________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૧૩ ] જુઓ કે અર્થ (ધન) વગર કયવઝા શેઠને વેશ્યાએ અનાદર કર્યો, અર્થ વગર વશિષ્ટ રામને વનમાં જતા ઉખે-ઉપેક્ષા કરી, એમ સમજી હે સુજ્ઞજને ! સુયશને પેદા કરનાર અને વૃદ્ધિને પમાડનાર અર્થને ખરી નીતિથી ન્યાય માગે ઉપાર્જન કરે અને કુવણજથી (નીચ પાપવ્યાપારથી ) પ્રાપ્ત થતા ગમે તેટલા દ્રવ્યની પણ ઉપેક્ષા કરો-દરકાર ન કરો.
માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણમાં પ્રથમ ગુણમાં જ આ વાત કહેવામાં આવી છે કે “હે ભવ્યજને ! જે તમે શ્રી વીતરાગ પ્રણીત ધર્મ પામવાની ચાહના રાખતા હો તો અનીતિ-અન્યાય અને અપ્રમાણિકપણાના દ્રવ્યની ઉપેક્ષા કરીને શુદ્ધ નીતિ-ન્યાયથી જ જેમ બને તેમ નિર્દોષ વ્યાપારવડે જ દ્રવ્ય ઉપાર્જન કરવાનું રાખો. એથી તમને સુબુદ્ધિ સૂઝશે.” “જે આહાર તેવો ઓડકાર' એ ન્યાયે, જે નીતિનું દ્રવ્ય પેટમાં જાય તો બુદ્ધિ સારી-નિર્મળ થશે અને દાનાદિક ધર્મમાં પ્રવૃત્તિ કરવાનું અને એ અસ્થિર દ્રવ્યથી સ્વહિત કરી લેવાનું સૂઝશે.
પૂર્વે અનેક સાહસિક પુરુષો પુરુષાર્થ વડે અનર્ગલ લક્ષ્મી કમાઈ લાવીને, ઊંચી સ્થિતિ ઉપર આવી, પોતાના અનેક સીદાતા–દુખી થતા માનવબંધુઓને ઉદ્ધાર કરી, પવિત્ર ધર્મને દીપાવી સ્વજન્મ સફળ કરતા હતા. પૂર્વે થયેલા મહાસમૃદ્ધિવંત આનંદ તેમજ કામદેવાદિ શ્રાવકની વાર્તા તે શાસ્ત્રપ્રસિદ્ધ છે, પણ આ કલિકાળમાં પણ એવા કઈક નિ:સ્વાર્થ દાનેશ્વરી થયા છે કે જેમનાં પવિત્ર ચરિત્ર વાંચતાં ચિત્તમાં ચમત્કાર પેદા થાય છે.