________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણિયક્ષને ઉપસર્ગ બીજાનાં દુઃખ દૂર કરે છે. તે માટે ભગવાને, વિહાર કરી વર્ધમાન ગામમાં જ તેજ યક્ષના મંદિરમાં ઉતરવા જગા માંગી. પૂજારી અને ગામવાસી છે. એ ઉપસર્ગ થતું હોવાથી ત્યાં ઉતરવા ના પાડી, છતાં ભગવાન તેમને સમજાવી તે મંદિરમાં રાત્રે રહ્યા. રાત્રે યક્ષે બહુ ભશંકર રૂપ બતાવી; મહાભયંકર હાસ્ય કર્યું. તે પછી હાથી અને સાપનું રૂપ બનાવી ભગવાનને બીવરાવવા, દુ:ખી કરવા ઘણી ચેષ્ટાઓ કરી, પણ શું પવનથી મેરૂ ચલાયમાન થઈ શકે ? તે પછી તે યસે પિતાને વધુ પુરુષાર્થ (!) બતાવવા ભગવાનના કાન, નાક, દાંત, આંખ અને પીઠમાં સાત પ્રકારની કપરી યાતનાઓ કરી. ભગવાન તે મહાવીર હતા. દુ:ખ સહવા માટે અને શાંતિથી તે વશ કરવા માટે જ તેઓ ત્યાં આવ્યા હતા. તેઓ જરાય ચલાયમાન થયા નહિ. આત્મશકિતની આગળ બંદુક, તરવાર કે તે તે શું પણ ઇન્દ્રનું વજી અને બળ પણ કુંઠિત થઈ શકે છે. પેલે યક્ષ વીરના આત્મજથી ગભરાયો, શાંત થયો અને શરણમાં આવી નમ્ર થઈ માફી માગવા લાગ્યો. ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યો. તેણે જાયું કે મેં સૂર્યની સામે ધૂળ ઉડાડી છે. ભગવાન તે કરૂણાસમુદ્ર હતા. મહાશક્તિ સંપન્ન હોવા છતાં ક્ષમાના નિધાન હતા, જ્ઞાની છતાં મૈની હતા. તેથી તેણે માફી આપી.
આખી રાત દેવગત ઉપસર્ગો-કોની પરંપરા સહન કર્યા પછી, યક્ષ જયારે પાકીને શાંત પડી ગયો, ત્યારે ભગવાન મહાવીરે, દિવસ ઉગવાને એક મુદ્દd (૪૮ મીનીટ) જેટલે સમય બાકી રહ્યું–ત્યારે,
૧-ચક્ષે જે વેદનાઓ ઉપજાવી હતી તે કેટલી ભયંકર હતી તે વિષે આવશ્યક ઉદ્ધાત ટીકામાં લખે છે કે-gવો વેગ ના પાયાળ ગીવિય संकामि समत्था, किं पुण सत्तावीस भेयाओ पृ. २१५.
આગમાદય સમિતિની આવૃત્તિ પહેલી
For Private and Personal Use Only