________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૮૫ ] સમજીને સરલતા આદરવી યુક્ત છે. બળીરાજાને છળવાને માટે માયા કરી વામનનું રૂપ ધારણ કરતાં વિષ્ણુ પણ લઘુપણું પામ્યા. સરલપણામાં જે સુખ સમાયું છે તેની ગંધ પણ માયામાં સંભવતી નથી.
જેવું વિચારમાં તેવું જ વાણીમાં અને વાણુમાં તેવું જ આચારમાં આવે છે તે સરલતા લેખાય છે, પરંતુ વિચારમાં જુદું, વાણમાં જુદું અને ક્રિયામાં જુદું જ વર્તન હોય તે તે કુલટા નારીની જેવી કુટીલતા યા માયા જ કહેવાય, વણ-તંત્રીના ત્રણ તાર એક સરખા ઓર્ડરમાં હોય છે તો તે મજાને સ્વર કાઢી સાંભળનારને આનંદ ઉપજાવે છે, પણ જે તેમાંથી એક પણ તાર તૂટેલે કે અવ્યવસ્થિત થયેલ હોય તો તે તંત્રી નકામી થઈ જાય છે, તેમ મન, વચન અને કાયા અથવા વિચાર, વાણી અને વર્તન-આચાર જે એકતારએકતાવાળા-પૂર્વાપર વિરોધ વગરના હોય છે, તે આત્મસાધનમાં સરલતા યોગે અપૂર્વ આનંદ ઉપજે છે, એ અતિ અગત્યની વાત નિજ લક્ષમાં રાખી સહુ સુખાથી જનેએ પૂર્વાપર વિરોધી વિચાર, વાણી અને વર્તન-ક્રિયારૂપ કુટીલતાને ત્યાગ કરી અવિરુદ્ધ વિચાર, વાણી અને આચારને સેવવારૂપ સરલતાનો આદર કરવા ઉજમાળ થવું ઉચિત છે. આખી આલમને ખાનારી માયાને નિવારવાને ખરે ઉપાય સરલતા જ છે.