SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૩૯ ] એક્તા અનુભવશે, તો પછી તમે બીજાને ચાહ્યા વિના અને મદદ કર્યા વિના રહી શકશે નહીં. તેવી રીતે સાધેલી તમારી પૂર્ણતા સહુને ખરી મદદગાર થઈ શકશે. તેમ છતાં અનેક વિષય પરત્વે જગતના જીવોમાં વિચારભેદ તો રહેવાના જ. ૫. તમારી પૈસાની ગણત્રી અમારે મન બીનમહત્ત્વની છે, હૃદયની કિંમત જ અમારે મન મહત્ત્વની બાબત છે. ૬. જે હદય પવિત્ર છે અને જે હૃદયના નિરભિમાનપણાને લીધે તેમજ બાહ્ય ભભકા( આડંબર )ના અભાવે કોઈનું લક્ષ પણ ખેંચતું નથી, તેવા હૃદયમાં ખરી સહૃદયતા સંભવે છે. ૭. શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ એ એક એવી ચાવી છે કે જે બધા સામાજિક પ્રશ્નોરૂપી તાળાઓને ઉઘાડી નાખશે, એ સત્ય છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૨૪ ] ઉત્સાહી જૈન જનનું હિત કર્તવ્ય.’ ૧. ભ્રષ્ટાચારથી સર્વથા અળગા રહી, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને પુષ્ટિ મળે એવું સહકારિત્વ પણ ન જ સે. ૨. સંતોષી જીવનમાં સુખ માની, નિ:સ્વાર્થ સેવા અને પ્રેમ જગાવે. વિશ્વપ્રેમની ભાવનાને જીવનમાં સ્થાન આપે. ૩. હિત-મિત-પ્રિય વાણુ વદે તેથી વિરુદ્ધ વદનારાઓને શાન્તિથી–પ્રેમથી સમજાવી ઠેકાણે લાવવા પ્રયત્ન કરે. ૪. કુરૂઢિઓને કાપવા-ના બૂદ કરવા બનતી કોશિશ કરે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy