________________
જવાથી આત્મા વિભાવ-પરિણતિનો ત્યાગ કરીને સ્વભાવ પરિણતિમાં જાય છે. એવી અવસ્થામાં આત્મા નિર્દોષ, નિરંજન, નિષ્કલંક અને નિર્વિકાર હોય છે. એટલે અરિહંત ભગવાનમાં દોષનો અંશ પણ રહેતો નથી. તેઓ સમસ્ત દોષોથી અતીત (દૂર) હોય છે, પરંતુ અહીં જે ૧૮ દોષોનો અભાવ બતાવવામાં આવ્યા છે તે ઉપલક્ષણ માત્ર છે. પરંતુ આ દોષોનો અભાવ પ્રગટ કરવાથી સમસ્ત દોષોનો અભાવ સમજી લેવો. જે આત્મામાં નીચે મુજબના ૧૮ દોષો નહિ હોય, એનામાં અન્ય દોષ પણ નહિ રહી શકતા :
(૧) મિથ્યાત્વઃ જે વસ્તુ જેવી છે એના પર એવી શ્રદ્ધા ન રાખતાં વિપરીત શ્રદ્ધા રાખવી મિથ્યાત્વનો દોષ ગણાય છે. અરિહંત ભગવાન ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરી ચૂકે છે. આ માટે મિથ્યાત્વ-દોષથી રહિત હોય છે.'
(૨) અજ્ઞાન : જ્ઞાન ન હોવું અથવા વિપરીત જ્ઞાન હોવું અજ્ઞાન કહેવાય છે. જ્ઞાન ન હોવાનું કારણ જ્ઞાનાવરણીય કર્મ છે અને વિપરીત જ્ઞાન હોવાનું કારણ મોહનીય કર્મ છે. અરિહંત ભગવાન આ કર્મોથી રહિત હોય છે. તેઓ કેવળજ્ઞાની હોવાથી સમસ્ત લોકાલોક તથા ચર-અચર પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણે છે.
(૩) મદ : પોતાના ગુણોનો ગર્વ (અભિમાન) હોવો મદ કહેવાય છે. મદ ત્યાં જ હોય છે જ્યાં અપૂર્ણતા હોય. અરિહંત બધા ગુણોથી સંપન્ન હોવાના કારણે મદ નથી કરતા. કહેવાયું પણ છે - “સંપૂશ્નો રતિ ' અર્થાત્ ગર્વ ન કરવો એ જ સંપૂર્ણતાની નિશાની છે.
(૪) ક્રોધ : ક્ષમાશૂર અરિહંત કહેવાય છે. તેઓ ક્ષમાના સાગર હોય છે. (૫) માયા : છપ-કપટને માયા કહે છે. અરિહંત અત્યંત સરળ સ્વભાવવાળા હોય છે.
(૬) લોભ ? ઇચ્છા યા તૃષ્ણાને લોભ કહે છે. અરિહંત ભગવાન પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો પરિત્યાગ કરીને અણગાર અવસ્થા અંગીકાર કરે છે. એમને અતિશય વગેરેની મહાન ઋદ્ધિ પ્રાપ્ત થાય છે, છતાં પણ એની ઈચ્છા કરતા નથી. તેઓ અનંત સંતોષ સાગરમાં જ રમણ કરતા રહે છે.
(૭) રતિ : ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિથી થતી ખુશી “રતિ’ કહેવાય છે. અરિહંત અવેદી, અકષાયી અને વીતરાગી હોવાથી તલભર પણ રતિનો અનુભવ કરતા નથી. કારણ કે ભગવાનને કોઈ પણ વસ્તુ ઇષ્ટ નથી.
(૮) અરતિ ઃ અનિષ્ટ યા અમનોજ્ઞ વસ્તુના સંયોગથી થનારી અપ્રીતિ અરતિ કહેવાય છે. અરિહંત ભગવાન સમભાવી હોવાથી કોઈપણ દુઃખપ્રદ સંયોગથી દુઃખી થતા નથી.
(૯) નિદ્રા દર્શનાવરણ કર્મના ઉદયથી નિદ્રા આવે છે. એનો સર્વથા ક્ષય થઈ જવાના કારણે અરિહંત નિરંતર જાગૃત જ રહે છે.
(૧૦) શોક : ઈષ્ટ વસ્તુના વિયોગથી શોક થાય છે. અરિહંત ભગવાન માટે કોઈ ઈષ્ટ નથી અને કોઈપણ પરવસ્તુથી એમને સંયોગ પણ નથી, માટે વિયોગનો પ્રશ્ન જ નથી ઊઠતો અને એટલે જ એમને શોક નથી થતો. ૧. “પ્રવચન સારોદ્વારમાં મિથ્યાત્વના સ્થાન પર “માન' આપવામાં આવ્યો છે.
- પ્રવચન સારોદ્વાર દ્વાર-૪૧
[ પંચ પદનો અર્થ
છે ) TOOD
૧૦