________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
આજનું સ્ત્રીશિક્ષણ જેથી સ્ત્રીઓ દેવીઓ થતી. પિતાનાં સંતાનને પણ સાચાં દેવદેવીઓ બનાવી ધર્મ અને દેશની સેવા કરતી.
વર્તમાન શિક્ષા
વર્તમાન શિક્ષા કેવી છે? તે વિષે વધુ લખવાની જરૂર જ નથી. આપણે બધા વર્તમાન શિક્ષા અને તેનાં ફળ નજરે જોઈએ છીએ. વર્તમાન શિક્ષણની દેરી અત્યારે રાજસત્તાના હાથમાં છે. રાજસત્તા જ જે-તમગુણવાળી હોય છે. લગભગ દોઢસો વર્ષમાં આપણે ફક્ત અક્ષર જ્ઞાન મેળવી આપણી બુદ્ધિ બગાડી છે, ધર્મને બેસે છે, નીતિ અને સદાચાર ઓછાં ક્યાં છે. આરોગ્ય અને ધનમાં મોટી હાની પહોંચાડી છે એમ મને લાગે છે.
વર્તમાન શિક્ષણનું ફળ
બહાર દેશમાંથી નિકળતા ગંગા નામના હિન્દી માસિકમાં રિક્ષા પરીક્ષા” નામના મહારા લેખમાં મેં એક ઠેકાણે લખ્યું છે કે “રાતદિવસ મહેનત અને શરીરને નષ્ટ કરવા છતાં આંખે અને માનસિક શકિતઓ કુંતિ કરવા છતાં, માટે ધન વ્યય થવા છતાં વિદ્યાર્થીઓને (વર્તમાનિક) શિક્ષણનું પરિણામ દુઃખ, દરિદ્રતા, રોગ અને અશાંતિમાં મળે છે.”
અનેક વર્ષો ભણ્યા પછી અનેક પદવી મેળવ્યા પછી પણ આપણને કર્તવ્ય જ્ઞાન અને સ્વતંત્રતાની પ્રાપ્તિ થતી નથી એ શિક્ષણ શિક્ષણ કહેવાય ખરૂં?
આ પરિસ્થિતિમાં એકલે રાજ્યને જ દોષ છે એમ પણ માનવા હું તૈયાર નથી. થોડે ઘણે પ્રજાને પણ દોષ છે કે જે ભાન ભૂલીને
For Private and Personal Use Only