________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૩ મે ૨
૨૯૧
રાજકોટ લઇ જઇ નજરકેદ રાખ્યા હતા. કચ્છ-ભુજના દયારે જમાનત આર્મી તેમને છેાડાવ્યા હતા. કહેવાય છે કે તે વખતે ખાડમેરના જાગીરદારો મેટીક લુંટફાટ બહુ કરતા, એટલે તેમના ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું. હવે પછી લુંટફાટ નહિં કરવાનું કબુલાવી, જમાનત લઇ તેમને સરકારે છુટા કર્યાં હતા. જાગીરદારોએ બ્રિટિશ સરકારને અરજ કરી કે આ પરગણાની આવક જોધપુર રાજ્ય લે છે તે અમને મંજૂર નથી તેથી બ્રિટિશ સરકારે એવું નક્કી કર્યું કે ફાજલની રકમ સિવાય આ જાગીરદાર પાસેથી જોધપુર રાજ્યે ક પણ ન લેવું. આ બાબતનું કરારનામું રીતસર થયું. સંવત ૧૮૮૨માં બાડમેરના જાગીરદારે જોધપુર રાજ્યને વાર્ષિક છ હજાર (૬૦૦૦) રૂપીયા ફાજલના આપવા એવુ નક્કી થયું અને બાડમેર (માલાની) પરગણું. બ્રિટિશ ગવમેન્ટ પોતાના હાથમાં કર્યું. કહેવાય છે કે અત્રેના જાગીરદારો લુંટફાટ બહુ કરતા, તેથી તેમનું દમન કરવા આ પરગણુ અંગ્રેજ સરકારને સાપવામાં આવ્યું હતું. સ ંવત્ ૧૮૯૨. માં ફરી જોધપુરની સત્તા નીચે આવી ગયું. અ ંગ્રેજ સરકારે તે વખતે કરારનામુ કાળ્યુ કે અમારી સંમતિ વગર જોધપુર સ્ટેટ અહિંના જાગીરદારો ઉપર કાઇ નવે! કર નિહું નાખી શકે. અને અમારા જૂના કરારનામામાં ફેસલા છે તે બધાય માન્ય રાખવા. આ પ્રાન્ત જોધપુરના અમલમાં ફરી લાવવામાં કહેવાય છે કે સર્ પ્રતાપસિ ંહજી (જોધપુરના મહારાજા) ની હોશીયારી હતી. તે સંબંધમાં એક મારવાડી કવિતા અમને મળી છે તે આ છે:
અગ્રેજોને આપ
વિધવિધ રાજી રાખીયા, માલાની પાછી લીની, માત લહે। પરતાપ. ૧ અર્થાત્ અંગ્રેજો વિગેરે બધાયને યુતિથી સમજાવી પ્રતાપસિ હજીએ માલાની પરગણું કે જેમાં ખાડમેર વિગેરે સાડાપાંચસો ગામે છે તે
For Private and Personal Use Only