________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૯૫ ] ૯. આપણી શક્તિઓ નાહક આડે રસ્તે ખચી નહીં નાખતાં તેને બની શકે તે ને તેટલે સારામાં સારો ઉપયોગ કરે.
૧૦. તમે સુવર્ણ જે ઉચકનાર પશુ છો કે એક નિશ્ચિત ઉદ્દેશ ધરાવનાર મનુષ્ય છે? તે વિચારો ! અતિલોભી માણસ પશુ સમાન ગણાય છે.
૧૧. જે માણસ ઉચ્ચ કેટિનું ચારિત્ર ધરાવે છે અને જેના વિચાર લોકોની બુદ્ધિમાં વૃદ્ધિ કરે છે તે જ માણસ ખરે સંપત્તિવાન લેખાય છે.
૧૨. સદાચરણહીન માણસ ગમે તેટલે વિદ્વાન કે ધનવાન હોય તે પણ તેને જોવાથી આપણને ગ્લાનિ જ ઉપજે છે.
૧૩. જે વિનાશી દ્રવ્યનો તમે ઉપયોગ કરી શકતા નથી તેને તમે એકઠું કરી રાખો છો અને જે વડે સઘળું મેળવી શકાય તે જ્ઞાન-વિવેકરૂપ દ્રવ્યને તમે નકામું ગણે છો. એ તે તમે ભૂસાને ભરી રાખો છો અને અનાજને તજી દો છો. અહો કેવી વિવેકશૂન્યતા !
૧૪. સદગુણી માણસ સાચો શ્રીમંત છે અને નિર્ગુણ– ગુણહીન માણસ ખરો ભિખારી છે, તે બાહ્ય સંપત્તિના માપથી નહીં પણ અંતરની સંપત્તિના માપથી ગણાય છે.
૧૫. જે જીવનું ખરું રહસ્ય સમજી તેને વિવેકકળાવડે સાર્થક કરે છે તે જ ખરા સદ્ભાગી શ્રીમંત છે, તે વગરના જીવે નિર્ભાગી લેખાય છે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૨૮૦ ]