SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૦૩ ] જે અજ્ઞજને ઈન્દ્રિયોને સ્વવશ નહિ કરતાં તેમને જ વશ થઈ પડે છે, તેઓ પરવશ ઈન્દ્રિયવાળા અગતેંદ્રિય કાચબાની પેઠે મરણાન્ત કષ્ટ પામે છે અને જેઓ ઈન્દ્રિયોને સારી રીતે દમી સ્વવશ કરી લે છે, તેઓ ગુતેન્દ્રિય કાચબાની પેઠે ખરેખર સુખી થઈ શકે છે. શાસ્ત્રકાર સ્પષ્ટ જણાવે છે કે “ઈન્દ્રિયોને ઈચ્છિત વિષયે. માં મોકળી મૂકી દેવી તે આપદા વહોરી લેવાનો રાજમાર્ગ છે, અને એ જ ઈન્દ્રિયોને નિયમમાં રાખી સન્માર્ગે દોરવી એ સુખસંપદા પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે.” હવે એ બેમાંથી તમને પસંદ પડે એ માર્ગને તમે ગ્રહણ કરે. સુખી થવું કે દુ:ખી થવું એને આધાર આપણા સારા કે નરસા વર્તન ઉપર જ રહે છે. ઈન્દિરૂપી ઉદ્ધત ઘેડાઓને દુર્ગતિના માર્ગમાં ઘસડી જતાં અટકાવવા જ હોય તે તેમને જિનેશ્વર પ્રભુના વચનરૂપી લગામવડે અંકુશમાં મૂકો-રાખો. વિવેકરૂપી હાથીને હણવાને કેશરીસિંહ જેવી અને સમાધિરૂપી ધનને લૂંટી લેવામાં ચાર જેવી ઇન્દ્રિયવડે જે અજિત રહે તે જ ધીર–વીરમાં ધુરંધર છે એમ જાણવું. તૃષ્ણારૂપી જળથી ભરેલાં ઇન્દ્રિયરૂપી ક્યારાવડે વૃદ્ધિ પામેલા વિષયરૂપી વિષ-વૃક્ષે પ્રમાદશીલ પ્રાણીઓને આકરી મૂચ્છ ઉપજાવી વિડંબના કરે છે. વિષયસુખ ભેગવતાં તો પ્રથમ મીઠાં–મધુર લાગે છે, પણ પરિણામે તે વિષયભેગ કિપાકના ફળની પેઠે અનર્થકારી નીવડે છે. જેમ જેમ પ્રાણી વિષયનું અધિક અધિક સેવન કરે છે, તેમ તેમ તૃષ્ણાને વધારી સંતાપ ઉપજાવે છે. જેમ ઈશ્વનાથી અગ્નિ તૃપ્ત થતો નથી અને નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy