________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૮
આજનું સ્ત્રી શિક્ષણ જરૂર અવશ્ય પડે છે. ભારતમાં શિક્ષણની ઉત્પત્તિ અને પૂર્ણવૃદ્ધિ ઘણા લાંબા કાળથી થએલી. હવે મેહનો ડેરે અને હરપાની ધખોળેથી ઈતિહાસ પ્રમાણને જ સાચું માનનારા લેક પણ છ હજાર વર્ષના જુના કાળને ઈતિહાસકાળ ગણવા લાગ્યા છે. કારણ કે તે બંને શહેરેને અસ્તિત્વકાળ છ હજાર વર્ષ પહેલને છે. તે બન્ને શહેરમાં અનેક મુદ્રા, સિકકા અને બીજી અનેક એવી વસ્તુઓ મળી આવી છે. કે જેથી ૬૦૦૦ વર્ષ પહેલાનું હિંદ શિક્ષણ અને કળામાં બીજા દેશો કરતાં મોખરે હતું એમ સિદ્ધ થાય છે.
જુના કાળમાં શિક્ષણનું કાર્ય મુખ્યત્વે બે જણ કરતા હતા. એક ત્યાગીઓ અને બીજા રાજાઓ.
ગુરૂ શિષ્યને સબંધ
ત્યાગીઓમાં વૈદિક, જૈન અને બૌદ્ધોના અધિઓ, નિઈ ભિક્ષુઓ અને બ્રાહ્મણ સમાવેશ થાય છે. આ વર્ગ દેશકાળને લક્ષમાં લઈને શિક્ષણને ક્રમ ગોઠવો. જેથી પ્રજા પિતાને ગણકર્માનુસારે કર્તવ્ય, જ્ઞાન અને સ્વતંત્રતા મેળવી મહાન વિજયી અને વિશ્રત થતી. બહુ જુના સમયમાં જાતિભેદનું જોર ન હતું, દરેક જાતિના સભ્યો ભેગા કરી આ ત્યાગીઓ વિદ્યાર્થીઓને અનેક વિષયનું ઉર્દુ અને દીપનું જ્ઞાન આપતા. વિદ્યાર્થીઓ પણ હૃદયના ઉંડાણથી ઉત્પન્ન થએલી જિજ્ઞાસા અને સેવાવૃત્તિથી ગુરૂઓ પાસે જ્ઞાન મેળવી મનન અને નિદિધ્યાસન કરી આચરણમાં મૂકવા તરફ વધારે ચીવટ રાખતા. ગુરૂશિખ્ય બને પિતાની ફરજ ઉત્સાહપૂર્વક અદા કરતા. તે બને વચ્ચે મીઠો સંબંધ જોડાતો.
For Private and Personal Use Only