________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષણમાં ધાર્મિક શિક્ષણનું સ્થાન ૫૪૭ ઉલ્ટી દશા છે. તેમની પોતાની દશા હીયમાન છે. શ્રાવિકા વર્ગમાં ઘણે ભાગે તે અક્ષરજ્ઞાન પણ (મારવાડ-મેવાડ-માલવ વિગેરે દેશમાં) નથી અને જે થોડી ઘણી સંખ્યામાં (ગુજરાત વિગેરેમાં) અક્ષરજ્ઞાન થયું છે તેનું ફલ ફેશનમાં, ઘાસલેટી સાહિત્ય વાંચનમાં કે બીજા નકામાં કામો કરવામાં આવ્યું હોય એમ લાગે છે.
જે જૈનધર્મ ભવિષ્યમાં હજારો વર્ષ જીવતો જાગતો રાખ હેય, જે પાંચમા આરાના છેલ્લા સમય સુધી જૈનધર્મની સત્તા ટકાવવી હેય, જે દેશવિદેશમાં જૈનધર્મને પ્રચાર કરે , જે જૈનધર્મ પ્રવર્તક જૈનશાસન-સાહિત્યને મહિમા જગમાં ફેલાવો હેય તે આપણી સમાજમાં ધાર્મિક શ્રદ્ધા મજબૂત થાય, તેના સંસ્કારો પેઢી સુધી ચાલી શકે, બુદ્ધિશાળી શિક્ષિતવર્ગમાં પણ જેનતની સભ્યતા ઘર કરે તેવી ઢબનાં શિલાલ, છાત્રાલયે કે ગુરૂકુલે સ્થાપી તેમાં વૈજ્ઞાનિક ઢબથી ધામિક શિક્ષણ દાખલ કરી નાનપણથી જ પ્રજાને ધર્મચુસ્ત બનાવવી જોઈએ. જેનસમાજમાં શિક્ષણ સંસ્થાઓ ઘણી છે, ગુરૂકુલે પણ (નામથી) થયાં છે, છાત્રાલયે પણ સ્થપાયાં છે, શ્રાવિકાશાળાઓ પણ હસ્તીમાં આવી છે, ધાર્મિક પાઠશાળાઓ પણ ઘણી છે, પણ તેમાં જોઈએ તેવા ધાર્મિક તાત્ત્વિક જૈનધર્મના સંસ્કારો નથી મળતા. ધર્મને અભ્યાસ વિસરાઈ જવાય છે, સંસ્કારો ભૂંસાઈ જાય છે. કર્મગ્રંથ સુધી ભણેલા વિદ્યાર્થીઓ પણ સાચી શ્રદ્ધાથી, સાચા આચરણથી વંચિત દેખાય છે.
એટલે સમાજે હવે પછી આપણી તાત્વિક શ્રદ્ધા પોષાય, તેમાં વધારે થતું રહે તેવું શિક્ષણ મળે તેવી દરેક રીતે પ્રવૃત્તિ કરવી જરૂરી છે. આપણું લેખકે એ, નેતાઓએ આ વિષયમાં પિતાની શકિત વાપરતાં શીખવું જોઈએ.
For Private and Personal Use Only