________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણના રચના સંવત્
વિવિધ દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા આ ગ્રંથ વિષે દરીયાપારના લોકા વિચાર કરે છે. જર્મન પડતા આના સુંદર એડિશના કાઢે છે, અમેરિકા અને લંડનના પડિતા આ ગ્રંથ અને તેના કર્તા વિષે અનેક પુસ્તકા નિબંધો લખી ગંભીર ઉદ્યાપેાહ કરે છે, ત્યારે ગુજરાતના સમ્રાદ્ન સિદ્ધરાજ જયસિહની પ્રાર્થનાથી ગુજરાતની પ્રતિષ્ઠા માટે બનેલ પ્રસ્તુત વ્યાકરણ સંબંધી ગુજરાતના સાક્ષરાનું જે એ તેવુ ધ્યાન ન ખેંચાય, ગંભિર લેખા આ વિષયને ન સ્પર્શે, અને ગુજરાતના સમાલોચકા આ વિષયપર વે શોધખાળ કરી સમાલોચનાત્મક વિચાર ન કરે, એ ખરેખર ગુજરાત માટે દુઃખ અને ન્યૂનતાને વિષય છે.
રાષ્ટ્રીયકતિ ટકાવવા માટે આ વ્યાકરણ સર્જાયુ છે. યૂપ અમેરિકા કે ગાલાદિ દેશમાં આવેલ ગ્રંથ પ્રસ્તુત ઉદ્દેશને લઈને હસ્તીમાં આવ્યો હોત તે તે દેશના વિશેષજ્ઞ સાક્ષર લેકાએ ગ્રંથ અને ગ્રંથકાર વિષે અનેક મહત્ત્વનાં લખાણો કરી પુષ્કળ પ્રકાશ પાડય હોત. અસ્તુ.
આ વ્યાકરણ સંબંધી ઘણી શોધખોળ કરવા જેવી છે. તેની સ્વાપન્નલઘુત્તિ ( હેમાચાર્યની જ અનાવેલ વૃત્તિ ) સહિત પ્રસ્તુત વ્યાકરણને સંશોધિત કરવાનું કાર્ય સદ્દભાગ્યે મને મળ્યું છે. ૧ લગભગ ત્રણ વર્ષ જેટલા લાંબા કાળમાં મારી યોગ્યતા મુજબ પ્રયાસ કરી આનું સંપાદન કરતાં આ મોલિક ગ્રંથ; તેની પતિ; અને તેના કર્તા આદિ વિષે મને અનેક અનુભવેા થયા છે. વિવિધ વિચારે ઉપજ્યા
૧ આ ગ્રંથ હમણાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અમદાવાદ તરફથી બહાર પડયા છે, આમાં મે સાત પરિશિષ્ટો ચાયાં છે,
For Private and Personal Use Only