________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૪૧ ] હિત-બોધવચને. ૧. શક્તિ અનુસારે ડહાપણભર્યું એવું જ કામ કરવું કે જેનું પરિણામ રૂડું જ આવે.
૨. કાયર ને બીકણ માણસ વિઘના ભયથી રૂડું કામ કરતાં જ ડરે છે. મધ્યમ વૃત્તિના માણસ કોઈ રૂડું કામ આરંભે તે છે પણ વિશ્ન આવતાં તે પડતું મૂકી દે છે, ત્યારે ઉત્તમ વૃત્તિના સાત્વિક જનો જે હિતકાર્ય આરંભે છે તેને ગમે તેટલા ભેગે પણ પૂરું કરે છે.
૩. ઉપગારીનો ઉપગાર પ્રાણાતે પણ ન ભૂલે તે ખરા કૃતજ્ઞ સજજનનું લક્ષણ સમજવું.
૪. ન્યાયમાર્ગે જ દ્રવ્ય ઉપાર્જન કરવાથી સુખી થવાય છે તેની ખાત્રી સ્વાનુભવવડે થઈ શકે છે.
૫. ગમે તેટલું આપતાં–ખર્ચ કરતાં ય ન બૂટે એવું અપૂર્વ વિધા-ધન ખૂબ પેદા કરવું ને આપવું.
૬. ફાલ્યાફૂલ્યા આંબાની પેઠે ખૂબ વિદ્યા સંપાદન કરીને વધારે ને વધારે નમ્ર બનવું.
૭. સર્વ શ્રુતજ્ઞાનથી ચઢીયાતા અનુભવજ્ઞાનની મીઠાશ અજબ પ્રકારની છે.
૮. શુદ્ધ જ્ઞાની ચારિત્રશીલ સદગુરુની કૃપાથી કેઈ સુવિનીતને તેવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
૯. તેથી જ આત્માથી જનેએ ચંદન જેવા સદા શીતળ સંતમહાત્માઓની સેવા કરવી ઉચિત છે.
૧૬