________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક્ષણ અને પાઠયક્રમ પડતાં ધારવા કરતાં ઘણું જ વિલંબ થાય છે તે છો તેની વાટ જોયા કરે છે. વારંવાર પુસ્તકના લેખક કે પ્રકાશક ઉપર પત્ર લખી પુછાવે છે. આથી નકામે, બીચારા છાત્રોને ખર્ચ કરવો પડે છે, વિષાદ-દુઃખ અનુભવવાં પડે છે, માટે પુસ્તક બહાર પડ્યા પછી જ તેને પાઠ્યક્રમમાં રાખવું વધારે સારું છે.
ઘણીવાર એમ પણ બને છે કે પાઠ્યક્રમ બનાવનાર-મહાનુભાવો ધન કે કીતિની ભૂખથી ગમે તેવાં લાયક કે નાલાયક પિતાનાં કે પિતાના લાગતા વળગતાનાં પુસ્તકને પાઠ્યક્રમમાં દાખલ કરી લે છે તે મહાન પાતક છે. વિદ્યાર્થીઓને તેમાં નકામે ખર્ચ મગજમારી અને દુઃખ સહવાં પડે છે. તેથી નિર્દોષ વિદ્યાર્થીએ દુઃખના નિસાસા મૂકે છે, કે જે પાઠ્યક્રમ બનાવનારના હિતમાં વિધન કરનાર નિવડે છે.
જે વિષય કે વર્ગને પાઠયક્રમ તૈયાર કરે હોય તે તે વિષયના કે વર્ગના માનસને પારખનાર વ્યકિતઓ પાસે જ તૈયાર કરાવે જોઈએ. એક વિષયમાં વિધાન કે અનુભવી થયો એટલે દરેક વિષયમાં તે ટાંગ લગાવવાને હકદાર છે એમ માનવા કે કરવામાં મોટી હાનિ થવાનો ભય રહે છે. દાખલા તરીકે પી. એચ. ડી. (P, H. D.) પરીક્ષામાં પાસ થયે એટલે તે ડેકટરી (દવાના) કામમાં કે ધારાશાસ્ત્રમાં તે વિદ્યાનું ન જ કહેવાય, એવી રીતે કાવ્યમાં નિષ્ણાત થયો એટલે દર્શન શાસ્ત્રનાં ગૂઢ રહસ્યમાં તે મૂર્ખ જ કહેવાય અને બાલશિક્ષણ ના કાર્યમાં પારંગત ન જ કહેવાય.
પાઠયક્રમ જે સમાજ, દેશ કે સંસ્કૃતિ માટે ઘડવો હોય તેના ઘડનાર તે જ સમાજ, દેશ કે સંસ્કૃતિના-નિષ્ણાત હિતધી માણસો
For Private and Personal Use Only