SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૨ ] શ્રી કપૂરવિજ્યજી ૩૬. તેથી જ જરૂરી પ્રસંગે પ્રિય ને પથ્ય (હિતકર) એવું સત્ય ઉચ્ચરવું. ૩૭. જરૂરી પ્રસંગ વગર મૌન ધારણ કરવું વધારે સારું છે. ૩૮ ચીવટ રાખી સ્વપરહિત માટે ઉદ્યમ કર એ જ માનવ ભવ પામ્યાનું સાર–ફળ છે. ૩૯. અકાર્ય-હિંસાદિક પાપકૃત્ય કરવામાં જે રક્ત રહે છે તે અંધ છે. ૪૦. હિતવચન સાંભળ્યું–નહીં સાંભળ્યું કરે છે તે બહેરો છે. ૪૧. ખરી તકે પ્રિય વચન બોલી ન જાણે તે મૂંગે છે. કર. સ્ત્રીઓના કટાક્ષબાણથી ન છતાય તે શૂરવીર છે. ૪૩. સારાં હિતકાર્યમાં છતી શક્તિ ન ફેરવે તે ચેર છે. ૪૪. ચન્દ્રની જેવી શીતળતા ઉપજાવનારા સંતપુરુષો છે. ૪૫. તેમની અવહેલના-નિન્દા કરવી તે ઉગ્ર વિષરૂપ છે. ૪૬. શુદ્ધ અહિંસકભાવ-વિતરાગભાવ અમૃતરૂપ છે. ૪૭. તત્ત્વવિચારણા કરવી એ બુદ્ધિ પામ્યાનું સાર-ફળ છે. ૪૮. યથાયોગ્ય વ્રત ધારણ કરી, તેનું યથાર્થ પાલન કરવું એ દેહ પામ્યાનું ફળ છે. ૪૯સઠેકાણે–સારા પાત્રે સ્વકમાણુને ઉપયોગ કરે એ પૈસા પામ્યાનું ફળ છે. ૫૦. સામાને પ્રીતિ-સંતેષ ઉપજે એવું પ્રિય ભાષણ એ વાણી પામ્યાનું ફળ છે. ૫૧. પ્રમાદ સમે કઈ શત્રુ નથી અને ઉદ્યમ સામે કોઈ હિતમિત્ર નથી. [ જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૧૪]
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy