SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૨ ] શ્રી કપૂરવિજયજી એક ભલા સમ્રાટે ફરમાવેલી આજ્ઞામાંથી લેવાને બોધ ૧. મારી નિંદા કરનાર કોઈ માણસને શિક્ષા કરવી નહીં; કારણ કે જે તે મજાકમાં કરી હોય તો તેને હસી કાઢવી જોઈએ, જે તે વિધભાવે કરી હોય તો ક્ષમા આપવી જોઈએ અને જે તે સત્ય જ હોય તે તે માટે તે બોલનારનો આભાર માનવે જોઈએ. ૨. બીજાઓ પર ટીકા કરતી વખતે આપણે જેટલી કાળજીથી તેમના દોષ અને એબો પ્રગટ કરતા હોઈએ તેટલી જ કાળજીથી આપણે તેમના સગુણ અને સુંદરતાઓ પણ પ્રકાશિત કરવી જોઈએ. જે પુરુષ અથવા સ્ત્રી બીજાઓની ઊંચામાં ઊંચી કિંમત આંકે છે તે પોતે જ ઉચમાં ઉચ્ચ હોય છે એમ સમજવું. ૩. પારકી નિંદા કરવી નહીં, કરવી તે આપણા જ દુર્ગણોની કરવી જેથી કંઈક છૂટકબારો થવા પામે પરનિંદાથી વિરોધ પેદા થઈ તેમાં વધારે થાય છે અને સ્વપરને કશે તાત્વિક લાભ થવા પામતો નથી. ૪. પારકા દોષમાત્રને ગાયા કરવાથી આપણે જાતે જ કેટલા બધા દોષિત બનતા જઈએ છીએ તેનું નિદાખેરને કશું ભાન હોતું નથી. પરિણામે નિંદકનું હૃદય અત્યન્ત કઠોર બની જાય છે, તેથી જ શાસ્ત્રકાર એવા ર્નિદારને ચેથા ચંડાળની કેટીમાં મૂકે છે. [ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ર૭૯ ]
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy