________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૦ ધાર્મિક શિક્ષણ અને તેની પરીક્ષા સારે રાહ બતાવી, પ્રગતિકારક ઉત્તમ જનાઓ ઘડી, સાધને પૂરાં પાડી, તેમની માંગણીઓ પૂરી કરી તે સંસ્થાઓને મદદગાર-આલંબનરૂપ થવું ઘટે. એમ થવાથી ભવિષ્યમાં આપણને જોઈતું ફળ મળી શકે બાકી અત્યારે શિક્ષણનું પરિણામ સારૂં નથી એમ લખવાથી, કે બરાડા પાડવાથી સેંકડો વર્ષો પછી પણ સારું ફળ મળવાનું નથી. એકલી કલ્પના જનાઓથી કે લખવા-બેસવાથી કોઈ પણ કાર્ય સાધી શકાતું નથી.
બીજી બાજુ આપણામાં એવી સંસ્થાઓ પણ સમાજની પ્રગતિ સાધવા-ધાર્મિક અભ્યાસ અને તેની સંસ્કૃતિના વિકાસ અર્થે સ્થપાઈ છે કે જેના નિયત કરેલ, ધામિક પાઠ્યક્રમ (Course) પ્રમાણે છાત્રો અન્યત્ર-ગમે ત્યાં અભ્યાસ કરી નિયત સમયમાં તેની પરીક્ષા આપી શકે છે. જેમાં સંસ્કૃતના અભ્યાસ માટે કલકત્તા સંસ્કૃત એસોશીએશન તથા બનારસની પરીક્ષાઓ છે, તે પદ્ધતિથી ધાર્મિક પરીક્ષા લેનારી ત્રણે ફિરકામાં થોડીક સંસ્થાઓ હરિતમાં આવી છે. જેમ દિગંબરોમાં મુંબઈ, સોલાપુર, બિજનોર, બનારસ, મુરેના વિગેરે સ્થાનકવાસીએમાં મુંબઇ, રતલામ વિગેરે તથા મૂર્તિપૂજક શ્વેતામ્બરમાં મુંબઈમાં જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડ વિગેરે. જૈન મૂ૦ ૦ એજ્યુકેશન બોર્ડ એ ધાર્મિક પરીક્ષા માટે આપણું મુખ્ય સંસ્થા છે કે જેના નિયત પાઠયક્રમ પ્રમાણે અધ્યયન કરી દેશના હજારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે છે. આ સંસ્થાને ઉદ્દેશ ધાર્મિક ગ્રંથની પરીક્ષા લેવાને છે. વર્ષોથી આ સંસ્થા દરવર્ષે પરીક્ષા લઈ–લેવરાવી ઉચે નંબરે ઉત્તીર્ણ થયેલા છાત્ર-છાત્રીઓને યોગ્ય ઇનામ આપે છે, જેથી તેમના ઉત્સાહમાં સારો વધારે થાય છે. સદર સંસ્થાની મુખ્ય ઓફીસ મુંબઈમાં છે ને તેનાં દરેક પ્રાંતમાં અનેક સેંટરે છે અને નવા ઉધતાં જાય છે, જેથી સંસ્થાની જવાબદારી વધી છે, એમ
For Private and Personal Use Only