________________
[ ૧૨૨ ]
શ્રી કપૂરવિજ્યજી યાચના કરીશ નહિ. જેનાથી ઊલટી લઘુતા-હલકાઈ થાય તેવી દીનતા-વાચના શા માટે કરવી જોઈએ? યાચના કરનારને લેક તૃણથી પણ હલકા લેખે છે, તેથી ગમે તે રીતે નિજ જીવનનિર્વાહ કરી લે, પણ નજીવી બાબતમાં પારકી યાચના કરી હલકા પડવું ઉચિત નથી.
આપણા જીવનવ્યવહારમાં આવા અનેક પ્રસંગે આવી પડે છે, પણ જે આત્મબળ-જાતમહેનત ( Self-Help ) ઉપર જ દઢ આધાર રાખી, બીજા ઉપર આધાર નહિ રાખતાં સ્વજીવન નિર્વાહ કરી લે છે તે પિતાની આબરૂ (Self-Respect) સાચવી સારું નામ કાઢે છે.
આ વાત પર પગલિક વસ્તુની ચાહનાને અંગે કહેવામાં આવી છે. તેવી તુચ્છ આશા-તૃષ્ણને અનાદર કરી જે આત્માના સ્વાભાવિક ગુણની જ ચાહના થાય, જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક નિજ ગુણપ્રાપ્તિની જ પ્રબળ ઈચ્છા થાય તો તેવા આત્મગુણે માટે જ સંત મહાશયની પાસે દીનતા(નમ્રતા)પૂર્વક તે તે ગુણોની ઓળખાણ કરાય-સમજ મેળવાય-તેની જ દઢ પ્રતીતિ-શ્રદ્ધા કરાય અને અન્ય મોહજાળ મૂકી તેમાં જ એકનિષ્ઠ થવાય એ તે અત્યંત હિતકારક છે, કેમકે એથી અનુક્રમે સ્વાભાવિક પૂર્ણ પ્રભુતા પામી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાય છે.