________________
[ ૧૬૦ ]
શ્રી કપૂરવિજયજી એવા પવિત્ર શીલગુણવડે જે કઈ સ્ત્રી અલંકૃત હોય તે જગતમાં સુલક્ષણી ગણાવા યેગ્ય છે.
અત્રે સમજવાની જરૂર છે કે કેવળ વિષયવાસનાની ક્ષણિક તૃપ્તિ કરવા માટે જ સ્ત્રીસંબંધ (લગ્ન) કર્તવ્ય નથી. લગ્નને આશય ઘણું વિશાળ-ગંભીર છે, તે કામાંધજને સમજતા નથી. તેવો સંબંધ તે પશુપક્ષીઓ પણ કરે છે, છતાં તેમનામાં પણ પ્રેમમર્યાદા જોવામાં આવે છે. પશુપંખીઓ કરતાં મનુષ્ય સ્ત્રી-પુરુષમાં બુદ્ધિબળ વધારે હોય છે તે નિશ્ચિત છે, તેવડે ધારે તો તેઓ લગ્નની ઊંચી નેમ સમજી, વિવેક મર્યાદા વડે તેને સફળ કરી શકે છે. તે તે જ્યારે કોઈ સગુરુની કૃપાથી કે પૂર્વજન્મના શુભ સંસ્કારથી તે ઉભય-પતિપત્નીમાં દેવી પ્રેમ પ્રગટે એટલે તુચ્છ વિષયભેગની વાંછના તજી અથવા કમી કરી અથોત તેને પુંઠ દઈ, લેકોત્તર સુખની પ્રાપ્તિ થાય એવું સાધન એક રાગથી કરવા ઉજમાળ બને અને તેવાં હિતસાધનમાં એક બીજા સ્વાર્થ ત્યાગ કરી કેવળ પરમાર્થ દષ્ટિથી એક બીજાને મદદ કરતા રહે ત્યારે જ બની શકે અને ખરી રીતે જોતાં તે જ વ્યાજબી અને યોગ્ય માર્ગ છે.
પ્રારબ્ધગે સ્ત્રી પુરુષ જુદાજુદા દેહ પ્રાપ્ત થયા છતાં સદ્દગુરુકૃપાથી વિવેકદષ્ટિ ખૂલતાં સમજી શકાય છે કે –“આત્મતત્વ ઉભયમાં સમાન છે, ને શક્તિરૂપે તે તે પરમાત્મા સમાન છે.” જે આત્મતત્ત્વપૂર્ણ પરમાત્મરૂપે પ્રગટયું નથી તેને જ પ્રગટ કરવા, બને તેટલી સાનુકૂળતા મેળવી વિવેકથી પ્રયત્ન કરવા જોડાવું એ જ ઉભય-સ્ત્રીપુરુષને હિતકારી કર્તવ્ય છે.