SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૦ ] શ્રી કપૂરવિજયજી બંધાવાનું રહેતું નથી, પરંતુ ઉદય અનુસારે જે કંઈ કરવાનું પ્રાપ્ત થાય છે તે કેવળ સાક્ષીભાવે કરાતી હોવાથી ઉદિત કર્મનો અનાયાસે ક્ષય થવા પામે છે અને નવીન કર્મબંધ થવા પામતે નથી. વળી ત્રિકરણશુદ્ધિથી-શુદ્ધ સંકલ્પબળથી બહુ ભારે મહત્વનાં કામ અ૯પ પ્રયાસે થઈ શકે છે. તે ઉપર સીતા, દ્રોપદી અને સુભદ્રાદિક અનેક ઉત્તમ સતીઓનાં તેમજ ભરતેશ્વર, બાહુબલી, જબૂસ્વામી, સ્થૂલભદ્રજી, વજસ્વામી પ્રમુખ અનેક સત્વવંત મહાત્માઓના અને પરમ ક્ષમાવંત શ્રી અરિહંત દેના, ગણધર મહારાજાએના તેમ જ ગજસુકમાળાદિક પૂર્વ મહામુનિઓના જ્વલંત દષ્ટાન્તો સુપ્રસિદ્ધ છે. વળી વર્તમાન કાળે પણ પવિત્ર પણે મન, વચન અને કાયાની શુદ્ધિને પાળનારા કઈક સજજને પણ જગતમાં જયવંતા વતે છે. કહ્યું છે કે – " मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः । त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजगुणविकसंतः संति संतः कियन्तः॥" વિચારોમાં, વાણીમાં અને ક્રિયામાં પુન્યરૂપી અમૃતથી ભરેલા, ત્રણ ભુવનના પ્રાણીઓને કરડેગમે ઉપકારોથી પ્રસન્ન કરતા અને સૂક્ષ્મદર્શક કાચ સમાન પિતાની સૂફમદષ્ટિવડે પરના અલ્પમાત્ર ગુણને વિશાળરૂપે જોઈને પોતાના હદયમાં અતિ આનંદ પામતા એવા કેટલાએક સજજને જગતિતળ ઉપર જયવંતા વર્તે છે. ત્રિકરણ શુદ્ધિથી પવિત્ર ધર્મકરણું કરતાં અમૃત જેવી
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy