________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન પુસ્તક અને પુસ્તકાલયો ૩૬૬ હેરી પુસ્તકાલયો જયાં. દરેક લેકામાં જ્ઞાનના પ્રચાર માર્ગ સહેલે થઈ પડે. આ રીતે પુસ્તક લખવાની છૂટ થવાથી વિદ્યામાં ગ્રંથો રચી, પિતાની કીતિસમાં પુસ્તકે જગમાં મૂકી જવાની તમન્ના જાગી. તેને પરિણામે અનેક એહિક અને પારલૌલિક વિષયને લાખો
થે દરેક સંપ્રદાયમાં બન્યા, જેથી ભારતના દરેક ભાગમાં સારાં પુસ્તકાલ કરવામાં આવ્યાં. તેની રક્ષા, ઉપભોગ અને વૃદ્ધિ તથા શોભાને ટકાવવા સારૂ અનેક પ્રવેગો થયા. આજે પણ ભારતમાં પ્રાચીન મૌલિક પદ્ધતિના સમૃદ્ધ ભંડારે અસ્તિત્વ ધરાવે છે કે જે ઘણે ભાગે વિદ્યા-સાહિત્યપ્રેમી પૂર્વના જૈનમણુ અને જૈનશ્રાદ્ધના છે. જયપુર, કાશી, કાંજીવરમ, વડોદરા, મદ્રાસ વિગેરે શહેરના વૈદિક ભંડાર પણ નોંધવા લાયક છે.
વર્તમાનમાં જૈનોનાં પ્રાચીન પદ્ધતિનાં ખાસ ખાસ પુસ્તકાલયો છે (પુસ્તક-ભંડારે કે જે જૈનની માલિકીમાં છે) તેની નોંધ અહીં આપવાથી વાચકોને ઉપયોગી થશે.
૧ પાટણ કે જે ગાયકવાડ સરકારના અમલમાં માનવંત શહેર છે, ત્યાં મધ્યકાલ (વિક્રમની ૧૧ થી ૧૭મી સદી સુધીના) બહુ જ મહત્વના જુદા જુદા લગભગ ૯ જૈન ભંડારો છે, જેમાં હાલ હસ્તલિખિત પ્રાચીન ૧૩૦૦૦ જેટલાં પુસ્તક છે. '
૧ પાટણમાં તાડપત્ર ઊપર લખેલાં પુસ્તકો પણ ઘણું છે. તેમાં સંઘવીના પાડાના ઉપાશ્રયમાં જે ભંડાર છે તેમાં ૪૦૦ તાડપત્ર ઉપર લખેલ ગ્રંથો છે, જે લંબાઈમાં બે હાથ તથા પહોળાઇમાં ચાર-પાંચ આંગળ જેટલા છે, તે અમે નજરે જોયાં છે. ચદમી સદી સુધી ગ્રંથોને તાડપત્ર-ભોજપત્ર ઉપર લખવાની પ્રથા મુખ્યપણે હતી.
For Private and Personal Use Only