________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજનું સ્ત્રીશિક્ષણ
પ૩૩
વિપરીત શિક્ષા લે છે.
સ્ત્રીઓની યોગ્યતા
સાચા શિક્ષણથી પુરૂષ દેવ બને છે, સ્ત્રી દેવી બને છે. સ્ત્રીઓનું હાઈ કમળ અને પવિત્ર હેવાથી પુરૂષો કરતાં પણ સ્ત્રીઓ ઉપર શિક્ષણની અસર ઘણી વધારે પડી શકે છે. સ્ત્રી-શિક્ષાને સાચે ઉદ્દેશ તે તેઓમાં સાચું માતૃત્વ અને ગૃહિણુત્વ આવે એ જ હવે જોઈએ. જગતના ઉદ્ધારની જવાબદારી સ્ત્રીઓ ઉપર વધુ છે. સ્ત્રીઓ સાચી શિક્ષિતા હોય તે જ જગતને ઉદ્ધાર કરી શકે, પુરૂષોને પણ ઠેકાણે લાવી શકે. તેમને કોમળતાં શિષ્ટતા વિગેરે દૈવિક ગુણે કુદરતી બક્ષીસથી મળ્યા છે. તે પતિને કે પુત્રને, પિતાને કે સસરાને, નેકરને કે રાજાને, ગુરૂને કે અવતારી પુરૂષને પણ પિતાના ગુણથી સમજાવી શકે છે, કેમળ બનાવી શકે છે. પુરૂષ કરતાં સ્ત્રીના ઉપદેશની અસર ઘણી વધારે થાય છે. એટલે પુરૂષો કરતાં સ્ત્રીઓને વધારે સાવચેતીથી શિક્ષણ આપવાની જરૂર છે. સ્ત્રી શિક્ષિતા હોય તે આખું આલમ સહેલાઈથી સાચું શિક્ષણ મેળવી શકશે; એટલા માટે જ તે નેપોલીયન બેને પાટે કહ્યું છે કે–દેશને આબાદ કરવા સહુ પહેલાં માતાઓને જ્ઞાન આપવું.
વર્તમાન સ્ત્રીશિક્ષણ
ગમે તેવી સારી વસ્તુને ઉલટી રીતે ઉપયોગ કરવાથી તેનું પરિણામ પણ ઉલટું જ આવે છે; એ હિસાબે શિક્ષણ ગમે તેવું સારું છે પણ તે ઉલટી પદ્ધતિએ લેવાથી મહાન ભયંકર થાય છે. ધર્મ, દેશ સમાજ અને આત્માની ઉન્નતિને બદલે અવનતિ કરનારૂં થાય છે.
For Private and Personal Use Only