________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobaithong
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજનું સ્ત્રીશિક્ષણ ૧
મનુષ્ય જન્મે છે ત્યારે તેને ઘણી બાબતનું અજ્ઞાન હોય છે. તેની ઘણીખરી શકિતઓ અવિકસિત દશામાં હોય છે. બ્રાહ્મણ કે ક્ષત્રિય, ભારતીય કે ઇતર દેશીય, જૈન કે જનેતર તમામ પ્રાણીઓના જન્મ વખતે એકજ સરખા પ્રાયઃ હેય છે. પણ જેને ઉંચું શિક્ષણ મળે છે, તે ક્રમે ક્રમે પ્રગતિ કરતે જાય છે. અક્ષરજ્ઞાન મેળવવું એટલું શિક્ષણ નથી; તેના અનેક પ્રકાર અને વિધવિધ ઉપાય છે. પણ અહિં માત્ર અક્ષરજ્ઞાન શિક્ષણની વાત છે.
શિક્ષણથી ઘણું બાબતોનું અજ્ઞાન ટળે છે. આત્મામાં છુપાઈ રહેલી શકિતઓ વિકસે છે. આ લેક અને પરલોકને વિકાસ સધાય છે. થાવત ઈશ્વર સ્વરૂપી પણ શિક્ષણથી જ થવાય છે.
શિક્ષણનું ફળ ઘણું વિશાળ અને રમણીય છે. તેના પ્રકારે અનેક છે. તેના સ્વરૂપને ઉકેલ આણ ઘણે અધરે છે.
૧ સ્ત્રીબોધ. ઓગસ્ટ, ૧૯૭૪, અમદાવાદ.
For Private and Personal Use Only