SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] શ્રી કપૂરવિજયજી તેમને તરત દબાવી દેવા જેથી તેનાં માઠાં ફળ બેસવા પામે નહિ. શ્રીમાન યજ્ઞેશવિજયજી ઉપાધ્યાય ક્રોધ સંબંધી પાપસ્થાનકની સજ્ઝાયમાં કહે છે કે :— ન હાય, હાય તા ચિર:નહિ, ચિર રહે તેા ફળ છેહા રે; સજ્જન ક્રોધ તે એહવા, જેવા દુર્જન નેહા રે. ” ઇત્યાદિ સૂકત વચનેામાં બહુ ઉત્તમ રહસ્ય રહેલુ છે. તેઓશ્રી સ્પષ્ટ જણાવે છે કે સજ્જન પુરુષાને ક્રોધ ( ઉપલક્ષણથી માન, માયા અને લેાભ ) હાય નહિં. કદાચ કાંઇ પ્રશસ્ત કારણસર તેવા ક્રોધાદિકને દેખાવ થવા પામે તા પણ તે વધારે વખત ટકે નહિ, તેમ છતાં તેવા જ કારણુ વિશેષથી કંઇ વધારે વખત સુધી ટકવા પામે તે! તેનાથી કશું માઢુ ફળ તેા બેસવા ન જ પામે, કેમ કે તે કાઇ પ્રશસ્ત કારણસર બહારના દેખાવરૂપે જ-અંતરમાં સાવધાનપણું સાચવીને સેવેલે હાવાથી તેનુ અનિષ્ટ પિરણામ આવવા પામે નહિં. ફળ—પરિણામ આશ્રી દુનના સ્નેહની તેને ઉપમા આપવામાં આવી છે તે ખરેખરી વાસ્તવિક છે, કેમકે દુનને ખરા સ્નેહ-રાગ–પ્રેમ પ્રગટે જ નહિ તેના સ્નેહ સ્વાપૂરતા જ હાય; કદી તેને સ્નેહ થાય તે તે અલ્પ કાળ જ ટકે, તેમ છતાં ખાસ તથા પ્રકારના સ્વાર્થ ને લઇને લાંબે વખત દેખાવરૂપે તેના સ્નેહ જણાય તેા પણ તેનું ફળ કઇ શુભ પરિણામરૂપે થવા પામે જ નહિ. તેવી જ રીતે સજ્જનાને ફૂડા ક્રોધાદિ કષાય થાય જ નહિ અને કદાચ કઇ પ્રશસ્ત કારણસર થવા પામે તે તે જરૂર પૂરતા વખત રહી કઇ પણ અનિષ્ટ ફળપરિણામ ઉપજાવ્યા વગર જેમના તેમ પાછા શમાઇ જાય.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy