________________
[ ૨૫૦ ]
શ્રી કપૂરવિજયજી આરાધક ભાવની દશા ક્ષમાદિક દશવિધ ધર્મ અને આવશ્યક વેગને વિષે ભાવિત આત્મા પ્રમાદ રહિત વર્તતે સમ્યકત્વ-દર્શન, જ્ઞાન અને ચારિત્રને આરાધક થાય છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે આરાધના ઉક્ત રત્નત્રયીની થઈ શકે છે અને તેના આરાધક અનુક્રમે આઠ, ત્રણ અને એક ભવે સિદ્ધ થાય છે–મોક્ષ પામે છે.
તેની આરાધના કરવામાં તત્પર એવા મુનિએ ઉક્ત રત્નત્રયીનું આરાધન કરવામાં સાવધાન એવા સાધુજનની અને જિનેશ્વરની ભક્તિ, સહાય અને સમાધિ કરવાવડે કરીને તેમાં વિશેષ યત્ન કરવો યુક્ત છે.
આત્મગુણને અભ્યાસ કરવામાં તત્પર, પરપ્રવૃત્તિમાં અંધ, મૂક અને બધિર તથા મદ-મદન, મોહ-મત્સર, રોષ અને વિષાદવડે કરીને અજિત, શાન્ત અવ્યાબાધ સુખના અભિલાષી તથા સાધુધર્મને વિષે સુસ્થિરતાવંત એવા મુનિને દેવ મનુષ્ય યુક્ત આ સકળ લેકને વિષે શી ઉપમા આપી શકાય?
સ્વર્ગનાં સુખ પરોક્ષ છે અને મોક્ષનું સુખ તે અત્યન્ત પરોક્ષ છે, છતાં નહીં પરવશ તથા નહીં વ્યયપ્રાપ્ત એવું પ્રશમ-સમતાજનિત સુખ તે પ્રત્યક્ષ છે.
મદ, મદન(કામવિકાર)ને સર્વથા જીતનારા, તન, મન, વચનના દેષરહિત અને નિ:સ્પૃહ એવા સુવિહિત સાધુઓને અહીં જ મેક્ષ છે.
" [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૨]