________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધહેમચંદ્ર નાકરણના રચના સંવત્
૪૯૩
છે. તે બધાને રીતસર લખવામાં આવે તે એક ખાસુ પુસ્તક થઈ
જાય તેમ છે.
જે જે વિષયના મને અનુભવે થયા છે તે જુદા જુદા અનેક લેખામાં જ લખી શકાય. આ સ્થળે ‘ પ્રસ્તુત વ્યાકરણ કયા વર્ષમાં અને કેટલા સમયમાં અન્ય ” તે પરત્વે લખવાનુ મે નકકી કર્યું છે.
જે વિષયના સંબંધમાં હું અહીં લખવાનો છું તે વિષય ઘણે મહત્ત્વનો છે. આ વ્યાકરણના નિર્માણુને સમય નક્કી થવાથી હેમચન્દ્રાચાર્યના ખીન્ન સાહિત્ય નિર્માણ કાળને પણ ઉકેલ આણી શકાશે, તેમ સિદ્ધરાજના છેલ્લા તિહાસ ઉપર પણ પ્રકાશ પાડી શકશે.
આ વિષય જેટલો મહત્ત્વનો છે, તે કરતાં વધારે ગુંચવણભર્યા પણ છે, ભિન્ન ભિન્ન ગ્રંથેનાં અનેક જાતનાં લખાણો–ઉલ્લેખાથી બુદ્ધિ ચક્કરમાં પડી જાય છે. તેમ કાઇ ગ્રંથમાં આ વ્યાકણુ સ ંબંધી નિશ્રયાત્મક સંવત્ માસ કે તારીખ લખેલ મળ્યાં નથી. એટલે ઘણે લાગે અનુમાન અને આસપાસના પ્રસ ંગોને આધારે કામ લેવુ પડશે. હું અહીં જે લખીશ તે બનતાં લગી યુતિ અને પ્રમાણેથી લખીશ. પ્રસ્તુત વિષયને સ્પષ્ટ બનાવવા માટે આની સાથે સબંધ ધરાવનારી ચાર બાબતોને વિચાર કરવા અગત્યને છે.
૧ સિદ્ધરાજ જયસિંહે માલવાના રાજા યશોવર્માને કયારે જિત્યા ? અને પાટણમાં પ્રવેશ કયારે કર્યો?
રહેમાચાર્યે સિદ્ધહેમચન્દ્રે બ્યાકરણની શઆત કયારે કરી? ૩ પ્રસ્તુત વ્યાકરણ, પરિમાણ કેટલું ? તેના કેટલા ભાગ તે કેટલા સમયમાં કયારે રચ્યા ?
For Private and Personal Use Only