________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૪૫ ] ઉત્સાહિત થવા, હિતરૂપ કાર્ય આદરવાં અને તે કરતાં નડતાં વિન્નોથી ડર્યા વગર ઈચ્છિત કાર્યને પાર પાડવા ઉત્તમ પ્રકારનો બધ આપે છે.
દેવગુરુની સાક્ષીએ વ્રત-નિયમાદિક સમજપૂર્વક આદરી લેવા માટેનો શાસ્ત્ર ઉપદેશ હિતબુદ્ધિથી જ જાયેલો છે. કેવળ આપણું મેળે આદરેલાં વ્રત-નિયમ પાળવામાં શિથિલતા થવા પામે અને તેને તજી દેવામાં આવે ત્યારે તે પ્રમાદ દૂર કરવાનું કહેનાર ભાગ્યે જ કઈ મળે છે, પણ પંચ સાક્ષીએ આદરેલાં વ્રતનિયમ પાળવામાં જ્યારે શિથિલ પરિણામ થયેલા જોવામાં આવે ત્યારે તેમાં થતી શિથિલતા દૂર કરવા પ્રેરણા કરનારા ગુરુ પ્રમુખ અનેક મળી આવે છે અને ફરી સાવધાન થઈ આદરેલાં વ્રત-નિયમ પ્રમાદ રહિત પાળવા શકિતમાન થવાય છે. આ લાભ પંચ સાક્ષીએ વ્રત–નિયમ આદરવામાં રહેલો છે. જ્યારે તીર્થકર દેવ જેવા સમર્થ પુરુષો સિદ્ધ ભગવાનની સાક્ષીએ મહાવ્રત ઉચ્ચરે છે ત્યારે શું આપણું એ કર્તવ્ય નથી કે શુદ્ધ દેવગુરુની સાક્ષીએ આપણે પણ આદરવા યોગ્ય વ્રત-નિયમ આદરીને તે બધાં પ્રમાદ રહિત થઈ પાળવાં ?
કેટલાએક સતપુરુષે સિંહની પેઠે શૂરવીરપણે વ્રતનિયમ અંગીકાર કરીને સિંહની પેઠે જ શૂરવીરપણે તે બધા ય વ્રત–નિયમે નિર્દોષ રીતે પાળે છે. કેટલાએક શીયાળની પેરે શિથિલ પરિણામથી વ્રત-નિયમને આદર્યા છતાં પાછળથી સદ્દગુરુના અનુગ્રહથી નિર્મળ જ્ઞાન અને શ્રદ્ધાનું બળ મેળવી આદરેલાં વ્રત-નિયમોને સિંહની પેઠે શૂરવીરપણે પાળે છે.