Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 566
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિક્ષણ અને પાઠ્યક્રમ પ૩૯ સમાજમાં શિક્ષણની આવશ્યકતાનું ભાન થયું છે. થોડા ઘણા તે માટે પ્રયોગો પણ થયા છે. પણ મને તો લાગે છે કે એથી આપણી સમાજમાં જૈન સંસ્કૃતિના સંસ્કારો દઢ નથી થતા. છાત્રોમાં ધર્મ પ્રેમ નથી જાગ. સ્વતંત્રતા, સદાચાર તથા સવિચારનું વાતાવરણ ઉભું નથી થતું. તેનું કારણ મને તો એજ લાગે છે કે આપણે પાઠ્યક્રમ સ્વતંત્ર નથી તથા અપૂર્ણ છે. પાઠયક્રમ જે સમાજને સુસંસ્કારી બનાવવી હોય તો પાઠ્યક્રમ બનાવવા બહુ જ કુશળતા, સાવચેતી અને જાગૃતિ રાખવી જોઈએ. પાઠયકમ એ કાંઈ આટા દાલ વેચવાવાળાથી કે દુકાને બેસી સેલ પંચા બીઆરસી ” અથવા “લીયા દયા કરી છકા પંચાના સટ્ટા ખેલનારથી બને નહિ, તેઓ તે સંસ્થાઓને જોઈતી આથિક મદદ આપીને જ છૂટા થવાને યોગ્ય છે. પાઠયક્રમ બનાવવા માટે તે જેઓ શિક્ષણના ઉંડા અનુભવી અને રસીયા હેય, તેના નિષ્ણાત કાર્યકર્તા હોય, તેવા તે તે વિષયના વિદ્યાને જ પસંદ કરવા જોઈએ. પાઠ્યક્રમ એક જ દિશાથી બનવું ન જોઈએ. તેમાં પ્રાચીનતા ભૂલાવી જોઈએ, તેમ અર્વાચીનતાના ઉપયોગી શિક્ષણ તરફ બેદરકારી જરાપણ હેવી ન જોઈએ. તેમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે પુસ્વાર્થની ભાવના (જુદા જુદા પાત્ર અધિકારીઓ માટે) સુસંસ્કારિત વ્યવસ્થિત રીતે વિકસિત થાય તે તરફ પૂરતું લક્ષ હોવું જોઈએ. એકાન્ત કેઈ પક્ષ કે દિશાના જ્ઞાનનો આગ્રહ છોડી દ્રવ્ય દેશ કાલ અને સંસ્કૃતિના પ્રવાહ સાથે પાઠયક્રમને શિક્ષણને પ્રવાહ બદલતાં રહેવું જોઈએ, જૂદા જૂદા દરેક જુના અને નવા વિદ્યાના ઉપયોગી વિષયના ગ્રંથને સ્થાન આપવું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597