________________
શ્રી કરવિજ્યજી - જેમ સ્વાભાવિક રીતે શંખમાં વેતતા–ઉજવળતા હોય છે, અમૃતમાં મિષ્ટતા-મધુરતા હોય છે, ચંદ્રમાં શીતળતા હોય છે, કમળમાં ખુશબે–સુગંધ હોય છે અને શેલડીમાં મીઠાશ હોય છે, તેમ સુકુળમાં ઉત્પન્ન થયેલા કુલીન મનુષ્યોમાં સહજ સ્વભાવે જ ભલાઈ-હિતસ્વિતા યા ચિત્તની ઉદારતા હોય છે. કદાચ કેઈને શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત થઈ હોય છે તે તેને દ્રવ્યસંપત્તિ ( લક્ષ્મી) હોતી નથી, અને કદાચ દેવગે તે બન્ને મળ્યા હોય છે તો સજજનતાની ખામી હોય છે એટલે વિનયવિવેકાદિક ગુણ હોતા નથી, પરંતુ ઉત્તમ કુળગે જે એ ત્રણે વાનાં પ્રાપ્ત થઈ શકે તે અભય કુમારની પેઠે માનવ ભવની સાફલ્યતા થઈ શકે છે. મતલબ કે સવિદ્યા, સંપત્તિ અને સજજનતા એ સહુ સારાં વાનાં ઉત્તમ કુળગે પ્રાયઃ સહેજે લાભી શકે છે. તેમાં પણ સજજનતા–ભલાઈ વગરની વિદ્યા અને લક્ષમી લગભગ નકામી છે, સ્વપરહિતરૂપ થતી નથી, પણ ઊલટી અનર્થકારી નીવડે છે. તે ભલાઈ યા સજજનતા મુખ્ય પણે ઉત્તમ કુળમાં જ લાભે છે, કેમકે ઉત્તમ કુળનું એ ખાસ લક્ષણ લેખાય છે. સજજનતા એ જ ખરેખર સુકુળનું ભૂષણ ગણાય છે. અને સજજનતા યેગે જ ખરી કુલીનતા લેખી શકાય છે. સજનતા મેગે જ વિનય-વિવેકાદિક ગુણે આવે છે અને તેના વડે જ પ્રાપ્ત થયેલી વિદ્યા અને લક્ષ્મીની સાર્થકતા થઈ શકે છે, માટે જ સજજનતાવાળું સુકુળ વધારે પ્રશંસનીય છે અને એના પ્રભાવથી અનેક પ્રકારનાં સ્વપરહિતનાં કાર્યો કરી શકાય છે.