________________
[ ર૭૨ ]
શ્રી કપૂરવિજયજી કરેલ વ્યાપાર કે લેણાદેણા વિગેરે બધી બાજુ પર ધ્યાન આપતાં રહેવું. પ્રમાણિક ગુમાસ્તાઓની કદર બુઝવી. છેલ્લી અવસ્થામાં નિવૃત્તિ પમાય તેટલે ધન સંચય કરે.
(૮) બે ઘડી દિવસ બાકી રહે તે પહેલાં વ્યાપારાદિથી નિવૃત્ત થઈ, ભૂખ હોય તો સાંજનું સાદું ભોજન કરવું. પછી થેડે વખત ખુલ્લી હવામાં ફરવું, જિનચૈત્યે જઈ દર્શન ભાવના કરી દિવસ સંબંધી પાપનું પ્રતિકમણ સ્થિર ચિત્ત વિધિપૂર્વક કરવું. નિયમને વિચારી સંક્ષેપવા અને રાત્રિને એગ્ય નિયમો ધારવા. રાત્રિભોજન વજેવું. બની શકે તો ચઉવિહાર પચ્ચખાણ કરવું, નહીં તો તિવિહાર અને છેવટે દુવિહારનું પચ્ચખાણ તે જરૂર કરવું. આત્માના હિતાહિતનું સરવૈયું કાઢવું. જિજ્ઞાસુ સજજને સાથે ધર્મચર્ચા કરવી, વાંચેલું સાંભળેલું પુનઃ પુન: વિચારવું. પેતાની ખામીઓ કમી થાય તેમ કરવું. નિદ્રા પ્રમાદ કે આળસ માટે નહીં પણ નિવૃત્તિ માટે જ જરૂર પૂરતી લેવી, ચાર શરણું, સર્વ જી સાથે ખામણા વિગેરે વિધિ કરીને પછી શયન કરવું.
બ્રહ્મચર્ય-શીલ અને આચારમાં ત્રિકરણ યોગે મર્યાદા જાળવવી. શૃંગારની વાર્તા વાંચન અને પરિચય કમી કરે. પરસ્ત્રીસંગને અને સૃષ્ટિવિરુદ્ધ વર્તનને સદાને માટે ત્યાગ કરવો. સ્વસ્ત્રિી પર પણ ઉદીરણા કરીને નહીં પણ સ્વાભાવિક ઉદય વખતે વિષયવિપાકને વિચારીને ન છૂટકે જયણા રાખવી.