________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક શિક્ષણ અને તેની પરીક્ષા પપ૧ ધારી સંસ્થાના સંચાલકોએ એના પાઠ્યક્રમમાં પરિવર્તન કરવાને વિચાર કર્યો છે.
ક. જૈન એજ્યુકેશન બોર્ડ એ આપણી સમાજમાં મહત્ત્વની અજોડ સંસ્થા છે, તે પ્રમાણે આ સંથાથી લેકેની દૃષ્ટિમાં આવે, સમાજને સ્પષ્ટ રીતે મદદગારી નિવડે તેવા વિદ્વાને તૈયાર થઈ શકયા નથી. એટલે ધન તથા સમયને વ્યય થયે તેટલે લાભ મળે નથી એ વાત સ્પષ્ટ છે, પણ તેથી તે સંસ્થાના સંચાલકેએ નાસી પાસ થવાની જરૂર નથી. હવે પછી સારા સાધને મેળવી, સારો પાઠ્યક્રમ કરી બેવડા ઉત્સાહથી કામ ચાલુ રાખવું જોઈએ જેથી થોડા વર્ષોમાં જૈન વિદ્વાનોના ટોળે-ટોળા ફરતા દેખાય અને સમાજ સાહિત્ય-ધર્મની સારી જાહોજલાલી થતી આપણું સગી આંખે આપણે જોઈ શકીએ. વાત એ છે કે સદર સંસ્થાના તમામ સંચાલકોએ પિતાના માથે રહેલી જવાબદારી ભૂલવી જોઈએ નહિ. તેને સફલ બનાવવા રાતદિવસ તન-મન-ધનથી પ્રયાસ કરતાં રહીએ તે ફળ જરૂર પ્રાપ્ત થાય જ. સમાજની પણ ફરજ છે કે આ ઉપયોગી સંસ્થાને જોઈતી દરેક જાતની મદદ કરવામાં પાછીપાની ન કરે. આમ ઉભયની મદદથી,ઈચ્છાથી કાર્ય થઈ શકે. એક હાથે તાળી વાગે નહિ, એક પૈડે ગાડું ચાલે નહિ, તેમ એકલા ધનની મદદ કરનારથી કઈ પણ કાર્ય પૂરું પાડે નહિ.
સમાજને ઘણાં કાર્ય કરવાનાં છે. એક કાર્ય પૂરું કરતાં જવું જોઈએ. હવે ભૂતકાળની વાત કરી બેસી રહેવાથી કામ સરે તેમ નથી. જે કાંઈ થઈ શકે તેણે તે કામ પૂરું કરી સમાજ, ધર્મ અને દેશના ચરણે પિતાની ફલ-પુષ્પ સમ સેવા ચઢાવી કૃતજ્ઞ થવું એ સિદ્ધિ અને ડહાપણને માર્ગ છે.
For Private and Personal Use Only