________________
(૧૧) અલીક ઃ જૂઠું બોલવું “અલીક' કહેવાય છે. અરિહંત સર્વથા નિઃસ્પૃહી હોવાથી ક્યારેય જરા પણ મિથ્યા ભાષણ કરતા નથી અને પોતાનું વચન પણ ક્યારેય પલટતા નથી. ભગવાન શુદ્ધ સત્યની જ પ્રરૂપણા કરે છે.
(૧૨) ચોર્ય માલિકની આજ્ઞા વિના કોઈ વસ્તુને ગ્રહણ કરવી એ ચોરી છે. અરિહંત નિરીહ હોવાના કારણે માલિકની આજ્ઞા વગર કોઈપણ પદાર્થને ક્યારેય ગ્રહણ કરતા નથી.
(૧૩) મત્સરતા ઃ બીજામાં કોઈ વસ્તુ યા ગુણની અધિકતા જોઈને થનારી ઈષ્યને મત્સરતા' કહે છે. અરિહંતથી વધારે ગુણધારક તો કોઈ હોતું નથી, અગર ગોશાલક સમાન ફિતુર (બળવો) કરીને કોઈ પોતાની પ્રતિષ્ઠા વધારવાનો પ્રયત્ન કરે છે, તો પણ અરિહંત ક્યારેય ઈષ્યભાવ ધારણ કરતા નથી.
(૧૪) ભય : અર્થાત્ ડર ! ભય સાત પ્રકારના હોય છે - (૧) ઈહલોકભય - મનુષ્યનો ભય, (૨) પરલોકભય - તિર્યંચ તથા દેવ વગેરેનો ભય, (૩) આદાનભય - ધન વગેરે સંબંધી ભય (૪) અકસ્માતભય - બાહ્ય નિમિત્ત વગર ગૃહાદિમાં સ્થિત રાત્રિ વગેરેનો ભય, (૫) વેદનાભય - પીડાથી થનાર ભય, (૬) મૃત્યુનો ભય, (૭) અપૂજા અશ્લાઘાનો ભય. અરિહંત ભગવાન ભય મોહનીયથી રહિત હોવાથી આ સાતેય ભયોથી મુક્ત (અતીત) છે. તેઓ કોઈ પણ પ્રકારના ભયથી ડરતા નથી.
(૧૫) હિંસા : ષષ્કાયના જીવોમાંથી કોઈનો ઘાત કરવો હિંસા છે. અરિહંત મહાદયાળુ હોય છે. તેઓ ત્રસ અને સ્થાવર બધા જીવોની હિંસાથી સર્વથા મુક્ત (નિવૃત્ત) હોય છે. સાથે મા હન” અર્થાત્ કોઈપણ જીવને ન મારો - એ ઉપદેશ આપીને બીજાને પણ હિંસાનો ત્યાગ કરવા સમજાવે છે. “સબૂવIની વરવહુયા પાવથઈ મવથી મુહિ' અર્થાત્ સમસ્ત જગતના જીવોની રક્ષારૂપ દયા માટે જ ભગવાને ઉપદેશ આપ્યો છે. જેવો “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ઉલ્લેખ છે. અરિહંત હિંસાના કૃત્યને સારો નથી માનતા.
(૧૬) પ્રેમ : અરિહંતમાં તન, સ્વજન તથા ધન વગેરે સંબંધી સ્નેહ નથી હોતો. તેઓ વંદક અને નિંદકમાં સમભાવ રાખે છે. એટલા માટે પોતાની પૂજા કરનારાઓ પર તુષ્ટ થઈ એમનું કાર્ય સિદ્ધ નથી કરતા અને નિંદા કરનારાઓ પર રુષ્ટ થઈને એને દુઃખી નથી કરતા.
(૧૭) ક્રીડા મોહનીય કર્મથી રહિત હોવાના કારણે અરિહંત બધા પ્રકારની ક્રીડાઓથી રહિત હોય છે. ગાવું, વગાડવું, રાસ રમવો, રોશની કરવી, મંડપ બનાવવો, ભોગ લગાવવો વગેરે ક્રિયાઓ કરીને ભગવાનને જે પ્રસન્ન કરવા માગે છે, તેઓ ખૂબ જ મોહમુગ્ધ છે.
(૧૮) હાસ્ય કોઈ અપૂર્વ-અભુત વસ્તુ કે ક્રિયા વગેરેને જોઈને હસવું આવે છે. સર્વજ્ઞ હોવાના કારણે અરિહંત માટે કોઈ વસ્તુ અપૂર્વ નથી, ગુપ્ત નથી. આ કારણે એમને ક્યારેય હસવું નથી આવતું.
અરિહંત ભગવાન આ ૧૮ દોષોથી રહિત હોય છે. આ ૧૮ દોષોમાં સમસ્ત દોષોનો સમાવેશ થઈ જાય છે. માટે અરિહંત ભગવાનને સમસ્ત દોષોથી રહિત, સર્વથા નિર્દોષ સમજવા જોઈએ. ( ૧૮
આજ
જિણધમો)