________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષણમાં ધાર્મિક શિક્ષણનું સ્થાન ૫૪૫ માનનાર આસ્તિક હેઇએ તે આત્મિક સુધાર તરફ આંખમીંચામણાં કરી શકીએ નહિ. એથી તે શિક્ષણ પણ આપણી ઇષ્ટ સિદ્ધિ કરનાર વધુ ને વધુ સરલ નિવડે તેવા પ્રયાસ આસ્તિક સમાજ, તેના નેતાઓએ અવશ્ય કરવા જોઈએ.
શિક્ષણ' ને આધાર તેના પાઠ્યક્રમ (કર્સ) ઉપર રહેલે છે, તેથી પાઠયક્રમનું મહત્વ કેટલું છે ? તેના ઘડનાર કેવા જોઈએ ? તેમાં પુસ્તકે કેવાં રાખવાં જોઈએ? વિગેરે બાબતે સંબંધી હું મારા શિક્ષણ અને પાઠયક્રમ' નામના પૂર્વના લેખમાં બતાવી ચુક્યો છું, જે લેખ “મુંબઈ સમાચાર” અને “જૈન જ્યોતિમાં તા. ૨૦-૭-૩૫ ના અંકમાં પ્રસિદ્ધ થયો છે.
જૈનસમાજ પૂર્વકાલમાં હરેક રીતે ઉન્નત હો એમ આપણને ઈતિહાસ અનેક વાકથી કહે છે, પણ છેલ્લા બે ત્રણ સૈકાઓની આપણુ કારકીર્દી, આપણી પ્રવૃત્તિ તે અસતિષ ઉપજાવે એવી હતી અને છે. શિક્ષણના વિષયમાં આપણે આ મુદતમાં બહુ જ કંગાળ રહ્યા છીએ. ધાર્મિક સંસ્કારે આપણામાં સદીઓથી જે કે ચાલ્યા આવ્યા છે, છતાં તેમાં જોઈએ તેટલી દઢતા યુક્તિ કે વિવેક ઘણાં જ જુજ રહ્યાં છે અને હવે ફરી જલ્દી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે ધાર્મિક શ્રદ્ધાને મજબુત નહિં કરીશું તે મને પૂરો ભય છે કે એક બાજુ સ્પષ્ટ રીતે આપણે સમાજ સંખ્યાબળમાં જેમ વેગથી નિર્બળ થઈ રહ્યો છે તેમ બીજી બાજુ બાહ્ય ક્રિયા ને ચિહ્ન કે ભાષાપૂરતું જ જૈનત્વ, અવશિષ્ટ સંખ્યામાં રહેવા પામશે. અમદાવાદ, સુરત, મુંબઈ, ભાવનગર જેવી કહેવાતી જૈનપુરીઓમાં રહેનાર ધર્મના ઠેકેદાર કુટુંબમાં પણ આજે ક્યાં સાચા જૈનવર્ય છે? ક્યાં સાચી અનન્ય જૈનત ઉપર (સુલસા જેવી) શ્રદ્ધા છે? કયાં સ્યાદાદ, નય નિક્ષેપ અને
છ બાજુ બાહ્ય શિર જેમ વેગથી નિર્મળ
જૈનેતર
For Private and Personal Use Only