________________
લેખ સંગ્રહ : ૨ :
| [ ૧૯૧ ] કરી આત્મપ્રદેશથી કમરનાં દળીયાં જુદાં પડી ક્ષય પામી જાય છે. એમ કરતાં જ્યારે સર્વ કર્મદળનો ક્ષય થઈ જાય છે ત્યારે જન્મ-મરણનો ભય સર્વથા ટળી જાય છે. પછી આત્મા અજરામર થઈ રહે છે. સત્ય સર્વોક્ત ધર્મની પ્રાપ્તિ ખરેખર દુર્લભ જ છે. તે દુર્લભ ધર્મ પ્રાપ્ત કરવાની બુદ્ધિ પેદા થવી પણ દુર્લભ છે. તેવી ધર્મબુદ્ધિ અને ધર્મપ્રાપ્તિ આ નવમી નિરા ભાવનાવડે સુલભ થવા પામે છે. આ ભાવનાના બળથી ભવસંસારને જલદી અંત આવે છે.
નિર્જરા બે પ્રકારની કહી છે: એક સકામ નિર્જરા અને બીજી અકામ નિર્જરા. મરુદેવીમાતાએ પૂર્વનાં કેળનાં ભવમાં કૅથેરીના ઝાડથકી જે અજ્ઞાન કષ્ટ-દુ:ખ સહન કર્યું હતું તેની પેઠે પરાધીનપણે અનિચ્છાએ અથવા જ્ઞાન-વિવેક વગર કષ્ટ-ક્રિયા કરવાથી જે કર્મનિર્જરા–કર્મની ઓછાશ થવા પામે છે તેનું નામ અકામ નિર્જરા છે. સમાજ સાથે વિવેકપૂર્વક સત્યાગ્રહથી જે તપ, જપ, સંયમ, ધ્યાનાદિક સત્કરણી કરવામાં આવે તેથી જે કર્મનિર્જરા થાય છે તે સકામ નિર્જરા છે. અકામ નિર્જરા અજ્ઞાન કષ્ટ-ક્રિયાથી થાય છે,
જ્યારે સકામ નિર્જરા યથાર્થ જ્ઞાન સહિત આત્મ લક્ષ–ઉપયોગપૂર્વક તપ-જપ-સંયમ–ધ્યાનવડે થવા પામે છે. જેવી રીતે દૂતપ્રહારીએ સંયમ ગ્રહણ કરીને આત્મદઢતાથી તીવ્ર તપસ્યા સાથે પરિષહ અને ઉપસર્ગો અદીનપણે સહન કર્યા હતાં, તેવી જાગૃતિથી આત્મ સાધન કરનાર શીધ્ર સ્વહિત સાધી, આત્મઋદ્ધિ પ્રાપ્ત કરી અનેકને હિતરૂપ થાય છે.