ન વર્ષા, તે જાણે અનાર્યા. ૬૬ હે ભવ્યાત્મન ! જે તું પરમ આનંદદાયક મોક્ષ-સુખને ચાહતો જ હોય તો પરિણામે પરમ દુઃખદાયક વિષ જેવા વિષયભેગને તું તજી દે, ચારિત્રનું શુદ્ધ-નિર્મળભાવે સેવન કરી લેવારૂપ અમૃતની ધારા પી લે. એ તે દેખીતું સત્ય છે કે જે દૂધની મધુર અમૃતધારા મળતી હોય તો પછી અતિ વિરસ-ખાટી કાંજિકા–છાશનો શા માટે આદર કરે જોઈએ? ન જ કરે જોઈએ. સંતોષ એ ખરું અમૃત છે અને અસંતોષ અથવા વિષયતૃષ્ણ એ ખરેખર પ્રાણહારક ઉગ્ર વિષ સમાન હોવાથી તજવા ગ્ય જ છે.
૧ દ્રૌપદી. ૨ રાવણ૩ સીતા.
Page #140
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૦૧ ] વિષયતૃષ્ણાથી વિકળ બનેલા કીચકે સતી દ્રોપદીનું શિયલ ભંગ કરવા માટે પ્રયત્ન કર્યો હતો અને દશમુખ-રાવણે સતી સીતાજીનું અપહરણ કર્યું હતું, તેમ જ વળી રહનેમિએ રાજીમતી સંગાતે રતિ-ક્રીડા કરવા મન કર્યું હતું અને તે માટે ભેગપ્રાર્થના પણ કરી હતી, પરંતુ શીલ-સંતોષના પ્રભાવથી સતી દ્રૌપદીનાં ચીર પૂરાયાં ( નવનવાં વસ્ત્ર તેણીના દેહ ઉપર ઉત્પન્ન થવા પામ્યાં), એકાન્ત સ્થળ છતાં રાવણ સતી સીતાના શીલનો તાપ સહન કરી નહિ શકવાથી છેટો જ રહ્યા અને સતી રાજીમતીના સાધભર્યા વચનથી રહનેમિ શીધ્ર ઠેકાણે આવી, સ્વદેષની આલોચના-નિંદા-ગોં કરી અવિચળ પદ પામ્યા.
જે મોહાંધ બની, ઇન્દ્રિયવશ થઈ વિષયવિકળતાથી અધર્મને માર્ગે ચાલે છે તેમને તેમનાં અધર્મ–કાર્યને લઈને અનાર્યપ્રાય જ સમજવા.
ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ બની ક્ષણિક અને કલ્પિત સુખની ખાતર જીવ નિત્ય-સ્વાભાવિક સુખને ગુમાવી દે છે. વિષયસુખમાં શક્તિનો ક્ષય કરી નાંખનાર સહજ સ્વાભાવિક સુખ મેળવવા સ્વવીર્યનો ક્યાંથી ખર્ચ કરી શકે ? ઈન્દ્રિયોને વશ નહિ થતાં તેમને જ સ્વવશ કરવા પ્રયત્ન કરી લેવાય તો સ્વ૯૫ કાળમાં મહાન લાભ મેળવી શકાય. ફક્ત દિશા બદલવાની જ પ્રથમ જરૂર છે. સ્વેચ્છા મુજબ ગમે તેવા દુઃખદાયક વિષયમાં દેડી જતી ઇન્દ્રિયને દમી તેમને સુખદાયક સાચા માર્ગે વાળવી જોઈએ. ચક્ષુવડે વીતરાગ દેવની અને સંતજનની શાંત મુદ્રા નીરખી નિજ આત્મવિચારણા કરવી, શ્રેત્ર-કાનવડે સદ્દઉપદેશ અમૃતનું પાન કરવું, જીભ વડે
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
શ્રી કપૂરવિજયજી
શુદ્ધ દેવ, ગુરુ અને ધર્માંની સ્તુતિ કરવી, સુગંધી પદાર્થ દેવગુરુની ભક્તિમાં નિ:સ્વાર્થ પણે વાપરવા, નિજ દેહવડે બને તેટલી ઉત્તમ જનાની સેવા-ભક્તિ કરવી અને પરમા પરાયણ થવું.
૩૩, ઇન્દ્રિયપરાજય
ઇન્દ્રિયપરાજય આથી હિતાપદેશ.
જસ
ગજ મગર પતંગા, જે ભૃંગા કુરંગા, ક ઇક વિષયાર્થે તે લહે દુ:ખ સગા; પરવશ પાંચે, તેહનું શુ કહીજે ? મ હૃદય વિમાસી, ઈન્દ્રી પાંચે દમીજે. ૬૯ વિષય વન ચરતાં, ઇન્દ્રી જે ઊંટડા એ, નિજ વશ નવિ રાખે, તેહુ ઢ દુઃખડાં એ; અવશ કર્ણ મૃત્યુ, જ્યું અગુપ્તેન્દ્રી પામે, સ્વવશ સુખ લહ્યા જ્યુ', 'કૂમ ગુપ્તેન્દ્રી નામે. ૬૮
હાથી, મચ્છ-મગર, પતંગ, ભ્રમર, હરણ એ બધાં પ્રાણીઓ એક એક ઇન્દ્રિયનાં વિષયમાં આસક્ત બનવાથી પ્રાણાન્ત દુ:ખને પામે છે, તેા પછી જે પાંચે ઇન્દ્રિયાના વિષચામાં આસક્ત બની રહે તેમનુ તેા કહેવું જ શું ? એમ હૃદયમાં વિચારી સુજ્ઞજનાએ પાંચ ઇન્દ્રિયાનું દમન કરવુ જોઇએ. અન્યથા દ્રવ્ય અને ભાવ ઉભય પ્રાણની હાનિ થવા પામે છે.
વિષયરૂપી વનમાં સ્વેચ્છાએ ચરતા ઇન્દ્રિયારૂપી ઉંટડાઓને જો સ્વવશ કરી લેવામાં ન આવે તે તે દુઃખદાયક નીવડે છે.
૧ મગર-મસ્ત્યા. ૨ ભમરાઓ. ૩ હરણો. ૪ કાચબા.
Page #142
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૦૩ ] જે અજ્ઞજને ઈન્દ્રિયોને સ્વવશ નહિ કરતાં તેમને જ વશ થઈ પડે છે, તેઓ પરવશ ઈન્દ્રિયવાળા અગતેંદ્રિય કાચબાની પેઠે મરણાન્ત કષ્ટ પામે છે અને જેઓ ઈન્દ્રિયોને સારી રીતે દમી સ્વવશ કરી લે છે, તેઓ ગુતેન્દ્રિય કાચબાની પેઠે ખરેખર સુખી થઈ શકે છે.
શાસ્ત્રકાર સ્પષ્ટ જણાવે છે કે “ઈન્દ્રિયોને ઈચ્છિત વિષયે. માં મોકળી મૂકી દેવી તે આપદા વહોરી લેવાનો રાજમાર્ગ છે, અને એ જ ઈન્દ્રિયોને નિયમમાં રાખી સન્માર્ગે દોરવી એ સુખસંપદા પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે.”
હવે એ બેમાંથી તમને પસંદ પડે એ માર્ગને તમે ગ્રહણ કરે. સુખી થવું કે દુ:ખી થવું એને આધાર આપણા સારા કે નરસા વર્તન ઉપર જ રહે છે. ઈન્દિરૂપી ઉદ્ધત ઘેડાઓને દુર્ગતિના માર્ગમાં ઘસડી જતાં અટકાવવા જ હોય તે તેમને જિનેશ્વર પ્રભુના વચનરૂપી લગામવડે અંકુશમાં મૂકો-રાખો. વિવેકરૂપી હાથીને હણવાને કેશરીસિંહ જેવી અને સમાધિરૂપી ધનને લૂંટી લેવામાં ચાર જેવી ઇન્દ્રિયવડે જે અજિત રહે તે જ ધીર–વીરમાં ધુરંધર છે એમ જાણવું. તૃષ્ણારૂપી જળથી ભરેલાં ઇન્દ્રિયરૂપી ક્યારાવડે વૃદ્ધિ પામેલા વિષયરૂપી વિષ-વૃક્ષે પ્રમાદશીલ પ્રાણીઓને આકરી મૂચ્છ ઉપજાવી વિડંબના કરે છે. વિષયસુખ ભેગવતાં તો પ્રથમ મીઠાં–મધુર લાગે છે, પણ પરિણામે તે વિષયભેગ કિપાકના ફળની પેઠે અનર્થકારી નીવડે છે. જેમ જેમ પ્રાણી વિષયનું અધિક અધિક સેવન કરે છે, તેમ તેમ તૃષ્ણાને વધારી સંતાપ ઉપજાવે છે. જેમ ઈશ્વનાથી અગ્નિ તૃપ્ત થતો નથી અને નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો
Page #143
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવિજયજી
નથી, તેમ ગમે તેટલા વિષયભાગથી જીવને તૃપ્તિ થતી નથી અને તેના સ ંતાષ વગર સુખ પણ પ્રાપ્ત થતું નથી; તેથી સુખના અથી સુજ્ઞજનાએ સંતેાષ ગુણુ ધારણ કરવા નિજ મન અને ઇન્દ્રિચાને નિયમમાં રાખી સન્માગે વાળવા પ્રયત્ન કરવા.
૩૪. પ્રમાદ
પ્રમાદ પરિહરવા હિતાપદેશ.
સહુ મન સુખ વાંછે, નહિ ધર્મ વિના તે, ઇહ સુધરમ પામી, અતિ અળસ તને,
દુ:ખને કે। ન વાંછે, સાખ્ય એ સપજે છે; કાં પ્રમાદે ગમીજે ! ઉદ્યમે ધર્મ કીજે.
૬૯
ઇ દિવસ ગયા જે, ધર્મ સમય એળે, ધર્મનિવ કરે જે,
તેહ પાછા ન આવે, કાં પ્રમાદે ગમાવે ? આયુ એળે વહાવે, શશિ નૃપતિ પરે હ્યું, સાચ ના અંત પાવે. ૭૦
જગતના સહુને સુખની જવાંછના કરતા જણાય છે, દુ:ખની વાંછના કરતા કાણુ નજરે પડે છે? કાઇ જ નહિ. તેમ છતાં દુ:ખના અને સુખના ખરા માર્ગ કેણુ જાણે છે ? અથવા જાણવાની દરકાર કાણુ કરે છે ? ધર્મ-દાન, શીલ, તપ, ભાવમાં આદર કરવાથી સુખ પ્રાપ્ત થાય છે અને તેમાં અનાદર–પ્રમાદ કરવાથી જ દુઃખ પ્રાપ્ત થાય છે. પ્રમાદ રહિત સાધુધર્મ કે ગૃહસ્થધર્મનું સેવન કર્યાં વગર સુખ સાંપડતું જ નથી. ઉક્ત સદ્ધર્મ ને સારી રીતે સેવન કરવા ચેાગ્ય રૂડી સામગ્રી મળ્યા છતાં તેના લાભ લઇ લેવામાં શા માટે ઉપેક્ષા કરવી જોઇએ ?
Page #144
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[૧૦૫] અંગથી આળસને અળગું કરી નાંખી સુખના અથી ભાઈબહેનોએ પવિત્ર ધર્મનું સેવન કરી લેવા ચેકસ ઉદ્યમ કરે જ જોઈએ. ઉદ્યમ જેવો કોઈ બંધુ નથી અને પ્રમાદ જેવો કેઈ શત્રુ નથી.
જે જે ક્ષણે, જે જે દિવસ, માસ, વર્ષાદિક આપણા આયુષ્યમાંથી ઓછા થાય છે–ચાલ્યા જાય છે તે કંઈ પાછા આવતાં નથી. આદરપૂર્વક ધર્મસેવન કરનારને તે સઘળો વખત લેખે થાય છે અને આળસથી ધર્મને અનાદર કરનારને તે બધો ય વખત અલેખે જાય છે, એમ સમજીને હે ભેળાજને! ધર્મનું સાધન કરવા જે અમૂલ્ય સમય હાથ લાગ્યું છે તેને પ્રમાદવશ થઈ જઈ કેમ વ્યર્થ ગુમાવે છે ? ધર્મનું સેવન કરવામાં આળસ-ઉપેક્ષા કરનારનું આયુષ્ય નકામું ચાલ્યુ જાય છે અને છેવટે તેને શશીરાજાની પેઠે શેચ કરે પડે છે.
તે શશીરાજાને તેના બંધુએ પ્રથમ બહુ પ્રકારે બોધ આપી ધર્મસેવન કરવા પ્રેરણા કરી હતી, પણ તે વખતે તેને એ વાત ગળે ઉતરી નહોતી અને ઊલટો આડુંઅવળું સમજાવી પિતાના બંધુને પણ મોહજાળમાં ફસાવવા ચાહતે હતો ! તેમ છતાં તેના બંધુ ધર્મનું રહસ્ય સારી રીતે સમજતા હોવાથી લગારે ડગ્યા નહિ અને ચારિત્ર-ધર્મને આદરી દેવગતિને પામ્યા. પછી જ્ઞાનવડે પિતાના ભાઈ શશીરાજાની શી સ્થિતિ થઈ છે? તે તપાસતાં તે દેવને સમજાયું કે ભાઈ તો વિષયાદિક પ્રમાદમાં લપટાઈ નરકગતિમાં ઉત્પન્ન થયા છે, એટલે તેને પ્રબેધવા પિતે તેના સ્થાનકે ગયા અને તેને પૂર્વભવનું સ્મરણ કરાવ્યું, એટલે તે કહેવા લાગે કે-“હે બંધ ! તમે મૃત્યુલોકમાં જઈ મારા પૂર્વ શરીરને ખૂબ કદર્થના ઉપજાવે, જેથી હું
Page #145
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
શ્રી કપૂરવિજયજી
આ દુ:ખમાંથી મુક્ત થઈ શકું. ” ધ્રુવે ઉત્તર આપ્યા કે “ ભાઈ ! તેમ કરવાથી હવે કંઇ વળે નહિ. ઉપરાક્ત દેષ્ટાન્ત સમજીને સ્વઆધીનપણે પ્રમાદ તજી જે મનુષ્ય ધર્મ સાધન કરે છે તે જ સુખી થઇ શકે છે, અન્યથા નહિ.
',
,,
૩૫. સાધુ ધ
સાધના સ્વરૂપનું સક્ષેપથી કથન. ( શાર્દૂલવિક્રીડિતવૃત્ત )
જે પાંચે વ્રત મેરુભાર નિવહે, નિઃસંગ રંગે રહે, પંચાચાર ઘરે પ્રમાદ ન કરે, જે દુ:રિસા સહે; પાંચે ઈન્દ્રી તુરંગમા વશ કરે, મેાક્ષાને સગ્રહે, એવા દુષ્કર સાધુ ધ ધન તે, જે ન્યુ ગ્રહે તું વહે, ૭૧
( માલિની વૃત્ત )
મયણ રસ વિમેાડી, કામિની સ`ગ છેડી, જિય કનક કાડી, મુક્તિશુ પ્રીતિ જોડી; ભવ ભવ ભય વામી, શુદ્ધ ચારિત્ર પામી, હું જગ શિવગામી, તે નમા જ ભૂવામી.
७२
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ પાંચ મહાવ્રતા રાત્રિભાજનના સથા નિષેધ સાથે પાલન કરવારૂપ મેરુપર્વતના ભાર જેએ નિવડે છે, દૃઢ વૈરાગ્યના રંગથી જેમનું હૃદય રંગાઇ ગયેલું હાવાથી નિ:સ્પૃહભાવે જે આનંદમાં ગરકાવ રહે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય ને અનુકૂળ આચાર-વિચારને જ ધારણ કરી રહે છે, મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથારૂપી પાંચ પાપી પ્રમાદના
Page #146
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
| [ ૧૭ ] જે ચીવટથી ત્યાગ કરે છે, ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણતા, પ્રમુખ બાવીશ પરિસહ પૈકી જે જે કઠણ પરિસિહો આવી પડે તે તે અદીનપણે–સમભાવે જે સહન કરે છે અને ચક્ષુ, શ્રોત્રાદિક પાંચે ઈન્દ્રિરૂપી અવળા ઘેડાઓને જ્ઞાનલગામવડે નિજ વશમાં રાખી જે મહાનુભાવ મુનિજનો સંયમમાર્ગને સાવધાનપણે સેવે છે તે અનુક્રમે સકળ કમ–મળને ક્ષય કરી મૂક્ષપદને મેળવી શકે છે. આ દુષ્કર સાધુધર્મ દઢ વૈરાગ્યથી આદરી જે તેને સિંહની પેઠે શૂરવીરપણે પાળે છે તે ભાગ્યશાળી ભાઈબહેનો ખરેખર ધન્ય-કૃતપુન્ય છે.
શૃંગાર રસને અનાદર કરી, આઠ પદ્મિની સ્ત્રીઓનો સંગ છોડી, નવાણ કોડ સુવર્ણ ત્યાગ કરી, કેવળ મુક્તિ સાથે જ લય લગાડી અને શુદ્ધ ચારિત્ર-ધર્મને સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત કરી, જન્મ-મરણને ભય દૂર કરી એ જ ભવમાં જે પરમાનંદ પદમોક્ષને પ્રાપ્ત થયા એવા શ્રી જબસ્વામી મહામુનિને અમારે વારંવાર નમસ્કાર હો ! એ મહામુનિ સાધુધર્મના એક ઉત્તમ આદર્શ ( Ideal ) રૂપ હોવાથી એમનું ઉત્તમ ચારિત્ર મુમુક્ષુ જનોએ વારંવાર મનન કરી પરિશીલન કરવા યોગ્ય છે. ધન્ય છે એ મહામુનિને કે જેમણે પોતાના પવિત્ર ચારિત્રના પ્રબળ પ્રભાવથી પ્રભવાદિક પાંચસો ચોરોને પણ પ્રતિબોધી પરમાર્થ માર્ગમાં પ્રયોજી દીધા. જે આવા પુરુષાથી મહામુનિઓના પવિત્ર ચારિત્ર તરફ મુમુક્ષુજન સદાય દષ્ટિ રાખે તે આજકાલ દષ્ટિગત થતી સાધુધર્મમાં શિથિલતા શીર્ઘ દૂર થવા પામે અને પુનઃ પ્રબળ જ્ઞાનવૈરાગ્ય જાગૃત થતાં સાધુ-ધર્મ દીપ્તિમાન થવા પામે.
Page #147
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ]
શ્રી કરવિજયજી ૩૬. શ્રાવક ધર્મ શ્રાવક ધર્મના સ્વરૂપનું સક્ષેપ કથન.
(શાર્દૂલવિક્રીડિતવૃત્ત) જે સમ્યકત્વ લહી સદા વ્રત ધરે, સર્વજ્ઞ સેવા કરે, સંધ્યાવશ્યક આદરે ગુરુ ભજે, દાનાદિ ધર્માચરે; નિત્ય સદ્ગુરુ સેવના વિધિ ધરે, એ જિનાધીશ્વરે, ભાખે શ્રાવક ધર્મ દાયર–દશધા જે આદરે તે તરે. ૭૩
(માલિનીવૃત્ત) નિશદિન જિનકેરી, જે કરે શુદ્ધ સેવા, અણુવ્રત ધરી જે તે, કામ આનંદ કેવા; ચરમ જિનવરિદ, જે સુધમે સુવાસ્યા,
સમકિત સતવંતા, શ્રાવકા તે પ્રશસ્યા. ૭૪ શુદ્ધ દેવ, ગુરુ અને સર્વજ્ઞ–વીતરાગકથિત ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધારૂપ સમકિત ગ્રહણ કરી જે વ્રતનિયમેને આદરે, સર્વજ્ઞ દેવની સેવા-ભક્તિ કરે, સંધ્યાવશ્યક (બે ટંક પ્રતિક્રમણ-સામાયિક પ્રમુખ) આદરે, પૂજ્ય–વડિલ જનની ભક્તિ કરે, દાનાદિ ધર્મનું સેવન કરે અને સદા ય સદ્દગુરુની વિધિવત્ સેવના કરે, એ રીતે શ્રી જિનેશ્વરભાષિત દ્વાદશ વ્રતરૂપ ગૃહસ્થ ધર્મ જે મહાનુભાવ શ્રાવકે આદરે તે સ્વર્ગાદિકનાં સુખ અનુ. ભવી અનુકમે મોક્ષસુખ પામે.
૧ બે ટંક પ્રતિક્રમણ ૨ બાર પ્રકારનો. ૩ આનંદ અને કામદેવાદિક શ્રાવક.
Page #148
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૦૯ ] જે સદા ય શુદ્ધ ભાવથી જિનેશ્વર દેવની સેવાભક્તિ કરે અને પ્રભુના પાત્ર ઉપદેશ અનુસારે ગૃહસ્થ ગ્ય અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતને ધારે તે ચરમ તીર્થકર શ્રી મહાવીર દેવે પ્રશંસેલા, અને સદ્ધમેં વાસિત થયેલા આનંદ, કામદેવ પ્રમુખ ઉત્તમ સમકિતવંત અને સત્વવંત શ્રાવકોની પેઠે પ્રશંસાપાત્ર થાય છે.
જે સદગુરુને સમાગમ કરી વિનય-બહુમાનપૂર્વક તત્વશ્રવણ કરે છે અને નિજ હિત કર્તવ્યને નિશ્ચય કરી સન્માર્ગનું સેવન કરે છે તે શ્રાવક કહેવાય છે. અથવા શુદ્ધ શ્રદ્ધા, સર્વિવેક અને સક્રિયાનું જે યથાવિધિ સેવન કરે છે તે શુભાશયે શ્રાવકની ખરી પંક્તિમાં લેખાય છે. તથા પ્રકારનાં સગુણ વગરનાં જે હોય તે દ્રવ્યશ્રાવક કહેવાય છે, શ્રાવક
ગ્ય ઉત્તમ ગુણોથી અલંકૃત હોય તે ભાવશ્રાવક ગણાય છે, અને જે ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સ્વસ્વ અધિકાર અનુસારે વીતરાગ શાસનની ઉન્નતિ–પ્રભાવના કરવા તન, મન અને ધનથી પ્રવૃત્તિ કરે છે તે પરમ શ્રાવકની પંક્તિમાં લેખાવા યોગ્ય છે.
સામાન્ય શ્રાવકોએ પણ વ્યવહારશુદ્ધિ રાખવા, મિથ્યાત્વવૃદ્ધિકારક કિયા તજવા અને ગુણમાં આગળ વધવા અવશ્ય લક્ષ રાખવું જોઈએ. દશ દષ્ટાન્ત દુર્લભ મનુષ્યજન્માદિ ઉત્તમ સામગ્રી પામી, પ્રમાદવશ પડી તેને નિરર્થક કરી નહિ દેતાં જેમ બને તેમ વિષયકષાયાદિ પ્રમાદાચરણ તજીને સુશ્રાવકને છાજે એવા આચારવિચાર સેવવા ઉજમાળ થવું ઘટે છે. પૂર્વ
Page #149
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ]
શ્રી કરવિજયજી પુનેગે પવિત્ર ધર્મના શુભ મનોરથ થાય તો તેને સફળ કરી લેવા જરૂરી કાળજી રાખવી ઘટે છે, જેથી અત્યારે કરેલી હિતકરણ આગળ ઉપર ઘણું જ ઉપયોગી થઈ શકે.
(માલિનીવૃત્ત )
ઈમ અરથ રસાળ, જે રચી સૂક્તમાળા, ધરમ નૃપતિ બાળ, માલિની છંદ શાળા; ધરમ મતિ ધરંતા, જે બહાં પુણ્ય વાયા, પ્રથમ ઘમકે, સાર એ વર્ગ સા. ૭૫
SUCU21
כחלחלה
ULULUSULULUCUCULULUI En5nl=
חבחניתבתכחכחכחכחכח
( ઈતિ શ્રી સૂક્તમુક્તાવલ્યાં પ્રથમ પુરુષારૂપ
ધર્મવર્ગ: સમાસમ.
תכתבתכתבתכתב
રnd EduSTI
LLUÇUCUC
UÇUSULUCULCUSUFUSULU?UPUZUCUCUSUÇUCUELLTE
תכתכתבתכתכוכתכתבותכתכתבתכ'תכתבתכתבתכשבתכתבתל
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂક્ત મુક્તાવળી
અથ વ
( અધિકારા ) ( ઉપેન્દ્રવજ્રા વૃત્તમ્ )
अथार्थवर्ग हितचिंतनश्रीः
मितं पचास्वमहीशसेवा ॥ खलादिमैत्री व्यसनादि चैव
मिहावधार्याः कतिचित्प्रसंगाः ॥ १ ॥
બીજા અર્થ અધિકારમાં અર્થ, હિતચિંતન, લક્ષ્મી, કૃપણુતા, યાચના, નિર્ધનતા, રાજસેવા, ખળાદિ ( ખળતા ને અવિશ્વાસ ) મૈત્રી, સાત વ્યસન–જુગાર, માંસભક્ષણ, ચારી, મદિરા, વેશ્યા, શિકાર, પરસ્ત્રીંગમન વગેરે અને આદિ શબ્દથી બીજા કીર્તિ, પ્રધાન–મંત્રી, કળા, મૂર્ખતા અને લજ્જા એમ સેાળ અધિકારરૂપ-પ્રસંગા–વિષયા કહેવામાં આવશે.
Page #151
--------------------------------------------------------------------------
________________
બીજો પુરુષાર્થ-અ વર્ગ
૧ અ –દ્રવ્ય વિષે.
ન્યાયનીતિ અને પ્રમાણિકપણાથી જ દ્રવ્ય ઉપાર્જન કરવા હિતાપદેશ. માલિનીવૃત્ત.
અર્થ અરજ જેણે, સ્વાયતે વિશ્વ હવે, જિણ વિણ ગુણ વિદ્યા, રૂપને કાણુ જોવે ? અભિનવ સુખકે, સાર એ અર્થ જાણી, સકળ ધર્મ જેથી, સાધીએ ચિત્ત આણી. ૧
અર્થ વિણ કૈવન્નો, જેહ વેશ્યાએ નાંખ્યા, અર્થ વિષ્ણુ વશિષૅ, રામ જાતા ઉવેખ્યા; સુકૃત મુજસકારી, અ તે એ ઉપાજો, કુવણજ ઉપજ'તા, અથ તે દૂર વો ૨
ગૃહસ્થવષે સંસારવ્યવહારમાં રહેતાં પગલે પગલે દ્રવ્યની જરૂર પડે છે. દ્રવ્ય વગર પેાતાનામાં ગમે તેવા ગુણુ, વિદ્યા કે રૂપ હાય તેને કેણુ જુએ છે? તેની કદર કે પરવા કાણ કરે છે? કાઇ નહિ. તેથી સ્વમાહુબળથી ન્યાય, નીતિ અને પ્રમાણિકપણું રાખી-સાચવીને તમે એવું અર્થ ઉપાર્જન કરા કે જે વડે સહુ કાઇ તમને અનુસરીને ચાલે. જો એમ કરશે। . । તમે સ્વસ્થ ચિત્તથી દાનાદિ સકળ ધર્મ સાધી શકશે। અને એથી અપૂર્વ સુખસમૃદ્ધિને સહેજે પ્રાપ્ત કરી શકશે.
Page #152
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૧૩ ] જુઓ કે અર્થ (ધન) વગર કયવઝા શેઠને વેશ્યાએ અનાદર કર્યો, અર્થ વગર વશિષ્ટ રામને વનમાં જતા ઉખે-ઉપેક્ષા કરી, એમ સમજી હે સુજ્ઞજને ! સુયશને પેદા કરનાર અને વૃદ્ધિને પમાડનાર અર્થને ખરી નીતિથી ન્યાય માગે ઉપાર્જન કરે અને કુવણજથી (નીચ પાપવ્યાપારથી ) પ્રાપ્ત થતા ગમે તેટલા દ્રવ્યની પણ ઉપેક્ષા કરો-દરકાર ન કરો.
માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણમાં પ્રથમ ગુણમાં જ આ વાત કહેવામાં આવી છે કે “હે ભવ્યજને ! જે તમે શ્રી વીતરાગ પ્રણીત ધર્મ પામવાની ચાહના રાખતા હો તો અનીતિ-અન્યાય અને અપ્રમાણિકપણાના દ્રવ્યની ઉપેક્ષા કરીને શુદ્ધ નીતિ-ન્યાયથી જ જેમ બને તેમ નિર્દોષ વ્યાપારવડે જ દ્રવ્ય ઉપાર્જન કરવાનું રાખો. એથી તમને સુબુદ્ધિ સૂઝશે.” “જે આહાર તેવો ઓડકાર' એ ન્યાયે, જે નીતિનું દ્રવ્ય પેટમાં જાય તો બુદ્ધિ સારી-નિર્મળ થશે અને દાનાદિક ધર્મમાં પ્રવૃત્તિ કરવાનું અને એ અસ્થિર દ્રવ્યથી સ્વહિત કરી લેવાનું સૂઝશે.
પૂર્વે અનેક સાહસિક પુરુષો પુરુષાર્થ વડે અનર્ગલ લક્ષ્મી કમાઈ લાવીને, ઊંચી સ્થિતિ ઉપર આવી, પોતાના અનેક સીદાતા–દુખી થતા માનવબંધુઓને ઉદ્ધાર કરી, પવિત્ર ધર્મને દીપાવી સ્વજન્મ સફળ કરતા હતા. પૂર્વે થયેલા મહાસમૃદ્ધિવંત આનંદ તેમજ કામદેવાદિ શ્રાવકની વાર્તા તે શાસ્ત્રપ્રસિદ્ધ છે, પણ આ કલિકાળમાં પણ એવા કઈક નિ:સ્વાર્થ દાનેશ્વરી થયા છે કે જેમનાં પવિત્ર ચરિત્ર વાંચતાં ચિત્તમાં ચમત્કાર પેદા થાય છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪]
શ્રી કપૂરવિજયજી ૨. હિતચિંતન. પરહિતચિતન યા પરોપકાર કરવા હિતોપદેશ.
(માલિનીવૃત્ત ) પરહિત કરવા જે, ચિત્ત ઉછાહ ધારે, પરકૃત હિત હૈયે, જે ન કાંઇ વિસારે પ્રતિહિત પરથી છે, તે ન વાંછે કદાઈ પુરષ યણ સોઇ, વંદિયે સે સદાઈ નિજ દુખ ન ગણે છે, પારકું દુઃખ વારે, તિહ તણું બલિહારી, જાઈયે કેડી વારે; જિમ વિષભર જેણે, ડુંક પીડા સહીને,
વિષધર જિન વિરે, બૂઝવ્યો તે વહીને. ૪ પરહિત કરવા જે સદા ય ચિત્તમાં ઉત્સાહ ધરે છે, એવા જ સદ્દવિચાર જેના મનમાં સદા ય જાગૃત રહે છે, એવી જ મિષ્ટમધુરી હિતવાણી વદવા સદા ય ચીવટ રાખી પ્રવર્તે છે, બીજા પરોપકારશીલ પુરુષોએ કરેલાં હિતકાર્યો-પરોપકારનાં કામ જે કદાપિ વિસરી જતા નથી, અને ઉપકારનો બદલો મેળવવા જેમને ઈચ્છા થતી જ નથી એવા પુરુષરને સદાસર્વદા સત્કાર–સન્માન કરવા લાયક જ છે.
જે પિતાનું દુઃખ ગણકારતા નથી અને પારકું દુઃખ દૂર કરવા કાયમ પ્રયત્ન કરે છે તેવા પુરુષાથી પુરુષરત્નની કોડે વાર બલિહારી છે. જુઓ ! ચરમ તીર્થકર શ્રી મહાવીરદેવે અંડકોશીયા નાગના ડંખની પીડા સહીને પણ કેવળ પરમાર્થદષ્ટિએ તેને પ્રતિબંધ કર્યો, એ વાત મશહૂર છે. આવા
Page #154
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૧૫ ] આદર્શ પુરુષના પવિત્ર ચરિત્રનું બની શકે તેટલું અનુકરણ કરવું કે જેથી આપણું જીવન પણ સાર્થક થઈ શકે.
પવિત્ર આદર્શ પુરુષના હૃદયમાં એવી જ ભાવના હોય છે કે “સહુ કોઈ સુખી થાઓ ! સહુ કોઈ રોગ-પીડા રહિત થાઓ ! સહુ કોઈ કલ્યાણને પામે ! સહુ કઈ પાપચરણથી દૂર રહો !” એવા મહાન પુરુષોના મનમાં “આ મારું અને આ પરાયું ” એવો ભેદભાવ હોતો નથી. તેમના ઉદાર દિલમાં તો આખી દુનિયા કુટુંબ રૂપ મનાય છે. તેઓ સદા ય છે છે કે “આખી આલમનું ભલું થાઓ ! આખી દુનિયામાં સુખશાન્તિ પ્રસરે ! સહુ કોઈ જ પરનું હિત–પરોપકાર કરવા તત્પર બનો ! અહિતકારક પાપ-દોષ માત્ર દૂર થાઓ ! અને સર્વત્ર સહુ કોઈ સુખી થાઓ !” સહુ સાથે આવી ઉદાર મૈત્રીભાવ ઉપરાંત સગુણુના ગુણ નીહાળી તેમને અનુમોદન અને પુષ્ટિ આપવારૂપ પ્રમેદભાવ અને અપગુણીને કે દુ:ખીને દુ:ખી દેખી તેમને યોગ્ય સહાય કરવારૂપ કરુણાભાવ તથા તદ્દન કઠોર અને સુધારી ન શકાય એવા નિર્ગુણ કે દુષ્ટ જીવે તરફ પણ રાગદ્વેષ વગરની તટસ્થતા રાખવા તેઓ ઉપદેશે છે.
૩. લક્ષ્મી વિષે.
લક્ષ્મી પ્રભાવ વર્ણન. હરિત રતિ રંગે, જે રમે રાત સારી, શિવ તનય કુમારે, બ્રહ્મપુત્રી કુમારી; હિત કરી દગ લીલા, જેહને લચ્છી જોવે, સકળ સુખ લહે સે, સેઇ વિખ્યાત હોવે.
Page #155
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ ]
શ્રી કપૂરવિજયજી લખમી બળે યશોદા-નંદને વિશ્વ મેહે, લખમી વિણ વિરૂપી. શંભુ ભિક્ષુ ન સે; લખમી લહિય કે, જે શિલાદિત્ય ભં, લખમી લહિય શાકે, વિક્રમે વિશ્વ રં. ૬ હરિ જે ઇન્દ્ર તેને સુત-પુત્ર નામે જયંત અથવા હરિ જે કૃષ્ણ વાસુદેવ તેને સુત-પુત્ર નામે પ્રદ્યુમ્ન (બીજું નામ કામદેવ) તે રતિ (અપ્સરા જેવી રૂપવતી સ્ત્રી) સંગાથે બધી રાત રતિક્રીડા કરે છે. તેમ જ શિવ જે મહાદેવ તેને તનય-પુત્ર નામે કાર્તિકેય અથવા ગણપતિ તે બ્રહ્માની પુત્રી સાથે સંગ પાપે તે લક્ષમીના પ્રભાવથી. ટુંકાણમાં જેના તરફ લક્ષ્મી કૃપા-કટાક્ષથી–પ્રસન્ન થઈ જુએ તે સકળ સુખસંપદા પામે.
લહમીદેવીના બળવાન સહચારથી-સદા સહવાસથી યશોદાનંદન-પુત્ર જે કૃષ્ણ વાસુદેવ તેના ઉપર સહુ કોઈ મેહી પડ્યા અને એ લક્ષમી વગરના શંભુ-શંકર-મહાદેવ જે વિરૂપ-રૌદ્ર-બિભત્સ રૂપને ધારતા હતા તે ભિક્ષુ-ભિખારીની જેમ કશી શોભા પામ્યા નહિ.
વળી લક્ષમીના પ્રભાવથી એક રંક નામના શેઠે શિલાદિત્ય જેવા નરપતિ-રાજાને પણ પરાભવ કર્યો, તેમ જ વિક્રમાદિત્ય કરી ૧૧મજ વિક્રમાદિત્ય રાજાએ લક્ષમીની જ પ્રસન્નતાથી દુનિયાના લેકને અનુણ-શણમુક્ત કરી, સહુને રાજી રાજી કરી પોતાના નામને સંવત્સર ચલાવ્યા.
એ પ્રમાણે પહેલા (પાંચમા) છંદમાં જણાવેલા દષ્ટાંત
Page #156
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૧૭ ] દાખલા લૈકિક શાસ્ત્રોમાંથી જાણીને કહેલા છે. તે તેમાંથી બેધ લેવાના ઉદ્દેશથી ઉપયોગી જાણ ગ્રંથકારે લીધા છે.
ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવવા ઈચ્છનારા ગૃહસ્થને લક્ષમી-ધનની ડગલે ને પગલે જરૂર પડે છે. કહે કે તેના જ આધારે તેને સઘળે સંસારવ્યવહાર ચાલી શકે છે. પુરુષાર્થ ફેરવી, ન્યાય–નીતિ–પ્રમાણિકતા સાચવી, યથાયોગ્ય વ્યવસાય કરનારની ઉપર લહમીદેવી પ્રસન્ન થાય છેતેને લક્ષ્મી સ્વયમેવ વરે છે, કહો કે તેની ડોકમાં પોતે જ વરમાળ નાંખે છે.
સમર્થ શાસ્ત્રકારોએ લમી-ધનને પેદા કરવા તેમ જ તેને સ્થિર કરી ટકાવી રાખવાનો અક્સીર ઉપાય, ન્યાય-નીતિ કે પ્રમાણિકતાથી સાવધપણે વ્યવસાય કરવારૂપ જ વખાણેલે છે. તેમ છતાં કઈક અજ્ઞાની અને લોભીજન તે લક્ષ્મીને અનીતિઅન્યાયથી જ પેદા કરી લેવા મથે છે, પણ પુન્ય વગર તે પ્રાપ્ત થતી જ નથી અને કદાચ પ્રાપ્ત થઈ હોય તો તે અનીતિ-અન્યાયનું ઉપાસના કરનાર પાસે વધારે વખત ટકતી નથી. વળી જે સારાં સુકૃત્ય કરે છે તેમને લક્ષ્મીની ઈચ્છા ન હોય તે પણ તે ગમે ત્યાંથી સહેજે આવી મળે છે. અત્યારે જેમને લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય તે પૂર્વે કરેલાં સુકૃત્યના પ્રભાવથી જ થઈ હોય છે પરંતુ લક્ષમીને પામ્યા છતાં જે મદમસ્ત બની સુકૃત્ય કરતાં નથી તેમને પ્રથમ કરેલું પુન્ય ખલાસ થતાં દુર્દશા જ ભેગવવી પડે છે, તેથી સુજ્ઞ જનેએ ન્યાય-નીતિથી બને તેટલી લક્ષ્મીનું ઉપાર્જન કરી તેને સદુપયોગ જ કરે ઘટે છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ]
શ્રી કપૂરવિજયજી
કહેવાય છે કે “ ત્યાગે તેની આગે ” અને “ માગે તેથી નાસે ” એ હકીકત બહુ જ અર્થસૂચક છે. જે કાઇ મહાનુભાવ લક્ષ્મીને અસ્થિર-ચપળ સ્વભાવી અને અસાર સમજી તેની ઉપરની મમતા-મૂર્છા તજી, પરમાર્થ દ્વારા તેને સારા ક્ષેત્રામાં વિધિપૂર્વક વાવે છે તેને તેથી અનંતગુણી દ્રવ્ય અને ભાવ લક્ષ્મી અનાયાસે મળી આવે છે એ વાત ખરી છે. તેમજ જે કાઇ ચેાગ્યતા વગર તે લક્ષ્મીની યાચના કરે છે, વિવિધ પ્રકારના વ્યવસાય કરે છે, કાળાં ધેાળા કરે છે, અને તેના માટે મરી જ઼ીટે છે તેમને તે મળતી જ નથી, એટલે તેમનાથી તે દૂર ને દૂર ભાગતી ફરે છે.
દાન, ભાગ અને નારા એ લક્ષ્મીની ત્રણ ગતિ કહી છે. જે મુગ્ધ જના કૃપણુતાથી છતી લક્ષ્મીએ દાન દેતા નથી તથા તેનેા રીતસર ઉપભાગ કરતા નથી તેમની તે લક્ષ્મી છેવટે નાશ જ પામે છે. અથવા તે તે કૃપણ એવા મસ્મણુ શેઠની જેમ લક્ષ્મી અહીં જ અનામત મૂકી મરી જાય છે.
દાન દાનમાં પણ ફેર છે. જે દાન વિધિપૂર્વક બહુમાનથી સત્પાત્રને દેવામાં આવે છે તેનાથી પુન્યાનુબંધી પુન્ય ઉપાર્જન થાય છે. તેવું દાન દઇને પ્રમુદ્રિત થવાને બદલે પાછળથી ખેદ કરનારને ફળની હાનિ થવા પામે છે; તથા અજ્ઞાનપણે કુપાત્રનુ પાષણ કરવાથી અને કુવ્યસનાદિનું સેવન કરવામાં ઉડાવી દેવાથી તેના નાશ પણ થાય છે. અજ્ઞાનભર્યાં તપ-જપ—કાયકષ્ટાદિક કરવાથી પાપાનુબંધી પુન્ય ઉપાર્જન કરનારને જો કે લક્ષ્મી મળે છે, પરંતુ તેને તે દુરુપયોગ કરીને દુતિ પામે છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ
[ ૧૧૯ ]
જે સદ્ભાગી દ્રવ્ય-લક્ષ્મીના માહુ તજી તેના વિવેકથી સદુપયેાગ જ કરે છે તે આંતર-ભાવલક્ષ્મીને પ્રાપ્ત કરી અંતે પરમપદ-મેાક્ષને પામે છે.
૪. કૃપણતા ત્યાગ.
કૃપણતા દોષ તજવા અને ઉદાર દિલ કરવા હિતાપદેશ. કણ કણ જીમ સંચે, કીટિકા ધાન્યકેરા, મધુકર મધુ સચે, ભગવે કે। અનેરે; તિમ ધન કૃષિકેશ, નાપકારે દિવાયે, ઈમ હિ વિલય જાયે, અન્યથા અન્ય ખાયે. કૃપણપણું ધરતાં, જે નવે નંદરાયા, કનકગિરિ કરાયા, તે તિહાં અથ નાયા; ઇમ મમત કરતા, દુઃખવાસેા વસીજે, કૃપણપણું. તજીને, મેધ જ્યું દાન દીજે.
.
જેમ કીડી કણ કણ સચીને અનાજને એકઠું કરે છે, અને મધમાખ પુષ્પના પરાગ એકઠા કરી કરીને મધ મનાવે છે.
46
""
,,
કીડીનું સંચ્યું તેતર ખાય અને પાપીનું ધન એળે જાય. ” એ ન્યાયે કૃપી કૃપણુનું ધન કાઇ સારા કામમાં વપરાતુ કે દેવાતુ નથી. “ તેના હાથ ઉપર જમડા બેઠેલા હાય છે. જેથી “ ચમડી તૂટે પણ દમડી છૂટતી નથી. ’’ આમ હાવાથી કૃપણુનું ધન કાં તે જમીનમાં દાટવું જ રહે છે, અથવા કાઇ નશીખદાર તેના ભાગવટા કરે છે, અથવા તેા એના પુન્યના
૧ સાનાની ડુંગરીએ.
Page #159
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ]
શ્રી કરવિજયજી ક્ષય થયે તે ધન પગ કરી નાશી જાય છે. પછી કહેવાય છે કે “આવ્યું હતું બાંધી મુઠે અને જાય છે ખાલી હાથે. ” શ્રીમાન છતાં કૃપણ લેકો લક્ષમીની ચપળતાને કંઈક વિચાર કરી તેને સારે ઠેકાણે ઉપયોગ કરી લેવા ધારે તે તેથી તેઓ અપાર લાભ મેળવી શકે. કઈ સદગુરુ નિઃસ્પૃહી મહાત્માના અનુગ્રહથી કદાચ એવી સદ્બુદ્ધિ જાગે તો કેટલું બધું સ્વપરહિત થઈ શકે? કરકસરના નિયમોને દઢપણે પાળનાર ઉપર કઈ કોઈ વખતે કૃપણતાને આરોપ લકે ઠોકી બેસાડે છે, પણ તે વ્યાજબી નથી, ખરી રીતે તે આવા જ માણસો વધારે ડાહ્યા અને દીર્ધદશી હોવાથી તે પિતાના ઉપાર્જિત દ્રવ્યને ખરી તકે સદુપયોગ કરવા ચૂકતા નથી. કૃપણ અને કરકસરથી કામ કરનારમાં આ મહાન અંતર છે. કૃપણ દ્રવ્ય ઉપર ખોટી મમતા રાખ તેનો સંચય કરવામાં જ સાર સમજે છે, જ્યારે કરકસરના નિયમોને સમજનાર સુજ્ઞ જને સંચિત ધનને સારામાં સારો ઉપયોગ કરવામાં સાર સમજે છે.
કૃપણપણાથી નવ નંદ રાજાઓએ સોનાના ડુંગર કરાવ્યા હતા, તે કંઈ તેમના કામમાં આવ્યા ન હતા. દેવતાઓએ તે અપહરી લીધા હતા, અને ઊલટા મમતાવડે તે ઘણું દુઃખ પામ્યા હતા એમ સમજીને કૃપણુતા દોષને તજી ઉદાર દિલથી મેઘની પેઠે દાન દઈ લેકનું દારિદ્રય દૂર કરી પ્રાપ્ત થયેલ લેમીને અને સ્વજન્મનો લાહ લઈ લે યુક્ત છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૨૧ ]
૫. પારકી આશા
સ્પૃહા ચા યાચના નહી કરવા હિતાપદેશ. નિર્મળ ગુણ રાજી, ત્યાં લગે લાક રાજી, તમ લગ કહે જી જી, ત્યાં લગે પ્રીતિ ઝાઝી; સુજન જન સનેહી, ત્યાં લગે મિત્ર તેહી, મુખથકી ન કહીજે, જ્યાં લગે દૈહિ દેહિ. ૯
જઈ વડપણ વાંછે, માગજે તા ન કાંઈ, લહુપણ જિણે હાવે, કેમ કિજે તિ કાંઈ; જિમ લઘુ થઇ શોભે, વીથી દાન દીધું, હિર અળિદ્રુપ આગે, વામના રૂપ લીધું. ૧૦
જ્યાંસુધી જીવ લેાભ-લાલચને વશ થઇ, નિજ માન ( Self Respect ) મૂકી ‘મને આપા, મને આપેા’એવાં દીન વચન મુખથી ઉચ્ચારતા નથી ત્યાં સુધી જ તેનામાં રહેલા કાંઇક નિર્મળ પ્રભાવ સામા ઉપર પડે છે, ત્યાંસુધી જ તેના ઉપર લેકે રાજી રાજી રહે છે—પીઢા થઈ જાય છે, ત્યાં સુધી જ સહુ તેને ‘જીગંજી’ એવાં આવકારભરેલાં વચનથી ખેાલાવે છે, ત્યાં સુધી જ લેાકેા તેના ઉપર વધારે પ્રીતિ રાખે છે અને ત્યાં સુધી જ સ્વજન, સ્નેહી અને મિત્ર માન-સન્માન કરવા સન્મુખ થાય છે.
શાસ્ત્રકાર કહે છે કે જો તુ વડાઇ–મેટાઇ–ગુરુતા-પ્રભુતા ચાહતા હાય તે! કદાપિ કાઇની પાસે દીનતા દાખવી કંઇ દ્રવ્ય
૧ ગુણની ગુ. ૨ હલકાપણું,
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ]
શ્રી કપૂરવિજ્યજી યાચના કરીશ નહિ. જેનાથી ઊલટી લઘુતા-હલકાઈ થાય તેવી દીનતા-વાચના શા માટે કરવી જોઈએ? યાચના કરનારને લેક તૃણથી પણ હલકા લેખે છે, તેથી ગમે તે રીતે નિજ જીવનનિર્વાહ કરી લે, પણ નજીવી બાબતમાં પારકી યાચના કરી હલકા પડવું ઉચિત નથી.
આપણા જીવનવ્યવહારમાં આવા અનેક પ્રસંગે આવી પડે છે, પણ જે આત્મબળ-જાતમહેનત ( Self-Help ) ઉપર જ દઢ આધાર રાખી, બીજા ઉપર આધાર નહિ રાખતાં સ્વજીવન નિર્વાહ કરી લે છે તે પિતાની આબરૂ (Self-Respect) સાચવી સારું નામ કાઢે છે.
આ વાત પર પગલિક વસ્તુની ચાહનાને અંગે કહેવામાં આવી છે. તેવી તુચ્છ આશા-તૃષ્ણને અનાદર કરી જે આત્માના સ્વાભાવિક ગુણની જ ચાહના થાય, જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક નિજ ગુણપ્રાપ્તિની જ પ્રબળ ઈચ્છા થાય તો તેવા આત્મગુણે માટે જ સંત મહાશયની પાસે દીનતા(નમ્રતા)પૂર્વક તે તે ગુણોની ઓળખાણ કરાય-સમજ મેળવાય-તેની જ દઢ પ્રતીતિ-શ્રદ્ધા કરાય અને અન્ય મોહજાળ મૂકી તેમાં જ એકનિષ્ઠ થવાય એ તે અત્યંત હિતકારક છે, કેમકે એથી અનુક્રમે સ્વાભાવિક પૂર્ણ પ્રભુતા પામી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાય છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૨૩ ] ૬. સદુપાયથી દ્રવ્યપ્રાપ્તિ. સદુપાયવડે નિધનતા દૂર કરી સદ્રવ્ય પ્રાપ્ત કરી લેવા હિતોપદેશ.
ધન વિણ નિજ બંધુ, તેહને દૂર છેડે, ધન વિણ ગૃહભાર્યા, ભસેવા ન મ; નિરજળ સર જેવ, દેહ નિર્જીવ જેવો, નિરધન તૃણ જે, લોકમાં તે ગણે. ૧૧ સરવર જિમ સેહે, નીરપૂરે ભરાયે, ધન કરી નર સેહે, તેમ નીતે ઉપાયો ધન કરિય સુહતો, માઘ જે જાણ હું,
ધન વિણ પગ સૂજી, તેહ દીઠે મરતો. ૧૨ દ્રવ્યપ્રાપ્તિ વગર નિર્ધન માણસને કઈ આવકાર આપતું નથી. બંધુ-સહોદર પણ તેનો સંગ-પ્રસંગ રાખતા નથીતેનાથી અળગા થઈ રહે છે અને ઘરની ભાર્યા (ગૃહિણી ) પણ ભાવથી તેની સેવા-ચાકરી કરતી નથી, તો પછી પુત્રપરિવારનું તો કહેવું જ શું ? ધન-સંપત્તિ વગરનો નિર્ધન માણસ જળ વગરના સૂકા સર–સરોવર જે, જીવ વગરની નિર્માલ્ય કાયા જેવો અને અહીંતહીં અથડાતા અસાર તણખલા જેવો જગતમાં હલકે દેખાય છે–ગણાય છે.
જેમ નિર્મળ જળસમૂહથી સરવર શોભે છે, તેમ મનુષ્ય પણ ન્યાય, નીતિ અને પ્રમાણિકપણાથી ઉપાર્જિત કરેલી લક્ષ્મીવડે શોભા પામે છે. જેમ સુંદર શાખા, પત્ર, પુષ્પ અને ફળ
૧ નીતિએ ઉપાર્જન કરેલ. ૨ માઘપંડિત દાતા હતા.
Page #163
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪]
શ્રી કરવિજયજી વડે વૃક્ષ શોભે છે, તેમ સુંદર નીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્યવડે મનુષ્ય ઘણી શોભા પામે છે, પણ જેમ જળ વગરનું સરેવર, પત્ર પુષ્પાદિક વગરનું વૃક્ષ, તિલક વગરનું કપાળ, ન્યાય વગરનું રાજ્ય અને શીલ વગરની યુવતી–સ્ત્રી શોભતા નથી, તેમ દ્રવ્ય વગર ગૃહસ્થ શભા પામતો નથી. માઘ જેવા મહાન પંડિત કવિઓ પણ દ્રવ્ય વગર છેવટે ટળવળતા મર્યા છે, તેથી સગ્ગહસ્થ ભવિષ્યનો વિચાર કરી સારા માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરી રાખવું ઉચિત છે. પિતાની આબરૂ છેવટ સુધી સાચવી રાખી સંસારમાં સુખી થવાને એ જ સારે રસ્તો છે.
સઉપાય સેવન કરતા છતાં પૂર્વકૃત અંતરાય કર્મના ઉદયથી દ્રવ્ય-પ્રાપ્તિ ન થાય અથવા અલ્પ થાય તો તે શેચવા
ગ્ય નથી. ભાગ્યમાં હોય તેટલું જ દ્રવ્ય ઉદ્યમ કરતાં સાંપડે છે, તે પછી નીતિનો માર્ગ તજી શા માટે અનીતિને માર્ગ લે જોઈએ? અનીતિનું દ્રવ્ય લાંબે કાળ ટકતું પણ નથી અને સુખે ખવાતું કે સન્માર્ગે વપરાતું પણ નથી, ઊલટી બુદ્ધિ બગાડી તે ઉન્માર્ગે દોરી જઈ જીવને દુઃખી કરી મૂકે છે. કઈ પ્રકારનાં કુવ્યસન (પરસ્ત્રી-વેશ્યાગમનાદિ) સેવવા એ પણ દ્રવ્યહાનિવડે શીધ્ર નિર્ધનતા પેદા કરવાના જ ઉપાય છે, એમ સમજી જદી એથી અલગ થઈ જવું.
Page #164
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧રપ ] ૭. રાજસેવા
રાજસેવા વર્ણન-અધિકાર. સજનશું હિત કીજે, દુજના શખ દીજે, જગ જનને વશ કીજે, ચિત્ત વાંછા વરીજે; નિજ ગુણ પ્રગટીજે, વિશ્વના કાર્ય કીજે, પ્રભુ સમ વિચારીજે, જો પ્રભુ સેવ કીજે. ૧૩ ભગતિ કરી વડાની, સેવ કીજે જિ કાંઈ અધિક ફળ ન આપે, કર્મથી તે તિ કાંઈ જળધિ તરીય લંકા, સીત સંદેશ લાવે, હનુમંત કરમે તે, રામ કોટ પાવે. ૧૪ જે તથા પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરીને કોઈ સમર્થ રાજા-મહારાજા કે સ્વામીની સેવા કરી તેની પ્રસન્નતા મેળવી શકાય તે પિતાની બુદ્ધિ-શક્તિથી પોતે પણ પોતાના સ્વામીની જેમ સ્વતંત્રપણે ધાર્યા કામ કરી શકે. તે ધારે તો અનેક સજજનોનું હિત કરી શકે છે, દુર્જનોને દંડ-શિક્ષા આપી શકે છે, સહુને નિજ વશ વર્તાવી શકે છે અને મનોવાંછના પૂરી શકે છે. પોતાની શક્તિ ખીલવી શકે છે, તથા કંઈક પરોપકારના કામ કરી શકે છે. ગમે તેટલા આદરથી, ગમે એવા સમર્થની સેવા કરવામાં આવે તો પણ પોતાના નશીબમાં હોય એથી અધિક કશું તે આપી શકે નહિ અને પોતે મેળવી શકે નહિ. જુઓ ! હનુમાનજી સમુદ્ર તરીને લંકામાં જઈ સીતા સતીને સંદેશો લઈ રામચંદ્રજી પાસે આવ્યા ત્યારે તે બક્ષીસ ( ઈનામ) તરીકે રામચંદ્રજી પાસેથી સ્નાન કરતી
Page #165
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૬ ]
શ્રી કરવિજયજી વખતે પહેરવાનો કછેટ જ પામ્યા હતા પણ તેને હનુમાને મહાલાભરૂપ માન્યો હતો; માન-હાનિરૂપ માન્ય ન હતો.)
માણસો અનેક પ્રકારના મનેરો કરે કે ન કરે પણ પુન્ય વગર કે પુરુષાર્થ કર્યા વગર તે મને રથો પૂરા થઈ શકતા નથી. ઘણી વાર ઘણાએક પ્રસંગમાં તો મનની હોંશ મનમાં જ રહી જાય છે. જે હેશ પૂરી કરવી જ હોય તે તેને યોગ્ય પ્રયત્ન કરવો જ જોઈએ. પિતાની શક્તિ ખીલવવા જરૂરી સાધનો ઉપયોગ કરવો ઘટે તો તે કરવો જોઈએ. જેમણે આગલા જન્મમાં સુકૃત્ય કર્યા હોય છે તેમને તેમની શુભ કૃત્યથી કે પુન્યના પ્રભાવથી એવી સ્થિતિ હેજે પ્રાપ્ત થાય છે કે તે પોતાની બધી હોંશે પૂરી કરી શકે છે. મોટું એશ્વર્ય, વિશાળબુદ્ધિ, લોકપ્રિયતા, કાર્યદક્ષતા અને પરોપકારવૃત્તિ વિગેરેની પ્રાપ્તિ સારા પુન્ય વગર થઈ શકતી નથી. પૂર્વ જન્મમાં શુદ્ધ ભાવથી અલ્પ પણ દાનાદિક કરણી કરી હેય છે તે તેના પ્રભાવથી અન્ય જન્મમાં જીવ એવી વિશાળ સામગ્રી પામી શકે છે કે તે શુભ સામગ્રી સાથે સુબુદ્ધિના યેગે ધારે તેટલાં સારાં કામ કરી શકે છે. શાલિભદ્ર જેવા વિશાળ ભેગવિલાસ, અભયકુમાર જેવી વિશાળ બુદ્ધિ અને ચક્રવત્તી જેવું સામ્રાજ્ય પામી જે તેની સાથે સબુદ્ધિને ઉત્તમ યોગ થયે હોય તે બાકી શું રહે? આ લેકમાં પ્રાપ્ત થયેલ સુખ સંતોષથી ભેગવી, સ્વપરહિત કરવા સાથે જે ઊલટભર્યો પ્રયાસ કર્યો હોય છે તેથી જ ભવાન્તરમાં તે સુખી થાય છે. દુ:ખ એ આપણે જ કરેલી ભૂલની શિક્ષારૂપ છે અને તે આપણને જાગ્રત કરવા–સતેજ બનાવવા માટે જરૂરનું પણ છે. દુઃખમાં ઘણે ભાગે આપણું ભાન ઠેકાણે આવે છે, પરંતુ
Page #166
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૨૭ ]
સુખમાં અને દુ:ખમાં જેમને સરખી જાગૃતિ રહી શકે છે તેમની તે। લિહારી જ છે. તેમના વૈરાગ્ય ઉત્કૃષ્ટ છે. જો સેવા કરેા તે એવા શાણા અને ઉદાર સ્વામીની કરા કે જે તમારી ખરી સેવાની યથાર્થ કદર કરી તમને નિવાજી શકે. એકદર સ્વામીની સેવા કરવાથી હિત થવું મુશ્કેલ છે. જેના પ્રસાદથી રાજા, મહારાજાદિક ઊંચી પદવી પ્રાપ્ત કરી શકાય છે તે ધર્મ-મહારાજાની જ સેવા જો શુદ્ નિષ્ઠાથી કરી શકાય તે। પછી બીજા કોઇની સેવા કરવાની કયારેય જરૂર રહે નહિ. એક ધ કળા જ પ્રાપ્ત કરી શકાય તા બીજી બધી કળા સહેજે પ્રાપ્ત થઇ શકે.
૮. દુર્જનતા.
ખળતા—દુનતા વર્ણન,
રસ વર્સ ભજે જ્યું, અમ નિખ પ્રસગે, ખળ મિલણ હુવે જ્યું, અંતરંગ પ્રભગે; સુણસુ સનેહી, જાણી લે રીતિ જેહી, ખળ જન નિસનેહી, તેહશુ પ્રીતિ કેહી. મગર જળ વસતા, તે કપિરાય દીઠા, મધુર ફળ ચખાવી, તે કર્યા મિત્ર મીઠા કપિ કલિંજ ભમેવા, મત્સ્ય ખેલિ ખલાઈ, જળમહીં કપિ બુદ્ધિ, છાંડી ટ્રુ તે ભલાઈ. ૧૬ જેમ કડવા લીંમડાના પ્રસંગથી આંખે પેાતાના સ્વાભાવિક રસ તજી, વિરસતા-કટુતાને પામે છે તેમ સારા માણુસ ખળ—દુર્જનના પ્રસંગથી બગડી ખળતા-દુનતાને ધારણ કરી લે છે. અહે। અહા પ્રેમી સજ્જના ! એ વાત દિલમાં ચાક્કસ કરી રાખા કે ખળ લેાકેા કેવળ સ્વાર્થાધ અને
૧૫
Page #167
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૮ ]
શ્રી કરવિજયજી પ્રેમશૂન્ય હોય છે. તેમની સંગાતે પ્રીતિ કરવી નકામી છે; એટલું જ નહીં પણ વખતે તે ભારે અનર્થકારક પણ થાય છે. એ વાતનું સમર્થન કરવા અત્રે એક કથાનક કહે છે –
વસનારા એક મગરમચ્છને એકદા એક વાનરે દિઠે અને તેને મીઠાં સ્વાદિષ્ટ ફળ ચખાડીને પોતાનો મનમા મિત્ર બનાવ્યું. પરિણામ એ આવ્યું કે તે વાનરનું જ કાળજું ખાવા મગરે બાજી રચી તેને ફસાવ્યા, પરંતુ પછીથી ખરી હકીકત જણાતાં વાનર તેમાંથી બચી ગયા.
પેલે મગર કઈ વખત થોડાં મધુરાં ફળ પોતાની સ્ત્રી (મગરી) પાસે લઈ ગયા અને તેને બધી હકીકત કહી દીધી; એટલે મગરીએ કહ્યું કે “હમેશાં આવાં મીઠાં ફળ ખાનારા વાનરનું કાળજું કેવું મીઠું હશે ? મારે તે એ વાનરનું કાળજું જ ખાવા જોઈએ. ગમે તેવી ચતુરાઈ કરીને મને તેનું કાળજું ખાવા આપ.” મગરે તને બહુ બહુ સમજાવી પણ તે બીજી કોઈ રીતે સમજી નહિ, ત્યારે મગરે વાનર પાસે વખતસર આવી, પ્રપંચ રચી, તેને આડુંઅવળું સમજાવી પોતાની સ્ત્રી મગરીનું મન મનાવવા વાનરને પિતાની પીઠ ઉપર બેસાડીને જળમાં તરત ચાલ્યો. માર્ગમાં ખરી હકીક્ત. મગરે જણાવી દીધી, તેથી બુદ્ધિબળથી વાનરે કહ્યું કે “ભલા મિત્ર! એ વાત પહેલી કહેવી હતી ને. મારું કાળજું તે હું સાથે લાવ્યો નથી, પણ સામેના ઝાડ પર લટકે છે, તેથી મગરે કાળજું લાવવા પાછો કાંઠે મૂળે એટલે યુક્તિથી તે વાનર બચી ગયે.
આંબાના અને લીંબડાના મૂળ સાથે મળ્યાં હોય તે તે નીંબના પ્રસંગથી આ વિણસી જાય છે, એટલે લીંબડાની
Page #168
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ ૨ :
[ ૧૨૯ ] જેમ કડવા બને છે. અર્થાત્ આંખામાં કડવાશ આવી જાય છે, એટલે તેના સ્વાભાવિક મીઠે રસ નષ્ટ થઇ જાય છે—તેમાંથી મીઠાશ જતી રહે છે. પરંતુ લીંબડાને આંબાની અસર થતી નથી. જડ જેવા લેખાતા આ વૃક્ષેામાં પણ નબળી સેાખતથી આવુ વિપરીત પરિણામ પ્રગટપણે આવતુ જાય છે, તે પછી જેનામાં અનેક દુર્ગુણા પ્રગટપણે દેખાતા હાય એવા નબળાં(દુજ ના)ના વારંવાર સૉંગ-પ્રસંગ કરવાથી સારાં( સજ્જના )ને પણ અનિષ્ટ પરિણામ આવે એમાં આશ્ચર્ય શું? હીણાની સેાખતથી હીણું જ પરિણામ આવે. “ જેવી સામત તેવી અસર ” એ કહેવત અત્રે લાગુ પડે છે. જે ભાવુક હાય તેને ગુણ ઢોષની અસર અવશ્ય થાય છે. આપણે જો દોષથી ખચવુ જ હાય તે તેવી નખળી સેાખતથી સદંતર દૂર જ રહેવુ. તેમ જ આપણા ગુણની રક્ષા તથા પુષ્ટિ કરવા માટે આપણે આપણા નિષ્કારણુ બંધુ સમાન ઉપકારી સંત-સુસાધુજનાની સેવા-ઉપાસના જરૂર કરવી. દુનખળ લેકે કેાઇના મિત્ર ન હેાય અને જો હાય તે તે સ્વાપૂરતા જ હાય, તેથી તેમની મિત્રતાથી કદાપિ હિત સંભવે જ નહિ સજ્જનેાની મિત્રતા જ ખરી છે કે જે પરિણામે હિતરૂપ જ હાય છે. ગમે તેટલી કસેટી કરી જુએ પણ સજ્જન પેાતાની સજ્જનતા ન જ છેડે ત્યારે દુન પાતાની દૃનતા જ દાખવે છે. જેમ ફણીધરનાં માથા ઉપર રહેલા મણિમાં ફણીધરનું વિષ સંક્રમી શકતું નથી, તે તેા ઊલટુ વિષ વિકારને ટાળી શકે છે, તેમ પરિપક્વ જ્ઞાન( અનુભવ )ઢશાવાળાને તેવા દુ નાના પાશ લાગતા નથી, કેમકે તે તેા ઊલટા દુ નાના રાગદ્વેષાદિક વિકારને દૂર કરે છે, પરંતુ કાચાપાચાએએ તે
૯
Page #169
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
શ્રી કપૂરવિજયજી નબળી સોબતથી સદા ય ચેતતા રહેવાની જરૂર છે, કેમકે તેમને તેને ચેપ જલદી લાગી શકે છે અને પરંપરાએ તે વધતો જાય છે, એમ સમજી આપણે તો દુર્જનોથી અધિક ચેતતા રહેવું.
૯ અવિશ્વાસ વિશ્વાસઘાત નહિ કરવા તેમજ દરેકને વિશ્વાસ નહિ કરવા હિતોપદેશ.
| ( ઉપજાતિ વૃત્ત ) વિધાસી સાથે ન છળે રમીજે, ન વૈરી વિશ્વાસ કદાપિ કીજે; જે ચિત્ત એ ધીરગુણે ધરીને, તો લચ્છી લીલા જગમાં વરીજે. ૧૭
( ઇન્દ્રવજા વૃત્ત ) ચાણક્ય ક્યું નિજ કાજ સાર્યો, જે રાજભાગી નૃપ તેહ માર્યો; જે ઘુઅડે કાગ વિશ્વાસ કીધે,
તે વાયસે ધૂકને દાહ કીધા. ૧૮ સહજ સ્વભાવથી કે ધર્મબુદ્ધિથી જે આપણા ઉપર શ્રદ્ધા-વિશ્વાસ રાખી રહ્યા હોય, આપણે તેનું કદાપિ અહિત કરીએ કે તેને અહિત માગે દેરીએ એવું જે સ્વપ્નમાં પણ સમજતા ન હોય અર્થાત્ જેને આપણા સંબંધી કશો ગેરવિશ્વાસ ન જ હોય તેવા ભેળા-ભદ્રિક શ્રદ્ધાવત વિશ્વાસુને કદાપિ છેતરવાને–દ દેવાને સ્વપ્નમાં પણ વિચાર કરે નહિ; કેમકે વિશ્વાસઘાત કરવા જેવું એકે ઉગ્ર પાપ નથી. જે બીજા કોઈને વિશ્વાસ કરતા ન હોય તે પણ ધર્મ કે
Page #170
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૩૧ ] ધમીજનોને તો વિશ્વાસ કરે છે. તેવા શ્રદ્ધાળુ જનોને છેતરવા, ભ્રષ્ટ કરવા, તેમને ઊંધે રસ્તે દોરવા અને તેમનું અહિત કરવું એ ધર્મના બહાને ચેપી ઠગાઈ કે વિશ્વાસઘાત જ કહેવાય. એવું પાપી અને હીચકારું કાર્ય કદાપિ કરવું નહીં. તેમ જ જે સદા ય છળ તાકીને જ રહેતા હોય અને તેવી તક મળતાં જ છેતરપિંડી કરવા ચૂકતા ન હોય એવા બન્ને પ્રકારના (બાહ્ય અને અત્યંતર ) શત્રુઓનો શાણા માણસોએ કદાપિ વિશ્વાસ કરે નહિ. મન, વચન કે કાયાથી અહિત જ કરનાર, કરાવનાર તથા અનુમોદનાર બાહ્ય શત્રુ લેખાય છે, જ્યારે કામ, ક્રોધ, મોહ, મદ, લોભ અને હર્ષાદિક આંતર શત્રુ કહેવાય છે. તેમનો વિશ્વાસ કદાપિ કરવે નહિ અર્થાત્ તેમનાથી સદા ય ચેતતા-જાગૃત-સાવધાન જ રહેવું. તેમાં કદાપિ ગફલત કરવી નહિ. વળી “બહસ્પતિરવિશ્વાસ –” બહપતિ કહે છે કે કોઈને વિશ્વાસ કરવો નહિ. તેનો આશય એવો લાગે છે કે કોઇના વિશ્વાસ ઉપર થોભી ન રહેવું. સ્વાશ્રયી બનવું. પરની આશા રાખી બેસી રહેવું નહિં. બને તેટલું બધું કામ જાતમહેનતથી જ કરવું. દરેક કાર્યમાં બને તેટલી જાતિદેખરેખ રાખવી, જેથી કામ બગડે નહિ પણ ધાર્યા પ્રમાણે બને અને બીજા ઉપર વિશ્વાસ રાખી રહેવાથી કોઈ વખત પસ્તાવાનો વખત આવે છે તે આવે નહિ. ૧ વળી સતત
અભ્યાસથી કાર્યદક્ષતા આવે છે, આત્મશ્રદ્ધા દઢ થાય છે અને વિદ્યાસ વધતો જાય છે. મેજશખમાં પડી જે જોખમદાર કામ બીજાને સુપ્રત કરી દેવામાં આવે છે તે વખત જતાં બહુ નુકશાનીમાં ઉતરી જવું પડે છે અને લાંબે વખત સોસવું
૧ આ કપના બરાબર નથી. નીતિશાસ્ત્રના સાર તરીકે બૃહસ્પતિ નામના પંડિતે તે કોઈનો પણ વિશ્વાસ ન કરવાનું જ કહ્યું છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૫ ]
શ્રી કરવિજયજી પડે છે. “સગા બાપનો પણ વિશ્વાસ કરવો નહિ.”એ આવા આશયથી કહેવાયું લાગે છે, બાકી તો માતાપિતાદિક વડીલ જનોને, વિદ્યાગુરુને તથા ધર્મગુરુ વગેરે ઉપકારી અને ગુણીજનેને યથાગ્ય વિશ્વાસ કરવો જ પડે છે, અને કરવો જ જોઈએ. જે સ્થિર ચિત્તથી ધીરજ રાખવામાં આવે, નૈતિક ગુણોનું પાલન કરવામાં આવે, નૈતિક હિંમત હારવામાં ન આવે, સર્વ વાતે સાવધાનપણું સાચવવામાં આવે, ઉક્ત નીતિવચનોનો પ્રમાદથી ભંગ કરવામાં ન આવે તો જગતમાં મનમાની લક્ષમી સુખે પામી શકાય છે. જેમ મહેલ ઉપર ચઢનારને કંઈ પણ દઢ આલંબન ગ્રહણ કરી રાખવાની જરૂર પડે છે તેથી સાવધાનપણે ઊંચે ચઢનાર સહીસલામત ચઢી શકે છે, પરંતુ તેમાં જે તે ગફલત કરે છે તો નીચે પટકાઈ પડે છે, પછી તેને ઊંચે ચઢવું કઠણ થઈ પડે છે, તેમ અહીંયા પણ યથાયોગ્ય સમજી લેવું. એટલે કે પોતાની ઉન્નતિ ઈચ્છનારે સર્વ વાતે સાવધાન રહેવું જોઈએ. સર્વમાન્ય નીતિના માર્ગનું અતિક્રમણ (ઉલંઘન) ન જ કરવું જોઈએ. તે જ તેની ઉન્નતિ સધાઈ શકે છે. અન્યથા ઉન્નતિને બદલે અવનતિ જ થવા પામે છે. આ વાત ધર્મ-કર્મ બન્નેમાં લાગુ પડે છે. સરલ વ્યવહારી બનવું, સરલની સંગતે સરલતાથી જ વર્તવું, તેની સાથે શઠતા ભૂલેચૂકે પણ કરવી નહિ. “ સારું પ્રતિ રાત્રે ત”આ વાક્યને અનુસરીને શઠ-માયાવી પ્રત્યે પ્રસંગ પડતાં શઠતામાયા કરવી પડે તે જુદી વાત. તેને હેતુ પણ એવો હોય કે તે આપણી આંખમાં ધૂળ નાંખી ચા ન જાય તેટલા પૂરતી સાવધાનતા રાખવી. ગમે તે રીતે સુધારી શકાય એમ હોય તો તેને સુધારવાને પ્રયાસ કરવારૂપ દયા દિલમાં રાખવી, કશે
Page #172
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૩૩ ] ઉપાય ન જ ચાલે ત્યારે જ તેની ઉપેક્ષા કરવી. ગમે તેવા અપરાધીનું પણ અંતરથી અહિત કરવાની બુદ્ધિ તે દયાળુ દિલને નહિ જ જોઈએ. જે જે દુર્ગુણને લઈને અનેક જીવે અપરાધી ઠરે છે તે દુર્ગણોને જ દૂર કરવા દઢ પ્રયત્ન કરે એ જ ઉત્તમ નીતિવંતનું ખાસ કર્તવ્ય છે, અને એવાં સદાચરણથી જ મેક્ષ પર્યન્તની અક્ષય લક્ષમીલીલા અનાયાસે પ્રાપ્ત થઈ શકે છે. આ વાત જેને વિવેકદૃષ્ટિ જાગી હોય તે જ સમજીને આદરી શકે છે, બાકી તો લેભાંધપણે ચાણામે ખરા રાજ્યના હકદાર રાજા પર્વતને મારી પિતાનો સ્વાર્થ સાથે તેમ બને છે. તુચ્છ સ્વાર્થ સાધવા આવી હત્યા કરવી એ બહાદુરીનું કામ ન કહેવાય. ખરું છે કે ભાંધને વિશ્વાસ કરે તે હિતકર ન જ થાય, એક ઘુઅડે પ્રપંચી કાગડાઓનો ભેળપણથી વિશ્વાસ કર્યો હતો, જેથી બધા કાગડાઓએ મળીને યુક્તિથી તેને અને બીજા કંઈક ઘુઅડેનો ઘાણ કાઢ્યો હતો. તેમ ન થાય એવી સાવધાનતા તે અવશ્ય રાખવી જ જોઈએ. ઉક્ત ભેળા ઘુઅડની પેઠે જે સમાચિત સાવધાનતા રાખતા નથી, સ્વર્તવ્ય કર્મમાં પ્રસાદ કે શિથિલતા કરે છે તેમના પણ તેવા હાલ થાય તો તેમાં કાંઈ નવાઈ જેવું નથી. જ્યારે સ્વહિત સાચવવામાં અસાવધાન યા બેફીકર રહેવાથી કેઈને હાનિ થવા પામે છે ત્યારે તેની ટીકા કરતાં કઈકને આવડે છે ને “પપદેશે પાંડિત્ય ” –બીજાને ઉપદેશ દેવા શૂરાપૂરા થઈ જાય છે, પણ જ્યારે એ જ ઉપદેશ પિતાની જાતને આપવાની જરૂર પડે છે ત્યારે તે કેવળ આળસુ-પ્રમાદી બને છે એ જ ખેદની વાત છે. એક સમર્થ વિદ્વાન ગ્રંથકાર પવિત્ર બેધવાક્યરૂપે જણાવે છે કે અન્યને શિખામણ દેવામાં જ વિચક્ષણતા-ડહાપણ બતાવનારા
Page #173
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી કપૂરવિજયજી
,,
લેાકેાને મનુષ્યની પંક્તિમાં કાણ લેખે છે ? જેએ પાતાની જાતને જ ખરી શિખામણ દઇ જાણે છે તેમને જ અમે મનુબ્યની ગણત્રીમાં ગણીએ છીએ ” અર્થાત્ તેમને જ ખરેખરા મનુષ્યની પંક્તિમાં લેખવા ચેાગ્ય છે કે જેઓ પેાતાની જાતને જ ખરી હિતશિક્ષાથી જાગૃત રાખતા રહે છે. દેષગ્રાહી નહિ થતાં ગુણગ્રાહી થવું જ હિતકારી છે. તેમ છતાં અનાદિ મિથ્યાત્વચાગે જીવ દાષ તરફ જ વધારે ઢળી જાય છે અને ગુણ-ગુણીની બહુધા તે ઉપેક્ષા જ કરતા રહે છે, જેથી બાપડા જીવનું હિત થઈ શકતુ નથી. ભાગ્યયેાગે ગુરુકૃપાથી શેમાં સ્વહિત રહેલું છે તે યથાર્થ સમજી કે સમજવાના ખપ કરી, તેમાં ખરાખર શ્રદ્ધા–પ્રતીતિ રાખી, તે પ્રમાણે આચરણ કરવા જીવ સાવધાન અને તેા ઉભય લેાકની લક્ષ્મીલીલા તેને સહેજે આવી મળે અને તે અનેક જીવાનુ હિત પણ કરી શકે.
૧૦. મિત્રતા.
મૈત્રી ( મિત્રતા ) વન અધિકાર. ( માલિની વૃત્ત )
કરી કનક સરીસી, સાધુ મૈત્રી સદાઇ, ઘસી કસી તપ વેધે, જાસ વાણી સવાઈ; અહુવ કરહી મૈત્રી, ચક્રમા સિંધુ જેહી, ઘટ ઘટ વધ વાધે, સારિખા એ સનેહી. ૧૯ હું સહજ સનેહે, જે વધે મિત્રતાઈ, વિપિર ન ચળે તે, કજ જવું બંધુતાઈ; હિર હળધર મૈત્રી, કૃષ્ણને જે છમાસે, હળધર નિજખંધે, લૈ ફર્યા જીવ આરો. ૨૦
Page #174
--------------------------------------------------------------------------
________________
એ ચઢાવવામાં મા તાપ આ
મત પણ છે
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૩૫ ] અહે ભવ્યાત્માઓ! મિત્રતાઈ કરવી તો શુદ્ધ સુવર્ણ જેવા નિર્દોષ સાધુ–સજન સંગાતે જ કરવી, કેમકે જેમ સેનાને કસોટીએ ચઢાવવામાં આવે ત્યારે જ તેની ખરી કિંમત થાય છે અને તેને સખ્ત અગ્નિને તાપ આપવાથી મળની શુદ્ધિ થતાં તેને વાન ઊલટો વધે છે, એટલે તેની કિંમત પણ વધે છે, તેમ ખરા મિત્રની પરીક્ષા કે કિંમત પણ કષ્ટ કે આપદા પડતાં જ થઈ શકે છે. તેવા પ્રસંગે ખરો મિત્ર જુદાઈ બતાવતો નથી, એટલું જ નહિ પણ પ્રસન્ન ચિત્તથી–ઉદાર દિલથી બનતી બધી સહાય કરવા તત્પર રહે છે અને પોતાની ફરજ બરાબર બજાવે છે. ખરે મિત્ર સુખમાં અને દુઃખમાં સમભાગી બને છે. અથવા ચંદ્રમા અને સાગર જેવી ગાઢ પ્રેમભરી મિત્રી કરવી. જેમ પૂર્ણ ચન્દ્રકળાના ગે સમુદ્રની વેળ (ભરતી) વધે છે અને તેની શોભામાં પણ વધારે થાય છે, તેમ સંત-સુસાધુજન સંગાતે મૈત્રી કરવાથી સુગ્ય જીવમાં ગુણને પુષ્કળ વધારે થવા પામે છે, એટલું જ નહિ પણ તેથી તેની પ્રતિષ્ઠા પણ સારી વધવા પામે છે.
જે શુદ્ધ નિષ્ઠાથી (સાફ અંતઃકરણથી ) મિત્રતા બાંધે છે તે ચળતી કે વિછડતી નથી, અર્થાત્ તે કાયમ નભે છે. જેવી પ્રીતિ પંકજ અને સૂર્ય વચ્ચે છે. સૂર્યને ઉદય થતાં જ પંકજ-કમળ વિકસે છે–ખીલે છે અને સૂર્યાસ્ત થતાં પાછું કમળ સંકોચાઈ જાય છે, તેવી પ્રીતિ સજજને વચ્ચે હોય છે. તે એક બીજાને ઉદય ઉન્નતિ થતાં વિકસિત-પ્રમુદિત થાય છે અને એક બીજાને આપદા પડતાં ખિન્ન થાય છે–સંકોચ પામે છે બળદેવ અને વાસુદેવની એવી ગાઢ પ્રીતિ હોય છે. જ્યારે
Page #175
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
શ્રી કપૂરવિજયજી
કૃષ્ણવાસુદેવ મૃત્યુ પામ્યા ત્યારે બળદેવજી કેવળ ગાઢ સ્નેહમેાહવશ તેને જીવતા જાણી છ માસ સુધી તેના દેહને પેાતાના ખભા ઉપર લઇને ર્યા હતા. કેટલીક વખત એક બીજાને વિયાગ થતાં દારુણુ દુ:ખ થવાથી પ્રાણત્યાગ પણ થઇ જાય છે, જેથી દૂધ-જળ જેવી મૈત્રી વખાણી છે.
મિત્રની ખરી પરીક્ષા કષ્ટ આવી પડતાં થાય છે. સખ્ત અગ્નિને તાપ લાગતાં સાનું ચાખ્ખું થાય છે ત્યારે પિત્તળ શ્યામ થાય છે—ઝાંખુ પડે છે. ખરા સજ્જન-મિત્ર જેમ સુખમાં ભાગ લે છે તેમ દુ:ખમાં પણ પૂરતી મદદ કરે છે. ખરા નિ:સ્વાથી મિત્રના લક્ષણ આ પ્રમાણે વર્ણ વ્યાં છે.
તે આપણને પાપથી ( પાપ-કર્મોંથી ) નિવારે છે–બચાવે છે અને સત્કર્મીમાં જોડે છે, આપણી એમ ઢાંકે છે અને સદ્ગુણુ વખાણે છે–વિસ્તારે છે, તે કષ્ટમાં આવી પડેલા મિત્રને તજી દેતા નથી પણ તે અવસરેાચિત મદદ, ટેકા યા માલંબન આપીને તેના ઉદ્ધાર કરવા મથે છે. અભયકુમાર જેવા બુદ્ધિશાળી અને ધર્મચુસ્ત સજ્જન મિત્રા જગતમાં વિરલા જ હાય છે. પૂર્વોક્ત લક્ષણેાથી તેમની સજ્જનતા સ્પષ્ટ થઇ શકે છે. ગૃહસ્થ મિત્રા કરવા તા એવાને જ કરવા, કે જેએ અને તેટલે સ્વા ત્યાગ કરીને પરહિત કરવામાં જ તત્પર રહે. સાનાને ગમે તેટલું તપાવે તેા પણ તેના વાન વધતા જ જવાના, શેલડીના શત ખડ કરો તા પણ તે તે સરસ રસ જ આપે અને ચંદનને ગમે તેટલું ઘસે, છેદે, કાપે, પીલે કે બાળે તે પણ તે ખુશબેદાર સુગધી જ આપે; કેમકે તેના મૂળ જાતિસ્વભાવ તેવા છે. તેવી જ રીતે ઉત્તમ સજ્જનાને પણ પ્રાણાન્ત કષ્ટ આવી પડે તાપણુ
Page #176
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૩૭ ] તે પિતાની સજજનતા તજે નહીં જ. સન્ત મહાત્માઓ એવા જ ઉત્તમ હોય છે. તેઓ ચંદ્રમાની જેવા શીતળ, સાગરની જેવા ગંભીર અને ભારેડ પંખી જેવા પ્રમાદરહિત હોય છે. તેઓ હિંસાદિક પાપમાત્રના ત્યાગી અને અહિંસા, સત્યાદિક મહાવ્રતના ધારક હોય છે. રાજા અને રંક, તૃણ અને મણિ, કનક અને પત્થર એમને સમાન ભાસે છે. મમતા રહિત થવાથી તેમને સહુના ઉપર સમાનભાવ હોય છે. વળી માન-અપમાન, નિંદા-સ્તુતિ તરફ તેઓ લક્ષ દેતા નથી, તેથી તે હર્ષ–શકને પ્રાપ્ત થતા નથી. દુનિયામાં સઘળી શુભ ઉપમા એમને છાજે છે. એવા નિઃસ્પૃહી, સત્યનિષ્ઠ સાધુ–મહાત્માનું એકનિષ્ઠાથી શરણ લેનાર સુભાગી જનેનું શ્રેય થાય જ.
૧૧. સપ્ત વ્યસન જુગાર પ્રમુખ સાત દુર્બસને ટાળી સુમાર્ગે ચાલવા હિતોપદેશ.
(માલિની વૃત્ત ) નલિન મલિન શેભા, સાંજથી જેમ થાયે, ઈહ કુવ્યસનથી દું, સંપદા કીતિ જાયે; કુવ્યસન તિણિ હેતે, સર્વથા દૂર કીજે, જનમ સફળ કીજે, મુક્તિકાંતા વરીએ. ર૧
( કુતવિલંબિત વૃત્ત ) સુગુરુ દેવ જિહાં નવિ લેખ, ધન વિષ્ણુ સહુએ વિણ લેખ, ભવભવે ભમવું જિણ ઊવટે, કહોને કેણ રમે તિણ જૂવટે ૨૨ ( ધૃત-૧)
Page #177
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ ]
શ્રી કરવિજયજી (ઉપજાતિ વૃત્ત). જે માંસલુબ્ધા નર તે ન હેહે, તે રાક્ષસ માનુષ રૂપ સેહે (માંસભક્ષણ-૨) જે લોકમાં ન નિવાસ ઓરી, નિવરિયે તે પરદવ્ય ચેરી. ૨૩ (ચોરી-૩)
(ભુજંગયાર વૃત્ત) સુરાપાનથી ચિત્ત સંભ્રાંત થાયે, ઘટે લાજ ગંભીરતા શીળ જાયે; જિહાં જ્ઞાન વિજ્ઞાન સૂઝે ન સૂઝે, ઈશું મધ જાણી ન પીજે ન દીજે. ૨૪ (મદ્યપાન-૪) કહે કે વેશ્યાતણ અંગ સેવે? જિણે અર્થની લાજની હાણિ હવે જિણે કેશ સિંહગુફાએ નિવાસી, છો સાધુનેપાળ એ કંબળાશી.૨૫(વેશ્યાગમન-૫)
( રદ્ધતા વૃત્ત ) મૃગયાને તજ જીવઘાત જે, સઘળા જીવદયા સદા ભજે, મૃગયાથી દુઃખજેલહ્યાં નવાં, હરિ રામાદિ નરેંદ્ર જેહવાં. ર૬
(શિકાર–૬)
સ્વર્ગ–સંખ્ય ભણિ જે મન આશા, છાંડે તે પરનારી વિલાસા જેણુ અણુ નિજ જન્મ દુખ એ, સવથા ન પરલોક સુખ એ. ૨૭
(પરનારીગમન-૭)
Page #178
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૩૯ ]
જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ કમળની શેશભા મલિન થતી જાય છે—ઝાંખો પડતી જાય છે, તેવી જ રીતે દુર્વ્ય સનાથી સ ંપત્તિ અને કીર્તિ બન્ને નાશ પામે છે. તે માટે દુર્વ્યસના સર્વથા તજવા અને સદાચરણવડે જન્મ સફળ કરવેદ કે જેથી પરિણામે મુક્તિવને વરી શકાય.
આ કુબ્સસના મુખ્ય સાત પ્રકારના છે. તે સાતેને માટે પૃથક્ પૃથક્ હાનિ બતાવે છે.
૧ પ્રથમ દુર્વ્યસન જુગટુ રમવુ' તે છે. જે રમવામાં ધન વિના બીજા કોઈની ગણના નથી, દેવગુરુ પણ હિસાબમાં નથી અને જે વ્યસનથી ભવ-ભવમાં ઊવટે-ઉન્માર્ગે દુર્ગતિમાં ભમવુ પડે છે તેવુ જુગટુ કાણુ સજ્જન રમે ?
૨ બીજું દુર્વ્ય સન માંસભક્ષણ કરવું તે છે. જે મનુષ્ય માંસભક્ષણ કરે છે તે મનુષ્ય નથી, પણ મનુષ્યરૂપે રાક્ષસ જ છે.
૩ ત્રીજું દુર્વ્યસન ચારી કરવી તે છે. ચારી આ લેાકમાં નર્કવાસ જેવી છે. એવી ચારી ઉત્તમ પુરુષ કદી કરે નહિં.
૪ ચાથું દુર્વ્યસન મદ્યપાન કરવું તે છે. મદિરા પીવાથી ચિત્ત ભ્રાંતિવાળું–ભ્રમિત થાય છે, લાજ નાશ પામે છે, ગંભીરતા અને સદાચાર પણ નષ્ટ થાય છે. જ્ઞાન-વિજ્ઞાન જો કંઈ મેળવેલુ હાય તેા તે પણ મુ ંઝાઇ જાય છે-સૂઝતુ નથી, એમ જાણીને પેાતે મદ્ય પીવું નહીં અને બીજાને પીવા દેવું નહીં-પાવું નહીં.
૫ પાંચમું દુર્વ્યસન વેશ્યાગમન કરવુ તે છે. ઉત્તમ પુરુષા કદી પણ વેશ્યાગમન કરતાં નથી. વેશ્યાગમનથી લાજની અને દ્રવ્યની બન્નેની હાનિ થાય છે. જીઆ સિ’ગુફાવાસી મુનિ જે મહાતપસ્વી હતા અને જેના પ્રભાવથી વિકરાળ સિંહ પણ
Page #179
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
શ્રી કર્ખરવિજયજી તેને કાંઈ ઉપદ્રવ કરી શકતો નહતો-શાંત થઈ જતો હતો, તે જ મુનિ સ્થલભદ્રની ઈર્ષોથી કેક્યા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા. કેશ્યાના એક કટાક્ષ માત્રથી જ ઘાયલ થઈ ગયા અને કામસેવાની પ્રાર્થના કરી. કેશ્યાએ દ્રવ્યની આવશ્યકતા પહેલી બતાવી, તેથી લક્ષમૂલ્યનું રત્નકંબળ લેવા મુનિ પણાને બાજુ પર મૂકીને ચોમાસામાં નેપાળ દેશમાં ગયા. વેશ્યાગમન આટલું બધું હાનિકારક છે; તેથી તે અવશ્ય તજવા લાયક છે. - ૬ છણું દુર્વ્યસન શિકાર કરવો તે છે. શાસ્ત્રકાર કહે છે કે હે ઉત્તમ પ્રાણુ! તું મૃગયા-શિકાર કે જે જીવઘાતરૂપ છે તેને તજી દે અને સર્વ જીવ પરની દયાને સદા-નિરંતર ભજઅંગીકાર કર, જુઓ મૃગયાથી કૃષ્ણ રામચંદ્રાદિ જેવા મહાન રાજા પણ અનેક પ્રકારનાં દુઃખ પામ્યા છે.
૭ સાતમું દુર્વ્યસન પરસ્ત્રીગમન કરવું તે છે. ઉત્તમ પુરુષો નિરંતર સ્વદારાસતોષી જ હોય છે. શાસ્ત્રકાર કહે છે કેતને સ્વર્ગના સુખ મેળવવાની ઈચ્છા કે આશા હોય તે તું પરનારીના વિલાસને–તેના સંસર્ગને સર્વથા તજી દે. પરદારાગમનથી આ જન્મમાં પણ દુઃખ છે અને પરલોકમાં પણ સર્વથા સુખની પ્રાપ્તિ થતી નથી. દુખ જ પ્રાપ્ત થાય છે.
પૂર્વોક્ત સાત વ્યસનના ઉદાહરણે
| (શાર્દૂલવિક્રીડિતવૃત્ત) જુઆ ખેલણ પાંડવા વન ભમ્યા, મધે બળી દ્વારિકા, માંસે શ્રેણિક નારકી દુખ લહ્યાં, બાંધ્યાં ન કે ચરિકા આખેટે દશરથપુત્ર વિરહી, કૈવનો વેશ્યા ધરે, લંકાસ્વામી પત્રિયા રસ રમે, જે એ તજે તે તરે. ૨૮
Page #180
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૪૧ ]
જુગાર, મદ્ય-દારૂ, માંસભક્ષણ, ચારી, આખેટક-શિકાર, વેશ્યાગમન, પરસેવા-એ સાત મુખ્યસના સેવવાથી જીવને અતિ ઘાર નરક ગતિમાં લઇ જાય છે અને અહીં પણ પ્રગટપણે લક્ષ્મીની અને કીર્તિની ભારે હાનિ કરે છે, એમ સમજી શાણા જનાએ ઉક્ત સાત દુર્વ્યસનાને સર્વથા તજવા જોઇએ. એ કુવ્યસન તજવાથી જ પવિત્ર ધર્મકરણી કરવાની સુબુદ્ધિ સૂજે છે અને સ્વજન્મ સફળ કરી પરિણામે માક્ષલક્ષ્મી
સહેજે પ્રાપ્ત કરે છે.
જુગારથી પાંડવાને ચાદ વર્ષ સુધી આમતેમ રાજપાટ તજી ભટકવુ પડ્યું, સુરાપાનથી યાદવેાની દ્વારિકાના અગ્નિયેાગે વિનાશ થયા, માંસ-ભક્ષણવર્ડ શ્રેણિકરાજાને નરકનાં દુ:ખ ભાગવવાં પડ્યાં, ચારીવડે અનેક ચેારા પ્રગટ વધ–મ ધનાદિક પામે છે, આહેડા-શિકાર કર્મ વડે રામચન્દ્રજીને સતી સીતાને વિયેાગ થયા, વેશ્યાગમનવડે કૈવન્ના શેઠ ધન રહિત થઈ અપમાન પામ્યા, અને રાવણ પરસ્ત્રીના વિષયરસવડે લંકાનગરીનું રાજ્ય હારી, મરણશરણુ થઇ નરકગતિમાં ગયા, જેથી દુનિયામાં તેની ભારે અપકીર્તિ થઇ. એમ સમજી જે સુજ્ઞજના એ મુખ્યસનાને સર્વથા તજે છે તેએ સર્વ રીતે સુખી થાય છે.
આ સાત કુવ્યસને ઉપરાંત બીજા શરીરની પાયમાલી કરનારા અને લક્ષ્મી પ્રમુખની હાનિ કરનારા અફ઼ીણ, ગાંજો અને તમાકુ વિગેરે જે જે કુબ્યસનેા-અપલક્ષણા છે તેને સ્વપરહિત ઇચ્છનારાઓએ જલદી તિલાંજલિ દેવી જોઇએ. સ્વપરહિતમાં હાનિ થાય એવુ એક પણ કુબ્યસન રાખવું ન જોઇએ. સ્વસંતતિ અને દેશની આબાદી ઈચ્છનારે પણ એમ જ કરવું જોઇએ.
Page #181
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
શ્રી કરવિજ્યજી ૧૨. યશ-કીર્તિ નિર્મળ યશ-કીર્તિ પ્રાપ્ત કરવા હિતોપદેશ.
માલિની વૃત્ત. દિશ દિશિ પસરતી, ચંદ્રમા જતિ જેસી, શ્રવણ સુણત લાગે, જાણ મીઠી સુધા સી; નિશદિન જન ગાયે, રામ રાજિદ્ર જેવી,
ઈણ કલિ બહુ પુવે, પામીએ કીતિ એવી. ૨૯ - પૂર્ણિમાના ચંદ્રની શીતળ ચાંદની જેવી નિર્મળ યશ-કીર્તિ દશ દિશામાં પ્રસરેલી શ્રવણે સાંભળતાં અમૃત જેવી મીઠી લાગે છે. જેવી રાજા રામચંદ્રની યશકીર્તિને લોકો રાતદિવસ ગાયા કરે છે તેવી નિર્મળ યશકીતિ આ કલિકાળમાં બહુ પુન્યવેગે કેઈક વિરલા જ પ્રાપ્ત કરી શકે છે. રાજા રામચંદ્રની પેઠે કલંક રહિત ન્યાય, નીતિ અને પ્રમાણિકપણું આદરી સ્વકર્તવ્યનિષ્ઠ રહેનારા રાજાઓ, પ્રધાને, શેઠ-શાહુકારે, સંતસાધુજને તેમ જ અન્ય અધિકારી લોકો ખરેખર નિર્મળ યશકીર્તિને સંપાદન કરી શકે છે, એટલું જ નહિ પણ સ્વાર્થત્યાગી પરમાર્થ દષ્ટિ જ આગળ ઉપર પણ સ્વર્ગ અને મેક્ષનાં સુખ મેળવી શકે છે. એવા અનેક દષ્ટાન્ત શાસ્ત્રોમાં મેજુદ છે.
કેવળ યશ-કીર્તિને માટે જ લોકરંજન કરવાની બુદ્ધિવડે ભલાં ધર્મનાં કામ કરવામાં મજા નથી. એવી બાહ્યદષ્ટિવડે કરાતી ધર્મકરણનું ફળ અપમાત્ર છે. ખરી પરમાર્થ દષ્ટિચગે જે કરણ કરાય છે તેનું ફળ ઘણું મહત્ત્વભર્યું મળે છે. ખેડૂત લકે ધાન્ય પેદા કરવા માટે કાળજીથી યંગ્ય અવસરે
Page #182
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૪૩ ]
ખેડ કરી, ખાતર નાંખી, જમીનને સરખી કરી, તેમાં સારું ખીજ વાવે છે; તેા તેથી પુષ્કળ ધાન્યની પેદાશ થવા ઉપરાંત પરાળ-ઘાસ પણ તેની સાથે જ પાકે છે. પરંતુ કંઇ પલાળની ખાતર ખેડ કરવાની જરૂર હાતી નથી, તેમ જે મહાશયેા સ્વપરનું કલ્યાણુ કરવા પવિત્ર આશયથી ઉત્તમ કરણી સ્વકર્તવ્ય સમજીને કરે છે તેથી સ્વપર આત્માનું કલ્યાણુ થવા ઉપરાંત નિર્મળ યશ-કીર્તિ પણ સહેજે અનાયાસે પ્રાપ્ત થાય છે, તે માટે જુદા પ્રયાસ કરવાની કશી જરૂર રહેતી જ નથી. કહ્યું છે કે જનમનરંજન ધનુ, મૂલ્ય ન એક બદામ. ”-જે કેવળ બાહ્યષ્ટિથી લેાકદેખાડા કરવા માટે જ શુભ કરણી કરે છે તેમાં કશુ' મહત્ત્વ નથી. ખરું મહત્ત્વ પરમાર્થષ્ટિથી કરાતી કરણીમાં જ છે.
66
૧૩, મુખ્યપ્રધાન
પ્રધાન–મુખ્ય રાજ્યાધિકારી વર્ણન.
સકળ વ્યસન વારે, સ્વામીશું ભક્તિ ધારે, સ્વપરહિત વધારે, રાજ્યનાં કાજ સારે; અનય નય વિચારે, ક્ષુદ્રતા દૂર વારે, ૧ચણિસુત જિમ ધારે, રાજ્યલક્ષ્મી વધારે
૩૦
અભયકુમાર જેવા ઉત્તમ અધિકારી-પ્રધાન હાય તે પાતે બધા વ્યસનાથી વેગળા રહે, જેથી રાજા પ્રજા ઉપર સારી છાપ પડે અને તેમને પણ વ્યસનથી દૂર રહેવા બુદ્ધિ થવા પામે, અને અનુક્રમે આખા રાજ્યમાંથી કુખ્યસન માત્ર દૂર થવા પામે. આથી સમજી શકાય છે કે અધિકારી–પ્રધાન પુરુષે ખાસ પેાતાનું
૧ ચાણાય.
Page #183
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ ]
શ્રી કર્પરવિજયજી વર્તન ઊંચા પ્રકારનું રાખવું જ જોઈએ, વળી તે પોતાના સ્વામી-રાજા-મહારાજાદિક ઉપર આદર–બહુમાન રાખે, જેથી બીજી બધી પ્રજા પણ તેમના તરફ તેવા આદર-બહુમાનની નજરથી જ જુએ.
વળી ઉત્તમ પ્રધાન સ્વપરહિતમાં વધારો થાય એવું લક્ષ રાખ્યા કરે, તેમ જ રાજ્યના કામમાં પણ ખલેલ આવવા દે નહિ, રાજ્યકામ પણ બરાબર વ્યવસ્થાપૂર્વક કર્યા કરે, ન્યાયઅન્યાયનો બરાબર નિજબુદ્ધિથી તોલ કરી અદલ ઈન્સાફ કરે, ઉતાવળા થઈ કોઈને ગેરઇન્સાફ થાય તેમ ન કરે. વળી ઈન્સાફ આપતાં દયાનું તત્ત્વ જરૂર પૂરતું આમેજ કરે-ઉમેરે.
શુદ્રતા-નિર્દયતા-કઠોરતા-તુચ્છતા-વાપરે નહિ, પણ ગંભીરતા અને સ હદયતાનો સાથે સાથે ઉપયોગ કરી રાજ્યલક્ષ્મીને વધારે કરે. તથા પ્રજાની આબાદી સચવાય અને વૃદ્ધિ પામે તેવી પણ પૂરતી કાળજી અભયકુમાર મંત્રીની પિઠે રાખે.
જેમ અભયકુમાર મંત્રી રાજા અને પ્રજા ઉભયનું હિત વખતોવખત સાચવી છેવટે પોતાનું આત્મહિત કરી લેવા ભાગ્યશાળી બને તેમ અન્ય અધિકારી જનોએ પણ ચીવટ રાખી સ્વપરહિતકાર્યમાં સાવધાનતા રાખવી. બુદ્ધિબળથી જ મંત્રીપણું શેભે છે. તેમ તવાતત્વનો વિચાર કરવો તથા સારતત્વ આદરી સ્વમાનવભવની સફળતા કરવી એ જ સદુબુદ્ધિ પામ્યાનું શુભ ફળ છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૪૫ ]
૧૪, કળા
કળા વર્ણનાધિકાર.
( માલિની વ્રત )
ચતુર કરી કળાને, સગ્રહા સાખ્યકારી, ઋણ ગુણ જિણ લાધી, ટ્રણ સપત્તિ સારી ત્રિપુરવિજયકર્તા, હિમકર
કળાને પ્રસંગે, મન ગે, લૈ ધર્યા ઉત્તમાંગે,
૩૧
અહા ચતુર ને ! સુખકારી એવી કળાઓના સંગ્રહ કરા, અભ્યાસ-પરિચય સારી રીતે રાખા; કેમકે એ કળાસંગ્રહના પ્રભાવથી દ્રાણાચાર્યે સારી સંપત્તિ પ્રાપ્ત કરી હતી. વળી ત્રિપુરવિજય કર્તા જે મહાદેવ તેણે તે કળાના પ્રભાવથી જ હિમકર એટલે ચંદ્ર તેને પેાતાના ઉત્તમાંગ-મસ્તક ઉપર આનંદથી ધારણ કરી રાખ્યા હતા. તેથી જ તે ચંદ્રશેખર અને ત્રિલેાચન એવા પ્રસિદ્ધ નામને પ્રાપ્ત થયા છે. ( આ વાત લૌકિક મતાનુસારે લોકિક શાસ્ત્રમાં પ્રસિદ્ધ થયેલી જાણવી. )
૧૦
સકળ કળામાં નિપુણતા કાઇક જ મેળવી શકે છે. પૂર્વ સ્ત્રી-પુરુષા તેના અભ્યાસ વિશેષે કરતા. પુરુષની ૭૨ કળા અને સ્ત્રીની ૬૪ કળાએ શાસ્ત્રપ્રસિદ્ધ છે. ચંદ્રની ૧૬ કળા કહેવાય છે. પૂર્ણ કળાવાળા–સ્રીપુરુષાને સંપૂર્ણ ૧૬ કળાવાળા
૧
૧ શિવ. ર્ ચંદ્ર ૩ મસ્તકે.
Page #185
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
શ્રી કપૂરવિજયજી
ચંદ્રની ઉપમા આપવી એ હીન ઉપમા કહેવાય છે. મતલખ કે ચંદ્ર કરતાં તેમનામાં અધિકતા ઠરે છે. કળા માત્ર ઉપયેાગી છે, તે બધી કળા; નહિં તેા અને તેટલી કળા સ્ત્રીપુરુષ ઉભયને ઉપયાગી હાય તે કળાને અભ્યાસ-પરિચય અવશ્ય કરવા જોઇએ. ગમે તેવા વ્યવસાય કળાથી ખીલી શકે છે જેવું કામ કળાથી બને છે તેવું કામ બળથી ખનતું નથી. એક શિક્ષણ-કળાથી લાખા માળક કેળવાઈ હીરા જેવા કિંમતી બની શકે છે.
યુદ્ધકળા, રાંધણકળા, નૃત્યકળા, સંગીતકળા, ધર્મ કળા, અકળા અને કામકળાદિક અનેક કળાએ છે, પરંતુ તે સર્વમાં શિરામણિ કળા એક ફક્ત ધ કળા જ છે. એ સત્યધ કળા ખીજી બધી કળાને જીતી લે છે, એક ધર્મ કળાવડે જ ખીજી અધી કળા કામની છે, તે વગર ત્રીજી બધી કળા નકામા જેવી કહી છે, કેમકે ધર્મ કળાથી જ મેાક્ષ છે.
૧૫ મૂર્ખતા
મૂર્ખતા વર્ણનાધિકાર
( માલિની ધૃત )
વચન રસ ન ભેદ્દે, મૂર્ખ વાર્તા ન વેઢે, તિમ કુવચન ખેદે, તેહને શીખ જે ઢે; નૃપ શિર રજ નાખી, જેમ મૂર્ખ વહીને, હિત કહત હણી જ્યુ, વાનરે સુગ્રહીને. કર્
૧ જાણે. ૨ સારે। માળે! બાંધનાર એક જાતનું પક્ષી.
Page #186
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
| [ ૧૪૭ ] શાસ્ત્રવચન કે જ્ઞાનીનાં વચનો અમૃત જેવાં મીઠાં છતાં મૂ–અજ્ઞાન જીવને ભેદતાં-અસર કરતાં નથી તેનાં હદયને પીગળાવી શકતાં નથી; કેમકે મૂર્ણ—અજ્ઞાન જીવ તેનું રહસ્ય સમજતા નથી. તેમ તેને ગુપ્ત ભેદ મેળવવા તે પ્રયત્ન પણ કરતા નથી. વળી તેવા અજ્ઞાન જીવને જે કઈ શિખામણ દેવા જાય છે તો તેના ઉપર તે ખીજવાય છે અને તેની અવગણના કરે છે. મૂર્ખ માણસ વચનના પરમાર્થને સમજતો નથી, તેથી તે એડનું ચડ વેતરી નાંખે છે. કહ્યું હોય છે કાંઈ અને સમજે છે કાંઈ, તેથી તે કાંઈ ને કાંઈ કરી નાખે છે. વખતે વિવાહની વરસી પણ કરી નાંખે છે. તેના ઉપર એક અજ્ઞાન વણિકપુત્રનું દષ્ટાન્ત સમજવા જેવું છે. –
એક અજ્ઞાન વણિકપુત્રને તેની અજ્ઞાનતાથી–અણસમજથી બહુ બહુ કષ્ટ પડ્યું, તેને ઘણું ઘણું વખતોવખત સહન કરવું પડયું, તેને ઘણાએક કડવા અનુભવો થયા તે પણ તે કંઈ સમયે નહિ. એક વખતે પ્રસંગે પાત એક રાજાની રાણુએ દયાથી તેને પિતાની પાસે નેકર તરીકે રાખે. એક વખત રાજમહેલમાં આગ લાગી હતી તે હકીકત રાજાને જલદી કહેવાની હતી તે તેણે ધીમે રહીને રાજાના કાનમાં કહી. રાજાએ તેને શિખામણ સાથે ઠપકો આપ્યો અને કહ્યું કે એવે વખતે ધૂમાડે દેખતાં જ તેના ઉપર ધૂળ વગેરે નાખવું જોઈએ.
એકદા રાણી સ્નાન કરીને માથાની વેણીને ધપતી હતી, તેને ધૂમાડે જઈ તે મૂર્ખ ઘળની પિટલી ભરી રાણુના મસ્તક ઉપર નાંખી. આવી મૂર્ખાઈ જઈને રાજાએ તેને કાઢી મૂક્યો.
Page #187
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮ ]
શ્રી કરવિજ્યજી આવું અજ્ઞાનપણું દૂર કરવા દરેકે પ્રયત્ન કરે, કેમકે તેથી સ્વપરને બહુ હાનિ થાય છે.
એકદા એક સુઘરીએ ટાઢથી કંપતા એક વાનરને જોઈ તેની ટાઢનું નિવારણ કરવા માટે તે વાનરને કહ્યું કે “તમને બે હાથ અને બે પગ છે અને મનુષ્ય જેવા લાગે છે તે એક ઘર બાંધી તેમાં રહો.” તે શિખામણ તેને રુચી નહિ અને ક્રોધ કરી કુદકો મારી તેણે તે બાપડી સુઘરીને માળે, ચૂંથી નાખે, અને કહ્યું કે મને માળો બાંધતા આવડત નથી પણ માળે વીંખી નાખતાં આવડે છે. એક
“મૂર્ખને શિખામણ દેવાં જતાં ઊલટું પિતાનું પણ જાય છે” એમ સમજી સમાચિત વર્તવું.
૧૬. લજજ લજા વર્ણનાધિકાર
(માલિની વૃત્ત ) નિજ વચન નિવાહે, લાજ ગ્યું રાજ વાળે, વ્રત નય કુળ રીતે, માતર્યુ લાજ પાળે; સકળ ગુણ સુહાયે, લાજથી ભાવદેવે,
વ્રત નિયમ લો જે, ભાઈ લજજા પ્રભાવે. ૩૩. * द्वौ हस्तौ द्वौ पादौ च, दृश्यते पुरुषाकृतिः ।
शीतकालहरं मूढ!, गृहं किम् न करोषि भो!॥ શુરિમુવી દુરાચારી, રે ! પંરતવાહિની ! असमर्थो गृहारंभे, समर्थो गृहभेजने ॥१॥
Page #188
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૪૯ ]
લજાવત-લાજ-શરમવાળા-મર્યાદાશીલ હાય તે પેાતાનુ પ્રતિજ્ઞા-વચન સંભારો રાખીને સાચવે છે, જાતિવંત ઘોડાની જેમ સુમાર્ગે ચાલે છે-ઉન્માર્ગે ચાલતા નથી, તેથી પ્રથમ ગયેલું-ખાવાયેલું રાજય પણ પાછું વાળી શકે છે. વળી માતાની જેમ કુળમર્યાદા મુજબ લાજ સાચવે છે, તેમ લજજાળુ માણસ યથાયોગ્ય વ્રત-નિયમ લડીને સાચવે છે, તે વ્રત-નિયમને ડિત કરતા નથી; પણ ખરાખર લક્ષ રાખીને તેને સાચવે છે–નિભાવે છે.
જેવી રીતે પેાતાના ભાઇ ભવદેવની લાજ-શરમ કે દાક્ષિણ્યતાથી ભાવદેવે પણ ગુરુ સમીપે દીક્ષા ગ્રહણ કરી, ( પ્રથમ દ્રવ્યથી અને પછી નાગોલાના ઉપદેશથી ભાવથી ) સાધુ ચેાગ્ય વ્રત-નિયમ પાળ્યા હતા—શેાભાળ્યા હતા, તેમ લજ્જા— મર્યાદા અને દાક્ષિણ્યતાવાળા સજ્જને નિજ કર્તવ્યપરાયણ રહી અંતે સકળ ગુણથી અદ્યકૃત અને છે.
પ્રાપ્તિ માટે જે
કરવાની જરૂર સમાવેશ થાય
સર્વજ્ઞ વીતરાગેાક્ત સત્ય ધર્મની ઉત્તમ એકવીશ ગુણના અભ્યાસ કરી સેવન જણાવી છે તેમાં રૂડા લજ્જા ગુણને પણ છે. આ ગુણુ બીજા અનેક ગુણને ખેંચી લાવે છે તેથી જ સર્વજ્ઞ ભગવાને તેની સાર્થકતા, આવશ્યકતા અને ઉપયેાગિતા માટે ભાર મૂકેલે છે. તેમ છતાં ધૃષ્ટતાધારી સ્વચ્છ ંદતાથી કાઇ તેના અનાદર જ કરે તેા તે મંદભાગી સત્ય ધર્મ રત્નની પ્રાપ્તિથી એનશીબ રહી જવા પામે છે. કદાચ જડવાદીએને આ ગુણુ નજીવેા લાગતા હશે; પરંતુ તે તેવા નજીવા નથી જ. તે
Page #189
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૦ ]
શ્રી કપૂરવિજયજી ગુણ અનેક ગુણોને પ્રગટ કે પરોક્ષ રીતે મેળવી આપે છે, તેથી જ તેની આવશ્યકતા અને ઉપગિતાને લઈને તેનું મહત્ત્વ વધે છે. આજકાલ પશ્ચિમને પવન લાગવાથી કઈક મુગ્ધ ભાઈબહેને નવી રોશનીમાં અંજાઈ જઈ, લાજ-શરમ કે મર્યાદા મૂકી દઈ ભક્ષ્યાભઢ્ય, પેયાપેય, ગમ્યાગમ્ય કે હિતાહિતનો વિવેક ભૂલી જઈ ધર્મભ્રષ્ટ થઈ જાય છે. તેમનો અવિવેક જોઈ લેખકને દયા-ઘુણ આવે છે, તે તેઓ વિચારી લેશે.
( શાલિની છંદ ) એવા જે જે, રૂડા ભાવ રાજે, એણે વિવે, અર્થથી તેહ છાજે; એવું જાણી, સાર એ સખ્યકેરે, તે ધીરે જે, અર્થ અજે ભલે. ૩૪.
o.
૦૦૦ ૦૦
.૦૦ ૦૦૦
cી • ઋબ૦૦
છે
P OD
=
૦૦૦૦૦૦°
૦૦૦૦
e
ઇતિ શ્રી સૂકતમુકતાવલ્યાં દ્વિતીયપુરુષાર્થરૂપ અર્થવગ સમાપ્ત
ope
gછે.
eee
ee
9
9
હે. CO ૦
ok.૦૦૦ ( ૦e
:
૦૦૦૦૦૦ ૦૦૦૦િ૦૦
obse.
( ૦૦૦૦- ૦૦૦૦૦૦૦
:
૦
ક)
:
૦
o
છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂક્તમુક્તાવળી
કામવ
( અધિકાર )
( ઉપન્નતિ નૃત્તમ) બ્રાહ્યાઃ ચિંત: શિલ્ડ શામળ ? कामो नृनायें गुणदोषभाजः ॥
सुलक्षणैर्योगवियोगयुक्तैः ।
સમાતૃપિતૃપ્રમુલાઃ પ્રસંગઃ ॥ ફ્ ||
ત્રીજા અધિકાર કામવગ માં-કામ, સ્ત્રી અને પુરુષના ગુણુદોષ, સુલક્ષણી સ્ત્રીએ, સયોગ અને વિયેાગ, માતા પ્રત્યેની ફરજ, પિતાવાત્સલ્ય અને પ્રમુખ શબ્દે પુત્ર કેવા હાય, એમ સાત પ્રસંગેા–વિષયેા ગ્રહણ કરવામાં–કહેવામાં આવશે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧. કામ વિષે.
( ઉપજાતિ વૃત્ત )
કદપ પંચાનન તેજ આગે, કુરંગ જેવા જગ જીવ લાગે; શ્રી શ લેઈ જગ જે વદીતા, તે એણ દેવા જન વૃંદ જીતા. ૧.
( માલિની વૃત્ત )
મનમથ જગમાંહે, દુઉંચી જે અદ્યાપિ, ત્રિભુવન સુર રાજી, જાસ શસ્યું સતાપિ; વિધિ જળજ ઉપાસે, વાધિજા વિષ્ણુ સેવે, હર હિમ-ગિરિજાને, જે અર્ધાંગ છે.
( શાર્દૂલવિક્રીડિત વ્રુત્ત )
ભિલ્લી ભાવ છળ્યે મહેશ ઉમયા જે કામરાગે કરી, પુત્રી દુખી ચળ્યા ચતુર્મુખ હિરે આહેરિકા આદરી; ઇંદ્રે ગૌતમની પ્રિયા વિલસીને સભાગ તે ઓળવ્યા, કામે એમ મહંત દેવ જગ જે તે ભેાળવ્યા રાળવ્યા. ૩.
( માલિની વૃત્ત )
નળ નૃપ વતી, રૃખી ચારિત્ર ચાળે, અરહન રહનેમિ, તે તપસ્યા વિટાળે; ચર્મ જનમુનિ તે, ચિઠ્ઠણારૂપ માહે
મયણ શર્ વ્યથાના, એહ ઉન્માદ સાહે. ૪.
કામદેવરૂપી કેશરીસિંહના તેજથી અંજાઇ જઇ જગતના જીવા કુરંગ-હરણીયા જેવા કાયર બની તેને વશ થઇ જાય છે
Page #192
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૫૩ ] અથવા તેનાથી ડરી જાય છે. એ એકલા કામદેવે જગતમાં પ્રસિદ્ધ એવું પોતાનું સ્ત્રીરૂપી શસ્ત્ર હાથમાં લઈ દે અને માનવોના વૃદો(ટેળે ટેળાં)ને જીતી લીધા છે.
હજી સુધી દુનિયામાં એ કામદેવ દુર્જયી–ભારે કષ્ટવડે જીતી શકાય એવો બહુ પરાક્રમી જણાય છે, કેમકે ત્રિભુવનવત દેવેની પંક્તિ (દેવતાઓ ) તેના સ્ત્રીરૂપી શસ્ત્રથી ઘવાઈ-ભ્રષ્ટ થઈ–હારી તેને શરણે થઈ ગયા જણાય છે. જુઓ ! વિધિવિધાતા-બ્રહ્મા તેનાથી હારી જઈ જળજ-કમળની ઉપાસના કરે છે, તેથી તે કમલાસન કહેવાય છે, વિષ્ણુ-કૃષ્ણ લક્ષ્મીદેવીની ઉપાસના કરે છે, હર-શંકર-મહાદેવે હિમગિરિજાપાર્વતીને પિતાનું અર્ધાગ અર્પણ કર્યું છે. આ પ્રમાણે લેકમાં લેખાતા મુખ્ય દેવે હરિ, હર, બ્રહ્મ પણ કામદેવને વશ થઈ જવાથી તેમની વિડંબના થઈ છે.
ભીલડીનું રૂપ લઈને ઉમથા-પાર્વતીએ શંકર-મહાદેવને છન્યા હતા. ભીલડીનું અદ્ભુત રૂપ જોઈને વનમાં તપસ્યા કરવા ગયેલા મહાદેવ કામથી ચલાયમાન થયા હતા. ચતુર્મુખબ્રહ્મા પિતાની પુત્રીનું જ રૂપ જે ઈ ચલાયમાન થયા હતા. હરિ–વિષ્ણુ ગેપીમાં લુબ્ધ થયા હતા. ઇંદ્ર ગૌતમની સ્ત્રી અહલ્યા સાથે ભેગવિલાસ કર્યો હતો. એવી રીતે કામદેવે આ જગતમાં મોટા મહંત લેખાતા એવા દેને પણ ભેળવી નાંખ્યા અને તેમને કાયરજનોની જેમ રોળવી દીધા, એટલે તેમની આબરૂના કાંકરા કરી નાંખ્યા. આ બધી વાત લોકિક શાસ્ત્રોના આધારે અહીં જણાવેલ છે. મતલબ એવી છે કે જ્યારે દુનિયામાં નામીચા લેખાતા મેટા મહંત દેવે પણ
Page #193
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪ ]
શ્રી કપૂરવિજયજી
કામના સપાટામાં આવી ગયા અને જોતજોતામાં સ્ત્રીવશ થઈ ગયા, તેા પછી બીજા સામાન્ય જનેાનુ તા કહેવું જ શું ? કામદેવનું એવું ભારે પરાક્રમ સમજવા જેવું છે.
જૈન શાસ્ત્રના આધારથી જણાવે છે-કે નળરાજા દીક્ષા લીધા પછી દમયંતી સાધ્વીનું રૂપ જોઇ ચારિત્રમાંથી ચળાયમાન થયા. શ્રી નેમિનાથ પ્રભુના ભાઇ રહનેમિ ગિરનાર ઉપર ગુફામાં ધ્યાનસ્થ જે સ્થળે રહ્યા હતા તે સ્થળે વર્ષાદથી ભીંજાયેલા રાજીમતી સાધ્વીજી ( અજાણ્યા ) પેસીને પાતાનાં ભીનાં વસ્ત્ર પહેાળા કરતા હતા ત્યારે તેમને નવસ્રા જોઇને ધ્યાનથી ચૂક્યા હતા. તેમ જ રાજા શ્રેણિકની રાણી ચૈત્રુણાનુ અદ્ભુત રૂપ જોઇને મહાવીર પ્રભુના મુનિએ વ્યામાહ પામ્યા હતા. એ બધા પ્રકાર કામબાણની વ્યથાથી થતા ઉન્માદ જ જાણવા કામવશ થયેલી વિહ્વળતાનુ પરિણામ સમજવું.
ભવિતવ્યતા યા ભાવીભાવની વાત જુદી છે, પરંતુ તેવુ માની લઇને શાસ્ત્રોક્ત પુરુષાર્થ તજી દેવાના નથી. એટલુ જ નહિં પણ તેને દઢપણે સેવવા-આદરવા જરૂર છે. કામદેવને જીતવા અથવા તેનાથી પેાતાના બ્રહ્મવ્રતનું રક્ષણ કરવા પેાતાના અચાવ કરવા માટે જ્ઞાની પુરુષાએ નવ પ્રકારની બ્રહ્મ ગ્રુતિ ( નવ બ્રહ્મચર્યની વાડા ) કહી છે તેનું યત્નપૂર્વક પાલન કરવુ જોઇએ.
*
Page #194
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૫૫ ]
ર. પુરુષ–સ્ત્રીનાં ગુણદોષ
પુરુષ અને સ્ત્રીનાં ગુદોષક વનાધિકાર
( સ્થાËતા વૃત્ત )
ઉત્તમા પણ નરા ન સંભવે, મધ્યમા તિમ ન ચાષિતા હુવે; એહ ઉત્તમિક માધ્યમીપણા, એહુ માંહી ગુણદોષના ગિણા. ૫
<<
પુરુષ એટલે બધા ઉત્તમ જ હાય એમ ન સમજવુ અને સ્ત્રી એટલે બધી મધ્યમ હાય એમ ન સમજવું. સ્ત્રી કે પુરુષ થવાથી ઉત્તમ મધ્યમપણું આવતુ નથી, પણ પુરુષમાં કે સ્ત્રીમાં ઉત્તમ અને મધ્યમપણું ગુણ અને દેષથી જ આવે છે.” તેથી તે બંને જાતિના ગુણદોષ પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે:
( ૧ ) પુરુષગુણ વર્ણન.
( શાર્દૂલવિક્રીડિતવૃત્ત )
જે નિત્યે ગુરૃ લે પરતણા, ઢાષા ન જે દાખવે, જે વિશ્વે ઉપકારીને ઉપરે, વાણી સુધા જે લવે; પૂરા પુનમચંદ જેમ સુગુણા, જે ધીર મેરુ સમા, ઊંડા જે ગંભીર સાયર જિયા, તે માનવા ઉત્તમા. ( અનુષ્ટુપૂ વૃત્ત )
રૂપસાભાગ્યસ પન્ના, સત્યાદિર્ગુણોાભના;
તે લેાકે વિરલા ધીરા, શ્રીરામ સદા નરા. ૭
જે સજ્જને સદા ય પરના ગુણગણને ગ્રહણ કરે છે– ગુણની પ્રશ સા કરે છે, તેમ જ ખની શકે તેટલું તેનું અનુ
Page #195
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬ ]
શ્રી કર્ખરવિજયજી કરણ પણ કરે છે, પરંતુ પરના દોષ ઉઘાડા કરી વિગેવણા (નિદા-લઘુતા) કદાપિ કરતા નથી, વળી જે ઉપકારી જનને ઉપકાર ભૂલતા નથી, કૃતજ્ઞપણે તેમને પ્રત્યુપકાર કરવા તક મળે તો જે ચકતા નથી, મુખથી અમૃત જેવાં મીઠાં વચન જ બેલે છે, જેઓ શરદબાતુના સંપૂર્ણ શીતળતા વર્ષાવનારા મેરુપર્વત જેવી ધીરતા-નિશ્ચળતા અને સાગર જેવી ગંભીરતા ધરનારા છે તેવા માન જ ઉત્તમ પંક્તિના લેખાય છે.
રૂપ સૈભાગ્યથી શોભિત અને સત્ત્વ-પરાક્રમાદિક ગુણેવડે અલંકૃત શ્રી રામચન્દ્રજી જેવા ધીર, વીર, ગંભીર, વિરલા મનુષ્ય જ હોય છે.
(૨) પુરુષદેષ વર્ણન
| (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) લંકા સ્વામી હરતી રામ તજી તે સીતાતણ એ થકી, શ્રી વેચી હરિચંદ્ર પાંડવ નૃપે કૃષ્ણ ન રાખી શકી; રાત્રે ઊંડી નિજ ત્રિયા નળનૃપે એ દોષ મોટા ભણી, જેવા ઉત્તમમાંહિ દોષ ગણના ક વાત બીજા તણું? ૮
રાવણ જેવા પ્રતિવાસુદેવે સીતા જેવી પવિત્ર સતીનું હરણ કર્યું, રામચંદ્ર જેવા નમૂનેદાર નીતિવંત રાજાએ સીતા સતીને ત્યાગ કર્યો, હરિશ્ચંદ્ર રાજાએ પોતાની રાણી તારામતીને વેચી, પાંડે પિતાની પત્ની દ્રોપદીને જૂગારમાં હારી ગયા, તેમજ પવોત્તર રાજાએ હરણ કરાવ્યું ત્યારે રાખી ન શકયા. વળી નળરાજા પોતાની પ્રાણપ્રિય રાણી દમયંતીને રાત્રે એકલી વનમાં
૧ દ્રૌપદી
Page #196
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૫૭ ] મૂકીને ચાલ્યા ગયા. આવા મોટા પ્રસિદ્ધ ઉત્તમ પુરુષે પણ ગંભીર ભૂલ કરે છે તો બીજા સામાન્ય મનુષ્યની તો શી વાત કરવી?
૩. સ્ત્રી ગુણ વર્ણન.
(ઉપજાતિ વૃત્ત) સુશિખ આલે પ્રિય ચિત્ત ચાલે, જે શીળ પાળે ગૃહ-ચિંત ટાળે; દાનાદિ જેણે ગૃહધર્મ હોઇ,
તે ગેહી નિત્યે ઘરે લચ્છી ઈ. ૯ ઉત્તમ સ્ત્રી પોતાના પતિને દરેક ઉપયેગી કાર્ય પ્રસંગે એક સલાહકારક ઉત્તમ મંત્રીની પેઠે સલાહ આપે છે, પોતાના પતિના આશયને અનુસરીને ચાલે છે, મન-વચન-કાયાથી સ્વપતિ-સંતોષરૂપ નિર્મળ શીલ પાળે છે, નિર્દોષ વર્તનથી સાવધાનપણે ગ્રહદોષ અથવા ઘરચિંતા દૂર કરે છે અને ઘરે આવેલા અતિથિ (સાધુ-મહાત્માદિક) તથા અભ્યાગત–મહેમાનપરણાદિકનો યથાયોગ્ય સત્કાર–સન્માન કરી ગૃહસ્થ ધર્મ દીપાવે છે. ભાગ્યવંતી કુલીન પતિવ્રતા સ્ત્રી પોતાના પવિત્ર ગુણવડે ગૃહલક્ષ્મી લેખાય છે, પતિ અને કુટુંબ પરિવારમાં તે સારું માન પામે છે અને ગૃહવ્યવસ્થા ઉત્તમ રીતે ચલાવવા સાથે પિતાનું તથા પોતાના કુટુંબ પરિવારના હિતનું ભલી રીતે રક્ષણ કરવાથી તે ગૃહદેવી તરીકે પૂજાય-મનાય છે. સતી સ્ત્રીઓ આવી જ હોવી ઘટે છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી ૪. સ્ત્રી-દેષ વર્ણન
(ઉપજાતિ વૃત્ત ) ભત્તાં હર્યો જે પતિમારિકાએ, નાંખ્યો નદીમાં સુકુમારિકાએ; સુદર્શન શ્રેષ્ટિ સુશીળ રાખ્યો, તે આળ દેઈ અભયાએ દાખે.
(વસંતતિલકા વૃત્ત ) માર્યો પ્રદેશ સુરિકંત વિષાવળીએ, રાજા યશોધર હો નયનાળીએ; દુઃખી કર્યો સ્વસુર નપુરપંડિતાએ,
દોષી ત્રિયા હમ ભણું ઇણ દોષતાએ. ૧૧ પતિમારિકા સુમારિકાએ પોતાના પતિને મારી નદીમાં નાંખી દીધો હતો. સુદર્શન શેઠે નિર્મળ શીલ (સ્વ-સ્ત્રીસંતોષવ્રત) પાળ્યું હતું, તેના ઉપર અભયા રાણીએ બેટું આળ-કલંક ચઢાવ્યું હતું. સૂરિકાંતા રાણીએ પોતાના પતિ પ્રદેશ રાજાને કામાંધ બનીને ભેજનપ્રસંગે ઝેર દીધું હતું, તેમ જ નયનાવલીએ પોતાના પતિ યશધર રાજાને ગળે ફાંસે દઈને માર્યો હતો અને નૂપુર પંડિતાએ પિતાનું ખોટું ચરિત્ર છૂપાવવા માટે પોતાના પતિને ભેળવી વૃદ્ધ સસરાને કપટરચનાથી હેરાન કર્યો હતો. આવા દુષ્કાથી સ્ત્રીઓને દોષિત ગણાવી છે. કામાન્યપણાથી સ્ત્રીઓ ન કરવાનાં કામ કરે છે, સાહસ ખેડે છે, કુળલજા, લોકલજજાદિક તજી અનાચાર સેવે છે; પરંતુ સુકુલીન સતી સ્ત્રીઓ તે પ્રાણાતે-કષ્ટ સહન કરીને પણ
Page #198
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૫૯ ]. પિતાના પવિત્ર શીલનું જ રક્ષણ કરે છે. તેવી સ્ત્રીઓ સદ્દગુણું– સુલક્ષણું ગણાય છે.
૩. સુલક્ષણી સ્ત્રી વર્ણન
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) રૂડી રૂપવતી સુશીલ સુગુણ લાવણ્ય અંગે લસે, લજજાળ પ્રિયવાદિની પ્રિયતણે ચિત્ત સદા જે વસે; લીલા વન ઉલસે ઉરવશી જાણે લોકે વસી, એવી પુણ્યતણે પસાય લહીએ રામા રમા સારસી. ૧૨
( ઉપજાતિ વૃત્ત). સીતા સુભદ્રા નળરાયરાણું, જે પદી શીલવતી વખાણી; જે એહવી શીલગુણે સમાણું,
સુલક્ષણા તે જગમાંહી જાણું. ૧૩ રૂડી-રૂપાળી, સુશીલવંતી, સદગુણી, લાવણ્યની શોભાવાળી, લજજાવંતી, પ્રિયવાદિની-પ્રિય-મિષ્ટ્રવચન બેલનારી, પતિના મનમાં વસી રહેનારી, વિનીત અને વૈવનવયની શોભાથી જાણે ઉર્વશી આ મૃત્યુલોકમાં આવી વસી હોય એવી, લક્ષ્મીના અવતાર જેવી સાનુકૂળ સ્ત્રીનો સંબંધ પૂર્વના પુન્યયોગે પ્રાપ્ત થઈ શકે છે. આવી સ્ત્રીના ગે ગૃહસ્થ ધર્મ સારી રીતે પાળી શકાય છે, તેથી પવિત્ર ગુણવંતી સ્ત્રીને ધર્મપત્ની કહેવામાં આવે છે.
સીતા, સુભદ્રા, દમયંતી અને દ્રપદી વિગેરે અનેક સતીએ પોતાના પવિત્ર શીલગુણવડે જગપ્રસિદ્ધ થયેલી છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
શ્રી કપૂરવિજયજી એવા પવિત્ર શીલગુણવડે જે કઈ સ્ત્રી અલંકૃત હોય તે જગતમાં સુલક્ષણી ગણાવા યેગ્ય છે.
અત્રે સમજવાની જરૂર છે કે કેવળ વિષયવાસનાની ક્ષણિક તૃપ્તિ કરવા માટે જ સ્ત્રીસંબંધ (લગ્ન) કર્તવ્ય નથી. લગ્નને આશય ઘણું વિશાળ-ગંભીર છે, તે કામાંધજને સમજતા નથી. તેવો સંબંધ તે પશુપક્ષીઓ પણ કરે છે, છતાં તેમનામાં પણ પ્રેમમર્યાદા જોવામાં આવે છે. પશુપંખીઓ કરતાં મનુષ્ય સ્ત્રી-પુરુષમાં બુદ્ધિબળ વધારે હોય છે તે નિશ્ચિત છે, તેવડે ધારે તો તેઓ લગ્નની ઊંચી નેમ સમજી, વિવેક મર્યાદા વડે તેને સફળ કરી શકે છે. તે તે જ્યારે કોઈ સગુરુની કૃપાથી કે પૂર્વજન્મના શુભ સંસ્કારથી તે ઉભય-પતિપત્નીમાં દેવી પ્રેમ પ્રગટે એટલે તુચ્છ વિષયભેગની વાંછના તજી અથવા કમી કરી અથોત તેને પુંઠ દઈ, લેકોત્તર સુખની પ્રાપ્તિ થાય એવું સાધન એક રાગથી કરવા ઉજમાળ બને અને તેવાં હિતસાધનમાં એક બીજા સ્વાર્થ ત્યાગ કરી કેવળ પરમાર્થ દષ્ટિથી એક બીજાને મદદ કરતા રહે ત્યારે જ બની શકે અને ખરી રીતે જોતાં તે જ વ્યાજબી અને યોગ્ય માર્ગ છે.
પ્રારબ્ધગે સ્ત્રી પુરુષ જુદાજુદા દેહ પ્રાપ્ત થયા છતાં સદ્દગુરુકૃપાથી વિવેકદષ્ટિ ખૂલતાં સમજી શકાય છે કે –“આત્મતત્વ ઉભયમાં સમાન છે, ને શક્તિરૂપે તે તે પરમાત્મા સમાન છે.” જે આત્મતત્ત્વપૂર્ણ પરમાત્મરૂપે પ્રગટયું નથી તેને જ પ્રગટ કરવા, બને તેટલી સાનુકૂળતા મેળવી વિવેકથી પ્રયત્ન કરવા જોડાવું એ જ ઉભય-સ્ત્રીપુરુષને હિતકારી કર્તવ્ય છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૬૧ ] ૪. સંગ વિયેગ વિષે
(માલિની વૃત્ત) પ્રિય સખી પ્રિય વેગે, ઉલસે નેત્ર રંગ, હસિત મુખ શશી ક્યું, સર્વ રોમાંચ અંગે; કુચ ઇક મુજ વૈરી, નમ્રતા જે ન દાખે, પ્રિય મિલણ સમે જે, અંતરે તેહ રાખે. ૧૪. દિન વરસ સમાણે. રેણિ કલ્પાંત જાણે, હિમ રજ કદલી જે, તેહ ઝાળ પ્રમાણે શિશિર સિકર છે જે, સુર શા સેઈ લાગે, પ્રિય વિરહ પ્રિયાને, દુ:ખ શું શું ન જાગે? ૧૫.
ખરી પતિવ્રતા સ્ત્રીને પિતાના પ્રાણપ્રિય સુગુણ પતિને સમાગમ થતાં જે હર્ષ–પ્રહર્ષ કે પ્રમાદ થાય છે તેનું વર્ણન એક સ્ત્રી પોતાની પ્રિય સખી સમીપે કરે છે. જેવી રીતે શુદ્ધ ચેતના પોતાના આત્મારામ પ્રભુને ભેટતાં-શુદ્ધ અનુભવદ્વારા તેની સાથે ભેટો થતાં પોતાની રુસુમતિ સખી પાસે પિતાના હૃદય ઉદ્દગાર કાઢે છે અને પોતાનામાં પ્રગટેલો પ્રેમ કે પ્રેમના ચિલ જણાવે છે તે અત્રે ઉપનયથી સમજી લેવાં
હે પ્રિય સખિ ! મારા પ્રાણપ્રિય પતિના યોગે મારા ઉભય નેત્ર આનંદ-હર્ષથી ઉભરાઈ જાય છે, મુખ–મુદ્રા ચંદ્રની જેમ સ્મિત-હાસ્યથી ભી–ચમકી રહે છે અને આખા શરીરમાં હર્ષ માતા-સમાતો નથી, તેના મિષથી બધાં રોમાંચરૂવાંડાં ખડાં થઈ જાય છે. પ્રાણપતિની સાથે ભેટો કરતાં–
૧ રાત્રિ. ૨ જવાળા.
Page #201
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૨ ]
શ્રી કપૂરવિજયજી એકમેક થઈ જતાં ફક્ત એક સ્તન-યુગલ જ અંતરાયરૂપ થાય છેનમ્રતા દાખવતા નથી અને ઉન્નત થઈ જાય છે, એટલે વચમાં આંતર રાખે છે, જે મને ઈષ્ટ નથી. હું તો મારા પતિથી લગારે અંતર રહે તેવું ઈચ્છતી યા પસંદ કરતી નથી.
ઉપર કહી તે લૈકિક પ્રેમની વાત કહી તેની અવધિમર્યાદા બતાવી, એ કરતાં શુદ્ધ ચેતનાને પિતાને આત્મારામ પ્રભુ સંગાથે ભેટો થતાં જે અપૂર્વ અલોકિક કે લોકોત્તર પ્રેમ પ્રગટે છે તે તે અવધિ-મર્યાદા વગરને અનવધિ-અમર્યાદઅખંડ અને અનંત હોય છે. હજી સુધી તેવા અનવધિ પ્રેમને તો વિગ છે. તે દૂર કરવાના પવિત્ર લક્ષથી જ સુગુણ દંપતીએ એકતાર બની સાવધાનપણે સ્વધર્મ સાધના કરવી ઘટે છે. આવું પવિત્ર લક્ષ શુદ્ધ સમ્યગદષ્ટિવંત દંપતીમાં જ સંભવે છે, જે અન્ય શાણા દંપતીવર્ગને પણ અનુકરણ કરવા ગ્ય છે.
પ્રાણપ્રિય પતિનો વિરહ ખરી પતિવ્રતા નારીને કેટલો પડે છે તેનું અત્ર વર્ણન કરે છે.
સુગુણ પતિના વિરહને એક દિવસ વરસ જેવડો મોટો થઈ પડે છે અને એક રાત્રિ જાણે કલ્પાંત કાળ જેવી મેટી ભયંકર લાગે છે. વિનેાદી દંપતીને ઠંડક ઉપજાવનારું કદલી-કેળનું વન પણ તેણુને શાન્તિ ઉપજાવી શકતું નથી અને ચંદ્રના શીતળ કિરણથી તેના આંતર તાપની શાંતિ થઈ શકતી નથી, ઊલટાં તે બધા તેને તાપકારી થઈ પડે છે. આ વાતમાં ફક્ત લૌકિક પ્રેમપાત્ર પતિના વિરહ પતિવ્રતા સ્ત્રીને કેવી વ્યથાપીડા થાય છે તેને જ કંઈક ચિતાર આપે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૬૩ ] શુદ્ધ ચેતનાને પિતાના આત્મારામ પતિના વિરહે કેટલું દુ:ખ થયા કરતું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કેમકે તેણીનો પ્રેમ લૈકિક નહિ પણ લોકોત્તર–અલૌકિકઅસાધારણ હોય છે. આ વાતની કંઈક ઝાંખી-શ્રી આનંદઘનજી મહારાજ જેવા અદ્ભુત-અબઘતગી-અધ્યાત્મી પુરુષે હૃદયથી ગાયેલાં પદે વાંચવાથી કે વિચારવાથી–તેના રસને
ડાઘણા અંશે થઈ શકે છે. જેમાં ચેતના પિતાનું વિરહદુ:ખ સુમતિ સખી પાસે અથવા અનુભવ મિત્ર પાસે નિવેદન કરી તે દુ:ખ નિવારવા આત્મારામ પ્રભુને ભેટો કરાવવા કહે છે.
પ. માતા પ્રત્યે કર્તવ્ય.
(ઇદ્રવજા વૃત્ત) જે માતને બોલ કદી ન લોપે, તે વિશ્વમાં સૂરજ જેમ આપે;
જ્યાં ધર્મચર્યા બહુધા પરીખી, ત્યાં માતપૂજા સહુમાં સરીખી. જે માત મેહે જિન એમ કીધો, ગર્ભે વસંતા વ્રત નેમ લીધે; જે માત ભદ્રા વયણે પ્રબુદ્ધો,
શીલા તપતે અરિહન્ન સિદ્ધા. ૧૭ બાળક ઉપર માતાને ઉપકાર અમાપ છે. બાળકને માટે માતા કેટલાં કેટલાં કષ્ટ ઉઠાવે છે ? તેને ખ્યાલ બારીકીથી અવલેકિન કરનારને જ આવે છે. પોતાનું બાળક બધી રીતે
Page #203
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪ ]
શ્રી કપૂરવિજયજી
સુખી થાય એવી કાળજી કરુણાળુ માતા અને પિતા જેટલી રાખે છે તેટલી ખીજા કાણુ રાખી શકવાના છે? એ વાત પશુ જેવા વિવેક વગરના કઇક માળકા અને જીવાને પણ વિસરી જાય છે અને પેાતાનાં ઉપગારી માતાપિતાની ખરી તકે સેવા–ચાકરી કરવાને બદલે ઊલટા તેઓને સતાપે છે, અપમાન કરે છે, હલકા શબ્દા કહે છે, ફાગટના વગેાવે છે અને તેમના આ લેાક અને પરલેાક ઉભય અડે તેવાં કામ કરે છે. આવાં નબળાં ખેાલ ખેલનારાં, હલકાં–હીચકારાં કામ કરનારાં પુત્ર! કપુતાની જ પંક્તિમાં લેખાય છે; પરંતુ જેએ પેાતાનાં માપિતાના પેાતાના ઉપરને! અમાપ ઉપકાર સભારી સંભારી તેમને હરેક રીતે સ તાષવાની-પ્રસન્ન રાખવાની પોતાની પવિત્ર ફરજ સમજતા હાય અને એક પળ પણ તે વિસરતા ન હાય તે જ ખરા સપુત હેાઇ પ્રશંસાપાત્ર લેખાય છે.
જે સપુતા પેાતાના પરીપકારી માતપિતાના હિતકારી એલ કદાપિ ઉત્થાપતા નથી, તેમની પ્રત્યેક હિતકર આજ્ઞાને માથે ચઢાવે છે અને તેનું ખંતથી પરિપાલન કરે છે તેઓ
આ જગતમાં સૂર્યની જેમ પ્રતાપ પામી શૈાભી નીકળે છે, સર્વત્ર તેમના યશ ગવાય છે અને ઠેકાણે ઠેકાણે માન–પ્રતિષ્ઠા પામે છે. ગમે તે ધર્મ-પથમાં માતપિતાની સેવા-ભક્તિ કરવા અને તેમની હિતકારી આજ્ઞાનું પરિપાલન કરવા એક સરખી રીતે ફરમાવેલુ જણાય છે, તેમ છતાં તુચ્છ વિષયાદિ સુખને વશ ખની પશુ જેવા વિવેક વગરના કઇક પામર માણસા પેાતાના માતાપિતાની પ્રગટ અવગણના કરતા દેખાય છે, એ ખેદની વાત છે. તેમને કપુત કહીને ખેાલાવનાર ઉપર તે ડાળા
Page #204
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૧૬૫ ]
કાઢી લડવા ધાય છે, તેને બદલે જો તેઓ પેાતાનાં આચરણ સુધારી ખરી રીતિ–નીતિના માર્ગે ચાલે તેા તેએ બદનામ નહિ થતાં જલદી સપુતાની પંક્તિમાં દાખલ થઇ સર્વત્ર પ્રશંસા પામી શકે.
ભારતવાસી આ જનેાનું એ પ્રથમ કર્તવ્ય છે કે પ્રથમના વખતનાં આર્ય સતાનાની માપિતા પ્રત્યેની આદર્શ ભક્તિસેવાનું યથાર્થ ભાન કરી લેવુ જોઇએ. આપણે નગુણા થવું ન જોઇએ. માતાના ગર્ભોમાં વસતા ભગવાન વધ માનસ્વામીએ તથાપ્રકારના સંચાગ જોઇ માત પિતા જીવતા રહે ત્યાંસુધી મારે વ્રત-દીક્ષા ન લેવી. ” એવા દૃઢ અભિગ્રહ-નિશ્ચય કર્યાં તે શું આદર્શ ભક્તિના નમૂના નથી ? વળી ભદ્રામાતાના પુત્ર અરહન્ન-અરણીક કાઁવશ મુનિપણાથીવ્રતથી ચલિત થયા હતા, તે વાત તેની માતા સાધ્વીને જણાતાં તે પુત્ર-મુનિને જે એધવચન કહ્યાં હતાં તેના યથાર્થ આદર કરવા પેાતાથી બીજી રીતે બની શકે એવું નહિ હાવાથી તેણે તાપથી ધગધગતી શિલા ઉપર અનશન કરી લીધું અને એ રીતે સ્વાત્માણ કરવાથી તે પાર પામી ગયા-મોક્ષે ગયા, એ શું એધુ અર્થસૂચક છે ?
૬. પિતા-વાત્સલ્યતા.
( ઇંદ્રવજ્રા વૃત્ત )
જે આળ ભાવે સુતને રમાડે, વિદ્યા ભણાવે સરસુ જમાડે; તે તાતના પ્રત્યુપકાર એહી, જેહ તેહની ભક્તિ હિયે વહેવી. ૧૮
Page #205
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૬ ]
શી કપૂરવિજયજી (માલિની વૃત્ત) નિષધ સગર રાયા, જે હરિભદ્ર ચંદા, તિમ દશરથ રાયા, જે પ્રસન્ના મુનીંદ્રા; મનક જનક જે તે, પુત્રને મોહ ભાર્યા,
સ્વ સુત-હિત કરીને, તેહને કાજ સાર્યા. ૧૯ જે પિતાના બાળ-સંતાનને પોતે જ ભાઈ-બાપુ કહીને રમાડે છે, ઉમર થતાં તેમને ગ્ય વિદ્યા ભણાવે છે અને તેમને સારું સારું મનગમતું ભેજન જમાડે છે, એવા ઉપકારી પિતાને કંઈ પણ પ્રત્યુપકાર કરી શકાય તો તે એ જ કે પોતાના ઉપકારી પિતાની સેવાભાક્ત ચીવટ-બંત રાખીને કરવી અને તેમની આજ્ઞાનું યથાર્થ પાલન કરી તેમનું દિલ પ્રસન્ન રાખવું. વળી પાકનું સાધન કરવામાં જે પ્રકારની સહાયની જરૂર હોય તે કૃતજ્ઞતાથી વિલંબ કર્યા વગર આપી તેમનું હિત કરવા કદાપિ ચુકવું નહિ. વળી આપણે પોતે એવું પવિત્ર આચરણ સેવવું કે જે દેખી માતપિતાના દિલમાં પ્રમોદ-આનંદ થાય. ટુંકાણમાં પિતાનું કુળ દીપી નીકળે એવું રૂડું પ્રવર્તન-વર્તન આળસ– પ્રમાદ તજીને સાવધાનપણે કરવું
આગળ ઉપર થયેલા નિષધ, સાગર, હરિભ, ચંદ્ર. દશરથ અને પ્રસન્નચંદ્ર મુનીશ્વર તથા મનકમુનિના પિતા શ્રી શઐભવસૂરિ જેવાઓને જે કે પુત્રમોહ ઓછો નહોતા પરંતુ જેમની દષ્ટિ સમ્યગ હોય છે તે પિતાએ જેથી સ્વપર. હિતની સિદ્ધિ થવા પામે એવું આચરણ કરવા ચૂકતા નથી.
ખરા પુત્રવત્સલ માતપિતા એવું જ પવિત્ર લક્ષ રાખીને પિતાની સંતતિને કેળવે છે કે તે સંતતિ આગળ જતાં તેમનું પિતાનું, માતાપિતાનું, કુટુંબીજનોનું અને અનુક્રમે જ્ઞાતિનું
Page #206
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૬૭ ]
તથા સમાજનું, ધર્મનું અને દેશનું પણ પારમાર્થિક હિત સધાય તેવી બુદ્ધિશક્તિવાળા થાય.
૭. સુપુત્ર વર્ણન.
( સ્વાગતા વૃત્ત )
માત તાત પદ્મ કિંજ સેવા, જે કરે તસ સુપુત્ર કહેવા; જેહ કીત્તિ કુળ લાજ વધારે, સૂર્ય જેમ જગ તેજસ ધારે.
( શાલિની વૃત્ત )
ગગાપુત્રે વિશ્વમાં કીર્ત્તિ રોપી, આજ્ઞા જેણે તાતકેરી ન લેાપી; તે ધન્યા જે અંજનાપુત્ર જેવા, જેણે કીધી જાનકીનાથ સેવા.
૨૦
૨૧
જે સદા માતાપિતાના ચરણની સેવા કરે અને કુળની લાજ-પ્રતિષ્ઠા તથા યશ-આબરુ વધારે તેને સુપુત્ર લેખવા. જે સુપુત્રા માતપિતાની સેવાભક્તિપૂર્વક તેમની ઉચિત આજ્ઞાનું સદા રિપાલન કરતા રહે છે તથા ન્યાય-નીતિથી પ્રમાણિકપણે ચાલે છે તેમના યશ-પ્રતાપ સૂર્યની પેઠે દિન દિન વધતા જ રહે છે.
જેણે કદાપિ માતાપિતાની આજ્ઞા લેાપી નથી એવા વિનીત ગ`ગાપુત્ર-ગાંગેય ભીષ્મપિતામહની કીર્ત્તિ અદ્યાપિ સર્વત્ર ગવાય છે. તેમ જ જેણે જાનકીનાથ-શ્રી રામચંદ્રજીની સાચા દિલથી સેવા કરી તે શ્રી અંજનાપુત્ર-હનુમાનજી જેવા નરરત્નને પણુ ધન્ય છે. માતાપિતાદિક તથા ઉપગારી
Page #207
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૮ ]
શ્રી કપૂરવિજયજી વડિલ જને પ્રત્યે જે કેઈ જેટલું નિરભિમાનપણે સ્વાત્માપણ કરે છે તે તેમને પિતાને તેમ જ અન્યને પણ પરંપરાએ અતુલ લાભદાયક થાય છે, તે હસ્તામલક જેવું સ્પષ્ટ છે.
આગળના વખતમાં આર્યપુત્રે-ભારતસંતાને બહુ પવિત્ર આદર્શ જીવન ગુજારતા. તથા રાજાપ્રજા, પિતાપુત્ર, સાસુવહુ, ગુરુશિષ્ય અને સ્વામી સેવક સહુ પ્રાય: પવિત્ર ભાવનાથી પિતપિતાને કર્તવ્ય-ધર્મ યથાર્થ સમજી, ઊંડી શ્રદ્ધા રાખી તેનું બરાબર પાલન કરતા હતા, તેથી તેમની કીર્તિ સર્વત્ર ગવાતી હતી. તે વખતે ભારતને ઉદય સર્વોત્કૃષ્ટ ગણાતે હતો. જેમ જેમ લોકોની ભાવના–નિષ્ઠા નબળી–નિકૃષ્ટ થતી ગઈ અને તેમનાં આચરણ હલકાં થતાં ગયાં તેમ તેમ તેમની સાથે ભારતની પણ અવનતિ થતી ચાલી. જે કઈ મહાશય ભારતનો તેમ જ ભારતવાસી જનેનો અંત:કરણથી ઉદય જ ઈચ્છતો હોય તે સહુએ પ્રથમ પિતાનું જ વર્તન પવિત્ર ભાવનામય કરી અન્યને દષ્ટાન્તરૂપે થવું જોઈએ.
આચરણ હાનિકા બાફણ ગણાત્ર ગવાતા
કામવર્ગ ઉપસંહાર,
(તોટક વૃત્ત) ઈમ કામ વિલાસ ઉલાસત એ, રસ રીતિ ચે અનુભાવત એ; જિમ ચંદન અંગ વિલેપત એ,
હિય હેય સદા સુખ સંપત એ. ૨૨ gDJ་སྤJསྤJulyuguསྤངgIJIJIདུ་སྤJསྤྱ། આ ઈતિશ્રી સૂક્તમુક્તાવલ્યાં તૃતીય પુરુષાર્થ છે
રૂપ કામવર્ગ સમાપ્ત
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂક્તમુક્તાવળી
મેાક્ષવ
( અધિકારે ) ( ઉપજાતિ નૃત્તમ. )
ग्राह्याः कियतोऽप्यथ मोक्षवर्गे । कर्मक्षमा संयमभावनाद्याः ॥
विवेकनिर्वेद निजप्रबोधा । इत्येवमेते प्रवरप्रसंगाः ॥ १ ॥
ચેાથા અધિકાર મેાક્ષવમાં મેક્ષ, કર્મ, વિપાક, ક્ષમા, સચમ, બાર ભાવના, રાગદ્વેષત્યાગ, સતેાષ, વિવેક, નિવેદવૈરાગ્ય અને આત્મબેાધ એમ દશ ઉત્તમ અધિકારરૂપ પ્રસંગા– વિષયે ગ્રહણ કરવામાં-કહેવામાં આવશે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧. મેક્ષાર્થ વિષે
પરમપદ-મોક્ષ માટે પુરુષાર્થ ફેરવવા હિતોપદેશ
(માલિની વૃત્ત.) ઇહ ભવ સુખ હેતે, કે પ્રવર્તે ભલે, પરભવ સુખ હેતે, જે પ્રવર્તે અને અવર અથે ઇડી, મુકિત પંથા અરાધે, પરમ પુરુષ સેઈ, જેહ ક્ષાર્થ સાથે. ૧ તજિય ભરત કેરી, જેણ પખંડ ભૂમિ, શિવપથ જિણ સાથો સોળમા શાંતિસ્વામી; ગજ મુનિ સુપ્રસિદ્ધા, જેમ પ્રત્યેકબુદ્ધા,
અવર અરથે છેડી, ધન્ય તે મોક્ષ સુદ્ધા. ૨. જગતના ભિન્ન ભિન્ન રુચિવાળા જીવો પૈકી કેઈ આ લેકના સુખ માટે કે કઈ પલકના સુખ માટે પ્રવૃત્તિ-પ્રયત્ન કરતાં દેખાય છે, પણ એ બધી આશા-તૃષ્ણા તજી જે કેવળ કર્મ મુક્ત થઈ મોક્ષપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તે જ ખરેખર પરમપુરુષાર્થની પંક્તિમાં ગણાવા છે. આત્મજ્ઞાનને ઊંડો પ્રકાશ જેને થયું છે તે શાંતિનાથાદિ તીર્થકરે, ભરતાદિક ચક્રવર્તીએ, નમિપ્રમુખ પ્રત્યેકબુધ્ધ અને ગજસુકુમાલાદિક મુનિવરે બીજે બધે ય અર્થ તજી દઈ દઢશ્રદ્ધા અને શુદ્ધ ચારિત્રને સેવી મોક્ષના જ અધિકારી થયા છે તેમને ધન્ય છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૧ ] ઉત્તમ ક્ષમાદિક ધર્મનું સેવન કરવાથી દુરિત-તાપ દૂર થાય છે, કરેલું તપ લેખે લાગે થાય છે, કર્મનો અંત આવે છે, પુન્યલમીની વૃદ્ધિ થાય છે અને શ્રુતજ્ઞાનનું આરાધન થાય છે. ઉત્તમ ક્ષમા-સમતાયેગે જ અંધસૂરિના શિષ્ય, દૃઢપ્રહારી, ફરગડ, ગજસુકુમાલ અને મેતાર્ય પ્રમુખ મહામુનીશ્વરો સકળ કર્મનો ક્ષય કરી મુક્તિપદને પ્રાપ્ત થયા છે.
આત્મસંયમ( Self-Restraint )વડે આત્મામાં નવા કમ આવી દાખલ થઈ શકતાં નથી અને સમતા સહિત તીવ્ર તપ કરવાથી પૂર્વે કરેલાં કર્મ બળીજળી નષ્ટ થાય છે. એથી
આત્મ શીધ્ર શુદ્ધ થવા પામે છે, એટલે અત્યારસુધી કર્મમળવડે ઢંકાઈ રહેલા સકળ સ્વગુણે પ્રકાશમાન થાય છે એ જ ખરેખરી સ્વદયા છે અને એવી જ રીતે અન્ય ભવ્યાત્માઓને નિજ નિજ આત્મગુણો પ્રકાશમાન કરવા સમ્યગ્રજ્ઞાન, સમ્યગશ્રદ્ધા-દર્શન, સમ્યચરિત્રનો સત્ય માર્ગ બતાવે તે જ ખરી શ્રેષ્ઠ દયા છે. આ ભાવદયાને અડચણ-હરત ન આવે પણ પુષ્ટિ મળે એવા પવિત્ર લક્ષ્યથી જ દ્રવ્ય દયા-સ્વપરપ્રાણરક્ષા કરવા, વીતરાગ પરમાત્મા શાસ્ત્રદ્વારા આપણને ફરમાવે છે.
અહિંસા, સંયમ અને તપ લક્ષણ ધર્મને પરમ મંગળરૂપ શાસ્ત્રમાં વખાણ્યું છે. અનિત્યાદિ દ્વાદશ-બાર ભાવના અને મૈત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતા રૂપ ભાવના ચતુષ્કરૂપી રસાયણનું સેવન કરનાર ભાવિત આત્મા સકળ અશુભ કર્મરોગને ટાળી ક્ષમાદિક ઉત્તમ ગુણેનું સેવન કરી સ્વાત્મગુણની પુષ્ટિ કરવા સમર્થ થાય છે, સ્વાત્મગુણોને સંપૂર્ણ વિકાસ થાય એ જ ખરો મેક્ષ છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૨ ]
શ્રી કપૂરવિજયજી
૨. કર્મ વિષે.
કર્યાં વિપાક વર્ણનાધિકાર, ( માલિની વૃત્ત )
કરમ નૃપતિ કાપે, દુ:ખ આપે ઘણેરાં, નર્યાતરિયકાં જન્મ જન્મ અનેરાં; શુભ પરિણતિ હાવે, જીવન કમ તેવે, સુરનરપતિકેરી, સંપદા સાઇ દેવે. ૩ કરમે શિશ કલકી, ક્રમે ભિન્ન પિનાકી કરમે અલિ નરેફે, પ્રાર્થના વિષ્ણુ રાંકી; કર્મ વશ વિધાતા, ઇંદ્ર સૂર્યાદિ હેઇ, સબળ કરમ સાઇ, ક્રમ જેવા ન કોઇ. જી.
ક રાજાના કાયદા એવા સખત છે કે જે કાઇ ખાટા વિચાર, ખાટા વચન, ખાટા ઉચ્ચાર કે ખાટા આચાર આચરે છે અથવા એવા સ્વચ્છંદપણે ચાલે છે તેની તે પૂરી ખબર લે છે. તેને અનેક તરેહનાં દુઃખા ભાગવવાં પડે છે, નરક તિર્યંચગતિના ફેરા આપીને રઝળાવે છે. આવી રીતે દુષ્ટ કર્યું – દુષ્કૃત્યા કરનારા નીચે જીવાને શિક્ષા આપે છે, તેમ જે રૂડા પરિણામથી સારા વિચાર, સારી વાણી અને સારા આચારઆચરણ સેવે છે તેમને ઇંદ્ર તથા ચક્રવત્તી જેવી માટી સંપદા આપીને નિવાજે છે. સુકૃત્યા કરનારા અને સદ્ગુણી જીવા ઉપર પૂરતા અનુગ્રહ કરવાનું પણ કર્મ રાજા ચૂકતા નથી. એક પ્રતાપી રાજાની પેઠે તે દુષ્ટ જીવાને નિગ્રહ અને શિષ્ટઉત્તમ જીવાના અનુગ્રહ તેમના વિચાર, વાણી અને આચા રના પ્રમાણમાં કરવાને સદા ય સાવધાન રહે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૩] વિશેષમાં એ કે શિક્ષા અથવા અનુગ્રહનું ફળ સંપૂર્ણ તે તે જ મેળવી રહે ત્યાં સુધી તેની પૂરી તપાસ રાખ્યા કરે છે અને તે પ્રત્યેક પ્રસંગે તેમની વૃત્તિનું સૂક્ષમ રીતે નિરીક્ષણ કરતો રહે છે. વળી તેમના શુભાશુભ વર્તન, હર્ષ, ખેદ, ઉન્માદ કે સમભાવ પ્રમાણે તેમનું હિતાહિત નિષ્પક્ષપણે કરવા તે પ્રવર્તે છે. કમ મહારાજની જેમના ઉપર કૃપા-નજર થાય છે તે ઊંચી પાયરીએ ચઢી શકે છે અને તેની અવકૃપા થાય છે તેનો વિનિપાત-વિનાશ થતાં વાર લાગતી નથી. જેવું જેમનું વર્તન તેવું તેમને ફળ મળી રહે છે.
લેકિક શાસ્ત્ર મુજબ ચંદ્ર કલંકિત થયે, શંકર-મહાદેવે ભીખ માંગી, બલીરાજા પાસે વિષ્ણુએ દીન પણે પ્રાર્થના કરી એ સર્વ કર્મવશવતીપણાથી સમજવું. વળી બ્રહ્મા, ઈન્દ્ર અને સૂર્યાદિ દેવ પણ કર્મયોગે ઊંચી પદવી પામ્યા અને કર્મવશ પિતાનું ભાન ભૂલી પાછા સ્ત્રી–મેહનીમાં ફસાઈ પડ્યા. કમરાજા જેવું કોઈ બીજું બળીયું જણાતું નથી.
આ પ્રમાણે કર્મનું વર્ણન થોડું ઘણું લોકિક શાસ્ત્રોમાં પણ કરેલું દેખાય છે; પરંતુ તેનું યથાતથ્ય-આબેહૂબ યથાર્થ વર્ણન સર્વોપદેશિત જિનાગમ–જેનશાસ્ત્રોમાં કરેલું છે. તેમાં વસ્તુત: કર્મનો કર્તા, ભક્તા, સંસારમાં સંસર્તા અને સંસારનો અંત કરનાર જીવ પિતે જ કહ્યો છે. જેવાં જેવાં શુભાશુભ કર્મ જીવ પોતે કરે છે તેવા તેવાં તેના સારા-માઠાં ફળ તે સંસારમાં ભગવે છે.
મિથ્યાત્વ–બુદ્ધિવિપર્યાસ, અવિરતિ-સ્વછંદ વર્તન, હિંસા અસત્યાદિક પાપનું સેવન, ક્રોધ, માન, માયા, લોભરૂપ ચાર
Page #213
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪ ]
શ્રી કરવિજયજી કષાય અને મન-વચન-કાયાના ગગ્યાપારવડે જે કાંઈ કરવામાં આવે છે તે જ કર્મ કહેવાય છે. તે શુભાશુભ પરિણામવડે શુભાશુભ કર્મ કરાય છે અને તેનું તેવું શુભાશુભ ફળ જીવને ભેગવવું પડે છે. શુભ કર્મનું ફળ મીઠું-સારું મળે છે અને અશુભ કર્મનું ફળ કડવું–ખરાબ હેય છે.
તીવ્ર રાગ-દ્વેષ કે કષાયવડે અશુભ કર્મફળ અને મંદ રાગછેષ કે કષાયવડે શુભ કર્મ–ફળ થવા પામે છે. ત્યાં સુધી જીવને સંસાર પરિભ્રમણ કરવું પડે છે.
વસ્તુતઃ જીવ-આત્મા–ચેતન સફટિક જે નિર્મળ છે, પરંતુ કર્મરૂપી ઉપાધિને વેગે તે મેલો જણાય છે. જે તથા પ્રકારની અનુકૂળતા પામી, યથાર્થ જ્ઞાન, શ્રદ્ધા અને પુરુષાર્થ જે નિજ આત્મામાં જ ઢંકાઈ રહ્યા છે તેને જાગ્રત કરી એ અનાદિ કર્મઉપાધિને ટાળી દેવાય તે સંસાર–પરિભ્રમણનો અંત આવી જાય અને અનંત-અક્ષય-અવ્યાબાધ-શાશ્વત સુખરૂપ મેક્ષ પામી શકાય.
૩. ક્ષમા વિષે. ક્ષમાગુણ વર્ણનાધિકાર.
(માલિની વૃત્ત ) રિત ભર નિવારે, જે ક્ષમા કમ વારે, સકળ તપ સાધારે, પુણ્ય લક્ષ્મી વધારે શ્રત સકળ આરાધે, જે ક્ષમા મેક્ષ સાથે, જેિણુ નિજ ગુણ વાઘે, તે ક્ષમા ન સાઘે?
૫
Page #214
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૫ ]
સુગતિ લહી ક્ષમાએ, ખંધ સુરીશશિષ્યા, સુગતિ દૃઢપ્રહારી, ક્રૂરગડુ મુનીશા; ગજમુનિય ક્ષમાએ, મુક્તિ પથા આરાધે તિમ સુગતિ ક્ષમાએ, સાધુ મેતા સાથે,
૬
ક્રોધાદિક કષાયની કે રાગદ્વેષની શાંતિ, સમતા, ધીરજ એ બધા ક્ષમાના રૂપાંતર-પર્યાયવાચક નામેા છે. તેને પ્રભાવ ખરેખર અલોકિક છે. તે અશુભ-પાપકર્મ ને દૂર કરે છે. કરવામાં આવતાં બધા માહ્ય-આભ્યતર તપને સાર્થક કરે છે અને પુન્યલક્ષ્મી કહા કે શુભ કર્મોને પોષે છે. ક્ષમા-સમતાયેગે સકળ શ્રુત-શાસ્ત્રનું સેવન-આરાધન થઇ શકે છે અને સકળ કર્મબંધનથી મુક્ત થઈ શકાય છે. જે સમતાથી સદા ય સ્વગુણની વૃદ્ધિ-પુષ્ટિ થવા પામે છે તેનાથી કઈ વસ્તુ સાધી ન શકાય ? અષિતુ કહેવાનું કે સર્વ ઇચ્છિત વસ્તુ સમતાવર્ડ સહેજે મળી આવે છે; પરંતુ એવી અપૂર્વ સમતા-ક્ષમા આવવી જ મુશ્કેલ છે.
જે મહાનુભાવ આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મસ્થિરતાને અભ્યાસખળે યથાર્થ પ્રાપ્ત કરી શકે છે તે જ પુરુષાર્થ વત આત્મા તેવી સમતાને પામે છે. બીજા પણ ધારે તે વધારે નહિ તેા પણ તેવા સમર્થ સમતાવત–નિકટનવી જનેાની પ્રશંસા કરી અને તે તે કારણને અને તેટલે અભ્યાસ કરી પેાતાના આત્મામાં તથાપ્રકારની યેાગ્યતા પેદા કરી શકે. એ પણ જરૂરનુ જ છે.
ઉપકાર, અપકાર, વિપાક, વચન અને અસ`ગ એમ ક્ષમાના પાંચ પ્રકાર છે. પ્રથમની ત્રણ પ્રકારની લૌકિક ક્ષમા
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૬ ]
શ્રી કપૂરવિજયજી છે, જ્યારે બીજી બે પ્રકારની લકત્તર ક્ષમા છે. જિનેશ્વર દેવનાં કે જિન આગમ-શાસ્ત્રનાં વચનાનુસારે સ્વછંદપણાને ત્યાગ કરી ક્ષમા આદરવી તે વચન ક્ષમા. તેની સતત સેવાઅભ્યાસવડે મોક્ષદાયક છે તે અસંગ ક્ષમા જાણવી.
ઉપર કહી તેવી અલોકિક ક્ષમાયોગે પૂર્વે બંધકસૂરિના પાંચસો શિષ્ય પરમપદ-મોક્ષ પામ્યા; તેમ જ દૃઢપ્રહાફી મુનિ, કૂરગડુ મુનીશ્વર, ગજસુકુમાળ અને મેતાર્ય મુનિ પ્રમુખ મુનીશ્વરે અનેક અઘેર પરિષહ-ઉપસર્ગો સમભાવે સહન કરી પરમાનંદ પદને પામ્યા, તેમ આપણે પણ તેવી ક્ષમાં ધારણ કરવા પર પ્રયત્ન કરવો ઘટે છે.
૪. સંયમ વિષે. સંયમ પ્રભાવ વણનાધિકાર.
(સ્વાગતા વૃત્ત) પૂર્વ કમ સવિ સંયમ વારે, જન્મવારિનિધિ પાર ઉતારે તેહ સંયમ ન કેમ ધરીએ? જેણ મુકિત રમણે વશ કીજે. ૭ તુંગ શિલ બળભદ્ર સુહાયો. જેણ સિંહ મૃગ બેધ બતાય; તેણ સંયમ લહીય અરયો, જેણુ પંચમ સુરાલય પાયો. ૮
Page #216
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૭ ] સમ્યફ પ્રકારે–યથાર્થ રીતે યમ–નિયમનું પાલન કરવું, પાંચે ઈદ્રિયોનું વિવેકથી સારી રીતે દમન કરવું, ક્રોધાદિક ચારે કષાયોનો ક્ષમાદિક ગુણના અભ્યાસવડે સારી રીતે નિગ્રહ કરવો, તેમ જ મન-વચન-કાયાને કબજે રાખી તેને સદુપયોગ જ કરવો તેને જ્ઞાની પુરુષ સંયમ કહે છે.
તે અદભુત સંયમ કહો કે આત્મનિગ્રહ કહે તે ઈન્દ્રાદિક દેવોને પણ દુર્લભ છે. કાયર અને સુખશીલ જન તેથી કંપે છે. તલવારની ધાર ઉપર નાચવા કરતાં પણ સંયમસેવન અતિ કઠણ છે. તલવારની ધાર ઉપર તે નટ-બાજીગર નાચી શકે છે પણ સંયમ પાળવું તેથી દુષ્કર હેવાથી સંયમનો મહિમા અદ્ભુત છે. એક રાંક જે પણ પૂર્વોક્ત સંયમના પ્રભાવે દેવેન્દ્ર અને ચકવતી જેવાને પણ પૂજા-સત્કાર કરવા ગ્ય બને છે.
પૂર્વે કરેલાં અને નવા કરાતાં કર્મનું નિવારણ કરી જે આ ભયંકર ભવસાગરથી પાર ઊતરે છે અને અનંતા શાશ્વત સુખ સાથે કાયમ માટે જોડી આપે છે તેવા શુદ્ધ સંયમનું સેવન-આરાધન કરવા શા માટે આપણે આળસ–પ્રમાદ સેવી બનશીબ રહેવું જોઈએ ?
સ્વછંદ આચરણવડે જીવ સ્વહિતથી ચૂકી, અહિતને જ આદરી અંતે દુઃખી થાય છે. માઠાં આચરણ કરવાથી જયારે જીવ પરાધીન થઈ દુઃખી થાય છે ત્યારે તેનું કે રક્ષણ કરી શકતું નથી.
કૃષ્ણ વાસુદેવનું અવસાન થયા પછી તેના અતિ પ્રિય બંધુ બળભદ્રજીને વૈરાગ્ય જાગ્રત થવાથી સંયમ લહીને તેનું યથાર્થ સેવન–આરાધન કર્યું. પોતાના અદ્ભુત રૂપથી કઈ મેહાન્ત
Page #217
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
શ્રી કર્ખરવિજયજી . બની અનર્થભાગી ન થાય એવી પવિત્ર બુદ્ધિથી એકાન્ત તુંગગિરિ ઉપર નિવાસ કરી તપ, જપ, જ્ઞાન, ધ્યાનનો બળભદ્રમુનિએ એ અભ્યાસ કર્યો કે તેના પ્રભાવથી હિંસક જાનવરો પણ શાંત બની ગયા અને તે કાળધર્મ પામી પાંચમાં બ્રહ્મ દેવલોકમાં સીધાવ્યા.
પદ્વાદશ-બાર ભાવના વિષે. પહેલી અનિત્ય ભાવના
(માલિની વૃત્ત) ધણ કણ તનુજીવી, વીજ ઝાત્કાર જેવી, સુજન તરુણ મૈત્રી, સ્વપ્ન જેવી ગણેવી; અહ મમ મમતાએ, મૂઢતા કાંઈ માગે, અથિર અરથ જાણું, એણશું કેણુ રાચે? ૯ ધરણી તરુ ગિરીંદા, દેખીએ ભાવ જોઈ સુર–ધનુષ પરે તે, ભંગુરા ભાવ તેઈ; ઈમ હૃદય વિમાસી, કારમી દેહ છાયા, તજીય ભરતરાયા, ચિત્ત યોગે લગાયા. ૧૦
લક્ષમી અને જીવિત વીજળીના ઝબકારા જેવાં ક્ષણભંગુરજોતજોતામાં અદશ્ય થઈ જનાર છે, વળી સ્વજન કુટુંબી સાથને મેળે તથા જુવાનીને સંગ સ્વપ્ન જે ક્ષણિક છે, તે પછી ખોટી માયા–મમતા કરી તેમાં શા માટે મુંઝાઈ રહે છે? વસ્તુની અસારતા અને ક્ષણિકતા વિચારી શાણા જનોએ તે તે વસ્તુમાં રાચવું જોઈએ નહિ.
પૃથ્વી, તર–વૃક્ષો અને પર્વતાદિક પદાર્થો ઈન્દ્રધનુષ્યની
Page #218
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭૯ ] જેવા સુંદર જણાતાં છતાં તે બધાં વિનાશવાળા છે. તેમની શેભા કારમી-કાયમ નહિ ટકી રહેનારી છે. વળી જળને ઠેકાણે સ્થળ અને સ્થળને ઠેકાણે જળ થઈ જાય છે. સુંદર ઘટાદાર વૃક્ષે પણ એક વખતે શાભા વગરના બની રહે છે અને ડુંગર પણ છેટેથી રળીયામણું દેખાય છે. એવી જ રીતે આ શરીરાદિકની ઉપરની શોભા પણ કારમી–જોતજોતામાં જતી રહેનારી છે, એમ સમજી ભરત ચક્રવતીએ વૈરાગ્યને જાગ્રત કરી મેક્ષમાર્ગને સ્વીકાર કર્યો, તેમ સુજ્ઞજનોએ પણ કાયાની માયા તજી, હિતકાર્યમાં મનને જોડવું જોઈએ.
જેની સાથે આપણે નિકટને સંબંધ છે, જેને માટે જીવ કેટલીય જાતના પાપારંભ કરી દિન-રાત ચિંતા કર્યા કરે છે અને જોતજોતામાં કાળ જેને કેળી કરી જાય છે તે કાયા જ ગમે તેટલી મમતા રાખ્યા છતાં આપણી થતી નથી તો પછી એથી જુદા-દૂર-અળગા રહેતા સ્વજન, લક્ષમી પ્રમુખ પદાર્થો તે પિતાના શી રીતે થઈ શકવાના હતા ? તેમ છતાં ભ્રાંતિવશ મૂઢ જીવ તે તે પદાર્થોમાં મમતા રાખી રહે છે. અનિત્ય, અશુચિ અને જડ એવા આ દેહાદિક ઉપરની મમતા તજી, વૈરાગ્ય જગાવી, ધન્ય-કૃતપુન્ય જનો જ તે દ્વારા નિત્યશાશ્વત, પવિત્ર અને સ્વાભાવિક ધર્મ પ્રાપ્ત કરી લે છે.
બીજી અશરણુ ભાવના
(માલિની વૃત્ત) પરમ પુરુષ જેવા, સંહર્યા જે કૃતાંત,
અવર શરણ કેનું, લીજીએ તેહ અંતે; પ્રિય સુદદ કુટુંબા, પાસ બેઠા જિ કે મરણસમય રાખે, જીવને તે ન કેઈ. ૧૧
Page #219
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી
સુરગણ નર કાડી, જે કરે જાસ સેવા, મરણ ભય ન છૂટયા, તે સુરે દ્રાદિ દેવા; જગત જન હુરતા, એમ જાણી અનાથી, વ્રત ગ્રહિય વિછૂટશે, જેહ સંસારમાંથી. ૧.
વ્હાલા મિત્રા અને સ્વજા પાસે બેઠા હાય તેમ છતાં કાળ જીવને ઝડપી જાય છે, તે વખતે તેને કોઇ રોકી શકતુ નથી. પરમપુરુષોને પણ કાળ સ’હરી જાય છે, તે। પછી બીજા સાધારણ જીવાનુ તા કહેવું જ શું ? કાળ તેા અવિશ્રાંતપણે પેાતાનું કામ કરતા જ રહે છે. માળ ગેાપાળ કોઇને પણ તે કાળ છેાડતા નથી-છેાડવાના પણ નથી.
જેની સેવામાં કરાડા દેવા અને માનવા હાજર રહ્યા કરે છે એવા ઇંદ્રો અને ચક્રવર્તી જેવા પણ કાળના ઝપાટામાંથી મચી શકતા નથી-મૈાતના ભયથી મુક્ત થઈ શકતા નથી. જેમ નાહર કરીને પકડી જાય છે તેમ કાળ પણ જીવને ઉપાડી જાય છે, તે કેાઇને છોડતા નથી. એ રીતે આખી દુનિયાને કાળવશે જાણી, મનમાં વૈરાગ્ય જગાડી, અહિંસાદિક ઉત્તમ વ્રત આદરી, આ દુ:ખદાયક સંસારની ઉપાધિમાંથી અનાથી મુનિ જેમ છૂટી ગયા તેમ ભવસાગરના ફેરા ટાળવા માટે ચેતતા રહા શ્રેણિકરાજા અને અનાથી મુનિના સવાદ પ્રસિદ્ધ છે.
જન્મ, જરા અને મરણુનાં દુ:ખથી લેાકેા ત્રાસે છે-બીહે છે ખરા, પણ તેટલાં માત્રથી તથાપ્રકારના પુરુષાર્થ ફારવ્યા વગર તેવાં અનંત દુ:ખમાંથી કેાઇ છૂટી શકતા નથી. જો એ દુ:ખથી છૂટવું જ હાય તેા જેએ પરમ પુરુષાર્થ ફારવી તે બધાં દુ:ખામાંથી છૂટી ગયા છે એવા અરિહંત, સિદ્ધ અને
ܢ
Page #220
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮૧ ] સાધુ જનનું તેમ જ તેઓના કહેલા પવિત્ર ધર્મનું શુદ્ધ મનથી શરણ સ્વીકારે, તેમનામાં જ અનન્ય એકતાર શ્રદ્ધા રાખે, તેમના પવિત્ર ગુણનું સદા ય ચિંતવન કરો અને તેવા પવિત્ર ગુણે પ્રાપ્ત કરવા તમે લાયક બને, તેવું શુભ આચરણ સેવતાં રહો. સારું કામ કરવામાં વિલંબ-વાયદો ન કરો. કાલ કરવું હોય તે આજ કરે. એક ઘડીને પણ વિશ્વાસ રાખી ન રહો, રખે મનની બધી ગોઠવણ મનમાં જ રહી જાય, માટે ચેત–સમજે.
ત્રીજી સંસાર ભાવના
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) તિર્યંચાદિ નિગદ નારકીતણી, જે નિ યાનિ રહ્યાં,
જીવે દુ:ખ અનેક દુગતિતણું, કર્મ પ્રભાવે લહ્યાં; યા સંગ વિયોગ રેગ બહુધા, યા જન્મ જન્મ દુઃખી, તે સંસાર અસાર જાણી ઈહવા, જે એ તજે તે સુખી. ૧૩.
(ઇન્દ્રવજા વૃત્ત) જે હીન તે ઉત્તમ જાતિ જાયે, જે ઉચ્ચ તે મધ્યમ જાતિ થાય; જગ્યું મેક્ષ મેતાર્ય મુનીંદ્ર જાયે,
હું મંગુસૂરિ પુર યક્ષ થાય. ૧૪ કર્મવશ જીવ તિર્યંચાદિ નીચી ગતિનાં તેમ જ નરક અને નિગોદ સંબંધી કમકમાટી ઉપજાવે એવાં અઘોર દુઃખ વારંવાર સહન કરત સંસારની ચારે ગતિ સંબંધી ચોરાશી લાખ છવાયેનિમાં વારંવાર ભમતે-પરિભ્રમણ કરતો રહે છે, એટલે તેમાં વખતોવખત સંગ, વિયેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ તથા જન્મ, જરા, મરણ સંબંધી અનંત દુ:ખ-દાવાનળમાં તે
Page #221
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ ]
શ્રી કપૂરવિજયજી
એવા દુ:ખદાયી સંસારની ભાગ્યયેાગે તથાપ્રકારના
માપડા જીવ સદા ય પચાયા કરે છે. અસારતા કાઇક વિરલ જીવાને જ જ્ઞાની ગુરુની કૃપાથી સમજાય છે અને જેમને સંસાર–માહ આછા થયા હાય તે મહાનુભાવા જ વૈરાગ્યથી તેને ત્યાગ કરે છે-કરી શકે છે. બાકીના અજ્ઞાન અને માહવશ પડેલા જીવા તેા બાપડા ચારે ગતિમાં અરહાંપરડાં અથડાયાં જ કરે છે. તેમના કેમે પાર આવી શકતા નથી.
જીવ જેવી સારી કે નબળી કરણી કરે છે તેવી તે ઉત્તમ, મધ્યમ કે અધમ ગતિમાં જન્મ લેતા ક્રે છે. સર્વજ્ઞ-વીતરાગના વચનાનુસારે ઉત્તમ પ્રકારની ક્ષમા–સમતાનું જ્યારે સેવન કરવામાં આવે છે ત્યારે હીન જાતિમાં જન્મેલ જીવ પણ મેતા અને રિકેશી મુનિની પેઠે પરમ પદને પામી શકે છે; પરંતુ ઊંચી ગતિમાં જન્મ્યા છતાં જે વિષયાદિકમાં લુબ્ધ બની, ક્રોધાદિ કષાયને વશ થઇ, મન-વચન-કાયાને મેાકળી મૂકી દઇ, સ્વચ્છંદી બની જઇ, મેહાંધપણે હિંસાદિક પાપનું સેવન કરતા રહે છે તે મ'ગુ આચાય ની પેઠે દુર્યોનિમાં ઉપજે છે. જો કે પાછળથી તે પેાતાની ભૂલ સમજાતાં પસ્તાય છે ખરા, પરંતુ પહેલા મૂખ પણે કરેલી ભૂલની શિક્ષા ભાગળ્યા વગર તેને છૂટકા થતા નથી.
ચેાથી એકત્વ ભાવના
પુન્યે પાયે
( ઇંદ્રવજ્રા વૃત્ત )
અકેલા
જીવ સ્વર્ગ જાયે, અકેલા જી ન થાયે;
એ જીવ જા-આવ કરે એ જાણીને તે મમતા
અકેલેા, મહેલા. ૧૫
Page #222
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮૩ ]
( ઉપજાતિવૃત્ત )
એ એકલા જીવ કુટુંબ યાગે, સુખી દુઃખી તે તસ વિપ્રયાગે; સ્ત્રી હાથ દેખી વલા અકેલા, નમિ પ્રબુધ્ધા તિથી વહેલા. ૧૬
જીવ જેવી સારી-નરસી, ભલી-ભૂંડી કરણી કરે છે તેવું તેનું સારું-નરસું ફળ પણ તેને ભેગવવું પડે છે. જો તે શુભ ધર્મકરણી કરે તેા તે પુન્યફળને ભાગવવા સ્વર્ગનાં સુખ પામે છે અને જો તે દૃષ્કૃત્ય કરે તે તે પાપ-ફળને ભાગવવા નરકાદિકના દુ:ખ પામે છે. જેવી શુભાશુભ કરણી કરે છે તેવું સુખ-દુઃખ તેને જ ભાગવવાના પ્રસંગ આવે છે, એ વાત સહેજે સમજાય એવી છે.
અહીં જે મનુષ્યેા સારાં પરોપકારનાં કામ કરે છે તેની તથા જેના વિચાર, વાણી અને આચાર પવિત્ર હાય છે તેની લેાકમાં પુષ્કળ પ્રશંસા થાય છે અને જેના આચરણ અવળાં હાય છે તેની પુષ્કળ નિંદા થાય છે. આને જો પ્રગટ રોકડું તાત્કાલિક ફળ માનવામાં આવતુ હાય તા તે ભવિષ્યમાં થનાર મુખ્ય મેાટા ફળની અપેક્ષાએ કેવળ ગાણુવા અલ્પ સમજવાનુ છે. જેવા ફળની તમારે ચાહના હાય તેવુ શુભ કે અશુભ આચરણ કરતાં તમારે એકલાએ જ સંભાળ રાખવાની છે, કેમકે તેનુ તેવું ફળ તમારે જ ભાગવવું પડે એમ છે, ખેાટી મમતા રાખવાથી કશું વળે એમ નથી, કોઇની સીફારસ લગાવયાથી કામ આવે એમ નથી.
Page #223
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪ ]
શ્રી કપૂરવિજયજી ધન, કુટુંબાદિકના સંયોગે કે વિયેગે મમતાથી જ જીવ પિતાને સુખી કે દુઃખી માની-કલ્પી લે છે, પરંતુ જે આત્મજ્ઞાન કે તત્વજ્ઞાનના ગે ખરા વૈરાગ્યથી તે બેટી મમતામારાપણું મૂકી દે છે તે પછી તેને તેવા સંગ વિયેગમાં તેવા સુખ-દુઃખની કલ્પના થતી નથી. નમિરાજાને સપ્ત માંદગી થઈ ત્યારે કઈ ખડખડાટ તેનાથી સહન થઈ શક્ત નહોતે, તે જાણું રાણીઓએ વધારાના કંકણાદિક કાઢી નાંખ્યા અને ફક્ત એકેક વલય જ રાખ્યું, જેથી અવાજ થતો બંધ પડ્યો. તેનું કારણ વિચારતાં એકાકીપણામાં જ હિત સમજી તરત સર્વ પ્રસંગ તજી દઈને તે સુખી થયા.
પાંચમી અન્યત્વ ભાવના
(ઉપજાતિ વૃત્ત) જે આપણે દેહ જ એ ન હોઇ, તે અન્ય કે આપણુ મિત્ર કઈ? જે સર્વ તે અન્ય ઈહાં ભણજે, કેહે તિહાં હર્ષ વિષાદ કીજે. ૧૭. દેહાદિ જે જીવથકી અને
શ્યાં દુઃખ કીજે તસ નાશકેરાં? તે જાણીને વાઘણને પ્રબોધી,
સુકેશળે સ્વાંગ ન સાર કીધી. ૧૮. નિત્ય મિત્ર સમાન આ દેહની સેવા–ચાકરી હમેશાં કેટલા ય પાપારંભ સાથે કરીએ છીએ તો પણ અંતે તે છેડ દઈ જાય છે તે પછી એથી અળગા રહેનારા પર્વ મિત્ર સમાન
Page #224
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮ ] સ્વજન-કુટુંબી વિગેરે આપણને અવસાન સમયે કયાંથી સહાય આપી આપણું રક્ષણ કરી શકે ? ન જ કરી શકે.
એ ઉપરથી એ નિશ્ચય કરવાને છે કે આપણું આત્માથી જુદા જે કઈ દેહ, લક્ષ્મી, સ્વજન, મિત્રાદિકને સંગ વિગ બને તે બધા આત્માથી ન્યારા-જુદા હોવાથી તે તે પ્રસંગે તે સંબંધી હર્ષ કે ખેદ કરવો ઉચિત નથી. તેમ છતાં બની શકે તે તે તે પ્રસંગમાંથી કંઈ પણ બોધદાયક ગુણ મેળવી, વૈરાગ્ય જગાવી, આપણા આત્માનું અધિક હિત થાય તેમ કરી લેવું તે ઉચિત છે.
જે સંયોગ-સંબંધ શરીર અને વસ્ત્રને છે તે જ સંગ-સંબંધ આત્મા અને શરીરને જાણવો. જેમ વસ્ત્ર જીર્ણ થતાં કે ફાટી જતાં કે તેને નાશ થતાં શરીર જેવું હતું તેવું ને તેવું જ રહે છે–વસ્ત્રના નાશથી શરીરને નાશ થતો નથી તેમ શરીર જીર્ણ થતાં, રોગીષ્ટ થતાં કે નાશ પામતા છતાં પણ આમા જે ને તે જ-ગમે તેવી ગતિ-સ્થિતિમાં કાયમ રહે છે. આ રીતે જ્યારે દેહથી આત્મા જુદો જ સિદ્ધ થાય છે ત્યારે દેહનો વિગ થતાં ખેદ કે શોક કરે તે સુજ્ઞજનોને ઉચિત નથી. મેહ-માયાથી કે મમતાથી તે ખેદ કે શેક કરી જીવ ફેગટ ચીકણું કર્મ બાંધી દુઃખી થાય છે, માટે આત્માનું અધિક હિત થાય તેમ કરવા દેહાદિક ક્ષણિક વસ્તુ ઉપરથી મમતા ત–ઓછી કરી યથાશક્તિ તપ-જપ-સંયમનું સેવન કરવું જ ઉચિત છે, એમ સમજી મુકેશળ મુનિએ શરીર પરની મમતા તજી, વિકરાળ વાઘણને પણ પ્રાંતે જાતિસ્મરણ–પૂર્વક બંધ થાય તેવું વર્તન કર્યું.
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી
છઠ્ઠી અશ્ચ ભાવના ( ઉપજાતિ નૃત્ત )
કાયા મહા એહુ અસૂચિ તાઈ, જિહાં નવ દ્વારા વહે સદાઈ; કસ્તૂરી કપૂર સુવ્ય સાઈ, તે કાય સયેાગ માંલન હાઈ, અચિ દેહી નરનારીકેરી, મ રાચજે એ મળમૂત્ર શેરી; એ કાશ્મી દેહ આસાર દેખી, ચતુર્થ ચક્રીય પણ તે ઉવેખી.
૧૯.
૨૦.
આ
મહામલિન અશુચિથી ભરેલી જ છે. તેમાં
કાયા પુરુષને નવ દ્વારે અને સ્રીને દ્વાદશ દ્વારે સદા અશુચિ વહેતી રહે છે. કસ્તૂરી, કપૂર, ચંદનાદિક સુગંધી વસ્તુએ પણ એના સયેાગે દુધી બની જાય છે. ગમે તેવું સ્વાદિષ્ટ સુદર ભેજન કર્યું... હાય પણ તે બધાનું પરિણમન દુર્ગંધમય વિષ્ટાદિકમાં થાય છે. ગમે તેવાં સુંદર કિંમતી વસ્ત્ર પહેર્યાં એજ્યાં હાય તે બધાં કાયાના સંગથી મિલન અને નમૂલાં-નમાલાં-ખરામ– ગદા થઇ જાય છે.
મળમૂત્રાદિક અશુચિથી જ ભરેલી આ સ્ત્રી-પુરુષાની કાયા અશુચિથી જ પેદા થયેલી છે. તેને જળાદિક શોચથી શુદ્ધ કરવાના પ્રયાસ કેવળ ભ્રમરૂપ છે. અશુચિમય કાયાની અસારતા યથાર્થ સમજી, જે સમતાના કુંડમાં યથેચ્છ સ્નાન કરી પાપમેલને બરાબર પખાળી–સાફ્ કરી નાંખી ફ્રી મિલનતાને પામતા નથી–પાપાચરણમાં પ્રવૃત્ત થતાં નથી તે અંતર
Page #226
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮૭ ] આત્મા જ પરમ પવિત્ર સમજવા. ખરા જ્ઞાની વિવેકી સાધુમહાત્માઓ તે ઉપરોક્ત ભાવસ્નાન કરીને જ સદા ય પિતાના આત્માને પવિત્ર કરે છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહઅસંગતાદિક સદાચરણવડે જ ભાવ સ્નાન કર્યું ગણાય છે, તે સિવાય તે માછલાંની પેઠે દિનરાત જળમાં નિમજન કરવા માત્રથી કશું વળતું નથી. શરીર–મમતા અને હિંસાદિક પાપાચરણવડે તો આમાં અધિકાધિક મલિનતા જ પામીને અધગતિ-અવનતિને પ્રાપ્ત થાય છે, એમ યથાર્થ સમજી સનત્કુમાર ચક્રવતીએ જેમ કાયાની માયા તજી, વૈરાગ્ય પામીને આત્મહિત સાધ્યું તેમ ભવ્યાત્માઓએ તે પ્રમાણે કરવું ઘટે છે.
સાતમી આશ્રવ ભાવના
(માલિની વૃત્ત) ઇહ અવિરતિ-મિથ્યા, ગ પાપાદિ સાધે, ઇણ ઉણ ભવ જીવા, આશ્રવે કર્મ બાંધે; કરમ જનક જે તે, આશ્રવા જે ન રૂંધે, સમર સમર આત્મા, સંવરી સો પ્રબુધે. ૨૧,
(ઇદ્રવજા વૃત્ત) જે કંડરીકે વ્રત છોડી દીધું, ભાઈતણું તે વળી રાજ્ય લીધું; તે દુખ પામે નરકે ઘણેરા, તે હેતુ એ આશ્રવ દોષકેરા. ૨૨
Page #227
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮ ]
શ્રી કરવિજયજી અવિરતિ-સ્વછંદાચરણ, મિથ્યાત્વ-વિપરીત શ્રદ્ધા, મનવચન-કાયાની મોકળી વૃત્તિ અને કોધાદિક કષાય કે જેના વડે જીવ વારંવાર કર્મ બાંધ્યા કરે છે તે આશ્રવ કહેવાય છે. આ રીતે થતાં કર્મ-સંચયથી જીવને ભવભ્રમણ થયા કરે છે. સભ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું સેવન કરવાથી ઉપરોક્ત કર્મ આવતા અટકે છે; તેથી સુજ્ઞ જનેએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગાદિ દેષનું સત્વર નિવારણ કરી આત્માને કર્મના ભારથી હલકો કર જોઈએ.
આત્મનિગ્રહ કરવારૂપ સંયમવડે સહેજે કર્મનિરોધ થઈ શકે છે. મન અને ઇંદ્રિયરૂપ ઉદ્ધત ઘેડાને જ્ઞાનરૂપ લગામવડે બરાબર કબજે રાખવા, ક્ષમા–સમતાદિકના અભ્યાસવર્ડ ક્રોધાદિ કષાયને દૂર કરવા, સમ્યકત્વ-શ્રદ્ધાવડે મિથ્યાત્વને વમી દેવું, સમ્યગ જ્ઞાનવડે અજ્ઞાનતિમિરને નષ્ટ કરવું અને ઉત્તમ ત્રત-નિયમવડે હિંસાદિક આશ્રવના દ્વાર બંધ કરવાં, પવિત્ર વિચાર, વાણું અને આચારવડે મન-વચન અને કાયાની મલિનતા દૂર કરવી. જે જીવને જન્મ, જરા અને મરણના અનંતા દુઃખથી બચાવવાની ખરેખરી ઈચ્છા જ હોય તે ખરી તક પામીને પોતાની જ મેળે સ્વતંત્રપણે ગમે તેટલાં કષ્ટ સમભાવે સહન કરી પવિત્ર રત્નત્રયીનું આરાધન કરી લેવું.
પુંડરીક રાજાના બંધુ કંડરીકે પ્રથમ પિતે વૈરાગ્યભાવથી આદરેલાં વ્રત નિયમ સુખશીલતા-શિથિલતાથી તજી દઈ બંધુ પાસેથી રાજ્ય લહી ભેગવિલાસ કરે પસંદ કર્યો, તેથી તે ચીકણું કર્મ બાંધી થોડા દિવસમાં જ મરીને સાતમી નરકે ગયે, જ્યારે પુંડરીક રાજા દીક્ષા લઈ, તેને સમ્યમ્ રીતે આરાધી અનુત્તર વિમાનનું સુખ પામ્યા.
Page #228
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮૯ ] આઠમી સંવર ભાવના
| (ઇંદ્રવજા વૃત્ત) જે સર્વથા આશ્રવને નિરુધે, તે સંવરી સંવર ભાવ સાધે; તે ભાવ વંદ ગુરુ વજસ્વામી,
જેણે ત્રિયા કચન કેડી વામી. ૨૩ આશ્રવનો નિષેધ કરે–રોકવું તેનું નામ સંવર છે. તેના સત્તાવન ભેદ કહ્યા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન-માતાનું પાલન કરવું, ક્ષુધા તૃષાદિ બાવીશ પરિષોને સમ્યફ પ્રકારે દીનતા રહિત-અદીનતાએ સમભાવથી સહન કરવા, ક્ષમા, મૃદુતા, સરલતાદિક દશવિધ યતિધર્મનું યથાવિધિ પાલન કરવું, અનિત્યાદિક બાર ભાવના (ઉપલક્ષણથી મિત્રી, પ્રમદ, કરુણા અને માધ્યસ્થતા એ ચાર ભાવના તથા પાંચ મહાવ્રતની પચીશ ભાવના) દિન પ્રત્યે ભાવવી, તથા સામાયિક, છેદો પસ્થાનિયાદિક પાંચ ચારિત્રની યથાયોગ્ય આરાધના કરવી. જે ઉપર કહ્યા તે સત્તાવન પ્રકારના સંવરવડે સર્વથા આશ્રવનો નિરોધ કરે છે–રોકે છે તે મહાત્મા અનુક્રમે સર્વોત્કૃષ્ટ સંવરને પામી શકે છે.
મૂળ તો આત્મા સ્ફટિક રત્ન જેવો નિર્મળ નિષ્કષાયી છે, પરંતુ તે વિવિધ આશ્રદ્ધારા કર્મસંચયવડે મલિન થયેલ દેખાય છે, સંવરવડે એ મલિનતા અટકાવી શકાય છે અને તીવ્ર તપના પ્રભાવે સ્ફટિક જેવું નિર્મલ-ઉજજવળ સ્વરૂપ પ્રગટ કરી શકાય છે. પછી તે સંશુદ્ધ થયેલું આત્મસ્વરૂપ કદાપિ મલિનતાને પામી શકતું નથી. જેમ સુવર્ણમાં રહેલી મલિનતા
Page #229
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦ ]
શ્રી કપૂરવિજયજી
તીવ્ર તાપના યેાગે દૂર કરી દેવાથી તે સંપૂર્ણ શુદ્ધ ખની જાય છે, પછી પાછું તે મેલું થવા પામતું નથી, તેવી જ રીતે આત્મા ઉપર લાગેલેા કમળ તથાપ્રકારના તીવ્ર તપ તેમ જ સંયમના પ્રભાવે દૂર થઇ ગયા માદ ફરી આત્મા કર્મ થી લેપાતા નથી.
આ પ્રમાણેના પવિત્ર આશયથી જ કેાટિંગમે સુવર્ણ યુક્ત રૂકિમણી કન્યાને જેમણે ત્યાગ કર્યા એવા વજીસ્વામી, તથા જ ભૂસ્વામી તથા સ્થૂલભદ્રજી પ્રમુખ મહામુનિઓને સદા
નમસ્કાર હા.
નવમી નિર્જરા ભાવના ( માલિની વૃત્ત )
દાય દશ તપ ભેદે, કમ એ નિરાચે, ઉતપતિ સ્થિતિ નાસે, લાક ભાવા ભરાયે; દુલભ જગ એધિ, દુર્લભા ધર્મ બુદ્ધિ, ભવહરણી વિભાવે, ભાવના એહુ શુદ્ધિ ૨૪ ( ઉપજાતિ નૃત્ત )
એ નિર્જરા કામ સકામ તેહી, અકામ જે તે મરુદેવી જેહી; તે જ્ઞાનથી કહુ નિજ રીજે, દૃઢપ્રહારી પરે તેા તરીકે. ૨૫
આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરની પેઠે જે કદળ લાગ્યાં છે તેને આત્માથી જુદા પાડવા–ક્ષય પમાડવા તેનુ નામ નિર્જરા. તેવી નિર્જરા અથવા કર્મના ક્ષય બાહ્ય અને અભ્યંતર એવા ખાર પ્રકારના તપવડે થઇ શકે છે. તપવડે–તીવ્ર તાપવડે
Page #230
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
| [ ૧૯૧ ] કરી આત્મપ્રદેશથી કમરનાં દળીયાં જુદાં પડી ક્ષય પામી જાય છે. એમ કરતાં જ્યારે સર્વ કર્મદળનો ક્ષય થઈ જાય છે ત્યારે જન્મ-મરણનો ભય સર્વથા ટળી જાય છે. પછી આત્મા અજરામર થઈ રહે છે. સત્ય સર્વોક્ત ધર્મની પ્રાપ્તિ ખરેખર દુર્લભ જ છે. તે દુર્લભ ધર્મ પ્રાપ્ત કરવાની બુદ્ધિ પેદા થવી પણ દુર્લભ છે. તેવી ધર્મબુદ્ધિ અને ધર્મપ્રાપ્તિ આ નવમી નિરા ભાવનાવડે સુલભ થવા પામે છે. આ ભાવનાના બળથી ભવસંસારને જલદી અંત આવે છે.
નિર્જરા બે પ્રકારની કહી છે: એક સકામ નિર્જરા અને બીજી અકામ નિર્જરા. મરુદેવીમાતાએ પૂર્વનાં કેળનાં ભવમાં કૅથેરીના ઝાડથકી જે અજ્ઞાન કષ્ટ-દુ:ખ સહન કર્યું હતું તેની પેઠે પરાધીનપણે અનિચ્છાએ અથવા જ્ઞાન-વિવેક વગર કષ્ટ-ક્રિયા કરવાથી જે કર્મનિર્જરા–કર્મની ઓછાશ થવા પામે છે તેનું નામ અકામ નિર્જરા છે. સમાજ સાથે વિવેકપૂર્વક સત્યાગ્રહથી જે તપ, જપ, સંયમ, ધ્યાનાદિક સત્કરણી કરવામાં આવે તેથી જે કર્મનિર્જરા થાય છે તે સકામ નિર્જરા છે. અકામ નિર્જરા અજ્ઞાન કષ્ટ-ક્રિયાથી થાય છે,
જ્યારે સકામ નિર્જરા યથાર્થ જ્ઞાન સહિત આત્મ લક્ષ–ઉપયોગપૂર્વક તપ-જપ-સંયમ–ધ્યાનવડે થવા પામે છે. જેવી રીતે દૂતપ્રહારીએ સંયમ ગ્રહણ કરીને આત્મદઢતાથી તીવ્ર તપસ્યા સાથે પરિષહ અને ઉપસર્ગો અદીનપણે સહન કર્યા હતાં, તેવી જાગૃતિથી આત્મ સાધન કરનાર શીધ્ર સ્વહિત સાધી, આત્મઋદ્ધિ પ્રાપ્ત કરી અનેકને હિતરૂપ થાય છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ ]
શ્રી કપૂરવિજયજી
દશમી લાકસ્વરૂપ ભાવના ( માલિની વૃત્ત )
જિમ પુરુષ વિલાવે, એ અધા લેાક તેવા, તિયિ પણ વિરાજે, થાળશા વૃત્ત જેવા; ઉરધ સુરજ જેવા, લાક નામે પ્રકારો, તિમ જ ભુવનભાનુ, કેવલી જ્ઞાન ભાખ્યા.
૨૬
જેમાં જીવાજીવાર્દિક પદાર્થો અવલેાકવાના પ્રાપ્ત થતાં હાય તે લાક અને જેમાં તેવા પદાર્થો અવલેાકવાના પ્રાપ્ત થતાં ન હાય તે અલેાક કહેવાય છે. અસંખ્યાત યાજનપ્રમાણ ચાદ રાજને લાક કહેવાય છે, જ્યારે બાકીના બધા અનતા અલાક કહેવાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્યા છે. તેમાં વસ્તુના નવા પુરાણા-જૂના પર્યાયના હેતુરૂપ કાળ એક ઉપરિત દ્રવ્ય છે. બાકીના પાંચ દ્રવ્યેા અસ્તિકાય-પ્રદેશેાના સમુદાયરૂપ છે. જીવ અને પુદ્ગલને ચલન ક્રિયામાં હેતુરૂપ ધર્માસ્તિકાય, અને સ્થિર રહેવામાં હેતુરૂપ અધર્માસ્તિકાય, એ સર્વને અવકાશ આપનાર આકાશાસ્તિકાય, ચેતના લક્ષણ જીવ અને શબ્દ, રૂપ, રસ, ગ ંધ, તથા સ્પર્શોકિથી યુક્ત સ પુદ્દગલ છે.
આ પાંચે અસ્તિકાયે જેમાં વિદ્યમાન છે તેનુ નામ લાક છે. તે લેાક ઊર્ધ્વ, અધેા અને તીરછેા અસંખ્યાત યાજન પ્રમાણ માટે છે. વલેણું વલાવવાની પેઠે અને પગ પહેાળા કરેલા અને બંને હાથ કેડ ઉપર સ્થાપેલા પુરુષના જેવા
Page #232
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭ ] લકાકાર છે. સહુથી નીચે તે અત્યંત પહોળો છે. તીર છો લેક સ્થાળ જેવા આકારે ગોળ છે અને ઊર્વલોક મુરજ-વાજીત્ર જેવા આકારે છે. દેરાસર કે ઉપાશ્રયાદિમાં કઈ કઈ સ્થળે આ લેકાકાર ચિત્રલે હોય છે તે ઉપરથી તેનું કંઈક વિશેષ ભાન થઈ શકે છે. આમાં મૃત્યુલેક મધ્યમાં એટલે નાભિના સ્થળે જાણ. આ વસ્તુસ્થિતિ અનાદિ છે; તે કેઈએ નવી રચી નથી. આ ચાદ રાજકમાં કર્મવશ જીવમાત્ર પરિભ્રમણ કર્યા કરે છે. અનુક્રમે રત્નત્રયીનો દુર્લભ યોગ થતાં તેનું યથાર્થવિધિ આરાધન કરી, સકળ કર્મને અંત આણી, મુક્ત થઈ લેકાંતમાં સ્થિતિ કરે છે. અગ્યારમી બેધિદુર્લભ ભાવના
( સ્વાગતા વૃત્ત) બાધિબીજ લહી જેહ આરાધે,
તે ઈલાસુત પરે શિવ સાધે; સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ સ્વાનુભવથી જગતના કલ્યાણાર્થે કહો કે કોઈ પણ ભવ્યાત્માના ઉદ્ધાર માટે જે પવિત્ર ધર્મમાર્ગ બતાવ્યો છે તે સભ્ય દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્ય ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ ખરેખર દુર્લભ છે, કેમકે પ્રથમ તો તથા પ્રકારના પ્રબળ પુન્યના યેગ વગર મનુષ્યપણું, કર્મભૂમિ, આર્ય દેશ, ઉત્તમ કુળ–ાતિ, નિરોગતા, દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થવા સાથે રૂડી શ્રદ્ધા, હિતોપદેશક ગુરુ અને શાસ્ત્રશ્રવણનો લાભ મળતો નથી. તે બધું સદ્ભાગ્ય યોગે મળ્યા છતાં પણ યથાર્થ તત્વશ્રદ્ધા–પ્રતીતિ થવી બહુ દુર્લભ છે, સેંકડો ભવ ભમતાં મળવું દુર્લભ એવું સમકિત રત્ન પામ્યા છતાં મેહાદિકની પ્રબળતાથી
Page #233
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૪ ]
શ્રી કપૂરવિજયજી
ચારિત્રરત્ન પામવું દ ભ છે, તે પણ ભાગ્યયેાગે પામ્યા છતાં ઇન્દ્રિય, કષાય, ગારવ અને પરિષહાર્દિક શત્રુગ વચ્ચે દઢ વૈરાગ્યબળ ધારણ કરી તેનું મક્કમપણે પાલન-આરાધન કરવું અત્યંત કઠણ છે.
ઉપર પ્રમાણેની સર્વ પ્રકારની મુશ્કેલીએ અને કઠીણાઇએ છતાં કાઇ ધીર, વીર-વિરલા ઉત્તમ પ્રકારની ક્ષમા-સમતા, મૃદુતા-નમ્રતા, ઋજુતા-સરલતા અને સંતેાષની સહાયવડે ઉક્ત ચારિત્રનું યથાર્થ આરાધન કરી શકે છે, જો કે આવી ઊંચી સ્થિતિએ ક્રમસર અભ્યાસવડે ચઢી શકાય છે, તે પણ કવચિત્ ભરત કે ઈલાચીપુત્રની જેમ એકાએક ગૃહસ્થપણામાં જ કૈવલ્ય પન્તની અતિ ઊંચી હદ પ્રાપ્ત થઇ જાય તે તેમાં તેમણે પૂર્વભવમાં કરેલા તથાપ્રકારના પુરુષાર્થ - ભરેલેા અભ્યાસ જ કારણભૂત સમજવા. એવા એવા દાખલા સાંભળી ધર્મ સાધનમાં પ્રમાદ કરવાના નથી, પણ ઊલટા અધિક ઉમંગ લાવી સાવધાનપણે આમહિતસાધન કરવું ઘટે છે, કેમકે જોઇએ એવી સઘળી શુભ સામગ્રી તથાપ્રકારના પ્રખળ પુન્ય વગર વારંવાર મળવી મુશ્કેલ છે, તેથી જે કાલે કરવાનુ હાય તે આજે જ કરી લેવું.
મારમી ધમ ભાવના
( સ્વાગતા વૃત્ત )
ધર્મ ભાવન લહી ભવ ભાવા, રાય સંપ્રતિ પરે સુખ પાવેા.
૨૭
ઉપર કહ્યા પ્રમાણે રત્નત્રયીરૂપ ધર્મ, અથવા ક્ષમાદિક દર્શાવધ યતિધર્મ, અથવા દાન, શીલ, તપ, ભાવનારૂપ ધર્મ,
Page #234
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૯૫ ] જેમણે રાગ, દ્વેષ અને મેહાદિક દેોષમાત્રને જીતી લીધા છે એવા જિનેશ્વરાએ જગતના હિત--શ્રેય અર્થે જ સારી રીતે સ્પષ્ટતાપૂર્વક સહુ પદા સમક્ષ સ્વાનુભવથી કહી અતાવ્યા છે. તે સર્વોત્કૃષ્ટ અહિંસા, સંયમ અને તપ લક્ષણુ મહામંગળકારી ધર્મ-સાધનમાં જે ભવ્યાત્માએ સાવધાનતાથી પ્રયત્નશીલ રહે છે તે સુખેસમાધે આ ભવસાગરને પાર પામે છે.
સર્વોત્કૃષ્ટ અહિંસાદિક મહાત્રના પાળવારૂપ સાધુધર્મ પામવા જેટલી ચૈાગ્યતા અને સામર્થ્ય જેનામાં ન હૈાય તેવા મદ અધિકારી જીવા માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપ ગૃહસ્થધર્મ પણ અતાન્યેા છે. શુદ્ધ તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યક્ પૂર્વક સેવન કરાતા સાધુધર્મ કે ગૃહસ્થધ આત્મકલ્યાણને માટે થાય છે. મિથ્યાત્વના ત્યાગ કરવાથી અને માર્ગાનુસારી થવાથી પ્રાય: સદ્ગુરુની કૃપાવડે સમ્યક્ત્વના ઉદય થવા પામે છે. સમકિત સહિત કરવામાં આવતી હિતકરણી યથાર્થ ફળદાયક બની શકે છે; તેથી ગમે તેટલે સ્વાર્થ ત્યાગ કરીને પણ સમિનરત્ન પ્રાપ્ત કરી લેવા જ્ઞાની પુરુષા ભાર દઇને કહે છે તે યથા જ છે.
તત્ત્વ અશ્રદ્ધા અથવા અતત્ત્વ શ્રદ્ધારૂપ મિથ્યાત્વ જયાં સુધી કુસંગ ન તજાય ત્યાં સુધી ટળે નહિ, તેથી પ્રથમ સ્વહિતાથી એ કુગુરુ-કુસગના ત્યાગ કરી સદ્ગુરુના જ સંગ કરવેા જોઇએ. જેની રહેણીકહેણી નિર્દોષ-ઉત્તમ હોય એને કશી લાલચ વગરના સદ્ગુરુનું જ શરણુ હિતકારી છે, સર્વજ્ઞ વીતરાગ સવોત્કૃષ્ટ યેગ્યતાવાળા હેાવાથી તે જગદ્ગુરુ છે. તેમનું શરણુ સદા કતવ્ય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૬ ]
૬. રાગદ્વેષ વિષે.
રાગ-દ્વેષ દૂર કરવા હિતાપદેશ. ( ઇંદ્રવજ્રાવૃત્ત )
રાગે ન રચે ભવબંધ જાણી, જે જાણ તે રાગવો અનાણી; ગારીતણે રાગ મહેશ રાગી, અર્ધાંગ દેવા નિજ બુદ્ધિ જાગી. રે જીવ ! તું દ્વેષ મને મ આણે, વિદ્વેષ સંસાર નિદાન જાણે; સાસુ નણંદે મળી ફૂડ કીધું, જાડું' સુભદ્રા શિર આળ દીધું,
શ્રી કપૂરવિજયજી
૨૮
૨૯
આત્માને રંગી દે, રૂપાંતર કરી દે, વિકારી બનાવી દે અને તેને વિભાવવાહી કરીને સકલેશ ઉપાવે તેનું નામ રાગ, એવા દુષ્ટ રાગને ભવભ્રમણકારી કર્મબંધનનું મુખ્ય કારણુ જાણીને અહે। ભવ્યાત્માએ ! તમે તેમાં રાચા નહિ. તેને નિવારવા બનતા પ્રયત્ન કરે. તેને જય કરવા માટે જેમણે તેના સથા જય કર્યા છે એવા પરમકૃપાળુ અને સમર્થ શ્રી જિનેશ્વરદેવાનું શરણુ ગ્રહેા. વીતરાગદેવના દૃઢ આલબનથી તમે પણ દુષ્ટ રાગના જય કરવા સમર્થ બની શકશે।.
શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેના શુદ્ધ પવિત્ર નિ:સ્વાર્થ રાગવડે અશુદ્ધ અને મલિન એવા સ્વાથી રાગને તમે પરાજય કરી શકશેા. દુષ્ટ રાગને જીતવાના એ સરલ ઉપાય છે. તેમ છતાં જે કોઈ મેહાતુર બની દુષ્ટ સ્વાથી રાગને વશ
Page #236
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૭ ] થઈ રહે છે તે અજ્ઞાની છે અને તે હાથે કરીને જન્મ-મરણના દુઃખને વહોરી લે છે. જે મહાદેવ ગાદી-પાવતીના રાગથી રંગાયા અને તેને વશ થયા તે તેને અર્ધાગના બનાવી લેવાની કુબુદ્ધિ થઈ. આ રીતે કામવશ વિકળ બની જનાર મહાદેવને મહા–દેવની સંજ્ઞા ઘટતી નથી–તે નામ સાર્થક થતું નથી.
જ્યાંસુધી દુષ્ટ કામરાગાદિક કેશરીસિંહની જેમ જોરથી તાડુકા કરતા જોવામાં આવે છે ત્યાં સુધી સ્વાભાવિક શાંતિ-સમાધિ ટકી શકતી નથી અને તેના કાર્યમાં ડેક અંતરાય પડતાં શ્રેષાગ્નિ જાગે છે અને પ્રજળે છે. તે વળી બાકી રહેલી સુખશાંતિનો લેપ કરી નાંખે છે. એટલે રાગ અને દ્વેષને વશ થયેલા પામર જીવોને સંસારચક્રમાં ભમવું જ પડે છે અને જન્મ-મરણ કરવાં જ પડે છે. જે જન્મ-મરણના દુઃખથી ડરતા. જ હૈ તો શ્રેષ-ઈર્ષાવશ થઈ–જેમ સુભદ્રા ઉપર તેની સાસુ અને નણદ ફૂડું આળ મૂકયું–તેવાં કુકૃત્યે બેટા આવેશમાં આવી કદાપિ કરશે નહિ.
૭. સંતિષ વિષે. સંતેષગુણનું સેવન કરવા હિતોપદેશ. | (વસંતતિલકા વૃત્ત) સંતોષતૃત જનને સુખ હોય જેવું, તે દ્રવ્ય-લુબ્ધ જનને સુખ નાંહિ તેવું; સંતોષવંત જનને સહુ લેક સેવે, રાજેદ્ર રક સરિખા કરી જેહ જોવે.
૩૦
Page #237
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮ ]
શ્રી કપૂરવિજયજી શ્રી સિદ્ધસેન ગુરરાય ગંભીર વાણું, સંતોષતા જિહ તણું જગમાંહી જાણી; ભાવે કરીજિહ ભણી સુણી વાણી રગે,
જે રાય વિક્રમ ધરી જિન આણ અંગે. ૩૧ જેના વડે સારી રીતે સંતેષ-તૃપ્તિજનિત સુખ બન્યું બન્યું રહે એનું નામ સંતોષ. એવા સંતોષી જને પાસે પુણીયા શ્રાવકની પેઠે અલ્પ દ્રવ્ય હોય તે પણ તે જેવું સુખ પામે છે તેવું તે શું પણ તેના કોડમાં ભાગનું સુખ પણ મમણ શેઠ જેવા દ્રવ્યલુબ્ધ જનને પ્રાપ્ત થઈ શકતું નથી. એટલા જ માટે રાજા અને રંકને જે સમભાવથી જુએ છે-તેમના તરફ રાગ-દ્વેષ રહિત મધ્યસ્થભાવે નિઃસ્પૃહતાથી જે વર્તે છે એવા ત્યાગી સંતોષી-નિ:સ્પૃહી જનોને તેમના નિર્મળ આદર્શ જીવનને લહીને જ સહુ કઈ બહુમાનની નજરથી જુએ છે, તેમના તરફ અત્યંત પ્રેમ રાખે છે અને પૂજ્યભાવ બતાવે છે; એટલું જ નહિ પણ તેમનું નિર્દોષ ઉજજવળ જીવન જઈ બને તેટલું તેનું અનુકરણ પણ કરે છે અને સાદા નિર્દોષ જીવનવડે પિતે પણ સુખી થાય છે.
સંતોષ-નિ:સ્પૃહતાદિક ગુણવડે જગતમાં સર્વત્ર પ્રસિદ્ધિ પામેલા ગુરુ મહારાજ શ્રી સિદ્ધસેન દિવાકરની અતિ અર્થ– ગંભીર-ઉદાર ઉપદેશ–વાણી અતિ આદરપૂર્વક શ્રવણે સુણીને શ્રી વિક્રમાદિત્યે પોતાના હૃદયમાં પરિણમાવી, તેથી તે જિનાજ્ઞાસિક થયો. તેને સત્ય પારમાર્થિક વીતરાગોક્ત ધર્મવચન યાં અને તે પચ્યાં.
તાત્પર્ય કે ત્યાગી નિઃસ્પૃહી મહાત્મા પુરુષના નિર્દોષ
Page #238
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૮ ]. જીવન-વર્તન અને વચનની છાપ સહુદય દ્રષ્ટા અને શ્રોતા ઉપર અજબ પડે છે. તેવા ઉત્તમ જનની પ્રકૃતિ અને પ્રવૃત્તિ સ્વાર્થ–દોષ વગરની હોવાથી જ તે અન્યને ભારે અસર કરી શકે છે. આવા ઉત્તમ જને સ્વ પર હિત-સુખમાં અધિકાધિક વૃદ્ધિ જ કરતા રહે છે, ખરા સુખના અથી જનોએ એવા ત્યાગી નિ:સ્પૃહી મહાત્માઓનું જ શરણ લેવું ઉચિત છે.
૮. વિવેક વિષે. વિવેક ગુણનું સેવન કરવા હિતોપદેશ.
(ઉપજતિ વૃત્ત) જે જેહ ચિત્ત સુવિવેક ભાસે, તો મેહ અધાર વિકાર નાસે, વિવેક વિજ્ઞાનતણે પ્રમાણે, જીવાદિ જે વસ્તુ સ્વભાવ જાણે. ૩૨
(ઈંદ્રવજા વૃત્ત) બાળપણ સંયમ ગ ધારી, વર્ષાઋતે કાચલી જેણુ તારી; શ્રી વીરકે અઈમુત્ત તેઈ,
સુસાન પામ્ય સુવિવેક લેઈ. ૩૩ જેમ હંસ દૂધ-પાણુને જુદા કરી દૂધ માત્રને ગ્રહણ કરી લે છે તેમ જેના વડે ગુણ-દેષ, હિત-અહિત, કૃત્યઅકૃત્ય, ભક્ષ્ય-અભક્ષ્ય, પય–અપેય, તથા ગમ્ય–અગમ્યને સારી રીતે ઓળખી પ્રથકું પૃથક્ કરી, તેમાંથી સારરૂપ ગુણને જ
Page #239
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૦ ]
શ્રી કરવિજયજી ગ્રહણ કરી દેષને તજી શકે છે, તેનું નામ જ યથાર્થ વિવેક છે. અંતરમાં જ્યારે સત્ય જ્ઞાનનો પ્રકાશ થાય છે અને ખરી તત્વશ્રદ્ધા જાગે છે ત્યારે જ યથાર્થ વિવેક પ્રગટે છે–ઉદય પામે છે. એનું મહામ્ય અપૂર્વ અને અચિંત્ય છે, તે અંતરમાં પ્રકાશ કરતો બીજે (અપૂર્વ) સૂર્ય અને ત્રીજું (અપૂર્વ) લોચન છે.
શાસ્ત્રકારો કહે છે કે બીજી બધી ધાંધલ કરવી મૂકી દઈ એક વિવેકને જ ખરી ખંતથી અભ્યાસ–આદર કરે જેથી મેહ–અંધકાર–રાગદ્વેષાદિ વિકાર નષ્ટ પામે. જેમ જેમ વિવેક અને વિજ્ઞાન કળા વધતી–ખીલતી જશે તેમ તેમ સ્વ–પર જીવઅછવાદિ જડ–ચેતનનું યથાર્થ સ્વરૂપ ઓળખાશે, તેમાં યથાર્થ પ્રતીત શ્રદ્ધા-આસ્થા બેસશે અને પ્રથમ જે મેહાદિક ગે મુંઝવણ થતી હશે તે વિલય પામશે અથવા ઓછી થઈ જશે, રાગદ્વેષાદિક કર્મબંધને તૂટી જશે, અથવા ઢીલા-પાતળાં પડશે અને આત્માની ઉપર આવેલાં કર્મના આવરણે દૂર થતાં નષ્ટ થઈ જતો આત્મા સ્ફટિક રત્ન જે ઊજળા-કર્મકલંક વગરનો-નિર્મળ થયેલો કે થતો સાક્ષાત્ અનુભવમાં આવશે. આ કંઈ જેવો તે લાભ નથી. અપૂર્વ અને અચિંત્ય મહાલાભ છે.
બાળપણમાં જ સંયમ યોગે, વર્ષાકાળ આવતાં રમતમાં કાચલી પાણી ઉપર તરતી મૂકનાર બાળ આયમરા મુનિ ઈરિયાવહી પડિક્કમતાં–પાપની આલોચના કરતાં કેવળજ્ઞાન પામ્યા-કર્મબંધનથી મુક્ત થયા તે સવિવેકના જ પ્રભાવે જાણી સહુ કેઈએ વિવેક અવશ્ય આદરે.
Page #240
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૦૧ ] ૯. વૈરાગ્ય વિષે. નિર્વેદ-વૈરાગ્ય વર્ણનાધિકાર.
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) જે બંધુજન કર્મબંધન જિશા ભેગા ભુજંગા ગિણે, જાણું તે વિષ સારિખી વિષયતા સંસારતા જે હણે; જે સંસાર અસાર હેતુ જનને સંસાર ભાવે હવે, ભાવ તેહ વિરાગવંત જનને વૈરાગ્યતા દાખવે. ૩૪
(વસંતતિલકા વૃત્ત ) નિવેદ તે પ્રબળ દુર્ભર બંદિખાણે, તે છોડવા મન ઘરે બુધ તેહ જાણે, નિર્વેદથી તજિય રાજ વિવેક લીધે,
યેગીંદ્ર ભર્તુહરિ સંયમ યોગ સીધે. ૩૫ સંસારમાં જકડી રાખનારા સ્વાથી સ્વજન કુટુંબીઓને જે કર્મબંધનના હેતુરૂપ સમજે છે, વિષયભેગેને જે ભુજંગ જેવા ભયંકર-રેગવિકારજનક ગણે છે, અને વિષયસુખને વિષ જેવા દુઃખદાયક લેખે છે તેવા ખરા વૈરાગ્યવંત જન જ આ સાંસારિક દુઃખને અંત કરી શકે છે.
આ સંસારના જે જે અસાર ક્ષણિક એવા જડ પદાર્થો મેહવિકળ-મૂઢ જનને સંસાર પરિભ્રમણ–જન્મમરણના હેતુરૂપ થાય છે તે જ અસાર પદાર્થો વૈરાગ્યવંત જનને વૈરાગ્ય ભાવનું પોષણ કરનાર થાય છે. તે તે ક્ષણિક-જોતજોતામાં નાશ પામી જનારા, અશુચિ–અનંતા જીવોએ પ્રથમ ભેગવી
Page #241
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
શ્રી કપૂરવિજયજી ભેળવીને છડેલા હોવાથી ઉચ્છિષ્ટ રૂ૫ અને જડ–લગારે પણ ચૈતન્ય વગરના દેહાદિક પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કાર્ય-કારણને બારિકીથી વિચાર કરતાં વૈરાગ્યવંત જનેને વૈરાગ્ય બને બનાવ્યો સ્થિર રહે છે એટલું જ નહિ પણ તેમાં ઉત્તરોત્તર પુષ્ટિ મળવાથી તે વૈરાગ્ય પરિપકવ થવા પામે છે, અને જેથી કરીને પછી વૈરાગ્યના ફળરૂપ દાસિન્ય-ઉદાસીનતા ભાવ પ્રગટ થાય છે. કહ્યું છે કે-–
અનાસંગ મતિ વિષયમે, રાગ દ્વેષ કે છે; સહજ ભાવમે લીનતા, ઉદાસીનતા ભેદ.”
જે વડે સુજ્ઞજને આ અતિ આકરા દુઃખદાયક સંસાર કારાગ્રહમાંથી છૂટી જવા ધારે છે તે જ વૈરાગ્ય સમજ.
રાજા ભર્તૃહરિએ એકદા ભેટ દાખલ આવેલ એક ઉત્તમ આમ્રફળ પોતાની રાણીને પિતે મેહવશ ખાવા આપ્યું, રાણીએ તે ફળ પિતાના યાર મહાવતને આપ્યું, મહાવતે તે ફળ પિતાની વહાલી વેશ્યાને આપ્યું, વેશ્યાએ તે ફળ પાછું ઉત્તમ વિચારથી રાજાને ભેટ કર્યું, રાજાએ તે ફળને બરાબર ઓળખી લીધું અને રાણીને તે બાબતની ખરી હકીકત પૂછી ખાત્રી કરી લીધી. તેમાંથી વૈરાગ્ય જાગે અને પિતે રાજપાટનો વિવેકપૂર્વક ત્યાગ કરી, સંયમયોગ સ્વીકારી લેગી બન્યા. આ બધો પ્રભાવ વૈરાગ્યનો સમજ.
Page #242
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૦૩ ]
૧૦. આત્મબેધ વિષે.
આત્મબેધ સંબંધી હિતોપદેશ.
(વસંતતિલકા વૃત્ત) એ મોહ નિંદ તજી કેવળ બોધ હેતે, તે ધ્યાન શુદ્ધ દદિ ભાવન એક ચિત્તિ
ક્યું નિ પ્રપંચ નિજ તિ સ્વરૂપ પાવે, નિર્બોધ જે અક્ષય મોક્ષ સુખાથે આવે. ૩૬
(માલિની વૃત્ત) ભવ વિષયતણા જે, ચંચળા સખ્ય જાણું, પ્રિયતમપ્રિય ભેગા, ભંગુર ચિત આણી, કરમ દળ ખપેઇ, કેવળજ્ઞાન લેઈ,
ધનધન નર તે ઇ, મોક્ષ સાથે જિ કેઈ. ૩૭ જે મહાત્મા મેહનિદ્રા-મેહવિકળતા–મેહાન્વતાને ત્યાગ. કરે છે તે જ આત્મબોધ પામી શકે છે એટલે જ તેને આત્મજ્ઞાન પ્રગટ થઈ શકે છે તેથી હદયમાં શુદ્ધ સાત્વિક વિચાર-શુભ ચિન્તવન-રૂડાં ધ્યાનનો ઉદય થવા પામે છે અને હદયની ભાવના પણ પવિત્ર બને છે.
પૂર્વોક્ત બાર ભાવના, અથવા મંત્રી, મુદિતા, કરુણ અને માધ્યચ્ય ભાવનાની પ્રબળતાથી આત્માની શુદ્ધ નિરુપાધિ જ્યોતિ જાગે છે અને તેમાં અન્ય સર્વ ભાન ભૂલીને લીનએક રસ થઈ જવાથી અંતે અક્ષય મેક્ષપદની પ્રાપ્તિ થઈ શકે છે. મેહનિદ્રા તજવાથી (મેહમદિરાને છાક ઉતરવાથી )
Page #243
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪]
શ્રી કપૂરવિજયજી અંતરમાં જ્ઞાન પ્રકાશ થતાં શુદ્ધ ધ્યાન અને ભાવનાનું બળ વધતાં નિર્મળ આત્મતિ -સ્વરૂપ સ્થિરતા પ્રગટે છે અને તેમાં સમરસ થઈ-નિર્વિકલ્પ થઈ સમાઈ જતાં સકળ કર્મના ક્ષયરૂપ–પરમાનંદ-મોક્ષપદ પ્રાપ્ત થાય છે. તેથી સકળ સુખના હેતુરૂપ આત્મબોધ મેળવવા જરૂર પ્રયત્ન કરે અને તે મહાધીનતા તજવાથી જ બની શકે એમ હોવાથી પછી અહંતા, મમતા તથા વિષયવાસના ટાળવા જરૂર લક્ષ રાખવું.
સંસાર સંબંધી ગમે તેવા અનુકૂળ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ પંચવિષયસુખ ક્ષણિક-અસ્થિર છે, તેમજ સ્ત્રી, પુત્ર, લક્ષ્મી અને વૈવનાદિક ઈષ્ટ વસ્તુઓનો સંગ ક્ષણભંગુર છે; એમ ચિત્તમાં ચોક્કસ ઠસાવીને નિર્મળ આત્મબોધ, આત્મશ્રદ્ધા અને આત્મરમણતા રૂપ પવિત્ર રત્નત્રયીની યથાવિધિ આરાધના કરી જે ધન્ય નરો પરમ પુરુષાર્થ વડે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ, સકળ કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામીને પરમાનંદ-મોક્ષપદ પ્રાપ્ત કરે છે તેઓ જ ખરેખર પ્રશંસવા અને અનુકરણ કરવા ગ્ય છે.
૦ છે.
બoooooooooooo { Sઈoon૦૦૦(S૦૦૦
ઋગીee૫૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦(૯) ૦૦૦૮
se
૦ ૦
૦૦૭
છે ઈતિ શ્રી સૂક્તમુક્તાવલ્યાં ચતુર્થ
પુરુષાર્થરૂપ મેક્ષવર્ગ સમાપ્ત
૦૦૦૦૦૦૦૦R
::
Page #244
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
ધર્માદિક ચારે પુરુષાર્થનું સંક્ષિપ્ત સ્વરૂપ.
પ્રથમ ધર્મ વર્ગ દુર્ગતિમાં પડતાં સર્વ જતુને, ધારવાથી ધરમ કહો તેહને; સંયમ આદિ કહ્યો તે દશવિધ ભલે,
સુગુરુથી ભવિ ધર્મ તે સાંભળે. ૧ અજ્ઞાન, મેહ અને પ્રમાદવ-સ્વછંદ આચરણથી દુર્ગતિમાં પડતા પ્રાણીઓને હસ્તાવલંબન આપી, ધારણ કરી રાખે–બચાવી રાખે અને તેમને સદ્ગતિ સાથે જોડી આપે તે ક્ષમા આદિ દશ પ્રકાર અને સંયમાદિક સત્તર પ્રકારને રૂડા ધર્મ શાસ્ત્રકારે કહ્યો છે. અહો ભવ્ય જનો ! તેનું સ્વરૂપ સુગુરુ મુખથી સાંભળી ગ્રહણ કરે.
ક્ષમાદિક દશવિધ યતિધર્મ નીચે પ્રમાણે છે – ૧ ક્ષમા–સમતા-સહનશીલતા રાખવી. ૨ મૃદુતા–કમળતા-સભ્યતા-નમ્રતા ધારણ કરવી. ૩ જુતા–સરલતા-પ્રમાણિકતાનું સેવન કરવું. ૪ નિભતા–સંતેષવૃત્તિ સદા ય આદરવી. ૫ તા–બાહ્ય અને અત્યંતર એમ બન્ને પ્રકારનો તપ કરવો. અનશન, ઊણેદરી આદિ બાહ્ય અને જ્ઞાનધ્યાન,વિનય,
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી વૈયાવચમાં ખલેલ ન આવે–તેમાં વધારો થવા પામે તે ઉત્તરોત્તર વૃદ્ધિકારક તપ કરવા લક્ષ રાખવું. ૬ સંયમ–પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો-ઈન્દ્રિયોને કબજામાં રાખવી. શબ્દાદિ પાંચ વિષયસુખમાં વૃદ્ધ–આસક્ત બનવું નહિ. ક્રોધાદિક ચાર કષાયને વશ થવું નહિ. હિંસાદિ પાંચ દેથી દૂર રહેવું. સહુ જીવને આત્મ સમાન ગણવા, તથા મન-વચન-કાયાને સારી રીતે કેળવી કબજે રાખવામોકળા મૂકવા નહિ. ચપળતા નિવારી સ્થિરતા આદરવી.
એ રીતે સત્તર પ્રકારથી આત્માનું સંયમન કરવું ૭ સત્ય વચન—હિત-મિત અને પ્રિય એવું તથ્ય-સત્ય
વચન બોલવું. ૮ ઈંચ--રાગદ્વેષાદિ કષાયમળને ટાળી આંતરશુદ્ધિ કરવી.
એટલા માટે સાવધાનપણે દેવગુરુની આજ્ઞા મુજબ ચાલવું
અને ચારે પ્રકારનું અદત્ત પરિહરવું, ૯ અકિંચનતા–પરિગ્રહની મમતા-મૂચ્છને ટાળી નિ:સ્પૃહ
નિઃસંગ રહેવું. ૧૦ બ્રહ્મચર્ય–સર્વ અબ્રહ્મ-મૈથુનને ત્યાગ કરી, મન-વચનકાયાથી પવિત્ર શીલ-બ્રહ્મચર્યવ્રત પાળવું.
દ્વિતીય અર્થવગ. અરથ અરથ જેથી, અર્થથી સિદ્ધિ થાવે, ધરમ કરમ સિદ્ધિ, અર્થવિણુ કે ન પાવે;
સકલ વિભવ કેરે, અર્થ એ સાર જાણી, 1 સંપત પ્રવરકેરે વાવ સૈખ્ય ખાણી. ૨.
Page #246
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૦૭ ] જે પ્રથમ સુકૃત્ય કર્યા હોય, દાનાદિક ધર્મકરણ ઉલ્લાસથી કરી હોય, દુખી ઉપર અનુકંપા આણી અર્થ—દ્રવ્ય ઉપરને મેહ તજી તેનું દુ:ખ નિવારણ કર્યું હોય, અતિથિસાધુ-સાધ્વી પ્રમુખ ધર્માત્માઓની યાચિત સેવા-ભક્તિ કરી હોય, પૂર્ણ પ્રેમથી સ્વધમીવાત્સલ્ય કર્યું હોય, પવિત્ર તીર્થોની યાત્રા પૂજા કરી હોય, દેવગુરુનાં બહુમાન કર્યા હોય, ગુણીજનોને એગ્ય સત્કાર કર્યો હોય, શાસ્ત્ર–આગમની સેવા કરી હોય, બાળ, તપસ્વી, વૃદ્ધાદિકની સેવા-સુશ્રુષા-વૈયાવચભકિત કરી હોય, ટૂંકામાં બની શકે એટલો પૈસાને લાહ પૈસે ખચીને લીધે હોય તો તે રીતે પૈસાનો સદુપયોગ કરનારને સહેજે-અનાયાસે પુષ્કળ દ્રવ્ય–અર્થની પ્રાપ્તિ થાય છે.
પુન્યાનુબંધી પુ વડે લક્ષમી સાથે સરસ્વતીની પણ કૃપા થાય છે. એટલે એથી જ્ઞાનસંપદા–સદબુદ્ધિ-ન્યાયબુદ્ધિ-ધર્મબુદ્ધિઆત્મકલ્યાણબુદ્ધિ સ્વભાવિક રીતે આવે છે અને ધારેલો અર્થ સિદ્ધ થાય છે. મનોરથ ફળે છે. ધર્મ અને અર્થ-વ્યવહારનું પાલન રૂડી રીતે થાય છે. પરોપકારના રૂડાં કામ થઈ શકે છે અને સુયશ-આબરૂ વધે છે.
ઉપરોકત રીતે ન્યાય-નીતિ અને પ્રમાણિકતાથી ઉપાર્જન કરેલાં દ્રવ્યનો સદુપયેગ કરવાથી ધર્મ–અર્થ–કામ-મનની અભિલાષાની સહેજે સિદ્ધિ થાય છે. વળી લમીની અસ્થિરતાચપળતા સમજી તેના ઉપરને મેહ જબ કુમારની જેમ તજી ઉત્તમ ક્ષેત્રમાં તેને સદ્વ્યય કરી, સંયમ રહી સાવધાનપણે તેનું સેવન કરે છે તે મોક્ષલક્ષ્મીને પણ વરી શકે છે, એમ સમજી અર્થ ઉપર મોહ ઉતારી તેને સદ્વ્યય કરે.
Page #247
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૮ ]
તૃતીય કામવ
ધર્મ અરથથી કામ ન વેગળા, ધર્મ કામ કરે. જગ તે ભલેા; સકલ જીવને સાષ્ય એ કામ છે, પર્મ અર્થમાં કામ નિદાન છે.
શ્રી કપૂરવિજયજી
૩
અહીં કામ શબ્દના અર્થ મનારથ-ચિત્તની અભિલાષા એવા પારમાર્થિક કરવાના છે; તુચ્છ ાવષયભાગ એવા અર્થ કરવાના નથી. મનેાથરૂપ જે કામ તે ધર્મ અને અર્થ પુરુષાર્થ થી વેગળા નથી. ધર્મ ની કામના–ભિલાષા–મનારથ કરનાર અથવા ધર્મના કામ કરનાર જીવા જગતમાં ભલા-ભવ્ય ગણાય છે. એવી રીતે ધર્મનાં કામ કરવા વડે જીવા સુખીયા થાય છે. પરમા સાધવામાં એવી કામના ખાસ જરૂરની છે.
ચતુર્થ મેાક્ષવ
अथ मोक्षवर्गप्रवरे प्रवरो भव त्वं । चेतोपदेशविधिना भवसंभवत्वं ॥ मोक्षार्थसाधनफलं प्रवरं वदंति । संतः स्वतो जगति तेऽपि चिरं जयंति ॥ ४ ॥
જો જન્મ-મરણનાં દુ:ખથી સર્વથા મુક્ત થવા તીવ્ર ઇચ્છા થઇ જ હાય તા પ્રથમના ત્રણે વર્ગ કરતા ચઢીયાતા—સર્વશ્રેષ્ઠ એવા મેાક્ષાર્થ સાધવા હે ભવ્યાત્માએ ! તમે તત્પર થાઓ; કેમકે તેનુ ફળ સર્વોત્કૃષ્ટ અક્ષય-અનંત-સુખરૂપ છે અને તે પવિત્ર રત્નત્રયીનું યથાવિધિ આરાધન કરવાથી મળે છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
सूक्तमुक्तावळीनी समाप्ति विषे
श्रीधर्मअर्थवरकामदमोक्षमार्गे । किंचित् मया प्रगटितो उपदेशलेशः ॥ सन्मार्गगामिभिर्नरैः उपदेश धार्यः ।
तत्त्वस्वरूपमिति गम्य विचारणीयं ॥५॥ એ રીતે ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાર્ગ સંબંધી જે કંઈ લેશમાત્ર ઉપદેશ મેં આપે તે સન્માર્ગગામી જનોએ લક્ષપૂર્વક ધારી-અવગાહી તેનું તત્ત્વસ્વરૂપ વિચારવું અને તેમાંથી યથાગ્ય-પિતા પોતાની યોગ્યતા અનુસારે આદર કરતા રહેવું.
અંતિમવચન.
( ૩પનાતિ કૃત્તમ) इत्येवमुक्ता किल सूक्तमाला। विभूषिता वर्गचतुष्टयेन ॥ तनोतु शोभामधिकां जनानां ।
कंठस्थिता मौक्तिकमालिकेव ॥१॥ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ષથી શોભતી આ પ્રકારે ખરેખરી સૂક્તમાલા મનુષ્યની શેભાને વિશેષ પ્રકારે કરો અને ભવ્યજનના કંઠમાં રહેલી મેતીની માળાની જેમ તેના વધારે ભા–આનંદ-સુખને વિસ્તારે.
૧૪
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
મૂળ-ગ્રંથકારની ગુરુપરંપરા પ્રશસ્તિ, ( शार्दूलविक्रीडितं वृत्तम् )
आसीत्सद्गुणसिंधुपार्वणशशी श्रीमत्तपागच्छपः । सूरिः श्रीविजयप्रभाभिधगुरुर्बुद्धया जितस्वर्गुरुः ॥ तत्पट्टोदय भूधरो विजयते भास्वानिवोद्यत्प्रभः । सूरिश्रीविजयादिरत्नसुगुरुर्विद्वज्जनानंदभूः ॥ २ ॥
સદ્ગુણુરૂપ સમુદ્રને ઉલ્લાસ કરવામાં પૂર્ણિમાના ચંદ્ર સમાન અને શ્રીમત્ તપાગચ્છમાં શેશભા સમાન એવા વિજયપ્રભ નામના સૂરિ થયા કે જેણે બુદ્ધિમાં બૃહસ્પતિને પણ જીત્યા છે, તેમની પાટરૂપ ઉદયાચળ પર્વતને વિષે ચળકતી છે કાંતિ જેની એવા સૂર્ય સમાન અને પંડિતજનને આનદુ આપનાર સુગુરુ શ્રી વિજયરત્નસૂરિ થયા તે જય પામેા.
विख्यातास्तद्राज्ये, प्राज्ञाः श्रीशान्तिविमलनामानः । तत्सोदरा बभूवुः, प्राज्ञाः श्रीकनकविमलाख्याः ॥ ३ ॥
તે વિજયરત્નસૂરિના રાજ્યને વિષે પ્રખ્યાત અને બુદ્ધિમાન એવા શ્રી શાંતિવિમળ નામના સુગુરુ થયા. તેમના ગુરુભાઈ શ્રી કનકવિમળ નામના મહા બુદ્ધિમાન થયા.
तेषामुभौ विनेयौ, विद्वान् कल्याणविमल इत्याख्यः । तत्सोदरो द्वितीयः, केसरविमलाभिधोऽवरजः ॥ ४ ॥
તે કનકવિમળજીને એ શિષ્ય થયા. તેમાં પ્રથમ શિષ્ય શ્રી કલ્યાણવિમળ નામના વિદ્વાન થયા અને બીજા તેમના નાના ગુરુભાઇ શ્રી કેશરવિમળ નામના થયા.
Page #250
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૧૧ ] तेन चतुर्भिर्वर्गः, रचिता भाषानिबद्धरुचिरेयं । सूक्तानामिह माला, मनोविनोदाय बालानाम् ॥ ५॥
તે શ્રી કેશરવિમળાજીએ ચાર વર્ગવાળી સુંદર ભાષામાં બાંધેલી ( ગુંથેલી) એવી આ મનોહર સૂકતમાલા બાળજીના મનરંજનાથે રચી છે.
वेदेन्द्रियर्षिचन्द्रे, संवत्प्रमिते श्रीवैक्रमे वर्षे । अग्रन्थि सूक्तमाला, केसरविमलेन विबुधेन ॥ ६ ॥
પંડિત શ્રી કેશરવિમળજીએ વિક્રમ સંવત્ ૧૭૫૪ ની સાલમાં આ સકતમકતાવલી નામના ગ્રંથની રચના કરી છે.
5
00000 0.0000 0.0000 COOOOD 000000 0.000026 ઈતિશ્રી સમિત્ર શાન્તમૂર્તિ મુનિમહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજવિરચિત શ્રીસૂક્તમુક્તાવની ગ્રંથનું સરળ
ગુજરાતી વિવેચન સંપૂર્ણ . ૨૦૦
90499899
~૦૦૦૦૦
Page #251
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦
કહ૦૦
૦ew
D૦૦૦૦૦.
'
૦૦
ઉપદેશક વાક્યામૃત-સંગ્રહ
૧૦૦૦૦
૧૦૦૦
0
Page #252
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૨૧૩ ] જૈન યુવકોને ઉદ્દેશીને ઉપદેશ. બંધુઓ! તમે દેશ, સમાજ અને શાસનની ઊગતી આશારૂપ છો. તમારામાં બળ, ઉત્સાહ અને શુભેચ્છાઓ છે. જે તમારામાં ચઢતા લેહી સાથે ન્યાય, નીતિ ને પ્રમાણિક્તા દાખલ થાય, વડીલેની સેવાદિક માર્ગાનુસારીપણું અનુસરવા જેટલું ધૈર્ય આવે, તથા વીતરાગ પરમાત્માએ પ્રકાશે પવિત્ર ધર્મ પ્રાપ્ત કરવા ગ્ય ગંભીરતા, આરેગ્યતા, સૌમ્યતા, જનપ્રિયતા, હૃદયની કમળતા, પાપ–ભાવભીરુતા, અશઠતા, સુદાક્ષિણ્યતા, લજજાળુતા, દયાળુતા, મધ્યસ્થતા, નિપેક્ષતા, ગુણશીલતા, સત્યરસિક્તા, સુપક્ષતા, દીર્ધદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનીતતા, કૃતજ્ઞતા, પરહિતરસિકતા અને કાર્યદક્ષતા વિગેરે ઉત્તમ ગુણાનું સતત સેવન કરવાનું દઢ લક્ષ્ય થાય તે તમારા આત્માની ઉન્નતિ સારી રીતે થયા વગર ન જ રહે. તમે ભાઈઓ જ્ઞાનીઅનુભવી-વૃદ્ધ વડીલથી અળગા-અતડા રહેતા હોવાથી જેન શાસનનું ખરું રહસ્ય યથાર્થ જાણું શકતા નથી, તથા સર્વજ્ઞ ભગવંતે પ્રકાશેલા તો ઉપર દઢ આસ્થા-પ્રતીતિ રાખી શકતા નથી, તેમજ તથાવિધ ચારિત્ર-સંયમબળને કેળવી શકતા નથી, તેથી આર્યક્ષેત્ર, મનુષ્ય જન્માદિક દુર્લભ સામગ્રી પામ્યા છતાં જોઈએ એવી આત્માની ઉન્નતિ સરલતાથી સાધી શકતા નથી. તત્ત્વાર્થ–શાસ્ત્રમાં સમ્યમ્ દર્શન (સભ્યત્વ), જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ સંયુક્તને જ મોક્ષમાર્ગ કહ્યો છે. તે વગર ગમે તેવી કણકર@થી જન્મમરણાદિક દુઃખના સર્વથા અંતરૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત થઈ શકતો નથી. પવિત્ર ધર્મકરણીવડે પાપ ને મલિન વાસનાને અંત આવે છે. ડહાપણભરી અહિંસા (દયા), સંયમ અને તપ એ
Page #253
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ ]
શ્રી કપૂરવિજયજી ધર્મનું લક્ષણ કહ્યું છે. તેમાં દઢ આદર કરનાર મુમુક્ષુ જનને દેવદાનવાદિક નમસ્કાર કર્યા કરે છે. મન-વચન-કાયાને કાબૂમાં રાખી એ સદા યથાશક્તિ ધર્મકરણ કરવી જોઈએ. શુદ્ધ દેવ-ગુરુની સેવાભક્તિ, જીવદયા, શુભ પાત્રને યથોચિત દાન, ગુણીજને ઉપર નિઃસ્વાર્થ પ્રેમ અને શાસ્ત્રનું પઠન-શ્રવણ-મનન કરતા રહેવાથી મન-વચન-કાયા પવિત્ર થઈ શકે છે, એટલે અંતરના દોષ દૂર થતાં પૂર્વોક્ત દર્શન, જ્ઞાન ને ચારિત્રલક્ષણ ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે અને એ જ આ મનુષ્યજન્માદિક દુર્લભ સામગ્રી પામ્યાનું ઉત્તમ ફળ છે. સર્વજ્ઞકથિત જીવાદિકનો વિવેકભર્યો વિચાર કરે એ બુદ્ધિ પામ્યાનું ફળ છે, યથાશક્તિ તપ, જપ, વ્રત-નિયમાદિકનું સેવન–પાલન કરતા રહેવું એ દેહ પામ્યાનું ફળ છે, વિવેકપૂર્વક પાત્રને દાન દેવું એ પૈસા પામ્યાનું ફળ છે અને અન્યને પ્રીતિ ઉપજે એવાં હિતવચન કહેવાં એ વાણી પામ્યાનું ફળ છે. એ મુદ્દાની વાત તરફ દુર્લક્ષ કરીને બહુધા નારદવૃત્તિવડે એકબીજાને લડાવી, અવળે રસ્તે દોરી બુદ્ધિનો દુરુપયોગ કરવામાં આવે છે. જરૂરીયાતો ઘટાડી મન ને ઈન્દ્રિયના દમનરૂપ સંયમ–માર્ગ સેવવાને બદલે સુખશીલતાથી મન અને ઇન્દ્રિયને મોકળી મૂકી અસંયમને પુષ્ટિ આપવામાં આવે છે. સુપાત્રને દાન દેવાને બદલે બહુધા કુપાત્રને પિષી પૈસાને ગેરઉપયોગ કરવામાં આવે છે અને હિત, મિત, સત્ય, મિષ્ટ–મધુરી વાણીવડે અન્યને સંતોષવાને બદલે તીર જેવાં તીર્ણ ને કટુ વચનવડે પરને સંતાપવામાં આવે છે. પવિત્ર જિનવાણુનું ખરું રહસ્ય નહીં જાણવાનું અને હૃદયમાં નહીં અવધારવાનું એ અનિષ્ટ પરિણામ છે.
પરિપકવ બુદ્ધિ ને શ્રદ્ધાવાળા સુશીલ વડીલ જનોને અનુ
Page #254
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૧૫ ] સરી ચાલવાથી યુવક બંધુઓ! તમારામાં અધિકાધિક સદ્દગુણે આવશે, પણ તેમનાથી અતડા ને અતડા રહેવાથી તે તમે તેવા સદ્દગુણ મેળવવા ભાગ્યે જ બનશે.
શુદ્ધ દેવ, ગુરુ ને સંધ–સાધમી જનની અતિ આદરપૂર્વક સેવા–ભક્તિ કરવાથી, તેમની સ્તુતિ-પ્રશંસા કરવાથી તેમના જેવા ઉત્તમ ગુણે તમારામાં સહેજે સંક્રાન્ત થઈ શકશે. જેમ બને તેમ દઢ ટેકથી શ્રાવક ગ્ય પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતાનું યથાવિધિ પાલન કરવા ઉજમાળ થાઓ. કુશ્રદ્ધા કે અશ્રદ્ધારૂપ મિથ્યાત્વ–મેલને સર્વથા ત્યાગ કરે. ભક્ષ્યાભઢ્ય, પયાપેય, ગમ્યાગમ, હિતાહિતનો સમગ્ર પ્રકારે વિવેક રાખતાં શિખો. બાવીશ અભક્ષ્ય ને બત્રીશ અનંતકાયને સમજીને તેને તજો. વિદેશી દવા ને અભક્ષ્ય આસ (પીણાં) તજે. પરસ્ત્રીગમન ને વેશ્યાગમન તજે તથા ચેરી, જુગાર ને સટ્ટાને છંદ(ટેવ) તજે. તમે પોતે ઉત્તમ જ્ઞાની ને સુશીલ જનેને સમાગમ કરી ખરા શ્રાવક એગ્ય ગુણ મેળવો. જ્યાં સુધી તમે પોતે ધર્મપ્રાપ્તિને યોગ્ય પાત્રતા મેળવવામાં પ્રમાદ કરશે ત્યાં સુધી તમારી જાતને સુધારી શકશે નહીં, તે પછી બીજા તમારા મિત્ર-સ્વજનાદિકને ક્યાંથી સુધારી શકશો? સ્વદેશ, સમાજ ને શાસનની સેવા કરવાની તમને હોંશ હશે જ, પણ તેને સફળ કરવા માટે ઉપર જે દિશા–માર્ગ બતાવેલ છે તેને ખૂબ લક્ષ્યપૂર્વક સમજી, આદરવા સદા ઉત્સુક બનો!
[જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૭૮.]
Page #255
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ ]
શ્રી કપૂરવિજયજી
ઉત્સાહી જૈન યુવા પ્રત્યે પ્રેરક વચન,
૧. સમયાનુકૂળ સર્વદેશીય કેળવણી સહુ ઉત્સાહી યુવકે એ જાતે મેળવવા સક્રિય ( સફળ ) પ્રયત્ન કરવા અને તેવી જ સુંદર સર્વાંગીણ કેળવણી પેાતાની સંતતિને આપવા-અપાવવા જરૂર લક્ષ્ય રાખવું, જેથી તેનાં મિષ્ટ-મધુરાં ફળના રસાસ્વાદ તેમને પણ સારી રીતે મળી શકે.
૨. કાઇ પણ પ્રકારનું અપલક્ષણ યા કુન્યસન પેાતાનામાં કે સંતતિમાં રહેવા ન પામે તેવું દૃઢ લક્ષ્ય રાખી પ્રવર્તન કરવું ઘટે, જેની આયાદ–સુંદર અસર આસપાસના જીવે પર પણ થવા પામે.
૩. સત્ય, પ્રમાણિકતા, સ્વદેશસેવા, સાધીવાત્સલ્ય, મૈત્રી, મુદિતા, કરુણા, માધ્યસ્થ ભાવના, શુદ્ધ અટલ શ્રદ્ધા પ્રમુખ એક કે અધિક સદ્ગુણના અભ્યાસ સુદૃઢ ભાવથી કરવા જોઇએ.
૪. માર્ગાનુસારીપણાના ૩૫ ગુણ્ણા પવિત્ર ધર્મરત્નની પ્રાપ્તિ અર્થે મેળવવા સારુ જરૂર પ્રયત્ન કરવા જોઇએ.
૫. પાત્રતા વગર પ્રાપ્તિ ન થઇ શકે તેથી ગંભીરતાદિક એકવીશ ગુણાને પણ જરૂર અભ્યાસ કરવા જોઇએ.
૬. આપણા ઉપકારી પૂજયવર્ગની સેવા-ભક્તિ સપૂર્ણ પ્રેમથી કરવા ભૂલવું ન જોઇએ.
૭. અંદર અંદર ક્લેશ, કંકાસ ને કુસ'પથી આપણે બહુ ઘસાતા જઇએ છીએ. દિનદિન વધતા જતા ભયંકર ઘસારા અટકે એવું સમયેાચિત સન આપણે કરી બતાવવું જોઇએ.
Page #256
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૧૭ ] ૮. જૂના વિચારના વૃદ્ધ જનેથી અતડા નહીં પડી જતાં, પ્રેમવાત્સલ્યથી તેમનાં દિલ જીતી લઈ, તમારે જે કંઈ તેમને કહેવા જેવું હોય તે શુદ્ધ સરલભાવે વિનયપૂર્વક જણાવતા રહેવું જોઈએ.
૯. તેમનામાં ક્રિયારુચિ વધારે જણાય છે, ને તમારામાં જ્ઞાનરુચિ વધારે હોય છે. તમારે ને તેમને મેળાપ શુદ્ધ હેતુપૂર્વક થાય તો તે લાભદાયક થવા પામે. ફક્ત એક બીજાની રુચિ તોડવાની બુદ્ધિ ન જોઈએ પણ જોડવાની જ હોવી જોઈએ, નહિં તે પડેલું અંતર દિનપ્રતિદિન વધતું જવા સંભવ રહે છે.
૧૦. એક અદના જેન તરીકેનું આપણું કર્તવ્ય પૂરા પ્રેમથી જાણી લેવા દરેકે કાળજી રાખવી જોઈએ; એટલું જ નહિં પણ તેમાંથી બની શકે તેટલું સદાચરણ સેવવા સદાય તત્પર રહેવું જોઈએ.
૧૧. આપણા ધર્માનુયાયીઓની સંખ્યા દિનદિન ઘટતી જવાનાં ખરાં કારણે શેધી કાઢી, આપણે ચેતીને ચાલવું જોઈએ અને આપણા નીકટ સંબંધીઓને પણ ચેતી ચાલવા સમજાવવા જોઈએ.
૧૨. નિઃસ્વાર્થપણે દેશ, સમાજ ને શાસનસેવા કરનારા આપણામાં થોડા જ દેખાય છે. જે થોડા ઘણા હોય તેમને કડવી ટીકા કરી તોડી નહીં પાડતાં તેમની નિઃસ્વાર્થ સેવાની કદર બૂઝી, તેમને ઉત્સાહિત કરવા જોઈએ કે જેથી તેઓ દેશ, સમાજ ને શાસનસેવા અર્થે પિતાથી બનતું કાર્ય કરતા રહે.
૧૩. શુદ્ધ અહિંસાધર્મના અનુયાયી તરીકે દરેકે દરેક
Page #257
--------------------------------------------------------------------------
________________
| ૨૧૮ ]
શ્રી કરવિજયજી
ઉત્સાહી યુવકે જે જે કાર્ય માં પુષ્કળ જીવહિં‘સા થતી જણાય તેવા નિન્ય વ્યાપાર કરવા-કરાવવાથી તેમ જ તેવા મલિન ખાનપાન ને વસ્ત્રાદિથી દૂર જ રહેવુ જોઇએ.
૧૪. અહિંસાના માળા અર્થ ચીવટથી સમજી લઈ અન્ય ભાઇબહેનાને સમજાવવા દૃઢ પ્રયત્ન કરવા ઘટે, જેથી અજ્ઞાનવશ લેાકેામાં અપવાદપાત્ર નહીં થતાં સુજ્ઞાન–વાસનાયેાગે સર્વત્ર સત્કાર જ પામે.
૧૫. નકામી ચર્ચામાં સમય ને શક્તિના વ્યર્થ વ્યય નહીં કરતાં, સાચી વાતનેા વગર વિલંબે સ્વીકાર કરી લેવા ઘટે,
૧૬. આપણામાં કેળવણીની ખામી બહુ ખટકે એવી હાવાથી તે સુધારવા ને વધારવા દીર્ઘષ્ટિ વાપરવી જોઇએ.
૧૭. ઉત્તમ પ્રકારની રહેણી-કરણી રાખી દરેક સ્ત્રીપુરુષે પેાતાનુ જીવન આદર્શરૂપ બનાવવુ જોઇએ, જેથી ભવિષ્યની સંતતિ પણ ઉત્તમ પ્રકારની થવા પામે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૪૯ ]
આપણી આધુનિક શોચનીય સ્થિતિ સુધારવા સમાજ અને શાસનની દાઝ દિલમાં ધરનાર સજ્જનાને બે એલ.
૧. આપણા સમાજની આર્થિક, નૈતિક, સામાજિક ને ધાર્મિક સ્થિતિ કઢંગી થતી જાય છે તે વાત હવે દીવા જેવી લાગતી હાય તેા જૈનસમાજનું હિત હૈડે ધરનારા સુગુણી સાધુજનાએ તેમ જ ગૃહસ્થ ભાઇબહેનેાએ તેનાં ખરાં કારણુ
Page #258
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૧૯ ] બારિકીથી શોધી કાઢી, તે મટાડવા બને તેટલે જાતે પ્રયત્ન કરે અને બીજા સહદય સાધુજનેને તેમ જ ગૃહસ્થજનેને તેમ કરવા સમજાવવા.
૨. કૉન્ફરન્સના અધિવેશન (બેઠક) પ્રસંગે જે કે ચાલુ કઢંગી સ્થિતિમાં સુધારો થવા પામે એવા શુભાશયથી કેટલાક ઠરાવ બહુમતિથી પાસ કરવામાં આવે છે, પરંતુ તેને પૂરો અમલ થાય તેવું જવાબદાર પ્રતિનિધિ તત્વ તેમાં આમેજ કરવાની અને તેવી પૂરતી તપાસ રાખવાને પ્રબંધ કરવાની ખાસ જરૂર છે.
૩. કૅન્ફરન્સ કે સ્થાનિક સંઘે જે કંઈ હિતશાસન ફરમાવ્યું હોય તેને ચીવટથી અમલ કરવા તેને દરેક પ્રતિનિધિ કે સભ્ય પિતે બંધાયેલે છે, એવું સમજાવવું જોઈએ.
૪. બીજી સમાજમાં આપણે હલકા પડીએ-દેખાઈએ એવી દરેકે દરેક બદી શોધી તેને દૂર કરવા માટે બનતું મથન કરવાની ખાસ લાગણી જાગવી જોઈએ.
૫. આપણું ઉન્નતિને ઉપાય ગમે તેણે સમજપૂર્વક સહુને આદરવા ઉપસ્થિત કર્યો હોય તે તેને જોઈએ તેટલો ટેકો આપી વધાવી લેવો જોઈએ.
૬. મીશનરીઓ ને બીજા કઈક સમાજે કઈ રીતે કામ કરી તેમાં સફળતા મેળવતા જાય છે તેને વિચારપૂર્વક અભ્યાસ સુસાધુઓ, સાધ્વીઓ તેમ જ સદ્ગહસ્થાએ કરવો જોઈએ.
૭. આવા પવિત્ર હેતુ ને આશયથી સુસાધુ-સાધ્વીઓ તેમ જ ગૃહસ્થોએ તેમાં સક્રિય ભાગ લઈ આપણું સર્વદેશી ઉન્નતિ
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૦ ]
શ્રી કરવિજયજી
સધાય તેમ કરવું જોઇએ. તે માટે પ્રથમ એકઠા થઇ એકસ્ત્રીજાના વિચારની આપલે કરવી જોઇએ.
[ રે. . પ્ર. પુ. ૪૧, પૃ. ૪૨૩ ]
જીવનને સરસ ને સફલ કરવા યાગ્ય દિશા–સૂચન
૧. આપણા વિકાસમાં વિઘ્ન કરનાર ખાસ કરીને આપણું અજ્ઞાન જ છે.
૨. જેટલા પ્રમાણમાં પરમાત્મ તત્ત્વ તરફ આપણું હૃદય ખુલ્લુ રખાય છે તેટલા પ્રમાણમાં આપણે તેની નજદીકમાં આવીએ છીએ.
૩. ધાર્મિકતામાં ખરું જીવન છે, ને તેને અનુસરવામાં અલાભ જેવું છે જ નહીં.
૪, સંપૂર્ણ આરેાગ્ય એ સ્વાભાવિક સ્થિતિ છે, અને અનારાગ્ય એ વિભાવિક છે.
૫. રોગના ઉપાય કરવા કરતાં આવતા રોગથી બચવું અધિક હિતકર છે.
૬. વિરાધી વિચારાની ભાવના આપી ઉન્નતિની આડે આવે છે. ૭. આનંદી સ્વભાવ એ ઐષધનું કામ સારે છે.
૮. સર્વના હિતમાં આપણું ખરું હિત સમાયેલું જાણી સહુના હિતચિંતન સાથે દુ:ખી જનાના દુ:ખનેા ઉચ્છેદ થાય તેમ પ્રવવું.
Page #260
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૨૧ ] ૯. કલ્પિત સ્વાર્થ જ સર્વ અપરાધનું, સર્વ પાપનું અને
અશ્રેયનું મૂળ છે. ૧૦. સામામાં રહેલા સ્વાભાવિક ગુણેને જ જોતા રહી, તેને
પ્રોત્સાહન આપવું એ જ આપણે ધર્મ છે; તેથી સ્વપર
ઉભયને લાભ થવા પામે છે. ૧૧. ખરી પૂર્ણતા પામેલે જીવ સર્વત્ર પૂર્ણતા જોઈ રહે છે. ૧૨. સદ્દગુણીને જોઈ દિલમાં પ્રમોદ પામો, મનમાં લગારે
કચવાટ ધર નહીં. ૧૩. પ્રમોદ યા મુદિતા ભાવથી આપણું હૃદય કમળ બને છે. ૧૪. આત્મા મૂળ તો સ્ફટિક જે નિર્મળ છે, પરંતુ પાપ
પુન્યરૂપ ઉપાધિના સંબંધથી તે રાગદ્વેષાદિક વિકારને
પામતે રહે છે. ૧૫. સદ્ધિકોગે કર્મન્જનિત રાગદ્વેષાદિક પરિણામ ટાળી શકાય છે. ૧૬. પરનિંદાદિક પાપકારી જીવ ઉપર પણ દ્વેષ નહીં ધરતાં
બની શકે તો નિઃસ્વાર્થ પ્રેમવડે તેને વશ કરી સાચા
માર્ગે સ્થાપન કર. ૧૭. દ્વેષ કરવાથી તો સ્વપર ઉભયનું બગડે છે, વૈરવિરોધ વધે છે. ૧૮. સામાને સુધારવો અશક્ય જણાય ત્યારે પણ મનમાં ખેદ
નહીં કરતાં, સામાને કર્મવશવતી જાણી, સમભાવે રહી સ્વ
પરહિત સાધવું. ૧૯. છદ્મસ્થ મનુષ્ય ભૂલને પાત્ર છે. તેને દેખીને હસવું નહીં,
પણ મનનું સમાધાન કરવું.
Page #261
--------------------------------------------------------------------------
________________
[ રરર ]
શ્રી કÉરવિજયજી ૨૦. સર્વેને અભય આપી અભય પમાશે. વાવશે તેવું જ લણશે. ૨૧. શ્રેષને નાશ કદાપિ વેષથી થતું નથી, પરંતુ પ્રેમથી જ તે તેને નાશ થાય છે. રર. નમ્ર ને દિલસેજ વાણી દુઃખી દિલને અપૂર્વ શાંતિ અર્પે છે. ૨૩. દયા વિનાનું જીવન ખરું જીવન નહીં પણ જીવતું મરણ
છે. દયા એ અંતરની લાગણી છે. તક મળતાં તેને વિકાસ
સાધો, તેને બુઠી થવા ન જ દો. ૨૪ જે આપણે આત્મા તે જ સહુને લેખી તદ્યોગ્ય આચરણ કરે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૩૮૩. ]
અભણ માનવબંધુઓ પ્રત્યે કર્તવ્ય ભાવના. ૧. દિલમાં ખરી દયા પ્રગટી હોય તે કોઈને તિરસ્કાર કેમ
કરાય? ૨. કીડી મંકોડી જેવા જંતુઓ કરતાં મનુષ્ય પ્રત્યે ઓછી
દયા ન ઘટે. ૩. અને તે કહેવા માત્ર નહીં, પણ સર્વ શક્ય પ્રકારે અમલ
માં મૂકવી જોઈએ. ૪. સહુને અભય આપવા ઉજમાળ રહેવાથી આપણે અભય બનશું. છે. અને સ્વેચ્છાએ પરને સંતાપ ઉપજાવવાથી આપણે સંતાપ
જ પામીશું. ૬. અત્યારે કમનશીબે અજ્ઞાન ને કહિપત સ્વાર્થવશ બનીને
Page #262
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
| [ ૨૨૩ ] દુર્લભ માનવભવાદિ સામગ્રી પામેલાની પણ દયા ભૂલાઈ
જઈ તેની ઘણી ઉપેક્ષા કરાય છે. ૭. ખરી રીતે સહ કઈ માનવ બંધુઓ સ્વાશ્રયી બને, બીજા
કોઈની આશા રાખીને ન જ રહે એ ઈચ્છવાયોગ્ય છે. ૮. સહુના સ્થિતિ-સંગો સરખા રહેતા નહીં હોવાથી જ્યારે
કોઈને ઉચિત સહાયની જરૂર જણાય ત્યારે તે લગારે સંકેચ વગર પ્રસન્ન દિલથી નિઃસ્વાર્થ ભાવે તરત આપીને સારા સ્થિતિ-સંગવાળાએ પોતાનું કર્તવ્ય બજાવવું જ
જોઈએ. એથી આપણુ–સમાજની સાર્થકતા લેખાય છે. ૯. તેવે વખતે કચવાઈને કે તિરસ્કારથી નહીં જેવી મદદ કરાય
તેની કિંમત નથી. અભયદાન સર્વ દાનમાં શ્રેષ્ઠ કહ્યું છે તે સાચું જ સમજાયું હોય તે તમે પોતે કરકસર કરીઅર્થવગરના બીજા ઉડાઉ ખર્ચ બંધ કરી પહેલાં જ તમારા
બંધુઓની ચગ્ય સારસંભાળ કરો. ૧૦. તે સાથે તેનામાં પુરુષાતન આવે ને ખીલે એવો ઉચિત
બંધ આપશે, તો તે સોનું ને સુગંધ જે થશે, પરંતુ સહાય કર્યા વગર કેવળ ઉપલક બેધ દેશે તો તે લેખે
આવી શકશે નહીં. ૧૧. સહુના દહાડા સરખા હોતા નથી. વળી “લક્ષમી આજે છે
ને કાલે નથી ” એવી તેની નશ્વરતા સમજી વિવેકથી તેને
લાભ લેવાનું ચૂકવું નહીં. ૧૨. સીદાતા આપણા સ્વધમી બંધુઓની પહેલી સંભાળ લેવી
ઘટે. દરેક શ્રીમંત જેનબંધુને જરૂર એટલી લાગણી પ્રગ
Page #263
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૪ ]
શ્રી કપૂરવિજયજી ટવી જોઈએ કે હું સુખી સ્થિતિમાં ટકી રહે ત્યાં સુધી
તે બને તેટલું તેમનું અન્યનું દુઃખ ફેડું. ૧૩. અન્યના બાળકોને પણ કેળવણી લેવા માટે બને તેટલી
સહાય જરૂર આપવી. ૧૪. બીજાઓએ પણ દરેક જરૂરી પ્રસંગે કેવળ કર્તવ્યભાવનાથી અન્યને એગ્ય સહાય દેવા તત્પર રહેવું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૩૮૪ ]
થોડાંએક વચનામૃતે. પ્રભુપ્રીતિ, સિંહવૃત્તિ, સાચી સેવા, નમ્રભાવ ને સાદાઈ એ આપણું
જીવનને સાચે માર્ગે દોરે છે. ૧. જગત તરફ-દુન્યવી દુનિયા તરફ-દુનિયાના માયાવી ભાવે તરફ-પ્રપંચ ને પ્રલોભને તરફ અલક્ષ્ય થાય ત્યારે જ પ્રભુ તરફ લક્ષ્ય થવા પામે.
૨. અન્યની ખામીઓ જેવા પહેલાં આપણી પોતાની ખામીઓ જોઈ–તપાસીને શોધી કાઢવી જોઈએ અને તે ખામીએને દૂર કરી દેવી જોઈએ.
૩. અન્યની નિંદા કરવા કરતાં આપણા પિતાના જ દેશની નિન્દા કરવી.
૪. દયા ને નિઃસ્વાર્થ પ્રેમમાં વધારે કરવું અને નાશવંત વસ્તુઓ ઉપરથી મનને ઉઠાવી લઈ, આત્માના શાશ્વત ગુણે ઉપર મનને સ્થિર–એકાગ્ર કરવું.
Page #264
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૨૨૫ ]
૫. કેાઈને હલકા કહેવા કરતાં પેાતાની હલકાઈ જોવી અને તેને દૂર કરી દેવી. પરને હલકા કહેવામાં પેાતાની હલકાઈ છે.
૬. આત્મકલ્યાણ સાધતાં-સાધવા જતાં વચ્ચે અંતરાયરૂપે જે કેાઇ માત-પિતા, સ્ત્રી-પુત્રાદિક મેાહવશ આડે આવે તે સહુના વિવેકપૂર્વક ત્યાગ કરવા-તિરસ્કારથી નહીં, પરંતુ પ્રેમથી તેમને વિવેકપૂર્વક સમજાવી લેવા.
૭. દુ:ખના પ્રસંગેામાં અધીરજ કે આકુળતા કરવી નહીં; પરંતુ બહુ જ ધીરજ ધારણ કરી ખરી ખંતથી તેને યાગ્ય પ્રતિકાર કરવા. પ્રસિદ્ધ કહેવત છે કે-Patience and Per• sevearance overcome mountains-ધૈય ( ધીર ) અને ખતભર્યા ઉદ્યોગથી ગમે એવી મેટી આપત્તિઓને પણ ત આવે છે, તેમ જ મનમાની સંપદાને પામી શકાય છે.
૮. ગમે એવા દુ:ખદ પ્રસંગમાં અતિ ઉતાવળ અને અધિરાઇ કરવી તે ઊલટી હાનિકારક નિવડે છે. Haste is Waste એ પ્રસિદ્ધ કહેવત આપણે ખાસ યાદ રાખવા ચેાગ્ય છે. એવે વખતે તે પ્રભુ મહાવીર જેવા સમર્થ આદર્શ સમા મહાપુરુષના પવિત્ર ચરિત્રનું સ્મરણ કરીને, તેમના પુનિત માને અનુસરવા પુરુષાતન ફૈારવવુ.
૯. ગમે તેવાં કષ્ટ આવતાં સજ્જના પેાતાની સજ્જનતા તજતા જ નથી; દુઃખ તેા કેવળ તેમની કસેાટી જ કરે છે, તેથી તેનાથી તે હારી જતા નથી, પણ ઊલટા વધારે સાવધાન બને છે. તેઓ સિહવૃત્તિને જ ધારણ કરે છે, કદાપિ શ્વાનવૃત્તિને ધારણ કરતા જ નથી.
૧૫
Page #265
--------------------------------------------------------------------------
________________
[ રર૬ ]
શ્રી કરવિજયજી - ૧૦. સિંહવૃત્તિને ધરવાથી દુઃખનો અત્યંત અભાવ (સર્વથા વિનાશ) કરી શકાય છે, પણ ધાનવૃત્તિ ધારણ કરવાથી તો દુઃખમાં ઊલટો વધારે જ થતું જાય છે.
૧૧. સુખદુઃખમાં સમભાવ-અનાકુળતા તે સિહવૃત્તિ ને વિષમભાવ-આકુળવ્યાકુળતા તે ધાનવૃત્તિ. દુઃખને અદીનપણે-સમભાવે ભગવતાં મિત્રની પેઠે તે ઉપકારક થાય છે.
૧૨. બહારનાં કલ્પિત ને ક્ષણિક સુખમાં લેભાઈ નહીં જતાં, સાચું અવિનાશી સંપૂર્ણ મોક્ષસુખ મેળવવું જોઈએ. તેટલે આત્મભોગ આપવો–સંયમ સેવ એ જ સિહવૃત્તિ છે.
૧૩. પરિણામદશી મહાનુભાવે અક્ષય મોક્ષસુખને માટે મથન કરતાં પ્રમાદ રહિત વતે છે, પણ ક્ષણિક સુખદુઃખમાં મુંઝાઈ જતા નથી.
૧૪. જીવમાત્રની જોડે એવું વર્તન રાખવું કે જેથી કોઈ પણ જીવને આપણા નિમિત્ત લેશમાત્ર દુઃખ ન થાય. ધર્મ શાસ્ત્રોનું સાર-રહસ્ય એ છે કે આપણે જાતે બને તેટલું સહન કરી લેવું, પણ બીજા કેઈને પ્રતિકૂળતા-પીડા ઉપજાવવી નહીં. સહુને આપણું આત્મા સમાન લેખવવા.
૧૫. સુસાધુ–સંત કે વડીલ-મોટેરાઓની સેવા કે આજ્ઞાએને કોઈ પણ તર્ક કે દલીલમાં ઉતર્યા વગર એકદમ પ્રેમથી અનુસરવું. જ્યારે કંઈ શંકા ઉત્પન્ન થાય ત્યારે મેહના વમળમાં નહીં પડતાં બતાવેલું કામ પૂરું કરીને, વિનયપૂર્વક સમજવાની બુદ્ધિ રાખી શંકાનું સમાધાન કરી લેવું. તેમની પ્રસન્નતા મેળવવાને એ ઉત્તમ ઈલાજ છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૨૭ ] ૧૬. કઈ પણ વસ્તુ વગર ચલાવી લેતાં શીખી લેવું. આ દેહને અને મનને જેવી રીતે રાખવા ટેવ પાડીએ તેવી રીતે એ રહેવાને ટેવાઈ જાય છે તેથી કઈ પણ ટેવ પાડતાં પહેલાં હિતાહિતનો અવશ્ય વિચાર કરે. વગરવિચાર્યા એકદમ સાહસ કરીને ખોટી ટેવ પાડવી નહીં, કારણ કે ટેવ પાડ્યા પછી તેને કાઢવી મુશ્કેલ પડે છે. એટલું જ નહીં પણ અવિચારી ટેવો પાડવાથી દેહની, મનની, ધર્મની, ઈજજત–આબરૂની અને પૈસાની ઘણી વાર ફેગટ બરબાદી થાય છે અને પોતે દુર્ગતિને અધિકારી બને છે. એટલા માટે એવી ટેવ પાડતાં પહેલાં હિતાહિતને પૂરતો વિચાર કર-ભૂલવું નહીં.
૧૭. સર્વજ્ઞભાષિત સત્ય ધર્મ પામવો ચિન્તામણિરત્ન સમાન અતિ દુર્લભ છે.
૧૮. ધર્મ સઘળી મનોકામના પૂરી કરીને, અંતે અક્ષય મેક્ષસુખ મેળવી આપે છે.
૧૯. મોક્ષ પામવા માટે ઉત્તમ પાત્રતાની જરૂર છે. First Deserve and then Desire:–પ્રથમ પાત્રતા મેળવે અને પછી તેને પામવા ઈછા કરો.
૨૦. પાત્રતા પામેલ પુરુષ, યોગ્ય પુરુષાર્થ વડે ઈચ્છિત વસ્તુને પામી શકે છે.
૨૧. પાત્રતા પામ્યા છતાં, તથાવિધ પુરુષાતન પ્રમુખ યોગ્ય સાધનસામગ્રીને સુગ મેળવ્યા વગર, પવિત્ર ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી.
૨૨. અક્ષુદ્રતા-ગંભીરતા, શરીર સુઘડતા, સેમ્યતા, લેક
Page #267
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૮ ]
શ્રી કપૂરવિજયજી
પ્રિયતા, અક્રૂરતા, પાપભીરુતા, અશઢતા, સુદાક્ષિણ્યતા, લજજાળુતા, દયાળુતા, સમષ્ટિ, મધ્યસ્થતા, ગુણાનુરાગિતા, સત્યપ્રિયતા, સુપક્ષતા, દીર્ઘદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનીતતા, કૃતજ્ઞતા, પરોપકારરસિકતા અને કાર્યદક્ષતાદિક ઉત્તમ ગુણાના સતત અભ્યાસી, તથાવિધ સાધનસામગ્રી ચેાગે, પવિત્ર ધર્મ – રત્નને પામી શકે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૭૭ ]
મેધવચના.
૧. મનને શુદ્ધ કરવા કાયમ નમસ્કાર મહામત્રને
અખંડ જાપ કરવા.
૨. વિવિધ ઇચ્છા-કામનાના રાધ તે જ તપ અને તે જ વૈરાગ્ય પરિણામે સુખદાયી થાય છે.
૩. જેવી મિત તેવી ગતિ, એટલે ઉદિત મતિ સુધારવી. ૪. આત્મસાધન કરવાની હાથ આવેલી તક ગુમાવવી નહીં. પ. પરના અવગુણુ સામું જોવું નહીં-ગુણ જ લેવા. ૬. નિંદક વગરમૂલ્યે મેલ સાફ કરનાર હેાવાથી ઉપગારી લેખાય.
૭. જેમ બને તેમ શરીરમમતા એછી કરવી અને આપણે આત્મા જ શક્તિરૂપે પરમાત્મા છે એવા અનુભવ શાન્તચિત્તે કરવા.
૮. શાસ્ત્રાદિ ભણવું-ગણવું એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપ જાણવું–અનુભવવુ તે ભાવજ્ઞાન છે.
૯. દેહપુગળમાં કે તેવી બાહ્ય જડ વસ્તુએમાં ખુશી
Page #268
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૨૯ ] આનંદ માને તે પુદ્ગલાનંદી લેખાય, ભવ-સાંસારિક સુખમાં આનંદ પામે તે ભવાભિનંદી લેખાય અને આત્માના સહજ નિરુપાધિક જ્ઞાનાદિક ગુણેમાં આનંદ પામે તે આત્માનંદી લેખાય.
૧૦. આપવું એવું લેવું, વાવવું એવું લણવું. ૧૧. સહુને અભય આપી, અભય મેળવી શકાશે. ૧૨. કેઈને પ્રતિકૂળતા ઉપજે તેવું આચરણ કરવું નહીં. ૧૩. સદગુણી ઉપર પણ દ્વેષ રાખવો-અરુચિ કરવી એ અનંતાનુબંધી ક્રોધ, સદ્ગણુને પણ હલકા પાડવા, તેમનું અપમાન કરવું, સ્વગુણેનો ઉત્કર્ષ કરવો તે અનંતાનુબંધી માન, ગુણેજનેના છતા ગુણે ગોપવવા અને પોતાનામાં અછતા ગુણેનો દેખાવ કરો તે અનંતાનુબંધી માયા અને અન્યની સત્ય માનપ્રતિષ્ઠા સાંખી ન શકવી એટલું જ નહીં પણ બેટી માન-પ્રતિષ્ઠાને લેભ રાખવો તે અનંતાનુબંધી લોભ જાણો.
૧૪. તૃષ્ણા જેવો આકરો વ્યાધિ નથી અને સંતોષ સમાન ઉત્તમ સુખ નથી એ અનુભવગમ્ય છે.
૧૫ ક્ષણવિનાશી આ દેહાદિક પદાર્થો ઉપરની મમતાઆસક્તિ બને તેટલી ઓછી કરવી અને જ્ઞાનાદિક નિજ ગુણોમાં જ મમતા કરવી. આત્મા અને આત્માના ગુણે અવિનાશી-નાશ વગરના છે.
૧૨. “ને મારું” “અહંતા ને મમતા” જ આત્મગુણને દાટ વાળે છે તે યાદ રાખવું.
Page #269
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦ ]
શ્રી કપૂરવિજયજી
૧૭. સમ્યગ્દર્શન ( સમ્યક્ત્વ), સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ આત્મકલ્યાણુના ખરા ઉપાય જીવને હાથ આવવા બહુ દુષ્કર છે; પરંતુ સારા ભાગ્યે સુગુરુકૃપાએ તે જેને પ્રાપ્ત થયેલ હાય અને જે તેનું યથા પાલન કરે તેને એડા પાર થવાના સમજવે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૯૩ ]
સૂક્ત-વચને
"
૧. ગમે તેની પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું; તેને અનાદર ન જ કરવા યત:- વાહાવિ હિતં પ્રાદ્યમ્ । ૨. હિતસ્વી જનેનાં હિતવચના અવશ્ય હૈયે ધરવાં, ૩. જેમ બને તેમ ખંત રાખીને વ્યવહારશુદ્ધિ સાચવવી. ૪. આપઆપણી જવાબદારી બરાબર લક્ષ્યમાં રાખવી. ૫. થયેલી ભૂલ સમજાતાં તેને તરત સુધારી લેવી. ૬. સત્સંગ સેવીને સારા સદ્ગુણે! આપણામાં પ્રગટાવવા. ૭. નમળી સાબત અત્યન્ત હાનિકારક જાણી તજી દેવી. ૮. સદ્ધર્મને લાયક બનવા યેાગ્ય ગુણેાના અભ્યાસ કરવા. ૯. ક્ષુદ્રતા—ઉછાંછળી વૃત્તિ તજીને ગંભીરતા આદરવી. ૧૦. શરીરનુ આરોગ્ય સાચવવા પૂરતુ લક્ષ્ય રાખવું. ૧૧. શાન્ત ને મીલનસાર પ્રકૃતિ રાખવી.
૧૨. લેાકપ્રિય થવાય તેવા ઉદારદિલના સ્વાત્યાગી થવું. ૧૩. કષાયના ત્યાગવડે અકલુષિત-પ્રસન્ન ચિત્તવૃત્તિ રાખવી. ૧૪. પાપથી ડરતા રહેવું, લેાકનિન્દા થાય તેવું કાર્ય ન કરવું.
Page #270
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ર૩૧ ] ૧૫. સાદા, સંયમી ને સરલ વ્યવહારી–પ્રમાણિક થવું. ૧૬. કેઈનું ભલું થઈ શકતું હોય તો વિનાસંકે કરવું. ૧૭. ઉત્તમ કુળ યોગ્ય લજજા-મર્યાદા ચીવટથી પાળવી. ૧૮. દુઃખીજનનું દુઃખ છેદવા તન-મન-ધનથી ઉદ્યમ કરે. ૧૯દુષ–દુષિતને બે પક્ષ ન કરે, સાચાને જ પક્ષ કરવો. ૨૦. સગુણાનુરાગી બની સદ્દગુણેનું અનુકરણ કરતા રહેવું. ૨૧. ઉત્તમ પુરુષના ગુણાનુવાદ કરવા. સત્યપ્રેમી બનવું. ૨૨. આપણા સ્વજન કુટુંબીઓ પણ ધર્મરાગી બને તેમ કરવું. ૨૩. લાંબી નજરે, લાભ-હાનિ વિચારી, ઉચિત કાર્ય કરવું. ૨૪. જીવનવ્યવહારમાં હિતાહિત વિશેષે સમજતા થવું. ૨૫. નિર્દોષ આચારવિચારવાળા વૃદ્ધોને અનુસરવું. ૨૬. અજબ વશીકરણ જેવો વિનય ગુણ અવશ્ય આદરવો. ૨૭. ઉપગારી જનેના ઉપગારને પ્રાણાતે પણ ભૂલ નહીં. ૨૮, આપણાથી બની શકે તેને તેટલે પરોપકાર જરૂર કરો. ૨૯ કઈ પણ હિતકાર્ય સુખે સાધી શકાય તેવા કાર્યકુશળ થવું. ૩૦. મન અને ઈન્દ્રિયને કબજે રાખતાં શીખવું. ૩૧. કલેશ-કંકાસને શમાવવા બનતા પ્રયાસ કરવો. ૩૨. વેર-વિરોધ વધતા અટકે (ઘટે) તેવા સંધિપાળ થવું. ૩૩. સમાજ-સુધારે શુદ્ધ પ્રેમભાવથી કરાય તેવું લક્ષ રાખવું. ૩૪. વિશુદ્ધ પ્રેમથી, ગમે તેનાં હૃદયને જીતી, ધાર્યું કામ કરી
શકાય છે. ૩૫. આક્ષેપક શૈલીથી તે તિરસ્કાર ને વિધ વધતા જાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૨ ]
શ્રી કપૂરવિજ્યજી ૩૬. તેથી જ જરૂરી પ્રસંગે પ્રિય ને પથ્ય (હિતકર) એવું
સત્ય ઉચ્ચરવું. ૩૭. જરૂરી પ્રસંગ વગર મૌન ધારણ કરવું વધારે સારું છે. ૩૮ ચીવટ રાખી સ્વપરહિત માટે ઉદ્યમ કર એ જ માનવ
ભવ પામ્યાનું સાર–ફળ છે. ૩૯. અકાર્ય-હિંસાદિક પાપકૃત્ય કરવામાં જે રક્ત રહે છે તે અંધ છે. ૪૦. હિતવચન સાંભળ્યું–નહીં સાંભળ્યું કરે છે તે બહેરો છે. ૪૧. ખરી તકે પ્રિય વચન બોલી ન જાણે તે મૂંગે છે. કર. સ્ત્રીઓના કટાક્ષબાણથી ન છતાય તે શૂરવીર છે. ૪૩. સારાં હિતકાર્યમાં છતી શક્તિ ન ફેરવે તે ચેર છે. ૪૪. ચન્દ્રની જેવી શીતળતા ઉપજાવનારા સંતપુરુષો છે. ૪૫. તેમની અવહેલના-નિન્દા કરવી તે ઉગ્ર વિષરૂપ છે. ૪૬. શુદ્ધ અહિંસકભાવ-વિતરાગભાવ અમૃતરૂપ છે. ૪૭. તત્ત્વવિચારણા કરવી એ બુદ્ધિ પામ્યાનું સાર-ફળ છે. ૪૮. યથાયોગ્ય વ્રત ધારણ કરી, તેનું યથાર્થ પાલન કરવું એ
દેહ પામ્યાનું ફળ છે. ૪૯સઠેકાણે–સારા પાત્રે સ્વકમાણુને ઉપયોગ કરે એ પૈસા
પામ્યાનું ફળ છે. ૫૦. સામાને પ્રીતિ-સંતેષ ઉપજે એવું પ્રિય ભાષણ એ વાણી
પામ્યાનું ફળ છે. ૫૧. પ્રમાદ સમે કઈ શત્રુ નથી અને ઉદ્યમ સામે કોઈ હિતમિત્ર નથી.
[ જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૧૪]
Page #272
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨
[ ૨૩૩] સુભાષિત વચનામૃતે. ૧. ગુણસંપાદન કરવાને જ યત્ન કરે. મિથ્યા આડં. બરથી શું વળવાનું છે ?
૨. લાયકાત ધરાવનારને ઈચ્છિત વસ્તુ પુરુષાર્થ કરવાથી મળ્યા વગર રહેતી નથી.
૩. મધ્યસ્થ વૃત્તિવાળાને સર્વત્ર સુખ છે.
૪. જે સર્વ રીતે લેકને સંતોષ પમાડે છે તેને જ લેકપ્રિયતા પ્રાપ્ત થાય છે.
૫. કેવળ દેવ ઉપર જ આધાર–વિશ્વાસ રાખીને પુરુષાર્થ તજી દેવો નહીં.
૬. માબાપને અત્યંત શોકદાયી, મૂર્ખ અને ધર્મહીન છોકરાં “ કપુત “ કહેવાય છે.
૭. ડાહ્યા ને કહ્યાગરાં છોકરાં માબાપને બહુ જ વહાલાં અને આનંદદાયક થાય છે, તેથી જ તેવાં ધમી છોકરાં “સપુત કહેવાય છે.
૮. સુશીલ માણસે કઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં વાસ કર નહીં. એકાંત બૂરી છે.
૯. અણઅવસરનું વચન બોલતાં બૃહસ્પતિ જે પણ અપમાન પામે છે.
૧૦. પોતે જ દૂષિત છતાં સામાને દૂષણ દેવું એના જેવી એકે નાદાની નથી.
Page #273
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૪ ]
શ્રી કપૂરવિજયજી
૧૧. પરને શિખામણુ દેવામાં કઇક શૂરાપૂરા હોય છે; પેાતાની ભૂલ સમજીને સુધારનાર તેા કાઇક વિરલા જ દેખાય છે.
૧ર. પ્રત્યક્ષ ગુણવાદી છતાં પરાક્ષ નિંદાકારી માણસ શ્વાનની જેમ પરિહરવા ચેાગ્ય છે; કેમકે એમ દ્વિધાભાવ રાખનાર પ્રગટ માયા-મૃષાવાદી જ ઠરે છે. કહેવું કંઇ અને કરવું કંઇ એવા માયા-મૃષાવાદ જેવું એકે પાપ નથી.
૧૩. ધર્મીની જ કૃપાથી સર્વ સંપત્તિ પામ્યા છતાં જે મૂઢ જન તેના જ અનાદર કરે છે તેવા સ્વામીદ્રોહી જીવનું ભલું શી રીતે થઇ શકશે ? ધર્મની અવગણના કદાપિ ન કરવી.
ન
૧૪. ક્ષમાવત, દાનેશ્વરી ને ગુણગ્રાહી એવા સ્વામી જેમ ભાગ્યે જ મળે છે તેમ જ સેવક પણ સર્વાનુકૂળ, શુદ્ધ-ચેાખા અને કાર્યદક્ષ ( કુશળ-ખાહેાશ ) ભાગ્યે જ મળે છે.
૧૫. સારાસારને યથાર્થ સમજનાર ( પરીક્ષક ) સ્વામી મળવા મુશ્કેલ છે તેમજ સેવક પણ આજ્ઞાનુવતી અને સ્મરણુ શીલ મળવા મુશ્કેલ છે.
૧૬. જે રાજા રક્ષણાદિક ગુણવડે પ્રજાનું રજન કરી ન શકે તે કેવળ નામના જ રાજા કહેવાય છે. ખરેા રાજા પ્રજાના દિલનું રંજન નિજગુણવડે કર્યા વગર રહે જ નહીં.
૧૭. કેટલાક સુપુત્રા પેાતાનાં સચ્ચારિત્રથી પેાતાના પિતાથી પણ વધી જાય છે.
૧૮. સત્સંગથી ભવ્ય જીવ ગુણવાન થાય છે અને શુવત ઉપર સહુ અનુરક્ત થાય છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૩૫ ]
૧૯. મધ્યસ્થ માણુસ શાસ્રયુક્તિને માન આપે છે. મૂઢ–ખઠર તેનુ જ ખંડન કરે છે.
૨૦. કાઇપણ ખામત ઉપર તટસ્થપણે વિચારીને જ પેાતાને અભિપ્રાય આપવા, ઉતાવળા થઇ અવિચારીપણે ઇન્સાફ આપવા જતાં ઊલટા અનર્થ થવા પામે છે.
ર૧. માંસ, મદિરા, શિકાર, ચારી, જુગાર, પરસ્ત્રીંગમન અને વેશ્યાગમન-એ સાત મહા મુખ્યસના ઉભયલેાકવિરુદ્ધ હાવાથી જીવને મહા નીચ ગતિમાં લઇ જનારાં છે; તેથી જ તે સર્વથા વર્જ્ય છે. સત્સ’ગતિયેાગે આવા પાપથી જીવ સહેજે મચી જાય છે.
૨૨. દેશ, કાળ, બળ વિગેરેના પુખ્ત વિચાર કરી કા કરનાર તેમાં સફળતા મેળવે છે.
૨૩. સુખ દુ:ખ સમયે સરખા ભાગ લે તેવા મિત્ર, સદાચારથી પિતાને પ્રસન્ન કરે તેવા પુત્ર અને પતિનું એકાંત હિત ઇચ્છે એવી ભાર્યા કાઇક પુણ્યવતને જ પ્રાપ્ત થાય છે.
૨૪. જેનામાં કંઇ પુરુષાર્થ નથી તે પુરુષની ગણનામાં નથી. ૨૫. પ્રાપ્તસામગ્રીના સદુપયેાગ કરી જાણે તેઓ જ સહેજે સ્વપરહિત સાધી શકે છે.
૨૬. ખરા કલ્યાણમિત્ર પાપથી નિવારે, હિત સાથે જોડે, દોષ ઢાંકે, ણા પ્રગટ કરે, કષ્ટમાં ન તજે અને અવસરે મદદ કરે. ઉત્તમ પુરુષા સન્મિત્રનાં આવાં લક્ષણ વખાણે છે.
૨૭. સજ્જનાના ક્રેય દુર્જનાના સ્નેહ જેવા ક્ષણજીવી હાય છે તે લાંબે વખત ટકી શકતા નથી.
Page #275
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૬ ]
શ્રી કપૂરવિજયજી ૨૮. સત્ય વચન વદવું એ મુખની શોભા છે. ૨૯. શીલ-સદાચાર એ ખરે શણગાર છે. ૩૦. ક્ષમાભરી અહિંસા ખરું અમૃત છે. ૩૧. સંતોષમાં ખરું સુખ રહેલું છે.
[ જે. ધ. પ્ર. ૪૬, પૃ. ૧૯૧. ]
સુભાષિતે.
૧. માણસ વિવિધ જાતનાં વસ્ત્ર–આભૂષણો માત્રથી નથી શિમતે, પરંતુ અમૃત સમાન શાંતિદાયક સુભાષિતો વડે તે શોભે છે; તેથી સુભાષિત જ માણસનું ખરું ભૂષણ છે.
૨. ગમે એવી ગમગીની દૂર કરાવી આનંદ આપનાર સુભાષિત છે, એથી સહુ કેઈ–જ્ઞાની કે અજ્ઞાની વશ થઈ જાય છે તેથી સુજ્ઞજનેએ સુભાષિતોને અવશ્ય આદર કરવો જોઈએ.
૩. ખર વિદ્વાન કોણ? જે સત્ય ભાખે, તપ આચરે, જ્ઞાન ઉપાસે, અહિંસા ને નિઃસ્વાર્થ પ્રેમ સેવે, જ્ઞાની જનેને નમે અને સુશીલતા પાળે–સદ્વર્તન સેવે તે જ ખરે વિદ્વાન છે, માત્ર વાપટુ વિદ્વાન નથી.
૪. જ્યાં સુધી દયારસથી ભરપૂર એવો સર્વજ્ઞકથિત ધર્મ શ્રવણચર થયેલ નથી ત્યાં સુધી મનુષ્યજન્માદિક પુન્યસામગ્રી પ્રાપ્ત થયેલી પણ નકામી લેખાય છે, કેમકે તેના વગર આત્મોન્નતિનો ખરો માર્ગ મળતું નથી.
Page #276
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૩૭ ] ૫. “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.” આ વાક્ય વિચારે.
૬. જેવું હિત માતાપિતાદિક કરી ન શકે તેવું આત્મહિત સુગુરુ યથાવિધિ સેવ્યા છતાં અવશ્ય કરે છે–કરી શકે છે.
૭. કર્તવ્યદિશા–મહાપુન્યવેગે અતિ દુર્લભ માનવદેહાદિક સામગ્રી પામીને ભવ્યાત્માઓએ તજવા યોગ્ય દોષોને ત્યાગ કરવો જોઈએ, કરવા યોગ્ય કર્મો-આચરણે સેવવાં જોઈએ, પ્રશંસવા ગ્ય વસ્તુઓનાં વખાણ કરવાં જોઈએ અને સાંભળવા એગ્ય બાબતે સાંભળવી જોઈએ-આ ચારે બાબતે મુમુક્ષુઓએ બરાબર વિચારમાં–લક્ષ્યમાં લેવા યોગ્ય છે.
૮. જે કંઈ પણ ચિત્તની મલિનતા કરે અને મોક્ષમાર્ગને અટકાવે તેવાં દૂષણે મન-વચન-કાયા સંબંધી હોય તેમને અવશ્ય તજી દેવા જોઈએ.
૯. જે આચરણ કરવાથી આપણું મન સાચા મોતીની માળા જેવું કે બીજા એવાં જ ઉજજવળ પદાર્થો જેવું શુદ્ધનિર્મળ બને તેવું આચરણ બુદ્ધિમાન મનુષ્યએ અવશ્ય સેવવું જોઈએ.
૧૦. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની સદા ય સ્તુતિ-પ્રશંસા કરવી જોઈએ.
૧૧. સર્વ દોષોને નાશ કરે એવાં સર્વશ વીતરાગનાં કહેલાં હિતવચનો ખરી શ્રદ્ધાથી શુદ્ધ થયેલ બુદ્ધિપૂર્વક અતિ આદર સાથે સાંભળવા અને સ્વહૃદયમાં અવધારવા જોઈએ.
Page #277
--------------------------------------------------------------------------
________________
[૨૩૮ ]
શ્રી કપૂરવિજયજી ૧૨. વીતરાગની એકાન્ત હિતદાયી આજ્ઞાને અનુસરવું એ જ તેને આરાધવાનો ઉપાય છે, તેને યથાશક્તિ અનુસરવાથી તે નિશે સફળ થાય છે.
૧૩. સુવૈદ્યનાં વચનને અનુસરવાથી જેમ વ્યાધિને સમૂળગે નાશ થાય છે, તેમ તેનાં હિતવચનને સદ્ભાવથી આદરતાં અવશ્ય સર્વ દુઃખને અંત આવે છે.
[ જે. ધ, પ્ર. પુ. ૪૬, પૃ. ૧૯૨]
હાલની આપણી સામાજિક સ્થિતિનું નિરાકરણ. - ૧. સામાજિક બાહ્ય સ્થિતિ જે હાલ પ્રગટ થવા પામી છે તેનાં મૂળ કારણે બ્રાતૃભાવની અને દયાની ખામી છે, માટે તે હૃદયના રોગને સુધારવા પ્રયત્ન કરે એટલે તેના કાર્યરૂપે પ્રગટ થયેલી સામાજિક સ્થિતિ સુધરતાં વધારે વખત લાગશે નહીં–તેને જલદી અંત આવશે.
૨. જ્યાં આંતરસ્થિતિ સુધરી એટલે બાઘસ્થિતિ સુધરતા વાર લાગશે નહીં. પ્રથમ તમારી જાતને શુદ્ધ કરે, ત્યારપછી બાહ્ય સંગે સહેજે બદલાશે.
૩. જ્યાં હુંપણું-મિથ્યાભિમાન ગયું ત્યાં સ્વાર્થ ગયે અને સ્વાર્થ ગમે એટલે બધે માર્ગ બહુ સરલ થઈ જશે.
૪. જે પ્રમાણમાં તમે શુદ્ધ થતા જશે તે પ્રમાણમાં તમે સ્વાર્થ ત્યાગથી નિઃસ્વાર્થી બનશે અને આખરે તમે સર્વ સાથે
Page #278
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૩૯ ] એક્તા અનુભવશે, તો પછી તમે બીજાને ચાહ્યા વિના અને મદદ કર્યા વિના રહી શકશે નહીં. તેવી રીતે સાધેલી તમારી પૂર્ણતા સહુને ખરી મદદગાર થઈ શકશે. તેમ છતાં અનેક વિષય પરત્વે જગતના જીવોમાં વિચારભેદ તો રહેવાના જ.
૫. તમારી પૈસાની ગણત્રી અમારે મન બીનમહત્ત્વની છે, હૃદયની કિંમત જ અમારે મન મહત્ત્વની બાબત છે.
૬. જે હદય પવિત્ર છે અને જે હૃદયના નિરભિમાનપણાને લીધે તેમજ બાહ્ય ભભકા( આડંબર )ના અભાવે કોઈનું લક્ષ પણ ખેંચતું નથી, તેવા હૃદયમાં ખરી સહૃદયતા સંભવે છે.
૭. શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ એ એક એવી ચાવી છે કે જે બધા સામાજિક પ્રશ્નોરૂપી તાળાઓને ઉઘાડી નાખશે, એ સત્ય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૨૪ ]
ઉત્સાહી જૈન જનનું હિત કર્તવ્ય.’ ૧. ભ્રષ્ટાચારથી સર્વથા અળગા રહી, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને પુષ્ટિ મળે એવું સહકારિત્વ પણ ન જ સે.
૨. સંતોષી જીવનમાં સુખ માની, નિ:સ્વાર્થ સેવા અને પ્રેમ જગાવે. વિશ્વપ્રેમની ભાવનાને જીવનમાં સ્થાન આપે.
૩. હિત-મિત-પ્રિય વાણુ વદે તેથી વિરુદ્ધ વદનારાઓને શાન્તિથી–પ્રેમથી સમજાવી ઠેકાણે લાવવા પ્રયત્ન કરે.
૪. કુરૂઢિઓને કાપવા-ના બૂદ કરવા બનતી કોશિશ કરે.
Page #279
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૦ ]
શ્રી કર્ખરવિજયજી ૫. મનુષ્યદયાને સર્વોપરી લેખે, અન્યના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ લેખે અને સહાનુભૂતિ દાખવે.
૬. સત્યનું શોધન કરી સત્યને જ આદરે. ૭. સાચા ધર્મગુરુને શોધી તેનું ખરા જીગરથી સેવન કરે.
૮. સંઘ, સમાજ અને શાસનની ખાતર સ્વાર્થ ત્યાગ કરી જાણે અને આદર્શજીવન જીવી સુખ માને. અન્યની ભૂલે જેવા કરતાં પોતાની ભૂલ જોવે અને અન્યને શિખામણ દેતા પહેલાં પિતે તે આદરે.
૯. પ્રભુને પૂજે, પાપથી પૂજે અને સાચા જીગરની કરણીથી અન્ય મુગ્ધોને માર્ગદર્શક બને અને બને તેટલો સત્યમાર્ગને પ્રચાર કરતાં રહે.
૧૦. લખી જાણે પણ જરૂર પૂરતું જ લખે, વાંચી જાણે પણ જરૂર પૂરતું જ વાંચે અને બોલી જાણે પણ જરૂર પૂરતું જ બેલે.
૧૧. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવને અનુસરી શાસ્ત્રાજ્ઞા પાળવાને ખપ કરે–સરળ ભાવે સત્યભાગે સંચરે.
૧૨. ખેટો ભય ધરે નહીં, સ્વાર્થ ત્યાગ કરતાં ડરે નહિ, સદાય મગ્નતામાં રહી પોપકારરસિક બને.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૨૪]
Page #280
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૪૧ ] હિત-બોધવચને. ૧. શક્તિ અનુસારે ડહાપણભર્યું એવું જ કામ કરવું કે જેનું પરિણામ રૂડું જ આવે.
૨. કાયર ને બીકણ માણસ વિઘના ભયથી રૂડું કામ કરતાં જ ડરે છે. મધ્યમ વૃત્તિના માણસ કોઈ રૂડું કામ આરંભે તે છે પણ વિશ્ન આવતાં તે પડતું મૂકી દે છે, ત્યારે ઉત્તમ વૃત્તિના સાત્વિક જનો જે હિતકાર્ય આરંભે છે તેને ગમે તેટલા ભેગે પણ પૂરું કરે છે.
૩. ઉપગારીનો ઉપગાર પ્રાણાતે પણ ન ભૂલે તે ખરા કૃતજ્ઞ સજજનનું લક્ષણ સમજવું.
૪. ન્યાયમાર્ગે જ દ્રવ્ય ઉપાર્જન કરવાથી સુખી થવાય છે તેની ખાત્રી સ્વાનુભવવડે થઈ શકે છે.
૫. ગમે તેટલું આપતાં–ખર્ચ કરતાં ય ન બૂટે એવું અપૂર્વ વિધા-ધન ખૂબ પેદા કરવું ને આપવું.
૬. ફાલ્યાફૂલ્યા આંબાની પેઠે ખૂબ વિદ્યા સંપાદન કરીને વધારે ને વધારે નમ્ર બનવું.
૭. સર્વ શ્રુતજ્ઞાનથી ચઢીયાતા અનુભવજ્ઞાનની મીઠાશ અજબ પ્રકારની છે.
૮. શુદ્ધ જ્ઞાની ચારિત્રશીલ સદગુરુની કૃપાથી કેઈ સુવિનીતને તેવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
૯. તેથી જ આત્માથી જનેએ ચંદન જેવા સદા શીતળ સંતમહાત્માઓની સેવા કરવી ઉચિત છે.
૧૬
Page #281
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ર ]
શ્રી કરવિજયજી ૧૦. સર્વ વ્રતમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય, સઘળા દાનમાં શ્રેષ્ઠ અભયદાન, તેમ સર્વે ગુણેમાં વિનયગુણ શ્રેષ્ઠ છે.
૧૧. સંતોષથી સ્વસ્થતા-પ્રસન્નતા આવે છે, તેથી ધર્મ સાધી શકાય છે, જેથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
૧૨. “મન જીત્યું તેણે સઘળું જીત્યું” એમ સમજી મનને જીતવા–વશ કરવા બનતું કરવું.
૧૩. મૂર્ખ–કદાગ્રહી-કુપાત્રને શિખામણ આપવી કે બેધ કરે એ નિષ્ફળ જાય છે.
૧૪. જેવી ગતિ તેવી મતિ, ક્રિયા તેવું કર્મ, જે તપ તેવું ફળ, ને જે સંતોષ તેવું સુખ જાણવું.
૧૫. વ્રતભંગ કરીને જીવવા કરતાં વ્રતને અખંડ રાખી મરણ સ્વીકારવું સારું છે.
૧૬. અતિ ઉપાધિવાળા મોહવિકળ જીવને તત્વથી સુખ હેતું નથી.
૧૭. સર્વ વતેમાં બ્રહ્મચર્ય તથા સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ મોટું છે તેમ સર્વ મંત્રમાં નવકાર મંત્ર મટે છે.
૧૮. પરસ્ત્રી તરફ ખોટી દષ્ટિ કરવાથી પુન્ય–તેજ ઘટે છે, માટે પરસ્ત્રી તરફ દષ્ટિ કરવી નહીં.
૧૯. હે જીવ! જ્યારે તું શુદ્ધ તત્ત્વ–પરમાર્થને જાણીશ ત્યારે જ તું પરમાર્થથી સુખી થઈશ.
૨૦. સુખદુઃખને સર્જનહાર પોતાને જીવ જ છે, બીજા તે તેમાં કેવળ નિમિત્તરૂપ છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૪૩ ] ૨૧. ઉદય આવેલા દુઃખ-વિપાક પ્રસન્ન વદને સહન કરવાથી નવાં કર્મ બંધાતાં અટકે છે.
૨૨. દુર્લભ મનુષ્યજન્મ પામીને જેણે આત્મહિત કર્યું નથી તેને જન્મ નિષ્ફળ જાણ.
૨૩. દુઃખ સહુને અનિષ્ટ અને સુખ ઈષ્ટ છે એમ મનમાં નિશ્ચય કરી, સહુને આત્મસમાન લેખી કોઈને પણ દુઃખ દઈશ નહીં, પણ સુખ-શાંતિ ઉપજે તે બનતે પ્રયત્ન કરજે.
૨૪. મન, વચન, કાયાને એ ઉપયોગ કરવો કે જેથી વૈરાગ્ય વધે અને પાપ કમી થવા પામે.
૨૫. જે જે નિમિત્તોથી ક્રોધાદિક કષાયે વધે તેવા નિમિત્તથી દૂર રહેવું અને જે જે નિમિત્તેથી કષાય ઘટે તે તે નિમિત્તો સેવવાં, જેથી પાપ નાશ થાય છે અને પુન્ય-ધર્મની પુષ્ટિ થાય છે.
૨૬. વિશ્વાસઘાતી મહાપાપી લેખાય છે, એમ સમજી એવા મહાદોષોથી સદંતર દૂર રહેવું.
ર૭. ઉત્તમ જનોને સમય શુભ કર્મમાં અને અધમ જીવન સમય કુકર્મમાં જાય છે.
૨૮. આર્ય ક્ષેત્ર, ઉત્તમ માનવ અવતાર, ઉત્તમ કુળ, નીરોગી શરીર અને દેવગુરુધર્મની ઉત્તમ સામગ્રી–એ સર્વ પામવું અત્યન્ત દુર્લભ છે. તે પામે તે તેને લાભ લેવા ચૂકવું નહિ.
૨૯. સ્વપરહિત કરવા સાવધાન રહેવાથી જ આ દુર્લભ મનુષ્યજન્મની સાર્થકતા થાય છે. :
Page #283
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૪ ]
શ્રી કપૂરવિજયજી ૩૦. સ્વાધીનપણે ધર્મસાધન કરી લેનારને પરાધીનતા વેઠવી પડતી નથી.
[જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૮૮]
કલ્યાણુંથીને ભવિષ્યના સ્થાયી મકાન માટે ૧. પ્રાપ્ત સઘળી શક્તિઓને સદુપયેગ કરવો જોઈએ. ૨. અડગ નિઃસ્વાર્થતાને પાયે નાખવો જોઈએ. ૩. રક્ષણકારી પ્રેમની દીવાલો ઊભી કરવી જોઈએ. ૪. પછી નિષ્કલંક પવિત્રતાથી તે મકાનને શણગાર અને ૫. બ્રાતૃભાવ તથા આનંદના વિચારોરૂપી ફનીચર ગોઠવો.
૬. તમારા હિતકાર્યો અને તેનાં સુંદર પરિણામો આવેલાં જોઈ, લેકે તમને અનુસરવા પ્રેરાશે. તમારા ઉપદેશ વગર પણ તેઓ તમારા પગલે ચાલશે અને આ રીતે આડકતરી રીતે તમે તેમના ઉપદેશક થશો.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૦]
આદર્શ જીવન, ૧. કઈ પણ પ્રાણને દુઃખ આપીને જીવતા રહેવા કરતાં આ શરીરને છોડી દેવાનું વધારે પસંદ કરવું જોઈએ.
૨. નિ:સ્વાર્થ પ્રેમ એ એક એવી કુંચી છે કે જે મનુષ્યના હદયને અંદરનો દરવાજો ઉઘાડી નાંખે છે અને ત્યાં નજર કરતાં દરેક જાતના પ્રશ્નોને ખુલાસો મળી જાય છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨:
[ ૨૪૫ ] ૩. પરંતુ નિષ્કલંક પવિત્રતા જેનામાં હશે તે જ તે કુંચીને ઉપયોગ કરી શકશે. અનુભવવડે તેની ખાત્રી થઈ શકશે.
૪. આવી પડતા દુઃખથી પણ પ્રાણીને ઘણું શિખવાનું મળે છે.
૫. દુઃખને અદીનભાવે સહન કરતા રહેવાથી આપણામાં અંદર રહેલી દિવ્યતા પ્રગટવાનું બની શકે છે, જેના અંતે મુક્તિસર્વ બંધનોથી છૂટવાનું પ્રાપ્ત કરી શકાય છે.
૬. હુંપણાથી અંધ નહીં બનવું. જે જ્ઞાનની દવા અન્યને આપવા આપણે તત્પર બનીએ છીએ તે દવા આપણે જાતે જ પ્રથમ પહેલાં લેવી જોઈએ.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૦ ]
સુપુત્રીને ખરા કરિયાવરરૂપ દશ હિતશિક્ષાઓ.
૧. જે બહેન ! શ્વસુરગ્રહવાસી થઈ તારે અંદરને અગ્નિ બહાર કાઢવો નહીં અર્થાત્ સાસરીયાને દોષ દીઠામાં આવે તો એની બીજાને મેઢે વાત ઉચ્ચારવી નહીં.
૨. બહારનો અગ્નિ અંદર આણુ નહીં અર્થાત્ પાડોશી સાસરીયાનું વાંકું બેલે તો અમુક માણસ તમારી આમ વાત કરતું હતું ” એમ ઘેર આવીને કહેવું નહીં.
૩. જે આપે તેને જ આપવું-કોઈ કાંઈ વસ્તુ માગવા આવે તે એ પાછી આપી જાય એમ હોય તો જ એને આપવી.
૪. ન આપે એને ન આપવું-માગી ચીજ પાછી ન આપે એને ન આપવી.
Page #285
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬ ]
શ્રી કપૂરવિજયજી
૫. આપે એને અને ન આપે એને ય આપવું–સગાંવહાલાં કે મિત્રા પાછુ આપી શકે કે ન આપી શકે તે પણ એને આપવું.
૬. સુખે બેસવુ–સાસુસસરા વિગેરે મેટેરાંને જોઇને ઉઠવુ પડે ત્યાં બેસવું નહીં.
૭. સુખે જમવું-મેટેરાં જમ્યા પછી જમવું.
૮. સુખે સૂવુ-મેટેરાં સૂતા પછી સૂવું.
૯. અગ્નિની પરિચર્ચા કરવી-માટેરાંની સેવા કરવી. ૧૦. ગૃહદેવતાને નમવું–મેટેરાંને દેવ જેવા સમજવા.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૦ ॰ ]
પ્રશ્નાત્તરરૂપે સાધ.
પ્ર-શ્રોત્ર( કર્ણ ) ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી જીવ શું ફળ ઉપાજૅ ?
ઉ-શ્રોત્ર ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી સારાં-નરસાં, પ્રિય– અપ્રિય, નરમ-ગરમ શબ્દો સાંભળવામાં આવતાં રાગ-દ્વેષને નિગ્રહ થાય, તેથી નવા કર્મ ન બંધાય ને પૂર્વ અવિવેકથી આંધેલાં કર્મની નિર્જરા થાય.
પ્ર-ચક્ષુ( આંખ ) ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી જીવ શુ ફળ ઉપાજે?
ઉ-ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી સારાં-નરસાં, પ્રિય અપ્રિય, રૂપ-વણું જોવામાં આવતાં તેમાં રાગ--દ્વેષ થવા ન પામે;
Page #286
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૪૭ ]
તેથી નવાં કર્મ ન બંધાય ને પૂર્વે અવિવેકથી બધાયેલાં કર્મની નિર્જરા થાય.
પ્ર૦–ઘ્રાણુ( નાસિકા ) ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી જીવ છુ ફળ ઉપાર્જ ?
ઉ-ઘ્રાણુ ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી સારાં-નરસાં, સુગધીદુર્ગંધી પદાર્થોના સંચાગ થતાં તેમાં રાગ-દ્વેષ થવા ન પામે, તેથી નવા કર્મ બંધાતાં નથી અને પૂર્વે અજ્ઞાનવશ બંધાયેલાં ક આછા થાય છે.
પ્ર-જિહ્વા( જીલ ) ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી જીવ શુ ફળ ઉપાજે ?
ઉ—જિહ્વા ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી સારાં–નરસાં, પ્રિય– અપ્રિય, મીઠા, ખારા, ખાટા, તીખા, કડવા, કસાયલા રસવાળા પદાર્થ ખાવા-પીવામાં આવતાં તેમાં રાગ-દ્વેષ થવા ન પામે, તેથી નવાં કર્મ બંધાય નહીં અને પૂર્વે અજ્ઞાનવશ બંધાયેલાં પાપકર્મ ક્ષય થવા પામે.
પ્ર—સ્પર્શ ઇન્દ્રિયના નિગ્રહ કરવાથી જીવ શું ફળ ઉપાજૅ ?
ઉ-સ્પર્શી ઇન્દ્રિયને કાષ્ટ્રમાં રાખવાથી સારાં-નરસાં, પ્રિય– અપ્રિય, સુવાળા—બરસટ વિગેરે અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શીવાળા પદાર્થોના સ ંચાગ થતાં તેમાં રાગ-દ્વેષ થવા નથી પામતા, તેથી નવાં કર્મ નથી ખંધાતાં, તેમ જ પૂર્વે અજ્ઞાનવશ અંધાચેલાં કર્મ છૂટવા ઓછા થવા પામે છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮]
શ્રી કરવિજયજી પ્ર-ધને જય કરવાથી જીવ શું ફળ ઉપાજે ?
ઉ–કોધને જય-પરાજય કરવાથી ક્ષમાગુણની પ્રાપ્તિ થાય, વળી કેધ કરવાવડે વેદવા–ભેગવવા ગ્ય કર્મ ક્રોધને જય કરવાથી ન બંધાય અને પૂર્વે મેહ–અજ્ઞાનવશ બંધાયેલાં કર્મને અંત થવા પામે.
પ્ર–માન(અહંકાર)નો જય કરવાવડે જીવ શું ફળ ઉપાર્જ ?
ઉ૦–અહંકારને ટાળવાવડે મૃદુતા, નમ્રતા, સભ્યતા, વિનયતા આવે, તેથી નવાં કર્મ બંધાતા અટકે અને પૂર્વે મોહ અજ્ઞાનવશ બંધાયેલાં કર્મ ખપે-ઓછાં થવા પામે.
પ્ર-માયા-કપટ તજવાથી જીવ શું ફળ ઉપાર્જે?
ઉ૦-માયા-કપટ તજવાથી, સરલભાવ, ભદ્રિકતા, સરલતા પ્રાપ્ત થાય તેથી નવાં કર્મ બંધાતાં અટકે અને પૂર્વે મેહઅજ્ઞાનતાથી બંધાયેલાં અશુભ કર્મો ઓછો થવા પામે.
પ્ર-લેભ (અસંતોષ) તજવાથી જીવ શું ફળ ઉપાશે ?
ઉ-લેજ (તૃષ્ણ) તજવાથી જીવ સંતેષ ગુણ પામે, તેથી નવાં કર્મ બંધાતા અટકે અને પૂર્વે મેહ–અજ્ઞાનતાવશ બંધાયેલાં અશુભ કર્મો ઓછાં થવા પામે.
પ્ર-રાગ-દ્વેષ ને મિથ્યાત્વદર્શનને તજવાવડે જીવ શું ફળ ઉપાજે?
ઉ–રાગ-દ્વેષ ને મિથ્યાત્વદર્શનને તજવાથી સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવા આત્મા ઉજમાળ બને અને આઠે પ્રકારના કર્મને છેદ કરવામાં પ્રથમ અઠ્ઠાવીશ પ્રકારના
Page #288
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૨ :
[ ૨૪૯ ]
મેહનીય કર્મને અનુક્રમે ખપાવે તથા પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય, નવ પ્રકારના દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અતરાયકર્મીને એક સાથે ખપાવે. ત્યારબાદ પ્રધાન, અનંત, પરિપૂર્ણ, આવરણુ રહિત, વ્યાઘાત રહિત, વિશુદ્ધ, લેાકાલેાકપ્રકાશક કેવળજ્ઞાન-દર્શન ઉપાર્જ, ચાત્ સર્વ અઘાતિકના પણુ અંત કરીને જીવ અકર્મા–સંપૂર્ણ કર્મ થી મુક્ત થાય.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૧]
શાસ્ત્ર શબ્દના અર્થ વ્યાકરણવેત્તાએ રાસૢ ધાતુ ‘અનુશાસન ’ અર્થ વાળે ગણ્યા છે અને ત્રૈ ધાતુ સર્વ શબ્દવેત્તાએએ ‘ પાલન ’ અર્થમાં નિશ્ચિત કર્યો છે.
જેથી રાગ-દ્વેષવડે ઉદ્ધત ચિત્તવાળા જીવાને સદ્ધર્મને વિષે સારી રીતે અનુશાસન કરે છે અને દુ:ખથકી સારી રીતે મચાવી લે છે તેથી તેને સતપુરુષ શાસ્ત્ર કહે છે.
અનુશાસન કરવાનું સામર્થ્ય અને નિર્દોષ એવા રક્ષણ કરવાના મળથી જે યુક્ત હાય તે જ શાસ્ત્ર કહેવાય છે અને ઉક્ત શાસ્ત્ર સર્વજ્ઞનાં વચનરૂપ જ હાઇ શકે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૨ ]
Page #289
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૦ ]
શ્રી કપૂરવિજયજી આરાધક ભાવની દશા ક્ષમાદિક દશવિધ ધર્મ અને આવશ્યક વેગને વિષે ભાવિત આત્મા પ્રમાદ રહિત વર્તતે સમ્યકત્વ-દર્શન, જ્ઞાન અને ચારિત્રને આરાધક થાય છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે આરાધના ઉક્ત રત્નત્રયીની થઈ શકે છે અને તેના આરાધક અનુક્રમે આઠ, ત્રણ અને એક ભવે સિદ્ધ થાય છે–મોક્ષ પામે છે.
તેની આરાધના કરવામાં તત્પર એવા મુનિએ ઉક્ત રત્નત્રયીનું આરાધન કરવામાં સાવધાન એવા સાધુજનની અને જિનેશ્વરની ભક્તિ, સહાય અને સમાધિ કરવાવડે કરીને તેમાં વિશેષ યત્ન કરવો યુક્ત છે.
આત્મગુણને અભ્યાસ કરવામાં તત્પર, પરપ્રવૃત્તિમાં અંધ, મૂક અને બધિર તથા મદ-મદન, મોહ-મત્સર, રોષ અને વિષાદવડે કરીને અજિત, શાન્ત અવ્યાબાધ સુખના અભિલાષી તથા સાધુધર્મને વિષે સુસ્થિરતાવંત એવા મુનિને દેવ મનુષ્ય યુક્ત આ સકળ લેકને વિષે શી ઉપમા આપી શકાય?
સ્વર્ગનાં સુખ પરોક્ષ છે અને મોક્ષનું સુખ તે અત્યન્ત પરોક્ષ છે, છતાં નહીં પરવશ તથા નહીં વ્યયપ્રાપ્ત એવું પ્રશમ-સમતાજનિત સુખ તે પ્રત્યક્ષ છે.
મદ, મદન(કામવિકાર)ને સર્વથા જીતનારા, તન, મન, વચનના દેષરહિત અને નિ:સ્પૃહ એવા સુવિહિત સાધુઓને અહીં જ મેક્ષ છે.
" [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૨]
Page #290
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૫૧ ]
ખરું સુખ.
૧. જે સુખ આત્માને આધીન છે તે સ્વતંત્ર સ્વાભાવિક સુખ જ સાચું સુખ છે, બાકીનું બધું પરાધીન સુખ ફક્ત કલ્પિત, તુચ્છ અને ક્ષણિક—જોતજોતામાં હતુ–નહાતુ થઇ જાય એવુ વૃથા નામમાત્ર સુખ છે.
૨. મેટા તેજસ્વી રાજાએને પણ અન્ય વસ્તુ(રાજ્યાદિક)ને આધીન જે સુખ છે તે ઉપાધિમય હાઇ કષ્ટરૂપ જ છે, એમ વિચારી આત્માને આધીન જે સ્વાભાવિક સુખ છે તેને જ સ્વીકાર કરવા ઘટે છે.
૩. આત્માને આધીન તે જ સુખ અને પરાધીન સઘળુ દુ:ખ સમજનારા ક્ષણિક અને કલ્પિત એવા તુચ્છ વિષયાક્રિક સુખમાં કેમ મુંઝાય ? તેમાં તેએ કેમ રતિ-પ્રીતિ–આસક્તિ ધારણ કરે ?
૪. નિ:સંગતા–વિરક્તતાથી માક્ષદાયક ખરું સુખ સાંપડે છે અને પરમાં રતિ–પ્રીતિ-આસક્તિ કરવાથી સંસારની વૃદ્ધિ કરનારું જન્મમરણુજનિત અનંત દુઃખ પ્રાપ્ત થાય છે.
૫. જ્ઞાની–વિવેકી જનેા ગમે તેવા સુખ-દુ:ખ પ્રસ ંગે સિંહવૃત્તિ ધારણ કરી સમતાયેાગે કમ'ની ભારે નિજ રા કરે છે અને અજ્ઞાની– અવિવેકી જના નીચ શ્વાનવૃત્તિવડે નવા કર્મબંધ કરતા રહે છે.
૬. જ્ઞાની–વિવેકી જના પ્રાપ્ત પુન્યસામગ્રીના સારામાં સારા ઉપયાગ કરી પેાતાનુ કલ્યાણ સાધે છે પણ અજ્ઞાની-અવિવેકી જના તેને વૃથા ગુમાવે છે અથવા સ્વચ્છંદપણે તેના ગેરઉપચેાગ કરે છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
[ ર૫ર ]
શ્રી કરવિજયજી ૭. મહાવીરસ્વામી-પ્રમુખ પરમ પવિત્ર પુરુષનાં ચરિત્ર વાંચી–સાંભળી, તેનું મનન કરી, જેમ બને તેમ શીધ્ર ચેતી, સ્વછંદતા તજી, પ્રમાદ રહિત સત્ય સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરવા માટે સુજ્ઞ જનેએ સફળ પ્રયાસ કરવાનું લક્ષ રાખવું.
[જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૫ ]
ચાર પ્રકારના કર્મચંડાળ શાસ્ત્રકાર કેને કહે છે?
૧ કટ સાક્ષી–ટી સાક્ષી પૂરી બીજાને અન્યાય મળે તેમ નીતિને માર્ગ લો પનારે.
૨ સુહુઃ દ્રોહી-વિશ્વાસુ મિત્રને કે સ્વજનને દુખ પડે તેની દરકાર રાખ્યા વગર તેની ગુહ્ય-મર્મની વાત પ્રકાશનાર તેમજ એવાં અછાજતા કૂર કામ કરી તેને દુભવનારો.
૩ કૃતજ્ઞી–અન્ય કેઈએ કરેલા ગુણને ભૂલી-વિસારી તેને ઊલટે અવગુણ-નુકશાન કરનાર થઈ ઉપકારને બદલે અપકાર કરી બહુ મલિનતા આદરના અને - ૪ દીર્ઘ રોષવાન–અત્યંત આકરો કેધ રાખી સ્વપરને સંતાપ ઉપજાવનારે
એ ચારેને શાસ્ત્રકાર કર્મ–ચંડાળ કહે છે. પાંચમો જાતિચંડાળ હોય તેમાં એવા દુર્ગણ ન હોય તો તે પહેલા ચાર કરતા સારો ગુણવાન હોઈ શકે છે અને ઉત્તમ કુળ કે જાતિમાં જન્મ પામ્યા છતાં પૂર્વે કહા તેવા અધમ આચરણ સેવાય અને તેવાં નીચ આચરણ કઈ રીતે ન જ જાય છે તે કર્મચંડાળ તરીકે લેખાય છે. તેવા દુષ્ટ કર્મ કરવાથી આ લોકમાં
Page #292
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૫૩ ]
તેમ જ પરલેાકમાં જીવને બહુ હાનિ થવા પામે છે, તેથી તેનાથી બચવા ઇચ્છનારાઓએ તેવાં નીચ આચરણના તરત જ ત્યાગ કરવા જોઇએ.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૫.]
સાપ.
૧. લાભ-તૃષ્ણાવડે અંધ થયેલા મનુષ્યા હિત કે અહિત જોઇ-જાણી શકતા નથી; પરં તુ બુદ્ધિવંત મનુષ્યા સ ંતાષરૂપી ભવ્ય અજનને પામી સ્પષ્ટ રીતે પેાતાના હિતાહિતને જોઇ શકે છે.
૨. વિચક્ષણ પુરુષા સતાષરૂપી શ્રેષ્ઠ રત્નને પામી મેાક્ષરૂપ સન્માર્ગ માં ગમન કરીને સુખી થાય છે, તેથી સુવિવેકવડે લાભ તૃષ્ણાના ત્યાગ કરીને સંતાષ જ રાખવા ઘટે છે.
૩. તૃષ્ણારૂપી તાપથી સ ંતપ્ત થયેલા મનુષ્યને સુખ-શાંતિ કયાંથી હાય ? જેએ ધનના સંચય કરવામાં જ આસક્ત રહે છે તેઓને સદા દુ:ખ જ પ્રાપ્ત થયા કરે છે.
૪. સંતાષી જ સદા સુખી અને અસતેાષી સદા દુ:ખી છે. આ પ્રમાણે તે બંનેનું અંતર-તફાવત જાણીને સંતાષમાં જ પ્રીતિ ધારવી ચેાગ્ય છે. એથી ભવભ્રમણ ઓછુ થવા પામે છે.
૫. સંતાષી મનુષ્યા જ ખરા ધનાઢ્ય છે; કેમકે તેમને પરની પાસે દીનતા કરવી પડતી નથી. મહાન પુરુષાને કાઇ પાસે દીનતા—યાચના કરવી એ ભારે લઘુતાનું –હલકાઇનું કારણ થવા પામે છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૪ ]
શ્રી કરવિજયજી A ૬. તૃષ્ણાના તાપને સંતોષ–જળ વગર શાંત કરવા કઈ સમર્થ થઈ શકતું નથી.
૭. સંતોષ–અમૃતનું સેવન કરનારને માનસિક દુખ રહેવા પામતું નથી, તેથી તે મોક્ષને અધિકારી થવા પામે છે અને પિતે ઊંચી પદવી પામી અન્ય જનોને પણ માર્ગદર્શક બને છે.
૮. મુમુક્ષુ અને લેભને નાશ કરવા સંતેષ ગુણને ધારણ કરે છે, દુઃખની શાન્તિ કરવા માટે વૃતિ–સમતા ગુણને ધારે છે અને તપની પુષ્ટિ માટે જ્ઞાન ગુણને ધારણ કરે છે.
૯. જ્ઞાનીઓએ ઠીક જ કહ્યું છે કે “તૃષ્ણ જે કઈ મેટ વ્યાધિ નથી અને સંતોષ ઉપરાંત બીજું કઈ ઉત્તમ સુખ નથી.” એ હિતવચનને યથાર્થ રીતે અનુસરનારને શી ખામી રહે? કશી ન રહે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૬ ]
પ્રકીર્ણ બેધ. (૧) શિક્ષા-શીલ-બોધ ગ્રહણ કરવા લાયક કેણ કહેવાય? ૧. જેને હસાહસ કરવાની ટેવ (પ્રકૃતિ) ન હોય. ૨. જે ઈન્દ્રિયોને સદા ય કાબૂમાં રાખનાર હોય. ૩. જે પરના મર્મ પ્રકાશે નહીં અથવા માર્મિક વચન બોલે નહીં. ૪-૫. જે દેશથી કે સર્વથી શીલ-સદાચાર–સંયમને વિરાધે નહીં. ૬. જે ઈન્દ્રિયના વિષયેમાં અતિ લુપતા કરતો ન હોય. ૭. જે ક્રોધ-કષાયને કરતે-ઉદરતે ન હેય. ૮. પ્રિય અને પથ્ય એવા સત્ય વચનને જ વદતે હેય.
Page #294
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨
[ ૨૫૫ ] (૨) કેવા દેથી છવ બેધ ગ્રહણ કરવાને નાલાયક
લેખાય ? ૧ ક્રોધ અને અભિમાનથી, ૨ મેહમૂઢતાથી, ૩ વિકથાદિક પ્રમાદથી, ૪ રાગના ઉપદ્રવથી અને ૫ આળસુપણાથી જીવ બંધને નાલાયક ઠરે છે. (૩) કેવા આચરણેથી જીવ અવિનીત કરે અને મોક્ષને
પામી ન શકે ? ૧. વારંવાર ક્રોધ-કષાય કરે ને ઉદીરે. ૨. લાંબે વખત ક્રોધ રાખ્યા કરે. ૩. મિત્રતા ન સાચવે અને સ્વાર્થઅંધતા ને સ્વચ્છંદતાવશ
કૃતધ્રતા કરે. ૪. શાસ્ત્ર ભણીને ગર્વ કરે.. ૫. પોતે કરેલાં પાપ બીજાએ કરેલાં છે એમ કહે. ૬. સ્વજન-મિત્રો ઉપર પણ કેપ કરે. ૭. જેની ગાઢી મિત્રતા હોય તેની પાછળ પણ છાનું પાપ
રહસ્ય પ્રકાશ અને મેઢે મીઠું બોલે. ૮. સંબંધ વગરનું બેલે અથવા અનિશ્ચયકારી ભાષા બોલે. ૯. મિત્ર-સ્વજનાદિકનો દ્રોહ કરે. ૧૦. અતિ અભિમાન-ગર્વ રાખે. ૧૧. અતિભ-તૃષ્ણ-રસલુપતા રાખે. ૧૨. ઇન્દ્રિયને વશ ન રાખે.
Page #295
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬ ]
શ્રી કપૂરવિજયજી ૧૩. બીજા સાધુઓને પિતે લાવેલે આહાર આપ્યા વગર
એકલે વાપરે. ૧૪. જેની તેની સાથે અપ્રીતિ ઉપજાવે. (૪) કેવા આચરણેથી જીવ સુવિનીત લેખાય? ૧. જ્ઞાની–ગુરુ-વડીલથી નીચા આસને નમ્રતાથી બેસવાનું રાખે. ૨. અનેક પ્રકારની ચપળતા તજી સ્થિરતા ગુણને આદરતા રહે ૩. માયા-કપટ-શઠતા તજી સરલતાથી રહેણીકહેણુમાં
એકતા સેવે. ૪. કુતૂહલ કરવાની કે જેવાની ટેવ તજી વિકસર વર્તવાનું રાખે. ૫. તિરસ્કારયુક્ત વચન ન બેલે. ૬. લાંબો વખત ક્રોધ ન રાખે. ૭. મિત્રતા ચાહે તેની સાથે મિત્રતા રાખી નિર્વાહ. ૮. જ્ઞાન પામીને મદ–અહંકાર ન કરે. ૯ પિતાના પાપ-અપરાધ બીજાને માથે ન નાંખે–આળ ન ચડાવે. ૧૦. મિત્રની ઉપર કોપ ન કરે. ૧૧. અપ્રીતિકારી–અપરાધી મિત્રનું પણ પાછળ ભલું બેલે
બૂરું ન બોલે. ૧૨. કલેશ કંકાસથી દૂર રહે. ૧૩. બુદ્ધિશાળી (તત્વજ્ઞ) અને ઉત્તમ જાતિ-કુળવાળે તથા યોગ્ય
વર્તનવાળે હાય. ૧૪. લજજાવંત હેય. ૧૫. ગુરુસમીપે અરબસર બેસે-મર્યાદાસર વર્ત.
Page #296
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૨૫૭ ]
એ પંદર સ્થાને વતાં સુવિનીત લેખાય. જે સદા ગુરુકુળવાસમાં વસે, યાગ-ઉપધાન સહિત શાસ્ત્રાભ્યાસ કરે તેવા તેમ જ સહુને પ્રિયકારી અને પ્રિયવાદી એવા શિષ્ય ગુરુ પાસેથી હિતશિક્ષા મેળવવાને ચેાગ્ય છે
[ જૈ. . પ્ર. પુ. ૪૭, પૃ. ૧૫૩ ]
અમૂલ્ય બાધવચને.
૧. દુ:ખ કે રોગને કાંઇ ઇશ્વરે ઉત્પન્ન કર્યા નથી, પરંતુ આપણા કનાં કરેલાં હાય છે તેથી તે માટે બડબડાટ કરવા નકામા છે.
૨. લેાકેાને રાગવશ થયા પછી રોગમુક્ત કરવા એના કરતાં તે રાગી જ થાય નહીં એવા (યેાગ્ય ) ઉપાયેા સૂચવવા એ જ ઉત્તમ વૈદ્યના ધધા હાવા જોઇએ.
૩. આપણા વિચારો અને કલ્પનાઓની હદ એ જ આપણા વિકાસની હદ ( સમજવાની ) છે.
૪. વિચારે અને ભાવનાઓની અમુક હદમાં રહીને આપણે આપણી જ ઉન્નતિની આડે એવી દિવાલે બાંધીએ છીએ કે જેની પેલી બાજુ આપણાથી જઇ શકાય જ નહી.
પ. આનંદી સ્વભાવ શ્રેષ્ઠ ઔષધનું કામ સારે છે.
૧૭
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૬ ]
Page #297
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૮ ]
શ્રી કપૂરવિજયજી મંગે સમર્પણ–ધર્મ અથવા શાન્ત આત્માપણ
સેવારસિક એક બાલિકાનું જીવન ધ્યેય સાંભળી સમજી, એક કીર્તિના લેભી પંડિતજી ઉપર અજબ અસર થઈ આવી. કીર્તિની ઝંખના નહીં પણ શાન આત્મસમર્પણ” એ શબ્દ પંડિતજીના કાનમાં રણકી રહ્યા, તેમની છાતીમાં એ શબ્દ કેતરાઈ રહ્યા. પંડિતજીએ પુસ્તક લખવાનું છેડી દીધું. તેમણે કીર્તિને માટે વલખાં મારવાનું મૂકી દીધું. તેમણે તેમને જરીને શિરપેચ અને સુવર્ણના કીર્તિપદકે ઉતારી નાખ્યાં. કીર્તિની ઝંખના નહીં,પણ શાન્ત આત્મસમર્પણની સાધના તેમણે આદરી (શરૂ કરી).
સાર–કીર્તિ નહીં પણ મૂંગે ત્યાગ જ આજના ભારતનું તરુણ હિન્દીઓનું જીવન–ધ્યેય હોવું જોઈએ. આત્મસમર્પણની ભાવના જ આ યુગને જીવનમંત્ર હવે જોઈએ. એ મંત્રમાં જ આજના ઘવાયેલા–જખમી થયેલા ભારતવર્ષને નવજીવન આપવાનું બળ રહ્યું છે. કીર્તિના કામી નહીં પણ શાન્તસમર્પણ ધર્મના જ અનુયાયી કેટલા હિન્દીએ આજે ભારતમાતાની મઢુલીમાં ચૂપચાપ સેવાકાર્ય કરવા તૈયાર છે?
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૬] સ્વાર્થઅંધતા તજી, સ્વપરહિતકારી માર્ગ જ
આદરે જોઈએ. આપણું સહુના શ્રેય: સાધન માટે એકાન્ત હિતકારી જ્ઞાની પુરુષોએ મિત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતા રૂપ ચાર ઉદાર ભાવના સદા ધારવા માટે ઠેકાણે ઠેકાણે ભાર દઈને બોધ આપેલો છે, તે આપણે સ્વાર્થી બની વિસારી મૂકી,
Page #298
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૫૯ ]
સ્વચ્છ દપણે ચાલતા રહી, કૃતઘ્ન અનવું ન જોઇએ. તેમના નિ:સ્વાર્થ ઉપદેશને સર્વ પ્રયત્ને આદર કરી આપણે સ્વપરહિતમાં વધારેા કરવાથી જ કૃતજ્ઞ બનશું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૬ ]
મેધ વચના.
૧. પતિના જીવનની સુધારણા શાણી સ્ત્રીએ કરવી જોઇએ અને સ્ત્રીના જીવનની સુધારણા શાણા પતિએ કરવી જોઇએ. એમ કરવાથી સ્વપરહિત સુખે સધાય છે એટલે તેની ઉપેક્ષા કરવી ન જોઇએ.
૨. સંપથી વવામાં કેવું ઉત્તમ સુખ છે અને કુસંપથી વવામાં કેટલું ખરું દુ:ખ છે એ અનુભવગમ્ય હાઇ ખરા મા સહુ શાણા ભાઇબહેનેાએ હૅાંશથી આદરવા જોઇએ.
૩. સમયેાચિત કેળવણી પામ્યાથી અને તથાવિધ સદ્વૈત નથી તેવા સ્ત્રી-પુરુષાની સમાજ ઉપર બહુ સારી છાપ પડી શકે છે. ૪. તુચ્છ સ્વાર્થ ને વશ થઇ જતાં ભલભલા ભાઇબહેનેાની બુદ્ધિ ગડે છે.
૫. વિદ્યાભ્યાસીને વિદ્યાભ્યાસમાં ખાદ્ય અને અતરંગ શુભ સાધના મેળવી લેવાની જરૂર છે, તેા જ વિદ્યા ભલી રીતે સાંપડે છે અને સફળતાને પામી શકે છે.
૬. સ્વાર્થ બુદ્ધિથી ધર્મકાર્ય કરનાર કરતાં નિઃસ્વાર્થ બુદ્ધિથી ધર્મ કાર્ય કરનાર મહાત્ લાભ મેળવી શકે છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૦ ]
શ્રી કપૂરવિજયજી
૭. કૃતજ્ઞ–ઉપગારીના ઉપગારને વિસરી ન જતાં અને ત્યાં સુધી તેને પ્રત્યુપકાર કરવા લક્ષ રાખવું; કૃતન્ની તેા ન જ થવું. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૮ ]
વ્યવહારશુદ્ધિ સાચવવા સુજ્ઞજનાએ રાખવું જોઇતું પૂરતું લક્ષ્ય.
૧. શરીર-શુદ્ધિ, વસ્ર-શુદ્ધિ, મન-શુદ્ધિ, સ્થાન–ભૂમિકાશુદ્ધિ, ઉપગરણ–શુદ્ધિ, દ્રવ્ય-શુદ્ધિ અને વિધિ-શુદ્ધિ એમ સાતે શુદ્ધિ સાચવી શાસ્ત્રાક્ત મર્યાદા મુજબ શુદ્ધ દેવ, ગુરુ ને સઘ-સાધીજનાની સેવા-ભક્તિ સદા ય કરવી કહી છે.
૨. નવીન જિનમંદિર કરાવવા કરતાં જીર્ણોદ્ધારમાં આઠગણું ફળ કહ્યું છે. આખ્ત વચનાને આદર કરી જર્ણોદ્ધાર તરફ વિશેષ લક્ષ્ય આપવું જોઇએ.
૩. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે સાધારણુદ્રવ્યની રક્ષા તથા ઉપયાગ કરવાની મર્યાદા દ્રવ્યસિત્તરી પ્રમુખ ગ્રંથાથી કે ગુરુમુખથી બરાબર જાણી લઇ તે સંબધી કઇ પણ ગેરવ્યવસ્થા થતી હાય તે ડહાપણથી દૂર કરવી જોઇએ.
૪. ઉપરાક્ત દ્રવ્યરક્ષા ઉપરાન્ત અત્યારે કઇક પ્રકારના ધર્માદા ફૂડ વિગેરે દ્રવ્યની પણ રક્ષાને માટે તેની યથાયેાગ્ય ઉપયાગ કરવામાં થતી ગેરવ્યવસ્થા દૂર થવાની જરૂર છે.
૫. ઉક્ત દ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી ને કેવી રીતે ન કરવી ? તે બાબત પણ બહુ બહુ જાણવા જેવું ને બારીકીથી સમજવા જેવું છે. તે જાણવા-સમજવા અને તેને અનાદર કરવામાં થતી ઉપેક્ષા લાગતાવળગતાઓએ દૂર કરવાની જરૂર છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૬૧ ]
૬. આવાં દ્રવ્યની વ્યવસ્થા કરવા વિધિકુશળ, ખાહેાશ, શ્રદ્ધાળુ ને ઊંડી લાગણીવાળા, ઉદાર દિલવાળા, સુખી ને સાવધાન સગૃહસ્થાની જ ખાસ જરૂર છે.
૭. જેમને ઉક્ત દ્રવ્યની યેાગ્ય વ્યવસ્થા કરવાનું જ્ઞાન જ ન હેાય તેથી જે સ્વચ્છંદપણે તેના વ્યયાદિક કરે તેવા અકુ શળ વ્યવસ્થાપકેા પાસેથી શી સારી આશા રખાય ?
૮. અકુશળ જનાને આવા જોખમવાળાં કામ સોંપવા નહિ અથવા તેમણે જાતે જ પેાતાની ખામી વિચારી તે હાથ ધરવા નહીં. પેાતાનાથી અધિક ચેાગ્યતાવાળાઓને તેવાં કામ પ્રેમપૂર્વક સંભાળવા નમ્રતા સાથે વિનવણી કરવી.
૯. કુશળ માણસાને કામ કરતાં આવડે છે ને પેાતાની જવાબદારીનું તેમને ભાન હૈાય છે તેથી તેએ સાવચેતી રાખી સાવધાનપણે ડહાપણથી પેાતાનુ કામ કરી શકે છે; ત્યારે અકુશળ છતાં સત્તાપ્રિય જનેા પાતે હાથ ધરેલાં કાર્યને સ્વચ્છંદ આચરણથી ઊલટા બગાડી મૂકે છે. આવાં આચરણથી તેઓ લાભને બદલે તાટા મેળવતા હાય છે.
૧૦. જેમને શાસનની ને સમાજની ઉન્નતિ માટે દિલમાં દાઝ હોય તેમણે પેાતાનામાં તથાવિધ યેાગ્યતા તપાસી જાતે જ તેવાં કામ નિ:સ્વાર્થ પણે કરી સારા દાખલેા બેસાડવા અને પેાતાનામાં તેવી ચેાગ્યતા ન હૈાય તે જેમનામાં તેવી ચેાગ્યતાની ખાત્રી હાય તેમના જ માથે તેવા પરમાના કામને કળશ ઢાળવા, જેથી કાર્ય સરલ ને સુંદર થાય.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૦૬ ]
Page #301
--------------------------------------------------------------------------
________________
[ ર૬૨ ]
શ્રી કરવિજયજી ગુણગ્રાહી સજન પ્રત્યે ડીએક સમયેચિત સૂચના.
૧. પર્યુષણ પ્રસંગે તેમ જ બીજા અનેક પ્રસંગે આપણામાં નવકારશી પ્રમુખ બીજા કઈક નાના મોટા જમણવારો થાય છે, તે પ્રસંગે આપણા દયા-અહિંસા ધર્મને દાવો કરનારને છાજે તેવી સુઘડતા, સ્વચ્છતા, નિયમિતતા અને નિર્દોષ સાત્વિકતાને સડ અમલ કરી શકીએ એમ થવું જોઈએ તેને બદલે ઘણે
સ્થળે અને ઘણું વખત એથી ઊલટી સ્થિતિ અનુભવાય છે તે દુઃખની વાત છે. ખાનપાનમાં જોઈતી સઘળી શુદ્ધિ સચવાય તે સાથે જયણા–દયાધર્મ સચવાય તેવી પૂરતી દરકાર રહેવા પામે તો વાસ્તવિક લાભ થાય.
૨. હેરને પાણી પીવાના અવેડા જેવું ગંદું (એક બીજાએ બટેલું-એંઠું કરેલું) જળ આપણા જ ઘરે હરહંમેશ પીવાનો પડેલે ઢાળ તજી તેમાં રાખવી જોઇતી શુદ્ધિની દરકાર ન કરાય ત્યાં સુધી આપણામાં મનુષ્યપણું આવ્યું કેમ લેખાય ? વધારે નહીં તો રસોઈ કરવામાં તે જરૂર અબોટ પાણી જ વપરાય તે સારું. એક બીજાનું બેટેલું એઠું પાણી પેટમાં જવાથી કઈક વખત એક બીજાના ઝેરી રોગનો ચેપ લાગવાને પણ સંભવ રહે છે. આરોગ્યની દષ્ટિથી પણ એવા દેષ ટાળવાની જરૂર છે.
૩. જે કોઈ શુદ્ધિ સાચવતા હોય તેમની પ્રશંસા કરી બીજા પણ તેનું અનુકરણ કરે તેમ વર્તવું, તેમની હાંસી તો ન જ કરવી.
૪. આહાર તે ઓડકાર ખાનપાનની શુદ્ધિથી આપણી બુદ્ધિ સુધરતાં આપણું ભાવના સુધરશે અને આપણે સાચે માગે ચઢશું.
Page #302
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૬૩ ] ૫. આપણા તન, મન ને વચનની પવિત્રતા સચવાય ને તેમાં વધારે થાય તેવી ચીવટ દરેક સાચા સુખના અથી ભાઈબહેને એ જરૂર રાખવી. પિતાની સંતતિને સુધારવાનું ને ઊંચી ગતિ પામવાનું એના જેવું સરલ સાધન બીજું જણાતું નથી.
૬. નાનપણથી બચ્ચાઓમાં સારા બીજ-સંસ્કાર નાખવા, જેથી ભવિષ્યમાં બહુ જ સુંદર પરિણામ થવા પામે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૦૭ ]
શ્રાવક યોગ્ય વ્યવહારુ શિક્ષા.
( ૧ ) સુગુરુનું આવાગમન, સત્સમાગમ, જિનચૈત્ય, સમાન ધમીએની વસ્તિ, આજીવિકાના અપારંભવાળાં સાધનો, રાજપ્રજા વચ્ચે પ્રેમ, પ્રજાને હિતકારી રાજનીતિ, હવા-પાણી અને ધાન્ય વિગેરેની અનુકૂળતા અને શ્રેષ્ઠતા, તથા કુશળ અને નિર્લોભી વૈદ્ય-એટલાં વાનાં જે ગામમાં હોય તે ગામમાં શ્રાવકે વસવું; કેમકે સુગુરુના વંદન અને તેમના ગુણેના બહુમાનથી પાપને નાશ, સત્સમાગમથી દોષ અને કુબુદ્ધિને નાશ, જિનચિત્યના દર્શન પૂજા વિગેરેથી મિથ્યાત્વનો નાશ, સાધર્મિકની વસ્તિથી સંસારમાં સારભૂત એવું સાધમી–વાત્સલ્ય અને સમ્યગ દર્શનમાં પરસ્પર સ્થિરીકરણ–વૃદ્ધિકરણ વગેરેનો લાભ, અપારંભવાળી આજીવિકાથી પાપ અને ભવભ્રમણની ઓછાશ, રાજા-પ્રજાના પ્રેમ અને સુરાજનીતિથી નિર્ભયતા અને સુખે ધર્મારાધનનો લાભ, હવા-પાણી વિગેરે સુખાકારીના સાધનોથી
Page #303
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૪ ]
શ્રી કરવિજયજી શરીર નિરોગતા અને ત્રિકરણ યોગની સ્વસ્થતાનો લાભ, યોગ્ય વૈદ્યથી રોગનો નાશ વગેરે અનેક લાભ થાય છે.
( ૨ ) સ્વસ્થપણે નિર્ભય સ્થાનમાં, અવિષમ ભૂમિ પર, સ્વચ્છ શયામાં, પરિમિત નિદ્રા માટે એકલા સૂવું. પઢીએ ઊઠવું. શગ્યા ત્યાગી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનો જાપ કરો. પિતાની જાતિ, ઉત્પત્તિ, શુદ્ધ સ્વરૂપ, શરીર કુટુંબાદિનો સંબંધ અને ત્યાગ કરવા યોગ્ય તથા ગ્રહણ કરવા ગ્ય વસ્તુનો એકાગ્ર. તાથી બરાબર વિચાર કરવો. પૂર્વના પાપનો પશ્ચાત્તાપ અને પ્રતિકમણ કરવું. ચિદ નિયમ ધારવા. આજના દિવસને યેગ્ય કાર્યનો અનુક્રમ મુકરર કરો. ગત દિવસના અપૂર્ણ રહેલા આવશ્યક કાર્યને આજના કાર્યક્રમમાં મૂકવા. બીજા લાખ કામ મૂકીને પણ હંમેશ ચાર ઘડી સ્વાધ્યાય ધ્યાન કરવું (ભણવું, વાંચવું, વંચાવવું, ભણાવવું વિગેરે અવશ્ય કરવું. ) માફકસર કસરત હંમેશ કરવી. આજે પૂરા કરવા યોગ્ય કાર્યો આજે જ કરવાનો દૃઢ સંકલપ કરવો. પ્રભાતે ઊઠી મળત્યાગપૂર્વક યથાયોગ્ય દેહશુદ્ધિ કરીને જિનમંદિરે જઈ પ્રભુદર્શન, ચૈત્યવંદન પ્રમુખ આનંદ અને ઉત્સાહ સહિત મૂળ ઉદ્દેશને લક્ષ્યમાં રાખી વિધિના ખપી થઈને કરવાં. પછી ગુરુને યથાવિધિ વંદન કરી યથાશક્તિ બાહ્યાભ્યતર તપનું પ્રત્યાખ્યાન કરવું. અચપળ ભાવે ધર્મોપદેશ સાંભળી, વિચારી (મનન કરી ) પિતાની ખામીઓ કમી કરવા બનતું લક્ષ્ય રાખવું.
( ૩ ) ઘરમાં દશ ઠેકાણે ચન્દુવા, સ્વચ્છ હવા અને સૂર્યના
Page #304
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૬૫ ]
પ્રકાશનું આવવું, સામાન વિગેરેની સાફસુફ્ અને સ્વચ્છતા, રસાઇ કરનાર અને પાણી ભરનારની યતના સાથે સુઘડતા, સાત્ત્વિક, ભક્ષ્ય અને નિર્જીવ સ્વચ્છ ભેાજનના પદાર્થો, વિશ્વાસ ચેાગ્ય અને સદાચારી દાસ-દાસીએ વિગેરે મામતેાની અનુ. કૂળતા ખરાખર કરવી.
( ૪ )
સુપાત્ર દાન, અતિથિને સત્કાર, આશ્રિત પ્રાણીઓનુ પોષણ, સાધી વાત્સલ્ય, દીનહીનને અનુક ંપાદાન એટલુ શ્રાવકે અવશ્ય કરી પછી ભાજન કરવા બેસવું.
લેાલુપતા વિના, જીભને માટે નહીં પણ ઉત્તરપૂર્તિ માટે, ભૂખથી કાંઇક એછે, દેહ અને બુદ્ધિને હિતકારી, અતિ ઉતાવળે નહીં તેમ અતિ ધીરે નહીં, સારી રીતે ચાવીને, શાંત અને આનંદી ચિત્તે જીવના અણુાહારી સ્વભાવને વિચારીને, ન છૂટકે, માત્ર દેહના ભાડા માટે, સાત્ત્વિક અને પથ્ય આહાર કરવા. આહાર પહેલાં પાણી પીવુ નહીં મધ્યમાં પ્રમાણે પેત પાણી પીવું અને આહારને અન્તે મુખશુદ્ધિ જેટલું જ પાણી પીવુ. આહારને છાંડવા પડે નહીં, તેમ જ ઊણાદરી થાય એ અને મમતા ધ્યાનમાં રાખવી. ખાતાં ખચમચાટ એલાવવા નહીં; આંગળીએ ટાળીને ખાવું નહીં; ખાવાની ખાખતમાં કેાઇ સાથે સ્પર્ધા કે વાદવિવાદમાં ઉતરવું નહિ; પીવા ચેાગ્ય પદાર્થ પીતાં હસવું નહીં; ખનતાં સુધી જમતાં સૈાન રાખવું; થાળી વિગેરે ધાઇને પી જવુ; સૂર્યસ્વર ચાલે ત્યારે અને ખરી ભૂખ લાગે ત્યારે ઉપરોક્ત વિધિપૂર્વક ભાજન કરવું. જમતાં સુખનેા આકાર બગાડવા નહીં, ખાવાના પદાર્થોને નિંદવા નહીં,
Page #305
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૬ ]
શ્રી કપૂરવિજયજી બનતાં સુધી વખાણ પણ ન કરવાં. જમવાને અંતે જરૂર જણાય તે નિર્દોષ અને હિતકારી મુખવાસ ખાવ. ખાઈને ૧૦૦ પગલાં જેટલું જરૂર ફરવું. દોડાદોડ કે બહુ મહેનતનું કામ જમ્યા પછી તરત કરવું નહીં. અજીર્ણ હોય તે ઉપવાસ કરવાથી અને આહાર, વિહાર અને નિહારમાં નિયમિત રહેવાથી નિરોગી થવાય છે.
( ૫ ) અતિ શીધ્ર, બહુ શ્વાસ ચઢે તેમ ચાલવું નહીં. સામાન્ય ગતિથી, સાડાત્રણ હાથ સુધી દૂર દષ્ટિ રાખીને અન્ય જીવોની યતના થાય તેમ ચાલવું. વાંકા વળી જઈને, હાથ કેડે કે માથે રાખીને, પરની ચેષ્ટા કરતાં, ખાતાં ખાતાં, હાથ બહુ જ ડાલાવતાં, પગ ઘસતાં અને બહુ મડદાર ચાલમાં ચાલવું નહીં. જરૂર હોય ત્યાં, યોગ્ય સમયે, જરૂરની વસ્તુઓ સાથે રાખીને, જરૂરનું કામ હોય તો જ જવું. પરગૃહે નકામા જવું-આવવું નહીં. મન વિનાના, દ્વેષી, અધમ, રાજ્યના કે પ્રજાના ગુન્હેગારને ત્યાં ઘણે ભાગે જવું જ નહીં. સંતાતા કે ડરતા ચાલવું નહી.
વાત કરતાં સામા માણસ સાથે કેવા રૂપમાં વાત કરવી તે ધ્યાનમાં રાખવું. કહેવાના મુદ્દા, પૂછવાની બાબતે પણ અને સરળતાથી કહેવી. મધુર, હિતકારી, સ્વપરને ઉપયેગી, સત્ય, શાસ્ત્રસંમત, સરળતાવાળી, સ્પષ્ટ, પરિમિત અને નિર્દોષ ભાષા બોલવી. સામાનું કહેવાનું બરાબર સાંભળીને, વિચારીને, પોતાને ખબર હોય તેટલે જ, હિતાહિતને ધ્યાનમાં રાખીને જવાબ આપો. વચમાં જલદીથી વગર વિચાર્યું અશુદ્ધ કે
Page #306
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ર૬૭ ] ગરબડભરેલી ભાષામાં બોલવું નહિ અને મર્મભેદક વચને બીલકુલ બોલવા નહીં. પળાય તેટલું, પિતાના જાણવામાં હોય તેથી ઓછું, જરૂર પૂરતું અને તે પણ લાભ હોય તો જ બોલવું. કહેવત છે કે “ભાવે એટલું ખાવું નહીં અને આવડે એટલું બોલવું નહીં. ” બેલેલ બોલ પાછો ગળાતો નથી. બંદુક કે તપ જેવાનો માર કદી રૂઝાય છે, પણ શબ્દનો ઘા મરણાંતે પણ રૂઝાવે મુશ્કેલ છે, માટે જેટલું બેલે તેટલું તોળી તોળીને પરને કડવું ન લાગે અને ગુણ થાય તેવું બેલે. તે સમય ન હોય તો મન રહેવું એ વધારે સારું છે. બે કાને સાંભળીને, બે આંખે જોઈને, મગજમાં વિચારીને, એ પાંચવડે નિર્ણય થયા પછી લાભ થાય તેમ હોય તો એક જીભવડે થોડું જ બોલવું. જીભ બત્રીશ દાંતના કિલ્લા વચ્ચે અને બીડેલ મુખમાં હોવાનું એ જ કારણ છે. એ જ જીભ વડે જગત આખું મિત્ર થાય છે, એ જ જીભ વડે જગત આખું શત્રુ થાય છે. જીભમાં વશીકરણ છે અને જીભમાં ઝેર છે. જગતમાં લેહીની નદીઓ ચાલે તેવા મહાન યુદ્ધો અનંતી વખત થયા છે, તેમાં ઘણે ભાગે જીભલડીની કડવાશ જ મુખ્ય કારણ છે, માટે ખાવામાં અને બોલવામાં જીભને તાબે થવું નહીં, પણ આપણે તેને જ તાબે કરી લેવી. મહાપુરુષોના મુખમાંથી અમૃતના ઝરણાઓ કરે છે, ત્યારે મિથ્યાભિમાની મૂર્ણ જીવોના મુખમાંથી હળાહળ ઝેર જેવાં વચનનો પ્રવાહ નીકળે છે. વચનવડે જાતિ, કુળ અને ધર્મની પરીક્ષા થાય છે. જેની હૃદયની તીજોરીમાં જેવું ભર્યું હોય તેવું જ નીકળે છે. કોયલની વાણીમાં મધુરતા અને કાગડાની વાણીમાં કઠેરતા, જેમાં જે હોય તે જ નીકળે છે; માટે શ્રાવકે શ્રાવકધર્મને શોભા આપનારાં વચને બેલવા
Page #307
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૮ ]
શ્રી કરવિજયજી દીનતાભરેલાં, હીણપત સૂચવનારા અને નિર્માલ્ય વચને કદી પણ બોલવાં નહીં. ભાટ-ચારણે જેવાં ખુશામતભરેલાં અને અસંબંધ વચનનો ઉપયોગ કદાપિ કરવો નહીં. બને ત્યાં સુધી નિરવદ્ય ભાષા જ બોલવી. વાચાળપણાથી, વારંવાર ટોકવાપણાથી અને સમયને અનુચિત ભાષાથી બેલવા કરતાં મન રહેવું વધારે ઉચિત છે. બેલતાં પહેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને લાભાલાભને ખાસ વિચાર કરે; કારણ કે બેલવાથી ઘણાએ બગાડ્યું છે. કોઈની સાથે વિવાદમાં ઉતરવું નહીં, તેમ જાતે અન્ય ધમીઓની સાથે ચર્ચાની ઉદીરણા કરવી નહીં. ધર્મોન્નતિના કારણે પ્રતિપક્ષી સરળ અને જિજ્ઞાસુ હોય તો શાન્તિથી, યુક્તિથી અને પ્રમાણપુર:સર પિતાના જ્ઞાનના પ્રમણમાં ધર્મચર્ચા કરવી. સામા પક્ષને તોડવા ખાતર બેટી યુક્તિઓ કરવી નહીં. સામા પક્ષની જેટલી બાબતો અબાધિત હોય તેને ખુશીથી ગ્રહણ કરવી. ધર્મનીતિને નામે કે સમાજસુધારણાને નામે વાયુદ્ધના અખાડામાં ઉતરવું નહીં. વચનની ટેક દઢ રાખવી. શબ્દમાં કદાચ વિરુદ્ધતા આવતી હોય પણ આશયમાં વિરુદ્ધતા ન હોય તે કદાગ્રહ કરવો નહીં. શબ્દ ભેદમાં આશયભેદ માનવા જેવી એકાએક ભૂલ કરવી નહીં. રાજકથા, સ્ત્રીકથા, આહારકથા અને દેશકથા-એ ચાર વિકથા શ્રાવકે વર્જવી. ખોટી સાક્ષી પૂરવી નહીં. મહટાથી કે બળવાનથી ક્ષોભ પામી છેટી બાબતમાં હાએ હા કે નાએ ના ભણવી નહીં. રાજ્યવિરુદ્ધ, સમુદાયવિરુદ્ધ, નીતિવિરુદ્ધ, ધર્મવિરુદ્ધ અને વ્યવહારવિરુદ્ધ કાંઈ પણ બોલવું કે કરવું નહીં.
( ૭ ) અલ્પારંભવાળી અને ન્યાયધર્મને અનુસરતી આજીવિકા
Page #308
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ર૬૯ ] વૃત્તિ કરવી. લેભ અને પરિગ્રહની બહુ વિચાર કરીને હદ બાંધવી. કમાણીને અમુક હિસ્સો ઉત્તમ કામ માટે નિર્માણ કરી, નિર્મિત માગે તેને વ્યય કરો. નિશ્ચિતપણે ધર્મસાધન તીર્થાટન વિગેરે થઈ શકે તેને માટે પિતાની શક્તિને વેગ્ય અને બહુ ઉઘરાણી કરવી ન પડે તેવી રીતે વ્યાપાર કરે. લેવડદેવડમાં ગમે તેવા સંબંધી સાથે પણ પહેલેથી જ પ્રમાણિકપણે ચેખવટ કરવી. પાછળથી સંબંધ તૂટે તેમ કરવાનો પ્રસંગ ન આવે એવી રીતે લેવડદેવડ કરવી.
શસ્ત્રધારી, ખૂની, નિર્દય, મહામાયાવી, ક્ષુદ્ર જાતિ, ઝનુની, વ્યભિચારી, જુગારી, દુર્વ્યસની, બદદાનતવાળા, ભાંડ-ભવાયા, યાચક, મિત્ર, કુટુંબી, ગામધણી, રાજાના હલકા નોકર, રાજ્ય કે જ્ઞાતિના ગુન્હેગાર, બહેન, બનેવી-એ વિગેરે સાથે બનતા સુધી વ્યાપારને ખાતર લેવડદેવડ રાખવી નહીં તેમ છતાં ઉધારે આપવાની ફરજ પડે તે આપતી વખતે જ પાછા નહી આવે એમ ધારીને જ આપવું, પણ તેમની સાથે આપ્યા પછી તકરારમાં ઉતરવું નહીં. કમાવાને ખાતર મેંઘવારી ચિંતવવી નહીં. આપણા થડા લાભને ખાતર બીજાને ઘણું મોટું નુકશાન થતું હોય તો આપણે લાભ જતો કરવો. મળતો લાભ લઈ લે. પ્રાપ્ત ધનવૈભવમાં સંતષિત રહેવું. ધનની લાભહાનિ વખતે લક્ષ્મીની ચપળતા બરાબર યાદ રાખવી.
તન, મનના સુખને માટે ધનવૈભવ છે, પણ ધનવૈભવને માટે તન મન નથી.” એ સૂત્રનું વારંવાર મનન કરવું. સર્વ ધન-વૈભવને ભેગ આપીને પણ આત્માનું ( પિતાપણનું ) યત્નપૂર્વક રક્ષણ કરવું.
Page #309
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૦ ]
શ્રી કપૂરવિજયજી વ્યવહાર, પ્રમાણિકતા, ટેક, આબરૂ, હિસાબ, વણિજવાણિજ્ય રીતિ, વ્યાપારને માલ, તેલા, માપ, દે-એ વિગેરે બાબતે પહેલેથી છેલ્લે સુધી સારી-ચેખવટભરેલી રાખવી. નકર મુનિમને ખર્ચગ્ય પગાર આપી, તેમની પાસેથી પ્રેમથી કામ લેવું. વિશ્વાસ રાખવા લાયકને જ નોકર રાખવા અને એવા નોકર મુનિ પર પછી અવિશ્વાસ રાખે નહીં. અવિશ્વાસ જેવું જણાયા પછી એક પણ દિવસ રાખવા નહીં. એક ભાવ, નિર્મિત નફે અને વિશ્વાસપાત્ર રીતિ રાખી વ્યાપાર કરવો. સટ્ટ, જુગાર, શરત, કન્યાવિક્રય અને ભડવાપણને ધંધો કદી પણ કરવો નહીં. જિંદગીનું વેચાણ કરવું નહીં. જ્યાં સુધી બને ત્યાં સુધી ગમે તેટલા લાભને ખાતર પણ નોકરી કરવી નહીં. ન ઉપાયે કરવી પડે તો મૂર્ખ, બેકદર, કૃતની, શઠ, અપ્રમાણિક, કધી અને મિથ્યાભિમાની શેઠની નોકરી તો કદી પણ કરવો નહીં અને એવાની આગેવાની નીચે પણ નોકરી કરવી નહીં. જેમ બને તેમ સ્વતંત્ર ધંધો કરે.
શેઠાઈ, અમલદારી અને મોટાઈ મળે તો ખુશામતનાં ખાં” ન બનવું. “ટે દમામ અને દેર ન વાપરો.” મિથ્યાભિમાનમાં અંધ ન બનવું, પરના ભલાને માટે યથાશક્તિ ત્રિકરણ યોગે સહાયક થવું. પિતાની બધી મિલકત વ્યાપારમાં
કવી નહીં, પણ ઓછામાં ઓછા ત્રીજો ભાગ તે પોતાના ઘરમાં સીલીકે અવશ્ય રાખવો. માલ ગીરે મૂકી વ્યાજ ચઢાવવા કરતાં માલને વેચી નાણાં કરવાં એ વધારે સારુ છે. કોઈની થાપણ રાખવી નહીં અને તમારી થાપણ કોઈને ત્યાં મૂકવી નહીં. જરૂર પડે તો પ્રમાણિક ગૃહસ્થને ત્યાં લાયક સાક્ષીઓ
Page #310
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૭૧ |
રાખી, સામાની સહી લઇ કાયદાને ચેાગ્ય ચાક્કસ ચેાખવટ કરીને જ ખીજાને ત્યાં થાપણુ મૂકવી.
અભક્ષ્ય, ઝેર, લેાહ, દાંત, ચામડું, શસ્ર, કેશ અને ચાપડ (સ્નિગ્ધ) વસ્તુએના વ્યાપાર અને ત્યાં સુધી કરવા નહીં. ન ચાલે ત્યારે છેવટે ગમે તે વસ્તુના વ્યાપાર કે કેાઇની સેવા અજાવીને પેટ ભરવું પણ યાચવું નહીં. ઉડાઉ, અતિસુખશીલ કે નામની પ્રીતિમાં નિરર્થક નાણાના વ્યય કરવા નહિ. સન્માગે કુટુંબી કે આશ્રયી જનેાના પાષગુાથે શક્તિને યાગ્ય ઉદારતાથી ખર્ચ કરવા. આવકથી ખર્ચ આછે રાખવા. વેષ અને દેખાવ પેાતાની શક્તિ તથા આબરૂને યોગ્ય રાખવા, ઉદ્ભટ વેષ રાખવેા નહીં, તેમ જ ક ંજુસાઇથી ચીંથરેહાલ રહેવુ નહીં. ફુલણજી થઈ ફરવું નહીં. લેભિયા થઇ તારાથી ફસાવું નહીં. બહુ વિચાર કરીને બીજાના વિશ્વાસ કરવેા. હંમેશની સાદાઇ છેાડવી નહીં, ધનવૈભવના ભરતી કે એટ પ્રસંગે ગંભીરતા છેડવી નહીં. અશાસ્ત્રના કરકસરના નિયમે જાણવા. ભલમનસાઇ ત્યજવી નહીં, ભેાળા થઇ ગાંડામાં ખપવું નહીં ખપ પડે ત્યારે ગમે તેવા નર પાસેથી મીઠાશ અને યુક્તિથી કામ કઢાવી લેવુ. પૈસાના લેાલે અસત્ય પક્ષમાં ઊભા રહેવું નહીં. નાકરી, અમલદારી કે વેઠાઇ કરતાં પેાતાની ફરજને ભૂલવી નહિ. દાણચારી કરવી નહીં. ધનને અર્થે શરીરને જોખમમાં નાખવું નહીં. વ્યાપાર એવી યુક્તિથી કરવા કે જેથી ગ્રાહકે પોતે જ સદા ય ગરજવાળા રહે. લેણદારા પાસે નમ્ર થવુ, દેણુદારા પાસેથી યુક્તિથી હાથ કાઢી લેવા. શાખ સારી રાખવી. હિંમતે બહાદુર થવુ. ઉદ્યમમાં આગળ વધવું, કાર્ય માં કાયરતા ન રાખવી. આજુબાજુના સંચાગા જોઇ વિચારી વ્યાપાર કરવા,
Page #311
--------------------------------------------------------------------------
________________
[ ર૭૨ ]
શ્રી કપૂરવિજયજી કરેલ વ્યાપાર કે લેણાદેણા વિગેરે બધી બાજુ પર ધ્યાન આપતાં રહેવું. પ્રમાણિક ગુમાસ્તાઓની કદર બુઝવી. છેલ્લી અવસ્થામાં નિવૃત્તિ પમાય તેટલે ધન સંચય કરે.
(૮) બે ઘડી દિવસ બાકી રહે તે પહેલાં વ્યાપારાદિથી નિવૃત્ત થઈ, ભૂખ હોય તો સાંજનું સાદું ભોજન કરવું. પછી થેડે વખત ખુલ્લી હવામાં ફરવું, જિનચૈત્યે જઈ દર્શન ભાવના કરી દિવસ સંબંધી પાપનું પ્રતિકમણ સ્થિર ચિત્ત વિધિપૂર્વક કરવું. નિયમને વિચારી સંક્ષેપવા અને રાત્રિને એગ્ય નિયમો ધારવા. રાત્રિભોજન વજેવું. બની શકે તો ચઉવિહાર પચ્ચખાણ કરવું, નહીં તો તિવિહાર અને છેવટે દુવિહારનું પચ્ચખાણ તે જરૂર કરવું. આત્માના હિતાહિતનું સરવૈયું કાઢવું. જિજ્ઞાસુ સજજને સાથે ધર્મચર્ચા કરવી, વાંચેલું સાંભળેલું પુનઃ પુન: વિચારવું. પેતાની ખામીઓ કમી થાય તેમ કરવું. નિદ્રા પ્રમાદ કે આળસ માટે નહીં પણ નિવૃત્તિ માટે જ જરૂર પૂરતી લેવી, ચાર શરણું, સર્વ જી સાથે ખામણા વિગેરે વિધિ કરીને પછી શયન કરવું.
બ્રહ્મચર્ય-શીલ અને આચારમાં ત્રિકરણ યોગે મર્યાદા જાળવવી. શૃંગારની વાર્તા વાંચન અને પરિચય કમી કરે. પરસ્ત્રીસંગને અને સૃષ્ટિવિરુદ્ધ વર્તનને સદાને માટે ત્યાગ કરવો. સ્વસ્ત્રિી પર પણ ઉદીરણા કરીને નહીં પણ સ્વાભાવિક ઉદય વખતે વિષયવિપાકને વિચારીને ન છૂટકે જયણા રાખવી.
Page #312
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૭૩ ] મનપરિચારણા, વચનપરિચારણા, સ્પર્શ પરિચારણા અને રૂપપરિચારણાને પણ જ્ઞાની પુરુષોએ વિષયમાં ગણાવ્યા છે; માટે જેમ બને તેમ તે ચારથી દૂર રહેવાય તેમ કરવું, જેથી પાંચમા કાયપરિચારણાના વિષયની ભીતિ રહેશે નહીં. જેમ બને તેમ તે વિષય અને વિષયીનો પ્રસંગ કમી કરો. શરીરને મુખ્ય રાજા વીર્ય અને પ્રધાન રુધિર છે. તે બંનેના મેગ્ય રીતિથી સંચય અને રક્ષણ માટે બહુ કાળજી રાખવી. શક્તિનો અને શૌર્યને ખરો આધાર તેના પર રહેલો છે. શરીરનું સિંદર્ય, પ્રતાપ અને તેજ વીર્યના રક્ષણથી બરાબર ટકી રહે છે. અપકવ ઉમ્મરે વિવાહિત ન થવું, પિતાથી મોટી સ્ત્રી સાથે વિવાહ ન કરે પોતાના બળાબળને પુખ્ત વિચાર કરે. ધાનવૃત્તિ રાખવી નહીં. મરદાઈનું લક્ષણ વીર્યને ક્ષય કરવામાં નથી પણ તેનું રક્ષણ કરવામાં છે. સર્વ ધર્મમાં બ્રહ્મચર્યને પ્રધાન માનવામાં આવ્યું છે. મહાન પુરુષની અલૈકિક શક્તિનો વિકાસ પણ બ્રહ્મચર્યના બરાબર પાલનથી થયો છે. હમેશાં સ્ત્રીથી પૃથક્ શય્યા રાખવી. વિકાર ઉત્પન્ન કરનારા પદાર્થને ભેગોપભોગમાં જેમ ઓછા લેવાય તેમ કરવું. વિકારના ઉદય વખતે સ્ત્રી-પુરુષોના શરીરમાં ભરેલી અશુચિને બરાબર ખ્યાલ લાવો. ક્ષણભંગુર સુખાભાસથી ચિરકાળના દુ:ખે ડારી લેવા જેવી ગંભીર ભૂલ વારંવાર ન થાય તેની સંભાળ રાખવી. સંસાર પરિભ્રમણની વૃદ્ધિના હેતુરૂપ મુખ્યત્વે વિષયને જ જ્ઞાનીઓએ માન્ય છે. કષાયની વૃદ્ધિ, જડતા અને મંદતા પણ વીર્યના નાશથી થાય છે. આરોગ્યને માટે પણ વીર્યનું ખાસ રક્ષણ કરવું જરૂરનું છે. સુવર્ણ, રૂપું આદિ ધાતુના રક્ષણ
૧૮
Page #313
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કરવિજયજી અને સંચય માટે બહુ કાળજી રખાય છે, પણ શરીરની સાતે ધાતુઓના રક્ષણ અને સંચય માટે બેદરકાર રહેવાય છે, એ આપણી અસાધારણ ખામી છે. એ ખામીને દૂર કરવી. શીલવંત સ્ત્રીપુરુષના ચરિત્રે વારંવાર વાંચવા-વિચારવા ને આપણા મન પર કાબૂ મેળવો. અ૯૫ આહાર અને મર્યાદિત વિહારથી વિકારને રોકી શકાય છે, માટે જેમ બને તેમ બ્રહ્મચર્યને રક્ષણ માટે સદા સાવચેત રહેવું. शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवंतु भूतगणाः ॥ दोषाः प्रयांतु नाशं, सर्वत्र सुखीभवंतु लोकाः ॥१॥ परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा ॥ परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा
૧. વિશ્વત્રયમાં અખંડ શાંતિ પ્રસરોસમસ્ત પ્રાણીવર્ગ પરોપકારરસિક બને ! દોષ માત્ર નિર્મૂળ થાઓ ! અને સર્વત્ર સહુ કઈ લેકે સુખી થાઓ !
૨. અન્ય જીવોનું હિત-શ્રેય-કલ્યાણ થાય એવી અંતરમાં લાગણું રાખવી તે મિત્રી, અન્ય જીવોના દુઃખને અંત આવે એવી ઊંડી લાગણીથી યથાશક્તિ યત્ન કરે તે કરુણું, અન્ય જીવોની સુખ-સમૃદ્ધિ અથવા ગુણ–ૌરવ દેખી દિલમાં પ્રમુદિત ( રાજી રાજી ) થવું તે મુદિતા અને અન્ય જીવોના ( અત્યંત કઠેરતા, નિર્દયતા, ઈર્ષા, નિંદા પ્રમુખ ) અનિવાર્ય દોષ તરફ ઉપેક્ષા કરી તેમના ઉપર રાગદ્વેષ નહિ લાવતાં, તેમને કર્મવશવતી જાણી સમભાવે રહેવું તે ઉપેક્ષા ભાવના છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૭૫ ] सर्वेऽपि सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् पापमाचरेत् ॥
સર્વ કેઈ સુખી થાઓ ! સર્વ કઈ રોગ-આતંક રહિત થાઓ ! સર્વ કેઈ કલ્યાણ પામે અને પાપાચરણ મ કરો !
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૩૬૬ ]
આત્માથી સજ્જનોને ખાસ ઉપયોગી હિતશિક્ષા.
૧. ચિત્તની ચંચળતા-અસ્થિરતા ને મલિનતા પેદા કરનારા વિક્ષેપ મટે [ શાન થાય ] અને પ્રસન્નતા જાગે તેમજ જળવાઈ રહે તેમ લક્ષ્યપૂર્વક પ્રવર્તવું.
૨. ગુણીજનોમાંથી તે ગુરુ ગ્રહણ કરવા જ, પરંતુ દુષિત દુણીમાંથી પણ હંસની પેઠે ગુણ તારવી લેવાની કળા શીખી લેતાં આવડે તો ઘણે લાભ થઈ શકે.
૩. ઉપગારી ઉપર તો ઉપકાર કરે જ એ કૃતજ્ઞતાની નિશાની લેખાય; પરંતુ અપકારીનું પણ હિત જ ઈચ્છી તેનું ડિત કરવાની તક સાધવી એ સજજનતાનું લક્ષણ છે.
૪. મોરના ઈંડાને ચીતરવું ન જ પડે, તેમ સજ્જનને ગમે તેવા સમવિષમ પ્રસંગે સજજનતા દાખવવાનું કહેવુંશિખવવું ન જ પડે. તે તે તેને સહજ સ્વભાવ જ હોય છે.
૫. જેમને દેખી વગરનિમિત્તે આપણને આનંદ-પ્રમોદ પ્રગટે તેમની સાથે પૂર્વ પ્રેમસંબંધ જ હવે ઘટે છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
[ ર૭૬ ]
શ્રી કરવિજયજી ૬. જેમને દેખી વગરકારણે આપણને ખેદ, દ્વેષ કે અભાવ પેિદા થાય તેમની સાથે પૂર્વને વૈરસંબંધ હોવો ઘટે છે. ફક્ત અજ્ઞાની છે તેને મર્મ જાણતા નથી.
૭. અજ્ઞાની જવ તેવા પ્રસંગે દુઃખની પરંપરા વધ્યા કરે એવું આચરણ સેવી વધારે વધારે દુઃખી થાય છે.
૮. જ્ઞાની જને તે પ્રસંગે જ્ઞાનપ્રકાશથી વૈરસંબંધને ખાળવા-મટાડવા પિતાથી બનતું કરે છે.
૯. જ્ઞાની જને પરિણામદશી હેવાથી કૃત્રિમ પ્રેમમાં મુંઝાઈ જતા નથી. તેઓ નિઃસ્વાર્થ પ્રેમ આદરી જન્મ-મરણની ઉપાધિથી છૂટવામાં જ તેની સાર્થકતા લેખે છે. અજ્ઞાની અને ઉપાધિથી છૂટી શકતા નથી.
૧૦. ગુણું જન ગુણને જાણી શકે છે, તેમ નિર્ગુણી જાણી શક્તા નથીવળી સહિષ્ણુતા ન હોવાથી તે સામા ગુણી જનોના ગુણની કદર પણ કરી શકતા નથી.
૧૧. જે પોતે ગુણ હોય છતાં બીજા ગુણ જનેની પૂજાપ્રતિષ્ઠાને જીરવી શકે છે-જોઈને રાજી થાય છે તેમની યશ-- કીર્તિ સર્વત્ર ગાજી રહે છે.
૧૨. સદ્દગુણાનુરાગી થયા વગર મોક્ષનો માર્ગ હાથ લાગતો નથી. ૧૩. ગુણદ્વેષપણાથી કરેલી ધર્મકરણ પણ નિષ્ફળ થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૮૧]
Page #316
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૭૭ ] કલ્યાણાથી જીવને બેધવચનો. ૧. જેને શુદ્ધ તત્વ સાથે પ્રીતિ જેડવા તીવ્ર ઈચ્છા થઈ હોય તેને અશુદ્ધ તત્ત્વરૂપ દેહાદિક જડ વસ્તુમાં લાગી રહેલી પાર વગરની પ્રીતિ–આસક્તિ તેથે જ છુટકો.
૨. પ્રથમ શુદ્ધ તત્વને પામેલા એવા ખરા જ્ઞાની ગુરુની સેવા-ઉપાસના કરવી. •
૩. તેવા તત્વજ્ઞાની ગુરુ આપણી ગ્યતા પ્રમાણે માર્ગ બતાવે તે અવધારી લેવો.
૪. ગ્રહણ કરેલા સન્માર્ગની રક્ષા ને પુષ્ટિ થાય તેવી સત્સંગતિ સદા ય સેવ્યા કરવી.
૫. જરૂર પડે ત્યારે પણ સભ્યતાપૂર્વક પ્રિય વચન બેલવું, પણ સંતાપકારી કઠોર વચન વજેવું.
૬. જેથી કંકાસ કે કોધાદિક કષાય ઉપજે ને વધે તેવી અનર્થકારી તકરારોથી દૂર રહેવું.
૭. તેવા અનિષ્ટ પ્રસંગે ગમ ખાવાની ટેવ પાડવાથી તે અનર્થ થતો અટકે છે.
૮. ક્રોધાદિક કષાય પેદા થાય ને વધે તેવાં કારણ તજવાં ને શાન્તિ પ્રગટે તેવાં કારણે સેવવાં.
૯. મહાત્માઓનાં પવિત્ર ચરિત્ર યાદ કરી લઘુતા-નમ્રતામૃદુતા આદરવાથી અભિમાનવૃત્તિ ગળી જાય છે.
૧૦. માયામમતા-મૂછ તજવાથી રાગદ્વેષનાં બંધન મેળાં પડી જાય છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૮ ]
શ્રી કપૂરવિજયજી ૧૧. ગુણાનુરાગી થવું એટલે હંસની જેમ સાર તત્વ આદરી લેવું ને અસાર તત્ત્વ તજી દેવું.
૧૨. ઉન્માર્ગગામી ઈન્દ્રિયોને અને મનને અંકુશમાં રાખવા બનતી ચીવટ રાખવી.
૧૩. પારકી આશા-તૃષ્ણાના પાશમાંથી છૂટવા જેમ બને તેમ સંતોષવૃત્તિ ધારવી.
૧૪. આપઆપણા અધિકાર મુજબ કર્તવ્ય-ધર્મનું પાલન સહુ કોઈએ પ્રેમપૂર્વક કરવું.
૧૫. ધીરજ ને ખંતથી ઉદ્યમ સેવતાં ગમે તેવી મુશીબતોને પણ વટાવી શકાશે.
૧૬. ચંચળ મનને બોધવચનવડે સમજાવી સ્થિર–શાન્ત કરવાથી ઘણા લાભ થઈ શકશે.
૧૭. અનિત્ય ને અશુચિવાળી દેહાદિક જડ વસ્તુ પર મમતા અજ્ઞાન થવા પામે છે, આત્મજ્ઞાન-તત્ત્વજ્ઞાન મેગે તેવો ભ્રમ દૂર થાય છે અને વસ્તુને વસ્તુગતે જેવી હોય તેવા રૂપે સમજી શકાય છે, એટલે મમતાભાવ દૂર થવા પામે છે.
૧૮. પરોપકાર સમું કઈ પુન્ય-કાર્ય નથી અને પરપીડાહિંસા સમાન કોઈ પાપ નથી.
૧૯. દીન-દુ:ખી જીવને યથાશક્તિ જરૂરી વસ્તુ આપી શીતળ વચનથી ઠારવા. - ૨૦. સુકૃત્યે પરમાર્થ બુદ્ધિથી કરનારની સુયશરૂપ ખુશ ચારે તરફ પ્રસરે છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૭૯ ]
૨૧. દુષ્ટ કાર્ય છાનાં કે છતરાયાં કરનારની અપકીર્તિ પણ તેવી જ રીતે પ્રસરે છે.
૨૨. હુંસની પેઠે સારભૂત આત્મતત્ત્વનુંશાધન કરી સ્વબુદ્ધિની સાર્થકતા કરવી જોઇએ.
૨૩. ક્ષણિક એવા શરીર યાવનાદિકની સાર્થકતા ઉત્તમ પ્રકારના તપ, જપ, વ્રત-નિયમાદિકનું આરાધન-ઉપાસના કરવાવડે કલ્યાણઅથી જનાએ કરી લેવી જોઇએ.
૨૪. આપણને પેાતાને જે ન રુચે તેવી પ્રતિકૂળતા કાઇપણુ જીવને ઉપજાવવી ન જોઇએ.
૨૫. સમાન પ્રત્યે મૈત્રી, દુ:ખી પ્રત્યે કરુણા, સુખી પ્રત્યે પ્રમેાદ, પાપી પ્રત્યે ઉદાસીન ભાવ રાખવા ઘટે છે.
૨૬. સર્વ કાઇને આત્મ સમાન લેખનાર પાપભીરુ શાન્ત દાન્ત મહાત્મા સહેજે ભવસાગર તરી જાય છે.
૨૭. આવા ત્ પુરુષને એળખી એકનિષ્ઠાથી તેમના પવિત્ર માને અનુસરી ચાલનારનુ અવસ્ય શ્રેય થાય છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૮૨]
જીભને તમે શું સમજો છે ?
‘ જીભમાં અમૃત અને જીભમાં વિષ રહેલુ છે. ’
૧. જેને જીભ વશ ( કબજે ) નથી તેને સર્વત્ર વેર-વિરાધ
વર્તે છે અને જેની જીભમાં અમૃત વસે છે, તેને ત્રણે જગત વશ થઇ રહે છે. એથી જીભને મેાકળી નહીં મૂકતાં કબજે રાખવી ઘટે છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી ૨. જીભના અગ્રે સરસ્વતી વસે છે, જીભના અગ્રમાં મિત્રે અને બાંધો હાજર રહે છે ( સાચી અને મીઠી જીભનું એ પરિણામ છે.) જીભને મોકળી મૂકવાથી કહો કે કબજે નહીં રાખવાથી રાગદ્વેષનું બંધન થાય છે, પણ તેને સદ્વિવેકથી કબજે રાખવાવડે ઉક્ત બંધનથી મુક્ત થઈ શકાય છે. પરમાર્થ દાવે જીભને સદુપગ કરવાથી પ્રિય, પચ્ય (હિતકર ) એવું સત્ય પરમાર્થ દવે (સર્વથા સ્વાર્થ ત્યાગરૂપે) વદવાથી પરમપદમેક્ષની પણ પ્રાપ્તિ થઈ શકે છે. ટૂંકમાં કહીએ તો જીભમાં સઘળું રહેલું છે. તેના દુરુપયોગથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને તેને સારી રીતે કેળવી સદુપયોગ કરતા રહેવાથી દુનિયા બધી વશ થઈ જાય છે. આપણે સહુએ તેને દુરુપયોગ નહીં કરતાં કેવળ સદુપયોગ જ કરતાં શીખવું જોઈએ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૭] અંતરથી બેધ લેવા જેવું. ૧. મનુષ્યનું જીવન વર્ષોથી નહીં પણ કર્મો( Duties )થી માપવાનું છે.
૨. વર્ષો મહિનાઓથી નહીં પણ વચને [બોલ] ઉપરથી માપવાના છે.
૩ મહિના દિવસોથી નહીં પણ વિચારોથી માપવાના છે. ૪. દિવસ કલાકથી નહીં પણ સામર્થ્યથી માપવાના છે.
સાર–નિસ્વાર્થ પણે (ફળની આશંસા વગર ) કરાતાં કર્મો (કર્તવ્ય), પોપકાર અર્થે દાતા વચન, અંતરની
Page #320
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૮૧ ] શુદ્ધિથી થતા સદ્વિચાર–એમ અનેક રીતે બળ-વીર્યના થતા સતત સદુપયેગથી જ સ્વ સ્વ મનુષ્ય જીવનના વર્ષો, માસો કે દિવસો સફળ લેખી શકાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૭ ]
શુદ્ધ બ્રહ્મચર્ય પાલનથી થતાં અદ્દભુત લાભ
શાસ્ત્રકાર વર્ણવે છે તે વાતને શ્રદ્ધામાત્રથી સંતોષ માની લેવા કરતાં તે ઉપયોગી લાગતા તત્ત્વને આચરણ દ્વારા સ્વજીવનમાં ઉતારવા ઉદ્યમ લેવો જોઈએ. બ્રહ્મચર્યને યથાર્થ પાળવાથી, મન-વચન-કાયાની પવિત્રતા જળવાયાથી આત્મ-શાન્તિ વિગેરે અનેક અદ્ભુત લાભ મળી શકે છે, તેની ખાત્રી–પ્રતીતિ સુજ્ઞ જનોએ સ્વાનુભવથી કરી લેવી જોઈએ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૭]
પ્રસ્તાવિક સદ્દબોધ. ૧ સી પીયર નર સાસરે, સંજમિયા સહવાસ,
પગ પગ હેય અળખામણાં, જે મંડે થિર વાસ. २ अविदितपरमानंदो, वदति जनो ह्येतदेव रमणीयम् । तिलतैलमेव मिष्टं, येन न दृष्टं घृतं क्वापि ॥ (જેણે કદાપિ થી જોયું કે ખાધું ન હોય તેને તલનું તેલ જ મીઠું લાગે છે; તેમ પરમાનંદ-તત્વનો અજાણ હોય તે જ એમ વદે છે કે આ નજરે દેખાતી વસ્તુ જ રમણિક છે.)
Page #321
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૨ ]
શ્રી કપૂરવિજયજી ૩ દુર્ગતિના દ્વારનું ઢાંકણુ, સકળ સંપદાનું નિધાન અને
મોક્ષ-સુખનું નિદાન એવું (એકાન્ત સુખદાયક ) સમ્યક્ત્વ (સમકિત રત્ન) ઘણા પુન્યને પ્રાપ્ત થઈ શકે છે. ૪ ધર્મસેવનથી ભેગ–સામગ્રી મળે છે, સુખ-સંપદા પ્રાપ્ત
થાય છે, યાવત્ સ્વર્ગ અને મોક્ષ મળે છે તેથી ધર્મ કલ્પવૃક્ષ સમાન છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૬ ]
થોડા હિતવચન
(પ્રશ્નોત્તરરૂપે) પ્રક-જાગતે કેણ? ઉ –જેના અંતરચક્ષુ ઉઘડ્યાં છે તે, અર્થાત્ વિવેકી. પ્ર–અંધ કોણ? ઉ–જે ન કરવાનાં કામ કરતો રહે છે–અકાર્યમાં રક્ત રહે છે તે. પ્ર-મૂંગે કોણ? ઉ૦-ખરી તકે બોલવા ગ્ય પ્રિય બોલી ન જાણે તે. પ્ર-બહેરે કોણ? ઉ–જે હિત વચનને હૈયે ધરતો નથી તે. પ્ર-નિદ્રા કઈ? ઉ--જે જીવને મેહવશ વિકળ બનાવી મૂકે છે તે મૂઢતા. પ્ર–ગુરુ કોણ?
Page #322
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૨૮૩ ]
ઉ—તત્ત્વ પામેલા અને સદા ય સ્વપરહિત કરવા સાવધાન
હાય તે.
પ્ર-ધન કર્યું ?
ઉ-જે ખરી તકે ફળની ઈચ્છા વગર દેવામાં આવે તે, તેમ જ પ્રિય વચન સાથે અપાય તે.
પ્ર૦-મરતાં સુધી શું સાલે ?
ઉ॰-છાનું કરેલું અકાર્ય ( અનાચરણ ).
પ્ર૦-જીવિત સાર્થક કર્યું ? ઉ-પાપરહિત ( નિષ્પાપ-નિષ્કલંક ) આચરણવાળુ હોય તે. [ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૧૫૦.
થાડાંક સૂક્ત વચને
૧. જેનાથી અંતરમાં શાન્તિ-શીતળતા ઉપજે એવા વીતરાગ પરમાત્માની તથા શાંત, દાન્ત, મહુન્ત સાધુજનેાની અને ઉત્તમ બ્રહ્મવ્રતધારક સતાસતીએની પવિત્ર મુખમુદ્રા પ્રસન્ન ચિત્તે નીહાળી પાવન થવું એ નેત્રની સાર્થકતા છે. ૨. ત્રિવિધ પાપતાપને ઉપશમાવે એવા એકાન્ત હિતવચનામૃતનું પ્રેમપૂર્વક પાન કરી પાવન થવું એ પ્રાપ્ત થયેલ કર્યું ને હૃદયની સાકતા છે,
૩. શુદ્ધ દેવ, ગુરુ અને સંઘ-સાધર્મિજનાને વિનય-બહુમાન પૂર્વક સ્તવવા અને તેમની સાથે નિ:સ્વાર્થ પ્રેમ જોડવા એ મન ને વાચા પામ્યાની સાર્થકતા છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪]
શ્રી કપૂરવિજયજી ૪. સહુ કોઈ પ્રાણીવર્ગને આત્મ સમાન લેખી, તેની અનુકૂળતા સાચવવી તે તન, મન ને વચન પામ્યાની સાર્થકતા છે. ધનથી બને તેટલી નિ:સ્વાર્થ સેવા કરવી તે લક્ષ્મી પામ્યાની સાર્થકતા છે.
[ . ધ. પ્ર. પુ. ૪ર, પૃ. ૧૪૮ ]
સદ્ધર્મ–સાધનમાર્ગમાં આ રીતે આદર કરે. ૧. દયાળુ-માયાળુ સ્વભાવ રાખવો. ૨. કેપટોપ કરવાની ટેવ તજવી. ૩. જૂઠું બોલવાની ટેવ તજવી. ૪. પરાયું છીનવી લેવાની બુદ્ધિ ન રાખવી. ૫. પરસ્ત્રીની ઈચ્છા-લાલસા નીવારવી. ૬. દુઃખીજનોને દુ:ખમુક્ત કરવા ઈચ્છા રાખવી. ૭. દેવ અને સંઘ( અથવા દેવ–સમૂહ)ને વંદન કરવું. ૮. પરિજનોને યેગ્ય સંતોષ ઉપજાવે. ૯. મિત્રવર્ગને અનુસરીને ચાલવું. ૧૦. પરના ગુણ ગ્રહણ કરવા. ૧૧. કોઈએ કરેલો થોડો પણ ઉપકાર સંભારે. ૧૨. મહાજન-મોટા માણસને યોગ્ય સત્કાર કરવો. ૧૩. પરના મર્મ ઊઘાડવા નહિ. ૧૪. કેઈને તિરસ્કાર કરવો નહિ.
Page #324
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
૧૫. દુનના સંસર્ગથી દૂર રહેવુ. ૧૬. ગુણાનુરાગ વધારવા. ૧૭. મિથ્યાભિમાનને ત્યાગ કરવા. ૧૮. ધન વગેરેના ગર્વ ન કરવા. ૧૯. ગુરુજનાને ચેાગ્ય સત્કાર કરવા. ૨૦. સ્નેહીવર્ગના મનનું સમાધાન કરવું. ૨૧. પરના અવર્ણવાદ ન ખેલવા. ૨૨. નિજ ગુણુપ્રશંસા કરતાં સ ંકેાચ ધારવા. ૨૩. પરોપકાર કરવા લક્ષ રાખવું. ૨૪. ધાર્મિક જનેાના ગુણ્ણાનુ અનુમેાદન કરવું. ૨૫. સારા વેષ અને આચાર રાખતાં રહેવુ.
[ ૨૮૫ ]
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૮૯ ]
ખરૂં તત્ત્વ શેાધી લેવાથી જ સાચું સુખ સાંપડશે,
૧ ખરા સુધરેલા તે છે જેણે પેાતાની જાતને સુધારી મન અને ઇન્દ્રિયાને વશ કરેલ છે.
ર. ખરા સુજાત ( સફળ જન્મ ) તે છે જેનાવડે વશ ભારે ઉન્નતિને પામે છે.
૪. ખરા સચક્ષુ તે છે સદા સાવધાન રહે છે.
૩. ખરા સહૃદય-વિવેકી તે છે જે વસ્તુનું ખરું તત્ત્વ—રહસ્ય તારવી લે છે.
જે સ્વક વ્યને નિશ્ચય કરી લઇ તેમાં
Page #325
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૬ ]
શ્રી કપૂરવિજયજી
પ. ખરો સકણું તે છે જે સાચા જ્ઞાનીની સેવા કરી, શુદ્ધ તત્ત્વને સમજી, નિશ્ચય કરી લે છે.
૬. વાચા પામી તેની લેખે છે જે સમયેાચિત હિતમિત વચનવડે અન્યને સતાષે છે.
૭. ખરે। શૂરવીર તે છે જે ઇન્દ્રિય-ચારાથી સ્વચારિત્રધન સુરક્ષિત રાખી શકે છે.
૮. ખરા જાગેલે તે છે જેનામાં સાચા વિવેક પ્રગટ્યો છે. ૯. ખરા ઊંધતા તે છે જેનાં જ્ઞાનચક્ષુ બંધ થયાં છે, જે મૂઢ–અજ્ઞાન છે.
૧૦. ખરા તત્ત્વવેતા પંડિત તે છે જે મદ-અભિમાન-અહુ કારથી દૂર રહે છે.
૧૧. ખરા સંત-સાધુ તે છે જે પેાતાની શાંત મુદ્રાવડે અન્યના તાપ સમાવે છે.
૧ર. ખરા દાનેશ્વરી તે છે જે નિ:સ્વાર્થ પણે ( કશા સ્વાર્થ વગર) જ દાન દે છે.
૧૩. ખરું દાન તે છે જે ખરી તકે ટગાવ્યા વગર વિનાસ કે ચે અપાય છે.
૧૪. ખરી વિદ્યા તે છે જે જન્મમરણનાં બંધન કાપી મુક્તિસાધક મને છે.
૧૫. ખરા કલ્યાણમિત્ર તે છે. જે પાપપકમાં ખૂંચતા આપણને બચાવી લે છે.
૧૬. ખરા સજજન તે છે જે અપકાર કરનારના પણુ ઉપકાર કરી છૂટે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૭ ] ૧૭. ખરે નિર્ધન તે છે જે છતે પૈસે મમ્મણ શેઠની પેઠે
કૃપતા સેવે છે. ૧૮. ખરો સુખી તે છે જે યથાપ્રાપ્તિમાં (જેટલું મળે તેમાં )
સંતોષ માની લે છે. ૧૯. ખરો દુઃખી તે છે જે લેભ-તૃષ્ણાને વશ પડી ધર્મથી
વિમુખ બને છે. ૨૦. ખરે ગુરુ તે છે જે વસ્તુતત્વનો જાણ સત પ્રાણહિત
માટે સદા તત્પર રહે છે. ૨૧. છતી આંખે અંધ તે છે જે હિંસા, અસત્ય, ચોરી, જારી
પ્રમુખ અકાર્યમાં રક્ત રહે છે. ૨૨. છતે કાને બહેરો તે છે જે હિતવચનોને સાંભળી હૈયે
ધરતા નથી. ૨૩. છતે મુખે મૂંગો તે છે જે ખરી તકે પ્રિય ને હિતવચન
બોલી જાણતો નથી. ૨૪. ખરું અમૃત તે છે જેથી જન્મ–જરા-મરણરૂપી મહા
વ્યાધિને અંત આવે. ૨૫. ખરું વિષ તે છે જેથી જન્મમરણના ફેરામાં અનંતી વાર
ફર્યા કરવું પડે. ૨૬. ખરું પુણ્ય તે છે જેથી ઉત્તરોત્તર અધિક આત્મોન્નતિ - સાધી આત્મા પવિત્ર બને. ર૭. ખરું પાપ તે છે જેથી ઉત્તરોત્તર અધિક અધોગતિ પામી
આત્મા અપવિત્ર બને.
Page #327
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૮ ]
શ્રી કરવિજયજી ૨૮. ખરો ત્યાગી તે છે જે છતી ભેગ-સામગ્રીને અનાદર
કરે છે ને પરમાર્થ સાધે છે. ૨૯. ખરો મુનિ તે છે જે નકામી પરપ્રવૃત્તિથી પરામુખ રહી
સ્વપરહિત સદા સાધ્યા કરે છે અને હિતોપદેશના કારણ વિના મૌન સેવે છે. ૩૦. ખરા પાઠક–ઉપાધ્યાય તે છે જે જડ જેવા શિષ્યવર્ગને
પણ સુધારી નવપલ્લવિત કરે છે. ૩૧. ખરા આચાર્ય તે છે જે પંચાચાર પાળવા સદા સાવધાન
રહી શિષ્યવર્ગને તેમાં કુશળ કરે છે. ૩૨. ખરા સિદ્ધ-બુદ્ધ તે છે જે સકળ કર્મબંધનને છેદી, નિરુ
પાપક અનંતગુણસમૃદ્ધિ પામેલા છે. ૩૩. ખરો જૈન તે છે જે મહાદિક સમસ્ત કર્મરિપુઓના નેતા જિનેશ્વર પ્રભુના પવિત્ર માર્ગે જ ચાલે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૯૮]
હું અને મારું ” અથવા “અહંતા ને મમતા
આશ્રયી વિવેક. હું અને મારું” એ મેહનો મહામંત્ર આખી દુનિયાને અંધ બનાવી દેનાર છે અને એ જ મંત્રની પૂર્વે નકાર મૂકવાથી “નહિ હું ને નહિ મારું ” એ રૂપ બનેલ પ્રતિમંત્ર મોહને પણ જય-પરાભવ કરનાર નીવડે છે. અનુભવથી તેની ખાત્રી થઈ શકે છે. શુદ્ધ આત્મદ્રવ્યરૂપ જ “હું” છું અને શુદ્ધ જ્ઞાનગુણ જ “મારું” અક્ષય ધન છે; એ સિવાય બીજે કઈ
Page #328
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૮૯ ] દેહાદિક જડ વસ્તુરૂપ “હું કે મારું ” નથી એવી સાચી સમજ, મોહને છતી પરાસ્ત કરવા પ્રબળ શસ્ત્ર સમાન નીવડે છે.
જે મહાનુભાવ પૂર્વકૃત કર્મના વિપાકવડે પ્રાપ્ત થતાં સુખદુ:ખમાં લગારે મુંઝાયા વગર સમભાવે રહે છે–રહી શકે છે તે આકાશની પેઠે પાપકર્મથી લેપાતા નથી. તત્વવેત્તા મહાશય સંસારચકમાં ઠેકાણે ઠેકાણે થતું–થઈ રહેલું વિવિધ કર્મજન્ય નાટક કેવળ સાક્ષીભાવે જેતે છતે લગારે ખેદ પામતો નથી. બાકી ખોટા સંકલ્પ-વિકપને સેવા મેહાન્ધ થયેલ મૂઢ આત્મા વારંવાર ચેરાપીના ફેરામાં ફરતો ફરતો દુઃખી દુઃખી થઈ જાય છે.
આત્માનું સહજ સ્વાભાવિક સ્વરૂપ તો શુદ્ધ સ્ફટિક રત્ન જેવું નિર્મળ છે; છતાં સાથે લાગેલા કર્મરૂપ ઉપાધિ સંબંધયોગે જીવ મૂઢ બન્યો છતો તેમાં મુંઝાય છે. મોહ-મમતાને તજવાથી સહજ સ્વાભાવિક આત્મિક સુખનો સાક્ષાત અનુભવ પિતાને થયા છતાં તેના બીનઅધિકારી મૂઢ અજ્ઞાની જીવોની આગળ તે કહી શકતો નથી–વર્ણવવા તેનું મન જ વધતું નથી. આંધળાની આગળ આરસી ધરવા જેવા તે કાર્યથી તેમને કશે લાભ થતો નથી, પરંતુ જેમને હાથકંકણ ને આરીસાની જેમ વસ્તુસ્વરૂપ યથાર્થ સમજાયું છે તે મહાશયે નિરુપયોગી જડભાવમાં મુંઝાતા જ નથી. પૂર્વે ભારતવર્ષમાં એવા અનેક ઉત્તમ તત્ત્વવેત્તા મહાપુરુષને સુગ મળતો, જેથી તેમના પુણ્યસમાગમને લાભ પામી, આત્માથી જને સુખી થતા. આજકાલ ઉત્તમ તત્ત્વવેત્તા જને બહુ જ વિરલ માલુમ પડે છે, અને તત્વજ્ઞાનાદિક સદગુણોની ખામી દૂર કરવા માટે પ્રયત્ન કરનારા
Page #329
--------------------------------------------------------------------------
________________
[ ર૯૦ ] .
શ્રી કપૂરવિજયજી
પણ ભાગ્યે જ જણાય છે. મેહ અજ્ઞાનાદિક ઢાષા દૂર કરવાથી જ તે બની શકે એમ છે, તેથી જ તેવી અંતરની લાગણી ધરાવનાર દિલસેાજ મહાશયે ઠીક જણાવ્યું છે કે- રાગ-દ્વેષ, અહુતા-મમતાથી રહિત થયેલા મનુષ્યે જ જગતને ઉપકારક થઇ શકે. તેમના જ કાર્ય ઉચ્ચ અને દિવ્ય બની શકે. તેમનાથી જ સસારને સ્થાયી અને સંગીન લાભ પહોંચી શકે. વળી જે સુધારો કે શિક્ષણ એવા ( ખરા ) મનુષ્યોને ઉત્પન્ન કરી શકતા નથી તે નકામા છે. વખતે ક્ષિણિક લાભ તેનાથી થશે પણ અ ંતે તે હાનિ જ છે. ડાળી-ડાંખળાને પેાષવા કરતાં મૂળને જ જળસિંચન કરવાની કેટલી અગત્ય છે ? તે વિચારી સાચી દીક્ષા લેવાય તે નિ:સંશય ભારે લાભ થાય, એવી સદ્બુદ્ધિ સાને જાગે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૯૯ ]
વખતની કિંમત,
છે.
આપણે કઇક વખત ગુરુમુખથી પણ કે ‘ મનુષ્યજન્મ દશ દષ્ટાન્ત દુર્લભ છે, દુ`ભ છે અને ફ્રી ફ્રી મળવા દુર્લભ અત: મને તેટલા તેના સદુપયોગ ચીવટ રાખીને કરી લેવા; પરંતુ એ તા વખતની કિંમત ખરાખર સમજાય ત્યારે જ બને, અર્થાત્ વખતને નકામે પ્રમાદમાં વેડફી ન દઇએ અને દરેક ક્ષણને સારા લાભ લઈને તેને સાર્થક કરીએ. શિષ્યે ગુરુશ્રીને સવિનય પુછ્યું કે- હું પ્રભેા ! મનુષ્યજન્મની સાર્થકતા શી ? ’ તેના પ્રત્યુત્તર ગુરુશ્રીએ આ રીતે આપ્યા
સાંભળ્યુ હોય છે અરે ! દેવને પણ
Page #330
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૯૧ ] કે- પરહિત કરવા સાવચેત રહેવું. આ અમૂલ્ય વખત નકામાં ટાયલાં કરવામાં કે મદ, વિષય, કષાય, નિદ્રા ને વિકથામાં વેડફી નહીં દેતાં અભિનવ ગુણની પ્રાપ્તિ થાય તેમ જ તેની રક્ષા અને પુષ્ટિ થાય એવાં સદાચરણમાં જ તેને ઉપ
ગ કરે. જેથી ઉત્તરોત્તર આપણી આમેન્નતિ થવા પામે. પ્રમાદ પંચક–જેથી સ્વભાન ભૂલાય, કર્તવ્યથી ચકાય ને આપણી પાયમાલી થાય તેવા સ્વછંદી આચરણને જ્ઞાનીજનો પ્રમાદ કહે છે. મદ, વિષય, કષાય, નિદ્રા ને વિકથા એ મુખ્ય પાંચ પ્રમાદ કહ્યા છે, તેમજ અજ્ઞાન, મિથ્યાત્વ ને અવિરતિ (સાવ મોકળી વૃત્તિ) મળીને આઠ પ્રમાદ પણ કહેલા છે. તેમાં માદક પદાર્થનું સેવન કરવાથી થતી ઉન્મત્તતા– ( ઉન્માદ)ને મદ ( Intoxication ) કહે છે. પાંચે ઈન્દ્રિચેના વિષયભૂત શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શમાં લંપટ થવું તે વિષય પ્રમાદ કહેવાય છે, ક્રોધ, માન, માયા ને લોભને વશ રહેવું તે કષાય પ્રમાદ, વગર જરૂરે નિદ્રા-તંદ્રાને વશ થઈ આળસ કરવું તે નિદ્રા પ્રમાદ અને સ્વપરહિતબાધક નકામી કુથલી કરવી તે વિદ્યા પ્રમાદ કહ્યો છે. તે ઉપરાન્ત જ્ઞાન, દર્શન ને ચારિત્રને બાધ કરનારા અજ્ઞાન, મિથ્યાત્વ ને
અવિરતિ મળી અષ્ટવિધ પ્રમાદ આમાથી જનેએ અવશ્ય ટાળવા ગ્ય છે.”
[ જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૧૦૦ ]
Page #331
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૨ ]
શ્રી કપૂરવિજયજી એક ભલા સમ્રાટે ફરમાવેલી આજ્ઞામાંથી
લેવાને બોધ ૧. મારી નિંદા કરનાર કોઈ માણસને શિક્ષા કરવી નહીં; કારણ કે જે તે મજાકમાં કરી હોય તો તેને હસી કાઢવી જોઈએ, જે તે વિધભાવે કરી હોય તો ક્ષમા આપવી જોઈએ અને જે તે સત્ય જ હોય તે તે માટે તે બોલનારનો આભાર માનવે જોઈએ.
૨. બીજાઓ પર ટીકા કરતી વખતે આપણે જેટલી કાળજીથી તેમના દોષ અને એબો પ્રગટ કરતા હોઈએ તેટલી જ કાળજીથી આપણે તેમના સગુણ અને સુંદરતાઓ પણ પ્રકાશિત કરવી જોઈએ. જે પુરુષ અથવા સ્ત્રી બીજાઓની ઊંચામાં ઊંચી કિંમત આંકે છે તે પોતે જ ઉચમાં ઉચ્ચ હોય છે એમ સમજવું.
૩. પારકી નિંદા કરવી નહીં, કરવી તે આપણા જ દુર્ગણોની કરવી જેથી કંઈક છૂટકબારો થવા પામે પરનિંદાથી વિરોધ પેદા થઈ તેમાં વધારે થાય છે અને સ્વપરને કશે તાત્વિક લાભ થવા પામતો નથી.
૪. પારકા દોષમાત્રને ગાયા કરવાથી આપણે જાતે જ કેટલા બધા દોષિત બનતા જઈએ છીએ તેનું નિદાખેરને કશું ભાન હોતું નથી. પરિણામે નિંદકનું હૃદય અત્યન્ત કઠોર બની જાય છે, તેથી જ શાસ્ત્રકાર એવા ર્નિદારને ચેથા ચંડાળની કેટીમાં મૂકે છે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ર૭૯ ]
Page #332
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ રલ્સ ] સારા બોધદાયક ગ્રંથને પ્રભાવ, ૧. ગમ્મત મેળવવાનું કેઈ પણ સાધન વાંચનના જેટલું સતું નથી, તેમ જ કેઈ આનંદ એના જેટલા ટકતો નથી.
૨. સારા ગ્રંથો ચારિત્રને ઉન્નત કરે છે, રુચિને શુદ્ધ કરે છે, હલકી પંક્તિના આનંદને મેહ નષ્ટ કરે છે અને આપણને ઊચકીને વિચાર અને જીવનની ઉચતર ભૂમિકા પર મૂકી દે છે.
૩. પિોતાનાં સાધન ગમે એટલાં સંકુચિત હોય તો પણ દરેક તરુણે કેઈ એક બાબતમાં અસાધારણ નિવડવાની મહત્વાકાંક્ષા રાખવી જોઈએ.
૪. એકાદ ગ્રંથ વાંચ્યા પછી કે એકાદ વ્યાખ્યાન અથવા ધર્મોપદેશ સાંભળ્યા પછી તેની સંક્ષિપ્ત નોંધ લેવી એ અતિ અગત્યનું કામ છે.
૫. જે માણસ દિવસનું કામ પૂરું કરીને, વર્તમાન અને ભૂતકાળના મહાબુદ્ધિમાન પુરુષોની સાથે સંભાષણ કરીને તેમજ પુસ્તકો વાંચીને શાંતિ અને આનંદ પ્રાપ્ત કરે છે તે માણસ ખરું સુખ ભોગવે છે. કામ અને મહેનતથી શ્રમિત થઈ કંટાબેલા શરીર અને મનને માટે ઉક્ત બાદ્ધિક આનંદ જે કેઈપણ આનંદ, કેઈપણ શાન્તિ કે કઈ પણ નવી કાર્યશક્તિ પૃથ્વીપટ પર વિદ્યમાન નથી. ગ્રંથ એ ઉત્તમ સોબતી છે.
[જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૭૯ ] @
Page #333
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૪ ]
શી કપૂરવિજયજી પૈસા વિના પણ શ્રીમંત થઈ શકાય છે. ૧. “નિસ્પૃશ્ય zi કાન્ત”—નિરપૃહીને કેઈની પરવા હોતી નથી. આખું જગત તેને મન તૃણ સમાન છે.
૨. સહૃદયતા, આત્મિક ભાવ, આશા, આનંદ અને પ્રેમ એ જ સાચું દ્રવ્ય છે. અંતરને ઉદાર ભાવ એ જ ખરી સંપત્તિ છે.
. જે માણસ થોડામાં થોડી સંપત્તિથી સંતુષ્ટ થાય છે તે સૌથી વિશેષ શ્રીમંત છે, કારણ કે સંતોષ એ સર્વશ્રેષ્ઠ કુદરતી દ્રવ્ય છે.
. ઘણા માણસો પૈસા વિના શ્રીમંતાઈ ભગવે છે. હજાર માણસો પિતાના ગજવામાં પૈસા વિના અને ગજવાવાળાની મદદ વિના શ્રીમંત હોય છે.
૫. સશક્ત શરીર, સારી પાચનશક્તિ, સારું અંતઃકરણ અને આરોગ્ય ધરાવનાર માણસ મોટામાં મેટે શ્રીમંત છે.
૬. સશક્ત શરીર એ પૈસા કરતાં મોટી સંપત્તિ છે અને નિવિષયી આત્મસુખ એ બીજા સર્વ વિષયજન્ય આનંદ કરતાં માટે આનંદ છે.
૭. આપણી પાસે જે હોય તેથી સંતુષ્ટ રહેવું એ મોટામાં મેટી અને સૌથી વિશેષ સુરક્ષિત સંપત્તિ છે. સંતોષી માણસ ઉમરાવ સમાન છે અને અસંતોષી માણસ ગમે તેટલે સધન હેય પણ ભિખારી સમાન છે!
૮. શરીરનું આરોગ્ય એ ઉત્તમ ધન છે. એ વડે ચિત્તની પ્રસન્નતા રહેવાથી પરભવનું સાધન થઈ શકે છે તેમ જ પરેપકારનાં કાર્ય યથાયોગ્ય થઈ શકે છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૯૫ ] ૯. આપણી શક્તિઓ નાહક આડે રસ્તે ખચી નહીં નાખતાં તેને બની શકે તે ને તેટલે સારામાં સારો ઉપયોગ કરે.
૧૦. તમે સુવર્ણ જે ઉચકનાર પશુ છો કે એક નિશ્ચિત ઉદ્દેશ ધરાવનાર મનુષ્ય છે? તે વિચારો ! અતિલોભી માણસ પશુ સમાન ગણાય છે.
૧૧. જે માણસ ઉચ્ચ કેટિનું ચારિત્ર ધરાવે છે અને જેના વિચાર લોકોની બુદ્ધિમાં વૃદ્ધિ કરે છે તે જ માણસ ખરે સંપત્તિવાન લેખાય છે.
૧૨. સદાચરણહીન માણસ ગમે તેટલે વિદ્વાન કે ધનવાન હોય તે પણ તેને જોવાથી આપણને ગ્લાનિ જ ઉપજે છે.
૧૩. જે વિનાશી દ્રવ્યનો તમે ઉપયોગ કરી શકતા નથી તેને તમે એકઠું કરી રાખો છો અને જે વડે સઘળું મેળવી શકાય તે જ્ઞાન-વિવેકરૂપ દ્રવ્યને તમે નકામું ગણે છો. એ તે તમે ભૂસાને ભરી રાખો છો અને અનાજને તજી દો છો. અહો કેવી વિવેકશૂન્યતા !
૧૪. સદગુણી માણસ સાચો શ્રીમંત છે અને નિર્ગુણ– ગુણહીન માણસ ખરો ભિખારી છે, તે બાહ્ય સંપત્તિના માપથી નહીં પણ અંતરની સંપત્તિના માપથી ગણાય છે.
૧૫. જે જીવનું ખરું રહસ્ય સમજી તેને વિવેકકળાવડે સાર્થક કરે છે તે જ ખરા સદ્ભાગી શ્રીમંત છે, તે વગરના જીવે નિર્ભાગી લેખાય છે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૮૦ ]
Page #335
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૬ ]
શ્રી કરવિજયજી ત્રેવડ ત્રીજો ભાઈ અથવા ખરી કરકસર. ૧. કરકસર એ પ્રમાણિકતા, સ્વતંત્રતા અને સુખની માતા છે, તેમ જ મિતાહાર, આનંદ તે આરોગ્યની સુંદર બહેન છે.
૨. થોડી જરૂરિયાતો હોય અને પિતાની જાતે જ પૂરી પાડોએ એના જેવું શભાભર્યું બીજું કયું કાર્ય છે?
૩. રાજતંત્ર ચલાવવામાં જેટલા ડહાપણની જરૂર છે તેટલું જ ડહાપણ ઘરસંસાર ચલાવવામાં પણ જરૂરનું છે.
૪. તમારી પાસેના દ્રવ્યને કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી તમને જે લાભ થાય છે તેના જે નિશ્ચિત લાભ બીજે કઈ પણું હોતું નથી.
૫. અકારણ નાની નાની રકમ ઉડાવી દેતાં સાવધ રહેજે. એક નાનું સરખું ગાબડું પડવાથી એક મોટું વહાણ પણ ડૂબી જાય છે.
૬. નાણમાં પેઠા બાદ તેમાંથી છૂટવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. જે કરકસરની કળા હાથ આવે તે દીર્ઘદશી માણસ સદણ કરે જ કેમ ?
૭. કરકસરથી ગરીબ માણસ પણ ઘણું સારું બચાવી શકે છે.
૮. જેની સ્થિતિ સુધરતી જતી હોય તે બચેલા પિસા સારા ઠેકાણે વાપરી શકે છે અને એ રીતે પારમાર્થિક કાર્ય કરવાનો રુડે પ્રસંગ હાથ આવી શકે છે.
૯. બે પૈસાનો સારો બચાવ થયો હોય તેમણે પણ પ્રાપ્ત
Page #336
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ર૯૭ ] થયેલા પૈસા જેમ તેમ વેડફી નહીં નાખતાં તેને વિવેકથી સદુપયોગ કરે.
૧૦. વધારે નહીં તો શોખની ખાતર કે દેખાદેખી જનજનની ખાતર ચા, બીડી, સોપારી, પાન જેવી નકામી અને પરિણામે દુઃખદાયક બાબતમાં જે ખર્ચ વ્યક્તિગત થતું હોય તે મન ઉપર અંકુશ મૂકીને બચાવી લેવાય અને તેને સારા જરૂરી કામમાં અથવા સાત્વિક ખાનપાનમાં ઉપયોગ કરવા લક્ષ્ય રખાય તે કેટલી બધી હાનિ થતી બચે અને પરિણામે કેટલો બધો ફાયદો થવા પામે ?
૧૧. ઉડાઉપણું અને કંજુસાઈ એ બંનેની વચ્ચે માર્ગ જ કરકસર છે, જેથી ગૃહવ્યવહાર ચલાવતા છતાં સ્વપ્રતિષ્ઠા સુખે સાચવી શકાય છે.
૧૨. તમારી જાત અને તમારા કુટુંબનાં માન તથા સગવડનો ભોગ આપીને પૈસા બચાવશે નહીં, પણ ફેશનના શેખમાં કે નકામાં દુર્વ્યસનમાં થતો ખર્ચ જરૂર બચાવશે.
૧૩ આપણી જાત સુખી ને નિરોગી રહે તેવી સાદાઈ ને સંયમનું પાલન થઈ શકે તે બચતા પૈસાથી બીજે પરમાર્થ પણ સાધી શકાય, એટલે તેવા પૈસાને યથેષ્ટ સદુપયોગ પણ કરી શકાય.
૧૪. અજ્ઞાનવશ દુર્થ સનેથી પ્રજા કેટલી બધી પાયમાલ થઈ છે અને થતી જાય છે? તેવી થતી પાયમાલી અટકે એવે સારે રસ્તે તેવી અજ્ઞાન પ્રજાને લાવવામાં પૈસાને સદુપયેગ કરી શકાય છે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૮૧ ]
Page #337
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૮ ]
શ્રી કપૂરવિજયજી સંગ્રહીત હિતવચને. ૧. “કેટલાક લોકો બેસે છે એછું પણ પિતાનું કામ મૂંગા મૂંગા કયે જાય છે ” તેની અસર લેકહૃદય પર ઘણુ ઊંડી પડે છે એ સત્ય છે.
૨. “કેટલાક લેક કરે છે એ છું પણ ગાઈ બતાવે છે ઘણું વધારે.” તેની ખરાબ અસરથી લેકમાં તેનું માન સચવાતું નથી.
૩. ખાવાની બજારુ લલચાવનારી વસ્તુને મેહ તજવામાં જ સારે છે. ઘરમાં બનાવેલી વસ્તુથી જ સંતોષ માન.
૪. વધારે ખાવાનો આગ્રહ રાખવે તેના કરતાં ખાઈએ તેટલું પચીને લોહી થાય તેવો આગ્રહ રાખે તે વધારે સારે ( હિતકારક) માગે છે.
૫. વધારે બોલવાને આગ્રહ રાખવે તેના કરતાં જેટલું બેલીએ તેટલું પાળવાનો આગ્રહ રાખવો તે વધારે સારો ને સલાહકારક છે.
૬. વધારે વાંચવાનો આગ્રહ રાખવો તેના કરતાં જેટલું વાંચીએ તેટલું જીવનમાં ઉતારવાનો આગ્રહ રાખે તે વધારે સારે છે.
૭. લેભ-તૃષ્ણા એ બૂરી–મેલી વસ્તુ છે. ઉડાઉપણું એ ઉપરથી રૂડી-રૂપાળી છતાં એટલી જ બૂરી વસ્તુ છે. કરકસર બહુ રૂપાળી નથી છતાં અત્યંત નિર્મળ ને જરૂરી વસ્તુ છે. કરકસર પાઈ પાઈને પણ વિચાર કરી શકે છે, તેમ છતાં પ્રસંગ આવ્યે પુષ્કળ રૂપિયા ખરચી નાખતાં વાડું સરખું થડકતું નથી.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૮૨. ]
Page #338
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૯૯ ]
ગૃહસ્થ શ્રાવકને પાળવા ચેાગ્ય પવિત્ર નિયમાની યાદી
૧. સુશ્રાવક જનાએ ન્યાય—નીતિવાળા ગમે તે શુભ વ્યાપારપ્રમુખ વ્યવસાયવડે દ્રવ્ય ઉપાર્જન કરીને આજિવકા ચલાવવી, સ્વકુટુ ંબનુ પાષણ કરવું, માતપિતાદિકની સેવા-ભક્તિ કરવી, નમ્રતા રાખવી, કૃતજ્ઞ અને પરાપકારી થવું તથા લજજાળુ, દયાળુ, ગંભીર અને નિષ્પક્ષપાતી મનવું. એથી પેાતાને ગૃહસ્થ ધર્મ ઉજ્જવળ થઇ શકશે.
૨. આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવું. સ્વસ્થિતિ પ્રમાણે જ સભાળીને ચાલવુ. ઇન્દ્રિયદમન અને કષાયનિગ્રહ કરવામાં વધારે લક્ષ રાખવુ. શિષ્ટ-સદાચારી-જ્ઞાતિજનેાના પગલે ચાલવું.
૩. સુખ–દુ:ખ સમયે હ–ખેદ્ય રહિત ઉદાર સિંહવૃત્તિ ધારણ કરવી. નીચ–ક્ષુદ્રવૃત્તિ કદાપિ આદરવી નહીં. શ્વાન જેવી હલકી ટેવ રાખવી નહિ.
૪. મદ–નશા ચડે એવુ' કંઇ ખાવું-પીવું નહીં, સુસ્ત થઇને બેસી રહેવું નહીં તથા નકામા તડાકા મારી કે પારકી કુથલી કરી કિંમતી વખત ગાળવા નહીં.
૫. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધા રાખી તેમની યથાશક્તિ સેવા કરવી.
૬. જિનપૂજા પ્રસ ંગે શરીર, વસ્ત્ર, મન પ્રમુખ સાત પ્રકારની શુદ્ધિ સાચવવી.
૭. ઉક્ત સેવા-ભક્તિ તેમની પવિત્ર આજ્ઞાને અનુસરવાથી
Page #339
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૦ ]
શ્રી કપૂરવિજયજી કળે છે એમ સમજી કઈ પણ પ્રકારના કુવ્યસનથી સદંતર દૂર જ રહેવું, કારણ કે તેમની તેવી આજ્ઞા છે.
૮. માંસ, દારુ, ચોરી, જુગાર, શિકાર, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન એ સાતે કુવ્યસને અતિ નિંદ્ય, અપયશકારી, કલેશકારક અને દુર્ગતિદાયક, ઉભય લેકવિરુદ્ધ હોવાથી સદા સર્વદા વર્યું છે.
૯. જ્ઞાની જનો સુયોગ પામી, સાદર હિતોપદેશ સાંભળી, તે હૈયે ધારીને કોઈ જીવને દુઃખ કે અસમાધિ ઉપજે એવું અનિષ્ટ આચરણ ન કરતાં, જેથી સુખસમાધિ ઉપજે એવા સદાચરણ સેવવામાં જ સદા લક્ષ રાખવું
૧૦. રાત્રિભેજન, જમી કંદ, રિંગણ–વેંગણ, તુચ્છ અને અજાણ્યા ફળ, બળ અથાણું, વાસી ભેજન, કાચા ગોરસદૂધ, દહીં કે છાશ સાથે કઠોળ ખાવું, લગભગ વેળાએસૂર્યાસ્ત સમયે વાળુ કરવું, દિવસ વિણઊગ્યા શિરાવવું-એ સઘળાં વાનાં વાક્ય છે; તેમ જ જીવાકુળ વસ્તુ, ચલિતરસ– બગડી ગયેલ ઘી, દૂધ, મે, મીઠાઈ વિગેરે પદાર્થ, બે રાત્રિ ઉપરાંત રાખેલું દહીં, ત્રણ દિવસ ઉપરાંતની છાશ, કાચું મીઠું, ગન્યા વગરનું (અણગળ) પાછું વગેરે વસ્તુઓ હાનિકારક જાણુને ધર્મના અથજનેએ ખાસ જેવા છે.
૧૧. ફાગણ ચોમાસાથી માંડી કાર્તિક માસી પર્યન્ત ખજૂર, ખારેક પ્રમુખ જીવાકુલ મે, આદ્રા નક્ષત્ર પછી કેરી, કાચી ને વિદેશી ભ્રષ્ટ ખાંડ વિગેરે વસ્તુઓ દયાળુ સજજનેને ભક્ષણ કરવા ગ્ય નથી.
૧૨. આખા દિવસમાંથી બને તેટલો વખત બચાવીને
Page #340
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
| [ ૩૦૧ ] અપૂર્વ શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રવાંચન-શ્રવણ-મનન પ્રમુખ અવશ્ય કરવું તેમ જ પાપપ્રવૃત્તિ તજી, સામાયિક-પ્રતિક્રમણદિક શુભ કરણ જરૂર કરવી.
૧૩. પરનિંદા, ચાડી-ચુગલી, કજીયા-કંકાસ અને પરને અછતા આળ દેવા પ્રમુખ દુષ્ટ આચરણથી આત્માથી જીએ સદંતર દૂર રહેવું. કુદેવ, કુગુરુ અને કુધર્મના ફંદમાં કદાપિ ફસાવું નહીં.
૧૪ વિદ્યાદાન કસુજ સારા પારમાર્થિક કામ કરી સ્વજીવન સફળ કરવું.
૧૫. ફરી ફરી સુદુર્લભ માનવદેહાદિક શુભ સામગ્રી સાંપડવી બહુ કઠણ છે તેથી દરેક રીતે તેની સાર્થકતા કરી લેવા ન ચૂકાય તો જ તે પામી લેખે ગણાય.
[ . ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૮૨ ] સદુપદેશક વાક્ય.
૧ અહે! મૃત્યુવશ પ્રાણી ! આજે પૂર બહારમાં ખીલતું પુપ કાલે કરમાઈને ખરી પડે છે. પ્રભાતમાં પૂર બહારમાં ઊગતે સૂર્ય પણ સંધ્યા કાળે અસ્ત થાય છે, પૂર્ણ બહારમાં પ્રકાશ પૂર્ણિમાનો ચાંદ પણ દિવસે-દિવસે ક્ષીણ થતો જાય છે, તો તે મૃત્યુવશ પ્રાણી! તું કેમ ફૂલે છે? અભિમાનમાં શીદ અકળાય છે ? કાળને ઝપાટે વાગતાં તારી શી પરિસ્થિતિ થશે તેને વિચાર કર ! પ્રભુનું ધ્યાન કર ! સતકર્મ કરી સુખી થા !
Page #341
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૨ ]
શ્રી કપૂરવિજયજી
૨. સુખ તથા શાંતિની શોધ.
અપકાર ઉપર ઉપકાર કર, અવગુણુ ઉપર ગુણુ કર, ક્રાધીને શાંતિથી વશ કર, કડવુ ખેલનારને મીઠાશથી જીત, વેર લેનાર પ્રત્યે ક્ષમા દાખવ, હિંસા તથા નિંદા કરનાર તરફ દયા બતાવ, દુ:ખ દેનારને પણ ધન્યવાદ આપતાં શીખ, અખંડ સુખ તથા શાંતિની પ્રાપ્તિ માટે સદા આ સદ્ગુણે ધારણ કર !
૩. પ્રેમ, પ્રેમ, શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમ !
તમારાથી વિરેાધી થયેલા સંબંધીને અનુકૂળ કરવા ઇચ્છા છે ? હાય તા તેને માટે એક જ સરલમાં સરલ ઇલાજ છે, અને તે એ જ કે તમે તેના ઉપર પ્રેમના પ્રવાહ વહેવરાવા. ભલે તે તમારા દ્વેષ કરતા હાય પર ંતુ તમે તે પ્રેમ જ કરો. ( હૃદયથી તેનુ' ભલુ જ ચાહા ) પ્રેમનું સામર્થ્ય એટલુ બધુ અપરિમિત છે કે તે ધારે તે કરી શકે છે.
૪. પ્રાયશ્ચિત્ત.
જાણતાં કે અજાણતાં પણ આપણાથી થયેલ પાપમય કૃત્યના સાચા દિલથી અને શુદ્ધ ભાવથી પસ્તાવા કરવા એ જ પાપનું પ્રાયશ્ચિત્ત છે. ( તે પાપમય કૃત્ય ફરી ન જ કરવુ જોઇએ. ) આપણા સુખ કે આનંદને ખાતર બીજાને જરાપણ દુ:ખ આપવું કે લાગણી દુખવવી તે મેટામાં મેટું પાપ છે. આપણી અંશમાત્ર સેવા કે ભાગથી ખીજાને સુખ કે આનંદ મળત ડાય તે તેથી વધારે સુખ કે આનંદ દુનિયામાં બીજા કાઇ નથી. [ જૈ. . પ્ર. પુ. ૪૯, પૃ. ૧૬ ]
Page #342
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૦૩ ] બ્રહ્મચર્ય જૈન દષ્ટિએ “બ્રહ્મચર્ય વિચારમાંથી વાનકી દાખલ મનન કરવા ગ્ય કંઈક વ્યાખ્યા
જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય શબ્દની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા બહુ વિશાળ અને સંપૂર્ણ છે. એ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવનપર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાને જ યા આશ્રવનિરોધને જ સમાવેશ નથી થતું, પણ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક વૃત્તિઓના વિકાસનો પણ સમાવેશ થઈ જાય છે. તેથી પહેલી વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામ-કોધાદિક દરેક અસવૃત્તિને જીવનમાં ઉભવતી અટકાવી શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સદુવૃત્તિઓ-ઊર્ધ્વગામી ધર્મોને જીવનમાં પ્રગટાવી તેમાં તન્મય થવું તે. સાધારણ લોકોમાં બ્રહ્મચર્ય શબ્દને જે અર્થ જાણીતો છે અને જે ઉપર વર્ણવેલ સંપૂર્ણ સંયમનો માત્ર એક અંશ જ છે તે અર્થ બ્રહ્મચર્ય શબ્દની બીજી વ્યાખ્યામાં જૈન શાસ્ત્રોએ પણ સ્વીકારેલ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુનવિરમણ અથોત્ કામસંગ-કામાચાર–અબ્રશ્નને ત્યાગ, મૈથુનસેવનથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય લેખાય છે.
અધિકારી એવા વિશિષ્ટ સ્ત્રી-પુરુષ –સ્ત્રી કે પુરુષ જાતિને જરાયે ભેદ રાખ્યા સિવાય બને એક સરખી રીતે બ્રહ્મચર્ય માટે અધિકારી માનવામાં આવ્યા છે. તે માટે ઉમ્મર, દેશ, કાળ વિગેરેનો કશે જ પ્રતિબંધ મૂકવામાં આવ્યા નથી. બ્રહ્મચર્ય માટે જોઈતું આત્મબળ સ્ત્રી અને પુરુષ બન્ને એક સરખી રીતે પ્રગટ કરી શકે છે, એ બાબતમાં જૈન શાસ્ત્ર અને
Page #343
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૪ ]
શ્રી કરવિજયજી બોધ શાસ્ત્રને મત એક છે. આ જ કારણથી વિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીઓ મહાસતી તરીકે જેમાં જાણીતી છે અને પ્રાત:કાળમાં આબાળવૃદ્ધ દરેક જૈન કેટલીક વિશિષ્ટ પુરુષોનાં નામની સાથે એ મહાસતીઓનાં નામનો પણ પાઠ કરે છે અને તેઓના સ્મરણને પરમ મંગળ માને છે.
બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાયે –જેન ધર્મમાં અન્ય તમામ વ્રત-નિયમેની પેઠે બ્રહ્મચર્યનું ધ્યેય (સાધ્ય) પણ માત્ર મોક્ષ છે. જગતની દષ્ટિએ મહત્વની ગણાતી ગમે તે બાબત બ્રહ્મચર્યથી સિદ્ધ થઈ શકતી હોય, પણ જે તેનાથી મેક્ષ સાધવામાં ન આવે તે જેનદષ્ટિ પ્રમાણે એ બ્રહ્મચર્ય લોકોત્તર (તાત્વિક–વાસ્તવિક) નથી. જેનદષ્ટિ પ્રમાણે મોક્ષમાં ઉપયોગી થતી વસ્તુ જ સાચું મહત્વ ધરાવે છે. શરીરસ્વાચ્ય, સમાજબળ આદિ ઉદ્દેશો ખરા મેક્ષ સાધક આદર્શ બ્રહ્મચર્ય માંથી સ્વત: સિદ્ધ થઈ જાય છે.
બ્રહ્મચર્યને સંપૂર્ણપણે સિદ્ધ કરવા બે માર્ગે નક્કી કરવામાં આવ્યા છે. પહેલે કિયામાર્ગ અને બીજે જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ વિરોધી કામસંસ્કારને ઉત્તેજિત થતો અટકાવી તેને સ્થલ વિકારવિષને બ્રહ્મચર્યજીવનમાં પ્રવેશવા નથી દેતો અર્થાત્ તેની નિષેધબાજુ સિદ્ધ કરે છે, પણ તેનાથી કામસંસ્કાર નિર્મૂળ થતો નથી. જ્ઞાનમાર્ગ એ કામસંસ્કારને નિર્મૂળ કરી બ્રહ્મચર્ય સર્વથા અને સર્વદા સ્વાભાવિક જેવું કરી મૂકે છે અર્થાત તેની વિધિબાજુ સિદ્ધ કરે છે. કિયામાર્ગથી જાણે ઔપશમિક ભાવે અને જ્ઞાનમાર્ગથી ક્ષાયિક ભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગનું કાર્ય જ્ઞાનમાર્ગની મહત્વની ભૂમિકા તૈયાર કરવાનું હોવાથી તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ છતાં
Page #344
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૦૫ ]
પણ બહુ ઉપયેગી મનાયા છે અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હાવાથી તેના ઉપર જૈનશાસ્ત્રમાં બહુ જ ભાર મૂકવામાં આવ્યા છે. એ ક્રિયામામાં બાહ્ય નિયમેાના સમાવેશ થાય છે. એ નિયમાનુ નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનુ સાધન અર્થાત્ વાડ. એવી નવ ગુપ્તિમાં એક વધુ નિયમ ઉમેરી બ્રહ્મચર્યનાં દશ સમાધિ—સ્થાન વર્ણવવામાં આવ્યાં છે.
[ જૈ. . પ્ર. પુ. ૪૯, પૃ. ૧૩૭ ]
આરાગ્ય વધારનાર પરિમિત ભાજન ( ખાનપાન ).
૧. વિદ્વાન ડાકટરીના આ અભિપ્રાય છે કે મનુષ્યાને થતા વ્યાધિએમાંથી સેંકડે નવાણું ટકા વ્યાધિએ અયેાગ્ય ખાનપાન ગ્રહણ કરવાથી અને જેટલું ખાવું જોઇએ તેથી વધારે પડતુ
ખાવાથી થાય છે.
૨. રોગ શાથી પેદા થાય છે? તેનું સામાન્ય જ્ઞાન મનુષ્ય માત્રને થાય તેા તે સુખ-શાન્તિપૂર્વક લાંબુ આયુષ્ય ભાગવી શકે. ૩. રસમૃદ્ધિથી અકરાંતિયા થઇ અતિ ઘણું ખાવાથી અનેક રાગેા પેદા થાય છે.
૪. પ્રથમનું ખાધેલું-પીધેલું પચ્યા પછી જ નવું ભાજન કરવું જોઇએ.
૫. પ્રથમનુ ખાધેલું પચ્યા પહેલાં રુચિ વગર ખાધેલુ પીધેલુ કુપથ્ય જેવી ખરાબ અસર કરે છે.
૨૦
Page #345
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૬ ]
શ્રી કપૂરવિજયજી
૬. પડી ગયેલી ખાવાપીવાની ખરાબ ટેવા છેાડી, જીભને અંકુશમાં રાખવાથી ફરી પાછી શરીર–સપત્તિ મેળવી લાંખે વખત જીવી શકાય છે.
2 એ
૭. આ મામત ‹ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવાની કળા નામનું પુસ્તક અને તેમાંના મુખ્યત્વે મિત આહાર સંબંધી પ્રકરણા વાંચવા ઘટે છે.
૮. ઘેાડુ અને પથ્ય ખાન-પાન કરનાર દીર્ઘાયુષી થઇ શકે છે.
૯. નિરાગી મનુષ્ય જે શાન્તિ અને સુખ ભાગવી શકે છે તે જોઇને તેવી સ્થિતિમાં જીવવાના કેાને કટાળે! આવે ? તેને જીવન રમણીય જ લાગે.
૧૦. બનતા સુધી એક જ ટક થાડી એક ચેાગ્ય વસ્તુ લાલુપતા વગર ખાવાપીવાની ટેવ પડે તે તે ઘણી સારી છે.
૧૧. ૮ મોળે રોમથં' એ શબ્દના અર્થ ખરાખર સમજી સતાષવૃત્તિ સેવવામાં આવે તે તે જ સારભૂત છે.
૧૨. જો દરેક મનુષ્ય મિતાહાર સેવે તેા ઘણા રાગેા આછા થાય અને નિર્ધનતા પણ મટે.
૧૩. માત્ર જીભને રાજી કરવા માટે જમવા કરતાં શરીરને પાષણ પૂરતું જમવાનું પસંદ કરાય તે મંદવાડ આવતા નથી અને બીજી પણ ઘણી વાતના બચાવ થવા પામે છે.
૧૪. હાલ મનુષ્યા ખાવા માટે જીવે છે તેને બદલે જીવવા માટે ખાય તે આત્મશ્રેય કે આત્મહિત સાધવા તેમને ટીક સહાય મળે અને સ્વપરહિતના કાર્ય માં વધારા પણ થઇ શકે.
Page #346
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૦૭ ] ૧૫. આરોગ્ય, સંપત્તિ અને સૌન્દર્ય સર્વ મિતાહારથી પ્રાપ્ત થઈ શકે છે. સુંદર અને નિરોગી રહેવા માટે પ્રથમ જીભને વશ કરવી જોઈએ. જેણે જીભને વશ કરી છે તે ખરા જિતેન્દ્રિય છે, અન્યથા જિતેન્દ્રિય હોઈ ન શકે.
૧૬. પૂરેપૂરું જમ્યા પછી બીજી મનગમતી ખાવાપીવાની વસ્તુ મળતાં તેમાં લલચાઈને તે ખાઈને દુઃખી થવું નહી.
૧૭. વારંવાર જીભને વશ થયા કરવાથી, ગાકાન્ત બની જઈ બહુ દુઃખી થવું પડે છે.
૧૮. તેથી જ આ અમૂલ્ય માનવદેહાદિ સામગ્રીને સફળ કરવા ઈચ્છનારે સ્વછંદ આચરણવડે તેને દુરુપયેગ નહીં કરતાં પરિમિત ખાનપાનવડે તેને બને તેટલો સદુપયેાગ જ કરતા રહેવું અને નિરોગી પણ મનની પ્રસન્નતાપૂર્વક આત્મહિત સાધી લેવા ભૂલવું નહીં.
[ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૩૮. ]
મનન કરવા ગ્ય સહૃદય-નિઃસ્વાર્થ પ્રેમી બંધુના
અંતર ઉદગાર, ૧. મન અને ઈન્દ્રિયોને તથા કેધાદિ કષાયોને જે વશ કરે છે તે સારાયે જગતને વશ કરી શકે છે. જે તેને વશ થઈ રહે છે તે સારી જિંદગી ગુલામી ભગવે છે.
૨. નાનાં નાનાં વ્યસન પણ લાંબે વખતે મનને જકડી રાખી પરવશ કરી મૂકે છે. પછી જીવને તેમાંથી છટકવું–છૂટવું
Page #347
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૮ ]
શ્રી કપૂરવિજય
મુશ્કેલીભર્યુ લાગે છે. તેથી જેમ બને તેમ જલ્દી કોઇ પણ કુબ્યુસન (ચા, બીડી, સીગારેટ પ્રમુખથી)થી દૂર થઇ જવું.
૩. જે એક મેાહિરપુને જીતે છે–નમાવે છે તે બહાદુર સ રિપુએને નમાવે છે.
૪. આરોગ્યતાના મુખ્ય મુખ્ય નિયમોથી આપણે જાતે વાકેફ્ બની, તેના સારા અનુભવ મેળવી, કેવળ હિતબુદ્ધિથી તેવા નિયમા, આપણી આસપાસ વસતા આપણા સ્વજનમિત્રાદિક સહુકાઈને સારી રીતે સમજાવવા અને તે મુજબ વર્તન કરી સારું આરોગ્ય મેળવે તેવા પ્રયત્ન કરવા.
પ. લંઘન ( ભાજનના ત્યાગ ) કરવાથી અજીર્ણ અને વરાદિક રાગાના જલ્દી અંત આવે છે, રોગની શરૂઆતમાં જ લંઘન કરવાથી વધારે લાંબે વખત હેરાન થવુ પડતુ નથી.
૬. જરૂરપૂરતી અંગકસરત કર્યા વગર લેાઢા જેવી કાયા પણ ખરાબ ( રાગી ) થઈ પાયમાલ થાય છે, તે વાત આરેાગ્ય ઇચ્છનારે ભૂલવી ન ઘટે.
૭. કસરત ઉપરાન્ત સ્વચ્છ-ચેાખ્ખી હવા, નિર્મળ જળ અને ભેજવગરના અજવાળાવાળા સ્વચ્છ નિવાસસ્થાનનેા ખૂબ કાળજીથી સારા ઉપયાગ કરનાર શરીર-આરાગ્ય ઠીક જાળવી શકે છે.
૮. ગમે તેવા રાગ પ્રસંગે વિદેશી દવાઓના ઉપયાગ નહીં કરતાં અને ત્યાં સુધી કુદરતી ઇલાજોને જ અને ધીરજ ટકી ન શકે તેા શુદ્ધ સ્વદેશી દવાના જ આશ્રય જાતે કરવા અને અન્ય સ્વજનાદિકને તેમ વર્તાવવા લક્ષ રાખવું, જેથી નવા નવા અનેક પ્રકારના ભય કર રાગાના ભાગ થવાના પ્રસંગ એછે! આવે.
Page #348
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૩૦૯ ]
૯. આપણા જીવનનું ધ્યેય નક્કી કરી તેવી ચેાગ્યતા મેળવી લેવા પ્રયત્ન કરતા રહેવાથી છેવટે આપણે નિશ્ચિત ધ્યેયસિદ્ધિને મેળવી શકીએ છીએ.
૧૦. મૈત્રી, કરુણા, પ્રમેાદ અને માધ્યસ્થતારૂપી ઉદાર ભાવનાથી સદા ય આપણે આપણા દિલને વાસિત ( તરએળ ) કરી રાખવુ જોઇએ.
૧૧. પરહિત ચિન્તવનરૂપ મૈત્રી, પરદુ:ખને ફેડવાના પ્રયત્ન વાળી કરુણા, પરનું સુખ-સાભાગ્ય ને ગુણગૈારવ જાણીદેખી પ્રમુદ્રિત થવારૂપ પ્રમેાદ યા મુદિતા અને પરના અનિવાય ઢાષા ટળી ન શકે ત્યાં રાગદ્વેષરહિત પરિણતિવાળી મધ્યસ્થતા ધારી રાખવામાં જ શ્રેય છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૩૯. ] સાધ મંત્રી.
ચારિત્રધર્મ મહારાજાને આ બુદ્ધિશાળી પ્રધાન છે. તે એવા જ્ઞાની છે કે આ વિશ્વની અંદર પુરુષાર્થથી સિદ્ધ થઈ શકે તેવી કેાઇ બાબત એવી નથી કે તે ન જાણતા હાય. વિશ્વમાં ભૂતકાળમાં થઇ ગયેલા, વર્તમાનકાળમાં થતાં અને ભવિષ્યકાળમાં થવાવાળા પદાર્થો જે સ્થૂલ હાય કે સૂક્ષ્મ હાય, નજીક હાય કે દૂર રહેલા હોય તે સર્વ પદાર્થને તે જાણવાને સમર્થ છે. વધારે શું કહું ? આ અનંત દ્રવ્યપર્યાયવાળા ચરાચર વિશ્વને તે નિર્મળ નેત્રથી જીવે છે. નીતિના માર્ગમાં તે નિપુણ છે. ચારિત્રધર્મ મહારાજાને તે પરમ હિતસ્વી છે. રાજ્યના સર્વ કાર્ય ની ચિન્તા રાખનારા અને પેાતાના બળ ઉપર
Page #349
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૦ ]
શ્રી કરવિજયજી
શ્રદ્ધા રાખનારા છે. સમ્યગ્દર્શન સેનાપતિને તે બહુ પ્રિય છે. તેને સ્થિર રહેવામાં મદદ કરનારા છે. ખરી વાત એ છે કે જ્ઞાન વિના સમ્યગ્દર્શનમાં દૃઢતા થતી નથી અને ટકતી પણ નથી. આ વિશ્વમાં તેના જેવા જ્ઞાની કાઇ અન્ય પ્રધાન નથી. જ્ઞાનાવરણુ રાજાના તે કટ્ટો દુશ્મન છે. આ પ્રધાનની જ્યાં હાજરી હાય છે ત્યાંથી જ્ઞાનાવરણને મુઠીએ વાળીને નાસી જવું પડે છે. તે ક્ષયાપશમ અને ક્ષાયક એમ બે પ્રકારે તેના નાશ કરે છે અર્થાત્ ક્ષયાપશમ નામની શક્તિવડે જ્ઞાનાવરણના ઘેાડા ભાગને દખાવે છે તથા ઘેાડા ભાગના નાશ કરે છે; અને ક્ષાયક ભાવની શક્તિવડે તે તેને સથા નાશ કરે છે. ક્ષયાપશમભાવનુ જ્ઞાન અને ક્ષાયકભાનુ જ્ઞાન એમ બે પ્રકારના બળ તે પ્રધાન–મંત્રી ધરાવે છે.
• અવગતિ સ્ત્રી ’:–નિ`ળ અંગ, ચળકતા નેત્ર અને સુંદર મુખવાળી આ સદ્બાધ મંત્રીને અવતિ નામની સ્ત્રી છે. અવગતિ એ વસ્તુત્ત્વના ખેાધનું નામ હાવાથી આ સ્ત્રી તે પ્રધાનનું સ્વરૂપ, અતિ, પ્રાણ અને સર્વસ્વ રૂપ છે. આ સ્ત્રી શરીર વિનાની અર્થાત્ અરૂપી છે. જ્ઞાન અરૂપી છે. એટલે અવગતિને શરીર વિનાની કહી છે. વેાના જીવનમાં તે સત્ય વસ્તુના પ્રકાશ રેડે છે. મહામહના વિવિધ સ્વરૂપાથી દરેક જીવને તે જાગૃતિ આપે છે–તેમાં ન ફસાવાને ચેતવે છે.
• સાધના પાંચ મિત્રા ’:–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ( યા સદાગમ ), અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન-એ સધ્ધેાધ મત્રીના પાંચ મિત્રા છે. સદાગમને મુખ્ય મંત્રીપણે સ્થાપન કરેલ છે. બીજા ચાર શક્તિવાળા છે પરંતુ મૂંગા છે. [ જૈ. ધ. પ્ર. પૃ. ૪૯, પૃ. ૧૩૬
Page #350
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૧૧ ] છૂટક મહાવાકય–સંગ્રહ ૧. પુરુષમાં શિરોમણિ પુરુષ તે જ કે જે ધર્મનું સારી રીતે
આરાધન કરે, તેમાં પ્રમાદ–ગફલત ન જ કરે. ૨. દરેક ધર્મક્રિયામાં શુભ ભાવનારૂપ અમૃતના બિંદુઓનું
ક્ષેપન કરતા રહેશે, તે જ તમને ક્રિયા યથાર્થ ફળ દેનાર થશે. શુદ્ધ ભાવ વગરની ક્રિયા બોજારૂપ જ જણાશે. ૩. સર્પ જેમ કાંચળી છોડી જવાથી નિર્વિષ થતો નથી તેમ
તમે પણ ઉપર જ વિકાર છોડી કમરૂપ વિષથી નિર્વિષ થવા ચાહશે તો તે થઈ શકશે નહિ. છે. આપણે જેનાથી પ્રથમની મુલાકાતમાં જ અપમાન પામ્યા
હોઈએ તેનાથી ફરી માન પામવું દુર્લભ છે. ૫. જ્યાં સુધી અસ્થિ-મજામાં (હાડની અંદર મજામાં) ધર્મ સ્પર્યો નથી ત્યાં સુધી ધર્મનો સ્વાદ કેવો છે તે
તમે ખરી રીતે જાણી શકવાના નથી. ૬. તમે ગમે તેટલા રૂપાળા હશે તે પણ વિદ્યા વિના સભાનું
ભૂષણ થઈ શકશે નહિં. ૭. મધુર અને કેમળ વચન વૈરીના અંત:કરણને પણ કુમળું
કરી નાખે છે. ૮. અમે ઘણું ચેસી કરી જોયું છે કે જેને અપરાધ કર્યા છતાં
પણ કોપે નહિ એવા પુણ્યપુરુષ દુનિયામાં વિરલ જ હોય છે. ૯. દષ્ટિરાગી થવા કરતાં ગુણાનુરાગી થવું વધારે સારું છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
[૩૧૨ ]
શ્રી કરવિજયજી ૧૦. આ વાતની તો ખાત્રી જ રાખજે કે પુણ્યદય વિના
દુનિયામાં જશ મળતું નથી. ૧૧. જશ-કીર્તિના ખપી થવા કરતાં આત્મહિત ઉત્પન્ન કરવાના
ખપી થવું એ વધારે શ્રેષ્ઠ છે. ૧૨. અરે ! જે કુટુંબાદિને માટે તમે ઘોર પાપ કરવા ઉક્ત
થાઓ છે તે તમને કષ્ટ પડે છોડાવવાનાં નથી, ૧૩. આ એક લઘુ પ્રશ્નનો ઉત્તર આપશો કે ક્યા મનુષ્ય
સંસારમાં સર્વ પ્રકારે સુખ ભોગવ્યું અને દુર્નિવાર્ય કાળથી
કેને વિટમ્બના થઈ નહિં ? ૧૪. જે તમને દુઃખથી કંપારી છૂટતો હોય અને સુખની ઇચ્છા
થતી હોય તે ધર્મરૂપી ક૯પવૃક્ષની સેવન કરો. ૧૫. જે તમે અધ્યાત્મ પણું સંપાદન કરવાને ચાહતા હો તે
પહેલાં સ્તુતિ અને નિંદામાં સમપરિણામ રાખતાં શીખે. ૧૬. નમ્રતા, નયજ્ઞતા, નિર્દભતા અને નિરાગતા એ ઉત્તમ
પુરુષમાં જ હોય છે. ૧૭. ધૃતિ, ધાર્મિકતા અને ધારણ શક્તિ એ ત્રણ મનુષ્યને
શુભ ગતિનું સૂચવન કરાવે છે. ૧૮. જે તમારે વાદ જ કરવો હોય તો ધર્મવાદ જ કરજે,
પરંતુ શુષ્કવાદ અને વિવાદ કરશે નહિં. ૧૯. જેઓએ કામરૂપી મહામāથી વિજય મેળવ્યું તે જ ખરો
મલ્લ છે એમ કહેવામાં ખોટું નથી.
Page #352
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૧૩ ] ૨૦. હું એ અવસ્થાને બહુ પસંદ કરું છું કે જ્યારે આપણે
શૂન્ય અરણ્યમાં–અટવીમાં જઈ પર્યકાસનથી ધ્યાનારૂઢ થયા હોઈએ, જે વખતે આપણા ખોળામાં હરણીઓનાં નાનાં નાનાં બચ્ચાં આવી આવીને નિ:શંકપણે બેસતાં હોય અથવા તો વૃદ્ધ હરિણે આપણને ઝાડનાં ઠુંઠા જેવાં જાણું આપણું શરીર ખાજ કરવાના (ખણવાના) ઉપગમાં
લેતા હોય છતાં આપણને જરા પણ અરુચિ આવે નહિં. ૨૧. આ તે કઈ જાતને નેહ કે પર્વતે કરતાં અધિક ભોજન
અને સમુદ્રો કરતાં અધિક પાણી, આપણે ભવાંતરથી ખાતા અને પીતા આવ્યા છતાં આપણને તેના પર અરુચિ જ
આવતી નથી ? ૨૨. જો તમે તમારી મહત્વતા અખંડિત રાખવા ચાહતા હે તે
કઈ પાસે જઈ કઈ પણ વસ્તુની માગણ–યાચના કરશો નહીં. ૨૩. ધર્મક્રિયા અધિકાર (યોગ્યતા) પ્રમાણે કરતાં રહેવાથી
પરિણામે તે બહુ સુખદાયક બને છે, તેના પડેલા સંસ્કાર
અન્ય જન્મમાં કામ આવે છે. ૨૪. આ જન્મમાં સદ્ગુરુઓએ અમૂલ્ય જ્ઞાન આપી મારા
ઉપર પરમ ઉપગાર કર્યો છે, તેનો બદલો વારંવાર તાબેદાર
થઈને હું ક્યારે વાળી શકીશ ? ૨૫. જેમ દૂધમાં ઘી, તલમાં તેલ અને કાષ્ઠમાં અગ્નિ સત્તારૂપે
ગુપ્ત રહેલાં છે તેમ શરીરમાં પણ આત્મા સત્તારૂપે ગુપ્ત
રહેલ છે તે ખાત્રીથી માને. ૨૬. જ્યાં સુધી જરા (ઘડપણ) અને વ્યાધિઓ આવ્યા નથી
Page #353
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૪ ]
શ્રી કપૂરવિજયજી અને ઈન્દ્રિયો અવિકળ–અખંડ–અક્ષણ બની રહી છે ત્યાં
સુધી આત્મહિત પ્રમાદ રહિતપણે સાધી લે. ૨૭. ધર્મનું મૂળ વિનય અને પાપનું મૂળ વ્યસન એ કેટિ
ગ્રંથને સાર છે. ૨૮. અસઝાયના વખતે સ્વાધ્યાય કરવાથી બુદ્ધિની ન્યૂનતા
થવા પામે છે. ર૯ જેમ ધર્મ કરતી વખતે વધારે ધર્મ કરનાર તરફ ખ્યાલ
કરવો ઉચિત છે, તેમ પાપ કરતી વખતે વધારે પાપ
કરનાર તરફ ખ્યાલ કર ઉચિત નથી. ૩૦. જેમાં પાછળથી દુઃખ પેદા થાય તે વાસ્તવિક રીતે સુખ નથી. ૩૧. વૈરીને પણ થતું દુઃખ દેખી દિલમાં રાજી થશે નહીં. ૩૨. જેમ ઉત્તમ-કુશળ વૈદ્યના કહેવા પ્રમાણે વર્તવાથી વ્યાધિને
જલદી અંત આવે છે તેમ સદ્ગુરુનાં એકાંત હિત–વચનને અનુસરવાથી જન્મમરણ, કહો કે સર્વ દુઃખને જલ્દી
અંત આવે છે. ૩૩. અંત:કરણથી સર્વે પ્રાણુ ઉપર અનુકંપા, વિનય–બહુમાનથી
સદ્દગુરુની સેવા અને શુદ્ધ પ્રકારે શીલવ્રતની રક્ષા–એ
આમેન્નતિ સાધનાર મહામંત્ર છે. ૩૪. મન વિષમ થવાથી ધાતુ વિષમ થાય છે અને ધાતુ વિષમ
થવાથી શરીર વિષમ-રોગિષ્ટ થાય છે, માટે નઠારા વિકપિ કરી મનને વિષમ કરશે નહીં.
Page #354
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૧૫ ] ૩૫. જેમ મન સ્થિર શાન્ત-અવિકારી બને તેમ ખાસ લક્ષ
રાખવું ઘટે. ૩૬. નાયક વિનાની સેનાની જેમ પતિ વિનાની સ્ત્રીથી ખૂબ
સાવધાન રહેવું. ૩૭. જે એક વિદ્યામાં કેળવણી લઈ નિપુણ થાય છે તેને બીજી
વિદ્યામાં નિપુણતા મેળવતાં વાર લાગતી નથી. ૩૮. ક્ષમારૂપી ખનું સદા સાથે રાખશે તો કોધરૂપી દુર્જન
કંઈ કરી શકનાર નથી. ૩૯. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું ” એ સાચું પણ
તે પ્રમાણે કરવું ઘણું અઘરું કામ સમજજે. ૪૦. “ પારકી આશ સદા નિરાશા ” સમજી જેમ બને
તેમ પરસ્પૃહા તજજે. ૪૧. અનિષ્ટ શોકને વધારે વખત સેવશો તે બુદ્ધિ, હિંમત
અને ધર્મને ઘણું હાનિ પહોંચશે. કર. મહાપુરુષે કેવળ સંસર્ગષથી વિકાર પામતા નથી. જુઓ!
ચંદનના વૃક્ષને ઝેરી સર્પોને સંસર્ગ હોવા છતાં પણ તે
ઝેરી થતા નથી–મૂળ સ્વભાવને તજતા કે બદલાવતા નથી. ૪૩. સમુદ્ર સમા ગંભીર સજન પુરુષો ગમે તેવા અનિષ્ટ સંગમાં
પણ સજનતા સાચવી રાખે છે. ૪૪. દરેક વખતે પોતાનામાં અનુકંપા ગુણ સાવચેતીથી સાચવી
રાખવે.
Page #355
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૬ ]
શ્રી કપૂરવિજયજી
૪૫. અનુકંપાદાનના કચાંય શાસ્ત્રકારીએ નિષેધ કર્યા નથી. મહાવીર પ્રભુએ સંયમયેાગ ગ્રહ્યા પછી પણ દરિદ્ર બ્રાહ્મણુની દેવદૃષ્ય વસ્ત્ર માટે યાચના જાણીને તે સ્વીકારી. ૪૬. હિંસાદિક આશ્રવા તજી જેમ સમતા-સામાયિકાદિક સવરનું સેવન અધિક અધિક કરાય તેમ તેમ આત્માનું અધિકાધિક શ્રેય સાધી શકાય.
૪૭. રાગદ્વેષાદિક ભાવગ સમ્યગ્ જ્ઞાન યાગે દૂર થાય છે અને ચિત્તની શુદ્ધિ ને પુષ્ટિ સમ્યક્રિયા-ચારિત્રથી થાય છે, તેથી જ સમ્યગજ્ઞાન અને સમ્યગક્રિયા આદરવા ચેાગ્ય કહ્યાં છે. ૪૮. કદાચ સમકિતધારી પૂર્વક યાગે આશ્રવ-કાર્ય માં જોડાઇ જાય તે પણ તેમાં તેએ ભાવથી શૂન્ય જ રહે છે, કેમકે જેવા તેઓ ધર્મક્રિયામાં આસક્ત હૈાય છે એવા પાપક્રિયામાં આસક્ત હાતા નથી. આ હેતુથી જ તેઓની મુક્તિ અટકતી નથી-જલ્દી થવા પામે છે.
૪૯. જ્યાં તમારા આદર સત્કાર થતા ન હેાય, ગુજરાન ચાલતુ ન હાય અને વિદ્યાની લેશ માત્ર પ્રાપ્તિ થતી ન હાય ત્યાં એક રાત્રિ પણ વાસ કરવા નહિ. તે સ્થાન તજી દેવુ જ ઘટે.
૫૦. જે દિવસથી તમને નેત્રને અને ખાંસીને રોગ શરૂ થાય તે દિવસથી જ તમે મૈથુન સેવવું બંધ રાખી બ્રહ્મચર્ય નું પાલન શરૂ કરશે. તે તમારા રોગ અસાધ્ય થવા પામશે નહીં.
૫૧. અગ્નિ, પાણી, સ્ત્રી, સ, મૂર્ખ અને રાજકુળ-આ છ
Page #356
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ?
[ ૩૧૭] વસ્તુને નિરંતર નિકટ રાખશે તો તેનાથી તમારા પ્રાણ
રહેવા મુશ્કેલ થઈ પડશે. પર. જો તમે તમારામાં લુબ્ધતા ને લંપટતાની વૃદ્ધિ થતી
દેખે તો લઘુતા પામવાનો સમય નિકટ આવેલે સમજજે, પરંતુ જો તેનાથી ચેતીને ચાલવા માંડશે તે સારા
ભાગ્યે બચી જવા પામશે. ૫૩. જો તમે તમારા હિતમિત્ર સાથે સ્નેહ રાખવા ચાહતા
હો તો જ્યારે તે કઈ કાર્યપ્રસંગે કોપિત થાય ત્યારે
તમે શાન્ત રહેજો–શાન્તિ જાળવજે. ૫૪. ચંચળ મનને સમજાવી ધીમે ધીમે વશ કરી લેવાય
તો તે ભારે લાભદાયક થવા પામે. ૫૫. અરે ! તે સુખને શું કરવા કે જેને સેવ્યાથી પાછળ
દુ:ખને પર્વત ખડે થઈ જાય. ૫૬. તમારું દુ:ખ મટાડવા સમર્થ હોય તેની જ પાસે જઈ
તમારું દુઃખ નિવેદન કરજે. ૫૭. દરેક વખત પોતાના સાત્ત્વિક ગુણને બહુ સંભાળથી
સાચવી રાખતા રહેજે. ૫૮. નિર્દભ પણે ધર્મસેવન કરનારને ત્રણ ભુવનમાં કાંઈ પણ
વસ્તુ અસાધ્ય નથી. ૧૯શ્રવણમાં જે નિરાદર હોય, તત્વરસને સ્વાદ લેવામાં
જેને અરુચિ રહેતી હોય અને વગર કારણે ધાર્મિક પુરુષ ઉપર જે કોપિત રહેતું હોય તેના તે દુર્ગતિ જવાના ચિત સમજવા.'
Page #357
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮ ]
શ્રી કપૂરવિજયજી
૬. ભાગ્યના ઉદય સાથે તમારામાં રહેલા વિદ્યા અને ધૈર્યાદિક ગુણેા પ્રકાશિત થતાં વાર નહીં લાગે.
૬૧. જો શાસ્ત્રના બહુમાન સાથે સદાચરણ સેવતા રહેશે તે સત્ર શ્રેષ્ટ લાભ મેળવી શકશે.
૬૨. શ્રી વીતરાગ દેવ સમી શાન્ત-નિર્વિકારી-મનહુર મુદ્રા કયાંય ઉપલબ્ધ થઇ શકવાની નથી.
૬૩. કડવુ' વચન, કુમતિ, કૃપણુતા ને કુટિલતા દૂર થશે ત્યારે જ ખરેખરી રીતે ધર્મની પ્રાપ્તિ થઇ શકશે.
૬૪. ઉત્તમ પુરુષામાં જિતેન્દ્રિયાક્રિક ગુણા સદા રહે છે. ખરા ખપી જના જ તેના લાભ મેળવી શકે છે.
૬૫, મારે વીર ઉપર પક્ષપાત નથી તેમ કપિલાર્દિકના દર્શને ઉપર દ્વેષ નથી. પરીક્ષા કરતાં જંતુ વચન યુક્તિયુક્ત લાગે તેના સ્વીકાર કરવા જોઇએ. આ પ્રમાણે વિચારતા વીર-આગમના વના મને ઠીક યુક્તિયુક્ત જણાય છે. ૬૬. પ્રભુતા, લાકપ્રિયતા, પરોપકાર અને પંડિતતા એ સઘળાં પુણ્યદયથી સાંપડે છે.
૬૭. સા–સદશી વીતરાગ પ્રભુથી કશું છાનું નથી. ૬૮. કામ—વિષય ઇન્દ્રિયને જીતે-સ્વવશ કરે તેણે સઘળુ જીત્યું" જાણવું. તેને દુ:ખ નથી રહેતું.
૬૯. જે દોષને તદ્દન તજવા ચાહીએ છતાં તે તજી ન શકાય તે તેમાં કર્મના પ્રમળ ઉદય સમજવેા.
Page #358
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૧૯ ]
૭૦. સમકિતરત્નદાતા જ્ઞાની ગુરુના ઉપગાર-પ્રત્યુપકાર ગમે તેમ કરવા છતાં વાળી શકાતા નથી.
૭૧. બીજી બધી સાહ્યબી કદાચ સાંપડે પણ શુદ્ધ સમકિતરત્ન સાંપડવું અત્યંત દુર્લભ છે.
૭ર. મેાક્ષાભિલાષીને સમકિતરત્ન, જિનભક્તિ, સદ્ગુરુસેવા, સક્રિયા, સામાયિક, પાષધ, કરુણાભાવ, પરોપકારવૃત્તિ, તત્ત્વચિન્તવન, સ્વાધ્યાય, વિનય, ઇંદ્રિયદમન, સુશીલવ્રત અને યથાશક્તિ તપસ્યામાં સદા આદર કરવા ઘટે. જેમ આત્મગુણમાં વૃદ્ધિ થાય તેમ સદ્ગુરુયેાગે સદા ઉદ્યમ કરવા જોઇએ.
૭૩. કંઇ કષ્ટ આવી પડે ત્યારે ચિન્તા નહીં કરતાં ધૈય ધારી સિંહવત્ શૂરવીર ખની તેની સામે થવું ઘટે. ૭૪. સંચાગ-વિયેાગ, સ પદા–વિપદા, ભાગ–ભાગાંતરાય તેમ જ
સુખ-દુ:ખ શુભાશુભ કર્મના ઉદયથી જ થવા પામે છે એમ જ્ઞાની ગુરુદ્વારા વારંવાર સાંભળ્યા છતાં તેવે પ્રસંગે હર્ષ–શાક કરી ફોગટ કર્મબંધન કરાય છે.
૭પ. જેને દેખી આંખમાં અમી આવે તે પૂર્વજન્મના સ્નેહી અને જેને દેખી આંખમાંથી ખૂન વરસે તે પૂર્વજન્મના વિરાધી હાવા જોઇએ.
૭૬. મુમુક્ષુ જનેએ અતિ ઉત્કટ શૃંગાર રસનું શ્રવણ પ્રથમથી જ વવું સારું છે કેમકે તેથી વિકાર થવા સંભવે છે. ૭૭. જો તમારે સારી દુનિયાને વશ કરવી હાયા પરના
Page #359
--------------------------------------------------------------------------
________________
[ ૩ર૦ ]
શ્રી કપૂરવિજયજી દોષ સામું ન જોતાં ગુણ ગ્રહણ કરે, હિત ને મિષ્ટ
વચન બેલે, તથા ઉદારતામાં વધારો કરતા રહે. ૭૮. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી તેનાથી જે સુકૃત
સાધી લેવાય તે સાધી લેવા ચકવું ન જોઈએ. ૭૯. ઈન્દ્રનથી આગની જેમ વિષયભેગથી તૃપ્તિ થવાની નથી
એમ સમજી સંતોષવૃત્તિ સેવવી ગ્ય છે. ૮૦. વિષયાસક્ત જીવ પણ નિરાગી જ્ઞાનીનાં હિતવચનથી
ઠેકાણે આવી શકે તે અન્યનું કહેવું જ શું ? ૮૧. જેમ સેનાની પરીક્ષા કષ-છેદ-તાપાદિ ચાર પ્રકારે કરાય
છે તેમ ધર્મના વચને સાંભળવાથી, તેને અનુભવ મેળવવાથી, તેના તપતેજથી અને તેના દયા-ગાંભીર્યાદિક
ગુણોથી તેની ઉત્તમતાની ખાત્રી થાય છે. ૮૨. વિકરાળ કાળથી કઈ બચતું નથી. તેને ખરે ઉપાય
શુદ્ધ ધર્મનું પ્રમાદ રહિત યથાશકિત સેવન કરવું એ છે. ૮૩. ખરા ત્યાગી મુનિજનો ભિક્ષા-ગ્રહણ સમયે પણ શુદ્ધ
નિદષ-પ્રાસુક આહારની જ ગવેષણ કરે છે. ૮૪. ખરા સજજને વિપદા સમયે પણ અનુચિત કાર્ય આરંભતા
નથી. તે વિપદાને કસોટીરૂપ સમજી પસાર કરે છે. ૮૫. અન્યની ભવાંતરની પ્રીતિને જોઈ અદેખાઈથી તેને તોડવા
મિથ્યા પ્રયત્ન કરશે તો તમે હાનિ પામશે. ૮. હસતાં હસતાં પણ કોઈને કઠેર વચને કહીને દુભાવશે
તે તેને હિસાબ દેવો જ પડશે તે ભૂલશે નહિ.
Page #360
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૨ ઃ
[ ૩૨૧ ]
૮૭. મનુષ્યે સૂઇ રહે છે પણ તેને પુણ્યરૂપી દીપક સૂઈ રહેતા નથી. તે તેા અખડ તેજથી મળ્યા જ કરે છે.
૮૮. માતા—જનની, જન્મભૂમિ, પ્રભાતની મીઠી નિદ્રા, કામળ વચનથી બધાયેલી મિત્રતા અને પ્રિયજન એ પાંચ બહુ મુશ્કેલીથી તજી શકાય છે. ખરા ત્યાગી—વૈરાગી જના તેમાં નિ:સ્પૃહભાવે વર્તે છે.
૮૯. આ સંસારરૂપી નાટકમાં નટની પેઠે આપણે અનેક પ્રકારના વેષ લઇ થાક્યા જ હાઈએ તે હુવે એવા એક વેષ લાવીને ભજવવા જોઇએ કે જેથી મુક્તિરૂપ સ્ત્રીના વલ્લભ થઇએ. ૯૦. જીવ ! તને પ્રાપ્ત થયેલી ઊંચી–નીચી અવસ્થા જોઇ, હર્ષ – શેક કેમ કરે છે? ગાડીના પૈડા તરફ જ્ઞાનાષ્ટિથી જોઈ, વિચારી, મધ્યસ્થતા રાખી, આત્મહિત સંપાદન કરી લે, જેથી ભવેાભવનું દુ:ખ ભાંગે તે સુખ થાય.
૯૧. ગમે ત્યાં જાએ અને ગમે તેટલાં વલખાં મારા પણુ તમે પેદા કરેલું શુભાશુભ કર્મ તમને છેડશે નહી.
૯૨. ક જ્યાંસુધી તેના વિપાક પૂરા દેખાડી રહે ત્યાંસુધી ગાયના વચ્છની જેમ તેના કર્તાને અનુસરે છે.
૯૩. સમાધિના અથીજનાએ આત્મસાધન માટે નિરાકુળ સ્થળ પસંદ કરી લેવું જોઇએ.
૯૪. ભાગ્યહીન જના અવસર આવે છેતે તેના લાભ થઈ શક્તા નથી. કહ્યું છે કે—‹ ભાગ્યહીનકા ના મીલે,
૨૧
Page #361
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૨ ]
શ્રી કપૂરવિજયજી બડી બાતકે ભેગ; દ્રાક્ષ પાક જબ ફાગમાં, તબ કાગનક રાગ.” એ સાચું જ છે. ૫. જે બુદ્ધિમાન થઈ પૈસાદારથી દબાય, તેની મિથ્યા સ્તુતિ
કરે તે સરસ્વતીને ખરે પુત્ર નથી. ૬. આપણને ભગવાન મહાવીર કે વિષ્ણુ વિગેરે કઈ પણ પ્રત્યક્ષ નજરે પડતા નથી પણ તેના ગુણ, તેમના ચરિત્ર અને તેમની પ્રતિમાદિકથી તેમની સર્વજ્ઞતાદિકની
ખાત્રી કરી શકાય છે. ૯૭. ગુણો જ પૂજાપાત્ર છે, કેવળ લિંગ (વેષ) કે વય પૂજાપાત્ર
નથીમાટે ગુણને જ વિશેષતયા આદર કરે તે યુક્ત છે. ૯૮. “રાગાદિ દેષ માત્રથી મુક્ત અરિહંત મારા દેવ, સુસાધુ
મારા ગુરુ અને સર્વજ્ઞકથિત તત્ત્વ-રહસ્ય મારે પ્રમાણ છે” એ શુભ-શુદ્ધ ભાવ અંતરમાં પેદા થાય તેનું
નામ સમ્યક્ત્વ. ૯૯. સમ્યકત્વ પામ્યા પછી ઘણે થડો જ કાળ સંસારભ્રમણ
કરવાનું રહે છે, પરિમિત કાળમાં મુક્તિ થાય છે. ૧૦૦. સમકિત અવસ્થામાં કરાતી સક્રિયા જ જીવને મુક્તિ
દેનારી થાય છે, બીજી નહીં. ૧૦૧. અતિચારાદિ દેષ ટાળવાના ખપી જન ધીમેધીમે નિરતિ
ચાર કરણી કરી શકે છે. ૧૦૨. સામાયિક લઈને બેસનાર ભાઈ-બહેનો સ્વજન-પરજનમાં,
Page #362
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ ઃ
[ ૩૨૩ ] માન-અપમાનમાં અને નિંદા-પ્રશંસામાં સમભાવ રાખશે તા જ તેનુ સામાયિક મેાક્ષના હેતુરૂપ થઇ શકશે.
૧૦૩, તમારું મન સામાયિકમાં ટકતુ ન હાય તે મગજને કંટાળા ન આવે અને મનને લેાભાવી સ્થિર કરે એવુ રસિક ધર્મશાસ્ત્ર વાંચવું કે સાંભળવુ શરૂ કરે.
૧૦૪. ગમે તેટલુ સુત્ર દાન દેવા કરતાં જે ભાઇ-બહેને શુદ્ધ ભાવથી યથાવિધિ સામાયિક કરે છે તે ઘણા આત્મલાભ મેળવવા ભાગ્યશાળી થઈ શકે છે.
૧૦૫. પ્રભુની આજ્ઞા આરાધવાથી અજમ આત્મલાભ થાય છે અને વિરાધવાથી પારાવાર નુકશાન થાય છે.
૧૦૬. મૃતક શરીરને શૃગારવુ' અને અરણ્ય-અટવીમાં જઈને રૂદન કરવુ એ બંને જેમ નિષ્ફળ છે, તેમ વીતરાગ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કરાતુ સર્વે અનુષ્ઠાન નિષ્ફળ જાણવું.
૧૦૭. સૈાકિકમાં પણ રાજાદિકની આજ્ઞા વિરુદ્ધ વર્તનારને સખ્ત શિક્ષા થવા પામે છે તેા વીતરાગની આજ્ઞાનું ખંડન કરનાર અને સ્વચ્છંદે ચાલનાર શી રીતે ખચી શકશે ? ૧૦૮. કદાચ પર્વત ચલાયમાન થાય પણ સર્વજ્ઞ-વીતરાગનુ વચન મિથ્યા ન થાય.
૧૦૯. નિશ્ચય નયથી આત્મા નિલે、 છે અને વ્યવહાર નયથી આત્મા સલેપ છે-કમના લેપવાળે છે.
૧૧૦, નિશ્ચય દષ્ટિને હૃદયમાં ધારી રાખી જે ભિવક જીવા
Page #363
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૪ ]
શ્રી કપૂરવિજયજી
સ્વ અધિકાર ( પાત્રતા ) મુજબ વ્યવહારથી ધમ કરણી કરે છે તે પુણ્યવતા ભવસમુદ્રના પાર પામી શકે છે.
૧૧૧. જે કામ-ક્રોધાદિક દોષા તારે જીતવાના છે તેણે તને જીતી લીધેા છે, માટે સાવધાન થઇ જા અને તેને જીતવાના પ્રયત્ન કર.
૧૧૨. આપમતિથી શાસ્ત્રવિરુદ્ધ અર્થ કરનારને અને વિરુદ્ધ માર્ગે ચાલનારને ભારે અનથ પ્રાપ્ત થાય છે.
૧૧૩. કોઇની હાંસી, નિંદા-ખિસા કરશેા નહીં, તેમ કરવાથી મહામાઢું પરિણામ આવે છે.
૧૧૪. નિર્મળ ધ્યાન કરવા માટે પ્રાત:કાળ( પ્રભાત )ના સમય બહુ અનુકૂળ ગણાય છે.
૧૧૫. જો તમારે જ્ઞાનનું ખરેખરી રીતે આરાધન કરવું જ હાય તા ખનતે પ્રસંગે ખરી તક પામીને જ્ઞાન અને જ્ઞાની પુરુષાની વિનયભક્તિ સાવધાનપણે કરતા રહેશે। જેથી કલ્યાણુ સધાશે.
[ જૈ. . પ્ર. પુ. ૫૦-પૃ. ૪૧૩, પુ. ૫૧, પૃ. ૧૦૧]
Page #364
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૨ :
[ ૩૨૫ ]
વીત્યુ.
૧. જીવનને મહાન્ ઉન્નત-મનાવવા સારુ વિમળ સંયમદ્વારા વોત્કર્ષ માટે તત્પર થા.
૨. ભવપ્રપંચ વસ્તુત: નિસ્સાર છે. તેમાં મેાહિત થવું દુ:ખદાયક છે. સચમરક્ષાપૂર્વક સત્ર અમૂઢપણે વિહર.
૩. જે ચેાગ્ય પ્રકારે મન:સંયમ કરી પેાતાના વીર્યને સંભાળી રાખે છે તે માનસિક અને શારીરિક વિકાસદ્વારા મહાન્ સુખના ભાક્તા બને છે.
૪. બ્રહ્મચર્ય એ બધા તપમાં શ્રેષ્ઠ તપ છે. તેનાથી સવ કલેશે। તરી જવાય છે. એ મહાત્ વ્રતની પ્રાપ્તિને મહાન્ ભાગ્ય સમજી હમેશાં યત્નપૂર્વક સાચવી રાખવું.
૫. બ્રહ્મચર્ય સેવનના ફળરૂપે ચિત્તની શાન્તિ, બુદ્ધિની દીપ્તિ, આત્માની પ્રસન્નતા અને શરીરની સ્ફૂર્તિ મેળવાય છે.
૬. મનુષ્યને જો સુખની આકાંક્ષા હાય ( હોય જ ) તેા તેણે બ્રહ્મચર્ય જે સુખસ ંપત્તિનુ મ ંદિર છે તેના રક્ષણમાં નિરન્તર સાવધ રહેવુ.
૭. રૂપના બાહ્ય આકાર જોઇ માણસ માહિત
થાય છે,
૧. બ્રહ્મચય સંબંધી વધારે માહિતી મેળવવા માટે બ્રહ્મચ - વિચારાદિ અનેક પ્રસિદ્ધ ગ્રંથામાંના ઉત્તમ લેખે લક્ષપૂર્વક વાંચવાવિચારવા અને સ્વજીવનને સાર્થક કરવા માટે બની શકે તેટલે તેમાં આદર કરવા જરૂર છે. બ્રહ્મના મહિમા-પ્રભાવ સંપૂર્ણપણે વર્ણવી ન શકાય તેવા અપરંપાર છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૬ ]
શ્રી કપૂરવિજયજી
પરન્તુ તેના અન્તભંગનું જો ચિન્તન કરાય તેા જરૂર ( તે પરથી ) વૈરાગ્ય જ થાય.
[ જૈ. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૩૬ ]
સવ ધમ સમભાવ
૧. અન્ય ધર્મના અનુયાયી તરફ અનુદાર ન અનેા. મૂળભૂત સિદ્ધાંતા તા બધે ઉપદેશવામાં આવ્યા છે. ( ધર્મના મૂળ સિદ્ધાંતા તા બધા ધર્મોમાં વર્ણવાયા છે. )+
૨. કર્મકાંડ એ ધર્મતત્ત્વ નથી, ધમ તેા જીવનનું શેાધન કરવુ એ છે અર્થાત્ ધર્મ જીવનશેાધનમાં છે; માટે જુદી જુદી જાતનાં કર્મકાંડા ( ક્રિયાકાંડા ) હાય ત્યાં પણ તે સ ંભવે છે.
૩. ધર્મને માટે કાઇ ચાક્કસ ક્રિયાકાંડના આગ્રહ રાખવા શ્રેયસ્કર નથી. ધર્મની પ્રતિષ્ઠા કયાં છે એ સમજવુ જોઇએ. એ છે સચિત્તમાં. પછી ક્રિયાલે કેમ ખાધક હાઇ શકે ? ક્રિયાભેદથી ધાર્મિકતામાં વાંધા ન હાય.
૪. અનેક માણસા એવા છે કે દૃષ્ટિભેદથી યા પ્રમાદથી ધર્માંનુ અથવા સામ્પ્રદાયિક નિયમાનું આચરણ કરતા નથી, પણ
+ આ આખા વિષય શાન્તિપૂર્વક વાંચી મનન કરવાથી તેની ખૂબી ( રહસ્ય ) સમજાશે અને પરમતસહિષ્ણુતાનેા માટા લાભ મળશે. દૃષ્ટિ ઉદાર અને વિશાળ થશે. વળી ભાવકરૂણાવડે અનેક જીવાને સત્ય તરફ આકર્ષી શકાશે. ‘ મારું એ જ સારું' એની ખેચતાણ મૂકી ‘સારું' તે મારું' એવી સુંદર બુદ્ધિ જાગૃત કરી તેને ટકાવી રાખતાં સુંદર પરિણામ આવશે.
Page #366
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૨૭ ]
એથી કરી એએ, મનુષ્યસુલભ મૈત્રીને અચેાગ્ય ઠરતા નથી. અર્થાત્ મનુષ્યાએ એકબીજા સાથે જે મનુષ્યેાચિત શિષ્ટાચરણ રાખવાનુ છે તેને માટે તેએ અપાત્ર બનતા નથી.
,
૫. જે જેવું કરશે તેવું તે પામશે ’ પરન્તુ માણસે માણુસ સાથેની પેાતાની મનુષ્ય-શિષ્ટતા ન છે।ડવી જોઇએ.
૬. આપણે જે ખીજા સાથે તેના જાતિભેદ યા મતભેદને કારણે મનાભેદ કરીએ તેા કયાંય પણ એ માણસામાં પણ—એ સગા ભાઇએ કે મિત્રામાં પણ ઐકય નહિ થઇ શકે. ( અને મનમાં નકામે ખેદ રહ્યા કરશે. )
૭. મતભેદના કારણે મનેભેદ કરવા એ સાજન્ય ન ગણાય. મતભિન્નતાવાળા સાથે પણ સામનસ્ય રાખવું એ જ વિવેકાચિત આચરણ છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ ૧૩૬ ] ઇશ્વરભક્તિ.
૧. પરમેશ્વર પ્રસન્ન થતાં બધી લક્ષ્મી પ્રસન્ન થાય છે, જયારે તેની અપ્રસન્ન દશામાં જગત્ અંધકારમય બને છે. ચારીસજીવની ન્યાયે માળવાને આવા ઉપદેશ હિતકર છે.
૨. તમામ ચિન્તાને દૂર કર. તું એ પરમ પ્રભુને એના સ્મરણથી અને સદાચરણથી પ્રસન્ન કરી શકે છે.
૩. અન્ય ઋદ્ધિવાનેાને આરાધવામાં તુ જેમ હુમેશાં તત્પર રહે છે તેમ ઇશ્વરના આરાધનમાં જો તત્પર અને તેા શું બાકી રહે ?
૧ આ ન્યાય સુગુરુ મુખે સમજવા યેાગ્ય છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૮ ]
શ્રી કપૂરવિજયજી ૪. બીજાને આશરો મૂકી દે. એ મહાન પ્રભુનોજ આશ્રય લે. એ સમર્થ આત્મા પ્રાર્થિત થતાં તારાં સઘળાં દુઃખને હણું નાંખશે.
૫. પરમાત્માને વિસરી જઈ માણસના કિંકર થવું એમાં ચોખું તારું મતિદર્બલ્ય જાહેર થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૩૭]
પ્રાર્થના. ૧. હે દેવ! તું દારિદ્રને નિવારણ કરનાર નિધિ છે, રેગીઓનું અમૃત છે, અનાથને નાથે છે અને દુઃખિયાઓનું સુખ છે.
૨. હે ભગવન! તારા આલખન વગર પ્રાણું દુઃખમાંથી ઇટી શકતું નથી, માટે જગતના આધારભૂત હે પ્રભુ! હું તારું શરણ સ્વીકારું છું.
૩. હે પ્રભે ! તું જગતને નાથ છે અને દયાને સાગર છે, તને હાથ જોડી વિનંતિ કરું છું કે મારા સઘળા ઉદ્વેગેને કાપી નાંખ અને મારા ચિત્તને આનંદિત બનાવ.
૪. જીવનના અમૃતભૂત મહાન સુન્દર પવિત્ર માર્ગ પર હું હમેશાં સ્થિર રહું એ જ હે ઈશ! તારી આગળ મારી પ્રાર્થના છે. તે સફળ થાઓ ! અને સર્વ જીવો સર્વત્ર શાસનરસિક બને !
[ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૩૮ ]
Page #368
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ બીજાના વિષયાની અકારાદિ અનુક્રમણિકા.
Ko
સૂક્તમુક્તાવની લેખસ‘ગ્રહ.
૧ અઢાર હજાર શીલાંગ રથની સમજ,
૨ અનિત્ય ભાવના.
૩ અન્યત્વ ભાવના.
૪ અર્થ-દ્રવ્ય વિષે. ૫ અર્થ વ
અ વ અધિકારા.
9 અર્થ વર્ગ સમાપ્ત. ૮ અવિશ્વાસ.
૯ અશરણ ભાવના.
૧૦ અશુિચ ભાવના. ૧૧ અસ્તેય. ૧૨ અહિંસા ધર્માં. ૧૩ આત્મષેધ વિષે.
૧૪ આશ્રવ ભાવના.
૧૫ ઇંદ્રિય પરાજય.
૧૬ ઉત્તમ કુળ.
૧૭ ઉદ્યમ.
૧૮ ઉપકાર.
૧૯ ઉપશમ.
૨૦ એકત્વ ભાવના.
૨૧ અંતિમ વચન.
૨૨ કર્મ વિષે. ૨૩ કળા
૨૪
૬૧
૧૭૮
૧૮૪
૧૧૨
૨૦૬
111
૧૫૦
૧૩૦
૧૭૯
૧૮૬
૯૨
८८
૨૦૩
૧૮૭
૧૦૨
૬૧
૬૯
१७
૫૦
૧૮૨
૨૦૯
૧૭૨
૧૪૫
Page #369
--------------------------------------------------------------------------
________________
૨૪ કામ વ. ૨૫ કામ વર્ગ અધિકારા.
૨૬ કામ વર્ગ સમાપ્ત, ૨૭ કામ વિષે ૨૮ કીર્ત્તિ
૨૯ કૃપણતા ત્યાગ.
૩૦ ક્રોધ ત્યાગ.
૩૧ ગુણરાગી.
૩૨ ગુરુતત્ત્વ.
૩૩ ગ્રંથકારની ગુરુપરંપરા.
૩૪ તપ ધર્મ. ૩૫ ત્રિકરણ શુદ્ધિ. ૩૬ દયા-અહિંસા ધર્મ.
૩૭ દાન ધર્મ.
૩૮ દુર્જનતા.
૩૯ દેવ તત્ત્વ.
૪૦ દ્વાદશ ભાવના વિષે.
૪૧ ધર્મ તત્ત્વ
૪૨ ધર્મ ભાવના. ૪૩ ધર્મ વ.
૪૪ ધર્મવર્ગ અધિકાર.
૪૫ ધર્મ. વર્ગ સમાપ્ત,
૪૬ ધર્માદિ ચારે પુરુષાર્થનુ સક્ષિપ્ત સ્વરૂપ.
૪૭ નિર્જરા ભાવના.
૪૮ ન્યાયસ`પન્ન વિભવ.
૪૯ પરિસંહ-મમતાત્યાગ.
પૃષ્ઠ
૨૦૮
૧૫૧
૧૬૮
૧પર
૧૪૨
૧૧૯
८०
૩૪
૬
૨૧૦
७९
૧૯
૮૮
૭૧
૧૨૭
?
૧૭૮
૯
૧૯૪
૨, ૨૦૧
૨
૧૧૦
૨૦૫
૧૯૦
૩૮
e
Page #370
--------------------------------------------------------------------------
________________
પૃ8 ૧૨૧
૧૬૫ ૧૫૫
૧૫૬
૧૫૫
૪૨
૧૦૪
१७८
૧૯૭
૭૮
૨૮
૮૪
૧૬ ૩
૫૦ પારકી આશા. ૫૧ પિતા-વાત્સલ્યતા પર પુએ ગુણ વર્ણન. પક પુરુ દોષ વર્ણન. પ૪ પુરુષ સ્ત્રીના ગુણદોષ. પપ પ્રતિજ્ઞા પાલન. પ૬ પ્રમાદ ત્યાગ. પ૭ બાર ભાવના વિ. ૫૮ બેધિદુર્લભ ભાવના. પ૯ ભાવ ધર્મ. છેમનુષ્ય જન્મ. ૬ ૧ મમતા ત્યાગ. ૬૨ માતા પ્રત્યે કર્તવ્ય. ૬૩ માન ત્યાગ. ૬૪ માયા ત્યાગ. ૬પ મિત્રતા. ૬૬ મુખ્ય પ્રધાન ૬, મૂર્ખતા. ૬૮ મોક્ષ વર્ગ. ૬ ૯ મિક્ષ વર્ગ અધિકારો. 9મોક્ષ વર્ગ સમાપ્ત. ૧ મોક્ષાર્થ વિ. કર યશ-કીર્તિ. ૭૩ રાગ-દ્વેષ. ૧૭૪ રાજસેવા. ૭પ લજજા.
૧૩૪
૧૪૩
૧૪૬ २०८ ૧૬૯ ૨૦૪ १७० ૧૪૨
૧૯૬ ૧૨૫
૧૪૮
Page #371
--------------------------------------------------------------------------
________________
૭૬ લક્ષ્મી વિષે. ૭૭ લેાકસ્વરૂપ ભાવના.
૭૮ લેાભ ત્યાગ. ૭૯ વિદ્યા.
૮૦ વિનય.
૮૧ વિવેક.
૮૨ વિવેક વિષે.
૮૩ વિષયતૃષ્ણા. ૮૪ વૈરાગ્ય વિષે.
૮૫ શીલ ધ.
૪૬ શીલ વ્રત.
૮૭ શ્રાવક ધર્મો.
૮૮ શ્રાવક ધ.
૮૯ શ્રાવક ધર્મના ૨૧ ગુણા.
૯૦ સજ્જનતા.
૯૧ સત્ય વાણી.
૯૨ સદુપાયથી દ્રવ્ય પ્રાપ્તિ.
૨૩ સપ્ત વ્યસન.
૨૪ સભ્યજ્ઞાન.
૯૫ સાત વ્યસનના ઉદાહરણા.
૯૬ સાધુ ધ.
૯૭ સુપુત્ર વર્ણન.
૯૮ સુલક્ષણી સ્ત્રી વર્ણ ન.
૯૯ સુક્તમુક્તાવલી સમાપ્ત.
૧૦૦ સુક્તમુક્તાવલી સમાપ્તિ વિષે.
૧૦૧ સતાય.
પૃષ્ઠ
૧૧૫
૧૯૨
e
}}
૬૩
૬૪
૧૯૯
૧૦૦
૨૦૧
७४
૯૪
૧૭
૧૫
૧૯
૩૧
૯૦
૧૨૩
૧૩૭
૨૪
૧૪૦
૧૬, ૧૦૬
૧૬૭
૧૫૯
૨૧૧
૨૦૯
૯૮
Page #372
--------------------------------------------------------------------------
________________
૧૭૬
૧૬૧ ૧૮૯ ૧૮૧
૧૫૭
૧૫૮ ૧૧૪ ૧૭૪
૨૪
૧૦૨ સંતોષ વિષે. ૧૦૩ સંયમ વિ. ૧૦૪ સંગ વિયોગ વિ. ૧૦૫ સંવર ભાવના. ૧૦૬ સંસાર ભાવના. ૧૦૭ સ્ત્રી–ગુણ વર્ણન. ૧૦૮ સ્ત્રી-દોષ વર્ણન. ૧૯ તિવચન. ૧૧૦ ક્ષમા વિ. ૧૧૧ જ્ઞાન.
ઉપદેશક વાક્યામૃત સંગ્રહ ૧ અભણ બંધુઓ પ્રત્યે કર્તવ્ય ભાવના. ૨ અમૂલ્ય બોધવચનો. ૩ “અહંતા” અને “મમતા” આથી વિવેક. ૪ આત્માથી સજજનોને હિતશિક્ષા. ૫ આદર્શ જીવે. ૬ આપણી આધુનિક સ્થિતિ સુધારવા સજનને બે બોલ. ૭ આપણી સામાજિક સ્થિતિનું નિરાકરણ. ૮ આરાધક ભાવની દશા. ૯ આરોગ્ય વધારનાર પરિમિત ભેજન ૧૦ ઈશ્વરભક્તિ. ૧૧ ઉત્સાહી જૈન યુવકે પ્રત્યે પ્રેરક વચન. ૧૨ ઉત્સાહી જેનેનું હિતકર્તવ્ય. ૧૩ ઉપદેશ વાક્યામૃત સંગ્રહ. ૧૪ એક ભલા સમ્રાટે કહેલી આજ્ઞામાંથી લેવાનો બોધ. ૧૫ અંતરથી બોધ લેવા જેવું.
૨૨૨ ૨પ૭ ૨૮૮
૨૭૫
૨૪૪ ૨૧૮ ૨૩૮ ૨પ૦
૩૦૫
૩૨૭
૨૧૬
૨૩૯
૨૧૨
૨૯૨
૨૮૦
Page #373
--------------------------------------------------------------------------
________________
૧૬ કર્મ–ચડાલ કાને કહે છે !
૧૭ કલ્યાણાર્થી જીવાને માધવચનેા. ૧૮ કલ્યાણાર્થીને સ્થાયી મકાન માટે.
૧૯ ખરું' તત્ત્વ શેાધી લેવાથી સાચું સુખ મળશે.
૨૦ ખરું સુખ.
૨૧ ગુણગ્રાહી સજ્જતાને સમયેાચિત સૂચના. ૨૨ ગૃહસ્થ શ્રાવકને પાળવાનાં નિયમેા.
૨૩ ચાર પ્રકારના કમ–ચડાળ કાને કહે છે! ૨૪ છૂટક મહાવાકય સંગ્રહ.
૨૫ જીભને તમે શું સમજો છે ?
૨૬ જીવનને સરળ અને સફળ કરવા દિશાસૂચન ૨૭ જન યુવકાને ઉદ્દેશીને ઉપદેશ.
૨૮ ત્રેવડ ત્રીજો ભાઇ અથવા ખરી કરકસર.
૨૯ થોડાંએક વચનામૃતા.
૩૦ થોડાંક સૂક્ત વચને.
૩૧ થેાડા હિતવચને.
૩૨ ધર્મ અથવા શાંત આત્માર્પણ.
૩૩ પૈસા વિના પણ શ્રીમત્ થઈ શકાય છે. ૩૪ પ્રકીર્ણ મધ.
૩૫ પ્રશ્નોત્તર રૂપે સક્ષેાધ.
૩૬ પ્રસ્તાવિક સદ્ભાધ.
૩૭ પ્રાથના.
૩૮ મેધદાયક ગ્રંથાના પ્રભાવ. ૩૯ મેધવચનેા.
પૃષ્ઠ
૨૫ર
૨૭૭
૨૪૪
૨૮૫
૨૫૧
૨૬૨
૧૯૯
૪૦ બ્રહ્મચર્યાં.
૪૧ મનન કરવા યોગ્ય નિઃસ્વાર્થ પ્રેમીના અંતર ઉદ્ગાર.
પર
૩૧૧
૨૭૯
૨૨૦
૨૧૩
૨૯૬
૨૨૪
૨૮૩
૨૮૨
૨૧૮
૨૯૪
૨૫૪
૨૪૬
૨૫૪
૩૨૮
૨૯૩
૨૨૮, ૨૪૧, ૨૫૭, ૨૧૯, ૨૬,
૩૦૩
૩૦૭
Page #374
--------------------------------------------------------------------------
________________
૪ર મૂંગું સમર્પણ.
૨૫૮ ૪૩ વખતની કિમત.
૨૯૦ ૪૪ વચનામૃત.
૨૨૪ ૪પ વીત્યાં..
૩૨૫ ૪; વ્યવહારશુદ્ધિ સાચવવા રાખવું જોઈતું લક્ષ્ય. ૪૭ શાસ્ત્ર શબ્દનો અર્થ.
૨૪૯ જ૮ શુદ્ધ બ્રહ્મચર્યના અદ્ભુત લાભ.
૨૮૧ ૪૯ શ્રાવકને પાળવાના નિયમ. પ૦ શ્રાવક યોગ્ય વ્યવહારુ શિક્ષા.
૨૬૩ ૫૧ સોધ.
૨૪૬ પર બોધ મંત્રી. ૫૩ સદુપદેશક વાક્યો.
૩૦૧ ૫૪ સધર્મ-સાધન માર્ગમાં આદર કરે.
૨૮૪ પપ સર્વ ધર્મ સમભાવ.
૩૨૬ ૫૬ સારા બોધદાયક ગ્રંથોનો પ્રભાવ.
૨૯૩ પ૭ સુપુત્રીને કરિયાવરની દશ હિતશિક્ષા.
૨૪૫ ૫૮ સુભાધિત વચનામૃતો. ૫૯ સુભાષિતે. ૬૦ મુક્તવચનો. ૬૧ સૂક્તવચન.
૨૮૩ ૬૨ સંગ્રહીત હિતવચનો.
૨૯૮ ૬૩ સંતાપ
૨૫૩ ૬૪ સ્વાર્થ—અંધતા તજી સ્વપર હિતકારી માર્ગ આદર
૨ ૫૮ ૬૫ હાલની આપણી સામાજિક સ્થિતિનું નિરાકરણ.
૨૩૮ ૬૬ હિત બોધવચનો.
૨૪૧ ૬૭ હિતવચનો.
૨૮૨, ૨૯૮ ૬૮ “હું' અને “મા” “અહંતા” અને “મમતા” આશ્રી વિવેક ૨૮૮
૭
જી
જી
-
o
)
Page #375
--------------------------------------------------------------------------
________________
મુમિર શ્રી પ્રવિણ મહારાજની સ્તુતિ
( રાગ-મેરે મૌલા બુલાલે મદીને મુઝે ) ગુરુ કરવિજય ગુણવાન સદા;
શેભે શાંત મુદ્રા સ્મિતની સુખદા–ગુરુવ (ટેક) જ્ઞાન-કિયા મેક્ષ દે”, એ સૂત્ર જગને શીખવ્યું; બોધ દેતા કલેશ હરતા, જીવન જ્ઞાને ખીલવ્યું.
સદા ભવ્યાતણ શંકા હરતા-ગુરૂ૦ (૧) પાઠશાળાઓ સ્થપાવી, કાર્ય ઉત્તમ આદર્યા; જ્ઞાન ગ્રંથ બહુ છપાવ્યા, જ્ઞાન પ આચર્યા.
| મુખે મહાવીર નામ સદા મરતા–ગુરુ૦ (૨) સિદ્ધગિરિની છાંયમાં, દિન ગાળીયા શુદ્ધ ભાવથી; દેશ દેશે વિચર્યા, જન રીઝતા સુપ્રભાવથી.
ગુરુ ચારિત્રવંત પ્રભા ધરતા–ગુરુવ (૩) ગુણપૂજન ને સ્મરણથી, હર્ષ હૃદયે ઉછળે; ગુરુસ્મરણથી સે સત્ય માને, ભવતણા સંકટ ટળે.
ગાયે ગુરુ ગુણે તે શિવપદ વરતા–ગુરુ (૪) પ્રાપ્ત થાવા અજિતપદ, બુદ્ધિ ગુરુમાં રાખજે, મિષ્ટ અમૃતના સમા, ઉત્તમ ફળો સહુ ચાખજે.
મુનિ હેમેન્દ્રગુરુચરણે ભજતાં–ગુરુ (૫)
મુનિશ્રી હેમેન્દ્રસાગરજી.
Page #376
--------------------------------------------------------------------------
_