________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૬૩ ] ૫. આપણા તન, મન ને વચનની પવિત્રતા સચવાય ને તેમાં વધારે થાય તેવી ચીવટ દરેક સાચા સુખના અથી ભાઈબહેને એ જરૂર રાખવી. પિતાની સંતતિને સુધારવાનું ને ઊંચી ગતિ પામવાનું એના જેવું સરલ સાધન બીજું જણાતું નથી.
૬. નાનપણથી બચ્ચાઓમાં સારા બીજ-સંસ્કાર નાખવા, જેથી ભવિષ્યમાં બહુ જ સુંદર પરિણામ થવા પામે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૦૭ ]
શ્રાવક યોગ્ય વ્યવહારુ શિક્ષા.
( ૧ ) સુગુરુનું આવાગમન, સત્સમાગમ, જિનચૈત્ય, સમાન ધમીએની વસ્તિ, આજીવિકાના અપારંભવાળાં સાધનો, રાજપ્રજા વચ્ચે પ્રેમ, પ્રજાને હિતકારી રાજનીતિ, હવા-પાણી અને ધાન્ય વિગેરેની અનુકૂળતા અને શ્રેષ્ઠતા, તથા કુશળ અને નિર્લોભી વૈદ્ય-એટલાં વાનાં જે ગામમાં હોય તે ગામમાં શ્રાવકે વસવું; કેમકે સુગુરુના વંદન અને તેમના ગુણેના બહુમાનથી પાપને નાશ, સત્સમાગમથી દોષ અને કુબુદ્ધિને નાશ, જિનચિત્યના દર્શન પૂજા વિગેરેથી મિથ્યાત્વનો નાશ, સાધર્મિકની વસ્તિથી સંસારમાં સારભૂત એવું સાધમી–વાત્સલ્ય અને સમ્યગ દર્શનમાં પરસ્પર સ્થિરીકરણ–વૃદ્ધિકરણ વગેરેનો લાભ, અપારંભવાળી આજીવિકાથી પાપ અને ભવભ્રમણની ઓછાશ, રાજા-પ્રજાના પ્રેમ અને સુરાજનીતિથી નિર્ભયતા અને સુખે ધર્મારાધનનો લાભ, હવા-પાણી વિગેરે સુખાકારીના સાધનોથી