________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૬ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણને રચના સંવત વ્યાકરણ પૂરું થયા પછી પંડિતને તેની પરિક્ષા માટે સોંપી સિદ્ધરાજે વિક્રમ સંવત ૧૧૯૩ પછી જ વૈદિક અને જૈનતીર્થોની યાત્રા કરી હશે.”
બીજી બાબત એ છે કે જેને તીર્થોની યાત્રા કરવા રાજા ગયો એમ જ્યારે પિતે હેમચંદ્ર જ લખે છે, તે તે વખતે હેમચંદ્ર વગર રાજા ગયે હશે એ કેમ બની શકે તેમ હેમચંદ્ર પણ સાથે રહી ધર્મપ્રભાવના કરવામાં આવે લાભ કેમ છોડે? વળી કેટલાક પ્રબંધે સોમેશ્વરની યાત્રા વખતે હેમચંદ્રાચાર્યની હાજરી સ્પષ્ટ રીતે પૂરવાર કરે છે, તેથી એમ માનવું કાંઈ વાંધાભર્યું નથી કે ૧૧૯૩ પછી જ સિદ્ધરાજ જયસિંહે આ તીર્થયાત્રા કરી હતી અને હેમાચાર્ય પણ તેની સાથે હતા.
હવે આ યાત્રા કયા વર્ષે કરી તે ચોકકસ રીતે જો કે કહેવાની હિમ્મત નહિ કરી શકાય, પણ સિદ્ધરાજનાં જીવનના છેલ્લા પ્રસંગમાં તે થઈ છે, એવું અનુમાન દ્વયાશ્રય કાવ્યના વર્ણનથી પષ્ટ કરી શકાય છે; કેમકે આ યાત્રાથી પાછા ફર્યા પછી સિદ્ધરાજે વધુ કાર્યો કર્યા નથી. તેની અંદગી ત્રણ વર્ષથી વધારે ટકી નથી, એમ સ્પષ્ટ જણાય છે. એ હિસાબ મુજબ વિ. સં. ૧૧૯૬ ની લગભગ રાજાએ યાત્રા પ્રયાણ કર્યું હોવું જોઈએ.
3. બુલરનું કહેવું છે કે “હેમાચાર્યે પિતાના વ્યાકરણની પૂર્તિ રાજાએ સોમેશ્વર વિગેરેની યાત્રા પૂરી કર્યા પછી કરી હશે. યાત્રા ક્ય
૧ બને ધર્મના તીર્થોની યાત્રા રાજાએ એક જ સાથે કરી હતી. પ્રબંધ ચિં. ક. ૨. અને બીજા પણ જૂના-નવા ગ્રંથો છેડા ફેરફારથી પ્રસ્તુત યાત્રાને ઉલ્લેખ કરે છે.
૨ જુએ પ્રભાવક ચરિત્રમાં હેમચંદ્રાચાર્ય ચરિત્ર.
For Private and Personal Use Only