________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૮
શિક્ષણ અને પાઠયક્રમ જેથી લગભગ અર્ધી પિણી શતાબ્દીમાં તેમનું ધારેલું પરિણામ આવ્યું. ભારતીય લેકે નિર્બલ, વ્યસની, ધર્મદેશપ્રેમથી રહિત અને ધંધા ઉદ્યોગ વગરના થઈ ગયા.
આજે અમેરિકા જર્મન વિગેરે સ્વતંત્ર અને સ્વાભિમાની દેશોમાં પિતાની સંસ્કૃતિ અને ઉન્નતિને પુષ્ટ કરનારો પાઠયક્રમ થાય છે. દર વર્ષો કે બે વર્ષે તેમાં સુધારે વધારો થાય છે. ઉત્તમ પ્રકારના નવા સાહિત્યને પાઠ્યક્રમમાં સ્થાન મળે છે. પ્રતિભાશાળી લેખક ગ્રંથકારોને વાંચવાને પ્રસંગ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે.
શિક્ષણ વિષયમાં હીન દશા
આપણે દેશ શતાબ્દીઓથી પરાધીન થયા છે ત્યારથી તેની બુદ્ધિ પણ બેર મારી છે. આપણે પ્રાચીન કાળને ઉલ્લેખ કરી અભિમાન કે સંતોષ ધારણ કર્યા વગર બીજું કાંઈ કરી શક્યા નથી. શિક્ષણના વિષયમાં હજીય આપણી નોંધવા લાયક પ્રગતિ થઈ નથી. તે વિષે વિચારે કે પ્રયોગે આપણે ક્યું નથી, તેમ કરવામાં આપણે લાભ પણ નથી સમજતા; તેજ કારણથી આપણી પ્રજા અક્ષરજ્ઞાન મેળવીને સાક્ષર (ડ) થવા ઉપરાન્ત કાંઈ વધુ કરી શકતી નથી. દિવસે દિવસે આપણી સંસ્કૃતિ ભૂસાતી જાય છે. ધર્મ ભૂલાતો જાય છે. સદાચાર અને નીતિનાં તત્વ વિસરાતાં જાય છે. ઉદ્યોગ અને કળા ઓસરતી જાય છે તથા સ્વતંત્રતાની ભાવના નિર્મુલ બનતી જાય છે.
શિક્ષણ માટે કેટલાક પ્રયાસે '
જમાનાના પ્રભાવથી કહે કે, કેટલાક શિક્ષણપ્રેમી સાધુ અને ગૃહસ્થના પ્રયાસથી કહો, ગમે તે કારણે ત્રણેક દશકાથી આપણી
For Private and Personal Use Only