________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણને રચના સંવત્
ગુજરાતના પ્રાચીન રાજવીઓમાં ચાલુક્ય રાજવીઓને નંબર ઊંચા છે. તેમાં પણ વિદ્યા અને વિદ્યાનેના પ્રેમી અને ઉત્તેજક રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહનું નામ મોખરે છે. લેકેપયોગી અને પંડિત પગી બધાય વિષયનું ઉત્તમ સાહિત્ય સર્જી ગૃજરાતનું ગૌરવ વધારનાર પ્રાચીન વિદ્વાનોમાં આચાર્યશ્રી હેમચન્દ્રનું સ્થાન પણ ઘણું ઉંચું છે. તેથી આ બન્ને (નૃપતિ અને મુનિપતિ)
જ્યોતિર્ધરોના સંપૂર્ણ સહકારથી તૈયાર થએલ “મિત્રફાગુરાન-(વ્યારા) નું મૂલ્ય ગુજરાત દેશની દૃષ્ટિએ ઘણું વધી જાય છે. આ વ્યાકરણમાં અને વિશિષ્ટ વિભૂતિઓનાં તેજસ્વી કિરણે પ્રકાશી રહ્યાં છે, એમાં કોઈ શક નથી કે જ્યાં સુધી આ
વ્યાકરણ રહેશે ત્યાં સુધી વ્યાકરણ સાહિત્ય તરીકે ગુજરાતનું ગૌરવ વિસરાશે નહિ. સંસ્કૃત વિગેરે સાત ભાષાઓનું વ્યાકરણ આઠ અધ્યાયવાળા આ પુસ્તકમાં સરલ અને સુંદર રીતે બનાવ્યું છે. આ વિષયને સંપૂર્ણ ગ્રંથ ગૂજરાત માટે આ પહેલે જ છે.
૧ બુદ્ધિપ્રકાશ, અમદાવાદ, માર્ચ ૧૯૩૫
For Private and Personal Use Only