________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણને રચના સંવત ૧૫ દયાશ્રયમાં યશોવર્માને હરાવ્યા પછીના લખાણમાં સેમેશ્વર, શત્રુજ્ય વિગેરેની યાત્રાનું વર્ણન કર્યું છે. પ્રબંધચિંતામણિકાર યશવને જીત્યા પહેલાં એક સોમેશ્વરની યાત્રાનો ઉલ્લેખ કરે છે, પણ તે મીનળદેવીના નિમિત્ત કરેલ યાત્રા હેવી જોઈએ, જે સિદ્ધરાજની યુવાવસ્થામાં થઈ હતી. માળવાને જીત્યા પછી ફરી બીજી વાર રાજા વધુ ઠાઠથી વૈદિક અને જેનેનાં મોટાં તીર્થો (સેમેશ્વર, શંત્રુજય, ગિરનાર, ) ની યાત્રા કરવા ગયા હતા, એ માનવા જેવી બાબત છે. તેનું કારણ એ છે કે-રાજા માળવાની છતથી બહુ જ પ્રસન્ન થયો હતો. તેનું રાજ્ય દરેક રીતે વધ્યું હતું. તે વૃદ્ધ, ધર્મપ્રેમી અને કૃતકૃત્ય પણ થયો હતો, તેથી તેનામાં ધર્મતીર્થોની યાત્રા કરવાની વૃત્તિ જાગે એ ધર્મપ્રધાન ભારતીય રાજાઓ માટે તદ્દન સંભવિત છે. યાશ્રયમાં આ યાત્રાની તારીખ કે તેનું વર્ષ નથી લખ્યું, પણ મારી કલ્પના પ્રમાણે હેમાચાર્યના સંપૂર્ણ મૂળ પંચાંગી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણની રચના પૂરી થયા પછી જ આ યાત્રા સિદ્ધરાજે કરી હશે.
હેમચન્દ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહે પ્રાર્થના કરી વ્યાકરણ બનાવવાના કામમાં રોક્યા હતા. આવું મહત્ત્વપૂર્ણ કાર્ય કે જે સંપૂર્ણ મનોવેગપૂર્વક સ્થિરવાસમાં જ કરી શકાય, એ વાત રાજા પણ સારી પેઠે જાણતો હતો, તેથી પિતાના હિતકારી આચાર્યને તેવા કાર્યમાં વિશ્વ નાખવાની પ્રવૃત્તિ તે રાજા કરી શકે નહિ. બીજી બાજુ હેમાચાર્ય ઉપર તેનો સ્નેહ પણ વધી ગયે હતો. પિતે વિદ્યાને પ્રેમી હોઈ કરી યાત્રા જેવી ધાર્મિક મુસાફરીમાં હેમાચાર્યને સાથે લેવા તેણે અવશ્ય ઈચ્છયું હશે, એ દૃષ્ટિએ હેમચાયે વ્યાકરણના મૂળ પાંચે અંગે પૂરાં કર્યા પહેલાં સિદ્ધરાજે યાત્રાને પ્રારંભ નહિ જ કર્યો હોય,
૧ જુઓ ચૌદમા અને પંદરમા સર્ગમાં
For Private and Personal Use Only