________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૪૩ ] ૨૧. ઉદય આવેલા દુઃખ-વિપાક પ્રસન્ન વદને સહન કરવાથી નવાં કર્મ બંધાતાં અટકે છે.
૨૨. દુર્લભ મનુષ્યજન્મ પામીને જેણે આત્મહિત કર્યું નથી તેને જન્મ નિષ્ફળ જાણ.
૨૩. દુઃખ સહુને અનિષ્ટ અને સુખ ઈષ્ટ છે એમ મનમાં નિશ્ચય કરી, સહુને આત્મસમાન લેખી કોઈને પણ દુઃખ દઈશ નહીં, પણ સુખ-શાંતિ ઉપજે તે બનતે પ્રયત્ન કરજે.
૨૪. મન, વચન, કાયાને એ ઉપયોગ કરવો કે જેથી વૈરાગ્ય વધે અને પાપ કમી થવા પામે.
૨૫. જે જે નિમિત્તોથી ક્રોધાદિક કષાયે વધે તેવા નિમિત્તથી દૂર રહેવું અને જે જે નિમિત્તેથી કષાય ઘટે તે તે નિમિત્તો સેવવાં, જેથી પાપ નાશ થાય છે અને પુન્ય-ધર્મની પુષ્ટિ થાય છે.
૨૬. વિશ્વાસઘાતી મહાપાપી લેખાય છે, એમ સમજી એવા મહાદોષોથી સદંતર દૂર રહેવું.
ર૭. ઉત્તમ જનોને સમય શુભ કર્મમાં અને અધમ જીવન સમય કુકર્મમાં જાય છે.
૨૮. આર્ય ક્ષેત્ર, ઉત્તમ માનવ અવતાર, ઉત્તમ કુળ, નીરોગી શરીર અને દેવગુરુધર્મની ઉત્તમ સામગ્રી–એ સર્વ પામવું અત્યન્ત દુર્લભ છે. તે પામે તે તેને લાભ લેવા ચૂકવું નહિ.
૨૯. સ્વપરહિત કરવા સાવધાન રહેવાથી જ આ દુર્લભ મનુષ્યજન્મની સાર્થકતા થાય છે. :