________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૯૧ ] અસત્ય વાણું વદતાં દુનિયામાં અપજશ વધે છે. કૂડીખાટી સાક્ષી ભરતા વસુરાજાની પેઠે લોકમાં ભારે અપવાદ અને દુર્ગતિ થાય છે. આ અતિ અગત્યની વાત નિજ લક્ષમાં સદા ય ધારી રાખી કૂડા બાલ, કૂડી સાક્ષી, કૂડાં આળ અને પરતાંત–પરનિંદા કરવાની કૂડી ટેવ સદંતર દૂર કરી, સત્ય પ્રતિજ્ઞા દઢપણે ધારી તેનો એવી રીતે નિર્વાહ કરો કે જેથી આ લેકમાં તેમ જ પરલોકમાં સદા ય આત્માની ઉન્નતિ થવા પામે. સત્ય વ્રતધારી જનેએ શાસ્ત્રને અનુકૂળ બલવા સદા ય લક્ષ રાખવું જોઈએ. ઉસૂત્રભાષણ સમાન કોઈ ભારે પાપ નથી, અને શાસ્ત્રાનુસાર ભાષણ સિવાય કોઈ ભારે પુન્ય યા ધર્મ નથી. એ અપેક્ષાએ સત્ય વ્રત પાળવામાં ઘણું સાવચેતી રાખવાની જરૂર છે. - શ્રી કાલિકાચાર્ય મહારાજે પ્રાણાન્ત કચ્છ વખતે પણ શાસ્ત્રવિરુદ્ધ વચન કહ્યું નહિ તેથી તેમનો સર્વત્ર થશેવાદ થયે અને તેઓ સદ્ગતિ પામ્યા, તેમ ગમે તેવા વિષમ સંજોગો વચ્ચે પણ જે મક્કમપણે સત્ય વ્રતનું સેવનઆરાધન કરે છે તે ઉભય લેકમાં સુખસંપદા પામે છે અને અન્ય અનેક ભવ્ય જનોને પણ માર્ગદર્શક બને છે. સત્યના પ્રભાવ ઉપર અજવાળું પાડે એવા અનેક ઉત્તમ દષ્ટાન્ત મળી આવે છે, તે નિજ લક્ષમાં રાખી આત્મઉન્નતિ અર્થે સુજ્ઞ જનોએ સત્ય વ્રતનું પાલન કરવું.