________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૧૫૭ ] મૂકીને ચાલ્યા ગયા. આવા મોટા પ્રસિદ્ધ ઉત્તમ પુરુષે પણ ગંભીર ભૂલ કરે છે તો બીજા સામાન્ય મનુષ્યની તો શી વાત કરવી?
૩. સ્ત્રી ગુણ વર્ણન.
(ઉપજાતિ વૃત્ત) સુશિખ આલે પ્રિય ચિત્ત ચાલે, જે શીળ પાળે ગૃહ-ચિંત ટાળે; દાનાદિ જેણે ગૃહધર્મ હોઇ,
તે ગેહી નિત્યે ઘરે લચ્છી ઈ. ૯ ઉત્તમ સ્ત્રી પોતાના પતિને દરેક ઉપયેગી કાર્ય પ્રસંગે એક સલાહકારક ઉત્તમ મંત્રીની પેઠે સલાહ આપે છે, પોતાના પતિના આશયને અનુસરીને ચાલે છે, મન-વચન-કાયાથી સ્વપતિ-સંતોષરૂપ નિર્મળ શીલ પાળે છે, નિર્દોષ વર્તનથી સાવધાનપણે ગ્રહદોષ અથવા ઘરચિંતા દૂર કરે છે અને ઘરે આવેલા અતિથિ (સાધુ-મહાત્માદિક) તથા અભ્યાગત–મહેમાનપરણાદિકનો યથાયોગ્ય સત્કાર–સન્માન કરી ગૃહસ્થ ધર્મ દીપાવે છે. ભાગ્યવંતી કુલીન પતિવ્રતા સ્ત્રી પોતાના પવિત્ર ગુણવડે ગૃહલક્ષ્મી લેખાય છે, પતિ અને કુટુંબ પરિવારમાં તે સારું માન પામે છે અને ગૃહવ્યવસ્થા ઉત્તમ રીતે ચલાવવા સાથે પિતાનું તથા પોતાના કુટુંબ પરિવારના હિતનું ભલી રીતે રક્ષણ કરવાથી તે ગૃહદેવી તરીકે પૂજાય-મનાય છે. સતી સ્ત્રીઓ આવી જ હોવી ઘટે છે.