________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક શિક્ષણ અને તેની પરીક્ષા ૫૪૯ વાડી-ગાડી વિગેરે રૂપી પદાર્થો પ્રત્યક્ષ થઈ જીવોને મેહમાં નાંખે છે તેમ ધર્મ પ્રત્યક્ષથી–આંખ વગેરે ઈદ્રિયોથી-જોઈ શકાતો નથી એટલે રાજસિક, તામસિક કેટીના જીવોને ધર્મ તરફ સાચું આકર્ષણ થતું નથી.
જેમાં અત્યારે ધાર્મિક શિક્ષણ જે પ્રદ્ધતિથી અપાઈ રહ્યું છે તે ઘણું ખામીઓવાળું છે. સમજણ શકિત વિનાનું છે, હૃદયની સાથે સ્પર્શ કરનારૂં નથી. બીજી તરફ વર્તમાનની ઘણીખરી પ્રજા બાલ્યકાળથી તરૂણાવસ્થા સુધી ઘણેભાગે સરકારી સ્કૂલે માં જે કેળવણી મેળવે છે ત્યાં કોઈ પણ જાતનું ધાર્મિક શિક્ષણ કે તેનું વાતાવરણ હોતું નથી અને ત્યાંનું શિક્ષણ માટે ભાગે ભારત માટે અનિતિ-અધર્મ-દરિદ્રતા-લેશ તથા નબળાઈ વધારનારૂં છે એમ આપણને અંગ્રેજી રાજ્યના પ્રારંભથી અત્યાર લગીને અર્થાત લગભગ સવા વર્ષને ઇતિહાસ તથા અનુભવ આંકડા તથા તેના અનિષ્ટ પરિણામોથી પિકારીને કહી રહ્યો છે. આથી જ ધાર્મિક શિક્ષણને પ્રશ્ન ઘણે વિકટ થઈ રહ્યો છે.
જૈનમાં છેલ્લા વીસેક વર્ષથી આ સ્થિતિ ઉપર કેટલાકનું ધ્યાન ગયું છે, જેના પરિણામે જૈનેના ત્રણે કિકાના આગેવાન સાધુ તથા શ્રાવકેના ઉદ્યોગથી કેટલીક સંસ્થાઓ હસ્તિમાં આવી છે. યોગ્ય બહેશ તથા સાચી લાગણીઓવાળા સંચાલકોની ખામી, આદર્શ ઉચ્ચ શિક્ષકની ઉણપ તથા બીજી કેટલીક ન્યૂનતાઓના કારણે તે સંસ્થાઓ ખર્ચના પ્રમાણમાં તથા સમયના પ્રમાણમાં કદાચ કાર્ય નહિ કરી શકી હોય, પણ તેમને ઉદ્દેશ સારે છે, તેમને રાહ ઉત્તમ છે અને સારું ફળ થાય એવી તેમની મહત્ત્વાકાંક્ષા પણ છે; માટે તે વસ્તુને મૂળથી ઉખેડી નાખવી કઈ રીતે ઊચિત નથી; પણ સમાજે
For Private and Personal Use Only