________________
[ ૧૩૫ ]
શ્રી કરવિજયજી પડે છે. “સગા બાપનો પણ વિશ્વાસ કરવો નહિ.”એ આવા આશયથી કહેવાયું લાગે છે, બાકી તો માતાપિતાદિક વડીલ જનોને, વિદ્યાગુરુને તથા ધર્મગુરુ વગેરે ઉપકારી અને ગુણીજનેને યથાગ્ય વિશ્વાસ કરવો જ પડે છે, અને કરવો જ જોઈએ. જે સ્થિર ચિત્તથી ધીરજ રાખવામાં આવે, નૈતિક ગુણોનું પાલન કરવામાં આવે, નૈતિક હિંમત હારવામાં ન આવે, સર્વ વાતે સાવધાનપણું સાચવવામાં આવે, ઉક્ત નીતિવચનોનો પ્રમાદથી ભંગ કરવામાં ન આવે તો જગતમાં મનમાની લક્ષમી સુખે પામી શકાય છે. જેમ મહેલ ઉપર ચઢનારને કંઈ પણ દઢ આલંબન ગ્રહણ કરી રાખવાની જરૂર પડે છે તેથી સાવધાનપણે ઊંચે ચઢનાર સહીસલામત ચઢી શકે છે, પરંતુ તેમાં જે તે ગફલત કરે છે તો નીચે પટકાઈ પડે છે, પછી તેને ઊંચે ચઢવું કઠણ થઈ પડે છે, તેમ અહીંયા પણ યથાયોગ્ય સમજી લેવું. એટલે કે પોતાની ઉન્નતિ ઈચ્છનારે સર્વ વાતે સાવધાન રહેવું જોઈએ. સર્વમાન્ય નીતિના માર્ગનું અતિક્રમણ (ઉલંઘન) ન જ કરવું જોઈએ. તે જ તેની ઉન્નતિ સધાઈ શકે છે. અન્યથા ઉન્નતિને બદલે અવનતિ જ થવા પામે છે. આ વાત ધર્મ-કર્મ બન્નેમાં લાગુ પડે છે. સરલ વ્યવહારી બનવું, સરલની સંગતે સરલતાથી જ વર્તવું, તેની સાથે શઠતા ભૂલેચૂકે પણ કરવી નહિ. “ સારું પ્રતિ રાત્રે ત”આ વાક્યને અનુસરીને શઠ-માયાવી પ્રત્યે પ્રસંગ પડતાં શઠતામાયા કરવી પડે તે જુદી વાત. તેને હેતુ પણ એવો હોય કે તે આપણી આંખમાં ધૂળ નાંખી ચા ન જાય તેટલા પૂરતી સાવધાનતા રાખવી. ગમે તે રીતે સુધારી શકાય એમ હોય તો તેને સુધારવાને પ્રયાસ કરવારૂપ દયા દિલમાં રાખવી, કશે