________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજનું શિક્ષણ
પરેe શિક્ષણનું લક્ષણ મહારી નાનકડી મતિ પ્રમાણે તે શિક્ષણનું લક્ષણ “કર્તવ્યનું જ્ઞાન અને પરતંત્રતાથી મુકત થવું " છે હું ધારું છું કે આ લક્ષણમાં કઈ વા લઈ શકે તેમ નથી. પરતંત્રતાના ભેદો જુદી જુદી દૃષ્ટિએ અનેક પ્રકારના હોઈ શકે, તેમ તેના અનુકૂલ કે પ્રતિકૂલ કારણે પણ અનેકવિધ હેય; પરન્તુ શિક્ષણથી બંધન મુક્ત થવાની લાયકાત તે આવવી જ જોઈએ. પછી ભલે કોઈ જાણી જોઈને પરતંત્રતાથી મુક્ત ન થાય, તે માટે ઉપાય ન કરે, તે વાત જુદી છે. શિક્ષણથી કર્તાજ્ઞાન અને બંધનથી છૂટવાની લાયકાત નથી આવતી, તે શિક્ષણ શિક્ષણ નથી, તે જ્ઞાન જ્ઞાન નથી, તે તે ફકત શરીર, મન અને સમયને બરબાદ કરનારે, ધનનો નાશ કરનાર એક ભસમગ્રહ જ કહેવો જોઈએ. સૂર્ય ઉગ્યા પછી અંધારૂં ન મટે, અગ્નિથી ટાઢ ન ઓછી થાય અને શીતલ નીરથી શાંતિ ન મળે તે પછી ગજબ જ કહેવાય ને !
પ્રાચીનકાળનું શિક્ષણ શિક્ષણ સંબંધી ઉહાપોહ કરતાં આપણે પ્રાચીનકાળના શિક્ષણ તરફ દષ્ટિ તો જરૂર કરવી જોઈએ. દરેક વસ્તુમાં પૂર્વના કાળની થોડી ઘણી યોગ્ય મદદ જરૂર લેવી પડે છે, અથવા લેવી જોઈએ. જુના અને નવા બને કાળના ગુણદેષનો વિચાર કર્યા પછી જે પેજના ઘડાય છે તેમાં સંગીનતા અને સુંદરતા વધુ હોય છે, એમ મહારૂં માનવું છે.
એટલે જૂને રષ્ટિને ઇતિહાસ છે એટલે જ જુને લગભગ શિક્ષણને પણ છે. દરેક દેશ કે કાળમાં થોડા ઘણા અંશે શિક્ષણની
For Private and Personal Use Only