________________
[ ૨૮૪]
શ્રી કપૂરવિજયજી ૪. સહુ કોઈ પ્રાણીવર્ગને આત્મ સમાન લેખી, તેની અનુકૂળતા સાચવવી તે તન, મન ને વચન પામ્યાની સાર્થકતા છે. ધનથી બને તેટલી નિ:સ્વાર્થ સેવા કરવી તે લક્ષ્મી પામ્યાની સાર્થકતા છે.
[ . ધ. પ્ર. પુ. ૪ર, પૃ. ૧૪૮ ]
સદ્ધર્મ–સાધનમાર્ગમાં આ રીતે આદર કરે. ૧. દયાળુ-માયાળુ સ્વભાવ રાખવો. ૨. કેપટોપ કરવાની ટેવ તજવી. ૩. જૂઠું બોલવાની ટેવ તજવી. ૪. પરાયું છીનવી લેવાની બુદ્ધિ ન રાખવી. ૫. પરસ્ત્રીની ઈચ્છા-લાલસા નીવારવી. ૬. દુઃખીજનોને દુ:ખમુક્ત કરવા ઈચ્છા રાખવી. ૭. દેવ અને સંઘ( અથવા દેવ–સમૂહ)ને વંદન કરવું. ૮. પરિજનોને યેગ્ય સંતોષ ઉપજાવે. ૯. મિત્રવર્ગને અનુસરીને ચાલવું. ૧૦. પરના ગુણ ગ્રહણ કરવા. ૧૧. કોઈએ કરેલો થોડો પણ ઉપકાર સંભારે. ૧૨. મહાજન-મોટા માણસને યોગ્ય સત્કાર કરવો. ૧૩. પરના મર્મ ઊઘાડવા નહિ. ૧૪. કેઈને તિરસ્કાર કરવો નહિ.