________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યનું પ્રકાશન
૪૭, ધર્મને નાસ્તિક માનનારા કદર પંડિતએ પણ જૈન સાહિત્યથી આકર્ષાઈ જૈન સાહિત્યની પ્રશંસાત્મક મધુર પ્રશસ્તિઓ લખી. સમાલોચન કરી અને શ્રીમાન હર્બટ ઘરન, શ્રીમતી શુભ દ્રાદેવી (ડ. કૌ9) જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ તથા લક્ષ્મણ રઘુનાથ ભીડે, (પુના) તથા શ્રીયુત લક્ષ્મીનારાયણજી વકીલ (સારંગપુર) પૌર્વાત્ય બ્રાહ્મણાદિ વિદ્વાનોએ જૈન ધર્મને પ્રગતિકારક ધર્મ માની સ્વીકાર્યો. આ બધે જૈન સાહિત્ય પ્રકાશનને પ્રતાપ છે. પરંતુ જૈન સાહિત્ય જેવી પ્રગતિ અને વ્યવસ્થાપૂર્વક પ્રકાશનમાં આવવું જોઈએ, તેવી રીતે આવ્યું નથી. જૈન સાહિત્ય પ્રકાશક સંસ્થાઓમાં સંગઠનના અભાવથી તથા સંચાલકની અવિદ્યમાનતાથી, સાધુ સાધ્વીઓમાં ઘણે ભાગે વિદત્તાની ખામી અને યશ કામુકતાને વધારે ભાગ હોવાથી તથા શ્રાવકેમાં વસ્તુ પરીક્ષા વિવેકની ખામીને કારણે જૈન સમાજની લક્ષ્મી જેટલી ખર્ચાઈ છે, તેના પ્રમાણમાં ઉચિત સાહિત્યનું પ્રકાશન થયું નથી. વર્તમાનમાં આપણે ત્યાં સાહિત્ય પ્રકાશનની અનેક પોપકારી અને સમૃદ્ધ સંસ્થાઓ હોવા છતાં વિદ્યાર્થીઓને પરીક્ષાઓના ગ્રન્થો મળતા નથી. ત્રિષષ્ટિ, પ્રબંધચિંતામણિ જેવા જૈન ઈતિહાસ અને સાહિત્યના ઉપયોગી; ઉપમિતિ ભવપ્રપંચ કથા, તિલકમંજરી જેવા પ્રાચીન નેવેલના ગળે ઉપલબ્ધ થતા નથી. અનેક સારા તર્કગ્રન્થ, કાવ્યો, નાટકે પ્રકાશમાં આવ્યા નથી. તેઓ ઉપર ટીકાઓ બની નથી, ઈત્યાદિ બાબતે આપણી બેદરકારી અને ન્યૂનતા સૂચવે છે. આવા પ્રગતિમાન જમાનાની અંદર આપણે શી પ્રગતિ કરી ? સિવાય કે આપસના હાનિકારક અને ખર્ચાળ ઝઘડાઓ ! આપણું સાહિત્ય પ્રકાશન સંસ્થાઓ, કેન્ફરન્સ, આણંદજી કલ્યાણજીની પેઢી, વિદ્વાનો, સાધુ સાધ્વીઓ હવેથી પણ આ સાહિત્ય પ્રકાશન તરફ પોતાની પ્રવૃત્તિ કરશે તે હું ધારું છું કે જૈન સાહિત્યના પ્રકાશનથી કલેશે કરતાં
For Private and Personal Use Only