________________
[ ૨૭૮ ]
શ્રી કપૂરવિજયજી ૧૧. ગુણાનુરાગી થવું એટલે હંસની જેમ સાર તત્વ આદરી લેવું ને અસાર તત્ત્વ તજી દેવું.
૧૨. ઉન્માર્ગગામી ઈન્દ્રિયોને અને મનને અંકુશમાં રાખવા બનતી ચીવટ રાખવી.
૧૩. પારકી આશા-તૃષ્ણાના પાશમાંથી છૂટવા જેમ બને તેમ સંતોષવૃત્તિ ધારવી.
૧૪. આપઆપણા અધિકાર મુજબ કર્તવ્ય-ધર્મનું પાલન સહુ કોઈએ પ્રેમપૂર્વક કરવું.
૧૫. ધીરજ ને ખંતથી ઉદ્યમ સેવતાં ગમે તેવી મુશીબતોને પણ વટાવી શકાશે.
૧૬. ચંચળ મનને બોધવચનવડે સમજાવી સ્થિર–શાન્ત કરવાથી ઘણા લાભ થઈ શકશે.
૧૭. અનિત્ય ને અશુચિવાળી દેહાદિક જડ વસ્તુ પર મમતા અજ્ઞાન થવા પામે છે, આત્મજ્ઞાન-તત્ત્વજ્ઞાન મેગે તેવો ભ્રમ દૂર થાય છે અને વસ્તુને વસ્તુગતે જેવી હોય તેવા રૂપે સમજી શકાય છે, એટલે મમતાભાવ દૂર થવા પામે છે.
૧૮. પરોપકાર સમું કઈ પુન્ય-કાર્ય નથી અને પરપીડાહિંસા સમાન કોઈ પાપ નથી.
૧૯. દીન-દુ:ખી જીવને યથાશક્તિ જરૂરી વસ્તુ આપી શીતળ વચનથી ઠારવા. - ૨૦. સુકૃત્યે પરમાર્થ બુદ્ધિથી કરનારની સુયશરૂપ ખુશ ચારે તરફ પ્રસરે છે.